ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ

ધોરણ : 9

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 3. નૂતન વિશ્વ તરફ પ્રયાણ

MCQ : 45


(1) ફાસિસ્ટ પક્ષનું પ્રતીક……………હતું.

(A) લાલ રંગની પટ્ટી

(B) લાકડાની ભારી અને કુહાડી

(C) સ્વસ્તિકનું ચિહ્ન

(D) એકપણ નહીં

જવાબ : (B) લાકડાની ભારી અને કુહાડી


(2) નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને………………નો સમન્વય હતો.

(A) સામ્રાજ્યવાદ

(B) સમાજવાદ

(C) ફાસીવાદ

(D) એકપણ નહીં

જવાબ : (A) સામ્રાજ્યવાદ


(3) પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી.................ની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં.

(A) બૉલ્શેવિક

(B) ફ્રેન્કફર્ટ

(C) વર્સેલ્સ

(D) એકપણ નહીં

જવાબ : (C) વર્સેલ્સ


(4) દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન………………….એ જાપાનનાં હિરોશીમાં અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા.

(A) અમેરિકાએ

(B) બ્રિટને

(C) રશિયાએ

(D) એકપણ નહીં

જવાબ : (A) અમેરિકાએ


(5) ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી....................ધરીની રચના કરી.

(A) રોમ-લંડન-ટોકિયો

(B) મૉસ્કો-બર્લિન-ટોકિયો

(C) રોમ-બર્લિન-ટોકિયો

(D) એકપણ નહીં

જવાબ : (C) રોમ-બર્લિન-ટોકિયો


(6) …………………ના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ.

(A) માઓ-ત્સે-તુંગ

(B) માઓ-ત્સે-ચુંગ

(C) માઓ-ત્સે-શૃંગ

(D) એકપણ નહીં

જવાબ : (A) માઓ-ત્સે-તુંગ


(7) સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યૂ.એસ.એ.ના…………………શહેર ખાતે આવેલું છે.

(A) ન્યૂ યૉર્ક

(B) વૉશિંગ્ટન

(C) સૅન ફ્રન્સિસ્કો

(D) એકપણ નહીં

જવાબ : (A) ન્યૂ યૉર્ક


(8) ………………….નો દિવસ યુ.એન. ડે (United Nations Day) તરીકે વિશ્વભરમાં ઊજવાય છે.

(A) 10 નવેમ્બર

(B) 5 જૂન

(C) 24 ઑક્ટોબર

(D) એકપણ નહીં

જવાબ : (C) 24 ઑક્ટોબર


(9) જર્મન પ્રજા હિટલરને………………માનતી હતી.

(A) હ્યુહ૨૨

(B) ફ્યુહરર

(C) મેન્ગોર

(D) એકપણ નહીં

જવાબ : (B) ફ્યુહરર


(10) નાઝી પક્ષના સૈનિકો……………….રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા.

(A) લાલ

(B) કાળા

(C) ભૂરા

(D) લીલા

જવાબ : (C) ભૂરા


(11) જાપાનની.................પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહિ.

(A) સમાજવાદી

(B) સામ્રાજ્યવાદી

(C) લોકશાહી

(D) એકપણ નહીં

જવાબ : (B) સામ્રાજ્યવાદી


(12) જર્મનીના સરમુખત્યાર....................વર્સેલ્સની સંધિને ‘કાગળનું ચીંથરું’ કહીને ફગાવી દેવાની હાકલ કરી.

(A) ઍડોલ્ફ હિટલરે

(B) મુસોલિનીએ

(C) લેનિને

(D) એકપણ નહીં

જવાબ : (A) ઍડોલ્ફ હિટલરે


(13) હિટલરની..................નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી.

(A) ઝારવાદી

(B) સમાજવાદી

(C) સામ્રાજ્યવાદી

(D) એકપણ નહીં

જવાબ : (C) સામ્રાજ્યવાદી


(14) દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ..................અને................એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું.

(A) અમેરિકા, બ્રિટન

(B) અમેરિકા, રશિયા

(C) રશિયા, જાપાન

(D) એકપણ નહીં

જવાબ : (B) અમેરિકા, રશિયા


(15) …………………. સંયુક્ત રાષ્ટ્રો(UN)નું સૌથી મોટું અંગ છે.

(A) સામાન્ય સભા

(B) સચિવાલય

(C) સલામતી સમિતિ

(D) એકપણ નહીં

જવાબ : (A) સામાન્ય સભા


(16) ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી?

