ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 5 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 5 MCQ

ધોરણ : 9

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 5. ભારત : આઝાદી તરફ પ્રયાણ

MCQ : 55


(1) સાયમન કમિશનમાં કુલ……………..સભ્યો હતા.

(A) બાર

(B) સાત

(C) પાંચ

(D) એકપણ નહીં

જવાબ : (B) સાત


(2) અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે.................... નું અવસાન થયું.

(A) લાલા લજપતરાય

(B) મોતીલાલ નેહરુ

(C) બાળગંગાધર ટિળક

(D) એકપણ નહીં

જવાબ : (A) લાલા લજપતરાય


(૩) ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને………………તરીકે ઊજવવામાં આવે છે.

(A) સ્વરાજ્યદિન

(B) પ્રજાસત્તાકદિન

(C) સ્વાતંત્ર્યદિન

(D) એકપણ નહીં

જવાબ : (B) પ્રજાસત્તાકદિન


(4) ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ....................નો સત્યાગ્રહ શરૂ કર્યો.

(A) અસહકાર

(B) હિંદ છોડો

(C) મીઠા

(D) એકપણ નહીં

જવાબ : (C) મીઠા


(5) …….........એ દાંડીકૂચની તુલના ગૌતમ બુદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ' સાથે કરી હતી.

(A) શ્રી મહાદેવભાઈ દેસાઈએ

(B) સુભાષચંદ્ર બોઝે

(C) સરદાર વલ્લભભાઈ પટેલે

(D) એકપણ નહીં

જવાબ : (A) શ્રી મહાદેવભાઈ દેસાઈએ


(6) ………………….ની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્ત્વની ચળવળ હતી.

(A) બંગભંગ

(B) દાંડીકૂચ

(C) અસહકાર

(D) એકપણ નહીં

જવાબ : (B) દાંડીકૂચ


(7) ગાંધીજીએ કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે.................... ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.

(A) ત્રીજી

(B) પહેલી

(C) બીજી

(D) એકપણ નહીં

જવાબ : (C) બીજી


(8) .....……………..એ કૉંગ્રેસ છોડીને 'ફોરવર્ડ બ્લોક' નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.

(A) સુભાષચંદ્ર બોઝે

(B) સરદાર વલ્લભભાઈ પટેલે

(C) ચિત્તરંજનદાસ મુનશીએ

(D) એકપણ નહીં

જવાબ : (A) સુભાષચંદ્ર બોઝે


(9) સિંગાપુરના હિંદીઓએ સુભાષચંદ્ર બોઝને....................નું હુલામણું નામ આપ્યું.

(A) સરદાર

(B) શાંતિદૂત

(C) નેતાજી

(D) એકપણ નહીં

જવાબ : (C) નેતાજી


(10) …………… એ ભારતનાં દેશી રાજ્યોનું ‘ભારતીય સંઘ’ માં વિલીનીકરણ કર્યું.

(A) પંડિત જવાહરલાલ

(B) સરદાર વલ્લભભાઈ પટેલે

(C) માઉન્ટ બેટને

(D) એકપણ નહીં

જવાબ : (B) સરદાર વલ્લભભાઈ પટેલે


(11) જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ……………ના હિમાયતી હતા.

(A) સ્થાનિક સ્વરાજ્ય

(B) પૂર્ણ સ્વરાજ્ય

(C) દેશી સ્વરાજ્ય

(D) એકપણ નહીં

જવાબ : (B) પૂર્ણ સ્વરાજ્ય


(12) ……………નાં આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.

(A) સવિનય કાનૂનભંગ

(B) અસહકાર

(C) બંગભંગ

(D) એકપણ નહીં

જવાબ : (A) સવિનય કાનૂનભંગ


(13) સુભાષચંદ્ર બોઝે................રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો.

(A) સિંગાપુર

(B) ટોકિયો

(C) બર્લિન

(D) એકપણ નહીં

જવાબ : (C) બર્લિન


(14) સુભાષચંદ્ર બોઝ અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે.................અને..............નામ આપ્યાં.

(A) શહીદ, સ્વરાજ્ય

(B) આઝાદી, શહિદ

(C) સ્વરાજ્ય, વતન

(D) એકપણ નહીં

જવાબ : (A) શહીદ, સ્વરાજ્ય


(15) …………………ની યોજના અનુસાર બ્રિટિશ પાર્લમેન્ટે હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો.

(A) વાઇસરોય વેવેલ

(B) વાઇસરોય માઉન્ટ બેટન

(C) સરદાર વલ્લભભાઈ પટેલ

(D) એકપણ નહીં

જવાબ : (B) વાઇસરોય માઉન્ટ બેટન


(16) ……………….સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા.

