ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ

ધોરણ : 10

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 3. ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

MCQ : 100


(1) ભારતનું પ્રાચીન.............નગર-આયોજન સમકાલીન વિશ્વના નગર-આયોજન કરતાં ચડિયાતું હતું.

(A) મધ્યકાલીન

(B) પ્રાચીન

(C) સિંધુકાલીન

(D) એકપણ નહીં

જવાબ : (C) સિંધુકાલીન


(2) સ્થાપત્યનો સરળ અર્થ.................એવો થાય છે.

(A) વાસ્તુ

(B) શિલ્પ

(C) બાંધકામ

(D) એકપણ નહીં

જવાબ : (C) બાંધકામ


(3) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે...........…..શબ્દ વપરાય છે.

(A) વાસ્તુ

(B) કિલ્લાઓ

(C) બાંધકામ

(D) એકપણ નહીં

જવાબ : (A) વાસ્તુ


(4) સ્થાપત્યકલામાં....................નું કૌશલ્ય પ્રયોજાય છે.

(A) કારીગર

(B) સ્થપતિ

(C) આયોજન

(D) એકપણ નહીં

જવાબ : (B) સ્થપતિ


(5) ભારત પ્રાચીન સમયથી ……………માં નિપુણતા ધરાવે છે.

(A) કિલ્લેબંધી

(B) બાંધકામ

(C) નગર-આયોજન

(D) એકપણ નહીં

જવાબ : (C) નગર-આયોજન


(6) મોહેં-જો-દડોનો અર્થ……………..એવો થાય છે.

(A) મરેલાંનો ટેકરો

(B) મરેલાંના અવશેષો

(C) મરેલાંનાં શરીરો

(D) એકપણ નહીં

જવાબ : (A) મરેલાંનો ટેકરો


(7) ઈ. સ. ……………….માં મોહેં-જો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર-સભ્યતાના અવશેષો મળી આવ્યા છે.

(A) 1919

(B) 1908

(C) 1922

(D) 1914

જવાબ : (C) 1922


(8) ………………નગર-આયોજનની દૃષ્ટિએ શ્રેષ્ઠ હતું.

(A) મોહેં-જો-દડો

(B) ધોળાવીરા

(C) લોથલ

(D) એકપણ નહીં

જવાબ : (A) મોહેં-જો-દડો


(9) મોહેં-જો-દડોમાં …………………નાં મકાનો બે માળવાળાં અને પાંચ કે સાત ઓરડાવાળાં હતાં.

(A) મધ્યમ વર્ગ

(B) શ્રીમંતો

(C) નીચલા વર્ગ

(D) એકપણ નહીં

જવાબ : (B) શ્રીમંતો


(10) મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની…………………..છે.

(A) ગટર યોજના

(B) સ્નાનાગાર

(C) કિલ્લેબંધી

(D) એકપણ નહીં

જવાબ : (A) ગટર યોજના


(11) મોહેં-જો-દડો જેવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના……….……ના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી.

(A) ક્રીટ

(B) સેંટ પોલ

(C) પ્રિન્સ એડવર્ડ

(D) એકપણ નહીં

જવાબ : (A) ક્રીટ


(12) મોહેં-જો-દડોના દરેક મકાનમાં એક………………..હતો.

(A) બેઠકખંડ

(B) ખાળકૂવો

(C) હીંચકો

(D) એકપણ નહીં

જવાબ : (B) ખાળકૂવો


(13) મોહેં-જો-દડોમાંથી જાહેર ઉપયોગી એવાં………………..મકાનો મળ્યાં છે.

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (A) બે


(14) ઈ. સ. …………...માં દયારામ સહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ-પ્રાચીન અવશેષોની શોધ કરી.

(A) 1932

(B) 1928

(C) 1921

(D) 1931

જવાબ : (C) 1921


(15) ઈ. સ. 1921માં…………..એ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી.

(A) ૨ખાલદાસ બેનરજીએ

(B) રવીન્દ્રસિંહ બિસ્તે

(C) દયારામ સહાનીએ

(D) એકપણ નહીં

જવાબ : (C) દયારામ સહાનીએ


(16) ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં..................ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

(A) આલમગીરપુર

(B) કાલિબંગન

(C) લોથલ

(D) એકપણ નહીં

જવાબ : (A) આલમગીરપુર


(17) રાજસ્થાનમાં………………ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

(A) લોથલ

(B) કાલિબંગન

(C) ધોળાવીરા

(D) એકપણ નહીં

જવાબ : (B) કાલિબંગન


(18) …………………નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે.

