ગુજરાત : એક પરિચય (વન લાઈનર) ભાગ : 2

GIRISH BHARADA

 ગુજરાત : એક પરિચય (વન લાઈનર) ભાગ : 2


ગુજરાત : એક પરિચય (વન લાઈનર)

ભાગ : 2

પ્રશ્નો : 101 થી 200


101. ‘મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કરી કઈ સાલમાં મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો હતો?

ઉત્તર : ઈ.સ. 1930


102. બ્રિટિશરોએ કઈ સાલમાં સુરત ખાતે વ્યાપારી કોઠીની સ્થાપના કરી?

ઉત્તર : ઈ.સ. 1918


103. કેળવણીકાર નાનાલાલ ભટ્ટે ગ્રામલક્ષી અને સર્વોદયલક્ષી કેળવણી માટે કઈ સંસ્થાઓ સ્થાપી?

ઉત્તર : ગ્રામ દક્ષિણમૂર્તિ - આંબાલા અને ભાવનગર


104. અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા?

ઉત્તર : રાવબહાદુર રણછોડલાલ


105. સ્ત્રી પાત્રોને રંગભૂમિ પર જીવંત કરનાર નર તરીકે કોણ જાણીતા છે?

ઉત્તર : જયશંકર સુંદરી


106. ગુજરાતનો સૌથી લાંબો 21 દિવસનો મેળો કયો છે?

ઉત્તર : શામળાજીનો મેળો


107. પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઈ હતી?

ઉત્તર : આનંદપુર (વડનગર)


108. અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે?

ઉત્તર : ગિરનાર


109. ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે?

ઉત્તર : ભાદર


110. કર્કવૃત્ત સૌથી નજીકનું બંદર કયું છે?

ઉત્તર : કંડલા


111. વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવસ્થાન કયાં છે?

ઉત્તર : પાવાગઢનો ડુંગર


112. ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કિનારે આવેલું પર્યટન સ્થળ છે?

ઉત્તર : વાત્રક


113. ગુજરાતના કયા જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં સાગના વૃક્ષો થાય છે?

ઉત્તર : ડાંગ


114. દાંતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે?

ઉત્તર : જેસોર


115. ગુજરાતમાં વાડીઓના જિલ્લા તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે?

ઉત્તર : વલસાડ


116. પ્રાચીન ગુજરાતનું ઐતિહાસિક પાટનગર-વડનગર કઈ નદી કિનારે વસેલું છે? 

ઉત્તર : હાટડી


117. કાંકરિયા તળાવ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું?

ઉત્તર : ઈ. સ. 1451


118. કઈ કચ્છની નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે?

ઉત્તર : મરછુ


119. કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે?

ઉત્તર : 4 (ચાર)


120. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે?

ઉત્તર : મહેસાણા


121. ખીજડીયાનું પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?

ઉત્તર : જામનગર


122. કચ્છનું કયું શહેર સૂડી અને છરી-ચપ્પા ઉદ્યોગ માટે જાણીતું છે?

ઉત્તર : અંજાર


123. ગીર ગાયની જેમ ગુજરાતમાં કઈ ભેંસ જાતવાન ગણાય છે?

ઉત્તર : જાફરાબાદી


124. 'સાધુ બાવાના મેળા'' તરીકે ઓળખાતો શિવરાત્રીનો મેળો કયા સ્થળે ભરાય છે?

ઉત્તર : ગિરનાર, જૂનાગઢ


125. મહી નદીનું બીજું નામ શું છે?

ઉત્તર : મહીસાગર


126. ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે?

ઉત્તર : ભાટચારણ


127. ગુજરાતમાં કેટલી નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે?

ઉત્તર : 4 (ચાર)


128. ગુજરાતમાં ઊગતા સૂર્યનો પ્રદેશ તરીકે કયો જિલ્લો જાણીતો છે?

ઉત્તર : દાહોદ


129. ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે?

ઉત્તર : કચ્છ


130. ગુજરાતમાં કયા સમયના ખડકસ્તર ખનિજ સમૃદ્ધ છે?

ઉત્તર : પ્રિ-કેમ્બિયન


131. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?

