ધોરણ : 9
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 4. ભારતની રાષ્ટ્રીય ચળવળો
MCQ : 45
(1) બ્રિટિશ શાસન સમયે………………. સૌથી મોટો પ્રાંત હતો.
(A) પંજાબ
(B) બંગાળ
(C) મુંબઈ
(D) એકપણ નહીં
જવાબ : (B) બંગાળ
(2) ………………..આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો.
(A) સ્વદેશી
(B) બંગભંગ
(C) અસહકારના
(D) એકપણ નહીં
જવાબ : (A) સ્વદેશી
(3) ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત………………કરી.
(A) ખુદીરામ બોઝે
(B) ચંદ્રશેખર આઝાદે
(C) વાસુદેવ બળવંત ફડકેએ
(D) એકપણ નહીં
જવાબ : (C) વાસુદેવ બળવંત ફડકેએ
(4) શ્રી અરવિંદ ઘોષે....................નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી.
(A) ભવાની મંદિર
(B) રાધા-કૃષ્ણ મંદિર
(C) રામજી મંદિર
(D) એકપણ નહીં
જવાબ : (A) ભવાની મંદિર
(5) જલિયાંવાલા બાગ.............શહેરમાં આવેલો છે.
(A) આગરા
(B) અમૃતસર
(C) શ્રીનગર
(D) એકપણ નહીં
જવાબ : (B) અમૃતસર
(6) ગાંધીજીએ....................ને ‘કાળો કાયદો' કહ્યો હતો.
(A) રોલેટ ઍક્ટ
(B) હંટર ઍક્ટ
(C) ડાયર ઍક્ટ
(D) એકપણ નહીં
જવાબ : (A) રોલેટ ઍક્ટ
(7) ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ.................અને..................હતા.
(A) મૌલાના મોહમ્મદઅલી, રહિમતુલ્લા
(B) મૌલાના સૌકતઅલી, મૌલાના સલીમઅલી
(C) મૌલાના સૌકતઅલી, મૌલાના મોહમ્મદઅલી
(D) એકપણ નહીં
જવાબ : (C) મૌલાના સૌકતઅલી, મૌલાના મોહમ્મદઅલી
(8) અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ..................પક્ષની રચના કરી.
(A) સ્વરાજ્ય
(B) ફૉરવર્ડ બ્લૉક
(C) સત્યાગ્રહ
(D) એકપણ નહીં
જવાબ : (A) સ્વરાજ્ય
(9) ………………ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા.
(A) માઉન્ટ બેટન
(B) હંટર
(C) રૉલેટ
(D) એકપણ નહીં
જવાબ : (C) રૉલેટ
(10) જૂન, 1925માં…………નું અવસાન થતાં ‘સ્વરાજ્ય પક્ષ' નબળો પડ્યો.
(A) મોતીલાલ નેહરુ
(B) ગોપાલકૃષ્ણ ગોખલે
(C) ચિત્તરંજનદાસ મુનશી
(D) એકપણ નહીં
જવાબ : (C) ચિત્તરંજનદાસ મુનશી
(11) વાઈસરૉય.................એ બંગાળના બે ભાગલા પાડ્યા.
(A) વેલેસ્લીએ
(B) કર્ઝને
(C) લિનલિથગોએ
(D) એકપણ નહીં
જવાબ : (B) કર્ઝને
(12) કેટલાક લેખકો વાઇસરૉય...................ને ‘મુસ્લિમ કોમવાદના પિતા' કહે છે.
(A) લૉર્ડ મિન્ટો
(B) લૉર્ડ મૉન્ટેગ્યુ
(C) લૉર્ડ ચેમ્સફર્ડ
(D) એકપણ નહીં
જવાબ : (A) લૉર્ડ મિન્ટો
(13) જલિયાંવાલા બાગના હત્યાકાંડનો કરનાર................હતો.
(A) જનરલ ડાયેના
(B) જનરલ નીલ
(C) જનરલ ઓડોનીલ ડાયર
(D) એકપણ નહીં
જવાબ : (C) જનરલ ઓડોનીલ ડાયર
(14) ……………….બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું.
(A) અલીપુર
(B) ચૌરીચૌરા
(C) હાવડા
(D) એકપણ નહીં
જવાબ : (B) ચૌરીચૌરા
(15) …………….આંદોલનની અસરને લીધે દેશમાં અંગ્રેજીના સ્થાને હિંદી ભાષાને મહત્ત્વ મળ્યું.
(A) અસહકારના
(B) બંગભંગના
(C) મીઠાના સત્યાગ્રહના
(D) એકપણ નહીં
જવાબ : (A) અસહકારના
(16) બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો?
(A) રાષ્ટ્રીય શોકદિન
(B) બંગભંગદિન
(C) સ્વાતંત્ર્યદિન
(D) આપેલ પૈકી એકપણ નહિ
જવાબ : (A) રાષ્ટ્રીય શોકદિન
(17) કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના જનક' કહે છે?
