ગુજરાત : એક પરિચય (વન લાઈનર)
ભાગ : 5
401. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલ આપનાર લેખક કોણ હતા?
ઉત્તર : રમણલાલ નીલકંઠ
402. ગુજરાતી મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ ના લેખક કોણ હતા?
ઉત્તર : ગોવર્ધનરામ ત્રિપાઠી
403. ગુજરાતમાં સૌપ્રથમ M.A.ની પદવી કોણે મેળવી હતી?
ઉત્તર : અંબાલાલ સાકરલાલ દેસાઈ
404. ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી?
ઉત્તર : પૂર્ણિમાબહેન પકવાસા
405. હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું?
ઉત્તર : હરિભાઈ જરીવાલા
406. ગુજરાતમાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી?
ઉત્તર : અંબાલાલ સારાભાઈ
407. ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે?
ઉત્તર : પ્રભાશંકર પટણી
408. લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' અખબાર કોણે શરૂ કર્યું હતું?
ઉત્તર : શ્યામજી કૃષ્ણ વર્મા
409. ‘ઉશનસ’ કયા કવિનું ઉપનામ છે?
ઉત્તર : નટવરલાલ પંડ્યા
410. સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર : ભોળાભાઈ ખોડીદાસ પટેલ
411. ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી?
ઉત્તર : ફાર્બ્સ ગુજરાતી સભા
412. ગુજરાતમાં શહીદ ભગતસિંહની એકમાત્ર પ્રતિમા સૌપ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી હતી?
ઉત્તર : વડોદરા
413. દ્વારકાધીશનું નિજ મંદિર સૌપ્રથમ વાર કોણે બંધાવ્યું હતું?
ઉત્તર : વ્રજનાભ
414. ગુજરાતની પ્રથમ લો કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી?
ઉત્તર : સરદાર પટેલ, કસ્તૂરભાઈ લાલભાઈ, પુરુષોત્તમ માવલંકર
415. મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે?
ઉત્તર : ગોમતીપુર
416. રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો?
ઉત્તર : ગોધરા
417. સંત પુનિત મહારાજની ગ્રંથ શ્રેણીનું નામ શું છે?
ઉત્તર : જ્ઞાનગંગોત્રી
418. ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું નામ શું છે?
ઉત્તર : પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી
419. બર્બરકજિષ્ણુ, અવંતીનાથ જેવાં બિરુદો કયા પ્રસિદ્ધ રાજવીએ મેળવ્યા હતા?
ઉત્તર : સિદ્ધરાજ જયસિંહ
420. ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાં નિયામક હતા?
ઉત્તર : ડો. આઈ. જી. પટેલ
421. સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા?
ઉત્તર : જનરલ રાજેન્દ્રસિંહજી
422. કચ્છના કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે?
ઉત્તર : કાળો ડુંગર
423. કોના નામે હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડેમી છે?
ઉત્તર : સરદાર પટેલ
424. પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘શ્રી મુંબઈના સમાચાર’ કોણે પ્રકાશિત કર્યું?
ઉત્તર : ફર્દુનજી મર્ઝબાન (1822)
425. તાના અને રીરી કયા ભક્ત કવિ સાથે લોહીના સંબંધ ધરાવે છે?
ઉત્તર : કવિ નરસિંહ મહેતા (દોહિત્રી)
426. કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે?
ઉત્તર : ઉત્તર ગુજરાતના પ્રાંતિજ અને મોડાસા વચ્ચેથી
427. સાબરમતી નદીનું ઉદ્ગમસ્થાન કયું છે?
ઉત્તર : ઢેબર સરોવર- રાજસ્થાન
428. નળ સરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે?
ઉત્તર : પાનવડ
429. તાપી નદીનું આગમન ગુજરાતમાં કયાંથી થાય છે?
ઉત્તર : હરણફાળ
430. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે?
ઉત્તર : આજી
431. ગાંધીજીને પ્રિય ‘કાચબા-કાચબી’ નું પદ કોણે રચ્યું છે?
