1500+ ગુજરાતી સુવિચાર
કેળવણી
1. શિક્ષણનું મુખ્ય સાધન ઉત્તમ શિક્ષક છે. – ગાંધીજી
2. નમ્રતા જ્ઞાનનો માપદંડ છે. - મહાવીર સ્વામી
3. કેળવણીનું કામ સહજવૃત્તિઓને કેળવવાનું છે, દબાવવાનું નહી. – બર્નાર્ડ રસેલ
4. બાળકોને ઉપદેશ નહિ, ઉદાહરણ જોઈએ. – જોસેફ
5. બુધ્ધિશાળી એટલે એક ટકો પ્રેરણા અને નવ્વાણું ટકા પરસેવો – એડિસન
6. વિદ્યાનું ફળ ઉત્તમ ચારિત્ર્ય અને સદાચાર છે. – રામાયણ
7. વિવેક વિનાની વિદ્યા માત્ર શ્રમ છે. – સંત તુલસીદાસ
8. બાળકોને તમે પ્રેમ આપો પણ તમારા વિચારો નહી, કારણ કે એમની પાસે એમના પોતાના વિચારો છે. –ખલીલ જિબ્રાન
9. અભ્યાસમાં લંબાઈ પહોળાઈનું મહત્વ નથી. ઉંડાઈનું મહત્વ છે. – વિનોબા ભાવે
10. થોડું વાંચો, વધુ વિચારો – રવીન્દ્રનાથ ટાગોર
11. ડિગ્રીવાળી કેળવણી નહિ કોઠા સૂઝ વાળી સમજદારી વધુ કિંમતી છે.
12. મારા સંપર્કમાં આવનારી દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતમાં મારાથી ચડિયાતી છે અને તેની પાસેથી મારે શીખવાનું છે. - એમર્સન
13. પ્રસન્નતા વિદ્યાર્થી જીવનની ગંગોત્રી છે.
14. સ્વતંત્રતા અને મોક્ષ પ્રાપ્ત ન કરાવે એ શિક્ષણને ધિક્કાર છે. - સ્વામી રામતીર્થ
15. સચ્ચાઈ શીખવે એ જ કેળવણી સાચી. - અજ્ઞાત
16. ખૂબ જોવું, ખૂબ વેઠવું અને ખૂબ અભ્યાસ કરવો એ ભણતરના ત્રણ સ્તંભો છે. - ડિઝરાયેલી
17. ભણેલાઓ બીજાના દોષો જુએ છે, જ્યારે કેળવાયેલા પોતાના દોષ જુએ છે. – ઓસ્કાર વાઈલ્ડ
18. ધાર્મિક શિક્ષણ વિદ્યાર્થી જીવનની સુવાસ છે.
19. સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે. - સ્વામી વિવેકાનંદ
20. આધ્યાત્મિક શિક્ષણ જેવો બીજો કોઈ મિત્ર નથી.
21. સારા પુસ્તકો મન માટે સાબુનું કામ કરે છે. – ગાંધીજી
22. અપવિત્ર જ્ઞાન અને શક્તિનો અતિરેક માનવને અસુર બનાવી દે છે.
23. પુરુષાર્થના પુષ્પોને સોળે કળાએ ખીલવા દઈએ તો જ વ્યક્તિત્વ ખીલે.
24. પુરુષાર્થ એટલે? મહેનત, ધગશ, શીખવાની ઈચ્છા.
25. જેના વડે ચારિત્ર્યનું ઘડતર થાય, મનની શક્તિ વધે, બુદ્ધિનો વિકાસ થાય અને વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભી રહી શકે તેનું નામ કેળવણી. – સ્વામી વિવેકાનંદ
26. જગતમાં સિદ્ધિ હાંસલ કરવી હોય તો એકાગ્રતા કેળવો. જે કામ કરતા હો તેમાં તમારી જાતને ડુબાડતાં શીખો રસ (રુચિ) નું આટલું ઊંડાણ કેળવશો તો લક્ષસિદ્ધિ કરતાં વાર નહીં લાગે. - સ્વામી રામતીર્થ
27. બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે, એનાથી એનું જીવન પાંગરે છે. - રવીન્દ્રનાથ ટાગોર
28. સારાં પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી. - લોંગફેલો
29. બાળક એ કાંઈ વાસણ નથી કે જેને ભરી કાઢીએ, એ એક જ્યોત છે જેને પેટાવવાની છે. - આઈન્સ્ટાઈન
30. માહિતી મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી, મેળવેલ જ્ઞાનને જીવનમાં ઉતારવાથી સાચી વિદ્યા પ્રાપ્ત થાય છે. - ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ
31. શિક્ષણ એ શિક્ષકનો ધર્મ ગણાવો જોઈએ. – ગાંધીજી
32. શિક્ષક જો ભ્રષ્ટ હશે, તો જગત આખું ભ્રષ્ટ બનશે. – ફારસી કહેવત
33. કેટલાંક પુસ્તકો ચાખવાનાં હોય છે, કેટલાંક ગળી જવાનાં હોય છે અને કેટલાંકને ચાવીને પચાવવાનાં હોય છે. - ફ્રેન્સીસ લેકન
34. મારો જન્મ મારા માતા - પિતાને આભારી છે, પણ મારું જીવન તો મારા શિક્ષકને આભારી છે. - એલેકઝાન્ડર
35. અજ્ઞાનતાપૂર્વકની બાદશાહી કરતાં જ્ઞાનપૂર્વકની નિર્ધનતા ચઢિયાતી છે.
36. શિક્ષણ કાંઈ આપણને બધાને નેતા બનાવી શકે નહીં, પરંતુ એટલુ નક્કી કરવામાં આપણને મદદરૂપ બની શકે કે કયા નેતાને અનુસરવું. – અજ્ઞાત
37. વિદ્યા જેવી આંખ નથી, સત્ય જેવું તપ નથી, રાગ જેવું દુ:ખ નથી અને ત્યાગ જેવું સુખ નથી. - ચાણક્ય નીતિ
38. મૂર્ખ એક તરફ જુએ છે, જ્યારે જ્ઞાની ચારેકોર. - ગુરૂ રામદાસ
39. જનનીની ગોદમાં અને ગુરૂની છાયામાં જે જ્ઞાન અને આનંદ મળે છે તે વેદોમાં ગોથા મારવા છતાંય મળતું નથી.
40. ખરાબ ડાકૂ કરતાં ખરાબ પુસ્તક વધુ ભયંકર છે.
41. જે માણસને શીખવાની ઈચ્છા હોય તે માણસને દરેક ભૂલ તેને કંઈક શિક્ષણ આપી શકે છે. – ગાંધીજી
42. ખરાબ સોબતીઓની જેમ જ ખરાબ ચોપડીઓથી આપણે ભ્રષ્ટ થઈએ છીએ. – ફિલ્ડીંગ
43. કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શક્તિને ઉમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકૂળતા આપવી તે. – ગાંધીજી
44. મગજ, હૃદય અને હાથ - પગ આ ત્રણેયને તાલીમ આપવી એનું નામ કેળવણી. - રવિશંકર મહારાજ
45. કોઈપણ રાષ્ટ્રની સુરક્ષાનું સૌથી શ્રેષ્ઠ સાધન એ રાષ્ટ્રના યુવક – યુવતીઓને આપવામાં આવતું ચારિત્ર્યનું શિક્ષણ જ છે. – બકે
46. જગતમાં માત્ર બે તાકાતો છે : તલવાર અને કલમ, તેમાંય તલવાર છેવટે કલમ વડે હંમેશા પરાભૂત થાય છે. – નેપોલિયન બોનાપાર્ટ
47. લોભને કોઈ ગુરૂ કે મિત્ર હોતા નથી, કામાતુરને ભય કે શરમ હોતા નથી, વિદ્યાતુરને સુખ કે ઉંઘ હોતા નથી. – સંસ્કૃત કહેવત
48. જ્ઞાન એ દોરો પરોવાયેલી સોયના જેવું છે. જેમ દોરો પરોવાયેલી સોય ખોવાતી નથી, તેમ જ્ઞાની સંસારમાં ભૂલો પડતો નથી. - શિક્ષાપત્રી
49. કોઈ ઉત્તમ પુસ્તકના વાંચનથી નૂતન યુગનો આરંભ થતો હોય છે. – હેનરી ડેવીડ થોરે
50. સારુ સુખ અને આનંદ સારાં પુસ્તકોમાંથી મળે છે. - સ્વામી વિવેકાનંદ
51. શિક્ષણની ઈમારત એવી ચણજો કે કદાચ સંજોગોવસાત તે ભાંગી પડે તો તેનાં ખંડિયેરો જોઈને જોનાર તેની પ્રશંસા કરે. - વિવેકાનંદ
52. જેના થકી મુક્તિ મળે તેનું નામ જ્ઞાન. - શંકરાચાર્ય
53. માતાની ગોદ વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટિ છે, જયાં બાળકને જીવનના ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત થાય છે. જે જીવનના અંત સુધી ટકી રહે છે.
54. અજ્ઞાન જ દુઃખનું કારણ છે એ દિવસ જેવું મને સ્પષ્ટ દેખાય છે. - વિવેકાનંદ
55. માનવીની સંપૂર્ણ વ્યક્તિત્વતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ – વિવેકાનંદ
56. આળસ, આસક્તિ, ચંચળતા, ઉદંડતા, અભિમાન, લોભ અને નિરર્થક ચર્ચા આ સાત દોષ વિદ્યાર્થી માટે અહિતકર છે.
57. ભણો અને ભણાવો.
58. દીકરીને દહેજમાં શિક્ષણ આપો.
59. માનવીનું નિર્માણ કરી શકે તે જ સાચુ શિક્ષણ.
60. માનવીને સાચા માનવ બનાવવાનું કામ શિક્ષણ જ કરી શકે.
61. વડીલોની સેવાથી અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે જે સર્વશ્રેષ્ઠ છે.
62. વિદ્યાર્થીનું પાઠ્યપુસ્તક શિક્ષક જ હોય એમ મને લાગ્યું છે.
63. જીવનનું ઘડતર કરે તેનું નામ ભણતર.
64. પ્રત્યેક ભણનારનું મન સુવિચારો લાવવા માટેની ધરતી છે.
65. બધી જ કેળવણીઓનો સાર માનવતાના સર્જનમાં સમાઈ જાય છે.
66. સારો વાલી જ સમાજને ઉત્તમ સભ્યોનું પ્રદાન કરી શકે.
67. જેની જ્ઞાનેષણાની સરવાણી સુકાઈ ગઈ છે તે શિક્ષક નથી.
68. કોઈના ઘૂંટાયેલા એકડા ન ઘૂંટો, પરિવર્તનશીલ બનીને આગળ વધો.
69. પુસ્તકો વિનાનું ઘર બારીઓ વિનાના ઓરડા જેવું છે.
70. ક્રિયા વિનાનું જ્ઞાન નકામુ છે અને જ્ઞાન વિનાની ક્રિયા નકામી છે.
71. ખરેખર વિદ્યા જ મનુષ્યનું વિશિષ્ટ સૌંદર્ય અને ગુપ્ત ધન છે.
72. છાત્રાલય એ વિદ્યાર્થી જીવન ઘડતરની શાળા છે.
73. ગૃહપતિ એ વિદ્યાર્થીના શિલ્પકાર છે.
74. વહાલાં બાળકો મીઠા બોલ બોલજો, તમને જરૂર મીઠા પડઘા સંભળાશે.
75. માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે.
76. મૃત્યુ એટલે ચેતનાનો અંત, શિક્ષણ એટલે માનવીના ચૈતન્યનો આવિષ્કાર.
77. આત્મરૂપી જહાજનું લંગર કેળવણી અને સઢ ચારિત્ર્ય છે.
78. સંસારમાં સૌ ઉપલબ્ધિઓમાં શિક્ષણ સૌથી મોટી ઉપલબ્ધિ છે.
79. વિચાર કરવાની કળા એટલે ખરી કેળવણી.
80. શિક્ષક પોતે શીખતો ન રહે, તો એ કદી શીખવી ન શકે.
81. નમ્રતા એ જ્ઞાનનો ખરો પ્રારંભ છે.
82. હું બધું શીખી ગયો છું એમ કહો એટલે વિકાસ અટકી ગયો.
83. કેળવણી અને કોમવાદ બંને પરસ્પર વિરોધી વસ્તુ છે.
84. છાત્રાલય એટલે વિવિધ વ્યક્તિત્ત્વોમાં સુમેળ આપવા મથતું સજીવ યંત્ર.
85.શિક્ષકનું શિક્ષકત્વ વૃક્ષની જેમ આંતરિક અને બાહ્ય બંને રૂપે વિકસવું જોઈએ.
86. શિક્ષક જ્ઞાન દેનારો નથી, પરંતુ બહાર આણનારો છે.
87. જે સમાજ પોતાના શિક્ષકોનું સન્માન નથી કરતો તે મહાપુરુષો પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે.
88. સારો શિક્ષક સારો માણસ હોય તો જ પોતાના શિષ્યોમાં માનવતાનું શિક્ષણ રેડી શકે.
89. શિક્ષણ એ બાળકો ઉગાડવાની ધીમી છતાં ક્રાંતિકારી પ્રક્રિયા છે.
90. સ્વાવલંબી શિક્ષણની ક્રાંતિકારી યોજના એટલે નઈ તાલીમ.
91. શિક્ષક એ પાલક અને બાળકને જોડનારી કડી છે.
92. હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે.
93. જ્યાં બુદ્ધિનો શબ્દકોષ પૂરો થાય છે, ત્યાં હૃદયની ભાષા શરૂ થાય છે.
94. શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે.
95. પુસ્તક ખિસ્સામાં રાખેલો બગીચો છે.
96. ભાષા એ આપણા વૈયક્તિત્ત્વનો પડઘો છે.
97. કેળવણી લોક કલ્યાણની પ્રક્રિયા છે અને શિક્ષક તેનો કર્તા છે.
98. શિક્ષક એ સમાજને સમર્પિત સાધુ છે.
99. અનુબંધ એ નઈ તાલીમનો આત્મા છે.
100. બુદ્ધિ અને હૃદયને સતકાર્યમાં જોડવાની આવડત તે કેળવણી.
101. જે કલા આત્મ દર્શન ન કરાવે તે કલા નથી.
102. કલા કલાકારના વિકસિત આત્માનું પ્રતિબિંબ છે.
103. જ્ઞાનીનો આચાર અજ્ઞાની માટે પ્રેરણારૂપ છે.
104. શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમે પલતે હૈ. - ચાણક્ય
105. લોકોની ટેવો, માન્યતાઓ, સંસ્કારો બદલવાનો વિચારપૂર્વક ઘડાયેલો કાર્યક્રમ તે કેળવણી.
106. શિક્ષા અને શિક્ષણ એક સાથે રહી શકે નહીં, કોઈપણ પ્રકારનો ભય એ વ્યક્તિત્ત્વને રૂંધી નાખે છે.
107. વિદ્યા એક એવી વીંટી છે જે વિનયના નંગ વડે જ દીપે છે.
108. યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહી વાવો તો ઘડપણમાં એની છાયા મળશે નહીં.
109. માતા એ બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારની પ્રેરણા છે.
110. આંધળો અને અભણ સરખા.
111. શિક્ષણ એટલે જીવનની પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.
112. તમારા કદીય નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે.
113. જ્ઞાન વિના સાચી સ્વતંત્રતા મળતી નથી.
114. શિક્ષણ માત્ર આત્માની ઉન્નતિ માટે હોવું જોઈએ.
115.સતત શોધ કરવામાં સહાયક થાય તે શિક્ષણ.
116. વિષય જેવો કોઈ વ્યાધી નથી, મોહ જેવો કોઈ શત્રુ નથી, ક્રોધ જેવો કોઈ અગ્નિ નથી અને જ્ઞાન સમુ કોઈ સુખ નથી.
117. જીવન ચણતર અને ઘડત૨માં કામ આવે તે જ સાચી વિદ્યા.
118. બાળક એ છોડ છે, શિક્ષક તેનો માળી છે.
119. માતા એ બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારની પ્રણેતા છે.
120. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.
121. રાષ્ટ્રનો આત્મા શિક્ષક છે.
122. શિક્ષણ ધન કમાવવાનું સાધન નથી પણ જીવન જીવવાનું સાધન છે.
123. જ્ઞાનની આગ સંસ્કારના તેજ થી જ દેખી શકાય છે.
124. ભણતર વગરનું જીવન સુંગંધ વગરના ફુલ જેવું છે.
125. શિક્ષક, બાળક અને વાલી એ ત્રણ શાળાના આધાર સ્તંભ છે.
126. અહંકાર જેટલો ગાઢ, અજ્ઞાન તેટલું વધારે.
127. અજ્ઞાન અને પાપ એક જ વસ્તુ છે. - સોક્રેટીસ
128. દુઃખનું મુખ્ય કારણ અનુયાયીનું અજ્ઞાન છે. - ઋગ્વેદ
129. સફળતાનું પ્રથમ રહસ્ય છે આત્મવિશ્વાસ. - ઈમર્સન
130. મહાન આદર્શો મહાન વિભૂતિઓનું નિર્માણ કરે છે. - એમર્સન
131. એકાગ્રતામાં સમાયુ છે સમગ્ર શક્તિઓનું રહસ્ય. - કાર્બાઈલ
132. ગુરૂની કઠોરતા એ જ તેની કરૂણા છે. - બાબા મુક્તાનંદ
133. ચારિત્ર્યના ઘડતર માટે તમારી જાતને હથોડીથી ટીપવી પડશે. - ફ્રોઈડ
134. સ્વાશ્રય અને સંયમ એ ચારિત્રનાં ફેફસાં છે. - તિલક
135. શિક્ષણ માણસને સાચો માનવ બનાવે છે.
136. જે શિક્ષણમાં સમાજ અને રાષ્ટ્રના કલ્યાણની ચિંતાનું તપ નથી તે ક્યારેય સાચુ નથી.
137. જ્ઞાનની લાખો ગાંસડી કરતાં ચારિત્રની એક ચપટી ચડીયાતી છે.
138. જ્ઞાન ફક્ત સચ્ચાઈમાં જ જોવા મળે છે.
139. અનુભવ જ સાચો માર્ગદર્શક અને ગુરૂ છે.
140. જ્ઞાની મિત્રની પ્રાપ્તિ એ જ જીવનનું શ્રેષ્ઠ વરદાન છે.
141. ખરો વિદ્યાભ્યાસ એ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
142. આત્મારૂપી જહાજનું લંગર કેળવણી છે અને સઢ ચારિત્ર્ય છે.
143. બાળક એક જ્યોત છે, શિક્ષકે તેને પ્રગટાવવાની જરૂર છે.
144. શિક્ષક એ એક એવો દીવો છે જે પોતે સળગીને બીજાને રોશની આપે છે.
પ્રાર્થના
145. ઈશ્વરની પ્રાર્થના હૃદયની શુદ્ધિ માટે કરજો. - પૂ.ડોંગરેજી મહારાજ
146. પ્રાર્થના એ તો મનને શુદ્ધ રાખનારુ ઔષધ છે. એનાથી મનના ઉદ્વેગો શાંત પડે છે, મનની જે ખામી હોય તેને દૂર કરવાની શક્તિ પ્રાર્થનામાં છે અને છે જ. -સ્વામી વિવેકાનંદ
147. સુંવાળી જિંદગી માટે પ્રાર્થના ન કરજો, પ્રાર્થના કરજો બળવાન થવાની. -બેન્જામીન
148. પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે.
149. પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશા વાહક. - દયાનંદ સરસ્વતી
150. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. - ગાંધીજી
151. પવિત્ર હૃદયથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ જતી નથી. – ગાંધીજી
152. પ્રાર્થનાથી પરિસ્થિતિ પલટાય છે? ના પ્રાર્થનાથી તો માનવી જ પલટાય છે ને પછી માનવી પરિસ્થિતિને પલટાવે છે.
153. જગતને સ્વપ્નેય ખ્યાલ નથી એટલી બધી વસ્તુઓ પ્રાર્થનાઓ વડે સમજાય છે.
154. પ્રાર્થનાએ શ્રદ્ધાનો અવાજ છે.
155. પ્રાર્થનાએ ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે.
156. પ્રાર્થનાનું અંતિમ પગથિયું એટલે ધ્યાન – બાબા મુક્તાનંદ
157. સાધનાની સીડીનું છેલ્લું પગથિયું એટલે ધ્યાન-સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતી
158. જે હૃદયથી પ્રભુને ચાહે છે ત્યાં સદાકાળ વસંત જ હોય છે. -વોલ્ટર
159. ઉપાસના આત્માની ભૂખ છે. -શ્રી રામ શર્મા
160. પ્રાર્થના સાથે સાષ્ટાંગ નમસ્કાર કરનાર માનવીની કાયા સાથે તેનું હૃદય પણ નમી જાય છે ત્યારે જ પ્રાર્થના ફળે છે.
આરોગ્ય
161. વૈભવ અને એશ, આરામના ઢગલા કરો, પરંતુ તંદુરસ્તી તે કરતાં ચઢી જાય છે.
162. પરિશ્રમમાંથી આરોગ્ય અને આરોગ્યમાંથી આનંદ પેદા થાય છે. -બીટી
163. વધારે પ્રમાણમાં ખાવાથી આરોગ્ય અને આયુષ્ય બન્નેનો નાશ થાય છે. -પ.પૂ. લીલાશાહજી બાપુ
164. ઘૃણા એટલે આપણા હૃદયનું પાગલપણું. - બાયરન
165. તંદુરસ્તી માટે તમારા પગ ગરમ અને મસ્તક ઠંડુ રાખો. - હિપોક્રેટીસ
166. જ્યાં-જ્યાં ગંદકી ત્યાં-ત્યાં માંદગી
167. કોગળા જાંબુ છાલથી, રોગ ગળાના જાય, ઠળીયા પીસી ફાકવાથી સાકર પેશાબ રોકાય.
168. ચુસો ઠળિયો ખજૂરનો પ્યાસ ગળાની જાય, પીસી ધુણી ચાખતાં નાશ હરસનો થાય.
169. માનવજાત માટે એક બ્રહ્મશાસ્ત્ર છે તે હાસ્ય.
170. હાસ્ય એ થાકમાંથી મુક્ત થવાની બારી છે.
171. નાગફણી પીસી નાખી પી રસ સાકર સંગ, જાય પ્રમેહ પ્રદર રોગ ઉજ્જવળ બનશે સંગ.
172. તલ જવના ચૂર્ણને સાકર મધમાં લે, ગર્ભીણી સુવાવડીના લોહી અટકાવે.
173. છોટા છત્રી ઘાટના, પોયા બિલાડીના ટોપ, ભૂકો કરી ભભરાવતાં તાંબી ચાંદી રોગ.
174. નાના નીરમળી બીજથી, મટે વીંછી ડંખ, નેત્ર રોગ જરૂર મટે, ગુણ એવા અસંખ્ય.
175. અજીર્ણ રોગ ટાળવા રસ આદુનો સુંદર, લીંબુ રસ ભેળવી સીંધવ સુખકર.
176. રોગ બરોળ મટાડવા, મધ ચોખ્ખુ વાપરજો, ૨સ કુંવા૨નો એમાં સમભાગે મેળવજો.
177. રોગ ચામડીના ઘણા, સઘળા જીતવા કાજે, ગોરખ મુંડી યા ઉપલસરી કઢાઈ લેજો છાસ.
178. લીંબુ છાલની ભસ્મ લે, એ ઊલ્ટીની દવા, મધ સાથે ચાટજે પ્રમાણ ત્રણ રસભાર.
179. હેત હરખે વાયો, ટાળો રોગ તમામ, સુખ શાંતિ ઉપજે સદા કેમ સુધરે ન કામ.
180. શાક સુરણના પ્રતાપથી તૂટે હરસનું જોર, હાફૂસ સોજો હંફાવશે, સાટોડીના દોર.
181. આનંદી માણસને અજીર્ણ કદી સતાવતું નથી.
182. ઉચ્ચ વિચારો વાળું મન જ શરીરને તંદુરસ્ત રાખે છે.
183. રોગ અને શત્રુને ઉગતાં જ ડામવાં.
184. મનની નિર્મળતા હૃદયને શુદ્ધ કરે છે અને જીવનને શાંત બનાવે છે.
185. શરીરના મશીનને હાસ્ય રૂપી ઉંજણની જરૂર પડે છે; જેથી તે સરળતાથી ચાલી શકે.
186. તંદુરસ્તી પ્રભુની ભેટ છે પરંતુ તેની કાયમ સાર સંભાળ રાખવી પડે છે, તો જ તે આકર્ષક લાગે છે.
187. મનની નિર્મળતા હૃદયને શુદ્ધ કરે છે અને જીવનને શાંત બનાવે છે.
188. નિશ્રય એ માંદા મનની દવા છે.
189. મનનો દરવાજો ખોલવાની એક જ ચાવી છે, સહાનુભૂતિ.
190. જીભમાં ધીમા અને જોવામાં ઝડપી બનો.
191. મને આનંદ શું છે તેની ખબર છે કારણ કે હું દુ:ખની ભઠ્ઠીમાં પરિપક્વ બન્યો છું.
192. તમારા મનને ૧૦% ખાલી રાખો.
193. તમારા ઘરમાં ધર્મને પ્રવેશ આપો પછી ધર્મ તમારા હૃદયમાં પ્રવેશ કરશે.
194. હજાર હાથ કરતાં એક માથું મહત્ત્વનું છે.
195. મકાન મનુષ્યના હાથ વડે બંધાય છે, પણ ઘર મનુષ્યના હૃદય વડે બંધાય છે.
196. આત્મા અગ્નિ છે, રાખ એનાં શરી૨ છે.
197. દૂર થશે ગંદકી તો જતી રહેશે માંદગી.
198. સ્વચ્છ સુઘડ ગામ માંહે રોગોનું ક્યાં નામ.
199. ચોખ્ખી ચટ્ટ હવા ત્યાં જોઈએ ક્યાં દવા.
200. મિતાહાર વિહાર ત્યાં કોણ પડે બિમાર.
201. નાનુ સરખું વ્યસન પણ ઝેર છે, પૈસા આપીને ઝેર પેટમાં નાખવું સજ્જનની શોભા નથી.
202. જીવનનું આંગણું વ્યસન મુક્ત રાખીએ.
203. એવો એકેય રોગ નથી કે જેનો ઈલાજ દારૂ હોય.
204. બધાય રોગ સારા પણ તિરસ્કાર જેવો એકેય રોગ નથી.
205. આરોગ્ય વગરનું તન નકામું, ચિંતન વગરનું મન નકામું.
206. આળસ એ ગફલતનું મૂળ, રોગનું પારણું અને શાંતિનું મૃત્યુઘર છે.
207. આરોગ્ય અને આયુષ્ય એ બન્ને જીવન ઈમારતના બે માળ છે, સંતોષ અને સંયમરૂપી સિમેન્ટ તેમાં નહિં હોય તો બન્ને માળ હચમચી જશે.
208. મિતાહાર અને કસરતનો અભાવ હોય ત્યાં દવાઓ ઘૂસે છે.
209. ભૂખ વગર ખાવું તે ભ્રષ્ટાચાર છે.
