ધોરણ : 10
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 20. ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
MCQ : 51
(1) ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને…………..ની વિશેષતા ધરાવે છે.
(A) સાંપ્રદાયિક
(B) સર્વધર્મસમભાવ
(C) સહિષ્ણુતા
(D) એકપણ નહીં
જવાબ : (B) સર્વધર્મસમભાવ
(2) ધર્મ એ.................વિષય છે.
(A) શ્રદ્ધા
(B) સદ્ભાવ
(C) માનસિક
(D) એકપણ નહીં
જવાબ : (A) શ્રદ્ધા
(3) સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય................કરી શકે છે.
(A) પ્રાર્થના
(B) બંધારણ
(C) શિક્ષણ
(D) એકપણ નહીં
જવાબ : (C) શિક્ષણ
(4) ભારતની સામાજિક સંરચના.................પર આધારિત છે.
(A) ભાષા
(B) જ્ઞાતિ
(C) સંપ્રદાય
(D) એકપણ નહીં
જવાબ : (B) જ્ઞાતિ
(5) ભારતના લઘુમતીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ.............માં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર કરી આપે છે.
(A) માતૃભાષા
(B) રાષ્ટ્રભાષા
(C) પ્રાદેશિક
(D) એકપણ નહીં
જવાબ : (A) માતૃભાષા
(6) સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી.............ના આદેશ દ્વારા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(A) મુખ્ય ન્યાયમૂર્તિ
(B) વડા પ્રધાન
(C) રાષ્ટ્રપ્રમુખ
(D) એકપણ નહીં
જવાબ : (C) રાષ્ટ્રપ્રમુખ
(7) અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે...............ને આધાર ગણવામાં આવે છે.
(A) અસ્પૃશ્યતા
(B) ધર્મ
(C) સંપ્રદાય
(D) એકપણ નહીં
જવાબ : (A) અસ્પૃશ્યતા
(8) બંધારણના આર્ટિકલ.................પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.
(A) 25
(B) 17
(С) 29
(D) એકપણ નહીં
જવાબ : (B) 17
(9) બંધારણનો આર્ટિકલ...............ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતને કારણે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે.
(A) 16(4)
(Β) 15
(С) 29
(D) એકપણ નહીં
જવાબ : (Β) 15
(10) ………………એક વૈશ્વિક સમસ્યા છે.
(A) સાંપ્રદાયિકતા
(B) ભાષાવાદ
(C) આતંકવાદ
(D) એકપણ નહીં
જવાબ : (C) આતંકવાદ
(11) ………………..એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે.
(A) જ્ઞાતિવાદ
(B) ભાષાવાદ
(C) આતંકવાદ
(D) એકપણ નહીં
જવાબ : (C) આતંકવાદ
(12) …………….સમાજને વિઘટન તરફ દોરી જાય છે.
(A) જ્ઞાતિવાદ
(B) આતંકવાદ
(C) ભાષાવાદ
(D) એકપણ નહીં
જવાબ : (B) આતંકવાદ
(13) 15 ઑગસ્ટ, ................ના રોજ ભારત સ્વતંત્ર થયું.
(A) 1947
(Β) 1945
(C) 1950
(D) એકપણ નહીં
જવાબ : (A) 1947
(14) ઈ. સ...............પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે.
(Α) 1980
(Β) 1985
(C) 1988
(D) એકપણ નહીં
જવાબ : (C) 1988
(15) ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ઈ. સ.................માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું.
(А) 1962
(В) 1967
(С) 1982
(D) એકપણ નહીં
જવાબ : (В) 1967
(16) ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ...............રાજ્યમાં શરૂ થયું.
(A) પશ્ચિમ બંગાળ
(B) અસમ
(C) બિહાર
(D) એકપણ નહીં
જવાબ : (A) પશ્ચિમ બંગાળ
(17) એન.એસ.સી.એન. એ.................રાજ્યનું બળવાખોર સંગઠન છે.
(A) નાગાલૅન્ડ
(B) અસમ
(C) ત્રિપુરા
(D) એકપણ નહીં
જવાબ : (A) નાગાલૅન્ડ
(18) ભારતમાં શરૂ થયેલ નક્સલવાદી આંદોલને...............ની ક્રાંતિમાંથી પ્રેરણા લીધી હતી.
(A) ફ્રાન્સ
(B) ચીન
(C) રશિયા
(D) એકપણ નહીં
જવાબ : (B) ચીન
(19) ચીનની ક્રાંતિ.............ના નેતૃત્વ નીચે થઈ હતી.
