ધોરણ : 10
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 21. સામાજિક પરિવર્તન
MCQ : 70
(1) ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ............છે.
(A) પશ્ચિમીકરણ
(B) રૂઢિઓ
(C) સાક્ષરતા
(D) એકપણ નહીં
જવાબ : (A) પશ્ચિમીકરણ
(2) માનવ-અધિકારો એ............નું અનિવાર્ય લક્ષણ છે.
(A) નાગરિકતા
(B) બંધારણ
(C) સંસ્કૃતિ
(D) એકપણ નહીં
જવાબ : (A) નાગરિકતા
(3) ……………..માનવહકોનું ઘોષણાપત્ર ઘોષિત કર્યું હતું.
(A) વિશ્વબૅન્કે
(B) બ્રિટને
(C) સંયુક્ત રાષ્ટ્રોએ
(D) એકપણ નહીં
જવાબ : (C) સંયુક્ત રાષ્ટ્રોએ
(4) ભારતના બંધારણે દેશના દરેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વિના.............મૂળભૂત અધિકારો આપ્યા છે.
(A) પાંચ
(B) છ
(C) સાત
(D) એકપણ નહીં
જવાબ : (B) છ
(5) …………….ને બંધારણનો આત્મા કહે છે.
(A) સ્વતંત્રતાના અધિકાર
(B) સમાનતાના અધિકાર
(C) બંધારણીય ઇલાજોના અધિકાર
(D) એકપણ નહીં
જવાબ : (C) બંધારણીય ઇલાજોના અધિકાર
(6) આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ............નો છે.
(A) બાળકો
(B) સ્ત્રીઓ
(C) વૃદ્ધો
(D) એકપણ નહીં
જવાબ : (A) બાળકો
(7) સંયુક્ત રાષ્ટ્રોએ ઈ. સ................માં માનવહકોનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.
(Α) 1980
(Β) 1985
(C) 1992
(D) એકપણ નહીં
જવાબ : (C) 1992
(8) બાળમજૂરી એ..............સમસ્યા છે.
(A) વૈશ્ચિક
(B) રાષ્ટ્રીય
(C) પ્રાદેશિક
(D) એકપણ નહીં
જવાબ : (A) વૈશ્ચિક
(9) ……………વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજૂર કે બાળશ્રમિક કહેવાય છે.
(A) 16
(Β) 14
(C) 18
(D) એકપણ નહીં
જવાબ : (Β) 14
(10) યુનિસેફના અહેવાલ મુજબ, બાળમજૂરોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધારે................માં છે.
(A) ભારત
(B) ચીન
(C) અમેરિકા
(D) એકપણ નહીં
જવાબ : (A) ભારત
(11) બાળશ્રમિક એ શ્રમનું સસ્તામાં સસ્તું...............નું સાધન છે.
(A) ઉત્પાદન
(B) વેપાર
(C) ખેતી
(D) એકપણ નહીં
જવાબ : (A) ઉત્પાદન
(12) રાજ્ય સરકારોએ..............ની વયજૂથનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો - 2009 અમલમાં મૂક્યો છે.
(A) 8 થી 16
(B) 5 થી 12
(C) 6 થી 14
(D) એકપણ નહીં
જવાબ : (C) 6 થી 14
(13) વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓની સમસ્યાઓનો પ્રશ્ન................છે.
(A) રાષ્ટ્રવ્યાપી
(B) વિશ્વવ્યાપી
(C) પ્રાદેશિક
(D) એકપણ નહીં
જવાબ : (B) વિશ્વવ્યાપી
(14) ભારતમાં આરોગ્યવિષયક સેવાઓને કારણે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં.............વર્ષનો વધારો થયો છે.
(Α) 4.3
(Β) 7.5
(C) 8.2
(D) એકપણ નહીં
જવાબ : (Α) 4.3
(15) ભારતમાં ઈ. સ. 2015માં પ્રજાનું સરેરાશ આયુષ્ય..............વર્ષનું થયું છે.
