ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 7 MCQ

GIRISH BHARADA
Std 8 Social Science Ch 7 Mcq Gujarati

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 7. આધુનિક ભારતમાં કલા

MCQ : 95


(1) માનવની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે?

(A) સાહિત્ય

(B) કલા

(C) પ્રવાસ

(D) સ્વાતંત્ર્ય

જવાબ : (B) કલા


(2) કલાશાસ્ત્રીઓ કલાને કેટલા ભાગમાં વહેંચે છે?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (A) બે


(3) દશ્યકલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે?

(A) ચિત્ર અને સંગીત

(B) શિલ્પ અને નૃત્ય

(C) નૃત્ય અને નાટ્ય

(D) ચિત્ર અને શિલ્પ

જવાબ : (D) ચિત્ર અને શિલ્પ


(4) પ્રદર્શિત કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે?

(A) સંગીત અને ચિત્ર

(B) નૃત્ય અને શિલ્પ

(C) નૃત્ય અને નાટ્ય

(D) વાદ્ય અને ચિત્ર

જવાબ : (C) નૃત્ય અને નાટ્ય


(5) સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે?

(A) મહાપુરુષો

(B) મહાનગ્રંથો

(C) કલા

(D) નદીઓ

જવાબ : (C) કલા


(6) વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતા શામા જોવા મળે છે?

(A) ભારતીય કલામાં

(B) પ્રકૃતિમાં

(C) પ્રાચીન સાહિત્યમાં

(D) શાસનપદ્ધતિમાં

જવાબ : (A) ભારતીય કલામાં


(7) ચિત્રકલાના શરૂઆતના વિષયો કયા હતા?

(A) ધર્મગ્રંથોના પ્રસંગો

(B) દેવી-દેવતાઓ

(C) પશુ-પક્ષીઓ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(8) કઈ વિશ્વવિદ્યાલયોમાં કલાશિક્ષણ આપવામાં આવતું હતું?

(A) તક્ષશિલા અને વલભી

(B) તક્ષશિલા અને નાલંદામાં

(C) નાલંદા અને વિક્રમશિલા

(D) વલભી અને વિક્રમશિલા

જવાબ : (B) તક્ષશિલા અને નાલંદામાં


(9) કચ્છના મહારાવ પ્રાગમલજીએ કયા શહેરમાં કલાશાળા શરૂ કરી હતી?

(A) ગાંધીધામમાં

(B) લખપતમાં

(C) ભુજમાં

(D) અંજારમાં

જવાબ : (C) ભુજમાં


(10) મહારાજા સયાજીરાવે વડોદરામાં કલાશિક્ષણ માટે કઈ સંસ્થા સ્થાપી હતી?

(A) કલાશાળા

(B) કલાભવન

(C) કલાઘર

(D) કલાસદન

જવાબ : (B) કલાભવન


(11) ઈ. સ. 1951માં શિક્ષકોને કલાનું શિક્ષણ આપવા ‘કલાશાળા’ ની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

(A) રાજકોટમાં

(B) વડોદરામાં

(C) ભાવનગરમાં

(D) અમદાવાદમાં

જવાબ : (D) અમદાવાદમાં


(12) અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં સ્થપાયેલી ‘કલાશાળા' ના પ્રથમ આચાર્ય કોણ હતા?

(A) રવિશંકર રાવળ

(B) સોમાલાલ શાહ

(C) રસિકલાલ પરીખ

(D) રમેશભાઈ પંડ્યા

જવાબ : (C) રસિકલાલ પરીખ


(13) અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં ઈ. સ. 1951માં સ્થપાયેલી ‘કલાશાળા' નું મહાકલા વિદ્યાલયમાં નામસંસ્કરણ કઈ સાલમાં થયું?

(A) ઈ. સ. 1955માં

(B) ઈ. સ. 1960માં

(C) ઈ. સ. 1962માં

(D) ઈ. સ. 1965માં

જવાબ : (B) ઈ. સ. 1960માં


(14) ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ કેટલો જૂનો છે?

