ધોરણ : ૩ ગુજરાતી એકમ : 1 સમજૂતી જવાબ સાથે

GIRISH BHARADA

 ધોરણ : ૩ ગુજરાતી એકમ : 1 સમજૂતી જવાબ સાથે


ધોરણ : 3

વિષય : ગુજરાતી (કલશોર)

એકમ : 1. વાંદરાને વાંચતાં ન આવડે

વિષયાંગ : એકમની સમજૂતી જવાબ સાથે


(3) વાતચીત : (પેજ નંબર : ૨)

(૧) સુઘરીના માળામાં કોણ છે? તેને સુઘરીના માળામાં શું તકલીફ પડતી હશે?

ઉત્તર : સુઘરીના માળામાં નાનો બાળક છે. તેને મોકળાશથી ફરવામાં તકલીફ પડે.

(૨) સિંહ ક્યાં છે? તે ત્યાં શું કરતો હશે?

ઉત્તર : સિંહ ઘર પાસેના ખુલ્લા મેદાનમાં છે. તે ઘોડા તરફ જોઈને તેનો શિકાર કરવાનું વિચારતો હશે.

(૩) સિંહ શું જોતો હશે?

ઉત્તર : સિંહ ઘોડાને અને બતકને જોતો હશે.


(૫) વાતચીત : (પેજ નંબર : ૫)

(૧) વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી?

ઉત્તર : બધા વાંદરાઓ તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા; તે જોઈને અમને ખૂબ મજા પડી.

(૨) વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો?

ઉત્તર : વરસાદ આવતો હોય અને અમારી પાસે છત્રી ન હોય તો નાચી-કૂદીને વરસાદમાં ભીંજાવાનો આનંદ માણીએ.

(૩) કોઈ કારણસર, બે-ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે? શી મજા પડે?

ઉત્તર : કોઈ કારણસર, બે-ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે ઠંડી-ગરમી સહન કરવી પડે, વરસાદમાં ભીંજાવું પડે, ભણવામાં ખૂબ અગવડ પડે. કશું કામ ન રહેતાં રખડવાની મજા પડે.

(૪) વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું? આપણે તેમને શો ઉપાય બતાવીશું?

ઉત્તર : વાંદરાઓએ જે કર્યું તે અમને ન ગમ્યું. આપણે તેમને પોતાનું ઘર બનાવી દેવાની સલાહ આપીશું.

(૫) સુઘરી કેવી રીતે ઘર બનાવતી હશે?

ઉત્તર : સુઘરી પોતાની ચાંચ વડે તણખલાં ભેગાં કરી ગૂંથીને ઘર બનાવતી હશે.

(૬) વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું?

ઉત્તર : વાંદરાઓએ ઠંડી ભગાડવા મરચાંનું તાપણું કર્યું હતું.

(૭) મરચાંનું તાપણું કરીએ તો શું થાય?

ઉત્તર : મરચાંનું તાપણું કરીએ તો મરચાંના ધુમાડાથી ખૂબ ખાંસી આવે.


(૬) વાર્તા વાંચો અને કહો : (પેજ નંબર : ૫)

(૧) વાંદરાનું નામ શું હતું?

ઉત્તર : વાંદરાનું નામ ખટખટ હતું.

(૨) વાંદરાની ચિંતા કોણ કરતું હતું?

ઉત્તર : વાંદરાની ચિંતા સુઘરી કરતી હતી.

(૩) ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી?

ઉત્તર : ઘર વગર વાંદરાઓને ખૂબ મુશ્કેલીઓ પડી. તેઓ ઠંડીમાં થરથર ધ્રૂજવા લાગ્યા અને ગરમીથી પરસેવે રેબઝેબ થઈ ગયા; વરસાદમાં ભીંજાઈ ગયા.

(૪) ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું?

ઉત્તર : ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાંનું તાપણું કર્યું.

(૫) ‘આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે.’ – એવું વાંદરાએ કેમ કહ્યું હશે?

ઉત્તર : ‘આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે.’ – એવું વાંદરાએ સુઘરી તેને ઠંડીથી બચવા ઘર બનાવવા કહે છે, પણ તેને તે સલાહ ગમતી નથી, તેથી કહ્યું હશે. વળી, તે માને છે કે સુઘરી તો તેના કરતાં ખૂબ નાની, તે વાંદરાને કેમ સલાહ આપી શકે?

