વિષય : ગુજરાતી ઉખાણાં
ક્રમ : 301 થી 350
ભાગ : 7
(301) જો તમારી પાસે ચાર ગાય અને બે બકરી છે તો તમારી પાસે કેટલા પગ છે?
જવાબ : બે
(302) એવું શું છે જે પાણીમાં પડે તોય ભીનું ના થાય?
જવાબ : પડછાયો
(303) એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે?
જવાબ : સપનું
(304) એવું શું છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એ પણ પોતાની જગ્યાએથી હલ્યા વગર?
જવાબ : રસ્તો-રોડ
(305) એવો કયો દુકાનદાર છે જે તમારો માલ પણ લઇ લે અને રૂપિયા પણ લઇ લે..?
જવાબ : વાળંદ
(306) એવી કઈ બેગ છે, જે પલળે તો જ કામમાં આવે?
જવાબ : ટી-બેગ
(307) એવી કઈ ચીજ છે જે ખાવા માટે ખરીદીએ પણ તેને ખાતા નથી?
જવાબ : પ્લેટ
(308) એવું કયું જીવ છે જે ક્યારેય સૂતું નથી?
જવાબ : કીડી
(309) એવી કઈ ચીજ છે, જે છોકરા છુપાવીને ચાલે છે અને છોકરીઓ દેખાડીને ચાલે.
જવાબ : પર્સ
(310) એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારેય પાછો નથી આવતો?
જવાબ : સમય
(311) હું તમને એક પ્રશ્ન પૂછું છું; બતાવો 'ઉત્તર' શું છે?
જવાબ : ઉત્તર એક દિશા છે.
(312) એ શું છે જે દાદા કહેવાથી ના મળે, પણ બાબા કહેવાથી મળી જાય?
જવાબ : હોઠ
(313) એ રાખે પૈસા, દરદાગીના, રક્ષે કપડાં સારાં સોનાં, તાળું મારી સુખથી સૂએ, લોકો ઘરમાં અચૂક વસાવે.
જવાબ : તિજોરી
(314) ચાર પાયા પર ઉપર આડી છત, કરો તેના ઉપર બસ લખ લખ લખ.
જવાબ : ટેબલ
(315) ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો પથરાયું મુજ પર ઘાસ, પશુ પક્ષીનું ઘર હું મને ઓળખો હું કોણ?
જવાબ : જંગલ
(316) એ આપવાથી વધે છે, એ આવે ત્યારે જન જાગે છે, એ જાય ત્યારે જન ઊંઘે છે.
જવાબ : વિદ્યા
(317) એક એવું અચરજ થાય જોજન દૂર વાતો થાય.
જવાબ : ટેલીફોન, કોમ્પ્યુટર,મોબાઈલ
(318) લીલી બસ, લાલ સીટ, અંદર કાળા બાવા
જવાબ : તરબૂચ
(319) એ તો કોણ જે ઘર લઇ લે છે આખું, પણ જગ્યા જરાપણ નથી રોકતું.
જવાબ : પ્રકાશ
(320) રાત માં રહું છુ પણ, દિવસ માં રહેતો નથી,દીવો કરો તો દીવા નીચે સંતાઈ જાવ છું, પણ દીવા ની ઉપર હું રહેતો નથી, બોલો હું કોણ???
જવાબ : અંધારું
(321) વધ્યા કરે કાયમ, ક્યારેય એ ઘટતી નથી, દર વર્ષે આવે ત્યારે ગમતું છતાએ ગમતું નથી
જવાબ : ઉમર
(322) લુચ્ચાનો સરદાર ને પાખંડનો છે પીર, જનાવરનો જમાદાર અને શિકારે શૂરવીર બોલો હું કોણ??
જવાબ : શિયાળ
(323) જલી ને બને છે ને જળ માં રહે છે, આંખો જોઈ ખુશરો કહે જલી ને બનતો તોય નજર ઉતારે, ને જળ માં રહી સુંદરતા વધારે
જવાબ : કાજળ
(324) ચોટી પણ છે અને પગ પણ છે મને, તોય પણ હું મારી જગ્યાએ થી હલતો નથી
એવો અચલ છુ. બોલો હું કોણ??