ઉત્તર : રાજકોટ


132. નર્મદા અને ઓરસંગ નદીના સંગમ તળે ગુજરાતના કયા બે ગામ પવિત્ર તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયા છે?

ઉત્તર : ચાણોદ, કરનાળી


133. ગુજરાતમાં ડુંગળીનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે?

ઉત્તર : ભાવનગર


134. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે?

ઉત્તર : સુરખાબનગર


135. ગુજરાતમાં મહાભારત કાળથી નવરાત્રી દરમિયાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે?

ઉત્તર : રૂપાલ


136. ગોહિલવાડના કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલા, ડાળાં, સાંબેલા લઈ વર્તુળાકારે ફરીને કયું નૃત્ય કરે છે?

ઉત્તર : ઢોલા રાણો


137. શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે?

ઉત્તર : ગીર સોમનાથ


138. “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'' કવિતા કોણે રચી?

ઉત્તર : કવિ ખબરદાર


139. પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા?

ઉત્તર : વડોદરા


140.ગુજરાતી ભાષાના ''જાગૃત ચોકીદાર'' કોણ ગણાય છે?

ઉત્તર : નરસિંહરાવ દિવેટિયા


141. ગુજરાતી સાહિત્યમાં 'આખ્યાનનો પિતા' કોણ ગણાય છે?

ઉત્તર : કવિ ભાલણ


142. ગુજરાતી ભાષાના સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? 

ઉત્તર : દલપતરામ

143. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે?


ઉત્તર : ગિરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી


144. મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ શું છે?

ઉત્તર : સત્યના પ્રયોગો


145. ગુજરાતી સાહિત્યમાં 'માણ ભટ્ટ' કે 'ગાગરિયા ભટ્ટ' તરીકે કોણ ઓળખાય છે?

ઉત્તર : પ્રેમાનંદ


146. સહજાનંદ સ્વામી યાંના વતની હતા?

ઉત્તર : છપૈયા, ઉત્તર પ્રદેશ


147. નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી?

ઉત્તર : શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)


148. ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો આવેલો છે?

ઉત્તર : વૃંદાવન


149. ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે?

ઉત્તર : લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી સ્ટુડિયો, વડોદરા


150. વર્ષ 2010માં થયેલી ગણતરી અનુસાર ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે?

ઉત્તર : 411


151. ગુજરાતમાં કેટલા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે?

ઉત્તર : 21 અભયારણ્ય, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો


152. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીને સંરક્ષણ પૂરું પાડે છે?

ઉત્તર : કાળિયાર


153. સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતો હોય છે?

ઉત્તર : સૂર્યાસ્ત પછીના 1 કલાકે


154. ગુજરાતનો જાણીતો લકી ફિલ્મ સ્ટુડિયો કયાં આવેલો છે?

ઉત્તર : હાલોલ


155. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે?

ઉત્તર : કચ્છ રણ અભયારણ્ય, વિસ્તાર, 7506.12 ચો.કિ.મી.


156. સ્વામીનારાયણ સંપ્રદાયની 'શિક્ષાપત્રી'ની રચના કોણે કરી હતી?

ઉત્તર : સહજાનંદ સ્વામી


157. પ્રેમાનંદના 'નળખ્યાન'માં આવતો નળરાજા કયા દેશનો છે?

ઉત્તર : નૈષધ


158. અમદાવાદ જિલ્લામાં આવેલા હડપ્પા સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલના નામનો અર્થ શો થાય છે?

ઉત્તર : મરેલો ટેકરો


159. વીરપુર કયા સંત સાથે સંકળાયેલું તીર્થસ્થળ છે?

ઉત્તર : જલારામબાપા


160. શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે?

ઉત્તર : શારદાપીઠ


161. આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું?

ઉત્તર : કર્ણદેવ સોલંકી


162. ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે?

ઉત્તર : વડોદરા


163. શ્રીરંગ અવધૂતનો આશ્રમ કયાં આવેલો છે?

ઉત્તર : નારેશ્વર


164. સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે?

ઉત્તર : બિંદુ સરોવર


165. ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રખ્યાત છે?

ઉત્તર : જામનગર


166. ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે?