ઉત્તર : ભોજોભગત
432. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાના સર્વોચ્ચ શિખરે કોણ બિરાજે છે?
ઉત્તર : શામળ
433. “કહ્યું કયે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી?” આ કાવ્ય પંક્તિ કયા કવિની છે?
ઉત્તર : શામળ
434. ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા' એવા કેવલાદ્વૈત સિદ્ધાંતનું પ્રતિપાદન ગુજરાતના કયા કવિએ કર્યું છે?
ઉત્તર : કવિ અખો
435. કવિ દયારામના જન્મસ્થળ ચાણોદનું મૂળ નામ શું છે?
ઉત્તર : ચંડીપુર
436. કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવી?
ઉત્તર : કવિ ધીરા
437. સમાજ સુધારક મહિપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી?
ઉત્તર : સાસુ વહુની લડાઈ
438. મહાત્મા ગાંધીને અંજલિ આપતું ‘હરિનો હંસલો' કાવ્યના સર્જક કોણ?
ઉત્તર : બાલમુકુંદ દવે
439. કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે?
ઉત્તર : રાજ્યરંગ
440. ‘થોડાં આંસુ થોડાં ફૂલ' આત્મકથા કોણે લખી છે?
ઉત્તર : જયશંકર સુંદરી
441. કેળની એક જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે?
ઉત્તર : ચોરવાડ
442. ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનિજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે?
ઉત્તર : સલ્ફર
443. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે?
ઉત્તર : દ્રૌપદી સ્વયંવર
444. આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં સૌપ્રથમ સત્યાગ્રહ ક્યો?
ઉત્તર : ખેડા સત્યાગ્રહ
445. મેશ્વો નદી પર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું?
ઉત્તર : શ્યામ સરોવર
446. ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા?
ઉત્તર : બળવંતરાય મહેતા
447. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે?
ઉત્તર : બાળસાહિત્ય
448. પૂજ્યશ્રી મોટાનું મૂળ નામ શું હતું?
ઉત્તર : ચુનીલાલ આશારામ ભાવસાર
449. ગુજરાતમાં પવન ઊર્જાથી ચાલતાં મથકો કયાં આવેલાં છે?
ઉત્તર : ઓખા, માંડવી, લાંબા
450. હડપ્પીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી?
ઉત્તર : ડો. એસ. આર. રાવ
451. અમદાવાદ ટેક્સટાઈલ લેબર એસોસિયેશનની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર : મહાત્મા ગાંધી
452. નર્મદના કયા કાવ્યમાં આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે?
ઉત્તર : વીરસિંહ
453. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે કયા વર્ષમાં શરૂ થયો?
ઉત્તર : ઈ.સ. 2003
454. ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ આ વિધાન કોનું છે?
ઉત્તર : બળવંતરાય ઠાકોર
455. અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે?
ઉત્તર : પાલનપુર
456. ગુજરાતમાં દાડમ તેમજ જામફ્ળના ઉત્પાદનમાં કયો જિલ્લો સૌથી જાણીતો છે?
ઉત્તર : ભાવનગર
457. ગુજરાતમાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ કયાં આવેલો છે?
ઉત્તર : મેથાણ
458. બિંદુ સરોવર ગુજરાતની કઈ નદી પાસે આવેલું છે?
ઉત્તર : સરસ્વતી
459. ગુજરાતનું જાણીતું વોટ્સન મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે?
ઉત્તર : રાજકોટ
460. એક સમયે જ્યાં વહાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો તે કચ્છના બંદરનું નામ આપો.
ઉત્તર : માંડવી
461. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?
ઉત્તર : અમદાવાદ
462. ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડન બ્રિજ આશરે કેટલાં વર્ષ જૂનો છે?
ઉત્તર : 150 વર્ષ
463. બોલિવુડ ફિલ્મ ‘દેવદાસ’ નું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે?
ઉત્તર : સંજય લીલા ભણસાલી
464. ગુજરાતના કયા સ્થળે સૌથી વધારેમાં વધારે વરસાદ પડે છે?