(A) પાષાણયુગ જેટલો

(B) તામ્રયુગ જેટલો

(C) લોહયુગ જેટલો

(D) ધાતુયુગ જેટલો

જવાબ : (A) પાષાણયુગ જેટલો


(15) ઈ. સ. પૂર્વે 7000ના કાળના મધ્ય પ્રદેશની કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યાં છે?

(A) નરસિંહગઢની

(B) બાદામીની

(C) ભીમબેટકાની       

(D) સિત્તાનાવસલની

જવાબ : (C) ભીમબેટકાની

 

(16) ઈ. સ. પૂર્વે 2000ની આસપાસના સમયનાં ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફાઓમાંથી મળી આવ્યાં છે?

(A) બાદામીની

(B) સિત્તાનાવસલની

(C) ભીમબેટકાની

(D) નરસિંહગઢની

જવાબ : (D) નરસિંહગઢની


(17) ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?

(A) મહારાષ્ટ્રમાં

(B) ગુજરાતમાં

(C) મધ્ય પ્રદેશમાં

(D) બિહારમાં

જવાબ : (C) મધ્ય પ્રદેશમાં


(18) કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે?

(A) બાદામીની

(B) ભીમબેટકાની

(C) સિત્તાનાવસલની

(D) નરસિંહગઢની

જવાબ : (B) ભીમબેટકાની


(19) કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય?

(A) મુઘલયુગને

(B) આધુનિક યુગને

(C) ગુપ્તયુગને

(D) મોર્યયુગને

જવાબ : (C) ગુપ્તયુગને


(20) અજંતા અને ઇલોરાની ગુફાઓનાં વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યાં હતાં?

(A) રાજપૂતયુગ દરમિયાન

(B) મુઘલયુગ દરમિયાન

(C) ગુપ્તયુગ દરમિયાન

(D) મૌર્યયુગ દરમિયાન

જવાબ : (C) ગુપ્તયુગ દરમિયાન


(21) અજંતા અને ઇલોરાની ગુફાઓનાં ચિત્રોના કેન્દ્રમાં કઈ કથાઓ વણાયેલી છે?

(A) પંચતંત્રની કથાઓ

(B) હિતોપદેશની કથાઓ

(C) ઇસપની કથાઓ

(D) બૌદ્ધ જાતક કથાઓ

જવાબ : (D) બૌદ્ધ જાતક કથાઓ


(22) અજંતાની કઈ કઈ ગુફાઓનાં ચિત્રો ખૂબ જ વિખ્યાત થયેલાં છે?

(A) ગુફા નં. 5 અને 10નાં

(B) ગુફા નં. 10 અને 12નાં

(C) ગુફા નં. 9 અને 10નાં

(D) ગુફા નં. 10 અને 15નાં

જવાબ : (C) ગુફા નં. 9 અને 10નાં


(23) અજંતાની ગુફાઓનું ભગવાન બુદ્ધનું કયું ચિત્ર વિશ્વવિખ્યાત થયેલું છે?

(A) બોધિસત્ત્વનું

(B) પદ્મપાણિનું

(C) વજ્રપાણિનું

(D) સિતારપાણિનું

જવાબ : (B) પદ્મપાણિનું


(24) બાદામીની ગુફા કયા રાજ્યમાં આવેલી છે?

(A) કર્ણાટકમાં

(B) તમિલનાડુમાં

(C) મધ્ય પ્રદેશમાં

(D) આંધ્ર પ્રદેશમાં

જવાબ : (A) કર્ણાટકમાં


(25) સિત્તાનાવસલની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?

(A) આંધ્ર પ્રદેશમાં

(B) મધ્ય પ્રદેશમાં

(C) કર્ણાટકમાં

(D) તમિલનાડુમાં

જવાબ : (D) તમિલનાડુમાં


(26) કયા મંદિરની દીવાલો પર ભારતનાં મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે?