210. ખાવાથી શક્તિ નથી મળતી, પણ ખાધેલું પચાવવાથી મળે છે.
211. સત કી રોટી સબસે મોટી.
212. તારું આયુષ્ય લાંબુ થાય તે માટે તારો આહાર ઘટાડ.
213. માણસ પોતાની કબર પોતાના દાંત વડે ખોદે છે.
214. ભારે ભોજન જીવનને ટૂંકુ બનાવે છે.
215. જીસકા મન રોગી, ઉસકા શરી૨ રોગી.
216. વૈભવ અને એશ આરામના ઢગલા કરતાં તંદુરસ્તી ચડિયાતી છે.
217. સારી તંદુરસ્તી તો આંતરિક સંવાદિતાની બાહ્ય અભિવ્યક્તિ છે.
218. આનંદમ્ પરમ્ ઔષધમ્
219. માંદુ શરીર આત્માનું દેહ ખાનું છે.
220. જેની પાસે કસરત કરવાનો સમય નથી, તેની પાસે માંદા પડવાનો પૂરો સમય હોય છે.
221. જ્યાં સુધી આપણા હાથ સાવરણા સુધી જતાં નથી, ત્યાં સુધી ગંદકી આપ મેળે દૂર થતી નથી.
વર્તન - વ્યવહાર
222. માનવમાં જો માનવતાનાં નીર નહિ સુકાય તો સદ્ગુણોના સુંદર છોડ ઊગી નીકળશે.
223. વિવેક ગુણના ખેડાણ વિના શાંતિ નથી.
224. મોહ એટલે પ્રેમ નહિ, ઘેલછા એટલે તમન્ના નહિ અને હક એટલે નિશ્ચય નહિ.
225. ઉત્તમ આચાર એ જ માનવનું સાચું જીવન છે.
226. મોટાઈ અને ભપકો-આડંબરમાં નથી, સાચી મોટાઈ દીન-દુઃખીયાના આંસુ લૂછવામાં છે.
227. નિંદા કરવી અને સાંભળવી બંને મહાપાપ છે. - સ્વામી રામતીર્થ
228. સમય એ તમામ દુઃખ રોગની જડીબટ્ટી છે તેને વેડફો નહી.
229. પુરૂષાર્થ, ધૈર્ય, સાહસ, બુદ્ધિ, બળ અને પરાક્રમ એ છ વસ્તુઓ હોય ત્યાં દેવ મદદરૂપ બને છે.
230. માનવીની પરીક્ષા એના સ્થિર લક્ષણોથી કરવી જોઈએ. બહારના કે કપડાંના ભપકા ઉપરથી નહી.
231. અહિંસા એટલે જીવન પ્રત્યે પૂર્ણ પ્રેમ. - ગાંધીજી
232. જો કદી નાના બની શકીએ તો મોટાઈ મળે, નાની નાની આ સરિતાઓ કદી સાગર હશે. - કુતુબ આગ્નાદ
233. બોજો ફેંકવા જશો તો દૂર નહી થાય, પણ બોજને પૂરો સમજશો તો પાકા ફળની જેમ ખરી પડશે. - જે.કૃષ્ણમૂર્તિ
234. પોતાના એક પણ દૂષણ વિશે માણસ સભાન ન હોય તે મોટામાં મોટું દૂષણ છે. - કાર્બાઈલ
235. શાણો માણસ પોતે જોવું ઘટે એટલું જ જુએ છે, પોતે જોઈ શકે એટલું નહી. - મોન્ટેઈન
236. સંતો અને સજ્જનોની સંગતિ કદી વિફળ નથી જતી. - વિનોબા ભાવે
237. આપણો મારગ એકલવાયો – આપણે આપણો તડકો છાંયો. – જગદીશ જોશી
238. મહાન પુરૂષ સાથે દોસ્તી બાંધવી અને સિંહ સાથે દોસ્તી બાંધવી એ બંને સમાન છે. - ઈટાલિયન કહેવત
239. ક્રોધના કાળની એક જ પળ જો તમે સાચવી લો તો આપત્તિના અનેક દિવસોથી બચી શકો. - ચીની કહેવત
240. સેવાથી શત્રુ પણ મિત્ર થઈ જાય છે. – વાલ્મિકી
241. શ્રેષ્ઠ પુરૂષોની કીર્તિનું મૂળ કારણ ધર્મ જ છે. - વેદ વ્યાસજી
242. શ્રધ્ધા એટલે પૂજ્ય ભાવ સાથેનો પ્રેમ. - સ્વામી સચ્ચિદાનંદજી
243. તમે તમારી ફરજ બજાવવાની કોશિશ કરશો તો તમને તમારી સાચી લાયકાતનો ખ્યાલ આવી જશે. – ગટે
244. પ્રશંસા એ ઘણીવાર નિંદાનો પ્રારંભ હોય છે. - જાપાની કહેવત
245. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારુ ગણી લેજે.
246. આદર્શ વગ૨નો માણસ સુકાન વગરના વહાણ જેવો છે. – ગાંધીજી
247. સાચું અને અક્ષય સુખ આત્મપ્રાપ્તિમાં જ છે. - ભગવાન શ્રીકૃષ્ણ
248. માલિકીની તમામ દિવાલોને જમીનદોસ્ત કર્યા વિના, માણસના દિલમાં શિશુના જેવો આનંદ આવતો નથી. - ધુમકેતુ
249. ઝેરનું અમૃત કરે તે સંત. - સ્વામી સચ્ચિદાનંદજી
250. તેત્રીસ કરોડ દેવતા પર શ્રધ્ધા હોય પણ પોતાના ઉપર જ શ્રધ્ધા ન હોય તો સિધ્ધિ અસંભવિત છે. - વિવેકાનંદ
251. દયાળુ લોકોના શરીરની શોભા પરોપકારથી છે. - ભર્તુહર
252. તમે જો માત્ર નસીબની યારી શોધતા હશો તો તકને ઓળખી નહી શકો. - મોન્તાકોઈન
253. સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો. – રામકૃષ્ણ પરમહંસ
254. દાની, ત્યાગી, જ્ઞાની અને વીતરાગી એ સૌની પાછળ નમ્રતા રહેલી છે. – ખલીલ જિબ્રાન
255. વિશ્વાસ જીવન છે, સંશય મોત છે. - રામકૃષ્ણ પરમહંસ
256. મહેનત શરી૨ને બળવાન બનાવે છે, મુશ્કેલીઓ મનને મક્કમ બનાવે છે. – સેનેકો
257. તમે સમયને જો એમને એમ જ વેડફી નાંખશો તો તાજુ ફૂલ પણ સુંઘાયા વિના જ ચીમળાઈ જશે! – એમર્સન
258. દરેક માણસ પોતાનું આંગણું વાળી રાખે તો ય દુનિયા ચોખ્ખી થઈજાય! – ગટે
259. વિપદા જેવી કોઈ મહાશાળા આ પૃથ્વી ઉપર નથી. - પ્રેમચંદ
260. પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનો સીધો વાર્તાલાપ. - દિવ્યાનંદ
261. આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે, પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. - ભગવાન શંકરાચાર્ય
262. દેહને પોતાનું સ્વરૂપ માનવું નહી. – સહજાનંદ સ્વામી
263. દુઃખ વખતે દીધું નહીં, પછી ખોટી દયાથી શું =? સુકાયા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું?
264. બીજાની ભૂલ માફ કરવી સહેલી છે પરંતુ આપણી ભૂલ કાઢનારાઓને માફ કરવા મુશ્કેલ છે. - રામકૃષ્ણ પરમહંસ
265. બધાની સગવડ ન સચવાય તો ચિંતા ન કરશો પરંતુ આપણા કારણે કોઈ તકલીફમાં ન મૂકાય તે ખાસ જોજો. - વિવેકાનંદ
266. જે તમને હસાવે તેને નહી પરંતુ વિચાર કરતાં કરી મૂકે તેને જ મિત્ર બનાવજો. - રામકૃષ્ણ પરમહંસ
267. મિથ્યા પ્રશંસા ઘણી જ કષ્ટદાયક હોય છે, સાવધાન ! એકને સાંભળીને બે નો ન્યાય ન કરવો. - મહાકવિ કાલિદાસ
268. સામા પ્રવાહમાં તરી જવાની ધીરજ અને હિંમત જોઈએ, બાકી પ્રવાહની દિશામાં તો મરેલું માછલું પણ તણાઈ જાય છે.
269. કોઈકની મહેરબાની માંગવી એટલે આપણી સ્વતંત્રતા વહેંચવી. – ગાંધીજી
270. અપમાનનું વેર લેવું એના કરતાં એ સહન કરી જવું વધુ લાભદાયી છે. – સેનેકા
271. જે અંતરમાં ખરેખર સ્વચ્છ છે, તે બહાર અસ્વચ્છ હોઈ જ ન શકે. – ગાંધીજી
272. અન્યાયની સામે કંઈ જ ન બોલવું એ નામર્દાઈની નિશાની છે. – ગાંધીજી
273. બે માણસો વચ્ચેનું ઓછામાં ઓછું અંતર એટલે હાસ્ય. - માર્ક ટ્વેન
274. ઈશ્વરની પ્રાર્થના હૃદયની શુદ્ધિ માટે કરજો. - પૂ. ડોંગરેજી મહારાજ
275. જેટલે અંશે આપણે આપણી જાતને હલાવી શકીશું તેટલે અંશે જ આપણેજગતને ખળભળાવવાની શક્તિ પ્રાપ્ત કરી શકીશું. - સ્વામી રામતીર્થ
276. યૌવન હિંમત અને સાહસનું ઘર છે. - સ્વામી વિવેકાનંદ
277. તમારા હાથે સત્કર્મમાં વપરાય એટલું ધન તમારું છે. - પુનિત મહારાજ
278. આખો દિવસ રસ્તો પૂછ્યાં કરીશું તો પછી ચાલીશું ક્યારે. - પ્રેમભિક્ષુક
279. મારી શ્રધ્ધા ત્યજી દેવા કરતાં હું મારું જીવન ત્યજી દેવાનું વધારે પસંદ કરું છું. - મધર ટેરેસા
280. જેમનું મન ધર્મરત છે તેમને દેવો પણ નમન કરે છે. - રવિશંકર મહારાજ
281. મારા કેવળ ભગવાન જ છે, બીજુ કોઈ મારું નથી. - મીરાંબાઈ
282. વિવેક વગરનું જીવન બ્રેક વગરના વાહન જેવું છે. – લોકમાન્ય તિલક
283. નમ્રતા એટલે હું પણાનો આત્યંતિક ક્ષય. – ગાંધીજી
284. જળમાં ડુબેલાને બચાવવા કરતાં વાસનાના પૂરમાં ડૂબનારને બચાવવો ઘણો જ કઠિન છે. - સ્વામી સચ્ચિદાનંદજી
285. સંત જીવનબાગમાં વસંત લાવે છે. - મહાવીર સ્વામી
286. જીવન શ્રેષ્ઠ બનાવવું હોય તો ઓછું બોલો, ઓછું ખર્ચે, ઓછું ખાઓ.
287. ક્રોધ ઉપર પ્રેમથી, પાપ ઉપર પુણ્યથી, લોભ ઉપર દાનથી, અસત્ય ઉપર સત્યથી જીત મેળવો. – ગૌતમ બુદ્ધ
288. તમારી પાસે બુદ્ધિ હોય એ સારી વાત છે, પણ તેને એટલી તીક્ષ્ણ ન બનાવશો કે બીજાને રોજ વાગ્યા કરે.
289. કોમળતાથી બોલો અને મધુરતાથી મુશ્કરાઓ. - એડીસન
290. જે હર ક્ષણે કામમાં રચ્યો પચ્યો રહે છે તેની પાસે આંસુ સારવાનો સમય હોતો નથી.
291. પોતાના જીવનને કલા બનાવી શકે તે કલાકાર. - થોરો
292. સરવાળો સત્કર્મનો, ગુણનો ગુણાકાર, બાદબાકી બુરાઈની, ભ્રમનો ભાગાકાર.
293. ગુલામને તો એક જ માલિક હોય છે, પણ લાલચુને તો પોતાને મદદરૂપ નિવડે એવા બધાની જ ગુલામી ઉઠાવવી પડે છે. - બ્રૂયેર
294. સદ્ગુરુની આજ્ઞાનું પાલન સર્વ કાર્યોમાં સફળતાની ચાવી છે.
295. હલકા લોકોના સંઘથી મન પણ હલકું બને છે. - પૂ. લીલાશાહજી બાપુ
296. ભેગાં મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ, ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ. - રવિશંકર મહારાજ
297. માણસે પોતાની જાત ઉપર મેળવેલો વિજય એ જ તેનો સૌથી વિશેષ બહાદુરી ભરેલો વિજય છે. - અર્લ ઓફ સ્ટેલિંગ
298. કરૂણા એવી ભાષા છે કે આંધળા વાંચી શકે છે અને બહેરા સાંભળી શકે છે. - માર્ક ટ્વેઈન
299. આત્મહત્યાનો વિચાર કરવો પાપ છે, કાયરતા છે - સ્વામી રામતીર્થ
300. જેને પોતાના ઉપર વિશ્વાસ નથી તે નાસ્તિક છે. - સ્વામી વિવેકાનંદ
301. ચાડી-ચુગલી કરવી, દ્વેષ કરવો અને ભયભીત થવું એ મોટું પાપ છે. - સ્વામી રામસુખદાસ
302. ઉપકાર કરવો એટલે દેવું ચુકવવાની તક મળી છે, તેવી ભાવના સાથે પારકાના દુઃખમાં ભાગ દેવો. - લાયોલા
303. મિત્રનો ધર્મ હાસ્યનો કોલાહલ વધારવામાં નથી, દુઃખના આંસુ લુછવામાં છે. - ચિત્રભાનુ
304. પ્રેમ એટલે આચરણમાં મુકેલી શ્રધ્ધા, સેવા એટલે આચરણમાં મૂકેલો પ્રેમ. - મધર ટેરેસા
305. જે બુદ્ધિમાન સંયમી નથી તે આંધળો મશાલચી છે. - વિનોબાભાવે
306. મૃત્યુનો ભય રાખવો એ નિર્બળતા છે, પણ મૃત્યુની ઈચ્છા કરવી એ તો કાયરતા છે. - સર પી. સિડની
307. સારી સ્મરણ શક્તિ એ કે જેને નમાલી વાતો ભૂલી જતાં આવડે. – બાયરન
308. શત્રુ દ્વારા થતી પ્રશંસા એ સર્વોત્તમ કીર્તિ છે. – ટોમસ મૂર
309. વાત્સલ્ય દોષોને ગળી જાય છે, સખ્ય દોષોને સહન કરે છે, જ્યારે પ્રેમ દોષોને જોતાં જ નથી. – વિનોબા
310. માનવી તારાને પકડવા હાથ ફેલાવે છે અને પોતાના જ પગમાં ઉગેલા ફૂલોને ભૂલી જાય છે. – જર્મી બેચેમ
311. ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ન દેખાય તેમ ક્રોધી માણસ પોતાનું હિત સામાં છે તે જોઈ શકતો નથી. – ભગવાન બુદ્ધ
312. આજના સૂર્યને આવતીકાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે. – કેપ
313. જે પોતાના જ વખાણ કરવાનું પસંદ કરે છે, તેનામાં ગુણોની ઓછપ હોય છે. - અરવિંદ ઘોષ
314. ગમે તે ભાષા બોલો પણ તમે જેવા હશો તેવા જ શબ્દો તમારા મોંમાથી બહાર આવશે. - એમર્સન
315. ભૂલ તો સહુ કોઈના હાથે થવાની જ, પરંતુ મૂરખ સિવાય કોઈ તેનું પુનરાવર્તન કરતું નથી. – સિસરા
316. સારી ભાવના પૂર્વક કરેલું કામ એ પણ ધ્યાન જ છે. – શ્રી અરવિંદ
317. અંધ હોવું એ એક વાત છે ને અંધકારમાં જીવવું એ બીજી જ વાત છે. - કોવેન્દ્રી પેરમોર
318. આપણે હોઈએ એવા દેખાઈએ એ જ જગતમાં માન સાથે જીવવાનો ટૂંકામાં ટૂંકો અને મક્કમ માર્ગ છે. – સોક્રેટીસ
319. આળસ અને અભિમાન આપણી પાસેથી રાજાઓ અને પાર્લામેન્ટો કરતાંય વધુ દંડ વસુલ કરે છે. – બેન્જામિન ફ્રાન્કલીન
320. તમારા પોતાના દોષો માટે અન્ય કોઈનો વાંક કાઢવો નહી. - સ્વામી વિવેકાનંદ
321. સંપત્તિ વધુ કરવાનો હક્ક છે, પણ તેના માલિક થવાનો હક્ક નથી. - રવિશંકર મહારાજ
322. પુરૂષાર્થમાં ત્યાગ, બુદ્ધિમાં પરોપકાર, જીવનમાં ક્ષમા અને મરણમાં આનંદ એનું નામ મોક્ષ. – દુલાકાગ
323. વાણી જ માનવીનું એક એવું આભૂષણ છે જે બીજા આભૂષણોની માફક ઘસાતું નથી. - ભર્તુહર
324. વિજય તો સૌનો વિજય અને પરાજય (નિષ્ફળતા) તો મારી નિષ્ફળતા એ સાચા નેતાનું અને સાચા માણસનું લક્ષણ છે. - માતાજી
325. તમારી હાજરીમાં જે તમારાથી ડરે છે, તે તમારી ગેરહાજરીમાં તમને ધિક્કારશે. - કુલર
326. પવનને આપણે દિશા આપી શકતા નથી, પણ આપણા શઢ તેને અનુકુળ કરી શકીએ છીએ. – થોરો
327. ત્રણ કલાક વહેલા હોવું સારૂં પણ એક મિનિટ મોડા પડવું ખરાબ – સેક્સપિય
328. જૂઠ તમારી બુરાઈઓનું જનક છે. - સોક્રેટીસ
329. જમાનો બહુ ખરાબ આવ્યો છે. ભલે ! પણ તમને અહીં મોકલ્યાં છે તે એને સારો કરવા માટે. - કાર્બાઈલ
330. અંધકાર પ્રકાશ તરફ ચાલે છે પણ આંધળુ અનુકરણ વિનાશ તરફ જ ચાલે છે. - ઉપનિષદ
331. ધનથી તમને કેવળ રોટલો મળી શકે છે, તેને તમારું ધ્યેય કે સાધ્ય ન સમજો. - રામકૃષ્ણ પરમહંસ
332. આજે વિચારો અને આવતીકાલે બોલો. - એચ.સી.બોન
333. અજ્ઞાન અને પાપ એક જ વસ્તુ છે. - સોક્રેટીસ
334. જ્ઞાની કે અજ્ઞાની, જન સુખ-દુ:ખ રહીત ન કોઈ, જ્ઞાની ધૈર્યથી ભોગવે, મૂરખ ભોગવે રોઈ
335. દરેક વસ્તુ માટે સ્થાન અને દરેક વસ્તુ તેના સ્થાને. - સેમ્યુઅલ સ્માઈલસ
336. મન ઉપર વિજય મેળવનાર જ ખરો પુરુષ છે. - પૂ. લીલાશાહજી બાપુ
337. જો માનવી શુદ્ધ વિચારપૂર્વક બોલે કે વર્તે તો સુખ તેને પડછાયાની જેમ વળગી રહે છે અને ક્યારેય તેને છોડતું નથી. – ભગવાન બુદ્ધ
338. જરા જેટલું અસત્ય પણ માનવીનો નાશ કરે છે, જેમ એક ટીપું ઝેર આખા દૂધના તપેલાનો નાશ કરે છે. – ગાંધીજી
339. મૂર્ખ પોતાની ખુશામત કરે છે, શાણો મૂર્ખની ખુશામત કરે છે.
340. મંડ્યા રહે, ઝઝુમ્યા કર, આ જીવનમાં જો કોઈ પરિવર્તન લાવવું હોય તો માત્ર એક જ રસ્તો છે.
341. માનવ પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે. - સ્વામી રામતીર્થ
342. આવ અહીં આવ તું કલ્પના કર તારે શું બનવું છે, તે પછી તું મંડી પડ સાચે જ તું એ બની જઈશ, ને તારા ધારેલા શીખરને ટોચે તું જાતે જ પહોંચી જઈશ.
343. આળસ જીવતા માણસની કબર છે.
344. ચાલને આજથી આપણે પાછળ નજર કરવાનું માંડી વાળીએ. અતીત ભૂલી ભવિષ્યની કેડી કંડારતા રહીએ.
345. ઊંચે ચડવું છે? આગળ વધવું છે? તો ખડે પગે ઊભા રહેવાની તૈયારી રાખવી પડશે.
346. દરેક કામને જે મનગમતુ બનાવી શકે તે બુદ્ધિશાળી છે. - સ્વામી વિવેકાનંદ
347. એવો વિચાર ન કરીશ કે તું આજે ક્યાં છે? પણ એવું સતત વિચારતો રહેજે કે તારે ક્યાં પહોંચવાનું છે, ને તારે શું બનવાનું છે. જોજે હારની બીકથી છોડી ન દેતો મંડ્યો રહે હજી બાજી તારા હાથમાં છે.
348. જો તું એમ માનતો હોય કે આપણા જનમની સાથે જ આપણા ભાવિનું નિર્માણ થઈ ગયું છે હવે પછી આપણે અહીં કંઈ જ કરવાનું રહેતું નથી, તો એ તારી નરી મૂર્ખાઈ છે.
349. આપણા પ્રભુ આપણામાંના દરેકને ચાહે છે. ચાલો, આપણે પણ એકબીજાને ચાહીએ.
350. સ્વતંત્રતાનો અર્થ એવો નથી કે આપણે મન ફાવે એમ કરીએ, સ્વતંત્રતાનો અર્થ એવો છે કે આપણે જે ઈચ્છીએ તે બનીએ.
351. ભૂલ થઈ ગઈ? ભલે થઈ, ભૂલ થાય, એ તો જીવન છે. ભૂલને ભૂલી જા અને આગળ ધપતો જા.
352. યૌવન શોભે છે સંયમથી. - સ્વામી રામતીર્થ
353. જોજે આ જીવનની રમતમાં તું બહેકી ન જતાં, શાંત પાણીનું વહેણ બની, ભલે તું સાગરમાં ભળી જતો.
354. ચાલને આ અસ્ત થતા સૂરજના અંધારા આપણે ભૂલી જઈએ ને ઉષાના અજવાળાથી આ આપણા જીવનને ભરી દઈએ ને હૈયાના ઉંડાણમાં શીતળતાની મીઠી લહેર માણી લઈએ.
355. જે કંઈ સારું છે, સુંદર છે, નિરામય છે, એ પામવા તું સદાય મંડ્યો રહેજે, જો આપણે આ બધુ કરીશું તો યાદ રાખજે આપણે સદાય માટે હારી જઈશું.
356. તમે હારી જાવ એની મને ચિંતા નથી, પણ હારીને બેસી જાય તેની મને ચિંતા છે. - અજ્ઞાત
357. જો તમને તમારામાં શાંતિ મળતી નથી તો તેની બહાર શોધ વ્યર્થ છે.
358. બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી વસ્તુ છે. – સેકસપિયર
359. મોઢે ભલે કડવું કહે, પણ પીઠ પાછળ હંમેશા વખાણે તે સાચો મિત્ર. - હરિભાઈ ઉપાધ્યાય
360. બદનામ લોકો તમારી કીર્તિ ઝૂંટવી લઈ શકે એવી બીક રાખવી તે નરી મૂર્ખાઈ છે. – લુયીયસ સેનેકા
361. આપણે બીજાને આ૨પાર જોવા માંગીએ છીએ, પણ પોતાને આરપાર કોઈ જુએ તો તે પસંદ કરતાં નથી. – લારોશે
362. મહાન વ્યક્તિઓની સફળતાનું રહસ્ય તેમનામાં રહેલી નમ્રતા છે. - લાઓત્સે તુંગ
363. નાની બાબતોનો ખ્યાલ રાખવો, નાની એવી તિરાડને લીધે મોટા બંધો તૂટી જાય છે.