(A) હિટલરે

(B) બિસ્માર્કે

(C) મુસોલિનીએ

(D) લેનિને

જવાબ : (C) મુસોલિનીએ


(17) ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું?

(A) હળ અને દાતરડું

(B) લાકડાંની ભારી અને કુહાડી

(C) દાતરડું અને કુહાડી

(D) દાતરડું અને હથોડો

જવાબ : (B) લાકડાંની ભારી અને કુહાડી


(18) મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો?

(A) ‘એક પક્ષ અને એક નેતા'

(B) ‘બે પક્ષ અને બે નેતા'

(C) ‘એક પક્ષ અને દસ નેતા'

(D) ‘અનેક પક્ષ અને અનેક નેતા'

જવાબ : (A) ‘એક પક્ષ અને એક નેતા'


(19) જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો?

(A) હિટલર

(B) મુસોલિની

(C) લેનિન

(D) આપેલ પૈકી એકપણ નહિ

જવાબ : (A) હિટલર


(20) જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી?

(A) ફૅક્ટોટમ

(B) ફ્યુહરર

(C) ફૅક્શસ

(D) ફેક્યુહર

જવાબ : (B) ફ્યુહરર


(21) નીચેનામાંથી સાચું વિધાન શોધો.

(A) જર્મનીમાં ફાસીવાદનો ઉદય થયો હતો.

(B) મુસોલિની જર્મનીનો લીડર હતો.

(C) નાઝી પક્ષનું પ્રતીક ‘લાકડાંની ભારી અને કુહાડી' હતું.

(D) મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી.

જવાબ : (D) મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી.


(22) જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબૉમ્બ ફેંક્યા?

(A) ફ્રાન્સે

(B) ઈંગ્લૅન્ડે

(C) જર્મનીએ

(D) અમેરિકાએ

જવાબ : (D) અમેરિકાએ


(23) સંયુક્ત રાષ્ટ્રો (UN) નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે?

(A) જિનીવામાં

(B) વિયેનામાં

(C) ન્યૂ યૉર્કમાં

(D) પેરિસમાં

જવાબ : (C) ન્યૂ યૉર્કમાં


(24) વિશ્વભરમાં દર વર્ષે ક્યા દિવસને ‘યુ.એન. દિવસ' તરીકે ઊજવવામાં આવે છે?

(A) 15 જાન્યુઆરીના દિવસને

(B) 20 ડિસેમ્બરના દિવસને

(C) 24 ઑક્ટોબરના દિવસને

(D) 25 ઑક્ટોબરના દિવસને

જવાબ : (C) 24 ઑક્ટોબરના દિવસને


(25) આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે?

(A) ફ્રાન્સના પૅરિસ શહેરમાં

(B) જર્મનીના બર્લિન શહેરમાં

(C) નેધરલૅન્ડ્ઝના હેગ શહેરમાં

(D) હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં

જવાબ : (C) નેધરલૅન્ડ્ઝના હેગ શહેરમાં


(26) નીચેનામાંથી કયા રાષ્ટ્રે 'વીટો' (Veto) – નિષેધાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે?

(A) ચીને

(B) બ્રિટને

(C) રશિયાએ

(D) યૂ.એસ.એ. એ

જવાબ : (C) રશિયાએ


(27) વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે?

(A) WHO

(B) IMF

(C) FAO

(D) ILO

જવાબ : (A) WHO


(28) જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, તે ‘વૉલ સ્ટ્રીટ' સંકટ ક્યારે આવ્યું હતું.

(A) 14 સપ્ટેમ્બર, 1929ના દિવસે

(B) 24 ઑક્ટોબર, 1929ના દિવસે

(C) 1 સપ્ટેમ્બર, 1939ના દિવસે

(D) 12 માર્ચ, 1938ના દિવસે

જવાબ : (B) 24 ઑક્ટોબર, 1929ના દિવસે


(29) નાઝી પક્ષનો સૈનિક ખભા પર લાલ રંગનું કયું ચિહન ધારણ કરતો?

(A) સ્વસ્તિકનું

(B) સૂર્યનું

(C) ખોપરીનું

(D) મશાલનું

જવાબ : (A) સ્વસ્તિકનું


(30) વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણે કર્યું?

(A) લેનિને

(B) મુસોલિનીએ

(C) બિસ્માર્કે

(D) હિટલરે

જવાબ : (D) હિટલરે


(31) કોની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદારી હતી?