(A) ચી-હવાંગ-ટી
(B) સુમો-યાત-સેન
(C) માઓ-ત્સે-તુંગ
(D) એકપણ નહીં
જવાબ : (C) માઓ-ત્સે-તુંગ
(20) કે.એન.એફ. (કુકી નૅશનલ ફ્રન્ટ) એ..............રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(A) અસમ
(B) ત્રિપુરા
(C) મણિપુર
(D) એકપણ નહીં
જવાબ : (C) મણિપુર
(21) કે.એન.એ. (કુકી નૅશનલ આર્મી) એ.............રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(A) મણિપુર
(B) અસમ
(C) નાગાલૅન્ડ
(D) એકપણ નહીં
જવાબ : (A) મણિપુર
(22) એન.એલ.એફ.ટી. એ................રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(A) અસમ
(B) ત્રિપુરા
(C) મણિપુર
(D) એકપણ નહીં
જવાબ : (B) ત્રિપુરા
(23) એ.ટી.ટી.એફ. એ................રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(A) ત્રિપુરા
(B) અસમ
(C) નાગાલૅન્ડ
(D) એકપણ નહીં
જવાબ : (A) ત્રિપુરા
(24) ટી.યુ.જે.એસ. એ..............રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(A) અસમ
(B) નાગાલૅન્ડ
(C) ત્રિપુરા
(D) એકપણ નહીં
જવાબ : (C) ત્રિપુરા
(25) ઉલ્ફા (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ) એ..............રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(A) ત્રિપુરા
(B) અસમ
(C) નાગાલૅન્ડ
(D) એકપણ નહીં
જવાબ : (B) અસમ
(26) યુ.એમ.એફ. (યુનાઇટેડ માઈનોરિટી ફ્રન્ટ) એ...........રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(A) અસમ
(B) નાગાલૅન્ડ
(C) મણિપુર
(D) એકપણ નહીં
જવાબ : (A) અસમ
(27) એન.ડી.એફ.બી. (નૅશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ) એ.........રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(A) નાગાલૅન્ડ
(B) ત્રિપુરા
(C) અસમ
(D) એકપણ નહીં
જવાબ : (C) અસમ
(28) બી.એલ.ટી.એફ. (બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ) એ................રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(A) ત્રિપુરા
(B) મણિપુર
(C) અસમ
(D) એકપણ નહીં
જવાબ : (C) અસમ
(29) નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે?
(A) જ્ઞાતિવાદ
(B) સાંપ્રદાયિકતા
(C) ભાષાવાદ
(D) આતંકવાદ
જવાબ : (D) આતંકવાદ
(30) ભારત કેવું રાજ્ય છે?
(A) રૂઢિવાદી
(B) બિનસાંપ્રદાયિક
(C) સાંપ્રદાયિક
(D) હિંદુવાદી
જવાબ : (B) બિનસાંપ્રદાયિક
(31) ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે?
(A) ખ્રિસ્તી
(B) પારસી
(C) શીખ
(D) મુસ્લિમ
જવાબ : (D) મુસ્લિમ
(32) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે?
(A) સાંપ્રદાયિકતા
(B) જ્ઞાતિવાદ
(C) ભાષાવાદ
(D) જૂથવાદ
જવાબ : (B) જ્ઞાતિવાદ
(33) ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે........
(A) ભાષાવાદ
(B) પ્રદેશવાદ
(C) જ્ઞાતિવાદ
(D) સાંપ્રદાયિકતા
જવાબ : (D) સાંપ્રદાયિકતા
(34) બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?
(A) અંતિમ જનજાતિઓ
(B) લઘુમતી જાતિઓ
(C) અનુસૂચિત જાતિઓ
(D) અનુસૂચિત જનજાતિઓ
જવાબ : (C) અનુસૂચિત જાતિઓ
(35) બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?
(A) બહુમતી જાતિઓ
(B) અનુસૂચિત જનજાતિઓ
(C) અનુસૂચિત જાતિઓ
(D) લઘુમતી જાતિઓ
જવાબ : (B) અનુસૂચિત જનજાતિઓ
(36) અનુસૂચિ 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?
(A) વડા પ્રધાન
(B) રાષ્ટ્રપ્રમુખ
(C) રાજ્યપાલ
(D) ઉપરાષ્ટ્રપ્રમુખ
જવાબ : (B) રાષ્ટ્રપ્રમુખ
(37) અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે?