(A) દક્ષિણ ભારતની

(B) સૌરાષ્ટ્રની

(C) સપ્તસિંધુ                              

(D) એકપણ નહીં

જવાબ : (C) સપ્તસિંધુ     


(19) સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે………………ની સંસ્કૃતિ કહેવાય છે.

(A) હડપ્પા

(B) સિંધુખીણ

(C) પાષાણયુગ

(D) એકપણ નહીં

જવાબ : (B) સિંધુખીણ


(20) સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા, તેથી તેને…………… સંસ્કૃતિ કહે છે.

(A) હડપ્પીય

(B) સપ્તસિંધુ

(C) ભારતીય

(D) એકપણ નહીં

જવાબ : (A) હડપ્પીય


(21) સપ્તસિંધુના સ્થળેથી પાષાણનાં અને તાંબાનાં ઓજારો મળી આવ્યાં છે, તેથી તેને……………..યુગની સંસ્કૃતિ પણ કહે છે.

(A) તામ્ર

(B) પાષાણ

(C) તામ્ર-પાષાણ

(D) એકપણ નહીં

જવાબ : (C) તામ્ર-પાષાણ


(22) ધોળાવીરાના કિલ્લા, મહેલ અને નગરની મુખ્ય દીવાલોને……………..રંગ કરવામાં આવ્યો હતો.

(A) સફેદ

(B) લાલ

(C) ભૂખરો

(D) એકપણ નહીં

જવાબ : (A) સફેદ


(23) ……………માં પાણીના શુદ્ધીકરણની વ્યવસ્થા અદ્ભુત હતી.

(A) ધોળાવીરા

(B) લોથલ

(C) મોહેં-જો-દડો

(D) એકપણ નહીં

જવાબ : (A) ધોળાવીરા


(24) …………………માં વહાણ લાંગરવા માટે ધક્કો બાંધવામાં આવતો હતો.

(A) મોહેં-જો-દડો

(B) લોથલ

(C) ધોળાવીરા

(D) એકપણ નહીં

જવાબ : (B) લોથલ


(25) મૌર્યયુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ……………..માં આવેલ છે.

(A) ગુજરાત

(B) મહારાષ્ટ્ર

(C) મધ્યપ્રદેશ

(D) એકપણ નહીં

જવાબ : (C) મધ્યપ્રદેશ


(26) સાંચીનો અસલ સ્તૂપ………………નો બનાવેલો હતો.

(A) ઈંટો

(B) પથ્થરો

(C) આરસ

(D) એકપણ નહીં

જવાબ : (A) ઈંટો


(27) સમ્રાટ અશોકના સ્તંભલેખો………………લિપિમાં કોતરેલા છે.

(A) હિન્દી

(B) સંસ્કૃત

(C) બ્રાહ્મી

(D) એકપણ નહીં

જવાબ : (C) બ્રાહ્મી


(28) …………..સ્તંભ દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિઓ પૈકીનો એક નમૂનો ગણાય છે.

(A) નંદનગઢનો

(B) સારનાથનો

(C) સાંચીનો

(D) એકપણ નહીં

જવાબ : (B) સારનાથનો


(29) સારનાથના સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઊભેલા……………….સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અપનાવવામાં આવી છે.

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (C) ચાર


(30) ગુજરાતમાં સમ્રાટનો શિલાલેખ……………..માં ગિરનાર પર્વત તરફ જતાં તળેટીમાં આવેલ છે.

(A) પાવાગઢ

(B) જૂનાગઢ

(C) વેરાવળ

(D) એકપણ નહીં

જવાબ : (B) જૂનાગઢ


(31) નાગાર્જુન કોંડાનો અને અમરાવતીનો સ્તૂપ………………શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે.

(A) દ્રવિડ

(B) મથુરા

(C) નાગર

(D) એકપણ નહીં

જવાબ : (A) દ્રવિડ


(32) ………………..રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી.

(A) ચોલ

(B) સાતવાહન

(C) ચૌલ

(D) એકપણ નહીં

જવાબ : (C) ચૌલ


(33) ભારતવર્ષનાં ગુફા-સ્થાપત્યો મનુષ્યકૃત……………….ગણાય છે.

(A) તીર્થધામો

(B) ગિરિધામો

(C) સૌંદર્યધામો

(D) એકપણ નહીં

જવાબ : (C) સૌંદર્યધામો


(34) કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ…………….એ શોધી કાઢી હતી.