(૬) વાંદરાઓ વારંવાર શું બોલતા હતા?

ઉત્તર : વાંદરાઓ વારંવાર બોલતા હતા : હૂપ હૂપાછૂપ હૂપ... હૂપ હૂપાહૂપ હૂપ ...

(૭) સુઘરીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ?

ઉત્તર : સુઘરીની સલાહ સાચી હતી, કારણ કે, ઘર આપણું ઠંડી, ગરમી અને વરસાદમાં રક્ષણ કરે છે.

(૮) સુઘરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી?

ઉત્તર : સુઘરીએ વાંદરાની ચિંતા છોડી દીધી, કારણ કે, સુઘરીની વારંવારની સલાહ છતાં વાંદરાએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું.

(૯) નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે? V કરો.

ઉત્તર : (૧) બિલાડી × (૨) ચકલી V (૩) કબૂતર V (૪) કૂતરો × ( ૫ ) ગાય ×


(૮) છૂટી ગયેલ શબ્દ શોધો. વાર્તામાં જોઈ વાક્ય ફરી લખો. (પેજ નંબર : ૬)

(૧) ખટખટેઘરપાસેઅચરજજોયું.

ઉત્તર : ખટખટે એક ઘર પાસે અચરજ જોયું.

(૨) બિચારાવાંદરાભાઈઠંડીથીકેવાછે!

ઉત્તર : બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે!

(૩) ઉનાળામાંગરમીલાગશેનેચોમાસામાંયબચીશકાશે.

ઉત્તર : ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથીય બચી શકાશે.

(૪) ખટખટએયતારેનથીબનાવવું?

ઉત્તર : ખટખટ, એય ખટખટ... તારે ઘર નથી બનાવવું?

(૫) વાંદરાઓએનબનાવ્યુંતેજબનાવ્યું.

ઉત્તર : વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે જ બનાવ્યું.


(૯) ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો : (પેજ નંબર : ૬ અને ૭)

(૧) માણસોને તાપતાં જોઈ ખટખટને નવાઈ લાગી. (નવાઈ, નવરાશ)

(૨) માણસો લાલ અંગારા થી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા લાલ મરચાં ભેગાં કર્યાં. (લાલ મરચાં, લાલ અંગારા, લાલ લાકડાં)

(૩) ખટખટે હૂપાહૂપ કરી પોતાના મિત્રો ને બોલાવ્યા. (મિત્રો, વાંદરાઓ)

(૪) ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો થતો. (રેબઝેબ, પરસેવો)

(૫) આખરે થાકીને સુઘરીએ વાંદરાઓની ફિકર કરવાની છોડી દીધી. (કદર, ફિકર)


(૧૦) બ માંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ બોક્સમાં લખો. (પેજ-૭)


૧. બધા ધ્રૂજતા ધ્રૂજતા બોલતા હતા.
૨. અચાનક વરસાદ તૂટી પડ્યો.
૩. આકાશમાંથી આગ વરસી રહી છે.
૪. બારેમાસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે.
૫. વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો.


(ક) આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું.
(ખ) તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો.
(ગ) તેઓ ઠંડીથી થથરતા થથરતા વાતો કરતા હતા.
(ઘ) ખૂબ તાપ લાગે છે.
(ચ) આખું વર્ષ તેઓ ફર્યા કરે.

જવાબ : (૧ – ગ), (૨ – ક), (૩ – ઘ), (૪ – ચ), (૫ – ખ)


(૧૨) ઋતુ ઓળખો અને લખો. (પેજ-૭ અને ૮)

(૧) મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે.

જવાબ : શિયાળો

(૨) બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા.

જવાબ : ચોમાસું

(૩) સુઘરી માળામાં ઝૂલતી હતી.

જવાબ : ઉનાળો

(૪) વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા.

જવાબ : ચોમાસું

(૫) વાંદરાઓએ માણસોની નકલ કરી.

જવાબ : શિયાળો

(૬) ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા.

જવાબ : ઉનાળો

(૭) આકાશમાંથી વરસે આગ ડોસી મને પવન નાખ.

જવાબ : ઉનાળો

(૮) સળગાવીને લાકડાં, તાપણું કરે માંકડાં.

જવાબ : શિયાળો

(૯) ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરનાં છાપરાં.

