ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 1 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 1 સ્વાધ્યાય

ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 1. ચાલો, ઈતિહાસ જાણીએ

સ્વાધ્યાય


પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.


(1) પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?

(A) કાપડ

(B) કાગળ

(C) ભૂર્જ વૃક્ષની આંતરછાલ

(D) ચામડું

ઉત્તર : (C) ભૂર્જ વૃક્ષની આંતરછાલ


(2) નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્રોત નથી?

(A) અભિલેખો

(B) તામ્રપત્રો

(C) ભોજપત્રો

(D) વાહનો

ઉત્તર : (D) વાહનો


(3) નીચેનામાંથી ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?

(A) અભિલેખો

(B) કાગળ પરનાં લખાણ

(C) કાપડ પરનાં લખાણ

(D) વૃક્ષનાં પાન પર લખેલ લખાણ

ઉત્તર : (A) અભિલેખો


પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો :


(1) B.C.નો અર્થ સમજાવો.

ઉત્તર : B.C.ને અંગ્રેજીમાં Before Christ કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. ઉદાહરણ તરીકે, 2000 ઈ. સ. પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનાં 2000 વર્ષ.


(2) A.D.નો અર્થ સમજાવો.

ઉત્તર : A.D.ને અંગ્રેજીમાં Anno Domini કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં વર્ષો એમ કહેવાય. ઉદાહરણ તરીકે, ઈ. સ. 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં 2000 વર્ષ.


(3) ભારતના સૌથી જૂના સિક્કા કયા છે?

ઉત્તર : ભારતમાં ઈ. સ. પૂર્વે 5મી સદીના ‘પંચમાર્ક’ સિક્કા સૌથી જૂના સિક્કા છે.


(4) ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે ?

ઉત્તર : તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓનાં હાડકાં, પ્રવાસવર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે.


પ્રશ્ન 3. યોગ્ય રીતે ‘અ’ વિભાગની વિગતોને ‘બ’ વિભાગની વિગતો સાથે જોડી ઉત્તર આપો :

વિભાગ – અ

(1) અભિલેખ

(2) ભોજપત્ર

(3) તામ્રપત્ર

(4) B.C.

(5) A.D.

વિભાગ – બ

(a) ઈ. સ. પૂર્વે

(b) ઈસવીસન

(c) ભુર્જ નામના વૃક્ષની છાલ

(d) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ

(e) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ

ઉત્તર : (1 - e), (2 - c), (3 - d), (4 - a), (5 - b)