(A) કોણાર્કના સૂર્યમંદિરની

(B) બૃહદેશ્વર મંદિરની

(C) વિરુપાક્ષ (શિવ)ના મંદિરની

(D) મીનાક્ષી મંદિરની

જવાબ : (B) બૃહદેશ્વર મંદિરની


(27) નીચેના પૈકી કયા મુઘલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું નહોતું?

(A) અકબરે

(B) જહાંગીરે

(C) ઓરંગઝેબે

(D) શાહજહાંએ

જવાબ : (C) ઓરંગઝેબે


(28) ક્યા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી?

(A) જહાંગીરે

(B) અકબરે

(C) હુમાયુએ

(D) બાબરે

જવાબ : (A) જહાંગીરે


(29) ઈ. સ. 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ ચિત્રકલાની કઈ શૈલી વિકસાવી હતી?

(A) પાલ શૈલી

(B) અર્ધ પાશ્ચાત્ય શૈલી

(C) રાજપૂત શૈલી

(D) કાંગડા શૈલી

જવાબ : (B) અર્ધ પાશ્ચાત્ય શૈલી


(30) નીચેના પૈકી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય?

(A) રવીન્દ્રનાથ ટાગોરને

(B) રવિશંકર રાવળને

(C) રાજા રવિવર્માને

(D) નંદલાલ બોઝને

જવાબ : (C) રાજા રવિવર્માને


(31) રાજા રવિવર્માનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત થયું છે?

(A) ગંગા અવતરણનું

(B) દેવી સરસ્વતીનું

(C) બિલ્વમંગળનું

(D) શકુંતલાનું

જવાબ : (B) દેવી સરસ્વતીનું


(32) મુંબઈમાં ઈ. સ. 1858માં કઈ ચિત્રસંસ્થાની સ્થાપના થઈ હતી?

(A) સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટની

(B) સર કે. કે. સ્કૂલ ઑફ આર્ટની

(C) સર બિરલા સ્કૂલ ઑફ આર્ટની

(D) નૅશનલ સ્કૂલ ઑફ આર્ટની

જવાબ : (A) સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટની


(33) ઈ. સ. 1901માં બંગાળમાં કઈ ચિત્રસંસ્થાની સ્થાપના થઈ હતી?

(A) ટાગોરનિકેતનની

(B) કલાનિકેતનની

(C) રવીન્દ્રનિકેતનની

(D) શાંતિનિકેતનની

જવાબ : (D) શાંતિનિકેતનની


(34) કે. સી. એસ. પાણિકરે કયા શહેરમાં ચિત્રશાળાની સ્થાપના કરી હતી?

(A) મુંબઈમાં

(B) મદુરાઈમાં

(C) ચેન્નઈમાં

(D) તુતીકોરીનમાં

જવાબ : (C) ચેન્નઈમાં


(35) 'મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’ ચિત્રશાળાની સ્થાપના કયા કલાકારે કરી હતી?

(A) દેવીપ્રસાદ રૉય ચૌધરીએ

(B) રાજા રવિવર્માએ

(C) રવિશંકર રાવળે

(D) અવનીન્દ્રનાથ ટાગોર

જવાબ : (A) દેવીપ્રસાદ રૉય ચૌધરીએ


(36) આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલાસંસ્થામાં સંગૃહીત થયેલો છે?

(A) ‘નૈશનલ સ્કૂલ ઑફ આર્ટ ગૅલરી' માં

(B) ‘ઇન્ડિયન ગૅલરી ઑફ મોડર્ન આર્ટ' માં

(C) ‘નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટ' માં

(D) ‘દિલ્લી ગૅલરી ઑફ મોડર્ન આર્ટ' માં

જવાબ : (C) ‘નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટ' માં


(37) પ્રાચીન ચિત્રશૈલીઓ કઈ કઈ છે?

(A) હિંદુ, બૌદ્ધ, જૈન

(B) હિંદુ, બૌદ્ધ, શીખ

(C) હિંદુ, શીખ, જૈન

(D) શીખ, હિંદુ, ખ્રિસ્તી

જવાબ : (A) હિંદુ, બૌદ્ધ, જૈન


(38) આધુનિક સમયમાં વિકસેલી ચિત્રશૈલીઓમાં કઈ ચિત્રશૈલીનો સમાવેશ કરી શકાય નહિ?

