ગુજરાત : એક પરિચય (વન લાઈનર) ભાગ : 1

GIRISH BHARADA

 ગુજરાત : એક પરિચય


ગુજરાત : એક પરિચય (વન લાઈનર)

ભાગ : 1 

પ્રશ્નો : 1 થી 100


1. ટપકાંવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વન્ય વિસ્તારોમાં જોવા મળે છે?

ઉત્તર : ડાંગ જિલ્લાના વાંસદા વિસ્તારમાં


2. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીને માથે મોર જેવી કલગી હોય છે?

ઉત્તર : મોરબાજ


3. ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે ક્યો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?

ઉત્તર : વહેલી સવારનો પહોર


4. સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કોયલ કુળના કયા પક્ષી પોતાના ઈંડા જાતે (સ્વયં) સેવે છે?

ઉત્તર : શિરકીર અને કુકડિયો કુંભાર


5. કયા પક્ષીઓ સૌથી વધુ ઝડપથી ઊડી શકે છે?

ઉત્તર : કાનકડીયા-(Swifts)


6. ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરપોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે?

ઉત્તર : 175 થી 200 વખત


7. વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે?

ઉત્તર : ખત્રિયાણી


8. ગુજરાતમાં સરીસૃપોની અંદાજે કેટલી જાતિ નોંધાઈ છે?

ઉત્તર : 107


9. ગુજરાતનું કયું પક્ષી માથું ઊંધું રાખીને ખાય છે?

ઉત્તર : ફ્લેમિંગો


10. ગુજરાતમાં કાચબાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે?

ઉત્તર : 12


11. જળબિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે?

ઉત્તર : નર્મદા


12. ગુજરાતના દરિયાકિનારે અરબ સાગરમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે?

ઉત્તર : 145 थी 170 ટન


13. રીંછનો પ્રિય ખોરાક શું હોય છે?

ઉત્તર : ઊધઈ


14. ઊડતી ખિસકોલી ગુજરાતના કયા વન્ય વિસ્તારોમાં જોવા મળે છે?

ઉત્તર : શૂણપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલોમાં


15. ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે?

ઉત્તર : 3 (ત્રણ)


16. ગીર અભયારણ્ય કેટલા વિસ્તારમાં પથરાયેલું છે?

ઉત્તર : 1153 ચો. કિ. મી.


17. હડપ્પા સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર 'ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલું છે?

ઉત્તર : કચ્છ


18. સાળંગપુરમાં કોનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને કયા જિલ્લામાં આવેલ છે?

ઉત્તર : હનુમાનજી, બોટાદ


19. કયા મૌર્યવંશી શાસકે ગિરનારના શિલાલેખોમાં 14 ધર્મઆજ્ઞાનાઓ કોતરાવી હતી?

ઉત્તર : સમ્રાટ અશોક


20. ભારતમાં આવેલી 51 શક્તિપીઠોમાં ગુજરાત સ્થિત એક શક્તિપીઠનું નામ જણાવો.

ઉત્તર : અંબાજી


21. ગુજરાતના કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયાજી માતાનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે?

ઉત્તર : ઉંઝા


22. સિદ્ધરાજ જયસિંહ કઈ સાલમાં પાટણની ગાદી ઉપર આવ્યા?

ઉત્તર : ઈ. સ. 1096


23. મહાત્મા ગાંધીએ 1942ની લડતમાં કયું સૂત્ર આપ્યું?

ઉત્તર : “કરેંગે યા મરેંગે.”


24. પાવાગઢ નજીક આવેલો “ચાંપાનેરનો દરવાજો” કોની યાદમાં બંધાવવામાં આવેલો છે?

ઉત્તર : ચાંપા વાણિયાની


25 . પ્રખ્યાત શૈવ તીર્થ શૂરપાણેશ્વર કઈ નદીના કાંઠે આવેલું છે?

ઉત્તર : નર્મદા


26. સુપ્રસિદ્ધ રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે?

ઉત્તર : પાટણ


27. જાણીતું હવાખાવાનું સ્થળ- હોલીડે કેમ્પ - ચોરવાડ ક્યા જિલ્લામાં આવેલું છે?

ઉત્તર : જૂનાગઢ


28. પાવાગઢ કયા જિલ્લામાં આવેલો છે?

ઉત્તર : ગોધરા


29. બનાસકાંઠાનું મુખ્ય મથક કયું છે?

ઉત્તર : પાલનપુર


30. ભરુચ જિલ્લામાં નર્મદા નદીના પટમાં આવેલો કબીરવડ આશરે કેટલાં વર્ષ જૂનો હોવાનું મનાય છે?

ઉત્તર : આશરે 600 વર્ષ


31. ડાકોરમાં કોનું મંદિર આવેલું છે?

ઉત્તર : રણછોડરાયજી


32. શેત્રુંજયની પર્વતમાળા કયા જિલ્લામાં આવેલી છે?

ઉત્તર : ભાવનગર


33. ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સૌપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું?

ઉત્તર : મહેસાણા


34. ઉદવાડા ક્યા ધર્મનું તીર્થસ્થળ છે?

