ધોરણ : 8
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 17. ન્યાયતંત્ર
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :
(1) ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય?
ઉત્તર : ફોજદારી દાવામાં ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓનો સમાવેશ થાય છે.
(2) સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય?
ઉત્તર : જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તેમને ‘સેશન્સ ન્યાયાધીશ' કહેવાય.
(3) આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે?
ઉત્તર : આપણા દેશની બધી અદાલતોમાં ‘સર્વોચ્ચ અદાલત’ નું સ્થાન સૌથી ઊંચું છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો.
ઉત્તર : વડી અદાલતની સત્તા અને કાર્યો – કાર્યક્ષેત્રને –અધિકારક્ષેત્રને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે :
(1 ) મૂળ અધિકારક્ષેત્ર (2) વિવાદી અધિકારક્ષેત્ર અને (3) વહીવટી અધિકારક્ષેત્ર
વડી અદાલતની અન્ય સત્તાઓ અને કાર્યો :
(1) વડી અદાલત દીવાની, ફોજદારી અને મહેસૂલી સંબંધી દાવાઓ સાંભળી ન્યાય આપે છે. (2) બંધારણની કલમ - 226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં વડી અદાલત આદેશો – હુકમો જારી કરે છે. (3) તે તેના અંકુશ હેઠળની-તાબાની અદાલતોએ આપેલા ચુકાદાઓ વિરુદ્ધની અપીલો સાંભળીને ચુકાદા આપે છે. (4) તે તેના તાબા હેઠળની રાજ્યની બધી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે રિપૉર્ટ મંગાવી શકે છે. (5) તે તેના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કામગીરીનું નિયમન કરવા સામાન્ય નિયમો બનાવીને તેમને મોકલે છે. (6) તાબાની અદાલતોએ તેમના હિસાબો અને નોંધો કેવી રીતે રાખવી તેનું તે માર્ગદર્શન આપે છે. (7) તે રાજ્યપાલને કાનૂની બાબતોમાં સલાહ આપી શકે છે.
(2) લોકઅદાલતના ફાયદા જણાવો.
ઉત્તર : લોકઅદાલતના મુખ્ય ફાયદાઓ નીચે પ્રમાણે છે : (1) લોકઅદાલતના માધ્યમથી સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી, સુખદ અને કાયમી સમાધાન થાય છે. (2) પ્રજા અને કૉર્ટ-કચેરીનાં સમય અને નાણાં બચે છે. (3) વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો બિનખર્ચાળ અને ઝડપી નિકાલ થાય છે. (4) પ્રજાને કાયદાકીય આંટીઘૂંટીથી બચાવી શકાય છે. (5) સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે, ઝડપી અને સસ્તો ન્યાય મળે છે. (6) લોકઅદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ મળેલું છે.
પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો :
(1) ન્યાયની દેવીએ પોતાના હાથમાં…………અને............ધારણ કરેલ છે.
ઉત્તર : ત્રાજવું, તલવાર
(2) વડી અદાલતના ચુકાદા સામે……………..અદાલતમાં અપીલ કરી શકાય છે.
ઉત્તર : સર્વોચ્ચ
(3) ગુજરાત રાજ્યની વડી અદાલત……………શહેરમાં છે.
ઉત્તર : અમદાવાદ
(4) આપણા દેશની સર્વોચ્ચ અદાલત………………શહેરમાં છે.
ઉત્તર : દિલ્લી