(A) 63.2
(Β) 67.5
(C) 72.8
(D) એકપણ નહીં
જવાબ : (Β) 67.5
(16) ભારતમાં ઈ. સ. 2001-11ના દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં............કરોડનો વધારો થયો છે.
(A) 2.75
(Β) 6.5
(C) 1.75
(D) એકપણ નહીં
જવાબ : (A) 2.75
(17) ભારતમાં ઈ. સ. 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધ મહિલાઓની સંખ્યા...........કરોડ હતી.
(Α) 6.28
(Β) 5.11
(C) 5.28
(D) એકપણ નહીં
જવાબ : (C) 5.28
(18) ભારતમાં ઈ. સ. 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધ પુરુષોની સંખ્યા.............કરોડ હતી.
(Α) 5.28
(Β) 6.28
(C) 5.11
(D) એકપણ નહીં
જવાબ : (C) 5.11
(19) ભારતની વૃદ્ધોની સૌથી વધારે વસ્તી.............માં છે.
(A) કેરલ
(B) મહારાષ્ટ્ર
(C) અરુણાચલ પ્રદેશ
(D) એકપણ નહીં
જવાબ : (A) કેરલ
(20) ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે...............લાખથી વધારે છે.
(A) 42
(Β) 35
(C) 38
(D) એકપણ નહીં
જવાબ : (Β) 35
(21) સંયુક્ત રાષ્ટ્રો(UN)એ ઈ. સ. 1999ના વર્ષને..............તરીકે ઘોષિત કર્યું હતું.
(A) આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ
(B) આંતરરાષ્ટ્રીય પુરુષ વર્ષ
(C) આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ
(D) એકપણ નહીં
જવાબ : (A) આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ
(22) આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે............ના દિવસને 'વિશ્વ વૃદ્ધ દિન' તરીકે ઊજવવામાં આવે છે.
(A) 1 ઑક્ટોબર
(B) 12 માર્ચ
(C) 10 ડિસેમ્બર
(D) એકપણ નહીં
જવાબ : (A) 1 ઑક્ટોબર
(23) ‘વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ'………….કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવી છે.
(A) 2001
(B) 1980
(C) 1999
(D) એકપણ નહીં
જવાબ : (C) 1999
(24) ભ્રષ્ટાચાર એ..............દૂષણ છે.
(A) પ્રાદેશિક
(B) રાષ્ટ્રીય
(C) વૈશ્વિક
(D) એકપણ નહીં
જવાબ : (C) વૈશ્વિક
(25) ભારતમાં ઈ. સ...........માં ‘કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરો'ની સ્થાપના કરી છે.
(A) 1952
(B) 1964
(C) 1972
(D) એકપણ નહીં
જવાબ : (B) 1964
(26) કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ..............2005ના રોજ બહાર પાડયો છે.
(A) 15 જૂન
(B) 5 માર્ચ
(C) 2 ઑક્ટોબર
(D) એકપણ નહીં
જવાબ : (A) 15 જૂન
(27) ગુજરાત સરકારે 'ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો- 2005' ……………2005ના રોજ બહાર પાડ્યા અને અમલીકૃત કર્યા છે.
(A) 5 ઑક્ટોબર
(B) 15 જૂન
(C) 20 માર્ચ
(D) એકપણ નહીં
જવાબ : (A) 5 ઑક્ટોબર
(28) કેન્દ્ર સરકારે ઈ. સ............માં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે.
(A) 2012
(Β) 2002
(C) 2009
(D) એકપણ નહીં
જવાબ : (C) 2009
(29) ગુજરાત સરકારે............, 2012ના રોજ ‘બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012' જાહેર કર્યા છે.
(A) 21 નવેમ્બર
(B) 18 ફેબ્રુઆરી
(C) 10 જૂન
(D) એકપણ નહીં
જવાબ : (B) 18 ફેબ્રુઆરી
(30) કેન્દ્ર સરકારે.........., 2013ના રોજ 'રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો' અમલમાં મૂક્યો છે.
(A) 5 જુલાઈ
(B) 10 જૂન
(C) 1 ડિસેમ્બર
(D) એકપણ નહીં
જવાબ : (A) 5 જુલાઈ
(31) જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદઢ બનાવવા માટે................નામની બાબત અમલમાં મૂકી છે.