(A) અબ્દુલ ગફાર ખાન

(B) મૌલાના અબ્દુલકમાલ આઝાદ

(C) ચક્રવર્તી સી. રાજગોપાલાચારી

(D) એકપણ નહીં

જવાબ : (C) ચક્રવર્તી સી. રાજગોપાલાચારી


(17) સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?

(A) 5

(B) 6

(C) 7

(D) 8

જવાબ : (C) 7


(18) ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું?

(A) સાંસ્થાનિક સ્વરાજ્ય

(B) સાંપ્રદાયિકતા

(C) પૂર્ણ સ્વરાજ્ય

(D) સરમુખત્યારશાહી

જવાબ : (A) સાંસ્થાનિક સ્વરાજ્ય


(19) સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું?

(A) પંડિત જવાહરલાલનું

(B) લાલા લજપતરાયનું

(C) ગોવિંદવલ્લભ પંતનું

(D) મોતીલાલ નેહરુનું

જવાબ : (B) લાલા લજપતરાયનું


(20) મૉન્ટ-ફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલાં વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી?

(A) 20 વર્ષે

(B) 10 વર્ષે

(C) 7 વર્ષે

(D) 5 વર્ષે

જવાબ : (B) 10 વર્ષે


(21) દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?

(A) 12 એપ્રિલ, 1930

(B) 12 માર્ચ, 1931

(C) 12 માર્ચ, 1930

(D) 12 માર્ચ, 1929

જવાબ : (C) 12 માર્ચ, 1930


(22) સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરીના દિવસને કઈ રીતે અમર બનાવ્યો છે?

(A) પ્રજાસત્તાકદિન તરીકે

(B) સ્વાતંત્ર્યદિન તરીકે

(C) સ્વરાજ્યદિન તરીકે

(D) શહીદદિન તરીકે

જવાબ : (A) પ્રજાસત્તાકદિન તરીકે


(23) ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી?

(A) પાલડીના કોચરબ આશ્રમથી

(B) વર્ધાના પવનાર આશ્રમથી

(C) સાબરમતીના સંન્યાસ આશ્રમથી

(D) સાબરમતીના હરિજન આશ્રમથી

જવાબ : (D) સાબરમતીના હરિજન આશ્રમથી


(24) “કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.” આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી.

(A) સુભાષચંદ્ર બોઝે

(B) ગાંધીજીએ

(C) પંડિત જવાહરલાલ નેહરુએ

(D) વિનોબા ભાવેએ

જવાબ : (B) ગાંધીજીએ


(25) ‘‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું.” આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું?

(A) સાબરમતીના હરિજન આશ્રમે

(B) પાલડીના કોચરબ આશ્રમે

(C) દાંડીના દરિયાકિનારે

(D) વર્ધાના પવનાર આશ્રમે

જવાબ : (C) દાંડીના દરિયાકિનારે


(26) કઈ વ્યક્તિ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવે છે?

(A) મહાદેવભાઈ દેસાઈ

(B) સરદાર વલ્લભભાઈ

(C) મૌલાના આઝાદ

(D) સુભાષચંદ્ર બોઝ

જવાબ : (A) મહાદેવભાઈ દેસાઈ


(27) ‘કરેંગે યા મરેંગે.’’ ગાંધીજીએ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું?

(A) દાંડીયાત્રા વખતે

(B) સવિનય કાનૂનભંગની ચળવળ વખતે

(C) ‘હિંદ છોડો’ ચળવળ વખતે

(D) અસહકારની ચળવળ વખતે

જવાબ : (C) ‘હિંદ છોડો’ ચળવળ વખતે


(28) ‘સરહદના ગાંધી' કોણ કહેવાયા?

(A) મૌલાના આઝાદ

(B) અબ્બાસ તૈયબજી

(C) મહાદેવભાઈ દેસાઈ

(D) અબ્દુલ ગફાર ખાન

જવાબ : (D) અબ્દુલ ગફાર ખાન


(29) ‘નેતાજી’ નું હુલામણું નામ કોને મળ્યું હતું?

(A) સુભાષચંદ્ર બોઝને

(B) વલ્લભભાઈ પટેલને

(C) રાસબિહારી બોઝને

(D) જવાહરલાલ નેહરુને

જવાબ : (A) સુભાષચંદ્ર બોઝને


(30) હિંદુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા?

(A) મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ

(B) વેલેસ્લી

(C) માઉન્ટ બેટન

(D) ડેલહાઉસી

જવાબ : (C) માઉન્ટ બેટન


(31) સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા?