(A) મહંમદઅલી ઝીણાને
(B) રહિમતુલ્લાને
(C) સર સૈયદ અહમદને
(D) લૉર્ડ મિન્ટોને
જવાબ : (D) લૉર્ડ મિન્ટોને
(18) ‘પાકિસ્તાનના સાચા સર્જક મહંમદઅલી ઝીણા કે રહિમતુલ્લા નહિ; પરંતુ………………...જ હતા.
(A) લૉર્ડ મૉન્ટેગ્યુ
(B) લૉર્ડ રિપન
(C) લૉર્ડ કર્ઝન
(D) લૉર્ડ મિન્ટો
જવાબ : (D) લૉર્ડ મિન્ટો
(19) ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી?
(A) વીર સાવરકરે
(B) વાસુદેવ બળવંત ફડકેએ
(C) ચંદ્રશેખર આઝાદે
(D) ભગતસિંહે
જવાબ : (B) વાસુદેવ બળવંત ફડકેએ
(20) ‘‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ ઝંપીશ.’’ આ વિધાન કોણે કહ્યું હતું?
(A) બાળગંગાધર ટિળકે
(B) ગોપાલકૃષ્ણ ગોખલેએ
(C) લાલા લજપતરાયે
(D) લાલા હરદયાળે
જવાબ : (A) બાળગંગાધર ટિળકે
(21) ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી?
(A) બારીન્દ્રનાથ ઘોષે
(B) છોટુભાઈ પુરાણીએ
(C) અંબુભાઈ પુરાણીએ
(D) અરવિંદ ઘોષે
જવાબ : (D) અરવિંદ ઘોષે
(22) પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો?
(A) શ્યામજી કૃષ્ણ વર્માએ
(B) રાણા સરદારસિંહે
(C) મૅડમ ભિખાઈજી કામાએ
(D) મદનલાલ ધીંગરાએ
જવાબ : (C) મૅડમ ભિખાઈજી કામાએ
(23) ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?
(A) લોકમાન્ય ટિળક
(B) લાલા લજપતરાય
(C) ગોપાલકૃષ્ણ ગોખલે
(D) મોતીલાલ નેહરુ
જવાબ : (C) ગોપાલકૃષ્ણ ગોખલે
(24) કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નષ્ટ થયું?
(A) ધારા 144થી
(B) રોલેટ ઍક્ટથી
(C) ચાર્ટર ઍક્ટથી
(D) બ્રિટિશ ઍક્ટથી
જવાબ : (B) રોલેટ ઍક્ટથી
(25) અસહકારના આંદોલનની શરૂઆતમાં કોણે પોતાની ‘કૈસરે હિંદ'ની ઉપાધિનો ત્યાગ કર્યો?
(A) મહાત્મા ગાંધીએ
(B) રવીન્દ્રનાથ ટાગોરે
(C) ગોપાલકૃષ્ણ ગોખલેએ
(D) શ્રીમદ્ રાજચંદ્રે
જવાબ : (A) મહાત્મા ગાંધીએ
(26) કોને ઉત્તેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા?
(A) સ્વદેશી ચળવળને
(B) બહિષ્કાર આંદોલનને
(C) પ્રાંતવાદને
(D) કોમવાદને
જવાબ : (D) કોમવાદને
(27) કયા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા?
(A) કર્ઝને
(B) લિનલિથગોએ
(C) લિટને
(D) રિપને
જવાબ : (A) કર્ઝને
(28) સ્વદેશીને ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું?
(A) રાષ્ટ્રીય શિક્ષણનું
(B) વિદેશી માલના બહિષ્કારનું
(C) ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું
(D) અસહકારનું
જવાબ : (B) વિદેશી માલના બહિષ્કારનું
(29) શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું?
(A) ભવાની મંદિર
(B) શારદા મંદિર
(C) રાધાકૃષ્ણ મંદિર
(D) મહાકાલી મંદિર
જવાબ : (A) ભવાની મંદિર
(30) અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી?
(A) ખુદીરામ બોઝે
(B) ભગતસિંહે
(C) પ્રફુલ્લ ચાકીએ
(D) મદનલાલ ધીંગરાએ
જવાબ : (D) મદનલાલ ધીંગરાએ
(31) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?
(A) બંગાળના ભાગલા
(B) ચોરીચૌરાનો બનાવ
(C) જલિયાંવાલા બાગ હત્યાકાંડ
(D) 1857નો મેરઠ બનાવ
જવાબ : (C) જલિયાંવાલા બાગ હત્યાકાંડ
(32) પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી?
(A) રાજા મહેન્દ્રપ્રતાપે
(B) મદનલાલ ધીંગરાએ
(C) લાલા હરદયાળે
(D) રાણા સરદારસિંહ
જવાબ : (A) રાજા મહેન્દ્રપ્રતાપે
(33) રશિયાના ક્યા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપ્યું હતું?