364. કીર્તિ મેળવવા ઘણા સારા કાર્યો કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એકાદ ખરાબ કાર્ય પુરતું છે. - સાઈરસ
365. બે વસ્તુઓ માનસિક નિર્બળતા જાહેર કરે છે. એક તો બોલવાના સમયે મુંગા રહેવું, બીજુ મુંગા રહેવાના સમયે બોલવું. – શેખશાહી
366. સુખી થવાની ચાવી આ મુજબ છે. પાપ થાય તેવું કમાવું નહી, માંદા પડીએ તેવું ખાવું નહી, દેવું થાય તેવું ખર્ચવું નહી અને લડાઈ થાય તેવું બોલવું નહી. - સુદર્શન
367. નિરાશાવાદ એવો ભયંકર રાક્ષસ છે, જે આપણો નાશ કરવા માટે ટાંપીને બેઠો છે. – સ્વેટમાર્ડન
368. જે આજ્ઞા પાળી જાણે તે જ હુકમ કરી શકે, પહેલા આજ્ઞા પાળતા શીખો. - સ્વામી વિવેકાનંદ
369. જ્યારે આત્મા કંઈ કહે અને બુદ્ધિ બીજું કહે એવા સમયે તમે આત્માનું કહેવું કરજો. - સ્વામી વિવેકાનંદ
370. કોઈ જાતની નામોશી આવે તેવું કોઈ કામ કદી કરતા નહી. - સરદાર વલ્લભભાઈ પટેલ
371. ઈચ્છા પર વિચારનું પ્રભુત્વ રાખો. - ઈમર્સન
372. જેઓમાં દુર્ગુણ હોય છે તે બધાને આપણે તુચ્છાકારતા નથી, પરંતુ જેમનામાં એકેય સદ્ગુણ હોતો નથી, તેમને આપણે ધિક્કારીએ છીએ. – રોશે કુકોલ્ડ
373. મૂર્ખ મિત્ર કરતાં શાણો દુશ્મન સારો. - લોફોનોઈન
374. જ્ઞાની માણસનું કામ પોતાના દોષો શોધી કાઢવાનું છે. – વિવેકાનંદ
375. જ્યારે ગુસ્સો ચડે ત્યારે પરિણામનો પણ વિચાર કરવો. – સોક્રેટીસ
376. મરી જાઓ, પરંતુ અન્યાય સામે ઝૂકશો નહી. - સુભાષચંદ્ર બોઝ
377. ચોર, વ્યસની, પાખંડી, કામી તથા કિમીયાગર માનવોના સંગ કરવો નહી. - સ્વામી સહજાનંદ
378. માંસ, મધ, લાંચ, ચોરી તથા જુગારનો ત્યાગ કરજો તેમજ આત્મઘાત કદી કરશો નહી. - સ્વામી સહજાનંદ
379. પોતાને પ્રતિકુળ અને દુઃખદાયક લાગે તેવો વ્યવહાર બીજા સાથે પણ ન કરવો. - મહાભારત
380. પૂર્વગ્રહી જ્યારે જુએ ત્યારે ત્રાંસુ જ જુએ છે અને જ્યારે બોલે ત્યારે જુદું જ બોલે છે. – ડચેસ-દ-આબ્રામ
381. મેં થોડા માણસોને ભૂખે મરી જતા જોયા છે, પણ વધારે પડતું ખાવાથી લાખોને મરતા જોયા છે. – બેન્જામીન ફ્રેંકલિન
382. યુધ્ધથી માણસ નાશ પામે છે, પણ ભોગ વિલાસથી તો માનવજાત નાશ પામે છે. કારણકે યુધ્ધથી માણસનું શરીર નાશ પામે છે, ત્યારે ભોગ વિલાસથી શરી૨ તેમજ મન નાશ પામે છે. - ક્રાઉન
383. દેવ, સભ્ય, માણસ, ગુરૂ અને જ્ઞાનીઓનું સન્માન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનાં તપ છે. – ગીતા
384. મારી પ્રબળ ઈચ્છા છે કે હું દરેક આંખનું એક-એક આંસુ લૂછું. – ગાંધીજી
385. પાણીની બહાર જેમ માછલી તરફડે છે, તેવી જ રીતે જીવન, મોહ, રાગ-દ્વેષની જાળમાં ફસાઈને તરફડે છે. - બુદ્ધ
386. બીજા પાસેથી જેવા વ્યવહારની અપેક્ષા રાખો તેવો જ વ્યવહાર તમે બીજા સાથે રાખો. – બાઈબલ
387. ધનની ત્રણ ગતિ છે દાન, ભોગ અને નાશ. જે નથી દેતો કે નથી ભોગવતો તેની ત્રીજી ગતિ થાય છે. - ભર્તુહર
388. આળસ માનવીનો મહાન શત્રુ છે. - બુદ્ધ
389. માણસ પાસે એટલું જ હોવું જોઈએ, જેનાથી તેનું ભરણ-પોષણ થઈ જાય, એનાથી અધિક જે સંગ્રહ કરે છે તે એક પ્રકારની ચોરી છે. - ભાગવત
390. તમે બીજાને તમારી ઈચ્છા પ્રમાણે ન બનાવી શકો તેનો ગુસ્સો ન કરો, કારણકે તમે પણ જેવા થવા ઈચ્છો છો તેવા થઈ શકતા નથી. - થોમસ કેમ્પી
391. તક ભાગ્યે જ મળે છે અને ડાહ્યો માણસ તેને જતી કરતો નથી. - ડિઝરાયલી
392. જગતમાં માણસ સિવાય કોઈ મોટુ નથી, તેમ માણસમાં ચારિત્ર્ય સિવાય કોઈ મોટું નથી. – ડબલ્યુ. એમ. ઈવાર્ટસ
393. જે હાસ્ય વિના જીવી શકે છે તે શ્રીમંત નથી અને જે હંમેશા હસી શકે છે તે ગરીબ નથી. –ડેલ કાર્નેગી
394. સાપ કાંચળી ઉતારે છે, પણ વિષ નથી છોડતો તેવી જ રીતે માણસો મુનિવેશ ધારણ કરે છે, પણ ભોગ ભાવના નથી છોડતા. – મુનિ રામસિંહ
395. નારી પ્રકૃતિની પુત્રી છે, તેના પર ગુસ્સે ન થાઓ, તેનું હૃદય કોમળ છે તેનો વિશ્વાસ કરો. - મહાભારત
396. મારો પ્રથમ સિદ્ધાંત એ છે કે માણસે સંજોગો કે કોઈના હાથે હાર ખાઈને બેસી રહેવું નહિ. – મેડમ કપુરી
397. કોઈપણ ઉમદા કાર્ય જોખમો સિવાય કરી શકાતું નથી. - મીશોલ-દ-મોન્ટેઈન
398. કુશની ટોચે રહેલા ઝાકળ બિંદુની જેમ માનવ જીવન ક્ષણભંગુર છે. તેથી હે ગૌતમ, ક્ષણ માટે પ્રમાદ ન કર. - ભગવાન મહાવીર
399. મૌન ઉત્તમ ભાષણ છે. જો તમારે બોલવું પડે તો ઓછામાં ઓછા શબ્દો ઉચ્ચારો, જ્યાં એક શબ્દથી કામ ચાલે ત્યાં બે ન બોલો. – ગાંધીજી
400. કેવળ આંખ અને કાને સંતોષે તે જ કલા નથી પણ જે આત્માને ઉન્નત કરે છે તે કલા છે. – ગાંધીજી
401. કામાતુર માણસ જીવ અને જડનો ભેદ કરી ન શકે. – કાલીદાસ
402. આપણે કીડા-મકોડા પેટે ચાલનારી જીવાતને મારી નાંખીએ છીએ, પણ પોતાનામાં છુપાયેલા ક્રોધને મારતા નથી, જે ખરેખર મારવાની વસ્તુ છે. – ગાંધીજી
403. જે ઘરમાં પ્રેમ નથી તે સ્મશાન છે. – કબી૨
404. મને તો એકપણ માણસ એવો નથી લાગતો કે જે પોતાના દોષ પોતે જોઈ શકે અને પોતાને દોષિત માને. - કોન્ફ્યુશિયસ
405. હું મારા કેમ્પમાં શીતળા, પીળો તાવ, કોલેરાને વધુ પસંદ કરીશ. ચારિત્ર્યહિનને નહિ. - બ્રાઉન
406. દોષ બતાવનારા પ્રત્યે ઘણા લોકો નારાજ થાય છે, તેમણે નારાજ તો બતાવેલા દોષ તરફ થવું જોઈએ. – બેનિંગ
407. પુરૂષ પ્રેમ તો કરે છે, પણ પ્રમાણમાં થોડો, જ્યારે સ્રી પ્રેમ કરે છે, ત્યારે તેની સીમા રહેતી નથી. – બાસ્ટર
408. સહુથી મોટો દોષ મને એ લાગે છે કે પોતાના કોઈ દોષનું આપણને ભાન ન હોય. – ટોમસ કાર્બાઈલ
409. ભયથી જે ભગવાનને ભજે છે તે શૈતાન આવે તો તેને પણ ભજશે. – ટોમસ મૂર
410. શંકાશીલ સેવક, હલતો દાંત અને દુષ્ટ પ્રધાન એટલાનો નાશ કરવો એ ઈષ્ટ છે.
411. મિત્રતા ધીરજથી કરવી પરંતુ થયા બાદ અચળ અને દ્રઢ બનીને નિભાવો.
412. પરમાત્માને વહાલા એ લોકો થાય છે કે જેઓ એની સૃષ્ટિને વહાલ કરે છે. – ઓસ્કાર વાઈલ્ડ
413. અભિમાની બ્રહ્મચારી કરતાં નમ્ર ગૃહસ્થ સ્વર્ગમાં પહેલાં સ્થાન પામે છે. - ઓગસ્ટાઈન
414. કેટલાંક લોકો એવા છે કે જે પોતાની જીભને જ કાબુમાં રાખે તો મોટા ટોળાને પણ કાબુમાં રાખી શકે. - જી.ડી. પ્રેન્ટિસ
415. જીભ તપાસીને વૈદો શરીરના રોગોનું નિદાન કરી શકે છે, પણ ફિલસુફી સામાની જીભ ઉપરથી તેના મનના અને હૃદયના રોગો પારખી શકે છે. - જિસ્ટન
416. ડાહ્યા માણસો રાજ્યતંત્રમાં ભાગ લેવા ના પાડે, તો ખરાબ માણસો હેઠળના રાજ્યતંત્રમાં રહેવાની સજા તેમને વેઠવી પડવાની. - પ્લેટો
417. જે માણસ અસત્યથી ડરે તો બીજા કોઈથી પણ ડરતો નથી. - ક્રાઉડ
418. ચારિત્ર્ય જ મનુષ્યની શ્રેષ્ઠ મૂડી છે. - એમર્સન
419. દુનિયાની મોટી આફત એ છે કે, મુર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી અને બુદ્ધિશાળીઓ પોતાની આશંકાઓમાંથી કદીયે બહાર આવતા નથી.
420. શિસ્ત વિનાનું સ્વાતંત્ર્ય અરાજકતા છે, સ્વાતંત્ર્ય વિનાની શિસ્ત જુલમ છે.
421. ઉત્તમ પુરૂષ પોતાના ચારિત્ર્યનો વિચાર કરે છે, જ્યારે અધમ પુરૂષ પોતાના પદનો વિચાર કરે છે. - કોન્ફ્યુશિયસ
422. સારામાં સારું રાજતંત્ર એ કહેવાય જે આપણને આપણી જાત ઉપર રાજ્ય ચલાવતા શીખવે. – ગેટે
423. ફળ આવતાં વૃક્ષ નમે છે, વર્ષા વખતે વાદળ નમે છે, સંપત્તિમાં સજ્જન નમે છે, પરોપકારીઓના સ્વભાવ જ એવો છે. - કાલીદાસ
424. બાળકોને પણ આબરૂ હોય છે, ફજેતાથી તેઓ કરમાઈ જાય છે, મોટેરાં કરતાં બાળકોમાં સ્વમાનની લાગણી વધુ તીવ્ર હોય છે. - કાકાસાહેબ કાલેલકર
425. જે અન્યમાં ભયનો સંચાર કરે છે તે પોતે હંમેશા ભયથી આંતકીત હોય છે. - ક્લોડિયન
426. કરોડો અસંતો મળ્યા છતાં સંત સંતપણું છોડતો નથી, સર્પો ચંદનને વીંટળાઈ રહે છે છતાં પણ તે શીતળતા છોડતું નથી. - કબીર
427. સારા માણસો વિનોદમાં જે બોલે છે તે પણ શીલાલેખ પર લખેલા અક્ષર સમાન છે, પણ ખરાબ માણસ સોગંદ ખાઈને જે બોલે છે તે પાણીમાં લખેલાં અક્ષર સમાન છે.
428. દયાની ભાષા બહેરા સાંભળી શકે અને મૂંગા સમજી શકે છે. - અજ્ઞાત
429. સારો વિચાર કરવો એ ડહાપણ ભર્યું છે, સારું આયોજન કરવું એ વધુ ડહાપણ ભર્યું છે, પણ એનો સારી રીતે અમલ કરવો એ સૌથી વધુ ડહાપણ ભર્યું છે.- ઈરાની કહેવત
430. તમારે પચાસ મિત્રો છે? એ પૂરતું ન કહેવાય. તમારે એક દુશ્મન છે? એ વધારે પડતું કહેવાય. - ઈટાલિયન કહેવત
431. સૌંદર્યની શોધમાં આખું જગત ખૂંદી વળીશું તો એ આપણને નહિ લાધે, જો આપણી પોતાની અંદર નહિ હોય તો. – ડવાઈડ્યુન
432. પક્ષીઓની જેમ હવામાં ઉડવું અને માછલીઓની જેમ પાણીમાં તરવું, એટલું શીખ્યા પછી માણસની જેમ જમીન ઉપર ચાલતા શીખો. - ડૉ. રાધાકૃષ્ણન
433. વધુ સંપત્તિ મેળવવા કરતાં ઓછી જરૂરિયાત હોવાનું પસંદ કરો.- થોમસ એ. કેપિસ
434. આપત્તિ વખતે જે પોતાનું મુખ પણ દેખાડે નહીં, એવા મિત્રનો શો અર્થ? - અનામી
435. કઠોર વચન આગ કરતાં પણ વધુ બાળનારા છે.
436. પ્રતિષ્ઠિત પુરૂષ માટે અપકીર્તિ મૃત્યુ કરતા વધારે છે. – ગીતા
437. માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે છે, હિમાલયના શિખર પર નહી. – ગાંધીજી
438. જેઓને પ્રસંસાનો વધુ લોભ હોય છે, તેઓ ખરી રીતે તે માટેની લાયકાત વિનાના હોય છે. - પ્લુટાર્ક
439. અસત્ય બોલનાર વ્યક્તિ પ્રથમ ઈશ્વરનો અનાદર કરે છે અને પછી માણસથી ગભરાય છે. - પ્લુટાર્ક
440. ક્રોધ મૂર્ખાઈથી શરૂ થઈ પશ્ચાતાપમાં પૂરો થાય છે. - પાયથાગોરસ
441. ચંદ્ર બની કોઈના જીવન ઉજાળી ન શકો તો કંઈ નહી, પણ રાહુ બનીને કોઈના જીવનચંદ્રને ગ્રસો તો નહી જ.
442. અનિષ્ટ સાધનાથી ઈચ્છેલી વસ્તુનો લાભ થાય તો પણ પરિણામ શુભ આવતું નથી.
443. વિચારવું સો વાર, ઉચ્ચારવું કોઈક વાર અને લખવું એકવાર, આગળની વાટ કેવી છે તે જાણવું હોય તો જે પાછા ફરી રહ્યાં છે તેમને પૂછજો. - ચીની કહેવત
444. ટીકા કરનાર મિત્રને ત્યજી દેવો યોગ્ય છે. - ચાણક્ય
445. અતિ ક્રોધ, કડવી વાણી, દરિદ્રતા, સ્વજનો સાથે વેર, નીચની સોબત અને અકુલિનીની સેવાઓ આ નરકમાં રહેનારનાં લક્ષણો છે. - ચાણક્ય નીતિ
446. તમે જગતમાં ભલાઈ ન કરી શકો તો કંઈ નહી, પણ બુરાઈ તો કદી કરશો નહી. – ગાંધીજી
447. ઘંટીનો પથ્થર અને મનુષ્ય હૃદય હંમેશા ચક્રાકાર ફર્યા જ કરે છે. જો તેમની પાસે બીજું કંઈ દળવાનું હોતું નથી, તેઓ પોતાના અંગને જ દળી નાંખે છે.
448. એટલા બધા ગંભીર, ગમગીન ન બનશો કે લોકો તમારાથી ત્રાસી જાય, એટલા બધા હરખઘેલા ન બનશો કે લોકો વાતવાતમાં બનાવી જાય.
449. કોઈની પૂંઠે કદી નીંદા ન કરવી જોઈએ.
450. કળિયુગમાં સંઘબળ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.
451. મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને સરખા સુખ-દુઃખ વાળાઓની સાથે થાય છે.
452. ઘરનું માણસ જ્યારે દુશ્મનાવટ કરવા બહાર પડે છે, ત્યારે તે બહારના દુશ્મન કરતાં વધુ ભયાનક બની જાય છે.
453. તમારા મિત્રની ભૂલ ખાનગીમાં કાઢો અને એના વખાણ જાહેરમાં કરો.
454. વિદ્વાન સાથે હરિફાઈ યોગ્ય છે પણ મૂર્ખની મિત્રતા યોગ્ય નથી.
455. જે મિત્ર બને છે તેની તરફ માન રાખજો અને તેની નજીક જજો.
456. મિત્રતા બાંધવી એ આંબો ઉછેરવા જેવું દુષ્કર કાર્ય છે. પણ એકવાર આંબો ઉગી જશે, મિત્રતા મ્હો૨શે તો તમને અમૃતફળ ચાખવા મળશે. - જ્યોર્જ વોશિંગ્ટન
457. જે નિસરણીથી તમે ચડો છો તેને લાત ન મારતા, કદાચ પાછા ઉતરવું પડે તો કામ લાગે.
458. ખુશામત કરતાં ઘણાને આવડે છે, પ્રશંસા કરતાં બહુ ઓછાને આવડે છે. – જહોન કેનેડી
459. બધો આધાર ઈશ્વર ઉપર હોય તેમ પ્રાર્થના કરો, પણ બધો આધાર તમારા પર હોય તેમ કામ કરો.
460. દંભીના દાંત હાથીના હોય છે. હાસ્ય જરખનું અને આંસુ મગરનાં.
461. મનુષ્ય શક્તિમાન હોય પણ જો એની શક્તિ પ્રગટ ન કરે તો લોકોનો તિરસ્કાર પામે છે.
462. સ્રીનું સૌથી કિંમતી ઘરેણું તેની લજ્જા છે. – કોલ્ટન
463. જે કોઈના ઉપર સવાર થાય નહિ તેમજ જેના ઉપર કોઈ સવાર થઈ શકે નહિ તે મહામાનવ છે. – ખલિલ જિબ્રાન
464. અધિકારી વ્યક્તિની સામે પોતાના દોષો કબુલ કરીને ફરી કદી દોષો ન કરવાની પ્રતિજ્ઞા કરે છે તે સાચું પ્રાયશ્ચિત છે. – ગાંધીજી
465. દરેક વ્યક્તિથી ભૂલ થાય છે, પરંતુ વ્યક્તિ પોતાની ભૂલને છુપાવે છે અથવા તેને સત્ય ઠરાવવા જુઠ્ઠું બોલે છે. તે ખતરનાક બોલે છે.- ગાંધીજી
466. પ્રતિદિન હું મૌનનું મહત્ત્વ જોઉં છું. મૌન બધા માટે સારું છે પણ જે કામમાં ડુબેલો છે તેને માટે તો તે સુવર્ણ છે. – ગાંધીજી
467. પહેલા કરે તે વિચાર અને પછી કરે તે ચિંતા.
468. પેટમાં ગયેલું ઝેર એકનો નાશ કરે છે, પણ કાનમાં ગયેલું વિષ હજારોનો નાશ કરે છે.
469. વિદ્વાન સલાહકાર બને ત્યારે ખૂબ સારો, પરંતુ સત્તાધીશ બને ત્યારે બહુ ભૂંડો.
470. દુર્જનો દુર્ગુણ કદી નથી છોડતાં.
471. જે કંઈ કરવું છે તે આજે જ કરી લો, કોને ખબર કાલે શું થશે?
472. બુદ્ધિમાન માણસે મિત્રતા અને શત્રુતા બંનેમાં દુર્જનનો ત્યાગ કરવો જોઈએ.
473. જે તમારા દોષ બતાવે તેને દાટેલો ખજાનો બતાવનાર માનો. - અજ્ઞાત
474. આપતાં પહેલાં એકવાર વિચાર કરવો, લેતાં પહેલાં બે વાર અને માંગતા પહેલાં હજારવાર.
475. બે વસ્તુઓ મેળ બેસાડવા માટે તે દરેકમાંથી થોડું કાપવું જોઈએ, જો હીરો અને સોનું પોતપોતાના આકાર રાખવાનો દુરાગ્રહ કરે તો વીંટી જ ન બને.
476. તપ એકલાયે, અભ્યાસ બે જણે, સંગીત ત્રણ જણે અને પ્રવાસ ચા૨ જણે ભેગો મળીને કરવો.
477. દયા કરવી એટલે ઊંચે જવું, પરંતુ દયાપાત્ર થવું એટલે પોતાના તેજને ઘટાડવું. -તુલસીદાસ
478. કાટ લોખંડ ને ખાઈ જાય છે. જ્યારે આળસ માનવીને એથી વહેલો ખાઈ જાય છે. - ફ્રેંકલીન
479. તમારી આશાની પાંખ તોડી નાંખો, નહિ તો તમને પોતાની પાછળ દોડાવી નચાવીને પરેશાન કરશે. - ફ્રેંકલીન
480. આપણામાં દોષ ન હોત તો આપણે બીજાના દોષ જોવામાં રસ ન લેત.– ફ્રેકોજ
481. તમે બાળકોને તમારો પ્રેમ ભલે આપો, તમારી કલ્પનાઓ નહિ, તમે તેમના જેવા થવા પ્રયત્ન કરો પણ તેમને તમારા જેવા કરવા ફાંકા મરાવશો નહિ. – ખલિલ જિબ્રાન
482. ભોગ-વિલાસની સુંવાળી શય્યા ભલભલાં રાજ્યોની મૃત્યુશય્યા બની છે. - યંગ
483. મનના હાથીને વિવેક વડે અંકુશમાં રાખો. - રામકૃષ્ણ પરમહંસ
484. ખૂજલી ખણતી વખતે જરા મીઠી લાગે છે પણ પછીથી બળતરા થાય છે. તે જ રીતે ભોગ પહેલાં સુખરૂપ ભાસે છે પાછળથી અત્યંત દુઃખદાયક લાગે છે. - રામકૃષ્ણ પરમહંસ
485. ધન ગુમાવ્યું તેણે કશું નથી ગુમાવ્યું, આરોગ્ય ગુમાવ્યું તેણે કશુંક ગુમાવ્યું પણ ચારિત્ર્ય ગુમાવ્યું તેણે સર્વસ્વ ગુમાવયું. – જર્મન મુદ્રાલેખ
486. જીભ ત્રણ ઈંચ જેટલી જ લાંબી છે, પણ એ છ ફુટના માણસને મારી નાંખે! - જાપાની કહેવત
487. પોતાને સુધાર્યા વગર પસ્તાવો નકામો છે. જેમ વહાણમાં કાણું પડ્યું હોય અને તેને બંધ કર્યા વગર પાણી ઉલેચવા જેવું. - પામર
488. શાંતિ લાકડીના જોરે સ્થપાઈ શકતી નથી. તે તો અરસ-પરસની સમજૂતીથી જ લાવી શકાય. - પ્રો. આઈન્સ્ટાઈન
489. જો દરિદ્રતા, આળસ, વ્યસન, મૂર્ખતા અને નકામા ખર્ચને કારણે આવી હોય તો તે શરમજનક છે. એ સિવાયની દરિદ્રતા માટે શરમાવવાનું નહોય - પ્લૂટાર્ક
490. જેવી રીતે ઉકળતાં પાણીમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકતા નથી, તેવી જ રીતે ક્રોધી બનીને આપણે બીજાને સમજી શકતા નથી કે આપણી ભલાઈ કઈ વાતમાં રહેલી છે. - ભગવાન બુદ્ધ
491. સ્વતંત્રતા અલ્પ હોય ત્યારે બંધિયારપણું લાવે છે, અતિશય હોય ત્યારે અંધાધૂંધી - બર્નાડ રસેલ
492. બે વકીલો વચ્ચે સપડાયેલો ગામડિયો, જાણે બે બિલાડીઓ વચ્ચે ફાડી ખવાતું માછલું. - ફ્રેંકલિન
493. અદાલતે ચડવું એટલે બે જણાએ ભેગા થઈ પોતાને પૈસા બીજાઓને તાપવા માટે જાતે બળી મરવા માટે તાપણું કરવું. – ફેલ્ધામ
494. જગતમાં કોઈ દોસ્ત કે દુશ્મન નથી, તમારું વર્તન જ દોસ્ત કે દુશ્મન બનાવવા જવાબદાર છે. - ચાણક્ય
495. સાપને દાંતમાં, માખીને માથામાં અને વીંછીને પૂંછડામાં ઝેર હોય છે. પરંતુ દુર્જન પુરૂષને અંગે અંગમાં ઝેર હોય છે. - ચાણક્ય
496. સ્વતંત્રતા કોઈ પ્રજા ઉપર ઉતરી આવશે નહિ, તે પ્રજાએ પોતાની જાતને સ્વતંત્રતા સુધી ઊંચે લઈ જવી પડશે. - ચાર્લ્સ કોલ્ટન
497. ગમે તેવા આગ્રહપૂર્વક જેને હું વળગી રહ્યો હોઉં તે વિચારનો પણ, તેમાંના દોષ હું જોઈ જાઉં કે તરત ત્યાગ કરતાં મને વાર લાગતી નથી. – ગાંધીજી
498. આપણા અનુભવો આપણા ડહાપણમાંથી આવે છે અને આપણું ડહાપણ આપણી મૂર્ખાઈમાંથી આવે છે. – ગિલટી
499. પોતાના ગુણ બીજાને દેખાડે તે કનિષ્ઠ, જે દેખાડે નહિ તે મધ્યમ અને જે ઢાંકી રાખે તે ઉત્તમ. - ગુણાતીતાનંદ સ્વામી
500. બીજાને સુધારવા હોય તો આપણે સુધરવું પડશે. આચરણ વગ૨નો ઉપદેશ ફોગટ છે. - રવિશંકર મહારાજ
501. સંજોગ તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો. - રામકૃષ્ણ પરમહંસ
502. તમારા સંતાનોને એક જ ભેટ આપી શકો તેમ હો તો તે ઉત્સાહની ભેટ આપજો. - બુશ બાર્ટન
503. અદાલતે ચડવું એટલે બિલાડી માટે ગાયને ખોવી. - ચીની કહેવત
504. એક કર્તવ્યના પાલનમાં મોડું કરો, એટલે પાછળ બીજા સાત વધુ કર્તવ્ય લઈને તે પાછું આવવાનું. – ચાર્લ્સ કિંગ્સ્લી
505. કોઈપણ બાબત માટે યોગ્ય વખત તમને સામો આવી નહિ મળે, તમારે એ જોઈતો હોય તો તેને બનાવી લેવો પડશે. - ચાર્લ્સ બકસ્ટન
506. સુંદર ઘર કેમ બાંધવું એ આપણને આવડે છે, પણ તે ઘરમાં સુખરૂપ કેમ જીવવું તે જ નથી આવડતું. – જે કૃષ્ણમૂર્તિ
507. જ્યાં ફુલો ઉગાડી શકાતા નથી, ત્યાં માનવ જીવી શકે નહિ. – નેપોલિયન
508. ક્રોધ સમજદારીને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે અને દરવાજાને તાળું લગાવી દે છે. - પ્લૂટાર્ક
509. આપણી જરૂરિયાતો જેમ ઓછી તેમ આપણે દેવપણાની વધુ નજીક પહોંચ્યા. - સોક્રેટિસ
510. જેના મનમાં સફળતા ગૂંજ્યા કરે છે તે તકની પ્રતીક્ષા કરતો નથી. તેના પ્રયત્નો સફળતામાં પરિણમે છે. – સ્વેટ માર્ડન
511. સાપ અર્ધું ગળી જાય છતાં દેડકું માખીઓ ખાવાનું ચાલુ રાખે છે. તેવી જ રીતે તૃષ્ણાન્ધ માણસ અવસ્થા થવા છતાં વિષય સેવન કર્યા કરે છે. - શંકરાચાર્ય
512. મિત્રો સામે જેલની બેડી ભલે પડી, પણ ગુંડાઓ સાથેની ફુલવાડી સારી નથી. - શેખ શાહી
513. લાકડી વાંકી હોય તો તેને સીધી કરવાનો ઉપાય એ છે કે તેની પાસે એક સીધી લાકડી મૂકી દેવી, વાદ-વિવાદ અને નકામી ચર્ચાથી આ જ રીત વધારે સારી છે. - વોલ્ટેયર
514. પોતાની જાત ઉપર ભરોસો રાખવો અને પોતાની સંપૂર્ણ શક્તિથી કામે લાગી જવું. - વિલ્સન
515. જ્ઞાની અને સજ્જન માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે. - સ્વામી વિવેકાનંદ
516. જે કંઈ આપણે આપણા ચારિત્ર્યથી ભેગું કર્યું છે, તે આપણી સાથે આવે છે. – હેમ્બોલટ
517. એકપણ મિત્રને જેણે સંતોષ ન આપ્યો હોય તેવો માણસ આ જિંદગીમાં સફળ થયો ન કહેવાય. – હેન્રી ડેવીડ પોરે
518. ખરાબ ચારિત્ર્યવાળા માનવીની મિત્રતા કરશો નહિ, ઓળખાણ પણ કરશો નહિ. સળગતો કોલસો હાથ દઝાડે છે, ઠંડો કોલસો હાથ કાળા કરે. – હિતોપદેશ
519. ક્રોધ એ ક્ષણિક પાગલપણું છે એને વશમાં રાખો, નહી તો એ તમને વશ કરશે. - હોરેશ
520. અસત્ય બોલનાર વ્યક્તિ સાપથીય વધુ ઝેરી છે. - વાલ્મિકી
521. હું અભિમાન કરતો નથી એના જેવું અભિમાન બીજું એકેય નથી. – વિનોબા ભાવે
522. જેઓ પોતાના છોકરા માટે વધુ સમૃદ્ધિ મૂકી જવા ઈચ્છે છે, પણ તેમને સદ્ગુણી બનાવવા તરફ દુર્લક્ષ રાખે છે, તેઓ પોતાના ઘોડાને ખૂબ ખવરાવ્યા કરનાર, પણ તેમને ઉપયોગી બનાવવા કદી ન પલોટનારા માણસો જેવા છે. - સોક્રેટિસ
523. કાયદામાં કશું નક્કી નથી હોતું, માત્ર ખર્ચ જ નક્કી હોય છે. - એસ. બટલર
524. કાયદાઓ કરોળિયાનાં જાળાં જેવાં છે, તેઓ નાની માખીઓને આંતરે છે, પણ મોટા ભમરા અને ભમરીઓને પસાર થઈ જવા દે છે. - સ્વિફ્ટ
525. કુદરતે આપણને બે કાન અને બે આંખો આપ્યાં છે, પણ જીભ એક જ આપી છે. તેનું કારણ એ છે કે, આપણે બોલીએ તે કરતાં સાંભળવાની અને જોવાની વધુ જરૂર છે. - સોક્રેટિસ
526. જે માનવીના હૃદયમાં બાળપણ રમતું હશે તેને ઘરડાપણું ક્યારેય આવતું નથી. – સ્ટીલ
527. બીજાનાં પાપો આપણી આંખો સામે રહે છે, પણ પોતાનાં પાપો પીઠ પાછળ રહે છે. – સૈનેકા
528. ખુશામત કરવાનું ઘણા લોકો જાણે છે પણ પ્રશંસા કરવાનું બહુ થોડા જણ જાણે છે. - વેન્ડેલ ફિલિપ્સ
529. બે વસ્તુઓ નિર્બળતા દર્શાવે છે - એક તો બોલવાના વખતે શાંત રહેવું અને બીજું શાંત રહેવાના સમયે બોલવું. – શેખ શાહી
530. સ્ત્રીઓનું સન્માન કરો તે આપણા પાર્થિવ જીવનને સ્વર્ગીય ફૂલોથી સુગંધિત અને સુંદર બનાવે છે. - શિલરજ
531. જીવનમાં કીર્તિ સંપાદન કરવાનું જેણે કોઈ કામ કર્યુ નથી, તેનું જીવન મૃત્યુતુલ્ય કહેવાય છે.
