3. ચતુર નાવિક

GIRISH BHARADA

ચતુર નાવિક

ગુજરાતી બાળવાર્તા । 3. ચતુર નાવિક


એક અમીર વેપારી પોતાનો સામાન લઈને યાત્રા કરી રહ્યો હતો. રસ્તામાં એક નદી આવી એટલે તેણે એક નાવિકને જોયો અને તેની પાસે જઈને કહ્યું, તું મને મારા બધા સામાન સાથે સામેના કિનારા પર પહોંચાડીશ તો હું તને ખૂબ સારું ઇનામ આપીશ.’

ચતુર નાવિક

આ વેપારી પાસે એક સિંહ, એક બકરી અને ઘાસનો એક ભારો હતો. આ જોઈને નાવિકે વેપારીને કહ્યું, ‘માલિક હું એક સાથે બધાને સામેના કિનારે ના લઈ જઈ શકું. કેમકે તેનાથી નાવડી પાણીમાં વજનથી ડૂબી જવાનો ભય રહે.’

ચતુર નાવિક

હવે જો નાવિક પહેલાં ઘાસ લઈ જાય તો સિંહ બકરીને મારી નાખે અને જો પહેલા સિંહને લઈ જાય તો બકરી ઘાસ ખાઈ જાય. જેથી તેને પહેલા બકરીને લઈ જવાનો ફેંસલો કર્યો. અને પછી સિંહને લઈ ગયો અને સામેના કિનારેથી બકરીને પોતાની સાથે પાછી લાવ્યો. અને ઘાસના ભારાને સામેના કિનારે પર મૂકી આવ્યો. આમ ઘાસને સિંહ પાસે મૂકીને તે પાછો બકરી લેવા માટે આવ્યો. વેપારી નાવિકની સમજણ પર ખુશ થઈ ગયો અને તેને ખૂબ સારું ઇનામ આપી રાજી કર્યો.