ગુજરાત : એક પરિચય (વન લાઈનર) ભાગ : 4

GIRISH BHARADA

 

ગુજરાત : એક પરિચય (વન લાઈનર) ભાગ : 4

ગુજરાત : એક પરિચય (વન લાઈનર)

ભાગ : 4

પ્રશ્નો : 301 થી 400


301. પૂજય મોટાએ કયા મંત્રની સાધના કરવા કહ્યું હતું?

ઉત્તર : હરિ ૐ


302. અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

ઉત્તર : ત્રિભુવનદાસ પટેલ


303. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું?

ઉત્તર : સુલતાન કુત્બુદ્દીન


304. નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો?

ઉત્તર : તળાજા


305. ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલી છે?

ઉત્તર : સંત બોડાણા


306. અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે?

ઉત્તર : અરવલ્લી


307. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે?

ઉત્તર : સહ્યાદ્રિ


308. પાલિતાણાનાં જૈન-મંદિરો કયા પર્વત પર આવેલાં છે?

ઉત્તર : શેત્રુંજય


309. ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા?

ઉત્તર : રૂબીન ડેવીડ


310. ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી?

ઉત્તર : માધવસિંહ સોલંકી


311. ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે?

ઉત્તર : કેવડિયા કોલોની


312. ગુજરાતમાં ડાયનાસોરનાં ઈંડાં કયાંથી મળી આવ્યાં છે?

ઉત્તર : રૈયાલી


313. ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે?

ઉત્તર : રાજપીપળા


314. સોલંકી વંશનો સૌથી વધારે પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો?

ઉત્તર : સિદ્ધરાજ જયસિંહ


315. ઈન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે?

ઉત્તર : ગાંધીનગર


316. ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે?

ઉત્તર : વૌઠા


317. ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે?

ઉત્તર : બરડીપાડા-જિ.ડાંગ


318. ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે?

ઉત્તર : પાકિસ્તાન


319. મનુભાઈ પંચોલીની કઈ નવલકથામાં જેલ જીવનના અંગત અનુભવો આલેખાયા છે?

ઉત્તર : બંદીયર


320. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે?

ઉત્તર : સિવિલ હોસ્પિટલ, અમદાવાદ


321. સરદાર સરોવર બંધનો શિલાન્યાસ કોણે કર્યો હતો?

ઉત્તર : પંડિત જવાહરલાલ નહેરુ


322. ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું?

ઉત્તર : ઝવેરચંદ મેઘાણી


323. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે?

ઉત્તર : 7 (સાત)


324. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે?

ઉત્તર : કંડલા


325. પ્રથમ ગુજરાતી વડા પ્રધાન કોણ હતા?

ઉત્તર : મોરારજી દેસાઈ


326. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે?

ઉત્તર : વીર


327. ચાંપાનેરની ઐતિહાસિક સાઈટને યુનેસ્કોએ કયા નામે જાહેર કરી છે?

ઉત્તર : વર્લ્ડ હેરિટેજ સાઈટ


328. કાંકરિયા તળાવના મધ્યમાં આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું?

ઉત્તર : સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસ માટે


329. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?

ઉત્તર : નર્મદા


330. ગુજરાતના ક્યા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા મળે છે?

ઉત્તર : નલિયા (-0.5 ડિગ્રી સે.)


331. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયાં પડે છે?

ઉત્તર : ડાંગ


332. ઈસબગુલનું સૌથી વધારે ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?

ઉત્તર : મહેસાણા


333. વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે?

ઉત્તર : ભુજ


334. ભરૂચ શહેર કઇ નદીના કિનારે વસેલું છે?

ઉત્તર : નર્મદા


335. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન (NDDB) નું વડું મથક કયાં આવેલું છે?

ઉત્તર : આણંદ


336. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?

ઉત્તર : ધુવારણ


337. સમાજસેવક અને દેશભક્ત ગુજરાતી રવિશંકર મહારાજને કયું ઉપનામ મળ્યું હતું?

ઉત્તર : મૂઠી ઊંચેરો માનવી


338. ગુજરાતમાં પ્રખ્યાત અક્ષરધામ કયાં આવેલું છે?