532. જેણે વિદ્યા પ્રાપ્ત કરી નથી, તે આંખો હોવા છતાં અંધ કહેવાય છે. જે કોઈને કાંઈ પણ કદી દેતો નથી, તે પુરૂષાતનહીણ છે. જે કર્તવ્યપરાયણ નથી તેની દશા ખરેખર સોચનીય છે. - વિદૂર
533. જ્યાં સુધી શરી૨માં પ્રાણ છે ત્યાં સુધી કોઈએ નિરાશ થવું નહીં. - ઈરાસમસ
534. પૂર્ણ શ્રદ્ધાપૂર્વક માનવી પહાડને કહે કે, હટી જા તો તે જરૂ૨ હટી જશે. - ઈસુ ખ્રિસ્ત
535. જો તમે થોડામાં જ તમારું કામ ચલાવી શકતા હો તો કોઈપણ ચીજમાં પૈસા રોકતા પહેલાં તમે પોતાને બે પ્રશ્નો પૂછવાની ટેવ પાડો. ૧.શું ખરેખર મને આ ચીજની જરૂર છે? ૨.શું એના વિના પણ મારું કામ ચાલે છે? - સીડની સ્મિથ
536. કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો અજોડ હોય છે. - સુદર્શન
537. ચારિત્ર્યમાં એક થોડો જ ડાઘ પડવાથી મનુષ્યની તમામ કીર્તિ ઉપર કાળાશ છવાઈ જાય છે.
538. ચારિત્ર્ય એ અભ્યસ્ત સુટેવરૂપ છે. અવિરત પરિશ્રમ અને ધીરજ રાખવાથી ચારિત્ર્ય ઘડાય છે. - સ્વામી શિવાનંદજી
539. સાત્વિક લોકોએ એકાંત છોડી સમાજમાં આવવું જોઈએ. જ્યાં સુધી ધર્મ મંદિર, મસ્જિદ,મઠમાં જ રહેશે, સમાજમાં નહિ આવે ત્યાં સુધી તે શક્તિશાળી નહિ બને સમાજમાં છળકપટ છે, ધર્મ ડ૨પોક બની મંદિરમાં જ રહે છે. હવે તેણે આક્રમણ કરવું જોઈએ. અર્થાત વ્યવહારમાંરાજનીતિમાં ધર્મ આવવો જોઈએ. – વિનોબા ભાવે
540. જે પરિશ્રમ કરે છે એ જ માનવી મહાન બની શકે છે. – વિનોબા ભાવે
541. પોતાના સંતાનોને જે પરિશ્રમની સુટેવ પાડે છે તેઓ અન્ય વારસા કરતાં પણ વધુ ઉત્તમ વસ્તુ સંતાનોને આપે છે. પરિશ્રમ એ જ આપવા જેવી મૂડી છે. – વ્હેટ્લી
542. આ બે પુરૂષો સ્વર્ગથી પણ ઊંચુ સ્થાન પામે છે, સમર્થ હોવા છતાં ક્ષમા અને નિર્ધન હોવા છતાં પણ દાન આપનાર. - વિદૂર
543. દેશમાં કાયદા વધારે હોવા, એ દેશમાં વધારે વૈદો હોવા જેવું છે : નબળાઈ અને રોગની નિશાની. - વોલ્ટેર
544. ખુશીને આપણે જેટલી લુંટાવીશું એટલી જ આપણી પાસે અધિક આવતી રહેશે. - વિક્ટર હ્યુગો
545. એવું નથી કે કોઈ વસ્તુ મુશ્કેલ છે. માટે આપણે તે કરતા નથી, પરંતુ તે કરતા નથી માટે જ મુશ્કેલ લાગે છે. - સૈનેકા
546. આવના૨ આફતને ઠેલ્યા કરવાથી ટળતી નથી, પરંતુ તેનો સામનો કરવાથી જ તેને ટાળી શકાય છે. - સાક્રેટીસ
547. તારાઓ જેમ આકાશની કવિતા છે, તેમ પૃથ્વીની કવિતા સ્ત્રીઓ છે. - હારગ્રેવ
548. પોતાના કાનોથી પ્રજાના સુખ-દુઃખ ન સાંભળનારો રાજા પ્રજાનો પ્રેમ પ્રાપ્ત કરી શકતો નથી તથા શાસનને લોકપ્રિય બનાવવામાં અસમર્થ નિવડીને રાજ્યનો નાશ કરવાવાળો બને છે.
549. શત્રુને આપણી નિર્બળતાઓ ન બતાવવી જોઈએ.
550. જેવી રીતે લીમડાનાં કડવા ફળ કાગડાઓને જ કામમાં આવે છે, એવી રીતે અશિષ્ટ ઉપાયોથી પ્રાપ્ત કરેલું ધન ચારિત્ર્યહિન લોકોના ભોગવિલાસના કામમાં આવે છે. એટલા માટે મનુષ્ય ઉચિત ઉપાયોથી ધનોપાર્જન કરવું જોઈએ.
551. મુશ્કેલીના સમયમાં સહાનુભૂતિ રાખનાર વ્યક્તિ જ સાચો મિત્ર ગણાય છે.
552. અત્યંત શ્રેષ્ઠ, અતિશય દાની, અતિ શુરવિર, અતિ વ્રતનિયમોનું પાલન કરવાવાળા અને બુદ્ધિના ઘમંડમાં ચૂર રહેવાવાળા મનુષ્યોની પાસે લક્ષ્મી ભયની મારી રહેતી નથી.
553. જુગારી અને વેશ્યાઓ જેના વખાણ કરે છે તે મનુષ્ય જીવતો મરેલો છે.
554. નિરર્થક ઝગડા કરવા એ મુર્ખાઓનું કામ છે, બુદ્ધિમાન પુરૂષે એનો ત્યાગ કરવો જોઈએ.
555. એકલા સ્વાદિષ્ટ ભોજન ન કરો, એકલા કોઈ વિષયનો નિશ્ચય ન કરો, રસ્તા પર એકલા ન ચાલો, ઘણા બધા સૂતેલા હોય તેમાં એકલા જાગતા ન રહો.
556. જે પોતાનું કર્તવ્ય છોડી બીજાના કર્તવ્યનું પાલન કરે છે, તથા મિત્રની સાથે ખોટો વ્યવહાર કરે છે તે મૂર્ખ કહેવાય.
557. બીજાના ધનનું હરણ, બીજાની સ્ત્રી સાથેનો સંસર્ગ અને સહૃદયી મિત્રનો ત્યાગ આ ત્રણેય બાબતો વ્યક્તિનો નાશ કરે છે.
558. સ્રી વિષયક આસક્તિ, જુગાર, શિકાર, મદ્યપાન, વચનની કઠોરતા, દોષોનો રાજાએ સદાને માટે ત્યાગ કરવો જોઈએ.
559. અનિતિથી મેળવેલ ધન સુખ ન આપે.
560. ધ્યેય વિનાનું જીવન સુકાન વગરની નાવ જેવું છે.
561. પ્રયત્નોનો આરંભ એટલે સફળતાનું પ્રથમ પગથિયું.
562. ધીરજ અને ખંત હોય તો બધા જ કાર્યો સફળ નિવડે છે.
563. જ્ઞાનની લાખો ગાંસડી કરતા પણ ચારિત્ર્યની એક ચપટી અધિક છે.
564. આપણી ફ૨જ એ જ આપણો સાચો હક્ક છે.
565. ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
566. માણસ ધર્મપૂર્વક ધન પ્રાપ્ત કરે તે દોષ નથી.
567. કડવું વચન અગ્નિ કરતાં વધુ દઝાડે છે.
568. નિર્બળનો આશરો લેનાર સદા દુઃખી બને છે.
569. શું પરિણામ આવશે તેનો વિચાર કરીને જ કાર્યનો પ્રારંભ કરવો.
570. ડાહ્યા માણસોએ હલકા સ્વભાવના માણસ આગળ ગુપ્ત વાત કરવી નહી.
571. વધુ પડતો કોમળ સ્વભાવ ધરાવનારનો તેના આશ્રિતો પણ અનાદર કરે છે.
572. આપત્તિ સમયે સ્નેહપૂર્વક સાથ આપે તે મિત્ર, મિત્ર કરવાથી બળ વધે છે.
573. માનવ થઈને જન્મ્યા તો માનવ થઈને જીવીએ.
574. જે જે પ્રાપ્ત થતો ઉપાધિયોગ બની રહો તે જ સમાધિયોગ.
575. એવા કામ કરો કે જિંદગીના બધા દિવસ સારા થઈ જાય.
576. તમારા કામના બીજા વખાણ કરે તેવું ઝંખશો નહિ.
577. વિચાર્યા વિના વાંચવું એટલે પચાવ્યા વિના ખાવું.
578. સાજુ ખાય રોટલા ને માંદુ ખાય રૂપિયા.
579. ગયા મર્દ જો ખાય ખટાઈ, ગઈ નારી જો ખાય મીઠાઈ.
580. જે ધર્મ વ્યવહારમાં લાવી ન શકાય તે ધર્મ નથી.
581. હરકોઈ સંસ્થાનો ઝીણવટથી રખાયેલો હિસાબ તેનું નાક છે.
582. હિન્દુસ્તાનનો મહારોગ આળસ છે.
583. કામ, કામને કામ એ આપણું સૂત્ર હોવું જોઈએ.
584. ધર્મ તે તો એક જગ્યાએ પહોંચવાના જુદા-જુદા રસ્તા છે.
585. પ્રેમથી વાત કરો તો જીભને જખમ નથી થઈ જતો.
586. શાંતિ અને સહનશીલતાથી મનુષ્યની કાર્યક્ષમતા વધે છે.
587. એક દોષ હોય તો પણ તે ઘણા ગુણોને ભરખે છે.
588. શ્રેષ્ઠ પુરૂષે હલકા માણસો સાથે વાદ વિવાદ કરવો નહિ.
589. પ્રાણના ભોગે પણ વિશ્વાસનું પાલન કરવું.
590. શ્રેષ્ઠ પુરૂષોના મંતવ્યોની ઉપેક્ષા કરવી નહિ.
591. ધગશ ન રાખવાથી ભાગ્ય પણ ભાંગી પડશે.
592. દુષ્ટ પુરૂષને સત્કા૨ પણ દુઃખદાયી નીવડે છે.
593. કોઈનું ક્યારેય અપમાન ન કરવું.
594. તૃષ્ણાને લીધે બુદ્ધિ હણાઈ જાય છે.
595. સ્થિર અને ધી૨ બનો બધું બરાબર થઈ જશે.
596. જેનું જીવન શુદ્ધ છે તેનો હિસાબ ચોખ્ખો છે.
597. ખરાબ કામમાં સફળ થવા કરતાય સારા કામમાં નિષ્ફળ જવું સારું.
598. જે પારકાનો ઉપકાર કરવા આગળ આવે છે તે સત્પુરૂષ.
599. એટલા ગરમ ના બનશો કે લોકો તમને સ્પર્શી પણ ના શકે.
600. પૂજ્યોમાં માતાનું સ્થાન શ્રેષ્ઠ છે. ગમે તેવી સ્થિતિમાં પણ ભરણ-પોષણ કરવું.
601. કોઈ વસ્તુમાં અત્યંત આસક્તિ રાખવી એ દોષ ઉત્પન્ન કરે છે.
602. સહેવાનું આવે ત્યારે એરણ બનજો, ને સામે ઝઝુમવાનું આવે ત્યારે ઘણ બનજો.
603. બાળકની માતાને પ્રેમ કરવાથી બાળકને તે પ્રેમ વ્યાજ સાથે મળી જાય છે.
604. કેન્સરની ગાંઠ એક ભવ બગાડે, જ્યારે વેરભાવની ગાંઠ ભવોભવ બગાડે.
605. પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો અને બીજાના ઘેર જઈ દીવો કરે એ દીકરી.
606. દીકરી ત્રણ કુળને તારે છે - બાપુના, સસરાના અને મોસાળના.
607. ધન, કીર્તિ અને પદવીને પચાવવી અઘરી છે.
608. સ્વદેશી એટલે દેશના લોકોની શક્તિઓનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ.
609. પહેલા માણસ કુટેવ પાડે છે પછી તે કુટેવ માણસને પાડે છે.
610. પોષે તે પ્રેમ અને શોષે તે વિકાર.
611. કામ કરનાર કદર કરનારની રાહ જોતો નથી.
612. કસોટી કંચનની હોય, પથ્થરની નહિ.
613. વિચારોની એકાગ્રતાથી જ સંસ્કૃતિના મહાન ચમત્કારો પેદા થયા છે.
614. નીરના વલોણામાંથી ક્યારેય ગોરસ મળે ખરૂં?
615. ગુનો કર્યા પછી બહાનુ શોધવું એ વધુ મોટો ગુનો છે.
616. રીતભાત એટલે બીજાઓની લાગણીઓનો સુક્ષ્મ ખ્યાલ.
617. દૂધ તેજાબથી અને માનવી ખુશામતથી ફાટી જાય છે.
618. નૈતિક હિંમતને અભાવે જ અનિષ્ટો જન્મે છે.
619. સામે પગલે ચાલીને સારા કામના સાથીદાર બનો.
620. સન્માન કરાય તો કરજો, અપમાન તો ન જ કરજો.
621. આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
622. જે માણસ જુઠ્ઠું બોલતા ડરે છે તે પછી બીજા કશાથી ડરતો નથી.
623. આળસનો આરંભ સુખદ અને અંત દુઃખદ છે.
624. જેનાથી તેમને દુઃખ થાય છે તેના વડે બીજાને આઘાત પહોંચાડો નહિ.
625. સુધારવાનો, સમજાવવાનો શ્રેષ્ઠ માર્ગ આચરણ છે.
626. આનંદનું રહસ્ય ત્યાગ છે.
627. જેની યુવાનીમાં વિવેક હશે તેની યુવાની વંદનીય બની જશે.
628. દ૨રોજ દુર્ગુણોની તપાસ લેવામાં આવે તો તે એની મેળે જ નાશ પામશે.
629. માણસને નડતો સૌથી મોટો ગ્રહ પૂર્વગ્રહ છે.
630. પૈસો કમાવો સહેલો છે પણ તેનો સદ્ઉપયોગ અઘરો છે.
631. કામ જો સમયસ૨ ન કરી લેવાય તો એ કામનું સત્વ વિલંબરૂપી કાળ પી જાય છે.
632. તમારા જ્ઞાનની કિંમત તમારા કાર્યમાં રહેલી છે.
633. કેટલી આશ્ચર્યની વાત છે કે લોકો જીંદગી વધારવા માગે છે પણ સુધારવા માગતા નથી.
634. ગમે તે ભાષા બોલશો, પણ તમે જેવા હશો તેવા જ શબ્દો તમારા મોઢામાંથી બહાર આવશે.
635. રૂપિયાથી સુખ મળી જાય છે, રૂપિયાથી બધું ટળી જાય છે, તે એક વહેમ છે.
636. આપણે કોઈની પર ઉપકાર કર્યો હોય તો તેનો ચોપડો બનાવવાની જરૂર નથી.
637. તમને કોઈ ચાહે તે કદાચ તમારા હાથની વાત ના હોય પણ તમે કોઈને ચાહો તે તો તમારા હાથની જ વાત છે.
638. હૃદયમાં સદાયે શુભેચ્છા રાખો.
639. આપણે આપણા ગજથી બીજાઓને માપવા જોઈએ નહી.
640. વગર પૂણ્યે અભિપ્રાય આપવાની ટેવ નકામી છે.
641. ભૂલનો કદાપી બચાવ ના કરશો - ભૂલ એ ભૂલ.
642. સ્વચ્છતા, વ્યવસ્થિતતા, જીવનનું એક અગત્યનું અંગ છે.
643. પ્રતિક્ષણ આપણે આપણી છાપ પાડયા જ કરતા હોઈએ છીએ.
644. સંકલ્પ કરો કે આ કામ થઈ શકે અને થવું જ જોઈએ, તો તે થશે જ.
645. કોઈને એમ ન કહો કે તમે ખરાબ છો, પરંતુ એને કહો તમે સારા છો અને વધુ સારા બનો.
646. ચારિત્ર્ય એક એવો હીરો છે કે જે દરેક બીજા પથરાને ઘસી નાંખે છે.
647. અવગુણ પોતાના જુઓ, ગુણ બીજાનાં જુઓ, સ્વમાન સ્વભાવથી જ આવે છે.
648. કાર્યથી જ શબ્દ સજીવ બને છે, માટે બાળકને પ્રથમ કાર્ય આપો.
649. જેમ મોર પીંછાથી શોભે તેમ સંસ્થા તેના કાર્યકર્તાઓથી શોભે.
650. સાધુ તો ચાળણી જેવા હોય છે, ચાળણીમાં પાણી રહે તો સાધુ સંતના હાથમાં ધન રહે.
651. પરોપકાર કરનાર મહાપુરુષો ક્યારેય બદલાની ભાવના રાખતા નથી.
652. સજ્જનની નિંદા એટલે સજ્જનનો વધ અને આત્મ પ્રશંસા એટલે આત્મહત્યા.
653. સુંદરતાની શોધમાં આખી પૃથ્વી ફરી વળીએ પરંતુ તે આપણી અંદર નહી હોય તો ક્યાંય હાથ નહી લાગે.
654. એક પાપ છુપાવવા માટે બીજું પાપ કરવું જ પડે.
655. બુરાઈની મિત્રતા આપણી સારી આદતોને પણ બગાડી નાંખે છે.
656. તિરસ્કાર દર્શાવવાનો શ્રેષ્ઠ માર્ગ મૌન છે.
657. સ્વને સુધારો સર્વ સુધરશે.
658. તારી પાછળ ઉભેલી વ્યક્તિને પણ કોઈવાર આગળ જવાની તક આપજે.
659. તારા વર્તનને કોઈને કોઈ વ્યક્તિ એક આદર્શ નમૂનો ગણતી હોય છે. તેને આઘાત પહોંચે એવું વર્તન ન કરીશ.
660. ભલાઈથી ગમે તેને જીતી શકાય છે, એ વાત ક્યારેય ન ભુલીશ.
661. ખૂબ જ અઘરૂં હોવા છતાં તારા રહસ્યો બીજાને કહેવાની ઈચ્છા રોકી રાખજે.
662. કોઈને તદ્દન નિરાશ ન કરીશ, કારણ કે ઘણીવા૨ માણસ પાસે તેની આશા સિવાય કશું જ હોતું નથી.
663. જે કામ આપણા ભાગે આવ્યું તે ભગવાનના વાણોતરની જેમ બજાવવું.
664. માણસ જે પેદા કરે તેના ઉપભોગથી પરિતૃપ્ત રહે તે શક્ય નથી.
665. એક વખત હરામની કમાણીની દુષ્ટ વાસના જાગ્યા પછી રામની કમાણી કરવાનું મન થતું નથી.
666. તમે નહીં ખર્ચેલા પૈસાના તમે ચોકીદાર માત્ર છો, માલિક નહીં.
667. કુદરતના ફડાકા હવામાંથી લાગે છે, દેખાતા નથી. માટે કોઈપણ કામ કરતાં પહેલા સો વાર વિચાર કરજો. નહીં તો ફડાકા ખાવાની તૈયારી રાખજો.
668. કોઈપણ બનાવ કરતા એ બનાવના કારણે આવનાર પરિણામની કલ્પના વધારે ભયંકર હોય છે, માટે ખોટી કલ્પના કરવી નહીં.
669. સારા વિચારને અમલમાં મૂકવામાં રાહ ન જોવી, ખરાબ વિચારને અમલમાં મૂકવામાં ઉતાવળ ન કરવી.
670. કોઈની સલાહ પ્રમાણે ચાલવામાં જેટલું જોખમ છે એટલું જોખમ કોઈને સલાહ આપવામાં છે.
671. તમારી સફળતા કે નિષ્ફળતાનો આધાર તમે તમારો સમય કેવી રીતે પસાર કરો છો તેના પર છે.
672. સંતાનને જન્મ આપતાં પહેલાં સો વાર વિચાર કરજો એ જવાબદારી તમે માનો છો એટલી સહેલી નથી.
673. લોકોના દિલ જીતાય છે પ્રેમથી, પાઠ, ધમકી કે દાદાગીરીથી નહીં.
674. તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે.
675. જીવનનું સર્વોપરી સુખ એ છે કે બીજાઓ આપણને ચાહતાં હોય.
676. હે પ્રભુ! હું જે ઈચ્છું તે નહી પણ જે યોગ્ય હોય તે જ થજો.
677. હે ભગવાન! આ જગતને સુધારજે અને શરૂઆત મારાથી કરજે.
678. બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે હળી મળીને સાથે રહેવાની કળા.
679. પ્રેમનું શુદ્ધ સ્વરૂપ તેમાં ભળેલા અનાસક્તિ પરથી નક્કી થાય છે.
680. સોળ વરસની ઉંમરે પહોંચેલા પુત્ર સાથે મિત્ર કક્ષાનો વ્યવહાર કરવો.
681. જે કોઈના ઉ૫૨ સવા૨ થાય નહિ, તેમજ જેના ઉપર કોઈ સવાર થઈ શકે નહિ તે મહામાનવ છે.
682. ડાહ્યા સૂતી વખતે પોતાની મુસીબતો ગજવામાં જ મૂકી દે છે.
683. અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે પણ સંજોગોને અનુકૂળ બનાવી જીવતો માણસ વધુ સુખી છે.
684. પરમાત્માને વ્હાલા એ લોકો થાય છે કે જેઓ એની સૃષ્ટિને વ્હાલ કરે છે.
685. જે ઘરમાં સહજીવનની સુગંધ હોય ત્યાં સાદી સજાવટ પણ શોભી ઉઠે છે.
686. દુનિયામાં કોઈ કોઈનો શત્રુ નથી હોતો, એકબીજાના વ્યવહારથી શત્રુતા કે મિત્રતા બંધાય છે.
687. પ્રયત્નની ઘડી જ માનવને સુખી બનાવે છે, વિજયની ઘડી નહીં.
688. દુનિયામાં વધારેમાં વધારે ભલું કે વધારેમાં વધારે ભુંડુ કરવાનું સાધન જીભ છે.
689. સાવચેતી એ બુદ્ધિનું સૌથી મોટું સંતાન છે.
690. પોતાના કાર્યો પોતાની મેળે જ કરવા એ જ ધર્મ છે.
691. એ જ માણસ સફળ થાય છે, જેનું કામ એને હંમેશા આનંદ આપતું રહે.
692. કઠોર વચનથી ઘવાયેલ હૃદયના ઘા કદી રૂઝાતા નથી.
693. જવાબદારી સ્વીકારવાની ક્ષમતા એ માનવીની પ્રતિભાનો માપદંડ છે.
694. સેવા માટે માત્ર પૈસા નહી ઈચ્છા અને હૃદય પણ હોવાં જરૂરી છે.
695. તમારી વર્તણુંક તમારા સંસ્કારનું પ્રતીક છે.
696. દરેકને માટે દયાળુ અને કોમળ બનો, પરંતુ પોતાને માટે કઠોર રહો.
697. કુહાડીથી વૃક્ષો નથી કપાતા, હાથાઓ વૃક્ષોના છેદનનું કામ કરે છે.
698. જાતને માટે જે થાય તે દર્શન, જગતને માટે થાય તે પ્રદર્શન.
699. તમારી જીભને નહિ, તમારા કામને બોલવા દો.
700. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે.
701. તમારી પોતાની જાત પર વિજય મેળવો, એટલે સમગ્ર વિશ્વ તમારું છે.
702. ખરાબ વિચારો, ભૌતિક દ્રષ્ટિએ જોતાં રોગના જંતુઓ છે.
703. પોતાનો પડછાયો પણ માત્ર પ્રકાશમાં સાથ આપે છે તો બીજાની વાત ક્યાં કરવી?
704. યજ્ઞ અર્થાત જાત મહેનત કર્યા વિના જે ખાય છે તે પાપ ખાય છે.
705. એવો ધંધો ન કરો જેના વિશે બીજાને કહેતાં શરમ આવે.
706. મૃદુ અવાજે વાત કરવાથી જીભ જખ્મી થતી નથી.
707. જે પોતાના જ પ્યારમાં પડી ગયો છે એને શત્રુની જરૂ૨ નથી.
708. ભલે તમે મદદ ન કરી શકો પરંતુ હાનિ તો ન જ કરો.
709. કરેલું કર્મનું ફળ અચૂક મળે જ છે, માટે દુઃખ આવે ત્યારે ભગવાન પાસે માફી નહી, સદ્ગુદ્ધિ અને સહનશક્તિ માંગો.
