વિષય : ગુજરાતી ઉખાણાં
ક્રમ : 151 થી 200
ભાગ : 4
(151) ઠુમ્મક ઠુમ્મક ચાલ મારી,
કલબલ કલબલ કરું;
દાણા જીવડા ખૂબ ખાઉં,
ઘરના આંગણે ફરું.
જવાબ : કાબર
(152) હું ક્યારેય અટકતો નથી,
સદાય ચાલતો રહું;
જે મારી સાથે ના ચાલે,
તે ક્યાંય ચાલે નહીં.
જવાબ : સમય
(153) મારો રંગ છે લીલો લીલો,
વનસ્પતિનું હું અંગ;
રસોડા તરીકે ઓળખાઉં હું,
બતાવો મારું નામ.
જવાબ : પાંદડાં
(154) રહું છું હું જમીનમાં,
છોડને પકડી રાખું;
પાણી ક્ષારને ચૂસીને,
છોડને જીવતો રાખું.
જવાબ : મૂળ
(155) વનવગડામાં ફરું,
દાણા પાણી ચણું;
પરભુ તું... બોલું.
બોલો ભાઈ હું કોણ છું?
જવાબ : હોલો
(156) મારો ખોરાક હું જાતે બનાવું,
મારો રંગ છે લીલો,
વરસાદ લાવવામાં ખૂબ ઉપયોગી,
મારું નામ બતાવો.
જવાબ : વનસ્પતિ
(157) એક પગે ઉભું રહી,
ઝાડને આપું આધાર;
ખોરાક પાણીનું કરું વહન,
વરતો મારું નામ.
જવાબ : થડ
(158) હાથી જેવું મુખ,
લાડું ભાવે ખૂબ,
મોટી મોટી સૂંઢ,
સૌથી પહેલાં પૂજ.
જવાબ : ગણપતિ
(159) લાંબાં લાંબા કાન છે,
સફેદ એનો વાન છે,
લાંબા કૂદકા મારે છે,
બોલો ભાઈ એ કોણ છે?
જવાબ : સસલું
(160) ઊંડાં ખારાં નીર છે,
મોજાઓ અધિક છે,
વહાણ-હોડી ચાલે છે,
બોલો ભાઈ એ કોણ છે?
જવાબ : દરિયો
(161) ઘટ્ટ ઘેઘુર છાયા છે,
પંખીડાની માયા છે;
વાદળનાં દળ ખેંચી લાવે,
લીલી લીલી કાયા છે.
જવાબ : ઝાડ
(162) લીલપનો વિસ્તાર છે,
ડૂંડાંનો દરબાર છે,
વચ્ચે ઊભો ચાડિયો,
એનો ચોકીદાર છે.
જવાબ : ખેતર
(163) લટકે મોટી જટા,
લટકવાની મજા;
માથે લાલ ટેટા,
ખાવ મજાથી બેટા.
જવાબ : વડ
(164) મોટી લાંબી જટા છે,
ગળામાં સાપની માળા છે,
પાર્વતીના પતિ છે,
હાથમાં ત્રિશૂલધારી છે.
જવાબ : શંકર ભગવાન
(165) પાણી ઉપર દોડે છે,
પરપોટાને ફોડે છે;
સામા કિનારે દોડી જવા,
આ કિનારો છોડે છે.
જવાબ : હોડી
(166) કૂહુ...મૂહુ... કરતી એ,
કંઠથી અમૃત ઝરતી એ;
કાગડીના માળે ઈંડાં,
મૂકીને છેતરતી એ.
જવાબ : કોયલ
(167) બેં બેં બેં બેં કરતી જાય,
ઘાસનો ચારો ચરતી જાય;
ઘેટાં સાથે ફરતી જાય,
બોલો પશુ તે કયું કહેવાય?
જવાબ : બકરી
(168) હાઉ વાઉં હાઉ વાઉં કરતો જાય,
માંસ - રોટલી ખાતો જાય;
પાલતું પ્રાણી ચોકીદાર પણ થાય,
બોલો પશુ તે કયું કહેવાય?
જવાબ : કૂતરો
(169) છે પશુ તોય માતા કહેવાય,
બોળચોથના દિવસે પૂજાય;
દૂધ એનું સૌ કોઈ પીવે,
બોલો પશુ તે કયું કહેવાય?
જવાબ : ગાય
(170) લીલો એનો રંગ છે,
ગળે કાલો કાંઠલો છે;
મરચાં, કેરી ભાવે છે,
બોલો ભાઈ એ કોણ છે?
જવાબ : પોપટ
(171) ખેડૂતનો એ મિત્ર કહેવાય,
ખેતર એના થકી ખેડાય;
વાહન એનું ગાડું કહેવાય,
બોલો પશુ તે કયું કહેવાય?
જવાબ : બળદ
(172) જંગલ કેરો રાજા કહેવાય,
ગુફામાં એ તો રહેતો જણાય;
ડણક એની કેવી સંભળાય,
બોલો પશુ તે કયું કહેવાય?
જવાબ : સિંહ
(173) કળા કરીને નાચે છે,
વરસાદ ટાણે ટહૂકે છે;
આપણું રાષ્ટ્રીય પંખી છે,
બોલો ભાઈ એ કોણ છે?
જવાબ : મોર
(174) નાનું નાનું પક્ષી છે,
જીવડાં-દાણા ખાય છે;
ચીં ચીં ચીં ચીં બોલે છે,
બોલો ભાઈ એ કોણ છે?
જવાબ : ચકલી
(175) સૌ પંખીમાં ભોળું છે,
કોઈ ભૂરું, કોઈ ધોળું છે;
ટોળામાં ફરનારુ છે,
બોલો ભાઈ એ કોણ છે?