(A) ઑઇલ પેઇન્ટિંગનો

(B) સ્પ્રે પેઇન્ટિંગનો

(C) કેનવાસ પેઇન્ટિંગનો

(D) કાપડ ચિત્રશૈલીનો

જવાબ : (D) કાપડ ચિત્રશૈલીનો


(39) બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલીને કયા નામે ઓળખવામાં આવે છે?

(A) જૈન શૈલીના નામે

(B) કાંગડા શૈલીના નામે

(C) પાલ શૈલીના નામે

(D) રાજપૂત શૈલીના નામે

જવાબ : (C) પાલ શૈલીના નામે


(40) કઈ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે?

(A) કાંગડા શૈલીનો

(B) જૈન શૈલીનો

(C) રાજસ્થાન શેલીનો

(D) પાલ શૈલીનો

જવાબ : (D) પાલ શૈલીનો


(41) પાલ શૈલીનાં ચિત્રો કયા પ્રકારનાં છે?

(A) ગુરુચિત્રો પ્રકારનાં

(B) કાપડ ચિત્રો પ્રકારનાં

(C) લઘુચિત્રો પ્રકારનાં

(D) મોડર્ન ચિત્રો પ્રકારનાં

જવાબ : (C) લઘુચિત્રો પ્રકારનાં

(42) 12મી સદીથી ગુજરાત, માળવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો?

(A) રાજપૂત શૈલીનો

(B) જૈન શૈલીનો

(C) રાજસ્થાન શૈલીનો

(D) ગુજરાત શૈલીનો

જવાબ : (B) જૈન શૈલીનો


(43) કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા અને કથાસરિતસાગર નામના ગ્રંથોમાં કઈ શૈલીનાં લઘુચિત્રો મૂકવામાં આવ્યાં છે?

(A) જૈન શૈલીનાં

(B) ગુજરાત શૈલીનાં

(C) કાંગડા શૈલીનાં               

(D) રાજપૂત શૈલીનાં

જવાબ : (A) જૈન શૈલીનાં


(44) ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ જોવા મળ્યાં છે?

(A) કાંગડા શૈલીનાં

(B) રાજપૂત શૈલીનાં

(C) રાજસ્થાન શૈલીનાં

(D) જૈન શૈલીનાં

જવાબ : (D) જૈન શૈલીનાં


(45) રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 10મી થી 12મી સદી દરમિયાન રાજપૂત રાજાઓના આશ્રય નીચે કઈ ચિત્રશૈલી પ્રચલિત થઈ હતી?

(A) રાજપૂત શૈલી

(B) ગુજરાત શૈલી

(C) કાંગડા શૈલી

(D) જૈન શૈલી

જવાબ : (A) રાજપૂત શૈલી


(46) કઈ ચિત્રશૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ, કૃષ્ણભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેલા છે?

(A) જૈન શૈલીના

(B) રાજપૂત શૈલીના

(C) કાંગડા શૈલીના

(D) પહાડી શૈલીના

જવાબ : (B) રાજપૂત શૈલીના


(47) રાજસ્થાન શૈલીનો વિકાસ કયાં સ્થળોએ થયો હતો?

(A) બુંદી, જેસલમેર, બિકાનેર અને જોધપુરમાં

(B) અજમેર, જેસલમેર, બિકાનેર અને જોધપુરમાં

(C) જયપુર, અજમેર, બુંદી અને કિશનગઢમાં

(D) બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં

જવાબ : (D) બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં


(48) ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી કઈ ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી?

(A) મુઘલ ચિત્રશૈલી

(B) દરબારી ચિત્રશૈલી

(C) રાજપૂત ચિત્રશૈલી

(D) કાંગડા ચિત્રશૈલી

જવાબ : (A) મુઘલ ચિત્રશૈલી


(49) કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ ચિત્રશૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી?