710. ક્યારેક તમારી જાતને આટલું જરૂર પૂછજો હું જે કાંઈ કરું છુ, કોના માટે કરું છું? બરાબર તો કરુ છું ને?
711. જેનામાં શક્તિનો નિવાસ નથી તેના બધા જ સદ્ગુણો વ્યર્થ છે.
712. પોતાની જાતને ભૂલી જવું એ જ બધા દુઃખોનો મહાન ઈલાજ છે.
713. હે પ્રભુ મારી જ વાત સાચી એવી જિંદગીમાંથી અને હું બધું જ જાણું છું એવા અહંકારમાંથી બચાવજે.
714. જીવનમાં સાદાઈ, સંતોષ અને સંયમ કરો તો જ શાંતિનો અનુભવ કરી શકશો.
715. બીજાના પથદીપ બનજો પણ કંટક તો ન જ બનશો.
716. જો સમય તમે બરબાદ કરશો તો સમય તમને બરબાદ કરશે.
717. સાચી શુરવીરતા બીજાના દિલ જીતવામાં જ રહેલી છે.
718. કાર્યનિષ્ઠા સામે પોતાના વ્યક્તિગત હિતનું બલિદાન આપવા તત્પર રહે તે જ સાચો કાર્યકર.
719. અસત્ય બોલવું એ પાપ છે પણ સત્ય છુપાવવું મહાપાપ છે.
720. સંઘરાયેલા ધન ખાબોચિયાના પાણીની જેમ ગંધાઈ ન ઉઠે તે માટે સત્ય કાર્યોમાં વાપરો.
721. જીવનનો મોટામાં મોટો આનંદ આ છે : સારું કામ છાનું છપનું કરી નાંખવુ અને પછી અકસ્માતે જ તેનાથી વાકેફ થવું.
722. મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમે૨વાની નહી, પણ તમારા વરસોમાં જીવન ઉમેરવાની છે.
723. એવા દરેક દિવસને હું વેડફાયેલો ગણું છું કે જ્યારે મે એકાદ પણ નવો પરિચય ન બાંધ્યો હોય.
724. પોતાની જાતને જોવી, તે મોઢું ફેરવ્યા વિના પાછળ નજર કરવા જેટલું કપરું છે.
725. પોતાની જાતને ઓળખવી એ અત્યંત મુશ્કેલ તો છે જ, એ કામ અતિશય અકળામણું પણ છે.
726. મુરખાઓ શાણા લોકો પાસેથી શીખે છે તેના કરતાં વધારે શાણાઓ મુરખા પાસેથી શીખતા હોય છે.
727. શાણો માણસ પોતાને જોવું ઘટે તેટલું જુએ છે, પોતે જોઈ શકે તેટલું નહિ.
728. ઉત્તમ માણસ બોલવામાં ધીરો હોય છે પણ કાર્ય કરવામાં ઉતાવળો હોય છે.
729. જે લોકો પોતાનાં હક્કની કિંમત પોતાના સિધ્ધાંતો કરતાં વધારે આંકતા હોય છે, તેઓ થોડા સમયમાં એ બેઉ ગુમાવે છે.
730. જે લોકો ભૂતકાળને યાદ રાખી શકતા નથી તેમને લલાટે એ ભૂતકાળનું પુનરાવર્તન લખાયેલું હોય છે.
731. બીજા માણસનું કંઈક સારું સાંભળે ત્યારે હંમેશા જે શંકાશીલ રહે, પણ કંઈક ખરાબ સાંભળવા મળે ત્યારે તેને માની લેવા તત્પર થઈ જાય એવા માણસથી ચેતતા રહેજો.
732. માણસ પોતાની ખામીઓમાંથી લાભ મેળવી શકે એટલું લાંબું જીવતો નથી.
733. માણસ જેમ વિચાર ઓછો કરે તેમ તે વાતો વધુ કરે.
734. ઘણીવાર માણસની સાચી જીંદગી એ હોય છે કે જે તે જીવતો નથી.
735. જે માણસ પોતાની જાતને પશુ બનાવે છે તે મનુષ્ય હોવાની વેદનામાંથી છૂટી જાય છે.
736. ઉતાવળમાં હોય એવો કોઈપણ માણસ પુરેપૂરો સુસંસ્કૃત ન ગણાય.
737. નિરાશાવાદી એટલે એવો માનવી કે જેને આશાવાદી સાથે રહેવાની ફરજ પાડવામાં આવી છે.
738. સત્યથી વેગળા ભાગનારા મનુષ્ય આરસીની શોધ કરી એ ઈતિહાસનો સૌથી મહાન ચમત્કાર છે.
739. ચમત્કારો ક્યારેક થાય છે ખરા – પણ તેને માટે માણસને આકરી કસોટી કરવી પડે છે.
740. આપણે આપણો પોતાનો પણ વિશ્વાસ સંપાદન કરીએ તે પહેલાં ઘણાં વરસો લગી આપણી જાતની સેવા કરવી પડે છે.
741. જે વસ્તુ તમે નહીં કરી શકો એવું લોકો કહેતા હોય તે જ કરી બતાવવામાં જીવનનો સર્વોપરી આનંદ છે.
742. મારગમાં તમને જે તોફાનો ભેટ્યાં તેમાં જગતને રસ નથી તમે નૌકા પાર ઉતારી કે નહી?
743. જ્યારે તમે બે જણને સુખી કરો ત્યારે એ બેમાંથી એક તમે પોતે જ હશો.
744. રોજ એકાદ માનવીને તો સુખી કરજો જ - પછી ભલે તમારી જાતે જસુખનું વર્ણન કરવું તે એને ઓછું કરવા બરાબર છે.
745. તમારા સુખનું કારણ પણ તમે જાણતા ન હો તો માનજો કે તમે સાચે જ સુખી છો.
746. જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે પણ જે બીજાને આપીએ છીએ એનો કદી નહી.
747. એકલી શ્રદ્ધા વડે બહુ ઓછું સિધ્ધ કરી શકાય છે.
748. મોટામાં મોટુ દૂષણ એ છે કે પોતાના એક પણ દૂષણ વિશે માણસ સભાન ન હોય.
749. ગુસ્સો કરવો એટલે બીજાઓના દોષનો બદલો આપણી જાત પર લેવો.
750. અભિમાન કરજ કરવા માગતું નથી, ઘમંડ એ ચૂકવવા ઈચ્છતું નથી.
751. માનવીને માનવીથી અલગ રાખવા માટે અક્ષને નિપજાવેલી જંજીરો તેનું નામ પૂર્વગ્રહ.
752. મારી આળસ મને જરાય ફુરસદ લેવા દેતી નથી.
753. એ કક્ષા સુધી આપણે વિકસ્યા નથી હોતા, ત્યારે સારપ આપણને ખટકે છે.
754. તમે જો નસીબની યારી જ શોધતા હશો તો તકને ઓળખવી મુશ્કેલ બનશે.
755. આશાની યાદદાસ્ત સારી હોય છે, ઉપકારની ખરાબ.
756. જે થોડુંક પણ હું જાણું છું તે મારા અજ્ઞાનને આભારી છે.
757. તકની તકલીફ એક જ છે કે એ આવે છે તેના કરતાં જતી રહે ત્યારે મોટી લાગે છે.
758. જે કરી શકે છે તે કરે છે, જે નથી કરી શકતો તે શિખામણ આપે છે.
759. આફતો બે જાતની છે - આપણાં દુર્ભાગ્યો અને બીજાઓનાં સદ્ભાગ્યો.
760. કોઈની અલ્પતા દર્શાવવી તે જાતે અલ્પ બનવા સમાન છે.
761. બોલવાની પીડા કરતાં ચૂપ રહેવાની પીડા ઘણી વધારે સારી હોય છે.
762. અજ્ઞાન એ પણ વાતાવરણના પ્રદુષણનો એક પ્રકાર છે.
763. ચિંતા : મુસીબતની થાપણ પાકે તે પહેલાં તેના પર ચૂકવેલ વ્યાજ.
764. હિંમત : જે પરિચીત છે તેના વળગણમાંથી છૂટવાની શક્તિ.
765. ચિંતા : આજના સૂરજને આવતીકાલના વાદળ પાછળ ઢાંકી દેવો તે માણસે ઈશ્વર ઉપર એટલો સંપૂર્ણ વિશ્વાસ મૂકવો જોઈએ કે જેથી દુનિયાની સહાનુભૂતિની જરૂર ન રહે.
766. અદ્રશ્યને જેઓ જોઈ શકે છે તેઓ જ અશક્યને આચરી જાણે છે.
767. હાથનાં સર્જનો તે આત્માની અભિવ્યક્તિ છે.
768. આદત : સ્વાધીનોની બેડીઓ.
769. સારી ટેવો પાડવા કરતાં પણ ઓછામાં ઓછી ટેવો પાડવામાં જ કદાચ જીવનનું શાણપણ રહેલું છે.
770. અભિમાન બે જાતના હોય છે - એક આપણી જાતનું અનુમોદન, બીજું આપણી જાતનો અસ્વીકાર.
771. આરામ કરવાનો સમય ત્યારે છે, જ્યારે એને માટે ફુરસદ ન હોય.
772. જે માણસ જરાય સમય ગુમાવતો નથી તેને સમયના અભાવ વિશે ફરિયાદ કરવાનો વારો નહી આવે.
773. આશાવાદી એ વસંતનો માનવ દેહધારી અવતાર છે.
774. કૌતુકનો અનુભવ, સમજણનો આરંભ.
775. વિધવાના આંસુ જે લૂછી ન શકે કે મા – બાપ વિનાનાં નિરાધાર બાળકોના મુખમાં રોટલાનો ટૂકડો ન મૂકી શકે, તેવા ધર્મ કે ઈશ્વરમાં મને શ્રદ્ધા નથી.
776. ઉપકારનો બદલો વાળી દેવાની અતિ ઉતાવળ એ પણ કૃતજ્ઞતાનો એક જાતનો અભાવ છે.
777. જો તમે બેકાર હો તો એકલા ન રહેશો, જો એકલા હો તો બેકાર ન રહેશો.
778. તમે જે કહો તે વિશે લોકો કદાચ શંકા કરે પણ તમે જે કરી બતાવશો તે તેઓ માનશે.
779. આપણે જે નથી કરતા તેનો થાક અનુભવીએ છીએ, જે કરીએ છીએ તેનો નહી.
780. ખુશકિસ્મતે જેને છેતરેલ નથી એવા માણસને બદકિસ્મતે કદી કચડી નાંખેલનથી.
781. કુનેહ એટલે કોઈને દુશ્મન બનાવ્યા વિના પોતાની વાત સાચી ઠરાવવાની આવડત.
782. ગઈકાલ આજને વધુ પડતી વાપરી ન નાંખે તેનું ધ્યાન રાખજો.
783. પોતાની જાત સિવાય બીજા કોઈથી છેતરાવું અશક્ય છે.
784. પોતાને જે જીવવાનું હોય છે તે જગત દરેક જણે પોતાની અંદ૨ જ લઈને ફરે છે.
785. દરકારનાં નાનાં - નાનાં ઝરણાં સ્નેહનો પ્રવાહ બની રહે છે.
786. મનુષ્યજાતને એક મહામોટું દુ:ખ કોઈ નવીન વિચારનું દુઃખ હોય છે.
787. માનવીની પરોપકારીવૃત્તિ, ઘણી ખરી વખત તેના સ્વાર્થનું જ ઊંચામાં ઊંચું સ્વરૂપ હોય છે.
788. આ પળોનો ખ્યાલ રાખજો, યુગ તો એનું કામ સંભાળી લેશે.
789. પવનને આપણે દિશા આપી શકતા નથી પણ આપણા શઢ તેને અનુકુળ કરી શકીએ છીએ.
790. પાપનાં ડાળખાં - પાંદડા પર કુહાડો ચલાવનારા હજા૨ જણ હશે. પણ એનાં મૂળિયાં પર ઘા કરનાર કોઈક જ નીકળશે.
791. પ્રલોભન સામાન્ય રીતે જ્યાંથી પ્રવેશ કરે છે. તે દ્વારા જાણીબુઝીને ખુલ્લું રાખવામાં આવેલું હોય છે.
793. પ્રશંસાને અત્તરની માફક સુંઘવાની હોય, પિવાની નહીં.
794. હે દયાળુ! કાં તો મારો બોજ હળવો કરજે, ને કાં તો બરડો મજબુત બનાવજે.
795. પ્રેમ ત્યારે કહેવાય જ્યારે તમારું ને મારું આપણું બની જાય.
796. સાચા પ્રેમનો આરંભ ત્યાં થાય છે જ્યાં કશા બદલાની અપેક્ષા નથી.
797. તમારું દિલ પ્રેમથી ભરેલું હશે તો હંમેશા તમારી પાસે કશુંક આપવાનું હશે.
798. આપણું હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યારે સકલ સૃષ્ટિ સુંદરતાથી છવાઈ જાય છે.
799. આપણે શું છીએ, આપણે શું બનીએ છીએ તેનો આધાર આપણને કોણ ચાહે છે તેની પર છે.
800. ભોળપણ એ બાળકની નબળાઈ છે, પણ બાળકનું બળ છે.
801. ભલમનસાઈને કદી પાછી ન વાળતાં એને આગળ જવા દેજો.
802. પોતાના મિત્રોનો અવિશ્વાસ કરવો એ તો એમનાથી છેતરાવવા કરતાં પણ વધુ શરમજનક છે.
803. ક્યાંક પહોંચવાનો રસ્તો તમે જ્યાં હો ત્યાંથી આરંભ કરવાનો છે.
804. આપણને આપણી જાત ગમતી હશે તો ચોવીસેય કલાક સારી સોબત મળી રહેશે.
805. રીતભાત એટલે બીજાઓની લાગણીનો સૂક્ષ્મ ખ્યાલ.
806. તમારા વિચારોને વિસ્તારો અને તમારી દુનિયાને વિશાળ બનાવો.
807. સાચું શાણપણ દરેક દિવસની મૂલ્યવાન ક્ષણો વીણી લેવામાં રહેલું છે.
808. મિત્રતાનો સાર છે પૂર્ણ ઉદારતા અને વિશ્વાસ.
809. ચિંતા એ એક પ્રકારની કાયરતા છે અને તે જીવનને વિષયમય કરી મૂકે છે.
810. ચિંતાએ આજ સુધી કોઈપણ કાર્યને પૂર્ણ કર્યું નથી.
811. ભલાઈ એટલે બુરાઈનો અભાવ નહી, પરંતુ બુરાઈ ઉપરનો વિજય.
812. કર્તવ્યનું પાલન એ જ ચિત્તની શાંતિનો મૂળ મંત્ર છે.
813. નિષ્ઠાપૂર્વક કામ કરો, નામ તમારી પાછળ દોડતું આવશે.
814. સદ્ગુણ વિના સૌંદર્ય અભિશાપ છે.
815. દુઃખ વિનાનું જીવન એ જ મોટામાં મોટું દુઃખ છે.
816. જે ખેલદિલી છે તે મહાન છે.
817. છેલ્લા શ્વાસ સુધી સુગંધિત રહે તેનું નામ જિંદગી.
818. મિથ્યાભિમાન એ મોટામાં મોટો દુર્ગુણ છે.
819. શિસ્ત વગરનો માનવી લગામ વગરના ઘોડા જેવો છે.
820. દયા ધર્મ હૈયે વસે બોલે અમૃત વેણ, તેને ઊંચો જાણીએ જેના નીચા નેણ.
821. લક્ષ ઉપર પહોંચવા માટે જેટલું મહત્ત્વ ઝડપનું છે એથી અનેકગણું મહત્ત્વ સારી દિશાનું છે.
822. શ્રમ અને શ્રદ્ધા વડે જીવન ખેતરમાં મબલખ પાક ઉતરશે.
823. પ્રભુએ મને સુખ આપ્યું બીજાને પણ સુખી કરું.
824. પોતાની આવડતની કળા સન્માર્ગે વપરાય તો જીવન સાર્થક થાય.
825. તપનું મૂલ્ય પૈસાથી નહી પવિત્રતાથી કરાય. કાંટાથી ભલે કાંટો નીકળે, હીરાથી ભલે હીરો કપાય પણ વેર તો પ્રેમથી જ શમે.
826. મહત્ત્વનાં કાર્યો કરનારો માનવી માનપત્ર કે દાનપત્ર સ્વીકારે તો એના કાર્યનું મહત્ત્વ માર્યુ જાય.
827. જેણે ઘણા પૈસા ભેગા કર્યા હોય તેનું નહિ પણ જેણે ઘણાનું ભલુ કર્યુ હોય તેનું જીવતર સફળ થયું ગણાય.
828. પ્રભુને ચાહો છો? તો પ્રભુના બાળકોને કેમ ધિક્કારાય?
829. સારો વિચાર સારા વર્તનથી સાર્થક નીવડે.
830. જેણે સહેજ પણ ઉપકાર કર્યો હોય એનું અહિત કેમ કરાય?
831. જીવન કલાનો કસબી તો સંતાપમાં પણ સુખ માણે.
832. ભાગ્ય ભણી નહી પુરુષાર્થ પણ જુઓ, જે ભાગ્યને લઈ આવશે.
833. હૃદય – હૃદય વચ્ચેનું સેતુનું સર્જન એટલે દિલ – દિલ વચ્ચેની દિવાલોનું દફન એનું નામ પ્રેમનું સાર્થક્ય.
834. મુસીબત આવી મને રડાવા માટે, હું હસ્યોને, મુસીબત રડતી ચાલી ગઈ.
835. સદ્ભાવ વડે જ અન્યના ગુણો ઓળખી શકાય.
836. સ્મિત વગરનું કોઈ મોટુ જુઓ તો તમારાં સ્મિતમાંથી એક તેને આપજો.
837. માનવતા એટલે બીજાનો વિચાર કરવો.
838. ચારિત્ર્ય એટલે સારી ઈચ્છાઓનો વિકાસ પામેલો સમૂહ.
839. જેઓ સુંદર વસ્તુઓમાંથી સુંદર અર્થ ખોળી કાઢે છે તે સંસ્કારી છે.
840. જેઓ આફતથી દૂર ભાગે છે તેઓ બમણી આફત ભોગવે છે.
841. વર્તનથી જ તમે સ્વર્ગ સુખ અનુભવી શકશો.
842. સંયમ એ આનંદ મેળવવાની સોનેરી ચાવી છે.
843. અભિમાન નરકનું દ્વાર છે.
844. જીવનની સાચી કળા સુખ સગવડ મેળવવામાં નહિ પણ દુઃખી ન થવાની આવડત કેળવવામાં છે.
845. કરકસર એ પ્રામણિકતા, સ્વતંત્રતા અને સુખની માતા છે.
846. મૌન એ પારસમણી છે જેને સ્પર્શ થાય છે તે સુવર્ણ બની જાય છે.
847. ધૈર્ય માનવીની સાચી વીરતા છે.
848. ગુમાવેલી પ્રત્યેક પળ આપત્તિને આવવાની તક આપે છે.
849. જે પોતાની જાત ઉપર અંકુશ રાખી શકતો નથી તે કદીયે સ્વતંત્ર માનવી બની શકતો નથી.
850. પાપ કદી પાપીને ઉંઘવા દેતું નથી.
851. શ્રધ્ધા રાખો અને તમારે માટે તે બધું કરી દેશે.
852. નિંદા અને નિંદ્રા ઉપર વિજય મેળવ્યા પછી જ ભજન થઈ શકે છે.
853. દુ:ખને હસી કાઢો, સુખને માણો.
854. દરેકને માટે દયાળુ અને કોમળ બનો, પરંતુ પોતાને માટે કઠોર બનો.
855. જિંદગી છે એટલી ખુશી છે અને પરિશ્રમ છે તો જ જીંદગી છે.
856. પ્રેમ કરવો એ કલા છે, પરંતુ નિભાવવો એ સાધના છે.
857. પ્રશંસા બીજાઓના સદ્ગુણો પ્રત્યેનું આપણું ઋણ છે.
858. ક્રોધને મૌનથી જ જીતો.
859. મિત્રતા મૃત્યુ કરતાં મૈત્રીનું મૃત્યુ વિશેષ અસહ્ય હોય છે.
860. સુખનું ઉદ્ભવ સ્થાન આપણું પોતાનું જ હૃદય જ છે.
861. સત્ય વિના કોઈપણ નિયમનું શુધ્ધ પાલન અશક્ય છે.
862. જ્ઞાન અને સત્તાની સાથે – સાથે નમ્રતા અને વિનય પણ વધવા જોઈએ.
863. દાન એ ધર્મની પૂર્ણતા અને તેની શોભા છે.
864. પ્રશંસાને પચાવવામાં વધુ કુશળતા દાખવવી પડે છે.
865. મૈત્રીએ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે.
866. ખરેખરી લાયકાત વિનાની પ્રશંસા એ ઢાંકેલી મશ્કરી જ છે.
867. માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા તપાસવી જોઈએ.
868. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના.
869. જેવા વિચાર કરશો તેવા તમે થવાના.
870. સ્વચ્છ શરીરમાં સ્વચ્છ આત્મા વસે છે.
871. સફાઈને પરમાત્મા માનો.
872. ક્રોધને ગળી જવામાં માણસાઈ છે.
873. હાથપગનો શ્રમ એ જ સાચો શ્રમ છે.
874. આદર્શ વિનાનો માનવી સુકાની વિનાના નાવ જેવો છે.
875. નમ્રતા મનુષ્યની મહાનતાનો માપદંડ છે.
876. અધિરાઈ એ અત્યંત ખરાબ પ્રકારની ઝડપ છે.
877. સત્ય બોલી તમારા દુશ્મનને મૂંઝવવાનો એ સૌથી ઉત્તમ રસ્તો છે.
878. સંતો સ્વીકારેલો પંથ ત્યજતા નથી.
879. દુઃખનું મૂળ આળસ અને લોભ છે.
880. ઉપાધિ ટાળવા વ્યવહાર સાફ રાખો.
881. લાંબો પ્રવાસ નાના ડગલાંથી ખેડાય છે.
882. સ્વીકારેલો પંથ ન ત્યજવો એ સંતની સુનીતિ.
883. કોઈની અલ્પતા દર્શાવવી તે જાતે અલ્પ બનવા સમાન છે.
884. મન બદલશો તો જગત આખું બદલાઈ જશે.
885. ભક્તિમાં બુદ્ધિ કરતાં શુદ્ધિની વિશેષ જરૂર છે.
886. માતા – પિતાને આચરણથી સંતોષે એ જ સાચો સંતાન.
887. મોહને વશ થઈ મનુષ્ય અધર્મને ધર્મ માને છે.
888. તારો શોક જ તારા મોહમાં રહેલો છે.
889. ફળનું અભિમાન છોડી ને કર્તવ્યનું પાલન કર.
890. સાધનાની પરાકાષ્ઠા તે જ મોક્ષ.
891. ઉત્તમ ચાહવું એ લગભગ જાતે ઉત્તમ બનવા બરાબર છે.
892. પરમાર્થની સાધના કરતી વખતે કોઈએ બીજાની વાટ જોવી નહી.
893. મનના હાથીને વિવેકરૂપી અંકુશથી વશમાં રાખો.
894. કરકસર સધ્ધર બેંકમાં મુકેલી થાપણ છે.
895. મન ભલે વેગથી દોડે, જીભને સ્થિર રહેવા દો.
896. જે શ્રમ નથી કરતો તેની સાથે દેવતા મિત્રતા નથી કરતા.
897. જે આપણા પ્રત્યેક શ્વાસનો માલિક છે એ ઈશ્વરને ભૂલી શેં જવાય?
898. જીવન ક્યારામાં સંસ્કાર સલિલના સિંચન કરતા રહેજો.
899. કેવળ જાણેલું કામ આવશે નહીં પણ જીવનમાં ઉતારેલું કામ આવશે.
900. હિંમતભેર આગે બઢો, મુશ્કેલી મરી જશે. પ્રકાશમાં પગલાં માંડો, પડછાયો પાછળ રહેશે.
901. ભલા અને પવિત્ર માણસો સૌથી સુખી હોય છે.
902. જ્યાં સુધી મમત્ત્વ છે ત્યાં સુધી દુઃખ છે. મમત્ત્વ જ્યારે દૂર થાય છે ત્યારે દુઃખનો અંત આવે છે.
903. સ્વાર્થ દુઃખ આપે છે નિઃસ્વાર્થ આનંદ આપે છે.
904. જેમ – જેમ ધનની થેલી દાનથી ખાલી થાય છે તેમ – તેમ દિલનો ખજાનો આનંદથી ભરાતો જાય છે.
905. પાખંડી નમ્રતા કરતાં પારદર્શક અહંતા સારી.
906. વાસના વિષ છે – ઉપાસના અમૃત.
907. ભૂલ ખાડો બનશે જો નહી શીખીએ તો, ભૂલ પગથિયું બનશે જો બોધ લઈશું તો.
908. જેની અડખે – પડખે સ્વનિર્મિત સંયમના કિનારા છે. એને જીવન સરિતા ધ્યેય સાગર સુધી પહોંચી શકશે.
909. પોતાની ભૂલો પ્રત્યે બેદરકાર રહી પારકાની ભૂલો શોધવા જેવો અપરાધ બીજો કોઈ નથી.
910. લક્ષ્મી સંપન્ન નહીં પણ લક્ષણ સંપન્ન બનીએ.
911. પરિવર્તનનો સદંતર અભાવ, એટલે
912. સહન કરવું એ જ મોટી સિદ્ધિ છે.
913. અભિલાષા ઊંચી રાખજો, કર્તવ્યો ઊંડા રાખજો.
914. પ્રેમદીપ પેટાવી ધિક્કારનો અંધકાર દૂર કરીએ.
915. જરૂરીયાત કરતાં વધારે વાપરવું એ પાપ છે.
916. ધાતુનું કે જીવતરનું ઘડતર જેટલું વધે એટલું મૂલ્ય વધે.
917. અન્યના અભિપ્રાયને પણ આવકારતાં શીખીએ.
918. પોતાના વખાણ સાંભળવાની ઝંખના તો સૌમાં હોય છે પણ પોતાની ટીકા સહન કરવાની શક્તિ તો કોઈ વિરલા માં જ હોય છે.
919. પોતાના વખાણ સાંભળી રાજી થાય તે માનવ, પોતાની ટીકા સાંભળી રાજી થાય તે ટેવ.
920. પરોપકાર તે પુણ્ય, પરપીડા તે પાપ.
921. સારું જોવું, સારું સાંભળવું, સારું બોલવું.
922. ત્યાગથી ભોગ ઘટે.
923. શ્રમ કરવામાં શરમ નહી.
924. ધંધો કરતાં ધર્મને ભૂલી ન જશો.
925. જ્યાં ભેદ હોય ત્યાં જ ભેળ દેખાય.
926. પ્રભુ પદાર્થથી નહીં પ્રમાણથી રીઝે છે.
927. બીજાને સુખી કરે તે સુખી થઈ શકે છે.
928. સમયનો નાશ સર્વનાશ છે.
929. નિર્ણય કરીએ આજથી વ્યસન માત્ર બંધ.
930. વાણીથી નહી, વર્તનથી સમજાવે તે સદ્ગુરૂ.
931. મનને સાચવી જાણે તે સંત બની શકે.