(A) અસ્પૃશ્યતાને
(B) ધર્મને
(C) સંપ્રદાયને
(D) આપેલ પૈકી એક પણ નહિ
જવાબ : (A) અસ્પૃશ્યતાને
(38) દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?
(A) 10%
(Β) 21%
(C) 7.5%
(D) 15%
જવાબ : (D) 15%
(39) દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?
(A) 7.5%
(B) 12%
(C) 9%
(D) 15%
જવાબ : (A) 7.5%
(40) બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?
(A) આર્ટિકલ 25
(B) આર્ટિકલ 29
(C) આર્ટિકલ 17
(D) આર્ટિકલ 46
જવાબ : (C) આર્ટિકલ 17
(41) પછાત જાતિઓ માટે શેની સ્થાપના કરવામાં આવી છે?
(A) આંબેડકર આયોગની
(B) ગાંધી આયોગની
(C) રાષ્ટ્રીય આયોગની
(D) ઇન્દિરા આયોગની
જવાબ : (C) રાષ્ટ્રીય આયોગની
(42) કયા લોકો માનવઅધિકારમાં માનતા નથી?
(A) રાષ્ટ્રવાદીઓ
(B) આતંકવાદીઓ
(C) ક્રાંતિકારીઓ
(D) સમાજસેવકો
જવાબ : (B) આતંકવાદીઓ
(43) ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે?
(A) માઓ-ત્સે-તુંગના
(B) ચી-હવાંગ-ટીના
(C) ડૉ. સિયા-યાત-સુનના
(D) સુમો-યાત-સેનના
જવાબ : (A) માઓ-ત્સે-તુંગના
(44) ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો?
(A) આંધ્ર પ્રદેશ
(B) ઓડિશા
(C) પશ્ચિમ બંગાળ
(D) બિહાર
જવાબ : (C) પશ્ચિમ બંગાળ
(45) આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે?
(A) વિઘટન
(B) સંગઠન
(C) એકતા
(D) રાષ્ટ્રપ્રેમ
જવાબ : (A) વિઘટન
(46) ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે?
(A) ગુજરાત
(B) ઉત્તર પ્રદેશ
(C) મહારાષ્ટ્ર
(D) જમ્મુ-કશ્મીર
જવાબ : (D) જમ્મુ-કશ્મીર
(47) એન.એલ.એફ.ટી. : ત્રિપુરા / ઉલ્ફા : ..................
(A) નાગાલૅન્ડ
(B) પંજાબ
(C) આંધ્ર પ્રદેશ
(D) અસમ
જવાબ : (D) અસમ
(48) ભારત એક...............ધર્મી દેશ છે.
(A) ઈસ્લામ
(B) એક
(C) બહુ
(D) હિંદુ
જવાબ : (C) બહુ
(49) નીચેનામાંથી કયા એક ઉગ્રવાદી સંગઠનને 'અસમ' રાજ્ય સાથે સંબંધ નથી?
(A) ઉલ્ફા
(B) બી.એલ.ટી.એફ.
(C) યુ.એમ.એફ.
(D) એમ.સી.સી.
જવાબ : (D) એમ.સી.સી.
(50) નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો :
રાજ્ય |
બળવાખોરી સંગઠન |
1. ત્રિપુરા |
(a) ઉલ્ફા |
2. મણિપુર |
(b) એન.એસ.સી.એન. |
3. નાગાલૅન્ડ |
(c) એ.ટી.ટી.એફ. |
4. અસમ |
(d) કે.એન.એફ. |
(A) (1 - a), (2 - d) (3 - c), (4 - b)
(B) (1 - c), (2 - d) (3 - a) (4 - b)
(C) (1 - c), (2 - d) (3 - b) (4 - a)
(D) (1 - c), (2 - b) (3 - d) (4 - a)
જવાબ : (C) (1 - c), (2 - d) (3 - b) (4 - a)
(51) નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
રાજ્ય |
બળવાખોરી સંગઠન |
1. અસમ |
(a) એન.એસ.સી.એન. |
2. ત્રિપુરા |
(b) કે.એન.એ. |
3. મણિપુર |
(c) ટી.યુ.જે.એસ. |
4. નાગાલૅન્ડ |
(d) યુ.એમ.એફ. |
(A) (1 - a) (2 - c) (3 - d) (4 - b)
(B) (1 - b) (2 - d) (3 - a) (4 - c)
(C) (1 - c) (2 - d) (3 - b) (4 - a)
(D) (1 - d) (2 - c) (3 - b) (4 - a)
જવાબ : (D) (1 - d) (2 - c) (3 - b) (4 - a)