ઉત્તર : પારસી


35. ખેડા જિલ્લાનું વડું મથક કયું છે?

ઉત્તર : નડિયાદ


36. સ્થાપત્યકલાનો નમૂનો એવી હીરાભાગોળ કયા શહેરમાં આવેલ છે?

ઉત્તર : ડભોઈ


37. સોલંકી વંશના કયા મહારાણીએ પ્રજાની લાગણીઓને માન આપી સોમનાથનો યાત્રાળુ વેરો માફ કર્યો

ઉત્તર : મહારાણી મીનળદેવી


38. સોલંકી વંશના સુદીર્ઘ શાસનની જાહોજલાલીના પ્રતીક સમું સ્થાપત્ય રુદ્ર મહાલય કયાં આવેલો છે?

ઉત્તર : સિદ્ધપુર


39. સોલંકી વંશના સૌથી પ્રભાવશાળી રાજવી સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિર્મિત સહસ્ત્રલિંગ સરોવર કયા શહેરમાં આવેલું છે?

ઉત્તર : પાટણ


40. કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે કે તેઓ વરસાદનું જ પાણી પી શકે છે?

ઉત્તર : બપૈયા(નર)પપીતા


41. પંડિત ઓમકારનાથનું પ્રદાન કયા ક્ષેત્રમાં છે?

ઉત્તર : શાસ્ત્રીય સંગીત


42. રવિશંકર રાવળનું નામ ક્યા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે?

ઉત્તર : ચિત્રકલા


43. ગુજરાતના કયા જાદુગરનું નામ વિશ્વ કક્ષાએ જાણીતું બન્યું છે?

ઉત્તર : કે. લાલ


44. ગુજરાતમાં કયા જિલ્લામાં ફક્ત એક જ તાલુકો છે?

ઉત્તર : ડાંગ


45. દમણગંગા નદી કયાં આવેલી છે?

ઉત્તર : ગુજરાતની દક્ષિણ સરહદ


46. દાંતીવાડા સિંચાઈ યોજના કઈ નદી પર છે?

ઉત્તર : બનાસ


47. કુદરતના સાંનિધ્યમાં રહેલું રજવાડી શહેર રાજપીપળા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

ઉત્તર : નર્મદા


48. આરાસુર ડુંગરમાળા કયા જિલ્લામાં આવેલી છે?

ઉત્તર : બનાસકાંઠા


49. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું?

ઉત્તર : ટોલ્સ્ટોય ફાર્મ


50. પન્નાલાલ પટેલને 'માનવીની ભવાઈ' પુસ્તક માટે કયો એવોર્ડ એનાયત થયો હતો? 

ઉત્તર : જ્ઞાનપીઠ


51. અમદાવાદ જિલ્લામાં નળ સરોવર સિવાય અન્ય કયું પક્ષી અભયારણ્ય આવેલું છે? 

ઉત્તર : થોળ પક્ષી અભયારણ્ય


52. અમદાવાદ જિલ્લામાં આવેલું હડપ્પા સંસ્કૃતિ બંદર લોથલ કઈ નદીના કિનારે વસ્યું છે?

ઉત્તર : ભોગાવો


53. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયા શહેરમાં આવેલો છે?

ઉત્તર : વડોદરા (લક્ષ્મીવિલાસ)


54. સરદાર પટેલની આગેવાની હેઠળ ખેડૂતોએ' ના કર'ની અહિંસક લડતની શરૂઆત કયાંથી કરી હતી?

ઉત્તર : બારડોલી


55. ખેડા - (આણંદ) જિલ્લામાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી કયા ટૂંકા નામે ઓળખાય છે?

ઉત્તર : અમૂલ


56. રામાયણ ટીવી સિરિયલનું શૂટિંગ ગુજરાતમાં ક્યાં થયું હતું?

ઉત્તર : ઉમરગામ


57. સિંહના ચાર પગના કેટલા નહોર (નખ) હોય છે?

ઉત્તર : 18


58. અશ્વકુળનું કયું પ્રાણી સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે?

ઉત્તર : ઘુડખર


59. ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય કયું છે?

ઉત્તર : પાણીયા


60. 'રાણા પ્રતાપ' વડ તરીકે ઓળખાતો વડ ગુજરાતમાં કયાં આવેલો છે?

ઉત્તર : સાબરકાંઠા


61. ગુજરાતમાં મુખ્યત્વે કેટલા અખાત આવેલા છે?

ઉત્તર : 2 (બે)


62. બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે?

ઉત્તર : પોરબંદર


63. ગુજરાતનો દરિયાકિનારો ભારતમાં કયા ક્રમે આવે છે?

ઉત્તર : પ્રથમ


64. દેશનો સર્વપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં કયાં આવેલો છે?

ઉત્તર : જામનગર


65. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધારે વનવિસ્તાર ધરાવે છે?

ઉત્તર : ડાંગ


66. સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતમાં જ જોવા મળતું કયું પ્રાણી અગાઉ રાષ્ટ્રીય પ્રાણીઓનો દરજ્જો ધરાવતું હતું?

ઉત્તર : સિંહ


67. ભારતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે?

