ગુજરાતી બાળવાર્તા । 4. ચાલાક રાજુ
એક ગામમાં રાજુ નામનો છોકરો રહેતો હતો. તેની પાસે એક ગાયનું બચ્ચું (વાછરડું) હતું. તે તેને ખૂબ જ વ્હાલું હતું.
રાજુ આ વાછરડાને લઈ રોજ ચરાવવા માટે જંગલમાં જતો હતો. ઘણીવાર આ વાછરડું ચરતું ચરતું ઘણું દૂર જતું રહેતું હતું. જેની ચિંતા રાજુને થતીહતી. આથી તેણે એક યુક્તિ કરી. વાછરડાના ગળામાં ઘંટડી બાંધી દીધી. જેથી તેના અવાજ પરથી તેને શોધી શકાય.
એકવાર વાછરડું જંગલમાં ખોવાઈ ગયું. જેથી રાજુ તેને શોધવા માટે જંગલમાં આમ તેમ જોવા લાગ્યો. ત્યાં જ તેને ઘંટડીનો અવાજ સંભળાયો. જેથી તે દિશામાં તે આગળ વધ્યો અને તેને સિંહની ગુફા નજીક વાછરડું જોવા મળ્યું.
રાજુ દોડતો ગયો ને વાછરડાને બચાવી લીધું અને પોતાના ઘરે જતો રહ્યો.