જવાબ : પર્વત
(325) એ કોણ છે જે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય પણ છતાં જવાન જ રહે છે?
જવાબ : સૈનિક (દેશના જવાન)
(326) વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે, કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ?
જવાબ : ચશ્મા
(327) એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?
જવાબ : તરસ
(328) ન ભોજન લે છે ન વેતન લે છે, છતાં રખેવાળી કરે છે. જણાવો તે કઈ વસ્તુ છે?
જવાબ : તાળું
(329) એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં એક વખત ખરીદે છે.
જવાબ : રાખડી
(330) કાળો ઘોડો સફેદ સવારી એક ઊતર્યું બીજાનો વારો?
જવાબ : તવો અને રોટલી
(331) પિતાએ પોતાની દીકરીને એક ગિફ્ટ આપી અને કહ્યું ભૂખ લાગે તો ખાઈ લેજે, તરસ લાગે તો પી લેજે અને ઠંડી લાગે તો સળગાવી લે છે… એ ગિફ્ટ શું છે?
જવાબ : નારિયેળ
(332) એ કઈ વસ્તુ છે જે વરસાદમાં ગમે તેટલું પલળે, પણ ભીનું થઈ શકતું નથી?
જવાબ : પાણી
(333) એ શું છે જેની આંખોમાં જો આંગળી નાખો તો તે પોતાનું મોઢું ખોલી દે છે?
જવાબ : કાતર
(334) અજયના માતાપિતાના ત્રણ બાળકો છે: પહેલો વિજય, બીજો વિશાલ અને ત્રીજા દીકરાનું નામ શું છે?
જવાબ : અજય, અજય પોતે એ ત્રીજો દીકરો છે.
(335) લીલો ઝંડો, લાલ કમાન, તોબા તોબા કરે માણસ.
જવાબ : મરચાં
(336) એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી.
જવાબ : શેરડી
(337) વર્ષના કયા મહિનામાં 28 દિવસો હોય છે?
જવાબ : દરેક મહિનામાં
(338) કઈ વસ્તુ છે જે તમે તમારા ડાબા હાથમાં પકડી શકો છો પણ જમણા હાથમાં નહીં?
જવાબ : તમારી જમણી કોણી
(339) એ કઈ વસ્તુ છે જે ઉપર-નીચે થાય છે પણ પોતાની જગ્યાએ જ રહે છે?
જવાબ : સીઢી
(340) પેટ મારું પોલુંને, માર ખાઇને બોલું, મારે એનું ગળું ઝાલી આમ-તેમ ડોલું.
જવાબ : ઢોલ
(341) લાલ કિલ્લામાં કાળા સિપાહી, લીલી દિવાલમાં ગયા સમાઇ.
જવાબ : તરબૂચ
(342) રાતાં ચણાને પેટમાં પાણાં, ખાતાં એને રંકને રાણાં.
જવાબ : ચણીબોર
(343) સૂ સૂ કરતો આવું છું,
વાદળ ખેંચી લાઉં છું.
ફૂલ-પાન ડોલાવું છું,
નદી જળ-હલાવું છું.
જવાબ : પવન
(344) કાળો છે પણ કાગ નહીં,
દરમાં પેસે પણ નાગ નહીં,
ઝાડે ચડે પણ નાગ નહીં,
છ પગ પણ પતંગિયું નહીં.
જવાબ : મકોડો
(345) લાલ ભેંસે ટોપી પહેરી, કાગળ ખાવા બેઠી.
ખાધું એટલું ગામેગામ, મેં તો વહેંચી દીધું.
જવાબ : ટપાલપેટી
(346) ખેતર વચ્ચે ડોશી દાંત કાઢે.
જવાબ : કાલું
(347) મા લટકતી ને છોરી ભટકતી.
જવાબ : તાળું-ચાવી
(348) ભર્યા કૂવામાં પાંશેરી તરે.
જવાબ : કાચબો
(349) ખેતર વચ્ચે ડોસો કેડ બાંધીને સૂતો.
જવાબ : પૂળો
(350) છીછરી તલાવડી છીછરી પાળ,
પાણી ના રહે પૈસાભાર.
જવાબ : હથેળી