જવાબ : કબૂતર
(176) જીભ વગર ટક ટક કરે,
ચાલે પણ નહીં પગ;
કાંટા પણ વાગે નહીં,
જાણે આખું જગ.
જવાબ : ઘડિયાળ
(177) કાકા મેં કૌતુક દીઠું,
પૂર પાણીમાં રમતું દીઠું;
પાણી છે પણ પીતું નથી,
એ જનાવર મરતું નથી.
જવાબ : વહાણ
(178) મારી બકરી
આલો ખાય, પાલો ખાય.
પાણી પીવે ને ટપ મરી જાય.
જવાબ : દેવતા
(179) ગોળ ગોળ ફરતી જાય,
ફરતી ફરતી ગાતી જાય;
દાણો દાણો ખાતી જાય,
તોયે એનું પેટ ના ભરાય.
જવાબ : ઘંટી
(180) પગ વિના ડુંગર ચડે,
મુખ વિના ખડ ખાય;
હંસ કહે રળિયામણું
આ કયું જનાવર જાય?
જવાબ : ધૂમાડો
(181) ત્રણ નેત્ર પણ શંકર નહીં,
વાળ ઘણા પણ ઘેટું નહીં;
પાણી છે પણ ઘડો નથી,
સંન્યાસી છે પણ ભગવાન નથી.
જવાબ : નાળિયેર
(182) મારા વિના ના ચાલે તમને,
જીવનજરૂરી વસ્તુ હું,
ટાઢ, તડકો, વરસાદથી બચાવું,
સૌનું રક્ષણ કરું હું.
જવાબ : ઘર
(183) લીલો મારો રંગ છે,
ગોળ મજાનો દાણો છે;
બિમાર માણસ ખાય છે,
બોલો ભાઈ એ કોણ છે?
જવાબ : મગ
(184) સફેદ પીળો મારો રંગ,
ગોળ મજાનો દાણો,
દાળ બનાવી, ભાત ભેળવો,
ખાવાની તમે મજા લો.
જવાબ : તુવેર
(185) કાળો કાળો રંગ મારો,
ઉપર ધોળું ટપકું,
મગનો હું સગો ભાઈ,
જુવાન સૌને રાખું.
જવાબ : અડદ
(186) કોઈ મને શેકીને ખાય,
કોઈ મને બાફીને ખાય,
ધાણી, ઢોકળાં, રોટલા થાય,
પોપકોર્ન મારી ખૂબ ખવાય.
જવાબ : મકાઈ
(187) ઉપરથી અણીયાળો છું,
દાળ કરો તો પીળો થાઉં;
ભજીયાં બનાવી હોંશે ખાવ,
બોલો ભાઈ હું કોણ છું?
જવાબ : ચણા
(188) રાતો ધોળો મારો રંગ,
ગોળ મજાનો દાણો,
ગરીબોનો હું સથવારો,
ધાણી ખાવાની મજા લો.
જવાબ : જુવાર
(189) સફેદ મારો રંગ છે,
ને ચપટી મારી કાયા;
જો વધારે ખાવ મને તો,
ડબલાં ભરાવું ઝાઝાં.
જવાબ : વાલ
(190) અનાજનો હું રાજા છું,
સફેદ મારો લોટ;
શીરો, પુરી ને રોટલી,
ખાવ બનાવી ઝટ.
જવાબ : ઘઉં
(191) વાઘ કેરી હું છું માસી,
ઘરના ખુણે રહેતી બેસી;
ઉંદર જાય જો ઘરમાં પેસી,
કરતી તેની ઐસી તૈસી .
જવાબ : બિલાડી
(192) કાળો છું રે કાળો છું,
કા..... કા.... કરતો ઉડું છું;
એક આંખે કાણો છું,
ને સફાઇનું કામ કરુ છું.
જવાબ : કાગડો
(193) હૂપ....હૂપ... કરતો હું છું આવ્યો,
ડાળી, મકાન કૂદતો આવ્યો;
મગનકાકાનો રોટલો લાવ્યો,
એ તો મને જરી ના ભાવ્યો.
જવાબ : વાંદરો
(194) મોતીયો, ડાગીયો મારુ નામ,
રહેઠાણ મારુ આખું ગામ;
રક્ષણ કરવું મારું કામ,
તોય માંગું ના એકે દામ.
જવાબ : કૂતરો
(195) ચાંપ દબાવો જગ ઢંઢોળે,
ઉંદર સંગે બારીઓ ખોલે;
તમે ભલે માનો ન માનો,
આવ્યો છે એનો જ જમાનો.
જવાબ : કમ્પ્યુટર
(196) આંખ છે પણ આંધળી છું,
પગ છે પણ લંગડી છું;
મોઢું છે પણ મૌન છું,
બોલો, હું કોણ છું?
જવાબ : ઢીંગલી
(197) પોચું પોચું ધોળું ધોળું,
આમ દોડું તેમ દોડું
જો કોઇને આવતાં ભાળું,
ચાર પગે દોટ કાઢું.
જવાબ : સસલું
(198) હું તો કરતો ચૂં....ચૂં...ચૂં...
નામ છે મારુ શું? શું? શું?
ભાળી જાઉં મીની માસી,
થઇ જાતો હું છું...છું...છું...
જવાબ : ઉંદર
(199) ભેંસ વિયાણી પાડો પેટમાં,
દૂધ દરબારમાં જાય,
ચતુર હોય તો સમજી લ્યો,
મૂરખ ગોથાં ખાય!!
જવાબ : કેરી
(200) રાતા રાતા રાતનજી,
પેટમાં રાખે પણાં,
વળી ગામે ગામે થાય,
એને ખાય રંક ને રાણા!!
જવાબ : બોર