(A) કે. કા. શાસ્ત્રીએ

(B) ઉમાશંકર જોશીએ

(C) રાજેન્દ્ર શાહે

(D) એકપણ નહીં

જવાબ : (A) કે. કા. શાસ્ત્રીએ


(35) પલ્લવોની રાજધાની ……………… ખાતે બંધાયેલાં મંદિરો પ્રસિદ્ધ છે.

(A) થંજાવુર

(B) રાંચી

(C) કાંચી

(D) એકપણ નહીં

જવાબ : (C) કાંચી


(36) ………………નું મંદિર ચોલવંશની રાજધાની થંજાવુરમાં આવેલું છે.

(A) બૃહદેશ્વર

(B) લારખાન

(C) મીનાક્ષી

(D) એકપણ નહીં

જવાબ : (A) બૃહદેશ્વર


(37) લગભગ 200 ફૂટ ઊંચાઈ ધરાવતું ………………નું મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે.

(A) કૈલાસનાથ

(B) ભૂમરા

(C) બૃહદેશ્વર

(D) એકપણ નહીં

જવાબ : (C) બૃહદેશ્વર


(38) ……………..એટલે મંદિરનું પ્રવેશદ્વાર.

(A) મંડપ

(B) ગોપુરમ્

(C) વિમાન

(D) એકપણ નહીં

જવાબ : (B) ગોપુરમ્


(39) …………………માં કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે.

(A) ઓડિશા

(B) મધ્યપ્રદેશ

(C) બિહાર

(D) એકપણ નહીં

જવાબ : (A) ઓડિશા


(40) તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને…………………માળનું ‘ગોપુરમ્’ છે.

(A) પંદર

(B) બાર

(C) તેર

(D) દસ

જવાબ : (C) તેર


(41) નટરાજની……………….તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે.

(A) પાષાણપ્રતિમા

(B) કાંસ્યપ્રતિમા

(C) તામ્રપ્રતિમા

(D) એકપણ નહીં

જવાબ : (B) કાંસ્યપ્રતિમા


(42) મદુરાઈમાં આવેલા ભવ્ય…………………..ના મુખ્ય ચાર ‘ગોપુરમ્’ છે.

(A) શિવમંદિર

(B) બૃહદેશ્વર મંદિર

(C) મીનાક્ષી મંદિર

(D) એકપણ નહીં

જવાબ : (C) મીનાક્ષી મંદિર


(43) બિહારમાં આવેલ સમેત શિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામને………………….કહે છે.

(A) મધુવન

(B) શ્રેષ્ઠ વન

(C) સુંદરવન

(D) એકપણ નહીં

જવાબ : (A) મધુવન


(44) ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી…………..એ બંધાવ્યું હતું.

(A) સિદ્ધરાજ જયસિંહે

(B) ભીમદેવ પ્રથમે

(C) ભીમદેવ બીજાએ

(D) એકપણ નહીં

જવાબ : (B) ભીમદેવ પ્રથમે


(45) મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની..................વિવિધ મૂર્તિઓ છે.

(A) 12

(B) 10

(C) 16

(D) 14

જવાબ : (A) 12


(46) મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ…………………શૈલીમાં થયેલું છે.

(A) ઈરાની

(B) મુઘલ

(C) મથુરા

(D) એકપણ નહીં

જવાબ : (A) ઈરાની


(47) કુતબુદ્દીન ઐબકે……………….માં ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી.

(A) અજમેર

(B) જયપુર

(C) દિલ્લી

(D) એકપણ નહીં

જવાબ : (A) અજમેર


(48) મસ્જિદમાં..................હંમેશાં મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે.

(A) લિવાન

(B) મહેરાબ

(C) કિબલા

(D) એકપણ નહીં

જવાબ : (C) કિબલા


(49) મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને...................કહે છે.

(A) મહેરાબ

(B) લિવાન

(C) મકસુરા

(D) એકપણ નહીં

જવાબ : (B) લિવાન


(50) મસ્જિદના કિબલા (દીવાલ) ના અંતના ભાગને...................કહે છે.

(A) સહન

(B) ગલિયારા

(C) મકસુરા

(D) એકપણ નહીં

જવાબ : (C) મકસુરા


(51) મસ્જિદનું પ્રાંગણ.....................કહેવાય છે.