ઉત્તર : કોટેશ્વર મહાદેવ મંદિર


167. ગુજરાતમાં એક માત્ર બ્રહ્માજીનું મંદિર કયાં આવેલું છે?

ઉત્તર : ખેડબ્રહ્મા


168. દાઉદી વોરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થસ્થળ કયું છે?

ઉત્તર : દેવમાલ


169. ગુજરાતના કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્જવલિત છે?

ઉત્તર : ઉદવાડા


170. કયું સ્થાપત્ય 'અમદાવાદનું રતન' તરીકે ઓળખાય છે?

ઉત્તર : રાણી સિપ્રીની મસ્જિદ


171. ગીરના માલઘારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે?

ઉત્તર : ઝોક


172. જેસલ-તોરલની સમાધિ કયા સ્થળે આવેલી છે?

ઉત્તર : અંજાર (કચ્છ)


173. આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે?

ઉત્તર : કચ્છ


174. ગુજરાતના કયા શહેરમાં ડુંગળીનો સૌથી વધારે પાક લેવાય છે?

ઉત્તર : મહુવા


175. કડાણા બંધ કયા જિલ્લામાં આવેલો છે?

ઉત્તર : પંચમહાલ


176. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે?

ઉત્તર : ગિરનાર


177. તાપી જિલ્લાનું વડું મથક કયું છે?

ઉત્તર : વ્યારા


178. પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે?

ઉત્તર : કચ્છ


179. ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું?

ઉત્તર : ભરૂચ


180. કવિ દયારામનું બાળપણનું નામ શું હતું?

ઉત્તર : દયાશંકર


181. ‘જેને રામ રાખે તેને કોણ ચાખે' નામનું પદ કોણે રચ્યું હતું?

ઉત્તર : કવિ ધીરો


182. મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો?

ઉત્તર : જહાંગીર


183. મધ્યકાલીન ગુજરાત સાહિત્યના 'આખ્યાન શિરોમણિ' કોણ ગણાય છે?

ઉત્તર : પ્રેમાનંદ


184. ગુજરાતી ભાષાના કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે?

ઉત્તર : છપ્પા


185. કવિ અખાનો જન્મ કયાં થયો હતો?

ઉત્તર : જેતલપુર (અમદાવાદ)


186. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે?

ઉત્તર : ભાવનગર


187. 'કલાપી' ના ઉપનામથી જાણીતા ગુજરાતી કવિનું નામ શું હતું?

ઉત્તર : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ


188. 'ધૂમકેતુ' તખ્ખલુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું હતું?

ઉત્તર : ગૌરીશંકર જોશી


189. કવિ 'કાન્ત'નું મૂળ નામ શું હતું?

ઉત્તર : મણિશંકર રત્નજી ભટ્ટ


190. 'આંધળી માનો પત્ર' કૃતિના લેખક કોણ હતા?

ઉત્તર : ઇન્દુલાલ ગાંધી


191. ન્હાનાલાલ કવિના ક્યા જાણીતા કવિ પુત્ર હતા?

ઉત્તર : કવિ દલપતરામ


192. ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ માસિક કયું હતું?

ઉત્તર : ગાંડીવ


193. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.

ઉત્તર : વાસુકિ


194. દયારામ કાવ્યના કયા પ્રકાર માટે જાણીતા છે?

ઉત્તર : ગરબી


195. ‘મંગલ મંદિર ખોલો દયામય' ગીત - કાવ્યના રચયિતાનું નામ આપો.

ઉત્તર : નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા


196. ગુજરાતમાં સૌથી વધુ લઘુ એકમ ઉદ્યોગ કયા જિલ્લામાં આવેલ છે?

ઉત્તર : અમદાવાદ


197. દત્તાતેય બાલકૃષ્ણને સૌ ગુજરાતી કયા નામે ઓળખે છે?

ઉત્તર : કાકાસાહેબ કાલેલકર


198. ગુજરાતનો સ્થાપના દિવસ કયારે ઊજવાય છે?

ઉત્તર : 1લી મે


199. ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ?

ઉત્તર : ગુજરાત કોલેજ


200. કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે?

ઉત્તર : કલાપીનો કેકારવ