(A) લેનિને
(B) નિઝિને
(C) સ્ટેલિને
(D) ટ્રોટસ્કીએ
જવાબ : (D) ટ્રોટસ્કીએ
(34) જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?
(A) શ્રીનગરમાં
(B) દિલ્લીમાં
(C) અમૃતસરમાં
(D) બેંગલૂરુમાં
જવાબ : (C) અમૃતસરમાં
(35) જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?
(A) જનરલ ડાયરે
(B) જનરલ નીલે
(C) જનરલ ડાયેનાએ
(D) જનરલ હોકિન્સે
જવાબ : (A) જનરલ ડાયરે
(36) વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કયા એક ક્રાંતિકારી નહોતા?
(A) મદનલાલ ધીંગરા
(B) લાલા હરદયાળ
(C) લાલા લજપતરાય
(D) ચંપક રમણ પિલ્લાઈ
જવાબ : (C) લાલા લજપતરાય
(37) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?
(A) શ્રી અરવિંદ ઘોષ
(B) શ્રીમદ્ રાજચંદ્ર
(C) શ્રી બારીન્દ્રકુમાર ઘોષ
(D) લાલા લજપતરાય
જવાબ : (B) શ્રીમદ્ રાજચંદ્ર
(38) કયો નવો પક્ષ સ્થપાતાં સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ?
(A) ‘નૅશનલ પાર્ટી'
(B) ‘ઇન્ડિયન નૅશનલ પાર્ટી'
(C) ‘ગદર પાર્ટી'
(D) ‘ફ્રીડમ પાર્ટી'
જવાબ : (A) ‘નૅશનલ પાર્ટી'
(39) કઈ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગ્રત કરવામાં પ્રેરકબળ પૂરું પાડ્યું?
(A) સોમામારું અને તોશામારુ
(B) સુલામારું અને કામાગાટામારુ
(C) કામાગાટામારું અને તોશામારુ
(D) સોલામારું અને કામાગાટામારું
જવાબ : (C) કામાગાટામારું અને તોશામારુ
(40) સ્વરાજ્ય પક્ષનો હેતુ શો હતો?
(A) ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારને સહકાર આપવો.
(B) ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવો.
(C) ધારાસભાઓમાં પ્રવેશી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી.
(D) હિંદુ-મુસ્લિમ એકતા સાધવી.
જવાબ : (B) ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવો.
(41) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.
(A) મુસ્લિમ લીગની સ્થાપના થઈ.
(B) સુરતના કૉંગ્રેસના અધિવેશનમાં કૉંગ્રેસના ‘જહાલ' અને 'મવાળ’ એમ બે ભાગલા પડ્યા.
(C) સમગ્ર બંગાળ પ્રાંતમાં ‘રાષ્ટ્રીય શોકદિન' તરીકે મનાવવામાં આવ્યો.
(D) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા.
(A) C, A, B, D
(B) A, B, C, D
(C) A, B, D, C
(D) A, C, B, D
જવાબ : (A) C, A, B, D
(42) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.
(A) ગાંધીજીએ રૉલેટ ઍક્ટને ‘કાળો કાયદો' કહ્યો.
(B) અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરૉય મિન્ટો પર બૉમ્બ ફેંકવામાં આવ્યો.
(C) અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ સર્જાયો.
(D) અમેરિકાના કૅલિફૉર્નિયામાં ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ ની સંસ્થા સ્થપાઈ.
(A) A, B, C, D
(B) D, B, A, C
(C) C, D, A, B
(D) D, B, C, A
જવાબ : (B) D, B, A, C
(43) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.
(A) સ્વરાજ્ય પક્ષે ધારાસભાઓની ચૂંટણીમાં ઝુકાવ્યું.
(B) અસહકારના આંદોલનને નાગપુર કૉંગ્રેસ અધિવેશનમાં બહાલી મળી.
(C) ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા ગામમાં ઉશ્કેરાયેલ ટોળાએ 21 પોલીસોને મોતને ઘાટ ઊતાર્યાં.
(D) ડ્યૂક ઑફ કૈનાટ ભારત આવ્યા ત્યારે તેમની બહિષ્કાર કરાયો.
(A) A, B, C, D
(B) B, A, D, C
(C) B, D, C, A
(D) B, D, A, C
જવાબ : (C) B, D, C, A
(44) બ્રિટિશ શાસન સમયે………………. સૌથી મોટો પ્રાંત હતો.
(A) પંજાબ
(B) બંગાળ
(C) મુંબઈ
(D) એકપણ નહીં
જવાબ : (B) બંગાળ
(45) ………………..આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો.
(A) સ્વદેશી
(B) બંગભંગ
(C) અસહકારના
(D) એકપણ નહીં
જવાબ : (A) સ્વદેશી