(A) શાહજહાંના

(B) જહાંગીરના

(C) અકબરના

(D) બાબરના

જવાબ : (B) જહાંગીરના


(50) કયા મુઘલ બાદશાહના દરબારમાં મન્સૂર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા?

(A) શાહજહાંના

(B) અબરના

(C) જહાંગીરના

(D) હુમાયુના

જવાબ : (C) જહાંગીરના


(51) કઈ ચિત્રકલા દરબારી કલા હતી?

(A) મુઘલ ચિત્રકલા

(B) કાંગડા ચિત્રકલા

(C) રાજપૂત ચિત્રકલા

(D) જૈન ચિત્રકલા

જવાબ : (A) મુઘલ ચિત્રકલા


(52) હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના ચિત્રકારો અને મુઘલ ચિત્રકારોએ મળીને કઈ ચિત્રશૈલી વિકસાવી હતી?

(A) કમલકારી ચિત્રશૈલી

(B) મિથિલા ચિત્રશૈલી

(C) કાંગડા ચિત્રશૈલી

(D) રાજપૂત ચિત્રશૈલી

જવાબ : (C) કાંગડા ચિત્રશૈલી


(53) કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા?

(A) બિશનદાસ

(B) મન્સૂર

(C) કિશનદાસ

(D) મોલારામ

જવાબ : (D) મોલારામ


(54) કઈ શૈલીના મુખ્ય વિષયોમાં ભગવાન શ્રીકૃષ્ણ અને કૃષ્ણભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય જોવા મળે છે?

(A) જૈન શૈલીના

(B) મધુબની શૈલીના

(C) કાંગડા શેલીના

(D) કાલીઘાટ શૈલીના

જવાબ : (C) કાંગડા શેલીના


(55) નીચેના પૈકી કયા ચિત્રકારનો ભારતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે?

(A) પીરાજી સાગરાનો

(B) રવીન્દ્રનાથ ટાગોરનો

(C) રવિશંકર રાવળનો               

(D) રમેશભાઈ પંડ્યાનો

જવાબ : (B) રવીન્દ્રનાથ ટાગોરનો


(56) નીચેના પૈકી કયા ચિત્રકારનો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે?

(A) રવિશંકર રાવળનો

(B) દેવીપ્રસાદ રૉય ચૌધરીનો

(C) જગન્નાથ અહિવાસીનો

(D) નંદલાલ બોઝનો

જવાબ : (A) રવિશંકર રાવળનો


(57) મોલારામ કઈ ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો?

(A) મુઘલ ચિત્રશૈલીનો

(B) કાંગડા ચિત્રશૈલીનો

(C) રાજપૂત ચિત્રશૈલીનો

(D) જૈન ચિત્રશૈલીનો

જવાબ : (B) કાંગડા ચિત્રશૈલીનો


(58) બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કોણ હતા?

(A) વૃંદાવન સોલંકી

(B) પીરાજી સાગરા

(C) રસિકલાલ પરીખ

(D) રવિશંકર રાવળ

જવાબ : (D) રવિશંકર રાવળ


(59) કલાગુરુ રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણપદક મળ્યો હતો?

(A) ‘બિલ્વમંગળ’ને

(B) ‘શકુંતલા’ને

(C) ‘ઉર્વશી’ને

(D) ‘ગંગા અવતરણ’ને

જવાબ : (A) ‘બિલ્વમંગળ’ને


(60) ઈ. સ. 1924માં 'કુમાર' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો?

(A) રમેશભાઈ પંડ્યાએ

(B) રવિશંકર રાવળે

(C) સોમાલાલ શાહે

(D) રસિકલાલ પરીખે

જવાબ : (B) રવિશંકર રાવળે


(61) ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી?

(A) રસિકલાલ પરીખે

(B) નટુ પરીખે

(C) રવિશંકર રાવળે

(D) હકુભાઈ શાહે

જવાબ : (C) રવિશંકર રાવળે


(62) ગુજરાતના કયા કલાકાર ‘કલાગુરુ' ગણાય છે?