ઉત્તર : ગાંધીનગર


339. ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?

ઉત્તર : કચ્છ


340. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો.

ઉત્તર : જયશંકર ભોજક


341. ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'ના લેખક કોણ છે?

ઉત્તર : નારાયણ દેસાઈ


342. રણજી ટ્રોફી કોના નામ સાથે સંકળાયેલી છે?

ઉત્તર : જામ રણજિતસિંહજી


343. વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયર્ડ ખેલાડીનું નામ જણાવો.

ઉત્તર : ગીત શેઠી


344. ભક્ત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?

ઉત્તર : સમઢિયાળા, જિ. ભાવનગર


345. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે?

ઉત્તર : મોતીભાઈ અમીન


346. ગુજરાતનું સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું?

ઉત્તર : સુરત


347. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?

ઉત્તર : અંધજન મંડળ, અમદાવાદ


348. ગુજરાતનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે?

ઉત્તર : મધ્ય ગુજરાત


349. ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકારે કરી હતી?

ઉત્તર : નાનાભાઈ ભટ્ટ


350. ગુજરાતનો એક માત્ર સમુદ્રકિનારો કે જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે, તેનું નામ શું છે?

ઉત્તર : ગોપનાથ


351. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે?

ઉત્તર : 8


352. કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતાં છે?

ઉત્તર : પ્રીતિસેન ગુપ્તા


353. કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિશે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં?

ઉત્તર : જિતેન્દ્ર જટાશંકર રાવળ


354. એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયા શહેરમાં બનેલી છે?

ઉત્તર : સુરત


355. ઉત્તર ગુજરાતના ગામના યુવાનો કઈ પૂનમને દિવસે હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે?

ઉત્તર : કાર્તિક પૂર્ણિમા


356. “સંભવામિ યુગે યુગે’’ પુસ્તકના લેખક કોણ છે?

ઉત્તર : હરિન્દ્ર દવે


357. સૌપ્રથમ ગુજરાતી કરમુક્ત ફિલ્મ કઈ હતી?

ઉત્તર : કૃષ્ણ-સુદામા


358. અસાઈતના વંશજો વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે?

ઉત્તર : તરગાળા


359. કયા ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા?

ઉત્તર : કુમુદબહેન જોષી


360. જયુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ગુજરાતી ક્રિકેટર પર લખાયું છે?

ઉત્તર : જામ રણજિતસિંહજી


361. અષ્ટ્રાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા કયાં રચી હતી?

ઉત્તર : પ્રભાસ પાટણ-(વેરાવળ)


362. ઈ-ગ્રામ, વિશ્વગ્રામ યોજનાની શરૂઆત ગુજરાતના કયા જિલ્લામાં થઈ હતી?

ઉત્તર : અમરેલી


363. ગુજરાતમાં અત્યાર સુધી કેટલા કાર્યકારી રાજ્યપાલ રહી ચૂકયા છે?

ઉત્તર : પાંચ


364. ગુજરાતમાં કયા શબ્દનો સમાનાર્થી શબ્દ નથી?

ઉત્તર : ભેખડ


365. માઝમ બંધ કયા સ્થળે બાંધવામાં આવ્યો છે?

ઉત્તર : મોડાસા


366. ગુજરાતની કઈ નગરપાલિકા પ્રતિ વર્ષ ત્રિઅંકી નાટ્યસ્પર્ધા યોજે છે?

ઉત્તર : સુરત


367. ગુજરાતમાં ગલતેશ્વર શિવાલય કયા યુગમાં બંધાયેલું છે?

ઉત્તર : સોલંકી યુગ


368. અભિસાર ખંડકાવ્ય કયા કવિનું છે?

ઉત્તર : સ્નેહરશ્મિ


369. પાનમ બંધ કયા જિલ્લામાં આવેલો છે?

ઉત્તર : દાહોદ


370. ગાંધીજીના રાજનૈતિક ગુરુ કોણ હતા?

ઉત્તર : ગોપાલકૃષ્ણ ગોખલે


371. પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ I.P.R. કયાં આવેલ છે?