(A) ગલિયારા

(B) લિવાન

(C) સહન

(D) એકપણ નહીં

જવાબ : (C) સહન


(52) હિમાચલ પ્રદેશમાં....................ખાતેથી સિંધુખીણથી સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

(A) રો૫૨

(B) આલમગીરપુર

(C) કુન્તાસી

(D) એકપણ નહીં

જવાબ : (A) રો૫૨


(53) ગુજરાતના ધોળકા તાલુકામાં..................ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

(A) દેશળપુર

(B) લોથલ

(C) ધોળાવીરા

(D) એકપણ નહીં

જવાબ : (B) લોથલ


(54) ગુજરાતના કચ્છ જિલ્લાના....................ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

(A) ધોળાવીરા

(B) લોથલ

(C) રંગપુર

(D) એકપણ નહીં

જવાબ : (A) ધોળાવીરા


(55) ……………… ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.

(A) ધોળાવીરા

(B) લોથલ

(C) હડપ્પા

(D) એકપણ નહીં

જવાબ : (B) લોથલ


(56) જૂનાગઢમાં…………………….ગુફાસમૂહો આવેલા છે.

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (B) ત્રણ


(57) તળાજાના ડુંગરમાં પથ્થરો કોતરીને……………….ગુફાઓની રચના કરવામાં આવી છે.

(A) 25

(B) 30

(C) 35

(D) 40

જવાબ : (B) 30


(58) દક્ષિણ ભારતનાં રથમંદિરો……………….યુગની આગવી ઓળખ છે.

(A) પાંડય

(B) ચોલ

(C) પલ્લવ

(D) એકપણ નહીં

જવાબ : (C) પલ્લવ


(59) …………………….મધ્યયુગ દરમિયાન બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું.

(A) ખજુરાહો

(B) કાંચી

(C) તાંજોર

(D) એકપણ નહીં

જવાબ : (A) ખજુરાહો


(60) ગુજરાતમાં પંચાસરા મંદિર…………………….માં આવેલું છે.

(A) દેલવાડા

(B) પાલિતાણા

(C) શંખેશ્વર

(D) એકપણ નહીં

જવાબ : (C) શંખેશ્વર


(61) ગુજરાતમાં………………..ખાતે જામી મસ્જિદ આવેલી છે.

(A) અમદાવાદ

(B) ચાંપાનેર

(C) જૌનપુર

(D) એકપણ નહીં

જવાબ : (B) ચાંપાનેર


(62) ગુજરાતમાં પાટણ ખાતે………………….વાવ આવેલી છે.

(A) રાણકી

(B) દાદા હરિની

(C) હીરા ભાગોળ

(D) એકપણ નહીં

જવાબ : (A) રાણકી


(63) ગુજરાતમાં......................ખાતે રુદ્રમહાલય આવેલો છે.

(A) પાટણ

(B) વડનગર

(C) સિદ્ધપુર

(D) એકપણ નહીં

જવાબ : (C) સિદ્ધપુર


(64) ગુજરાતમાં…………………..ખાતે મુનસર તળાવ આવેલું છે.

(A) ચાંપાનેર

(B) વિરમગામ

(C) પાટણ

(D) એકપણ નહીં

જવાબ : (B) વિરમગામ


(65) ગુજરાતમાં………………ખાતે મલાવ તળાવ આવેલું છે.

(A) ધોળકા

(B) વિરમગામ

(C) જૂનાગઢ

(D) એકપણ નહીં

જવાબ : (A) ધોળકા


(66) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?

(A) વાસ્તુ

(B) કોતરણી

(C) મંદિર

(D) ખંડેર

જવાબ : (A) વાસ્તુ


(67) સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું?

(A) હડપ્પાનું

(B) મોહેં-જો-દડોનું

(C) લોથલનું

(D) સુરકોટડાનું

જવાબ : (B) મોહેં-જો-દડોનું


(68) મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી?

(A) રસ્તાઓ

(B) ભૂગર્ભ ગટર યોજના

(C) જાહેર સ્નાનાગર

(D) જાહેર મકાનો

જવાબ : (B) ભૂગર્ભ ગટર યોજના


(69) મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે?

(A) ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં

(B) અરબ સાગરના લક્ષદ્વિપ ટાપુમાં

(C) ઍટલૅન્ટિક મહાસાગરના બર્મ્યૂડા ટાપુઓમાં

(D) બેરિંગ સાગરના કામડૉર ટાપુઓમાં

જવાબ : (A) ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં


(70) ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે?