(A) વૃંદાવન સોલંકી

(B) રવિશંકર રાવળ

(C) રમેશભાઈ પંડ્યા

(D) રસિકલાલ પરીખ

જવાબ : (B) રવિશંકર રાવળ


(63) રાજા રવિવર્માનો જન્મ ક્યારે થયો હતો?

(A) ઈ. સ. 1842માં

(B) ઈ. સ. 1846માં

(C) ઈ. સ. 1848માં

(D) ઈ. સ. 1858માં

જવાબ : (C) ઈ. સ. 1848માં


(64) રાજા રવિવર્માનો જન્મ કેરલ રાજ્યના કયા ગામમાં થયો હતો?

(A) કોટ્ટયમમાં

(B) કિલિમન્નુરમાં

(C) મલપ્પુરમમાં

(D) કાલપેટ્ટામાં

જવાબ : (B) કિલિમન્નુરમાં


(65) વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં કયા કલાકાર અનન્ય સિદ્ધિ ધરાવતાં હતાં?

(A) રવીન્દ્રનાથ ટાગોર

(B) જગન્નાથ અહિવાસી

(C) અવનીન્દ્રનાથ ટાગોર

(D) રાજા રવિવર્મા

જવાબ : (D) રાજા રવિવર્મા


(66) ભારતના ક્યા કલાકારનાં ચિત્રો વાસ્તવદર્શી હતાં?

(A) રાજા રવિવર્માનાં

(B) રવીન્દ્રનાથ ટાગોરનાં

(C) નંદલાલ બોઝનાં

(D) કુમારી અમૃતા શેરગીલનાં

જવાબ : (A) રાજા રવિવર્માનાં


(67) 'વિરાટનો દરબાર’ ચિત્ર કયા કલાકારનું છે?

(A) રાજા રવિવર્માનું

(B) નંદલાલ બોઝનું

(C) જગન્નાથ અહિવાસીનું

(D) એમ. એસ. બેન્દ્દ્રેનું

જવાબ : (A) રાજા રવિવર્માનું


(68) રાજા રવિવર્માએ લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ કરી હતી?

(A) ચેન્નઈમાં

(B) મુંબઈમાં

(C) દિલ્લીમાં

(D) કોલકાતામાં

જવાબ : (B) મુંબઈમાં


(69) વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે કયા કલાકારને આમંત્રણ આપીને રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં?

(A) રવિશંકર રાવળને

(B) નંદલાલ બોઝને

(C) રાજા રવિવર્માને

(D) પીરાજી સાગરાને

જવાબ : (C) રાજા રવિવર્માને


(70) ભાવનગરના રાજાએ કયા કલાકારને નિમંત્રણ આપીને રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં?

(A) રાજા રવિવર્માને

(B) નંદલાલ બોઝને

(C) સોમાલાલ શાહને

(D) જગન્નાથ અહિવાસીને

જવાબ : (A) રાજા રવિવર્માને


(71) બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કયો ખિતાબ આપ્યો હતો?

(A) ‘નાઇટ હૂડ'નો

(B) ‘કૈસરે હિંદ’નો

(C) ‘કૈસર ભારત'નો         

(D) ‘રૉયલ આર્ટિસ્ટ'નો

જવાબ : (B) ‘કૈસરે હિંદ’નો


(72) નીચેના પૈકી કયા કલાકાર કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા?

(A) નંદલાલ બોઝ

(B) રાજા રવિવર્મા

(C) જગન્નાથ અહિવાસી

(D) રવીન્દ્રનાથ ટાગોર

જવાબ : (B) રાજા રવિવર્મા


(73) કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમની કઈ રચના માટે નૉબેલ પારિતોષિકથી સન્માનિત કર્યા હતા?

