ગુજરાત : એક પરિચય (વન લાઈનર) ભાગ : 3

GIRISH BHARADA

 
ગુજરાત : એક પરિચય (વન લાઈનર) ભાગ : 3

ગુજરાત : એક પરિચય (વન લાઈનર)

ભાગ : 3

પ્રશ્નો : 201 થી 300


201. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.

ઉત્તર : વલ્લભી વિદ્યાપીઠ


202. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?

ઉત્તર : ઈન્દુમતી શેઠ


203. ‘બા’ ના હુલામણા નામથી કોણ વિશ્વપ્રસિદ્ધ છે?

ઉત્તર : કસ્તૂરબા ગાંધી


204. હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું?

ઉત્તર : ગાંધીજી


205. ગુજરાતના ક્યા જાણીતા પક્ષીવિદને 'પદ્મભૂષણ'થી સન્માનિત કરાયા છે?

ઉત્તર : સલીમઅલી


206. સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો?

ઉત્તર : હેમચંદ્રાચાર્ય


207. સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું?

ઉત્તર : ઘનશ્યામ


208. હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં ત્રિરંગો લહેરાવવા જતા કોણે શહીદી વહોરી હતી?

ઉત્તર : વિનોદ કિનારીવાલા


209. ગુજરાતમાં સૌપ્રથમ પ્લેટોરિયમ કયાં સ્થપાયું હતું?

ઉત્તર : સુરત


210. અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત ગુજરાતમાં કોણે કરી?

ઉત્તર : મહિપતરામ રૂપરામ


211. ગુજરાતમાં રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે?

ઉત્તર : ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ


212. ગુજરાતના કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિ.માં સંસ્કૃતના અધ્યાપક હતા?

ઉત્તર : શ્યામજી કૃષ્ણ વર્મા


213. ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્ર ભૂમિકા ભજવી છે?

ઉત્તર : રામજી પિત્રોડા


214) ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી હતી અને કયારે?

ઉત્તર : હરકુંવર શેઠાણી-1850


215. કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાણકારી અને જાળવણી અને સંશોધન કામ કરે છે?

ઉત્તર : લાલભાઈ દલપતભાઈ-ઈન્ડોલોજી


216.ગુજરાત પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે?

ઉત્તર : મોતીભાઈ અમીન


217. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા?

ઉત્તર : મહારાજા સયાજીરાવ ગાયકવાડ


218. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે?

ઉત્તર : સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા


219. ભાવનગરની કઈ કોલેજમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો?

ઉત્તર : શામળદાસ કોલેજ


220. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞે શૂન્યનો અવિષ્કાર કર્યો હોવાનું મનાય છે?

ઉત્તર : બ્રહ્મગુપ્ત


221. સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા?

ઉત્તર : ચારુમતી યોદ્ધા


222. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કોણે અને કયારે કરી હતી?

ઉત્તર : ઈ.સ. 1860માં રણછોડલાલ છોટાલાલ


223. મહાગુજરાત આંદોલન કોની દોરવણી નીચે થયું હતું?

ઉત્તર : ઈન્દુલાલ યાજ્ઞિક


224. ગુજરાતમાં સૈનિક સ્કૂલ કયાં આવેલી છે?

ઉત્તર : બાલાચડી, જામનગર


225. ગુજરાત સરકારની, શાળાએ જતાં બાળકોને વીમા કવચ પૂરા પાડતી યોજનાનું નામ જણાવો.

ઉત્તર : વિદ્યાદીપ


226. મા-બાપને ભૂલશો નહિ, ભજનની રચના કોણે કરી હતી?

ઉત્તર : સંત પુનિત મહારાજ


227. સંત બોડાણાનો જન્મ કયાં થયો હતો?

ઉત્તર : ડાકોર


228. હરિ ઓમ આશ્રમ, નડિયાદમાં શરૂ કરનાર સંત કોણ હતા?

ઉત્તર : પૂજ્યશ્રી મોટા


229. પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે?

ઉત્તર : કીર્તિમંદિર


230. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા?