(A) બેરતનો

(B) ઉપરકોટનો

(C) નંદનગઢનો

(D) દેવની મોરીનો

જવાબ : (D) દેવની મોરીનો


(71) સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે?

(A) મહેરાબ

(B) હર્મિકા

(C) મેધિ

(D) તોરણ

જવાબ : (B) હર્મિકા


(72) સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?

(A) હર્મિકા

(B) મેધિ

(C) તોરણ

(D) મહેરાબ

જવાબ : (B) મેધિ


(73) સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?

(A) હિન્દી

(B) બ્રાહ્મી

(C) ઉર્દૂ

(D) ઉડીયા

જવાબ : (B) બ્રાહ્મી


(74) ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનાંમાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે?

(A) ચાર સિંહોની આકૃતિને

(B) ચાર વૃષભની આકૃતિને

(C) શિવની આકૃતિને

(D) બે ઘોડાની આકૃતિને

જવાબ : (A) ચાર સિંહોની આકૃતિને


(75) કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે?

(A) ચોલયુગ

(B) મૌર્યયુગ

(C) પાંડ્યયુગ

(D) ગુપ્તયુગ

જવાબ : (D) ગુપ્તયુગ


(76) ઉદયગિરિ, ખંડિગિરિ, નીલિંગિરિ અને બાઘની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે?

(A) ભુવનેશ્વર

(B) મુંબઈ

(C) ઔરંગાબાદ

(D) જૂનાગઢ

જવાબ : (A) ભુવનેશ્વર


(77) ભારતનાં કયાં સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે?

(A) મંદિર સ્થાપત્યો

(B) ગુફા-સ્થાપત્યો

(C) વિહાર સ્થાપત્યો

(D) ચૈત્ય સ્થાપત્યો

જવાબ : (B) ગુફા-સ્થાપત્યો


(78) એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જગવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે?

(A) સાતવાહન

(B) પાંડ્ય

(C) પલ્લવ

(D) ચોલ

જવાબ : (C) પલ્લવ


(79) નીચે પૈકી કઈ બાબત ઉક્ત સ્તંભમાં અંકિત કરેલ નથી?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) સાત સૂંઢવાળો ઐરાવત

(B) બ્રાહ્મી લિપિમાં કોતરાયેલ લખાણ

(C) ચાર ધર્મચક્રો

(D) પરસ્પર અડકીને ઊભેલા ચાર સિંહો

જવાબ : (A) સાત સૂંઢવાળો ઐરાવત


(80) ગોપુરમ્ એટલે શું?

(A) મંદિરમાં જ્યાં મૂર્તિ રાખવામાં આવે છે તે ભાગ

(B) સ્તંભો પર રચાયેલ મોટો હૉલ

(C) બૌદ્ધ સાધુઓના વિહાર માટેનાં સ્થળો

(D) મંદિરોની બહાર ઊંચી દીવાલો અને સુશોભિત દરવાજાઓ

જવાબ : (D) મંદિરોની બહાર ઊંચી દીવાલો અને સુશોભિત દરવાજાઓ


(81) ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?

(A) ખજૂરાહોમાં

(B) બંડીપુરમાં

(C) મદુરાઈમાં

(D) મલ્લપુરમમાં

જવાબ : (C) મદુરાઈમાં


(82) દેલવાડાનાં જૈનમંદિરો કયા રાજ્યમાં આવેલાં છે?

(A) મહારાષ્ટ્રમાં

(B) ગુજરાતમાં

(C) રાજસ્થાનમાં

(D) મધ્યપ્રદેશમાં

જવાબ : (C) રાજસ્થાનમાં


(83) ગુજરાતના……………….ખાતે સૂર્યમંદિર આવેલું છે.

(A) મોઢેરા

(B) વડનગર

(C) ખેરાલુ

(D) વિજાપુર

જવાબ : (A) મોઢેરા


(84) દિલ્લીમાં ‘કુવ્વત-ઉલ્-ઇસ્લામ’ નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી?

(A) સિકંદર બુતશિકને

(B) ફીરોઝશાહ તઘલખે

(C) કુતુબુદ્દીન ઐબકે

(D) ઇલ્તુત્મિશે

જવાબ : (C) કુતુબુદ્દીન ઐબકે


(85) અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે?