(A) ‘ગીતાંજલિ' માટે

(B) ‘દેવાંજલિ' માટે

(C) ‘ભાવાંજલિ' માટે

(D) ‘દેશાંજલિ' માટે

જવાબ : (A) ‘ગીતાંજલિ' માટે


(74) કયા કલાકારે શાંતિનિકેતનને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમતીર્થ બનાવ્યું હતું?

(A) અવનીન્દ્રનાથ ટાગોર

(B) નંદલાલ બોઝ

(C) રવીન્દ્રનાથ ટાગોરે

(D) પીરાજી સાગરાએ

જવાબ : (C) રવીન્દ્રનાથ ટાગોરે


(75) કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો?

(A) ઈ. સ. 1841માં

(B) ઈ. સ. 1851માં

(C) ઈ. સ. 1861માં            

(D) ઈ. સ. 1871માં

જવાબ : (C) ઈ. સ. 1861માં


(76) કયા કલાકારે પાશ્ચાત્ય કલાની અસરમાંથી મુક્ત રહીને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી?

(A) કુમારી અમૃતા શેરગીલે

(B) રવીન્દ્રનાથ ટાગોરે

(C) નંદલાલ બોઝે

(D) અવનીન્દ્રનાથ ટાગોરે

જવાબ : (B) રવીન્દ્રનાથ ટાગોરે


(77) ક્યા કલાકારને આધુનિક ભારતીય ચિત્રકલાના 'ભીષ્મપિતામહ’ તરીકે ઓળખવામાં આવે છે?

(A) રવિશંકર રાવળને

(B) રાજા રવિવર્માને

(C) નંદલાલ બોઝને

(D) રવીન્દ્રનાથ ટાગોરને

જવાબ : (D) રવીન્દ્રનાથ ટાગોરને


(78) કયા કલાકારનાં ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે?

(A) રવીન્દ્રનાથ ટાગોરનાં

(B) સોમાલાલ શાહનાં

(C) જગન્નાથ અહિવાસીનાં

(D) દેવીપ્રસાદ રૉય ચૌધરીનાં

જવાબ : (A) રવીન્દ્રનાથ ટાગોરનાં


(79) ક્યા કલાકારનાં ચિત્રો શાંતિનિકેતનમાં, રવીન્દ્રભવનમાં અને દિલ્લીની નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટમાં સંગૃહીત છે?

(A) રવીન્દ્રનાથ ટાગોરનાં

(B) અવનીન્દ્રનાથ ટાગોરનાં

(C) નંદલાલ બોઝનાં

(D) જગન્નાથ અહિવાસીનાં

જવાબ : (A) રવીન્દ્રનાથ ટાગોરનાં


(80) અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો?

(A) ઈ. સ. 1841માં

(B) ઈ. સ. 1851માં

(C) ઈ. સ. 1861માં

(D) ઈ. સ. 1871માં

જવાબ : (D) ઈ. સ. 1871માં


(81) કયા કલાકારે ભારતીય મુઘલ તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો?

(A) શૈલેન્દ્રનાથ ટાગોરે

(B) રવીન્દ્રનાથ ટાગોરે

(C) કવીન્દ્રનાથ ટાગોરે

(D) અવનીન્દ્રનાથ ટાગોરે

જવાબ : (D) અવનીન્દ્રનાથ ટાગોરે


(82) અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્ર કળાના પ્રસાર માટે કઈ કલાશાળા સ્થાપી હતી?

(A) ‘બંગાળ કલાસંઘ'ની

(B) ‘બંગાળ કલાશાળા'ની

(C) ‘બંગાળ સ્કૂલ ઑફ આર્ટ'ની               

(D) ‘બંગાળ મહાકલાશાળા’ની

જવાબ : (C) ‘બંગાળ સ્કૂલ ઑફ આર્ટ'ની      


(83) 'ભારતમાતા’ ચિત્રકૃતિના કલાકાર કોણ છે?