932. સુખમાં પ્રભુ સ્મરો, દુઃખમાં ધીરજ ધરો.
933. પ્રેમ જીવાડે છે મોહ પછાડે છે.
934. મન પ્રભુમાં રાખો તન સેવામાં રાખો.
935. સ્વાધ્યાય અને સત્સંગ વડે જ સ્વભાવ સુધરે.
936. પૈસા માટે પ્રયત્ન કરજો, પાપ ન કરશો.
937. પ્રભુની ઈચ્છામાં તમારી ઈચ્છા ભેળવી દો.
938. જીવનમાં ભય પામવા જેવું કશું નથી બધુ સમજવા જેવું છે.
939. મજૂરની મજૂરી તેનો પરસેવો સૂકાય તે પહેલાં ચૂકવી દો.
940. જે તને અન્યાય કરે છે તેને ક્ષમા આપ.
941. જે તને પોતાનાથી વિખૂટા કરે, તેની સાથે પ્રેમ કર.
942. જે તારા પ્રત્યે બુરાઈ કરે તેના પ્રત્યે તું ભલાઈ કર.
943. મા - બાપે વાંછેલું અને વડીલોએ વિચારેલું સત્કાર્ય તેમના કહ્યા વિના જ જે પૂરું કરી આપે છે તે ઉત્તમ પુત્ર.
944. જીવવા માટે જરૂર કમાજો પરંતુ કમાવા માટે કદી ન જીવશો, જીવવા માટે જરૂર ખાજો, ખાવા માટે કદીયે ન જીવશો.
945. પરિશ્રમના પીઠબળ વિના મેળવેલી પુંજી પ્રેયકર ભલે બની શકે શ્રેયકર તો હરગીજ નીવડવાની નથી.
946. નામની લાલશા રાખશો તો આવતી કાલે કોઈ ઈનામ પણ આપશે અને તે પછી કોઈક બદનામ પણ કરશે.
947. વગર કહ્યે કરે એ ઉત્તમ, કહ્યા પછી પ્રેમથી કરે એ મધ્યમ, આનાકાની સાથે કરે છે અધમ, ન કરે એ અધમાધમ.
948. વાતમાંથી વાદ અને વાદમાંથી વિવાદ વધે ત્યાં વાંધો નથી, પણ વિવાદ વિખવાદમાં ન પરિણમે તે જોજો.
949. મનની ચંચળતા પ્રભુને અર્પણ કરો, મન શાંત થશે.
950. સાચુ બોલશો તો લોકો આદર આપશે, આચરણ કરશો તો લોકો આધીન થશે.
951. કલ્પિત કે સંભવિત મુસીબતોમાં બધાને પ્રસન્ન રાખવાનું જેમ શક્ય નથી તેમ સૌને રાજી રાખવાની જરૂર પણ નથી.
952. સન્માનનો સ્વીકાર કરવો એ પણ સેવાભાવીને તો ન જ શોભે, સેવા માત્ર સમર્પણથી શોભે.
953. સામર્થ્યહીન વ્યક્તિ કુરિવાજને વશ થાય તો લાચારી છે, શક્તિશાળી વ્યક્તિ કુરિવાજોને પોષે તો એ પામરતા છે.
954. ગુસ્સાનો જુસ્સો જવલંત હશે ત્યાં લગી સત્ય નહિ સમજાય, શાંત પડ્યા પછી જ પશ્ચાતાપનો આરંભ થશે.
955. વિશ્વાસ એ તો આત્મા અને હૃદયનો ધર્મ છે.
956. મમતા સમતા સાથે રાખવા બહુ મુશ્કેલ છે.
957. પ્રેમની પાઠશાળામાં સમર્પણના પાઠ શીખવાય છે, અપેક્ષાના નહિ.
958. મારગ આડે પહાડ ભલે હો, હસતા – હસતા ચઢીએ, કાંટા લાખ ભલે હો રસ્તે, કચરી આગે બઢીએ. - સ્નેહરશ્મિ
959. મોતની પરવા ન કરવી, એ વીરતા કહેવાય, પરંતુ જ્યાં મૃત્યુ કરતા જીવન વધુ ભયંકર હોય, ત્યાં જીવન જીવવાની હિંમત કરવી એ જ સાચી વીરતા છે.
960. શાબાશીના એક જ રૂડાં બોલ ઉપર હું બે મહિના લગી જીવતો રહી શકું છું. - માર્ક ટ્વેઈન
961. મૈત્રીના પૈડામાં નાજુક વિનયનું તેલ જરાક ઉંજતા રહેવું તેમાં શાણપણ છે. – કોલેથ
962. સત્તા, મહત્તા, ધનાઢ્યપણું એ બધા કરતાં માનવ સર્વોત્તમ છે.
963. જે કરો તે ફરજ સમજીનો કરો, આશા રાખીને નહી.
964. સરિતા સમા દાની બનો, ઉદાર સૂરજ સમા, ધરતી સમી ધીરજ ધરી, સાગર સમી રાખો ક્ષમા.
965. દીધેલા દાન અને કરેલા ઉપકાર ભૂલી જાય તે જ સાચો દાતાર.
966. બે વાત કદી ન ભૂલશો - આપેલું વચન ને ઉપકારી જન.
967. પાપ અને પુણ્ય બંને માનસિક અવસ્થાના પ્રતીકો છે.
968. ચારિત્ર્ય ધોળા કાગળ જેવું છે. એકવાર ડાઘ પડ્યા પછી મૂળ ચમક આવતી નથી.
969. જ્ઞાનથી ૫રમાત્મા જાણી શકાય છે, પણ પ્રેમથી ખુદ પરમાત્મા બની શકાય છે.
970. જીવનની પળેપળનો હિસાબ રાખનાર માણસ મહાન બને છે.
971. પ્રેમની હાટડી નહી પરબ માંડો.
972. દુઃખ માત્રનું મૂળ ઈચ્છા છે. - બુદ્ધ
973. નમ્રતા સ્વર્ગના દરવાજાની ચાવી છે. – શેખ સાદી
974. મહાન વ્યક્તિનું મુખ્ય લક્ષણ તેની નમ્રતા છે. - રસ્કિન
975. વિનમ્રતા અનેક ગુણોની જનેતા છે. - પ્રકાશ ગજ્જર
976. નમ્રતાનું અભિમાન વધારે ખતરનાક હોય છે. - ગુણવંત શાહ
977. નમ્રતા તો આત્માનો એક ગુણ છે. - પૂ. મોટા
978. નમ્રતા પાષાણને પણ મીણ બનાવી દે છે. - પ્રેમચંદજી
979. અભિમાન કરતા નમ્રતા મોટી છે. – પંચતંત્ર
980. નમ્રતા તમામ સદ્ગુણોનો સુંદ૨ પાયો છે. – કોન્ફ્યુશિયસ
981. ‘અશક્ય’ શબ્દ નાહિંમતનું પ્રતીક છે. - સ્વેટ માર્ડન
982. અવિશ્વાસુના શ્રેષ્ઠ વિચાર કરતાં, વિસ્વાસુની ભૂલ વધારે સારી. - થોમસ રસેલ
983. શ્રદ્ધાનો અભાવ એટલે જીવનનું અવસાન. – વિલિયમ જેમ્સ
984. અસત્યની ઉંમર બહુ લાંબી હોતી નથી. - સોફોક્લિસ
985. અસત્ય બોલનાર વ્યક્તિ સાપથીયે ઝેરી હોય છે. - વાલ્મીકિ
986. અસત્ય અને દગો લાંબો સમય ટકતા નથી. – કૌટિલ્ય
987. આચરણ વિના જીવન કદી બદલી શકાતું નથી. – વજુ કોટક
988. ઈર્ષ્યા નિષ્ફળતાનું બીજું નામ છે. – ખલિલ જિબ્રાન
989. સર્વોત્તમ મનુષ્ય તેના દોષ વડે ઘડાય છે. - શેક્સપિયર
990. દિવસે એવા કામ કરો કે રાત્રે આરામથી ઉંઘ આવે.
991. શ્રેષ્ઠ કર્મો જ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવે છે.
992. ચિંતાથી રૂપ, શક્તિ અને જ્ઞાનનો નાશ થાય છે. - એડિસન
993. ચિંતા જીવનનો શત્રુ છે. – સેક્સ પિયર
994. ચિંતા એક પ્રકારની કાયરતા છે. -ચેનિંગ
995. દુઃખ એ જીવન ઘડવા કાજે સોનેરી તક છે. - પૂ. મોટા
996. જીવનનો સંગ્રામ ખેડવો હોય તો દુઃખને જાણતાં શીખો. – વજુ કોટક
997. સેવામાં સોદાગીરી નહીં ફનાગીરી જોઈએ.
998. સત્યને ગ્રહણ કરવામાં, અસત્યને છોડવા હંમેશા તત્પર રહેવું.
999. પોતાની જાતને સુધારવામાં વધારે સમય આપો, જેથી બીજાઓની ટીકા કરવાનો સમય ન રહે.
1000. પ્રેમથી બોલાયેલ એક શબ્દ કેટલાય દુઃખી હૃદયને શીતળ બનાવી શકે છે.
1001. વડીલોને સન્માન આપો, નાનાને માન આપો.
1002. કઠોર વચનથી ઘવાયેલા હૃદયના ઘા કદી રૂઝાતા નથી.
1003. સરવાળો સ્નેહનો, બાદબાકી ભૂલચૂકની, ગુણાકાર સહકારનો, ભાગાકાર વેરઝેરનો.
1004. કર્મની ઘંટી ધીમુ દળે છે પણ અતિ ઝીણું દળે છે.
1005. નહીં બોલાયેલા શબ્દો તમારા ગુલામ છે. બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો.
1006. સત્યાગ્રહ એ શુધ્ધ અહિંસક શસ્ત્ર છે.
1007. પ્રેમ તો કઠોર, ક્રુર હૃદયને પણ મીણ જેવું મુલાયમ બનાવે છે.
1008. ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે.
1009. પ્રશંસા મેળવવી મુશ્કેલ છે. પરંતુ પચાવવી ખૂબ જ અઘરી છે.
1010. પરદોષ જોવા સહેલા છે. પણ સ્વદોષ દર્શન મુશ્કેલ છે.
1011. સત્કર્મની ટેવ લોહીમાં ભળી જાય, સ્વભાવ બને ત્યારે જ કર્મયોગી થવાય.
1012. ઉત્તમ ચારિત્ર્ય જ ભૂષણોમાં ઉત્તમ ભૂષણ છે.
1013. ભૂખ વગર અનાજ પચતું નથી, દુઃખ વગર સુખ પચતું નથી.
1014. મન જેટલુ શુદ્ધ, તેટલું તેને સંયમમાં લાવવું સહેલું.
1015. દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
1016. સાચી સુંદરતા હૃદયની પવિત્રતામાં છે.
1017. પોતાનું સુખ જતુ કરીને બીજાને સુખ આપે એ જ સાચો સેવક.
1018. સુખ અને સ્વાર્થ એક સાથે રહી શકતા નથી.
1019. જીવન કમળપત્ર ઉપરના ઝાકળ બિંદુ જેવું છે.
1020. સંયમના તેલ અને ત્યાગની વાટથી જીવનનો દીપક પ્રકાશે છે.
1021. વાણી કરતા મૌન ચઢીયાતુ હોય છે.
સદવિચાર
1022. આનંદનું રહસ્ય ત્યાગ છે. – ગાંધીજી
1023. પરિશ્રમથી આનંદ મળે છે. -રસ્કિન
1024. અગ્નિ સોનાને ચકાસે છે, આપત્તિ વિર પુરુષોને ચકાસે છે. સેનેકા
1025. આળસ માનવીનો મહાન શત્રુ છે. -બુધ્ધ
1026. આળસ એ જીવતા માણસની કબર છે. -ફાઉધર
1027. કાટથી લોખંડ અને આળસથી મનુષ્ય વહેલો કટાઈ જાય છે. -ફ્રેકલીન
1028. આળસુ ખલાસીને કદી અનુકૂળ પવન નથી મળતો. -ઈબ્નેનૂર
1029. ઉત્સાહ એ જીનનું બળ છે. -મોહમ્મદ માંકડ
1030. કીર્તિ વીરતાપૂર્વકના કાર્યોની સુવાસ છે. -સાંક્રેટીસ
1031. ક્રોધ એ નિર્બળ મનની નિશાની છે. - દયાનંદ સરસ્વતી
1032. ક્ષમા સમર્થ માનવીનું આભૂષણ છે. - મહાભારત
1033. ચારિત્ર ગરીબ માણસની થાપણ છે. - સ્વેટ માર્ડન
1034. વિચારોમાં પવિત્રતા એ જ સાચી તપસ્યા છે. - શ્રીરામ શર્માજી
1035. દાન પવિત્ર વસ્તુઓમાં શ્રેષ્ઠ છે. - વેદ વ્યાસ
1036. કોઈને દીન બનાવે તે સાચુ દાન નથી. – વિનોબા ભાવે
1037. દુઃખના ટાંકણા વિના જીવન શિષ્ય ઘડાતું નથી. - નાથાલાલ દત્તાણી
1038. સમજણ વિનાનું શાણપણ, દિશા વિનાની દોટ, લાખોનો કર્યો વેપાર, પણ અંતે મોટી ખોટ
1039. મૂર્ખ મનુષ્યને ઉપદેશ આપવો નહિ. - ચાણક્ય
1040. આદર્શ વિનાનો માણસ, સુકાન વિનાની નાવ જેવો છે.
1041. સત્ય એ સૌથી મોટી સંપત્તિ છે.
1042. સજ્જનતા એ ઉત્કૃષ્ઠ માનવતા માટેનો બીજો શબ્દ છે.
1043. અસત્ય બોલવું તે પાપ છે, સત્ય છુપાવવું તે મહાપાપ છે.
1044. તકને ગુમાવશો નહિ કારણ કે તે ભાગ્યે જ હાથમાં આવે છે.
1045. નિયમ વિનાનું જીવન એટલે વાડ વિનાનું ખેતર.
1046. જીવન શુદ્ધિ વિના જીવન સિધ્ધિ નથી.
1047. સદ્ભાગ્ય હંમેશાં પરિશ્રમની સાથે જ હોય છે.
1048. કસ્તુરી અને સુખડ પોતાના ટુકડા કરનારને પણ સુગંધ આપે છે.
1049. મુશ્કેલી માનવીનો સૌથી મોટો શિક્ષક છે.
1050. રસ્તો કદી ચાલતો નથી આપણે જ ચાલવું પડે છે.
1051. માતા શબ્દ નથી શબ્દતીર્થ છે, માતા અને મૃગજળ સમજમાં આવતા નથી. મૃગજળ નથી છતાં દેખાય છે, માતા સામે જ હોય છતાં જોવાનું ચુકી જવાય છે.
1052. જે ઉપકાર કરે તે મિત્ર અને અપકાર કરે તે શત્રુ. - માઘ
1053. સંસ્કૃતિ માનવીનું ચારિત્ર ઘડતર કરે છે.
1054. ત્રેવડ ત્રીજો ભાઈ, તો યોગ્ય ખર્ચ તે જોડીયા ભાઈ.
1055. જે પરાક્રમ કરે તે વીર, ત્યાગ કરે તે મહાવીર.
1056. કોઈના દુઃખે દુઃખી થવું સહેલું પણ કોઈના સુખે સુખી થવું અઘરું.
1057. મન હોય તો માળવે જવાય પણ તે માટે પગ ઉપાડવા પડે.
1058. સંબંધના છોડને સંપર્ક નામના જળસિંચનની જરૂર છે.
1059. આશા અમર છે.
1060. ટીપે ટીપે સરોવર ભરાય.
1061. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
1062. કર્મની કુશળતા એ જ યોગ છે.
1063. ત્યાગ અને સંતોષમાં જ સાચુ સુખ સમાયેલુ છે.
1064. વિદ્યાર્થીએ ત્રણ ગુણ-વિનય, વિવેક અને ચારિત્રશીલ અપનાવવા જોઈએ.
1065. વડીલોનું દિલ કોઈ દિવસ ન દુભાવવું.
1066. મૃત્યુ એટલે હિસાબ આપવાનો સમય.
1067. વાણી, વર્તન અને વિચારને શુદ્ધ રાખો.
1068. પવિત્ર મન એ અમૂલ્ય ધન છે.
1069. ધી૨જ અને પુરૂષાર્થ સફળતાના માતા-પિતા છે.
1070. મનને હંમેશાં શાંત રાખો.
1071. પ્રાર્થના નિષ્ફળ જતી જ નથી.
1072. દુઃખમાં જ ધર્મની કસોટી થાય છે.
1073. માનવતા જ મોટો ગ્રંથ છે.
1074. બળ એ જીવન છે નિર્બળતા એ મુત્યું છે.
1075. પારકી આશ સદા નિરાશ
1076. બગીચાના ફુલની જેમ માનવીના મનમાં ઉમદા વિચારો ખીલવા જોઈએ.
1077. રામ કે રહીમ રામાયણ કે કુરાનમાં નહિ, માનવીના આચરણમાં છે.
1078. નિઃસ્વાર્થ પ્રેમ પરાયાને પણ પોતાના કરે છે.
1079. સારા દેખાવા નહિ, સાચા બનવા મથીએ.
1080. ચારિત્ર જ ચિરંજીવ શક્તિ બક્ષે છે.
1081. દુર્ભાવના માનવતાનું કલંક છે.
1082. જ્ઞાન નયન છે વિજ્ઞાન અંજન છે.
1083. ધૈર્ય વડે જ ધર્મ ખીલે.
1084. ત્યાગ અને તપ કદી વ્યર્થ જતાં નથી.
1085. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે.
1086. શાળા એ સંસ્કારોનું સરોવર છે.
1087. અસત્ય પોતાના મોતે મરે છે.
1088. પવિત્ર મન એ અમૂલ્ય ધન છે.
1089. વ્યસન માત્ર રાવણ છે, જે તંદુરસ્તીની સીતાનું હરણ કરે છે.
1090. શ્રમનો મહિમા ભૂલાય ત્યાંથી અધોગતિ શરૂ થાય છે.
1091. માનવતા માટે મરી ફીટે તે મહાત્મા.
1092. આજે ‘પ્રશિક્ષિત’ નહીં સ્વશિક્ષિત’ શિક્ષકો- અધ્યાપકોની જરૂર છે.
1093. શિક્ષણ એટલે વાસનાની રિફાઈનરી, તેમાં ગુરુ - શિષ્ય શુધ્ધ બને છે.
1094. બાળકની ‘પ્રતિભાની પહેચાન' એટલે જ શિક્ષણ.
1095. વિધા-સાધના એટલે પશુતાભણી દોરી જનારી મનોવૃત્તિમાંથી મુકિત.
1096. ભણતર એટલે જ્ઞાનનો વિસ્તાર, હૃદયનો વિસ્તાર, મન-ભાવનાનો વિસ્તાર.
1097. આજનું શિક્ષણ હાજરીપ્રધાન (મસ્ટરોલ) અને ‘હોજરી પ્રધાન‘ (પગાર) બનીગયું છે.
1098. ‘દર્શન’ વગરનું શિક્ષણ ‘પ્રદર્શન’થી વધુ મહત્ત્વ ન જ ધરાવે.
1099. ‘સ્મરણશકિત’ના બદલે વિદ્યાર્થીમાં ‘સમજણ શકિત’ ખીલે તો શિક્ષણ સાર્થક બને.
1100. ધનલોભી સંચાલક, વકીલ, ઈજનેર કે ડોકટર શિક્ષણ માટે ‘કેન્સર સમાન’ છે.
1101. ભણેલો માણસ ‘હે રામ’ ને બદલે ‘હરામ’ની ભાવના રાખે તો અસ્વસ્થ સમાજ જ બને.
1102. ટ્યુશન કલાસો શિક્ષકો માટે ‘કામધેનુ’ બની ગયા છે.
1103. આજે જ્ઞાન અને ચારિત્રિક સજ્જતાવાળા શિક્ષકોની વધુ જરૂર છે.
1104. ‘ઘડતરલક્ષી’ સંસ્થાઓને બદલે ‘મળતરલક્ષી’ – ‘રળતરલક્ષી’ સંસ્થાઓ ભારરૂપ છે.
1105. શીખવે તે શિક્ષણ અને કેળવે તે કેળવણી.
પ્રેરણાત્મક
1106. કોઈની લાગણી વહેશે ઝરણું બની, તો તણાશું અમે તેમાં તરણું બની. કોઈ તોફાન થઈ જો ધસી આવશે, તો હંફાવશું તેને હિમાલય બની.
1107. લોકોને સાથે રાખ્યા વિના કદી લોકહિત ન સધાય.
1108. પ્રત્યેક નવું પ્રભાત કંઈક ને કંઈક નવી પ્રગતિની શક્યતા લઈને આવે છે, પ્રગતિનો કોઈ અંત હોતો નથી. - શ્રી માતાજી
1109. લાંબા પ્રવાસનો પ્રારંભ નાના પગલાથી જ થાય છે. - ચીની કહેવત
1110. જેવી રીતે નાના દીપકનો પ્રકાશ દૂર સુધી પ્રસરે છે, તેવી દુનિયામાં ભલાઈ દૂર સુધી ચમકે છે. - સાઈરસ
1111. ગરીબી ખાનદાનીને દબાવી શકતી નથી. - કાકા કાલેલકર
1112. ચાલો, ઊભા થાવ, દુઃખદ ભૂતકાળને ભૂલી જાઓ અને વર્તમાનને સુખી કરવા કામે લાગી જાઓ.
1113. અનુભવ એ જીવનપંથના ખાડા-ટેકરા બતાવતો, માનવને સાચે રાહે લઈ જતો દીવો છે.
1114. એક સારો વિચાર અનેક ખોટા વિચારોને દૂર કરી શકે છે.
1115. જ્ઞાન સરીખું ધન નહિં, સમતા સમું નહિં સુખ, જીવવા સમી આશા નહિં, લોભ સમું નહિં દુઃખ.
1116. નાસીપાસ ન થાઓ, ઘણીવાર ઝૂડામાંથી છેલ્લી ચાવી જ તાળું ખોલી આપે છે. - ટોરીવેક
1117. ઉદાર માણસનો વૈભવ ગામની વચ્ચેવચ ઉગેલા અને ફૂલથી લદાયેલાવૃક્ષ જેવો છે. - તિરૂવલ્લુવર
1118. પ્રકૃતિ જયારે મુશ્કેલીઓ વધારે છે ત્યારે બુધ્ધિ અને બળને પણ વધારે છે. - એમર્સન
1119. વિચાર અને વિચારકનું એક થવું તે ધ્યાન. - પતંજલિ
1120. એક મોટી તક આવી પહોંચે એની રાહ જોઈને બેસી રહેવાને બદલે નાની-નાની તકોને ઝડપી લેવાથી આપણે મુકામે ઝટ પહોંચીએ છીએ. – હમુ એલન
1121. સત્ય સિવાય કશાનું અસ્તિત્વ નથી અને એટલે બુધ્ધિશાળીઓ સત્યના અસ્તિત્વ માટે વિવાદ કરતા નથી. - ભગવાન બુદ્ધ
1122. બીજાઓની આપણે જે સેવા કરીએ છીએ તે ખરેખરતો આ પૃથ્વી પરના આપણા વસવાટનું ભાડું છે. - વિલફ્રેડ ગ્રેનફેલ
1123. અનુભવ એ માણસે પોતે કરેલી ભૂલોને આપેલું નામ છે. - ઓસ્કર વાઈલ્ડે
1124. ઈશ્વર, ગુરૂ અને આત્મા એ પર્યાયવાચી શબ્દો છે. -૨મણ મહર્ષિ
1125. જ્યાં લગી માનવ પ્રયત્ન કરતો રહેશે, ત્યાં લગી તો ભૂલો પણ કરતો રહેશે. - ગેટે
1126. શરીર જળથી પવિત્ર થાય છે, મન સત્ય થી, આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી. - મનુ
1127. સદ્ગુરૂના વચનોમાં વિશ્વાસ અમરત્વનાં દ્વાર ખોલવા માટેની મુખ્ય ચાવી છે.
1128. જીવન આરસી જેવું છે, તેના તરફ મલકો તો મોહક લાગે, તેની સામે ઘૂરકો તો તે બેડોળ બને. - એડવિંગ ફોલીપ
1129. દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તેવું લક્ષમાં રાખજે.
1130. દુનિયા એ તો પુલ છે, તેની ઉપર થઈને ચાલ્યા જાઓ, પણ ત્યાં ઘર ના બાંધતા. - ઈસુ ખ્રિસ્ત
1131. જગતમાં કોઈ વ્યક્તિ જન્મ પામતી નથી કે જેને માટે કોઈ કામ નિર્માણ ન થયું હોય. - લોવેલ
1132. જૂઠને પાંખ હોય છે પણ પગ હોતા નથી. -ડૉ. જાકીર હુસૈન
1133. ઉન્નતિનો બીજમંત્ર સેવા અને પ્રેમ છે. - સ્વામી રામતીર્થ
1134. જે લોકો તમારી પ્રસંશા કરે છે એમની વાતો એક કાને સાંભળો અને જે લોકો તમારી ટીકા કરે છે એમની વાતો બન્ને કાને સાંભળો. - આન્દ્રે જિદ
1135. હિંમતને ક્યારેય હથિયારની જરૂર નથી હોતી. - ટોનસ કુલ૨
1136. કોઈ પણ રાષ્ટ્ર ધર્મ વિના વાસ્તવિક પ્રગતિ ન કરી શકે. – ગાંધીજી
1137. હું સુખી છું એનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. - આઈનસ્ટાઈન
1138. બે મિત્રો માટે સોયના નાકા જેટલી જગ્યા પણ નાની નથી, જ્યારે બે દુશ્મનો માટે વિશાળ દુનિયા પણ નાની છે. - ઈબ્ન ગેબીરોલ
1139. સંઘર્ષ વગર જીવન નિરસ બને છે. – વિનોબા ભાવે
1140. માંગવાનું કહે છે તો માગી લઉં છું, ઓ પ્રભુ! દઈ દે મન એવું કે માંગે એ કશુંય નહિ. - વિપીન પરીખ
1141. ડાહ્યા માણસને મૂંઝવણ નથી હોતી, સદાચારીને ચિંતા નથી હોતી અને હિંમત બાજને ભય નથી હોતો. - કોન્ફ્યુશિયન
1142. ટીકાએ કીર્તિની કમાણી ઉપરનો સામાજિક કર (વેરો) છે. -સ્વીફ્ટ
1143. સુખ અને દુઃખ બન્ને વીતી જશે, ગભરાઓ નહિં. - પૂ. લીલાશાહજી બાપુ
1144. સદ્ગુરૂથી વિશેષ ત્રણેય લોકમાં બીજું કોઈ નથી. પૂ. આશામજી બાપુ
1145. સંકટ એ સિદ્ધાંતની કસોટી છે, તેના વિના માનવીને શી રીતે ખબર પડે કે પોતે પ્રમાણિક છે કે નહિ? - હેનરી ફિલ્ડીંગ
1146. હું એવી આશાથી ડહાપણ કે જ્ઞાનની શોધ નથી કરતો કે હું તેને સંપૂર્ણ પ્રાપ્ત કરી લઉં, હું તો એ હેતુથી ડહાપણની શોધ કરું છું કે હું મૂર્ખ ન બનું. - એરિસ્ટોટલ
1147. મનુષ્ય જ પરમાત્માનું સર્વોચ્ચ મંદિર છે. - સ્વામી વિવેકાનંદ
1148. જે ઈશ્વરને પોતાની પાસે સમજે છે તે કદી હારતો નથી. - ગાંધીજી
1149. માનવીને પંખીની જેમ આકાશમાં ઉડતાં આવડે છે, માછલીની જેમ પાણીમાં તરતાંય આવડે છે પણ ધરતી ઉપર જીવતાં એને આવડતું નથી! - બર્ટ્રાન્ડ રસેલ
1150. પ્રભુ એવી આશા સેવે છે કે પ્રેમનું મંદિર બનાવવામાં આવે, પરંતુ માનવી તો પથ્થરનું જ બનાવે છે. - રવીન્દ્રનાથ ટાગોર
1151. મિત્રના ઘરનો માર્ગ ક્યારેય લાંબો નથી હોતો. – કામુ
1152. સૌદર્ય હૃદય ઉપર પ્રભાવ પાડે છે, જ્યારે સદ્ગુણો તો આત્માને જીતી લેછે. - પોપ
1153. ભગવાન આપણને સ્મૃતિ એટલા માટે આપે છે કે જેથી પાનખરમાં પણઆપણે ગુલાબોને માણીએ. – જોસેફ એડિસન
1154. સત્યપુરૂષ પ્રત્યે પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે.