ઉત્તર : ભાટ-ગાંધીનગર


372. વલ્લભવિધાનગર વિશ્વકર્મા કોણ છે?

ઉત્તર : ભાઈલાલ પટેલ


373. ગુજરાતના એક માત્ર સનદી અધિકારી તરીકે સેવા આપનારે એવરેસ્ટ આરોહણ કર્યું તેમનું નામ જણાવો.

ઉત્તર : અતુલ કરવાલ


374. ઈંગ્લિશ ચેનલ તરનાર એક માત્ર ગુજરાતી તૈરાક કોણ છે?

ઉત્તર : સુફિયાન શેખ


375. ‘માણસાઈના દીવા'ના લેખક કોણ છે?

ઉત્તર : ઝવેરચંદ મેઘાણી


376. ‘માણસાઈના દીવા' કયા મૂક સેવકને અનુલક્ષીને લખાઈ હતી?

ઉત્તર : રવિશંકર મહારાજ


377. હાલાર પ્રદેશનું કયું શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું?

ઉત્તર : જામનગર


378. ગુજરાતમાં હાલ કેટલા જિલ્લા આવેલા છે?

ઉત્તર : 33 (તેત્રીસ)


379. ભારતીય ભૂમિ સેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા?

ઉત્તર : જનરલ માણેકશા


380. કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની?

ઉત્તર : સંતશ્રી આપાગીગાબાપુ


381. છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?

ઉત્તર : દુર્ગારામ મહેતા, ઈ.સ. 1842 ( સુરત)


382. આઝાદી બાદ સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા?

ઉત્તર : ઉચ્છંગરાય ઢેબર


383. મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી?

ઉત્તર : આચાર્ય બુદ્ધિસાગરજી


384. ભવાઈના પ્રણેતાનું નામ જણાવો.

ઉત્તર : અસાઇત ઠાકુર


385. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું?

ઉત્તર : નાનજી કાલજીદાસ મહેતા


386. બજરંગદાસ બાપાએ ક્યાં સમાધિ લીધી હતી?

ઉત્તર : બગદાણા


387. ગુજરાતી કવિ બાપુ સાહેબ ગાયકવાડ મૂળ ક્યાંના વતની હતા?

ઉત્તર : વડોદરા


388. કવિ રાજેન્દ્ર શાહને ગુજરાતી સાહિત્યમાં પ્રદાન માટે કયો એવોર્ડ એનાયત થયો હતો?

ઉત્તર : જ્ઞાનપીઠ એવોર્ડ


389. શેકસપિયર રચિત નાટક ‘ હેમ્લેટ’ નું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું હતું?

ઉત્તર : હંસા મહેતા


390. ઈ.સ. 1849માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?

ઉત્તર : એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ


391. ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ નામના મેળવી હતી?

ઉત્તર : ડો. હોમી ભાભા


392. ભારતની સૌપ્રથમ મોડર્ન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી હતી?

ઉત્તર : કસ્તૂરભાઈ લાલભાઈ (અતુલ)


393. ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેક્ટ' તરીકે ગણવામાં આવે છે?

ઉત્તર : ઉકાઇ બંધ


394. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ આવેલા છે?

ઉત્તર : રાજકોટ


395. ‘પીરોટીન ટાપુ' સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલા છે?

ઉત્તર : જામનગર


396. ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર કયાં આવેલું છે?

ઉત્તર : લુણેજ


397. ગુજરાતમાં વેદમંદિરોના સ્થાપક કોણ હતા?

ઉત્તર : સ્વામી ગંગેશ્વર દાસજી


398. સુરત પાસે કયો દરિયાકિનારો હવાખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે?

ઉત્તર : ડુમ્મસ


399. ગાંધીજી યુવાન અવસ્થામાં દક્ષિણ આફ્રિકામાં કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા?

ઉત્તર : દાદા અબ્દુલ્લા એન્ડ કંપની


400. ઈંગ્લેન્ડ જનારા સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા?

ઉત્તર : મહિપતરામ નીલકંઠ