ઉત્તર : નળ સરોવર


68. ગુજરાતમાં કયા પ્રાણીને જંગલના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે?

ઉત્તર : સાબર


69. ચાલતા આંબા તરીકે જાણીતું વૃક્ષ ગુજરાતમાં કયાં આવેલું છે?

ઉત્તર : સંજાણ


70. ડાયનાસોરના સૌથી વધુ ઈંડાઓનો સમૂહ અશ્મિરૂપે ગુજરાતમાં કયા સ્થળેથી મળી આવ્યો છે?

ઉત્તર : કચ્છ


71. ગુજરાતમાં કઈ જાતિનાં વૃક્ષો સૌથી વધુ જોવા મળે છે?

ઉત્તર : ગાંડો બાવળ


72. ગુજરાતમાં જોવા મળતું કયું પ્રાણી બોલે ત્યારે કૂતરા જેવો ભસવાનો અવાજ કાઢે છે?

ઉત્તર : ભેકરુ


73. ગુજરાતનું સૌપ્રથમ સૌર ઊર્જા ગામ કયું છે?

ઉત્તર : ખાંડિયા


74. ગુજરાતમાં કેટલી જાતિના ગીધો જોવા મળે છે?

ઉત્તર : સાત (7)


75. ગુજરાતની કયા પ્રદેશની આફૂસ કેરી વખણાય છે?

ઉત્તર : વલસાડ


76. ગુજરાતમાં વેધશાળાની સ્થાપના કયાં અને કયારે થઈ?

ઉત્તર : અમદાવાદ – 1947


77. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી?

ઉત્તર : મહાત્મા ગાંધી


78. જ્યોતિસંઘની સ્થાપના કોણે કરી હતી?

ઉત્તર : મૃદુલા સારાભાઈ


79. સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા?

ઉત્તર : ગણેશ વાસુદેવ માવળંકર


80. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્યપ્રણેતા કોને ગણવામાં આવે છે?

ઉત્તર : મહર્ષિ અરવિંદ


81. શિક્ષણ ક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિ. કયાં આવેલી છે?

ઉત્તર : વલ્લભ વિદ્યાનગર


82. આઝાદી પૂર્વે વડોદરામાં કયા રાજવીઓનું શાસન હતું?

ઉત્તર : ગાયકવાડ


83. વડોદરાને સંસ્કાર નગરીનું સ્વરૂપ આપનાર રાજવીનું નામ જણાવો.

ઉત્તર : સયાજીરાવ ગાયકવાડ


84. ભારતમાં કયું રાજ્ય સૌથી વધારે દરિયાકિનારો ધરાવે છે? કેટલો?

ઉત્તર : ગુજરાત, આશરે 1600 કિ.મી.


85. ગુજરાતમાં જોવા મળતું કયું પ્રાણી સૌથી ઊંચું હોય છે?

ઉત્તર : નીલ ગાય


86. ગીધની વસતીમાં ગુજરાતનો ક્રમાંક ભારતમાં કેટલો છે?

ઉત્તર : પ્રથમ


87. તીર્થસ્થાન તુલશીશ્યામ ક્યાં જિલ્લામાં આવેલું છે?

ઉત્તર : ગીરસોમનાથ જિલ્લામાં


88. ગુજરાતની કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા છે?

ઉત્તર : નર્મદા


89. પૂર્વના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદ શહેરમાં એક સમયે કેટલી મિલો ધમધમતી હતી?

ઉત્તર : 265


90. દ્વારકા નજીક કયું પ્રખ્યાત તળાવ આવેલું છે?

ઉત્તર : ગોપી તળાવ


91. કસ્તૂરબાને જેલમાં કોણે ભણતર (શિક્ષણ) પૂરું પાડયું?

ઉત્તર : પૂર્ણિમાબહેન પકવાસા


92. ડાંગની 'દીદી' તરીકે કોણ ઓળખાય છે?

ઉત્તર : પૂર્ણિમાબહેન પકવાસા


93. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી?

ઉત્તર : કસ્તૂરભાઈ લાલભાઈ


94. AMA, IIM, PRL કયા મહાનુભાવની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે?

ઉત્તર : ડો. વિક્રમ સારાભાઈ


95. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા?

ઉત્તર : શ્રીમદ રાજચંદ્ર


96. ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા?

ઉત્તર : જમનાલાલ બજાજ


97. ‘મૂછાળી મા' નામે ઓળખાતા ગુજરાતી બાળ સાહિત્યકારનું નામ આપો.

ઉત્તર : ગિજુભાઈ બધેકા


98. ગુજરાતી બાળ સાહિત્યનાં અમર પાત્રો મિયાં ફૂસકી અને તભા ભટ્ટના સર્જકનું નામ આપો.

ઉત્તર : જીવરામ જોશી


99. પંચમહાલ જિલ્લામાં આવેલા પર્વત પાવાગઢ પર કયા માતાજીનું સ્થાનક છે?

ઉત્તર : મહાકાળી માતાજી


100. ભારતીયો સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયેલી પારસી પ્રજા કઈ સદીમાં સંજાણ બંદરે આવી સંજય બંદરે પહોંચી હતી?

ઉત્તર : 10મી સદી