જવાબ : શિયાળો

(૧૦) ગડગડાટ કરતાં વાદળાં, પાણી આગળ પાછળ.

જવાબ : ચોમાસું

(૧૩) શું હલકું? શું ભારે? કેવી રીતે ખબર પડે? કહો. (પેજ-૮)

(૧) સુઘરીનો માળો કે ઝાડની ડાળી?

ઉત્તર : સુઘરીનો માળો હલકો ને ઝાડની ડાળી ભારે. બંનેને ઊંચકવાથી ખબર પડે.

(૨) લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી?

ઉત્તર : પ્લાસ્ટિકની ખુરશી હલકી ને લાકડાનું ટેબલ ભારે. બંનેને ઊંચકવાથી ખબર પડે.

(૩) ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી?

ઉત્તર : પુસ્તકનું કદ અને તેનાં પાન પરથી ઊંચકવાથી ખબર પડે કે કઈ ચોપડી હલકી અને કઈ ચોપડી ભારે.

(૪) પેન્સિલ કે રબર?

ઉત્તર : રબર હલકું અને પેન્સિલ ભારે બંનેને ઊંચકવાથી ખબર પડે.

(૫) લખોટી કે પ્લાસ્ટિકનો દડો?

ઉત્તર : પ્લાસ્ટિકનો દડો હલકો અને લખોટી ભારે. બંનેને ઊંચકવાથી ખબર પડે.


(૧૪) કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. (પેજ-૮ અને ૯)

(૧) ચાર અક્ષરનું એનું નામ

નામના પહેલા બે અક્ષરો છે ‘કરો’

પહેલા અને છેલ્લા અક્ષરથી બને ‘કોયો’

ત્રીજો અક્ષર તમે ધારશો,

તો મળશે આઠ પગવાળા જંતુનું નામ

ઉત્તર : કરોળિયો

વાક્ય : કરોળિયો સતત ઉદ્યમ કરવાનું શીખવે છે.


(૨) ચાર અક્ષરનું એનું નામ

તેના ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી બને ‘ચરક’

ચોથા અને પહેલા અક્ષરથી બને ‘લોક’

તો એ કોણ હશે?

ઉત્તર : કરચલો

વાક્ય : કરચલો એક જળચર પ્રાણી છે.


(૩) ચાર આક્ષરનું છે નામ

પહેલા અને બીજા અક્ષરથી બને ‘દર’

પહેલા અને ચોથા અક્ષરથી ‘દડો’

પહેલા ત્રણ અક્ષરોથી બને એક કારીગર

તો એ કોણ હશે?

ઉત્તર : દરજીડો

વાક્ય : દરજીડો પાંદડાંને સીવીને માળો બનાવે છે.


(૪) પાંચ અક્ષરનું છે નામ.

પહેલા બે અક્ષરથી બને ‘કાન'

ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈ બને ‘ખરો’

ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે.

તો એ કોણ હશે ?

ઉત્તર : કાનખજૂરો

વાક્ય : કાનખજૂરો ચોમાસામાં ફરતો દેખાય છે.


(૧૫) જોડીમાં ચર્ચા કરી, શું જુદું છે તે શોધો અને લખો. (પેજ-૧૦ અને ૧૧)

તેજલનું ઘર

(૧) તેજલના ઘર પાસેના લીમડાનું થડ જાડું છે.

(૨) લીમડાની નીચે ખાટલીમાં દાદા બેઠા છે.

(૩) લીમડા પાસેના ઘરના બારણાની બંને બાજુ શુભ અને લાભ લખેલું છે.

(૪) ઘરને ત્રણ બારીઓ છે.

(૫) લીમડાની ડાળ પર પોપટ બેઠો છે.

વિવેકનું ઘર

(૧) વિવેકના ઘર પાસેના લીમડાનું થડ પાતળું છે.

(૨) લીમડાની નીચે ખાટલીમાં દાદી બેઠાં છે.

(૩) લીમડા પાસેના ઘરના બારણાની બંને બાજુ (સાથિયા) છે.

(૪) ઘરને એક બારી છે.

(૫) લીમડાની ડાળ ૫૨ કોઈ પક્ષી બેઠું નથી.


લખો : તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો. (પેજ-૧૧)

(ક્યાં હોય, કેવડું હોય, કેવી વ્યવસ્થા હોય, કેવા રંગનું હોય, શું નામ રાખો)

મારું નવું ઘર

મારું નવું ઘર શાંત વિસ્તારમાં હોય.