(A) ગોવિંદવલ્લભ પંત

(B) ચક્રવર્તી સી. રાજગોપાલાચારી

(C) સરદાર વલ્લભભાઈ પટેલ

(D) પંડિત જવાહરલાલ નેહરુ

જવાબ : (B) ચક્રવર્તી સી. રાજગોપાલાચારી


(32) ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી?

(A) સ્કોનિકલેની

(B) સ્કોટનની

(C) જનરલ ડાયરની

(D) સાંડર્સની

જવાબ : (D) સાંડર્સની


(33) 'નેહરુ અહેવાલ’માં ભારતને કયા પ્રકારનું સ્વરાજ્ય આપવાની માગણી કરવામાં આવી હતી.

(A) સાંસ્થાનિક સ્વરાજ્ય

(B) મર્યાદિત સ્વરાજ્ય

(C) પૂર્ણ સ્વરાજ્ય

(D) ફોરવર્ડ સ્વરાજ્ય

જવાબ : (A) સાંસ્થાનિક સ્વરાજ્ય


(34) ઈ. સ. 1930માં કૉંગ્રેસે અંગ્રેજ સરકાર સમક્ષ કયા સ્વરાજ્યની માગણી કરી?

(A) સાંસ્થાનિક સ્વરાજ્ય

(B) પૂર્ણ સ્વરાજ્ય

(C) દ્વિમુખી સ્વરાજ્ય

(D) સમવાયી સ્વરાજ્ય

જવાબ : (B) પૂર્ણ સ્વરાજ્ય


(35) આપણે દર વર્ષે કયા દિવસને ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઊજવીએ છીએ?

(A) 2 ઑક્ટોબરના દિવસને

(B) 30 જાન્યુઆરીના દિવસને

(C) 15 ઑગસ્ટના દિવસને

(D) 26 જાન્યુઆરીના દિવસને

જવાબ : (D) 26 જાન્યુઆરીના દિવસને


(36) ગાંધીજીએ દાંડીયાત્રા શા માટે શરૂ કરી?

(A) મીઠાના કાયદાનો ભંગ કરવા માટે

(B) વિદેશી માલનો બહિષ્કાર કરવા માટે

(C) ભારતને પૂર્ણ સ્વરાજ્ય અપાવવા માટે

(D) દેશના નેતાઓની ધરપકડનો વિરોધ કરવા માટે

જવાબ : (A) મીઠાના કાયદાનો ભંગ કરવા માટે


(37) ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે થઇ?

(A) 15 ઑગસ્ટ, 1921ના રોજ

(B) 8 ઑગસ્ટ, 1942ના રોજ

(C) 30 જાન્યુઆરી, 1932ના રોજ

(D) 26 જાન્યુઆરી, 1930ના રોજ

જવાબ : (D) 26 જાન્યુઆરી, 1930ના રોજ


(38) આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?

(A) 15 ઑગસ્ટ, 1947ના રોજ

(B) 15 ઑગસ્ટ, 1950ના રોજ

(C) 30 જાન્યુઆરી, 1950ના રોજ

(D) 26 જાન્યુઆરી, 1950ના રોજ

જવાબ : (D) 26 જાન્યુઆરી, 1950ના રોજ


(39) ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી?

(A) ત્રીજી

(B) પહેલી

(C) ચોથી

(D) બીજી

જવાબ : (D) બીજી


(40) મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ 'હિંદ છોડો' ને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો?

(A) 12 માર્ચ, 1940ના દિવસે

(B) 18 જુલાઈ, 1942ના દિવસે

(C) 7 ઑગસ્ટ, 1942ની રાત્રે

(D) 8 ઑગસ્ટ, 1942ની રાત્રે

જવાબ : (D) 8 ઑગસ્ટ, 1942ની રાત્રે


(41) કૉંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય શાથી લીધો?

(A) વ્યક્તિગત સત્યાગ્રહી વિનોબા ભાવે બીમાર પડ્યા.

(B) દ્વિતીય વિશ્વયુદ્ધના સંજોગો બદલાઈ ગયા હતા.

(C) સત્યાગ્રહીઓની સંખ્યા ખૂટી ગઈ હતી.

(D) આ સત્યાગ્રહ દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ વધી ગઈ હતી.

જવાબ : (B) દ્વિતીય વિશ્વયુદ્ધના સંજોગો બદલાઈ ગયા હતા.


(42) સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો?

(A) સ્વરાજ્ય પક્ષ

(B) યંગ ઇન્ડિયા

(C) ફૉરવર્ડ બ્લૉક

(D) ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા

જવાબ : (C) ફૉરવર્ડ બ્લૉક


(43) સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું?