(A) રવીન્દ્રનાથ ટાગોર

(B) અવનીન્દ્રનાથ ટાગોર

(C) નંદલાલ બોઝ

(D) રાજા રવિવમાં

જવાબ : (B) અવનીન્દ્રનાથ ટાગોર


(84) ઈ. સ. પૂર્વે 7000ના પાષાણયુગીન કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યાં હતાં?

(A) નરસિંહગઢમાંથી

(B) ભીમબેટકામાંથી

(C) અજંતામાંથી

(D) ઇલોરામાંથી

જવાબ : (B) ભીમબેટકામાંથી


(85) દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર ક્યા ચિત્રકારે દોરેલ છે?

(A) રવીન્દ્રનાથ ટાગોર

(B) રવિશંકર રાવળે

(C) રાજા રવિવર્માએ

(D) અવનીન્દ્રનાથ ટાગોર

જવાબ : (C) રાજા રવિવર્માએ


(86) મન્સુર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલ હતા?

(A) કાંગડા શૈલી

(B) રાજપૂત શૈલી

(C) પાલ શૈલી

(D) મોગલ શૈલી

જવાબ : (D) મોગલ શૈલી


(87) નીચેનામાંથી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે?

(A) ફાડ ચિત્રશૈલી

(B) ગોંડ ચિત્રશૈલી

(C) પીઠોરા ચિત્રશૈલી

(D) કલમકારી ચિત્રશૈલી

જવાબ : (C) પીઠોરા ચિત્રશૈલી


(88) નીચેના પૈકી કઈ પ્રદર્શન કલાનું ઉદાહરણ સાચું છે?

(A) ચિત્રકળા

(B) હસ્તકળા

(C) નૃત્યકળા

(D) શિલ્પકળા

જવાબ : (C) નૃત્યકળા


(89) બાજુમાં આપેલ ચિત્ર કઈ ચિત્રશૈલીનું છે?

Std 8 Social Science Ch 7 Mcq Gujarati

(A) પાલ ચિત્રશૈલીનું              

(B) જૈન ચિત્રશૈલીનું

(C) રાજપૂત ચિત્રશૈલીનું

(D) મુઘલ ચિત્રશૈલીનું

જવાબ : (C) રાજપૂત ચિત્રશૈલીનું


(90) બાજુમાં આપેલ વ્યક્તિચિત્ર કયા કલાકારનું છે?

Std 8 Social Science Ch 7 Mcq Gujarati


(A) અવનીન્દ્રનાથ ટાગોરનું          

(B) રવીન્દ્રનાથ ટાગોરનું

(C) રાજા રવિવર્માનું

(D) રવિશંકર રાવળનું

જવાબ : (B) રવીન્દ્રનાથ ટાગોરનું


(91) જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે?

(A) સિત્તાનાવસલની ગુફાઓની

(B) બાદામીની ગુફાઓની

(C) અજંતાની ગુફાઓની

(D) ભીમબેટકાની ગુફાઓની

જવાબ : (A) સિત્તાનાવસલની ગુફાઓની


(92) જૈન શૈલીનાં ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો?

(A) અભિધમ્મ પિટ્ટક

(B) સુત્તપિટ્ટક

(C) અંગુત્તરનિકાય

(D) કથાસરિતસાગર

જવાબ : (D) કથાસરિતસાગર


(93) ચિત્ર-પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે?

(A) અવનીન્દ્રનાથ ટાગોરનું

(B) પીરાજી સાગરાનું

(C) જેમિની રાયનું

(D) અંજલી મેનનનું

જવાબ : (B) પીરાજી સાગરાનું


(94) એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાવ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું? તે ચિત્રનો વિષય ક્યો હશે?

(A) રાજસ્થાની લોકનૃત્ય

(B) હિમાલયનું કુદરતી સૌંદર્ય

(C) કૃષ્ણભક્તિ                          

(D) યુદ્ધનાં દશ્યો

જવાબ : (B) હિમાલયનું કુદરતી સૌંદર્ય


(95) માનવની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે?

(A) સાહિત્ય

(B) કલા

(C) પ્રવાસ

(D) સ્વાતંત્ર્ય

જવાબ : (B) કલા