મારું નવું ઘર બહુ મોટું ન હોય, પરંતુ તેમાં બધી સગવડ હોય.

દીવાનખંડ મોટો હોય, તેમાં સોફા અને રંગીન ટીવી હોય, તેમાં બે પંખા હોય. દીવાલ પર એક-બે ફોટા હોય ને એક દીવાલ-ઘડિયાળ હોય.

મારું ઘર આછા ક્રીમ કલરનું હોય. હું મારા ઘરનું નામ ‘ખુશી’ રાખું.


(૧૮) વાતચીત. (પેજ-૧૪)

(૧) ટીકુબહેનને શું બહુ ગમતું?

ઉત્તર : ટીકુબહેનને વાંચવાનું બહુ ગમતું.

(૨) તમે શું વાંચો છો?

ઉત્તર : હું વાર્તાની ચોપડીઓ વાંચું છું.

(૩) વાંચવું, લખવું, ગાવું, રમવું – આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે?

ઉત્તર : વાંચવું, લખવું, ગાવું, રમવું – આ ચારમાંથી મને ૨મવું ખૂબ ગમે.

(૪) તમે ક્યારે વાંચવા બેસો છો?

ઉત્તર : હું સવારે વાંચવા બેસું છું.

(૫) તમે ક્યાં વાંચવા બેસો છો?

ઉત્તર : હું મારા ‘અભ્યાસખંડ’ માં વાંચવા બેસું છું.

(૬) ટીકુબહેને તેનાં મમ્મી-પપ્પાને શું કરવાનું કહ્યું?

ઉત્તર : ટીકુબહેને તેનાં મમ્મી-પપ્પાને પોતાની સાથે વાંચવાનું કહ્યું.

(૭) તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે?

ઉત્તર : મારા ઘરમાં મારાં મમ્મી-પપ્પા, દાદા-દાદી અને મારી બહેન વાંચે છે.

(૮) તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? કાલે જવાબ આપજો.

ઉત્તર : મારા ઘરે અનેક વાર્તાની ચોપડીઓ છે.

(૯) બધાં ટીકુબહેનને ક્યાં શોધતાં હતાં?

ઉત્તર : બધાં ટીકુબહેનને આખા ફળિયામાં શોધતાં હતાં.

(૧૦) ટીકુબહેન ક્યાંથી મળ્યાં?

ઉત્તર : ટીકુબહેન પલંગ નીચેથી મળ્યાં.


(૧૯) જોડો અને વાંચો. (પેજ-૧૪)


(૧) ટીકુબહેનને
(૨) તેનું લેશન
(૩) તેના ઘરમાં
(૪) તે પલંગ નીચે
(૫) બધાં ટીકુબહેનને


(ક) ઘણી બધી ચોપડીઓ હતી.
(ખ) બૂમો પાડી શોધતાં હતાં.
(ગ) સંતાઈને વાંચતાં હતાં.
(ઘ) વાર્તાનો જીન કરી આપતો.
(ચ) વાંચવાનું ખૂબ ગમતું.

ઉત્તર : (૧ – ચ), (૨ – ઘ), (૩ – ક), (૪ – ગ), (૫ – ખ)


(૨૦) જુઓ, સમજો, લખો. (પેજ-૧૪ અને ૧૫)

ઉદાહરણ : નખીશો – શોખીન

(૧) ડીપચો – ચોપડી

(૨) નજી – જીન

(૩) નશલે – લેશન

(૪) યેળિફ – ફળિયે

(૫) નહેબકુટી – ટીકુબહેન

(૬) ગલંપ – પલંગ

(૭) જ્ઞાઆ – આજ્ઞા

(૮) ળુંવાજઅ – અજવાળું


(૨૧) તમારા મિત્ર સાથે જોડીમાં બેસો. ગીતના બીજા પાંચ શબ્દ ઉલટાવી લખો. હવે તમે અને તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બદલાવી લો. તમારા મિત્રએ ઉલટાવેલ શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દો તમારા મિત્રને લખવા કહો. (પેજ-૧૫)

(૧) ઠીપોટીસો – સોટીપોઠી

(૨) રક્ષઅ – અક્ષર

(૩) નલ્લીત – તલ્લીન

(૪) મભી – ભીમ

(૫) નગીર – રંગીન