ઉત્તર : રવિશંકર મહારાજ


231. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો?

ઉત્તર : ટંકારા (જિ. રાજકોટ)


232. રક્તપિત્તના દર્દીઓની સેવા કાજે કયા સંતે પોતાની આખી જિંદગી તેની સેવામાં વિતાવી?

ઉત્તર : સંત અમરદેવીદાસ


233. નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું?

ઉત્તર : કુંવરબાઈ


234. ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા હતા? 

ઉત્તર : અમૃતલાલ વી. ઠક્કર(ઠક્કરબાપા)


235. સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા?

ઉત્તર : શ્યામજી કૃષ્ણ વર્મા


236. ગાંધીજીના માતા-પિતાનું નામ શું હતું?

ઉત્તર : માતા-પૂતળીબાઈ અને પિતા- કરમચંદ


237. હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું?

ઉત્તર : હરિજન બંધુ


238. સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે પણ લોકપ્રિય છે?

ઉત્તર : જનકલ્યાણ


239. સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા?

ઉત્તર : ભિક્ષુ અખંડઆનંદ


240. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં સ્થળે થયો હતો?

ઉત્તર : ટંકારા, જિ. રાજકોટ


241. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો.

ઉત્તર : સત્યાર્થપ્રકાશ


242.ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રેલવેની પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને કારણે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા હતા, એ રેલવે સ્ટેશન કયું હતું?

ઉત્તર : પીટર મારિત્ઝબર્ગ


243. પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા?

ઉત્તર : મેડમ ભિખાજી કામા


244. નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો?

ઉત્તર : તળાજા


245. ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનું સુરત નજીક કયા શહેરમાં આવેલું છે?

ઉત્તર : ઉધના


246. “ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ”. – આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે?

ઉત્તર : ધોળકા


247. “સંદેશ” દૈનિકમાં ‘ચકોર’ તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.

ઉત્તર : બંસીલાલ વર્મા


248. કયા ગુજરાતી ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન છે?

ઉત્તર : અઝીમ પ્રેમજી


249. ગાંધી જયંતી દુનિયાભરમાં બીજા કયા નામે પણ ઊજવાય છે?

ઉત્તર : આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ


250. ‘ભલે તમે દૂબળા હોપણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતા?

ઉત્તર : સરદાર વલ્લભભાઈ પટેલ


251. ‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું'' -આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?

ઉત્તર : મહાકવિ પ્રેમાનંદ


252. “ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની'' – આ પંક્તિ કયા કવિની છે?

ઉત્તર : કવિ કલાપી


253. “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ” જાણીતી કાવ્યપંક્તિના રચયિતા કોણ છે?

ઉત્તર : દામોદર ખુશાલદાસ બોટાદકર


254. ‘ હવે પછી કોઈએ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.' – આ વિધાન કોણે કહ્યું હતું?

ઉત્તર : મહાત્મા ગાંધી


255. ‘હરિનો મારગ છે શૂરા’ નો, પદરચના કોની છે?

ઉત્તર : કવિ પ્રીતમદાસ


256. કયા બિન ગુજરાતી સાહિત્યકાર ‘સવાઈ ગુજરાતી' તરીકે ગણના પામ્યા હતા? 

ઉત્તર : કાકાસાહેબ કાલેલકર


257. વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કોણ છે?

ઉત્તર : રિદ્ધિ શાહ


258. અપર્ણા પોપટ કઈ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે?

ઉત્તર : બેડમિન્ટન


259. ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતી ખેલાડી કોણ છે?

ઉત્તર : પ્રતીક પારેખ


260. ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો.

ઉત્તર : સુનિતા વિલિયમ્સ


261. ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર 1(એક) ખેલાડી કોણ છે?

ઉત્તર : પથિક મહેતા


262. ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો.

ઉત્તર : ભાલિયા


263. ગુજરાતના બધા જ બંદરોને જોડવા અને દરિયાઈ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવ્યો છે?

ઉત્તર : લખપતથી ઉમરગામ (1776 કિ.મી.)