(A) એ.ટી.એમ. કાર્ડ
(B) બાયોમૅટ્રિક ઓળખ
(C) કુટુંબ રેશનકાર્ડ
(D) એકપણ નહીં
જવાબ : (B) બાયોમૅટ્રિક ઓળખ
(32) દિવ્યાંગ બાળકો આપણા સમાજનું..............અંગ છે.
(A) વૈચારિક
(B) સામાજિક
(C) અવિભાજ્ય
(D) એકપણ નહીં
જવાબ : (C) અવિભાજ્ય
(33) દિવ્યાંગ બાળકોની..............વિકસાવવા માટે ખાસ સામાજિક અને શૈક્ષણિક સેવાઓની જરૂર પડે છે.
(A) ક્ષમતાઓ
(B) સંવેદનાઓ
(C) શારીરિક શક્તિ
(D) એકપણ નહીં
જવાબ : (A) ક્ષમતાઓ
(34) દિવ્યાંગ વ્યક્તિઓ સમાજના દરેક ક્ષેત્રમાં............કરી શકે તેવો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.
(A) સહયોગ
(B) સહભાગીદારી
(C) એકરૂપતા
(D) એકપણ નહીં
જવાબ : (B) સહભાગીદારી
(35) દિવ્યાંગ વિદ્યાર્થીઓને જાહેર પરીક્ષાઓમાં ત્રણ કલાકના પ્રશ્નપત્રમાં................મિનિટનો સમય વધુ આપવામાં આવે છે.
(A) 10
(B) 20
(С) 30
(D) 60
જવાબ : (С) 30
(36) દિવ્યાંગજનોનો વિકાસ કરવો એ આપણા સૌની…………….ફરજ છે.
(A) સામૂહિક
(B) સામાજિક
(C) આર્થિક
(D) એકપણ નહીં
જવાબ : (A) સામૂહિક
(37) આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ કયું છે?
(A) પરંપરાવાદી માનસ
(B) આરામપ્રિયતા
(C) રિવાજોને મહત્ત્વ
(D) સાક્ષરતાનો નીચો દર
જવાબ : (D) સાક્ષરતાનો નીચો દર
(38) અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે?
(A) અધિકારીઓનું
(B) રાજકારણનું
(C) ચૂંટણીઓનું
(D) નાગરિકતાનું
જવાબ : (D) નાગરિકતાનું
(39) આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે?
(A) ‘ચાર્ટર ઑફ મૅનકાઈન્ડ'માંથી
(B) ‘ચાર્ટર ઑફ ઍટલૅન્ટિક’માંથી
(C) 'ચાર્ટર ઑફ રાઇટ્સ’માંથી
(D) ‘ચાર્ટર ઑફ ફ્રીડમ'માંથી
જવાબ : (C) 'ચાર્ટર ઑફ રાઇટ્સ’માંથી
(40) કયો મૂળભૂત હક 'બંધારણનો આત્મા' કહેવાય છે?
(A) બંધારણીય ઇલાજોનો અધિકાર
(B) સ્વતંત્રતાનો અધિકાર
(C) સમાનતાનો અધિકાર
(D) શોષણવિરોધી અધિકાર
જવાબ : (A) બંધારણીય ઇલાજોનો અધિકાર
(41) નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની ફરજ કોની છે?
(A) રાષ્ટ્રપ્રમુખની
(B) વડા પ્રધાનની
(C) કેન્દ્ર સરકારની
(D) ન્યાયતંત્રની
જવાબ : (D) ન્યાયતંત્રની
(42) માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું?
(A) ગ્રેટ બ્રિટને
(B) સંયુક્ત રાષ્ટ્રોએ
(C) યુનેસ્કોએ
(D) વિશ્વબૅન્કે
જવાબ : (B) સંયુક્ત રાષ્ટ્રોએ
(43) નાગરિકનું અનિવાર્ય લક્ષણ કયું છે?