ઉત્તર : ધરમપુર (વલસાડ)
465. ગુજરાતનું સૌથી ઊંચું (સમુદ્ર સપાટીથી) સ્થળ કયું છે?
ઉત્તર : અસ્તંબા (1350 મી.)
466. ગુજરાત ખરેખર કેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે?
ઉત્તર : 1660 કિ.મી.
467. ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવી રાખે છે?
ઉત્તર : સિરવણ (સાસણગીર)
468. ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે?
ઉત્તર : સીદી
469. કાંકરિયા તળાવ ઉપર એક માત્ર મંદિર કયા સંતે બનાવેલું છે?
ઉત્તર : સંત દાદુ દયાલ
470. વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે?
ઉત્તર : ઉના
471. મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનું જન્મસ્થળ કયું છે?
ઉત્તર : બાવળા
472. ગુજરાતમાં સૂર્ય ઊર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ કયું છે?
ઉત્તર : મેથાણ
473. ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાય કઈ છે?
ઉત્તર : કાંકરેજી
474. નરેન્દ્ર મોદીએ જનશક્તિ, જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ, જલશક્તિ અને રક્ષાશક્તિને શું નામ આપ્યું છે?
ઉત્તર : પંચામૃત
475. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપ બ્રેકિંગયાર્ડ કયાં આવેલું છે?
ઉત્તર : અલંગ (ભાવનગર)
476. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે?
ઉત્તર : ભૂંગા
477. ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા?
ઉત્તર : સોમવાર
478. જૂનાગઢ નજીક આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું?
ઉત્તર : પોર્ટુગીઝ
479. ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે?
ઉત્તર : ડો. વિક્રમ સારાભાઈ
480. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ગુજરાતમાં કયા આવેલું છે?
ઉત્તર : અમદાવાદ
481. ‘મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે’ ઉપરોક્ત પંક્તિ કયા ગઝલકારની છે?
ઉત્તર : હરજી લવજી દામાણી ‘શયદા’
482. ‘હરિનો મારગ છે શૂરાનો’ – પદ રચના કોની છે?
ઉત્તર : કવિ પ્રીતમદાસ
483. ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો?
ઉત્તર : સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ
484. ગુજરાતનું સૌપ્રથમ થ્રી-ડી થિયેટર કયાં આવેલું છે?
ઉત્તર : સાયન્સ સીટી - અમદાવાદ
485. ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો.
ઉત્તર : સફારી, નગેન્દ્ર વિજય
486. કયો મોઘલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો?
ઉત્તર : ઔરંગઝેબ
487. હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ કઈ ભાષામાં રચાયું હતું?
ઉત્તર : પ્રાકૃત
488. ભીલોના ઉત્કર્ષ કરવા માટે 1922માં ‘ભીલ સેવા મંડળ’ ની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર : ઠક્કરબાપા
489. હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ અને સાંસારિક નામ શું હતું?
ઉત્તર : ધંધુકા, ચાંગદેવ
490. ગાંધીજીને ‘બાપુ’ નું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું?
ઉત્તર : ચંપારણ સત્યાગ્રહ
491. પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું?
ઉત્તર : ભરૂચ
492. અંબાજી માતાનું મંદિર કઈ પર્વતમાળામાં આવેલું છે?
ઉત્તર : અરવલ્લી
493. ગુજરાતનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું કયું છે?
ઉત્તર : ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)
494. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા?
ઉત્તર : કુકસવાડા ( ચોરવાડ)
495. ભાવનગર નજીક કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી?
ઉત્તર : વલભીપુર
496. ખારાઘોડા શાનાં ઉત્પાદન માટે જાણીતું છે?
ઉત્તર : મીઠું
497. એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી?
ઉત્તર : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
498. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો.
ઉત્તર : બુદ્ધિપ્રકાશ
499. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે?
ઉત્તર : ગુજરાત વિદ્યાસભા
500. આદિવાસી પ્રજાના ઉત્થાન માટે જુગતરામ દવેએ દક્ષિણ ગુજરાતમાં ક્યો આશ્રમ સ્થાપ્યો હતો?
ઉત્તર : વેડછી આશ્રમ