264. રીંછ માટે ગુજરાતમાં કયા સ્થળે અભયારણ્ય બનાવવામાં આવ્યું છે?

ઉત્તર : રતનમહાલ


265. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે?

ઉત્તર : અમદાવાદ


266. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?

ઉત્તર : મહેસાણા


267. ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દપ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયો હતો?

ઉત્તર : મૂળરાજ સોલંકી


268. ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે?

ઉત્તર : ગોરખનાથનું શિખર-ગિરનાર


269. કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમના મિત્રો કયા નામે બોલાવતા?

ઉત્તર : લાલાજી


270. ગુજરાતની કઈ ત્રણ નદીઓ અંતઃસ્થઃ ગણાય છે?

ઉત્તર : બનાસ, રૂપેણ અને સરસ્વતી


271. ગાંધીજીએ ઈ.સ.1930માં અમદાવાદમાંથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરી?

ઉત્તર : 385 કિ.મી.


272. ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બનાવ્યું હતું?

ઉત્તર : વસ્તુપાલ-તેજપાલ


273. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પરના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞનું નામ જણાવો.

ઉત્તર : ડો. પી. સી. વૈદ્ય


274. મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા?

ઉત્તર : 12,000


275. ગિરનાર પર્વત પર કેટલાં પગથિયાં છે?

ઉત્તર : 4,000


276. દ્વારકાધીશ મંદિરમાં કેટલા થાંભલા છે?

ઉત્તર : 60


277. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી?

ઉત્તર : ઈ.સ. 1917


278. સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલા કળશનું વજન આશરે કેટલું છે?

ઉત્તર : 10 ટન


279. મહારાજા ફ્તેસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે?

ઉત્તર : વડોદરા


280. ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા?

ઉત્તર : 13 વર્ષ


281. ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે?

ઉત્તર : 3,666 ફૂટ


282. હડપ્પીય ધોળાવીરા સંસ્કૃતિની સાઇટ કઈ સાલમાં શોધાઈ હતી?

ઉત્તર : ઈ.સ. 1967


283. કાળો ડુંગર ગુજરાતમાં કયાં આવેલો છે?

ઉત્તર : કચ્છ


284. તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે?

ઉત્તર : ગઢ પાટણ


285. અડાલજનું પ્રાચીન નામ શું છે?

ઉત્તર : ગઢ પાટણ


286. ડચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું?

ઉત્તર : ઈ.સ. 1606


287. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું?

ઉત્તર : ઇ.સ. 1668


288. ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્યરસિક મૌલિક નાટક કર્યું?

ઉત્તર : મિથ્યાભિમાન


289. ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધારે બોલાતી ભાષા કઈ?

ઉત્તર : મરાઠી


290. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે?

ઉત્તર : કચ્છ


291. અમદાવાદ-મુંબઈને જોડતી ટેલિફોન લાઈન સૌપ્રથમ કયા વર્ષમાં નાંખવામાં આવી?

ઉત્તર : 1850


292. ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે?

ઉત્તર : રાજકોટ


293. ઔધોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતનું કયું સ્થળ ટોચ પર છે?

ઉત્તર : અંકલેશ્વર


294. વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એવોર્ડથી નવાજવામાં આવે છે?

ઉત્તર : ડો. વિક્રમ સારાભાઈ એવોર્ડ


295. પાવાગઢમાંથી નીકળતી એક મહત્વની નદીનું નામ કયા ૠષિના નામ પરથી પડ્યું છે?

ઉત્તર : વિશ્વામિત્ર


296 ગુજરાતનો સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે?

ઉત્તર : વધઈ


297. મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે?

ઉત્તર : રાજમોહન ગાંધી


298. ઐતિહાસિક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘‘પ્રાગ મહેલ'' અને ‘“ આયના મહેલ'' કચ્છના કયા શહેરમાં આવેલા છે?

ઉત્તર : ભુજ


299. ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ નામનો અર્થ શો થાય છે?

ઉત્તર : ચંદ્રનો રક્ષક


300. મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે?

ઉત્તર : ગોમતીપુર