1155. યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહિ વાવો તો ઘડપણમાં એની છાયા મળશે નહિં.
1156. શ્રધ્ધા એ મોટામાં મોટુ બળ છે, પરિશ્રમનું વૃક્ષ ત્યારેજ ફળ આપે છે, જયારે એમાં શ્રધ્ધાનું જળ સિંચાય છે.
1157. પ્રતિભા એટલે પરાજયને વિજયમાં ફેરવનાર આત્માની ચમત્કારિક શક્તિ.
1158. અહિંસા એ પ્રેમની પરાકાષ્ઠા છે.
1159. ઘરમાં બધું જ હોય પરંતુ સંપ ન હોય તો એ ઘર બારી- બારણા વિનાનાં ખંડિયાર જેવું છે.
1160. જિંદગી એ દોડની રેસ નથી એતો આ ગામથી પેલે ગામ પહોંચવાની લાંબી પદયાત્રા છે.
1161. કૂવો નાનો છતાં પાણી મીઠું દે સર્વનેય તે, તેથી સૌ ભજે તેને નહિ ખારા સમુદ્ર ને.
1162. ચારિત્રનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે. –ગાંધીજી
1163. પ્રસન્નતા બધાજ ગુણોની માતા છે.
1164. ઊંચા શિખરની ટોચ પર જે મહામાનવ પહોંચ્યો છે તેઓ કઈ એક જ છલાંગે પહોંચ્યા નથી, વાત એટલી જ છે જ્યારે મીઠી નિંદ્રાની સોડ તાણી આપણે સુતા’તા ત્યારે રાત્રિના અંધકારમાં હાંફતા-હાંફતા તેઓ ઉ૫૨ ચડે જતા’તા.
1165. જો-જો કદી નિરાશાના શરણે ન જશો, ના કદીએ નહિં, ભલે આજ બધે અંધકાર ભાસે, પણ આ અંધકાર લુપ્ત થઈ જવાનો છે, ને ફરી સૂર્ય પ્રકાશવાનો છે.
1166. તું જો એમ માનતો હોય કે પ્રભુ આવશે, તે તારુ કામ કરશે. તો ત્યાં તું ભૂલે છે, હા એટલું ખરું કે પ્રભુ આવશે જરૂર ને તને કામ કરતો જોશે તો એ પોતે તારુ કામ કરવા, તારી સાથે બેસી જશે.
1167. સદ્ગુરૂની કૃપા વડે જ સમજણમાં સ્થિરતા આવે છે.
1168. લોકો બેસી રહેતા નથી પરંતુ એવા સંજોગો તેઓ જાતે જ ઊભા કરે છે એક વાત ચોક્કસ છે, એ લોકો પોતાની પરિસ્થિતિ માટે કદી સંજોગોનો વાંક કાઢતા નથી.
1168. નસીબ એમને શરણે જાય છે, જે નસીબનો સામનો કરે છે.
1169. તારા જીવનને કઈક બનાવજે, જો આ જીવનને આપણે અર્થપૂર્ણ બનાવવામાં નિષ્ફળ જઈશું, તો આપણું જીવન ખરેખર નિરર્થક બની જશે.
1170. આધિ, વ્યાધી અને ઉપાધી આ ત્રણે માટે રામ નામ રામબાણ ઈલાજ છે.
1171. જો જે જીવનમાં પાછળ નહી, સદાય આગળ રહેવાનું વિચારજો.
1172. જરા થોભો! ધીરજ રાખ, સૂરજનાં અજવાળાં હવે આપણી બાજુ આવી રહ્યાં છે.
1173. વૃક્ષોની ઘટા ખીલી છે. લીલીછમ હરિયાળી ચારેબાજુ છવાઈ છે, પણ હા મારે તો હજુ યોજનાનો પંથ કાપવાનો છે, ને અનંતની વાટે નીકળતા પહેલાં મારે પ્રભુને આપેલ વચન નિભાવવાનાં છે.
1174. સત્સંગ એ માનવ દુઃખોને નાશ કરવાનું ઉત્તમ ઔષધ છે.
1175. ના મને કોઈનો ડર નથી, કોઈ વાતનો ભય નથી, સિવાય કે મારા પ્રભુનો.
1176. દરેક જીવનના સ્વપ્રો હોય છે, પણ બહું થોડા એ સ્વપ્રો આંબવા મંડ્યા છે.
1177. દુન્યવી વસ્તુઓમાં સુખની શોધ વ્યર્થ છે. - સ્વામી રામતીર્થ
1178. તારે તારી જાત પર વિશ્વાસ મૂકવો પડશે, મારા જીવનનું આ એક માત્ર રહસ્ય છે, ને હા, એ જ રહસ્ય તારું છે. તારું ને તારી સફળતાનું.
1179. આ આપણું જીવન ચડતી ને પડતી સફળતા અને નિષ્ફળતાના સતત બદલાતાં રંગોથી ભરેલું છે. ચાલને આપણે આપણા પ્રભુમાં દૃઢ વિશ્વાસ રાખી આ જીવન જીવી લઈએ.
1180. મૌન પાળવાથી આંતરિક શક્તિઓનો વિકાસ થાય છે. – ગાંધીજી
1181. આપણા પ્રભુએ આપણા સૌમાં એક વિશાળ શક્તિ ભરી છે. જ્યારે એ સુષુપ્ત શક્તિ જાગશે ત્યારે આપણે પણ કઈક અદ્ભુત કરી શકીશું.
1182. હે મારા પ્રભુ! હે કૃપાના સાગર! મારું કામ પાર પાડવા, મને તારુ બળ આપજે.
1183. તે તારાથી બનતું બધું કરી લીધું? હવે રાહ જો, એ જરૂર આવશે.
1184. જો કોઈ તારી આંખ છીનવી લે તો તુય તેની આંખ છીનવી લે. જો આપણે બધા આમ જીવવા માંડશું તો કદાચ આપણે બધાયે સુરદાસ બની જઈશું.
1185. અંધવિશ્વાસ દુર્બળ મનનો મજહબ છે.
1186. રાત્રીના અંધકાર બાદ ઉષાનાં અજવાળાં થાય છે, શિયાળાના ઠંડા પવન પછી વસંતના વાયરા વાય છે.
1187. કપરો સમય સદાય રહેતો નથી પણ મનનો ખડતલ માનવી સદાય ટકી રહે છે.
1188. સત્યને કહેવામાં ખચકાટ અનુભવવો એ જ નર્યો અસત્ય છે.
1189. ફૂલોની ખૂશ્બ તો માત્ર પવનની દિશામાં પ્રસરે છે. જ્યારે માનવીના ગુણોની સુવાસ તો ચોતરફ ફેલાય છે.
1190. અશ્રધ્ધા કાયરતાનો નિચોડ છે. શ્રધ્ધા સાહસનું નવનીત છે.
1191. ધર્મ વિનાના જીવનનું કંઈજ મૂલ્ય નથી.
1192. જો તમે રસ્તે જતાં-જતાં બીજા માણસોને ધ્યાનથી સાંભળ્યા કરશો તો તમે કદી તમારા ઈશ્વર સ્થાને પહોંચી નહિ શકો.
1193. દુર્જનના મનમાં એક વાત, વાણીમાં બીજી અને કર્મમાં ત્રીજી વાત હોય છે. પરંતુ સજ્જન મન વચન અને કર્મથી એકજ વાત કરે છે. - વિષ્ણુ પુરાણ
1194. નદીના પ્રવાહમાં તમે બે વખત નાહી નહી શકો, સમયનો પ્રવાહ પણ એવો જ છે. વહી ગયો તે વહી ગયો. - હીરેક્લીટસ
1195. પવન વાતો અટકે પછી વાવેતર કરશું એવા વિચારમાં જે બેસી રહે છે અને વાવેત૨ કરતો નથી, આકાશ સામે બેસીને જે વાદળો જોયા કરે છે. તેને લણવાનો સમય ક્યારેય મળતો નથી.
1196. ધરતી શું છે? એને કુવાના પાણી પરથી જાણો અને માનવ શું છે? એને એની આંખ પરથી જાણો. - લાઓત્સે તુંગ
1197. આપણે દરેકના દુ:ખોના પોટલાનો ઢગલો કરવામાં આવે અને પછી તે સ૨ખે ભાગે વહેંચી લેવાનું આવે તો મોટા ભાગના લોકો પોતાનું જ પોટલું જ ઉપાડી ચાલતા થાય. - સોક્રેટીસ
1198. અસત્યની ઉંમર હંમેશાં ટૂંકી જ હોય છે. - સોફોક્લિસ
1199. સુવર્ણની કસોટી અગ્નિમાં અને મનુષ્યની કસોટી દુઃખમાં થાય છે. - સિરાય
1200. અગર તમારો વિશ્વાસ પાકો છે, અગર તમારી શ્રધ્ધા પૂર્ણ છે. તો પર્વત પણ તમારી આજ્ઞા માનવા માટે તૈયાર થાય છે. - સ્વામી વિવેકાનંદ
1201. નમ્રતા જે ભક્તમાં હોય તેને માટે જ્ઞાન ગ્રહણ કરવું અઘરું નથી હોતું. - રામકૃષ્ણ પરમહંસ
1202. એકઠી થઈ ગયેલી સાકર રેતીમાંથી કીડી ફક્ત સાકરને જ ખાય છે અને રેતી ને છોડી દે છે. આ સંસારમાં ભલાઈ પણ છે અને બુરાઈ પણ છે. સજ્જન વ્યક્તિ ફક્ત ભલાઈ જ ગ્રહણ કરે છે અને બુરાઈની પ્રેક્ષા કરે છે. - રામકૃષ્ણ પરમહંસ
1203. કલાનું સૌથી મોટું કામ આપણી સામે સભ્ય માણસનું ચિત્ર રજૂકરવાનું છે. - રસ્કિન
1204. સૌંદર્ય તો જોનારની આંખોમાં સમાયેલું હોય છે. - રોમા રોલા
1205. હું સુખી છું એનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. - આલ્બર્ટ આઈન સ્ટાઈન
1206. આશા એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે. - ઈંગરસોલ
1207. દુનિયા ઉપર ત્રણ બાબતોના રાજ્ય ચાલી શકે : ડહાપણ, સત્તા અને દમામ. વિચારવંત લોકો માટે ડહાપણ, તોફાની લોકો માટે સત્તા અને બાકીના ઉપર ચોટિયા લોકોના મોટા સમુદાય માટે દમામ, કારણ કે તેઓ કોઈ પણ વસ્તુની બહારની બાજુ જ જોઈ શકે છે. - ફેનલ
1208. આશા અને શ્રધ્ધા સાથે કામકાજે વળગી રહેનારને થોડીયે વહેલી સુંદર તક આવી જ મળે છે. - લોર્ડ સ્ટેનલી
1209. સફળતા આપણા હાથમાં નથી પણ મહેનત આપણા હાથમાં છે. - લિંકન
1210. જો તારે ડાહ્યા થવું હોય તો તારી જીભને કાબુમાં રાખવા જેટલો ડાહ્યો થા! - લેવેટર
1211. ઉત્સાહ વિના જીવનનો વિકાસ શક્ય નથી. - વુહો વિલ્સન
1212. એ વ્યક્તિ પરમ સુખી છે. જેનામાં સદ્ગુદ્ધિ છે અને જેની પાસે વિવેકનો વાસ છે. - સોક્રેટીસ
1213. જે બીજાને દુઃખ નથી દેતો તથા બધાનું ભલું ઈચ્છે છે. તે અત્યંત સુખી રહે છે. - મનુસ્મૃતિ
1214. કલા માનવ જાતિની સેવા માટે જ છે. - મૂસર્ગસ્કી
1215. શાંતિથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને તેમજ સંતોષથી લોભને જીતવો જોઈએ. - મહાવીર
1216. જ્યારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તૈયાર રહો, એ જ સફળતાની ચાવી છે. - ડિઝરાયલી
1217. ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે. - ડેમોસ્થેનિસ
1218. કોઈ કેસમાં સામ સામે લડતા વકીલો કાતરનાં સામ-સામેનાં બે પાનાં જેવા છે. તેઓ પોતાની વચ્ચે આવેલી વસ્તુને કાપી નાખે છે, પણ એક બીજાને જરાય નહી. - ડેનિયલ વેલ્સ્ટર
1219. કોઈ પણ રાજ્ય તો જ સમૃદ્ધ થાય, જો તે નૈતિક ચારિત્રના પાયા ઉપર ખડું કરવામાં આવ્યું હોય. ચારિત્ર જ તેની તાકાતનું મુખ્ય ઘટક તથા તેના કાયમી પણાની અને સમૃદ્ધિની એક માત્ર ગેરંટીરૂપ હોઈ શકે. - જેક્યુરી
1220. વિચાર અને વર્તનમાં શુદ્ધ રહી અન્યની સેવા કરવામાં આનંદ મળે તે સ્વચ્છ પ્રકારનો આનંદ છે. - ટોલસ્ટોય
1221. સુભાષિતો કેવળ વાણીના શણગાર તરીકે કે મનોરંજન તરીકે જ ઉપયોગી નથી, તેઓ તો વ્યાવહારિક અને ગાંઠોની વાણીના ધારદાર સાધનથી કાપી નાખે છે કે વીંધી આપે છે અને તમને આગળ ધપવાનો માર્ગ ખુલ્લો કરી દે છે. – બેકન
1222. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. - સ્મૃતિ
1223. સ્ત્રી પુરૂષની અર્ધાંગના છે, તેનો સૌથી મોટો મિત્ર છે, ધર્મ, અર્થ અને કામનું મૂળ છે, જે તેનું અપમાન કરે છે. તેનો નાશ થાય છે. - મહાભારત
1224. જે ઘરમાં સુલક્ષિણી અને સદ્ગુણી સ્ત્રીનો વાસ હોય છે, ત્યાં દેવતાઓ વાસ કરીને શુભાષિશો પાઠવે છે. - મદન મોહન માલવિયા
1225. શબ્દ જ્યાં સુધી બોલાયો ન હોય ત્યાં સુધી તે મ્યાનમાં રહેલી તલવા જેવો છે. એક વખત તે બહાર નીકળ્યો, એટલે તમારી તલવાર જાણે બીજાના હાથમાં ગઈ. - કાર્લ
1226. ઈશ્વર વિપત્તિ દ્વારા પોતાનાં જેવાં માણસોને તાવીને વધુ સારાં બનાવે છે. – કાઉડ્રી
1227. બીજાને દુઃખી ન કરનારું સત્યપ્રિય અને હિત વાક્ય કહેવું અને આત્માને ઉન્નત કરનારા ગ્રંથોનો સ્વાધ્યાય કરવો એ વાણીનું તપ છે. - ગીતા
1228. સાચા સુધારાનું, સાચી સભ્યતાનું લક્ષણ પરિગ્રહ વધારતી નથી. બલ્કે વિચાર તથા ઈચ્છા પૂર્વક તેને ઘટાડવું એ જ તેનું લક્ષણ છે. - ગાંધીજી
1229. સન્યાસી એક દિવસનો સંગ્રહ કરે છે, ગૃહસ્થ ત્રણ દિવસનો, તમારી પાસે જો ત્રણ દિવસનો ખોરાક હોય તો તમે જરા પણ ફિકર કરો નહિ. - બ્રહ્મ ચૈતન્ય
1230. દર વર્ષે માત્ર એક બુરી આદતને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવામાં આવે તો પણ અમૂક સમયમાં ખરાબમાં ખરાબ માણસ એક સારો ભલો માણસ બની શકે છે. - બેન્જામિન ફ્રેંકલિન
1231. તમારા હાથમાં રહેલા ફૂલમાંથી ગજરો બનાવવાની કલા એટલે સુખ. - આચાર્ય રજનીશ
1232. આગની પાસે જે જાય તેને આગ બાળે છે પણ ક્રોધાગ્નિ તો આખા કુટુંબને બાળી મૂકે છે. - તિરૂવલ્લુવર
1233. દયાથી છલોછલ ભરેલું દિલ જ સૌથી ઊંચી દોલત છે. કારણ દુન્વયીદોલત તો હલકા માણસો પાસે પણ હોય છે. - તિરૂવલ્લુવર
1234. દગાબાજી અને છેતરપીંડીથી ધન ભેગું કરવું એ કાચા ઘડામાં પાણી ભરી રાખવા જેવું છે. – તિરૂવલ્લુવર
1235. જેને મોહ નથી તેનું દુઃખ ગયું જેનામાંથી મોહ ગયો તેની તૃષ્ણા મટી ગઈ, જે નિષ્કંચન છે તેનો લોભ ગયો. - ભગવાન મહાવીર
1236. સંયમીને વનવાસની શી જરૂર છે? અને અસંયમીને વનવાસથી શો લાભ? સંયમી ગમે ત્યાં રહે તેના માટે તો તે જ વન છે અને તે જ આશ્રમ છે. - ભાગવત
1237. જીવન એ બધી કલાઓમાં શ્રેષ્ઠ છે. જે સાચી રીતે જીવી જાણે તે સાચો કલાકાર છે. – ગાંધીજી
1238. એક સારો વિચાર અનેક ખોટા વિચારોને દૂર કરી શકે છે. - કોલ્ટન
1239. નિશ્ચિત ધ્યેય એ સફળતાનું પહેલું પગથિયું છે. - ક્લેમંટ સ્ટોન
1240. ક્રોધમાં માણસનું મોઢું ઉઘાડું અને આખો બંધ રહે છે. - કૈટી
1241. ઉત્તમ વ્યક્તિ ચરિત્રમાં ચુસ્ત અને શબ્દોમાં સુસ્ત હોય છે.- કોન્ફ્યુશિયન
1242. ક્રોધ ઉપર પ્રેમથી, પાપ પર પુણ્યથી, લોભ પર દાનથી અને જૂઠ ૫૨ સત્યથી વિજય મેળવો. – બુદ્ધ
1243. પાપ પરિપક્વ નથી થતાં ત્યાં સુધી મીઠાં લાગે છે પણ પાકવા માંડે છે ત્યારે બહું દુ:ખ દે છે. – બુદ્ધ
1244. શત્રુ દ્વારા થતી પ્રસંશા ઉત્તમ કીર્તિ છે. - ટોમસ સૂર
1245. શાસ્ત્રોમાં સર્વનું ઓસડ કહ્યું છે પણ મૂર્ખતાનું ઓસડ નથી.
1246. ઉદ્યમીઓ ધૂળમાંથી સોનુ શોધી જાય છે.
1247. કમળમાં નિવાસ કરતી લક્ષ્મી ઉદ્યમી પુરૂષના હાથને પકડે છે.
1248. પરિસ્થિતિને બદલનાર પોતાના ભાગ્યને પણ બદલી શકે છે.
1249. વીતી ગયેલા સમયને ગમે તેટલી સંપત્તિથી પણ ખરીદી શકાય નહિ. - ઓસ્કાર વાઈલ્ડ
1250. યુદ્ધ પુરૂ થાય ત્યારે તે પોતાની પાછળ ત્રણ લશ્કરો મૂકતુ જાય છે : અપંગ માણસોનું લશ્કર, શોક કરનારાઓનું લશ્કર અને ચોર લોકોનું લશ્કર. - જર્મન કહેવત
1251. જીભથી કરેલો ઘા તલવારના ઘા કરતાં વધુ કપરો છે કારણ કે તલવારનો ઘા તો શરી૨ને જ અસર કરે છે પરંતુ જીભનો ઘા તો અંતરાત્માને પણ. - પાયથાગોરસ
1252. ઉત્તમ માણસો બોલવામાં ધીરો હોય છે, પણ કાર્ય કરવામાં ઉતાવળો હોય. - કોન્ફ્યુશિયસ
1253. નીતિનું પાલન કરવું, પોતાના મન અને ઈન્દ્રીયોને વશમાં રાખવાં અને પોતાને ઓળખવું એ જ સભ્યતા છે આનાથી વિપરીત જે કઈ છે તે અસભ્યતા છે. - ગાંધીજી
1254. આ મારો દૃઢ વિશ્વાસ છે કે હિંસા પર કોઈ શાશ્વત વસ્તુ ઊભી કરી શકાય નહી. – ગાંધીજી
1255. પ્રત્યેક સારી પ્રવૃત્તિ પાંચ તબક્કામાંથી પસાર થાય છે, ઉપેક્ષા, ઉપહાસ, વગોવણી, દમન અને આદર. - ગાંધીજી
1256. માણસને સહેલાઈથી મળતી પહેલી સફળતા ઘણીવાર તેની છેલ્લી સફળતાબની જાય છે. - કેનિંગ
1257. આશા એવો તારો છે કે જે રાતે અને દિવસે બન્ને વખતે દેખાય છે. - એસ.જી.મિલ્સ
1258. ઉત્તમ પુરૂષો તકની રાહ જોઈને બેસી નથી રહેતા, પણ તેઓ તેને ઝડપી લે છે, તેને ઘેરી લે છે. તેને માત કરે છે અને તેને પોતાની દાસી બનાવે છે. - ઈ.એચ. ચેપિન
1259. કોઈ એક એવી ઘડિયાળ નહિ બનાવી શકે જે પસાર થયેલા કલાકોને ફરીથી વગાડી દે. – ડિકેન્સ
1260. અનાયાસે પ્રાપ્ત થયેલું ધન, પરિશ્રમ-પુરૂષાર્થ વગરનું જીવન અને સાચી ભૂખ વિનાનુ ભોજન ત્રણેય ભલે થોડો આનંદ આપે પણ સરવાળો તોહાનિકર્તા છે. - કોન્ફ્યુશિયસ
1261. માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે.
1262. હાસ્ય એ એક દિવ્ય ઔષધ છે. તેનું પ્રત્યેક માનવીએ પ્રસંગોપાત સેવન કરવું જોઈએ. - એલિવર વેન્ડલ હોમ્સ
1263. પોતાની ભૂલનો નિખાલસ સ્વીકાર ઉન્નતિનાં દ્વાર ઉઘાડાં રાખે છે. – અનામી
1264. મેં દુનિયાને ખૂબ પ્રેમ કર્યો છે. દુનિયાએ પણ મને એટલો જ પ્રેમ કર્યો છે. એટલે જ બધાં આંસુ મારી આંખોમાં હતા. – ખલિલ જિબ્રાન
1265. જે માણસ દઢ ઈચ્છા ધરાવે છે. તે જગતને પોતાને અનુકૂળ બનાવે છે. - ગેટે
1266. મનુષ્ય પોતે જ પોતાનો શત્રુ અને પોતે જ પોતાનો મિત્ર છે. – શ્રીમદ્ ભાગવત ગીતા
1267. બીજા માણસના દિલને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે. તેના જેવો નસીબદાર બીજો કોઈ નથી. - પૂ.મોટા
1268. હૈ પ્રભુ જ્યારે હું ખોટો હોઉં ત્યારે મને સુધારવાની વૃત્તિ આપજે, અને જ્યારે હું સાચો હોઉં ત્યારે મને વળગી રહેવાની શક્તિ આપજે. - પીટર માર્શલ
1269. શ્રીમંતો અને ગરીબોમાં તફાવત એટલો છે કે શ્રીમંતને જમતી વખતે પરસેવો પડે છે, જ્યારે ગરીબને રોટલો મેળવતી વખતે પરસેવો પડે છે.
1270. તેનું જીવન ધન્ય છે, જેના જન્મવાથી આખા વંશની ઉન્નતિ થાય છે.
1271. સાચી હિંમત એ ફક્ત ઊંચે ચડવા માટેનું બલુન જ નથી, પરંતુ નીચે ઉતરવા માટેનું પેરાશુટ પણ છે. - અજ્ઞાત
1272. રાહ જોઈને બેસનારને તડપાવે અને હિંમતપૂર્વક આગળ વધનારને વરમાળા પહેરાવે તેનું નામ તક.
1273. અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ વધુ સુખી છે.
1274. દુર્જનની કૃપા બુરી, ભલો સજ્જનનો ત્રાસ, જો સૂરજ ગરમી કરે તો વરસ્યાની આશ.
1275. અહિંસા ક્ષત્રિય ધર્મ છે. મહાવીર ક્ષત્રિય હતા, બુદ્ધ ક્ષત્રિય હતા, રામ-કૃષ્ણ વગેરે ક્ષત્રિય હતા એ બધા વધતા ઓછા પ્રમાણમાં અહિંસાના ઉપાસક હતા. - ગાંધીજી
1276. દ્રશ્ય ઈશ્વર શુ છે? ગરીબની સેવા. – ગાંધીજી
1277. પૈસો સારો સેવક છે પણ ખરાબ માલિક છે. - ડી.બુહુર
1278. સખત પરિશ્રમથી જ સફળતા પ્રાપ્ત થાય છે. વિચાર કરવાથી નહિ. - ફ્રેંકલીન
1279. ધીરજવાળો માણસ ઈચ્છે તે મેળવી શકે. - ફ્રેંકલીન
1280. તીર્થ સ્થાનતો બહું સમય પછી ફળ આપે છે, જ્યારે સજ્જનોની સોબત તરત જ ફળે છે.
1281. જેટલો વખત પરનિંદામાં જાય છે તેટલો વખત પોતાના વિકાસમાં જાય તો મહત્તા ચરણોમાં લોટતી આવે.
1282. સંકટના સમયમાં હિંમત ધારણ કરવી એ અર્ધો લડાઈ જીતવા સમાન છે.
1283. એક માસ ગમગીનીમાં ગાળો એના કરતાં એક કલાક ઉદ્યોગમાં ગાળશો તો ગમગીન થવાનો વખત નહિ આવે.