(A) નગીના મસ્જિદ

(B) અટાલા મસ્જિદ

(C) દરિયાખાનનો ઘુમ્મટ

(D) સીદી સૈયદની જાળી

જવાબ : (D) સીદી સૈયદની જાળી


(86) નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:

1. મસ્જિદની દીવાલનો અંત ભાગ

a. કિબલા

2. મસ્જિદની અંદર આવવા-જવાનો રસ્તો

b. મકસુરા

3. નમાજ પઢવાના હૉલની દીવાલ

c. લિવાન

4. મસ્જિદનો સ્તંભોવાળો ઓરડો

d. ગલિયારા

(A) (1 - b), (2 - d), (3 - c), (4 – a)

(B) (1 - b), (2 -a), (3−d), (4 – c)

(C) (1– b), (2 - d), (3 - a), (4 – c)

(D) (1 – b), (2 – c), (3 – d), (4 - a)

જવાબ : (C) (1– b), (2 - d), (3 - a), (4 – c)


(87) અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે?

(A) જામા મસ્જિદ

(B) જુમ્મા મસ્જિદ

(C) સિપ્રીની મસ્જિદ

(D) મસ્જિદે નગીના

જવાબ : (A) જામા મસ્જિદ


(88) લોથલમાં વહાણ લાંઘરવા માટે શું બાંધવામાં આવતું હતું?

(A) ખીલો

(B) થાંભલો

(C) ધક્કો

(D) જાળી

જવાબ : (C) ધક્કો


(89) નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ



(A) ધોળાવીરા

(B) લોથલ

(C) મોહેં-જો-દડો

(D) હડપ્પા

જવાબ : (C) મોહેં-જો-દડો


(90) નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) લોથલ

(B) હડપ્પા

(C) મોહેં-જો-દડો

(D) ધોળાવીરા

જવાબ : (D) ધોળાવીરા


(91) નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) લોથલ

(B) ધોળાવીરા

(C) હડપ્પા

(D) મોહેં-જો-દડો

જવાબ : (A) લોથલ


(92) નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) સારનાથના સ્તૂપનું

(B) બેરતના સ્તૂપનું

(C) નંદનગઢના સ્તૂપનું

(D) સાંચીના સ્તૂપનું

જવાબ : (D) સાંચીના સ્તૂપનું


(93) નીચે આપેલ સિંહાકૃતિ ક્યાંની છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) સારનાથની

(B) સાંચીની

(C) કાશીની

(D) પટનાની

જવાબ : (A) સારનાથની


(94) નીચે આપેલ ચિત્ર કયા પ્રકારના સ્થાપત્યનું છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) સૂર્યમંદિરનું

(B) જૈનમંદિરનું

(C) રથમંદિરનું

(D) કીર્તિતોરણનું

જવાબ : (C) રથમંદિરનું


(95) નીચે આપેલ સ્થાપત્યને ઓળખી બતાવો.

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) મોઢેરાનું સૂર્યમંદિર

(B) કોણાર્કનું સૂર્યમંદિર

(C) ભૂમરાનું શિવમંદિર

(D) બૃહદેશ્વરનું મંદિર

જવાબ : (D) બૃહદેશ્વરનું મંદિર


(96) નીચે આપેલ કીર્તિતોરણ કયા શહેરમાં આવેલું છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) સિદ્ધપુર

(B) દ્વારકા

(C) પાવાગઢ

(D) વડનગર

જવાબ : (D) વડનગર


(97) નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) સોમનાથના મંદિરનું

(B) રણછોડરાયજીના મંદિરનું

(C) શામળાજી મંદિરનું

(D) મોઢેરાના સૂર્યમંદિરનું

જવાબ : (A) સોમનાથના મંદિરનું


(98) નીચે આપેલ ચિત્ર કઈ વાવનું છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ


(A) દાદા હરિની વાવનું

(B) રાણકી વાવનું

(C) અડાલજની વાવનું

(D) હીરા ભાગોળની વાવનું

જવાબ : (C) અડાલજની વાવનું


(99) ભારતનું પ્રાચીન.............નગર-આયોજન સમકાલીન વિશ્વના નગર-આયોજન કરતાં ચડિયાતું હતું.

(A) મધ્યકાલીન

(B) પ્રાચીન

(C) સિંધુકાલીન

(D) એકપણ નહીં

જવાબ : (C) સિંધુકાલીન


(100) સ્થાપત્યનો સરળ અર્થ.................એવો થાય છે.

(A) વાસ્તુ

(B) શિલ્પ

(C) બાંધકામ

(D) એકપણ નહીં

જવાબ : (C) બાંધકામ