(A) સાંપ્રદાયિકતા
(B) અધિકારો
(C) અસમાનતા
(D) ફરજ
જવાબ : (B) અધિકારો
(44) કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને બાળમજૂર કહેવાય?
(A) 17 વર્ષ
(B) 21 વર્ષ
(C) 18 વર્ષ
(D) 14 વર્ષ
જવાબ : (D) 14 વર્ષ
(45) વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?
(A) ચીનમાં
(B) ભારતમાં
(C) રશિયામાં
(D) બ્રાઝિલમાં
જવાબ : (B) ભારતમાં
(46) બાળમજૂરીએ કેવી સમસ્યા છે?
(A) પ્રાદેશિક
(B) વૈશ્વિક
(C) રાષ્ટ્રીય
(D) વ્યક્તિગત
જવાબ : (B) વૈશ્વિક
(47) શ્રમનું સૌથી સસ્તું ઉત્પાદનનું સાધન કયું છે?
(A) વૃદ્ધ
(B) બાળક શ્રમિક
(C) સ્ત્રી
(D) યુવાન
જવાબ : (B) બાળક શ્રમિક
(48) ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે?
(A) પશ્ચિમ બંગાળમાં
(B) કેરલમાં
(C) અરુણાચલ પ્રદેશમાં
(D) ઉત્તર પ્રદેશમાં
જવાબ : (B) કેરલમાં
(49) ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે?
(A) રૂઢિઓ-પરંપરાઓ
(B) લોકમત
(C) પશ્ચિમીકરણ
(D) સાક્ષરતા
જવાબ : (C) પશ્ચિમીકરણ
(50) ‘વિશ્વ વૃદ્ધદિન'ની ઉજવણી કઈ તારીખે થાય છે?
(A) 8 માર્ચે
(B) 1 ઑક્ટોબરે
(C) 1 એપ્રિલે
(D) 15 જૂને
જવાબ : (B) 1 ઑક્ટોબરે
(51) 'આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ'ની ઘોષણા કોણે કરી હતી?
(A) વિશ્વબૅન્કે
(B) યુનેસ્કોએ
(C) વિશ્વ-આરોગ્ય સંસ્થાએ
(D) સંયુક્ત રાષ્ટ્રોએ
જવાબ : (D) સંયુક્ત રાષ્ટ્રોએ
(52) સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ' તરીકે ઘોષિત કર્યું હતું?
(A) ઈ. સ. 1999ને
(B) ઈ. સ. 1992ને
(C) ઈ. સ. 1980ને
(D) ઈ. સ. 1978ને
જવાબ : (A) ઈ. સ. 1999ને
(53) ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે?
(A) વિશ્વબૅન્કે
(B) સંયુક્ત રાષ્ટ્રોએ
(C) ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલે
(D) એશિયન ડેવલપમેન્ટ બૅન્કે
જવાબ : (A) વિશ્વબૅન્કે
(54) નીચેનામાંથી કઈ માહિતી આપવાન ઈન્કાર કરી શકાય છે?
(A) ચૂંટણીપંચની
(B) સરકારી યોજનાઓની
(C) ન્યાયિક ચુકાદાની
(D) રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વની બાબતોની
જવાબ : (D) રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વની બાબતોની
(55) મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે?
(A) જન્મના દાખલા વગર પ્રવેશ
(B) ખાસ તાલીમની સુવિધા
(C) પ્રવેશ કસોટી વિના પ્રવેશ
(D) પ્રવેશ સમયે કેપિટેશન ફી
જવાબ : (D) પ્રવેશ સમયે કેપિટેશન ફી
(56) જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદઢ બનાવવા નવી કઈ બાબતને અમલમાં મૂકી છે?
(A) બારકોડેડ પરસનલ કાર્ડ
(B) એ.ટી.એમ. કાર્ડ
(C) બાયોમૅટ્રિક ઓળખ
(D) ચૂંટણીનું ઓળખપત્ર
જવાબ : (C) બાયોમૅટ્રિક ઓળખ
(57) ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે?
