ગુજરાતી બાળવાર્તા । 1. ગધેડો ને શિયાળ
લાવતો અને સિંહ તેને ખાઈ જતો અને વધ્યું ઘટ્યું શિયાળભાઈ ખાઈ જતો. હવે એકવાર શિયાળભાઈ સિંહ માટે ખોરાકની શોધ માટે જંગલમાં જતો હતો ત્યાં સામે તેને એક ગધેડો મળ્યો. એટલે શિયાળે યુક્તિ કરીને ગધેડા ભાઈને કહ્યું, “અરે ગધેડાભાઈ ક્યાં જાવ છો? રાજા તમને પોતાના સલાહકાર બનાવવા માટે બોલાવે છે.'' આ સાંભળી ગધેડાએ શિયાળ પર વિશ્વાસ મૂક્યો અને તે શિયાળની સાથે સિંહની ગુફા પાસે ગયો. પણ જ્યાં તેણે સિંહને જોયો ને તે ગભરાઈ ગયો, ને ત્યાંથી ભાગી ગયો.
આ જોઈને સિંહ તો લાલ પીળો થઈ ગયો ને શિયાળને ગુસ્સામાં કહ્યું, “આ ગધેડાને પાછો લાવ નહીંતર તને હું કાચેકાચો ખાઈ જઈશ, સમજયો.’’
પછી તો શિયાળભાઈ ફરીથી ગધેડા ભાઈને મળ્યા ને કહ્યું, “ભાઈ તું ભાગ્યો કેમ? રાજાજી તને મારવા નથી માગતા, તે તો તને એમના સલાહકાર બનાવવા માંગે છે. તારે આ તક ગુમાવવી ના જોઈએ.’”
આ સાંભળીને ગધેડો ફરીથી સિંહની ગુફા પાસે આવ્યો અને સિંહે તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો. અને પછી તેને ખાવા લાગ્યો. થોડીવાર માટે સિંહ પાણી પીવા બાજુના તળાવમાં ગયો, ત્યાં સુધી શિયાળ ગધેડાના માથાના ભાગનું માસ ખાવા લાગ્યો અને તેમાં રહેલુ તેનું મગજ પણ ખાઈ ગયો. પાણી પીને સિંહ પાછો આવીને ગધેડાના માથાને ફંફોડવા માંડ્યો અને શિયાળને કહ્યું, અલ્યા આ ગધેડાના માથામાંથી મગજ ક્યાં ગયું?
શિયાળભાઈએ જવાબ આપ્યો, “મહારાજ ગધેડા પાસે ક્યાં મગજ હતું, હોત તો તે પાછો અહીં આવત ખરો.’’ સિંહ વિચાર કરતો કરતો ગુફામાં જઈને સુઈ ગયો.