(A) હિટલરની

(B) મુસોલિનીની

(C) બિસ્માર્કની

(D) લેનિનની

જવાબ : (A) હિટલરની


(32) સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે?

(A) સલામતી સમિતિ

(B) વાલીપણા સમિતિ

(C) સચિવાલય

(D) સામાન્ય સભા

જવાબ : (D) સામાન્ય સભા


(33) સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ ક્યું છે?

(A) સામાન્ય સભા

(B) સલામતી સમિતિ

(C) સચિવાલય

(D) વાલીપણા સમિતિ

જવાબ : (B) સલામતી સમિતિ


(34) પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીને યુરોપની મહાસત્તા કોણે બનાવી હતી?

(A) બેનિટો મુસોલિનીએ

(B) એડોલ્ફ હિટલરે

(C) બિસ્માર્કે

(D) વુડ્રો વિલ્સને

જવાબ : (B) એડોલ્ફ હિટલરે


(35) સંયુક્ત રાષ્ટ્રોની કઈ સમિતિને ઈકોસોક (Ecosoc) પણ કહે છે?

(A) આર્થિક અને સામાજિક સમિતિને

(B) આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થાને

(C) વિશ્વ-આરોગ્ય સંસ્થાને

(D) આંતરરાષ્ટ્રીય અદાલતને

જવાબ : (A) આર્થિક અને સામાજિક સમિતિને


(36) અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનનાં ક્યાં શહેરો પર અણુબૉમ્બ ફેક્યા હતા?

(A) હિરોશિમા અને ઓસાકા

(B) હિરોસાકી અને હિરોશિમા

(C) કાોશિમા અને નાગાસાકી

(D) હિરોશિમા અને નાગાસાકી

જવાબ : (D) હિરોશિમા અને નાગાસાકી


(37) બાજુમાં આપેલ પ્રતીક કઈ સંસ્થાનું છે?

ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) UNICEF

(B) UNESCO

(C) UN

(D) FAO

જવાબ : (C) UN


(38) બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે?

ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) FAO

(B) ILO

(C) UNESCO

(D) UNICEF

જવાબ : (A) FAO


(39) બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે?

ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) FAO

(B) UNESCO

(C) ILO

(D) UNICEF

જવાબ : (D) UNICEF


(40) બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનો બેઠકખંડ છે?

ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ

(A) સલામતી સમિતિ

(B) સામાન્ય સભા

(C) વિશ્વ-આરોગ્ય સંસ્થા

(D) વાલીપણા સિમિત

જવાબ : (B) સામાન્ય સભા


(41) બાજુમાં આપેલ રાષ્ટ્રધ્વજ કોનો છે?

ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ

(A) બ્રિટિશ ઍરવેઝનો

(B) ઑલિમ્પિકનો

(C) સંયુક્ત રાષ્ટ્રોનો

(D) રેડ ક્રોસનો

જવાબ : (C) સંયુક્ત રાષ્ટ્રોનો


(42) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં મંચૂકો સરકાર સ્થાપી.

(B) ઍડોલ્ફ હિટલર 'રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ’ માં જોડાયો.

(C) મુસોલિનીએ અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધાં.

(D) જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો.

(A) B, C, A, D

(B) A, B, C, D

(C) B, C, D, A

(D) A, C, D, A

જવાબ : (A) B, C, A, D


(43) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) હિટલરે લિથુઆનિયાના મેમેલ (Mamal) બંદર કબજે કર્યું.

(B) જર્મનીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું.

(C) હિટલરની જર્મન સેનાએ ઑસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો.

(D) ‘વૉલ સ્ટ્રીટ’ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી.

(A) A, B, C, D

(B) D, C, A, B

(C) B, C, D, A

(D) D, C, B, A

જવાબ : (B) D, C, A, B


(44) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) જાપાને શરણાગતિ સ્વીકારતાં દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

(B) વૉશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું.

(C) માઓ-ત્સે-તુંગે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના કરી.

(D) સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી.

(A) A, B, C, D

(B) B, C, A, D

(C) A, B, D, C

(D) A, D, C, B

જવાબ : (C) A, B, D, C


(45) ફાસિસ્ટ પક્ષનું પ્રતીક……………હતું.

(A) લાલ રંગની પટ્ટી

(B) લાકડાની ભારી અને કુહાડી

(C) સ્વસ્તિકનું ચિહ્ન

(D) એકપણ નહીં

જવાબ : (B) લાકડાની ભારી અને કુહાડી