(A) પ્રાંતવિરોધી
(B) સમાજવિરોધી
(C) મહિલાવિરોધી
(D) રાષ્ટ્રવિરોધી
જવાબ : (B) સમાજવિરોધી
(58) ગુજરાતમાં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરોની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે?
(A) રાજમહેલ રોડ–વડોદરા
(B) જિલ્લા પંચાયત – રાજકોટ
(C) ઉદ્યોગ ભવન – ગાંધીનગર
(D) શાહીબાગ – અમદાવાદ
જવાબ : (B) જિલ્લા પંચાયત – રાજકોટ
(59) રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (RTF) ક્યારે અમલમાં આવ્યો?
(A) 5 જુલાઈ, 2013ના રોજ
(B) 10 ઑગસ્ટ, 2015ના રોજ
(C) 26 જાન્યુઆરી, 2010ના રોજ
(D) 21 માર્ચ, 2012ના રોજ
જવાબ : (A) 5 જુલાઈ, 2013ના રોજ
(60) માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ - 2005 (RTI - 2005) કયા રાજ્યને લાગુ પડતો નથી?
(A) સિક્કિમને
(B) અરુણાચલ પ્રદેશને
(C) કેરલને
(D) જમ્મુ-કશ્મીરને
જવાબ : (D) જમ્મુ-કશ્મીરને
(61) ભારતના બંધારણે પ્રત્યેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે?
(A) પાંચ
(B) છ
(C) સાત
(D) આઠ
જવાબ : (B) છ
(62) આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ કયો છે?
(A) સ્ત્રીઓ
(B) વૃદ્ધો
(C) બાળકો
(D) યુવાનો
જવાબ : (C) બાળકો
(63) ઈ. સ. 2015માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલાં વર્ષનું થયું છે?
(A) 67.5 વર્ષનું
(B) 70.5 વર્ષનું
(C) 72.4 વર્ષનું
(D) 75 વર્ષનું
જવાબ : (A) 67.5 વર્ષનું
(64) ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે કેટલી છે?
(A) 40 લાખથી વધુ
(B) 42 લાખથી વધુ
(C) 45 લાખથી વધુ
(D) 35 લાખથી વધુ
જવાબ : (D) 35 લાખથી વધુ
(65) કેન્દ્ર સરકારે વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં મૂકી છે?
(A) ઈ. સ. 1992માં
(B) ઈ. સ. 1999માં
(C) ઈ. સ. 1985માં
(D) ઈ. સ. 1981માં
જવાબ : (B) ઈ. સ. 1999માં
(66) ભ્રષ્ટાચાર એ કેવું દૂષણ છે?
(A) સરકારી
(B) વ્યક્તિગત
(C) રાષ્ટ્રીય
(D) વૈશ્વિક
જવાબ : (D) વૈશ્વિક
(67) દિવ્યાંગ વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી તેને મફત શિક્ષણ આપવામાં આવે છે?
(A) 15 વર્ષની
(B) 16 વર્ષની
(C) 17 વર્ષની
(D) 18 વર્ષની
જવાબ : (D) 18 વર્ષની
(68) ભારત સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ક્યારે પ્રસિદ્ધ કર્યો?
(A) ઈ. સ. 2014માં
(B) ઈ. સ. 2015માં
(C) ઈ. સ. 2016માં
(D) ઈ. સ. 2017માં
જવાબ : (C) ઈ. સ. 2016માં
(69) પ્રતિવર્ષે ‘વિશ્વ-દિવ્યાંગજનદિન' કયા દિવસે ઊજવવામાં આવે છે?
(A) 3 ડિસેમ્બરના દિવસે
(B) 3 જૂનના દિવસે
(C) 10 જાન્યુઆરીના દિવસે
(D) 20 ડિસેમ્બરના દિવસે
જવાબ : (A) 3 ડિસેમ્બરના દિવસે
(70) આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ કયું છે?
(A) પરંપરાવાદી માનસ
(B) આરામપ્રિયતા
(C) રિવાજોને મહત્ત્વ
(D) સાક્ષરતાનો નીચો દર
જવાબ : (D) સાક્ષરતાનો નીચો દર