(A) આઝાદ હિંદ

(B) જયહિંદ

(C) કૈસરે હિંદ

(D) ભારતમાતા

જવાબ : (B) જયહિંદ


(44) સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે કયા નામ આપ્યાં.

(A) શહીદ અને સ્વદેશ

(B) શહીદ અને સ્વરાજ્ય

(C) સ્વદેશ અને સ્વરાજ્ય

(D) શહીદ અને દેવભૂમિ

જવાબ : (B) શહીદ અને સ્વરાજ્ય


(45) હિંદના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી?

(A) વાઇસરૉય માઉન્ટ બેટને

(B) વાઇસરૉય લિટને

(C) વાઇસરૉય વેવલે

(D) વાઇસરૉય એટલીએ

જવાબ : (A) વાઇસરૉય માઉન્ટ બેટને


(46) ‘હિંદ સ્વાતંત્ર્યધારો' કોણે પસાર કર્યો?

(A) ભારતીય સંસદે

(B) કામચલાઉ સરકાર

(C) બ્રિટિશ પાર્લમેન્ટે

(D) બંધારણસભાએ

જવાબ : (C) બ્રિટિશ પાર્લમેન્ટે


(47) ભારતના દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કરી કોણે રાજકીય એકતા સિદ્ધ કરી?

(A) સરદાર વલ્લભભાઈ પટેલે

(B) ડૉ. રાજેન્દ્રપ્રસાદ

(C) ગાંધીજીએ

(D) પંડિત જવાહરલાલ નેહરુએ

જવાબ : (A) સરદાર વલ્લભભાઈ પટેલે


(48) પ્રો. અગ્રવાલ કયા રિપોર્ટને વર્તમાન ભારતીય બંધારણની ‘બ્લુ પ્રિન્ટ' કહે છે.

(A) ગાંધી રિપૉર્ટને

(B) સરદાર રિપૉર્ટને

(C) નેહરુ રિપૉર્ટને

(D) ટિળક રિપૉર્ટને

જવાબ : (C) નેહરુ રિપૉર્ટને


(49) ‘‘આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.'' એમ કોણે કહ્યું હતું?

(A) સુભાષચંદ્ર બોઝે

(B) જવાહરલાલ નેહરુએ

(C) ગાંધીજીએ

(D) મોતીલાલ નેહરુએ

જવાબ : (C) ગાંધીજીએ


(50) 'ચલો દિલ્લી'નું સૂત્ર કોણે આપ્યું હતું?

(A) રણજીતસિહે

(B) ટીપુ સુલતાને

(C) ગાંધીજીએ

(D) સુભાષચંદ્ર બોઝે

જવાબ : (D) સુભાષચંદ્ર બોઝે


(51) અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે?

(A) કૅબિનેટ મિશન યોજના

(B) ક્રિપ્સ મિશન યોજના

(C) માઉન્ટ બેટન યોજના

(D) ગાંધી-ઇરવિન યોજના

જવાબ : (C) માઉન્ટ બેટન યોજના


(52) બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ ક્યા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?

ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 5 MCQ


(A) ચૌરીચૌરાનો બનાવ

(B) મીઠાના કાયદાનો ભંગ

(C) બંગાળના ભાગલા

(D) ચલો દિલ્લી

જવાબ : (B) મીઠાના કાયદાનો ભંગ


(53) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) ગાંધીજી અને વાઇસરૉય ઇરવિન વચ્ચે ગાંધી-ઇરવિન સમજૂતી થઈ.

(B) સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી.

(C) ગાંધીજીએ અમદાવાદના સાબરમતી રિજન આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી.

(D) હિંદી રાષ્ટ્રીય મહાસભાએ સ્વતંત્રતાના શપથ લઈને પ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ઊજવ્યો.

(A) B, D, C, A

(B) A, B, C, D

(C) B, C, A, B

(D) B, D, A, C

જવાબ : (A) B, D, C, A


(54) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં મળી.

(B) સુભાષચંદ્ર બોઝ બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા.

(C) મુંબઈમાં મળેલી કૉંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ ‘હિંદ છોડો’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

(D) કૉંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય કર્યો.

(A) A, B, C, D

(B) A, D, C, B

(C) C, D, A, B

(D) A, D, B, C

જવાબ : (B) A, D, C, B


(55) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) મુંબઈમાં નૌકાવિગ્રહ થયો.

(B) વાઇસરૉય માઉન્ટ બેટને અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજના રજૂ કરી.

(C) સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી.

(D) સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા.

(A) A, B, C, D

(B) B, C, A, D

(C) D, C, A, B

(D) D, C, B, A

જવાબ : (C) D, C, A, B