1284. ક્રોધનો સૌથી સારો ઉપાય છે મૌન. - ગાંધીજી
1285. મનને પ્રસન્ન રાખવું, શાંત ભાવ, ઓછું બોલવું, આત્મ સંયમ અને ભાવની પવિત્રતા એ જ મનનું તપ છે. - ગીતા
1286. સત્ય એ એટલી ઉમદા વસ્તુ છે કે, જો ભગવાન એની તરફથી પીઠ ફેરવી શકે તો હું ભગવાનને છોડી દઉ પણ સત્યને વળગી રહું. - જોહાન એકહાર્ટ
1287. જો તમે વિશ્વાસમાં મહાન નથી તો પછી કોઈ પણ કામમાં મહાન નથી. – કો.જૈકોલિ
1288. જેના જીવનનું લક્ષ્યબિંદુ નિશ્ચિત ન હોય એને જ સમય પસાર કરવાના સાધન શોધવા પડે છે.
1289. હું તમારુ ભલુ કરું અને તમે મારું ભલુ કરો એ વિવેક, હું તમારુ ભલુ ન કરુ છતાં તમે મારુ ભલુ કરો એ માણસાઈ. હું તમારુ ભલુ કરુ તો નહિ બલ્કે બુરું કરું ને તમે મારું ભલુ કરો એ અહિંસા.
1290. લોકો જો પોતાનું સંરક્ષણ પોતાને જ માથે રાખે તો એ દેશનો કોઈ નાશ ન કરી શકે અને જો તેઓ પોતાનું સંરક્ષણ પોતાના સિવાય બીજાના હાથમાં મૂકે તો તે દેશ ને કોઈ બચાવી ન શકે. – ડેનિયલ વેબસ્ટર
1291. પહેલાં ગુરૂકુળોમાં શિક્ષકો માટે બાળકો સંપત્તિ હતી.
1292. શિક્ષકનો વ્યવસાયએ ધંધો નથી પણ ધર્મ છે.
1293. આધુનિક શિક્ષણ સેવાપરાયણ નથી, પરંતુ અર્થપરાયણ છે.
1294. શિક્ષણ શિક્ષામય નહીં પણ આનંદમય લાગવું જોઈએ.
1295. પહેલાં વિદ્યાર્થી બ્રહ્મચારી, વ્રતધારી, અંતેવાસી, આચાર્યકુળવાસી તરીકે ઓળખાતો.
1296. પહેલાં નીતિમત્તા, રીતભાત, આત્મસંયમ અને સુટેવોના ઘડતર માટે કડક શિસ્ત હતી.
1297. સભ્યતાનું અંદરથી પ્રકાશિત થવું એનું નામ સંસ્કૃતિ.
1298. ભારતીય સંસ્કૃતિએ વી૨થી મહાવીર તરફ જવાની સંસ્કૃતિ છે.
1299. જે ફકત આપવાનું જાણે અને લેવાનું ન જાણે તેને સંસ્કૃતિ કહેવાય.
1300. માનવતાના વિકાસ માટે સાક્ષરતાએ અતિ આવશ્યક ઘટક છે.
1301. શિક્ષકનો વ્યવસાય અનેકોને માટે પ્રેરક અને દિશાસૂચક છે.
1302. શિક્ષકમાં સુઘડતા, સ્વચ્છતા, વ્યવસ્થા કરકસર જેવા ગુણો જરૂરી છે.
1303. શિક્ષક શરીર, મન અને આત્માનું પારસ્પરિક જોડાણ કરે છે.
ધર્મ
1304. જે મોક્ષ માર્ગે લઈ જાય, સંયમ શિખવે તે જ સાચો ધર્મ. - ગાંધીજી
1305. યક્ષ, દાન, અને તપ ધર્મના ત્રણ સ્તંભો છે. - ડોગરેજી
1306. સમાજ પ્રત્યે માનવીની ફ૨જ તે ધર્મ. - વિદ્યાનંદજી
1307. સાચો ધર્મ હૃદયની કવિતા છે. તેમાં જ તમામ સદ્ગુણો વિકસી શકે છે. - જાર્બર
1308. માણસના અંતઃકરણનું શિક્ષણ જ ધર્મ છે. - રજનીશજી
1309. ધર્મ મનુષ્ય માત્રનું આભુષણ છે. - કૌટિલ્ય
1310. ધર્મનું સૌથી મહત્વનું તત્ત્વ નમ્રતા છે. - ઓગસ્ટાઈન
1311. અહિંસા ઈશ્વરનાં દર્શન કરવાનો ટૂંકામાં ટૂંકો માર્ગ છે. - ગાંધીજી
1312. ધર્મ અને સત્યનું મૂળ અહિંસા છે. - રણછોડ દાસજી મહારાજ
1313. અહિંસા ધર્મનો પ્રાણ છે. - રજનીશજી
1314. દયા ધર્મની જન્મ ભૂમિ છે.
1315. જીવન એ જ ધર્મ છે.
1316. ધર્મ વિનાનું જીવન પશુ સમાન છે.
1317. ઈશ્વર આપણી પૂજા વિધિને જોતો નથી એ તો આપણું મન જુએ છે.
1318. ઉપાસના, પરિપક્વતા વિના અતઃદ્વાર ખુલ્લા થતા નથી.
1319. કરૂણા એ મનુષ્યના હૃદયમાં પડેલો પ્રભુનો પડછાયો છે.
1320. રોગ મટાડે તે દવા, દોષ મટાડે તે ધર્મ.
1321. આંખ કરે તે દર્શન, હૃદય કરે તે સાક્ષાત્કાર
1322. પ્રભુ સારા લાગે ત્યારે નહિ, મારા લાગે ત્યારે ધર્મની શરૂઆત થાય છે.
1323. ઈશ્વર ઉપર અતૂટ શ્રધ્ધા રાખનાર કદી ખોટા માર્ગે જઈ શકે નહી.
1324. જે ધર્મ બીજા ધર્મનો વિરોધ કરે તે અધર્મ છે. - મહાભારત
1325. કુદરતી દુઃખ એક કસોટી છે, ઊભું કરેલું દુઃખ એક શિક્ષા છે. - શ્રી અરવિંદ
1326. પોતાના કાર્ય પ્રત્યેની સાચી નિષ્ઠા અને શ્રધ્ધા એ જ સાચો ધર્મ છે.
1327. ધર્મ ન હિંન્દુ-બૌદ્ધ છે, ધર્મ ન મુસ્લિમ-જૈન છે, ધર્મ ચિત્તની શુદ્ધતા છે. ધર્મ શાંતિ, સુખ, ચેન છે.
વ્યસન મુક્તિ
1328. દારૂ નરકનું બારુ
1329. બીડી નરકની સીડી
1330. જે પીએ બિયર તેની વહુ જાય પિયર
1331. દારૂડીયો દારૂને નથી પીતો, પણ દારૂ દારૂડીયાને પીએ છે.
1332. પહેલા માણસ કુટેવ પાડે પછી, કુટેવ માણસને પાડે છે.
1333. દારૂનો બાટલો, મોતનો ખાટલો.
1334. ચાલો મળીએ બધા સાથે, વ્યસનને ભગાડીએ સાથે
1335. દારૂની એક પ્યાલી, ખિસ્સા કરે ખાલી
1336. ચૂડી, ચાંદલાની રાખો લાજ, દારૂ વ્યસનો છોડો આજ
1337. ગુટખાની ફાકી, મોતની ઝાંખી
1338. તમાકુ, માવા, શુ કામ ખાવા?
1339. ગુટકા મૂકો કેન્સર રોકો
1340. તમાકુ ખાય કેન્સર થાય
1341. છોડો છોડો વ્યસન છોડો
1342. વ્યસન છોડો, દેશ બચાઓ
1343. વ્યસન મુક્તિ, કુટુંબની સમૃદ્ધિ
1344. વ્યસન એટલે પૈસા, પ્રાણ, પ્રતિષ્ઠાની બરબાદી
1345. વ્યસનની મજા, મોતની સજા
1346. ગુટકા, ચુટકી મસાલો એ છે મોતનો રસાલો
1347. વ્યસન મુક્ત બનો, નિરોગી બનો
1348. બાળક અને કુટુંબના ભલા માટે વ્યસન છોડો
1349. ગામ જાગે તો વ્યસન ભાગે
1350. છોડો બીડી, છોડો શરાબ યહી કરતી હૈ, જીવન ખરાબ
1351. ચા, બીડી ને કોકો, વહેલી પડાવે પોકો.
1352. એક દો, એક દો, બીડી સિગરેટ ફેક દો, એક દો, એક દો, ગુટખા તમાકુ ફેક દો.
1353. બીડી સિગારેટ ઔર શરાબ યહી કરતી હૈ જીવન ખરાબ
1354. ધુમ્રપાન ઔર મદ્યપાન, જીવન કો કરતે હૈ નર્ક સમાન
1355. ગલી ગલી મે ગુંજે નાદ વ્યસન મુક્તિ સે બન્ને આઝાદ
1356. આબરૂના બનાવે કાંકરા, પૈસાથી થશે પાયમાલ, તારા કુટુંબીઓને પણ એક દિવસ લોહી પાઈ જશે શરાબ.
1357. ઈશ્વરે રચેલી અમૂલ્ય રચના છે તારું માનવ શરીર, શરીર ધોવાણ શાને કરે, જુલ્મ છાઈ જશે શરાબ.
1358. દારૂના નશામાં ચૂર તું ક્યાં લઈ જશે શરાબ; તું મરી જવાનો બેશક ને અહીં રહીં જવાની શરાબ.
1359. વાણી તારી કર્કશ બની, જે એક પળ સંયમમાં નથી, તારાં બાળ, બચ્ચાં, બૈરીને પણ ખાઈ જશે શરાબ.
1360. તમાકુ, ગુટખા, સિગારેટ, બીડી નથી ચડવી મોતની સીડી.
1361. બીડી લાગે જાણે સ્વર્ગની સીડી, પણ સરવાળે છે તે નરકની સીડી
1362. મીઠા ઝેરનાં તો ભાઈ કદી ન કરીએ પારખાં, ગુટખા સિગરેટથી તો બરબાદ થાય આયખાં.
1363. વ્યસનોથી મળે છે રોજ માનવીને ક્ષણિક મજા, સરવાળે મફતમાં મળે છે માંદગી અને મોતની સજા.
1364. વ્યસનમાંથી મળે મુક્તિ જળવાઈ રહે તંદુરસ્તી.
1365. તમાકુ જેવા વ્યસનના લતે ચડી જાય, શરીર અને પૈસે ટકે ખુવાર થઈ જાય.
1366. જો ગધેડો તમાકુ ન સૂંધે કે ખાય, તો સમજુ માનવ તો કેમ ખાય?
1367. ગુટકા રોજ ખાયેગા, કેન્સર હો જાયેગા.
1368. ગુટકા, બીડી, તમાકુ, સિગારેટ, શરાબ, ચરસ એ બધામાં છે દૈત્યનો વાસ, જે કોઈ રોજ તે ખાય, પીવે ઘસે તેની તંદુરસ્તીનો થાય નાશ.
1369. વ્યસન મુક્તિ, વ્યાયામ, યોગ, હાસ્ય ને પૌષ્ટીક આહાર, એ પાંચે પાયા પર છે માનવીના સ્વાસ્થનો આધાર.
1370. જે રહેશે વ્યસન મુક્ત, તે બનશે તંદુરસ્ત.
1371. દારૂ ચડે ત્યારે ભાઈ રાજપાઠમાં, ઉતરે ત્યારે પારાવાર પશ્ચાતાપમાં
1372. શરાબ રોજ પીયેગા, લીવર સડ જાયેગા, જીવન બેકાર હો જાયેગા, મૃત્યુ જલદી આયેગા.
1373. ઊંચે લોગ, નીચી પસંદ જો ખાય ગુટકાચંદ.
1374. જો હોય મુરખચંદ, તે ખાય ગુટકાચંદ.
1375. જે તમાકુથી રહે વંચીત, હરહમેશાં રહે આનંદિત.
1376. વ્યસની કરે છે, રોજ મોજ મજા, મફતમાં મળે છે, મોતની સજા.
1377. ગુટકા, બીડી, સિગરેટ, ચરસની મજા, મફતમાં મળશે માંદગી કે મોતની સજા.
1378. ગુટકા ખાય, મુરખા કહેવાય.
1379. જે દ૨રોજ ગુટકા ખાય, વહેલો તે રામશરણ જાય.
1380. વ્યસનની ગુલામીમાંથી મુક્તિ, જળવાશે શરીરની તંદુરસ્તી.
1381. વ્યસન ત્યજો, હરીને ભજો.
1382. નશાબંધીથી શું મળે? નવ જીવન, નવ જીવન.
1383. કમળ જેવું મોઢુ બિડાવે કોણ? માણેકચંદ, માણેકચંદ.
1384. પીએ દારૂ તો ઘરમાં અંધારું.
1385. પીએ હોકલી, કાયા થાય ખોખલી.
1386. ખાય ગુટકા, પછી આવે ઝટકા.
1387. છીંકણી સૂંઘે, કાયમ માટે ઉંધે.
1388. ગુટકા કોણ છે? ઝેરના મોણ છે.
1389. મોં ન સંતાડો, નશાને તુરંત ભગાડો.
1390. દારૂ શરીરમાં જાય એટલે બુદ્ધિ બહાર નીકળી જાય.
1391. નશો નાશનું જ નહી સર્વનાશનું મૂળ છે.
1392. સૂંઘે તેના કપડાં, ચાવે તેનો ખૂણો, પીએ તેનું મોઢુ બગડે છે.
1393. જય રણછોડ, માખણચોર, હે માનવ, તું વ્યસન છોડ.
1394. દારૂ પીનાર પાપી બની જાય છે. - ઋગવેદ
1395.દારૂથી સદા દૂર રહેજો કારણ કે તે પાપ અને અનાચારની જનની છે. - બુદ્ધ
1396. દારૂ નબળાઈઓનું મૂળ છે.
1397. દારૂ મનુષ્યને રાક્ષસ બનાવે છે. - દયાનંદ સરસ્વતી
1398. હું મદ્યપાનને ચોરી, વેશ્યાવૃતિથી પણ અધિક નિંદનીય માનું છું. - મહાત્મા ગાંધી
1399. ક્યાં વળગે છે વ્યસન કદી, વ્યસનને ખુદ માનવ વળગી જાય છે, વળગ્યા પછીતો વ્યસન ખુદ, માનવને ભરખી જાય છે.
1400. નવ દારૂથી દવ લગાડજો, ને વ્યસનથી કરજો વેર, જીવો વ્યસન વિનાની જિંદગી, તો તો થાય લીલાલહેર. વ્યસનોનો માર્ગ કાંટાળો છે. સદ્ગુણોનો માર્ગ ફૂલ જેવો છે. તમે વિચારો ક્યાં જવું છે?
1401. નશો નાશનું મૂળ છે.
1402. એક બીડી પીવાથી જીવનની પાંચ મીનિટ ઓછી થાય છે.
1403. દારૂની એક પ્યાલી એકવીસ પેઢીનો નાશ નોતરે છે.
1404. જામ છે, જામ પીને સે ક્યા ફાયદા, તુ સંતો કી પ્યાલી પીલે, તેરી સારી જિંદગી સુધર જાયેગી, સુધર જાયેગી.
1405. ગુટકા હટાવો, યુવાધન બચાવો.
1406. પાનની દુકાન, મોતની દુકાન.
1407. નશો – નોતરે નાશ.
1408. વ્યસન છોડો, જીવન બદલો.
1409. શરાબ અંદર તો અક્કલ બહાર.
1410. દારૂ કઢાવે દેવાળુ, દારૂ કઢાવે ભોપાળું
1411. મોતનું સરનામું ક્યાં? જ્યાં વ્યસન હોય ત્યાં.
1412. નશા મોતકા આલમ.
1413. મદ્ય તો યક્ષ, રાક્ષસ અને પિશાચોનું પીણું છે.
1414. એક પલ્લામાં બધાજ પાપ મૂકો, બીજા પલ્લામાં એકલું મદ્યપાન મૂકો તો બન્ને પલ્લાં સરખાં થશે.
1415. માંસ અને મદિરામાં ઈશ્વરનું રાજ્ય નથી. – બાઈબલ
1416. શરાબી સાથે મિત્રતા ન કરાય.
1417. આંગુન કહા શરાબકો, જ્ઞાનવંત સુનલેય, માનુસસે પશુઆ કરે, દ્રવ્ય ગાંઠકા દેય. - સંત કબીર
1418. દીકરીને ગાય દોરે ત્યાં ન જાય, નશાના બંધાણીને દીકરી ન અપાય.
1419. વ્યસનો છે દુઃખના ડુંગર, છોડો વ્યસન, બને જીવન સુંદર!
1420. પીણા મળે છે પારાવાર, દારૂ ન પીવાનો કરો નિરધાર.
1421. બીડી, ગુટકા છોડો આજ, પરિવારની બચશે લાજ.
1422. કરો વ્યસન મુક્તિ અભિયાન, પામો તો સાચુ સન્માન.
1423. વ્યસનોની છોડો પંચાત, કુટુંબમાં થાશે નિરાંત.
1424. વ્યસન રાખે તે હોય કપૂત, છોડો વ્યસન બનાય સપૂત.
1425. ગામે ગામ એકજ ગાન, કરો વ્યસન મુક્તિ અભિયાન.
1426. જો ખાઓ - ગુટકા, ઉનકા મરકે હી છૂટકા.
1427. ઊંચી પસંદ, ઊંચે લોગ, - ફિ૨ ‘કેન્સર’ જૈસે ઘાતક રોગ.
1428. ધરતી કંપથી માણસ એકજવાર મરે છે, વ્યસનથી તો રોજ રોજ મરે છે.
1429. બીડી, સીગરેટ ને તમાકુ, બરબાદ કરે છે ઘર આખું.
1430. અફીણ, ગાંજો ને દારૂ એ તો છે નકનું બારું.
1431. સંસારની સૌથી મોટી ઉપલબ્ધિ એટલે શિક્ષણ.
1432. વિદ્યા એક એવી વીંટી છે જે વિનયના નંગ વડે શોભે છે.
1433. મૌન શબ્દો કરતાં વધુ છટાદાર છે.
1434. શીખવવું એટલે બે વખત શીખવુ.
1435. જ્ઞાન મનુષ્યને તારે છે પરંતુ જ્ઞાનનું અભિમાન તેને મારે છે.
1436. ખરાબ પુસ્તકો વાંચવા તે ઝેર ખાવા બરોબર છે.
1437. બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે.
1438. શિક્ષણનું મુખ્ય સાધન ઉત્તમ શિક્ષક છે.
1439. માનવતાનુ કાર્ય એ જ સૌને માટે મંગલ મુહૂર્ત છે.
1440. ખુમારી અને ખાનદાની વગરનો કોઈ અર્થ નથી.
1441. સેવાનો આધાર પૈસા નથી પરંતુ હૃદય અને ઈચ્છા બને છે.
1442. જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
1443. ધીરજ અને ખંત હોય તો આ દુનિયામાં કશું જ અશક્ય નથી.
1444. પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
1445. સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.
1446. શિક્ષણ એટલે માનવીના ચૈતન્યનો આવિષ્કાર.
1447. સફળતાનું રહસ્ય દરેક બાબતમાં તૈયાર રહેવું છે.
1448. કાઈ પણ સ્થિર કે કાયમી નથી સિવાય કે પરિવર્તન.
1449. જે માણસ બોલવા પ્રમાણે માને છે એ માણસ વિકાસ પામશે.
1450. ઘસાતું લોઢું અને કસાયેલું શરીર હંમેશા ઉજળું અને સુંવાળું જ રહે.
1451. શાંતિ ની શરૂઆત હાસ્યથી થાય છે.
1452. પુસ્તકાલય એટલે પ્રજામાં પ્રાણ પૂરનાર પ્રગતિ મંદિર.
1453. કર્મ માનવીના અંતઃકરણની ઓળખ આપનારો અરીસો છે.
1454. વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.
1455. વિવેકની સૌથી પ્રત્યક્ષ ઓળખાણ સતત પ્રસન્નતા છે.
1456. સાદગીમાં જ સુંદરતા સમાયેલી છે.
1457. અવગુણોનો તિરસ્કાર કરવાથી જ બધાનો સત્કાર પ્રાપ્ત થશે.
1458. પવિત્રતા સુખ તથા શાંતિની નિશાની છે.
1459. મનને મારો નહીં પણ સુધારો.
1460. સમયને નષ્ટ કરવાની બદલે શ્રેષ્ઠ કાર્યમાં લગાવો.
1461. આ સંસાર હાર-જીત નો ખેલ છે એને નાટક સમજી રમો.
1462. મનને કાબુમાં રાખવું એ જ ખરી ક્રાંતિ છે.
1463. વિશ્વ પરિવર્તન માટે સ્વપરિવર્તન કરો.
1464. શંકા એ પ્રેમદોરીને કાપતી કાતર છે.
1465. વિશ્વાસ આપી કોઈના હૈયાને તોડવું એ મહાપાપ છે.
1466. હિંમત એજ વિજય અને ભીરુતા એ જ પરાજય.
1467. અનિશ્ચિત મનના માનવી એ કોઈપણ મહાન કાર્ય કર્યું નથી.
1468. બાળક એ કોઈ વાસણ નથી કે તેને ભરી કાઢીએ તે એક જ્યોત છે તેને પેટાવવાની છે.
1469. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.
1470. અસલામતી એટલે આપણને આપણા વિશેનું અજ્ઞાન.
1471. માણસ બે રીતે પોતાના મહત્વનો અનુભવ કરે છે એક ભોગ દ્વારા બીજો યોગ દ્વારા. ભોગ ક્ષણજીવી અને યોગ દિર્ઘજીવી છે.
1472. ચારિત્ર્યના મૂળિયા વાટે જ પવિત્રતાના છોડને પોષણ મળે છે.
1473. મોતને લાંચ આપવામાં કોઈ હજી સફળ થયો નથી.
1474. પ્રમાણ પુરા પાડીને દોષિતને દોષિત ઠેરાવવાની પ્રક્રિયા એ ન્યાયની પ્રક્રિયા છે.
1475. સમયની સાથે ચાલતા માણસે કદી પશ્ચાતાપ કરવો પડતો નથી.
1476. પશ્ચાતાપ એટલે ફરી ભૂલ નહીં કરવાનો સંકલ્પ.
1477. કોઈને ઉપયોગી ન બનો તો કાંઈ નહીં પણ તેને અડચણરૂપ ન બનો.
1478. વિકટ સંજોગો વચ્ચે ધૈર્ય ટકાવી શકે તેનો વિજય નિશ્ચિત સમજવો.
1479. ગઈકાલ કે આવતીકાલને ભૂલી આજને માણતા શીખો.
1480. સંપત્તિ સોનાનો પલંગ આપી શકે પણ ઊંઘ ન આપી શકે.
1481. આળસ માનવીનો મહાન શત્રુ છે.
1482. ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની ક્સોટી છે.
1483. જાગ્યા ત્યાર થી સવાર.
1484. નથી તેની ચિંતા છોડશો, તો છે તેનો આનંદ માણી શકશો.
1485. પહેલું ભણતર એ જ છે, સભ્યતાથી બોલતા શીખવું.
1486. મન વિનાની પૂજા પણ મહાપાપ છે.
1487. મળશે અને સંતોષ જ આનંદનું મુળ છે.
1488. મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં!
1489. અઘરું કામ આવતી કાલે નહીં, આજે જ શરૂ કરો.
1490. અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે.
1491. અમીર હોવા છતાં જેની ધનલાલસા ઓછી નથી થઇ, તે સૌથી વધુ ગરીબ છે.
1492. અહિંસા એ સૌથી મોટું બળ છે.
1493. આ દુનિયામાં આપણું કઈ જ નથી સિવાય કે સમય.
1494. આજના સુરજને આવતીકાલના વાદળા પાછળ સંતાડી દે એનું નામ ચિંતા.
1495. આજનું કામ આજે જ કરો.
1496. આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો, પછી આખી જિંદગી ક્યારેય તમારે કામ કરવું પડશે નહિ.
1497. આજે જ શરૂઆત કરો.
1498. આત્મવિશ્વાસ રાખો.
1499. આપણે સમયનું ધ્યાન નથી રાખતા, તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો.
1500. આળસથી કટાઇ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારૂ છે.
1501. આવડત હમેશા નમ્રતાના વસ્ત્રોમાં જ શોભે.
1502. આવતી દરેક તકને ઝડપી લેવી એ મહાન થવાનું લક્ષણ છે.
1503. આવેલ તક ને ઝડપી લો એમાં જ તમારું ભાગ્ય છે.
1504. ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે.
1505. ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠઠોરવચન, આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ જીવન.
1506. ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોરવચન – આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ ધર્મ.
1507. ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.
1508. કજિયો એ દુર્બળતા નું હથિયાર છે.
1509. કામ આજે જ કરો આવતી કાલે તો એ કામ ને કાટ ચડી જશે.
1510. કામ કરવાનો વિચાર આવતાજ જેને, થાક લાગવા માંડે છે એ માણસ ખરો આળસુ.
1511. કામથી મો ફેરવી લેવું, ગમો – અણગમો જાહેર કરવો એ કાયરતાની નિશાની છે.
1512. કીર્તિ એ શોર્યભર્યા કાર્યની સુગંધ છે.
1513. કુતૂહલ એ જ્ઞાનનું બીજ છે.
1514. કૃતજ્ઞ રહો.
1515. કેળવણી એટલે માણસનો સમાજોપયોગી વિકાસ.
1516. કોઈ એક ઉંચા આસન પર બેસવાથી કઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તે ગરૂડ કહેવાય નહિ.
1517. કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.
1518. કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે.
1519. ક્રોધ મનુષ્યનાં ઉજ્જવળ ભવિષ્યને બગાડે છે.
1520. ક્રોધ સામેનું શ્રેષ્ઠ હથિયાર મૌન છે.
1521. ક્ષમા આપવી એ ઉતમ છે, પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ.
1522. ખુશી એ જીવનનું સૌથી મોટી સંપત્તિ છે.
1523. ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.
1524. જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ.
1525. જીવનમાં સફળ થવા માટે ખુશ રહો.
1526. જીવનમાં સફળ થવા માટે મહેનત અને સખત પરિશ્રમ જરૂરી છે.
1527. જીવનમાં સફળ થવા માટે શીખો અને વિકસો.
1528. જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો.
1529. જે એકલો પ્રવાસ કરે છે, તેની ઝડપ સૌથી વધારે હોય છે.
1530. જે તક ગુમાવે છે તે, સફળતાને પણ ગુમાવે છે.
1531. જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે.
1532. જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે.
1533. તમારી જાતને પ્રેમ કરો.
1534. પ્રગતિ માટે પરિવર્તન પણ જરૂરી છે.
1535. પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યાનો જનક છે.
1536. પ્રેમ એ જીવનનું સૌથી મોટું આભાર્ય છે.
1537. પ્રેમ કરો અને પ્રેમ પામો.
1538. પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે. – મધર ટેરેસા
1539. ફૂલ વગર પણ મધ બનાવનારી મધમાખીનું નામ આશા છે.
1540. બધી જ સફળતાનો પાયો બધી જ નિષ્ફળતામાંથી બંધાય છે.
1541. મનની શાંતિ એ જીવનનું સૌથી મોટું સુખ છે.
1542. મનુષ્ય જન્મથી નહિ પરંતુ કર્મથી મહાન બને છે.