ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 6 MCQ

GIRISH BHARADA
Std 8 Social Science Ch 6 Mcq Gujarati

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ.1870 થી ઈ.સ.1947)

MCQ : 130


(1) રાષ્ટ્રવાદની ઉત્કટ ભાવનામાં કઈ સમાનતાનો ભાવ રહેલો છે?

(A) પ્રાકૃતિક અને સાંસ્કૃતિક

(B) પ્રાદેશિક અને સાંસ્કૃતિક

(C) ભૌગોલિક અને સાંસ્કૃતિક

(D) ઐતિહાસિક અને ભૌગોલિક

જવાબ : (C) ભૌગોલિક અને સાંસ્કૃતિક


(2) અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિને કારણે ઉદ્યોગધંધા પડી ભાંગતાં દેશનો કયો વર્ગ બેરોજગાર બન્યો?

(A) કારીગર વર્ગ

(B) વેપારી વર્ગ

(C) ખેડૂત વર્ગ

(D) શાહુકાર વર્ગ

જવાબ : (A) કારીગર વર્ગ


(3) રાષ્ટ્રવાદના વિકાસમાં કોનો ફાળો અવિસ્મરણીય છે?

(A) ભારતના ભવ્ય ભૂતકાળનો

(B) સંદેશાવ્યવહારનાં સાધનોનો

(C) જાગ્રત વર્તમાનપત્રોનો

(D) સમાન અંગ્રેજી શાસનનો

જવાબ : (C) જાગ્રત વર્તમાનપત્રોનો


(4) વર્નાક્યુલર પ્રેસ ઍક્ટ કયા વાઇસરૉયના સમયમાં પસાર થયો હતો?

(A) લૉર્ડ લિટનના

(B) લૉર્ડ રિપનના

(C) લૉર્ડ કર્ઝનના

(D) લૉર્ડ કૅનિંગના

જવાબ : (A) લૉર્ડ લિટનના


(5) ઇલ્બર્ટ બિલ ક્યા વાઇસરૉયના સમયમાં પસાર થયું હતું?

(A) લૉર્ડ લિનલિથગોના

(B) લૉર્ડ મિન્ટોના

(C) લૉર્ડ રિપનના

(D) લૉર્ડ લિટનના

જવાબ : (C) લૉર્ડ રિપનના


(6) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો મહત્ત્વનો છે?

(A) આર. એ. મેયોનો

(B) એ. ઓ. હ્યુમનો

(C) સી. ઓ. ચેમ્સફર્ડનો

(D) સર એલન ડ્યુકનો

જવાબ : (B) એ. ઓ. હ્યુમનો


(7) હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું?

(A) 28 ડિસેમ્બર, 1885ના રોજ

(B) 1 જાન્યુઆરી, 1885ના રોજ

(C) 10 ડિસેમ્બર, 1888ના રોજ

(D) 28 ડિસેમ્બર, 1895ના રોજ

જવાબ : (A) 28 ડિસેમ્બર, 1885ના રોજ


(8) હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યા શહેરમાં મળ્યું હતું?

(A) કોલકાતામાં

(B) ચેન્નાઈમાં

(C) મુંબઈમાં

(D) કાનપુરમાં

જવાબ : (C) મુંબઈમાં


(9) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી?

(A) 85

(B) 52

(C) 110

(D) 72

જવાબ : (D) 72


(10) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા?

(A) ફિરોજશાહ મહેતા

(B) દાદાભાઈ નવરોજી

(C) ગોપાલકૃષ્ણ ગોખલે

(D) વ્યોમેશચંદ્ર બેનરજી

જવાબ : (D) વ્યોમેશચંદ્ર બેનરજી


(11) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં હાજર રહેલા નેતાઓ પૈકી કયા નેતાનો સમાવેશ થતો નથી?

(A) દાદાભાઈ નવરોજી

(B) લોકમાન્ય ટિળક

(C) ફિરોજશાહ મહેતા

(D) ગોપાલકૃષ્ણ ગોખલે

જવાબ : (B) લોકમાન્ય ટિળક


(12) બંગાળ બ્રિટિશ ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

(A) કોલકાતામાં

(B) મુંબઈમાં

(C) ચેન્નાઈમાં

(D) પુણેમાં

જવાબ : (A) કોલકાતામાં


(13) બૉમ્બે ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

(A) ચેન્નાઈમાં

(B) મુંબઈમાં

(C) લાહોરમાં

(D) દિલ્લીમાં

જવાબ : (B) મુંબઈમાં


(14) મદ્રાસ નેટિવ સભાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

(A) મુંબઈમાં

(B) ભોપાલમાં

(C) પુણેમાં

(D) ચેન્નાઈમાં

જવાબ : (D) ચેન્નાઈમાં


(15) પુના સાર્વજનિક સભાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

(A) ઔરંગાબાદમાં

(B) નાગપુરમાં

(C) પુણેમાં

(D) સોલાપુરમાં

જવાબ : (C) પુણેમાં


(16) ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

(A) મુંબઈમાં

(B) કોલકાતામાં

(C) ભોપાલમાં

(D) સુરતમાં

જવાબ : (B) કોલકાતામાં


(17) નીચેના પૈકી કયા નેતાનો મવાળવાદીઓમાં સમાવેશ કરી શકાય નહિ?

(A) સુરેન્દ્રનાથ બેનરજીનો

(B) વ્યોમેશચંદ્ર બેનરજીનો

(C) ગોપાલકૃષ્ણ ગોખલેનો

(D) લાલા લજપતરાયનો

જવાબ : (D) લાલા લજપતરાયનો


(18) નીચેના પૈકી કયા નેતાનો જહાલવાદીઓમાં સમાવેશ કરી શકાય નહિ?

(A) બાળ ગંગાધર ટિળકનો

(B) ગોપાલકૃષ્ણ ગોખલેનો

(C) લાલા લજપતરાયનો

(D) બિપિનચંદ્ર પાલનો

જવાબ : (B) ગોપાલકૃષ્ણ ગોખલેનો


(19) બંગાળાના ભાગલા કયા વાઇસરૉયે પાડ્યા હતા?

(A) લૉર્ડ કર્ઝને

(B) લૉર્ડ લિટને

(C) લૉર્ડ કૅનિંગે

(D) લૉર્ડ રિપને

જવાબ : (A) લૉર્ડ કર્ઝને


(20) વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા?

(A) ઈ. સ. 1900માં

(B) ઈ. સ. 1902માં

(C) ઈ. સ. 1905માં

(D) ઈ. સ. 1911માં

જવાબ : (C) ઈ. સ. 1905માં


(21) ક્યા વાઇસરૉયે ‘ભાગલા પાડો અને રાજ કરો' ની નીતિ અપનાવી હતી?

(A) લૉર્ડ રિપને

(B) લૉર્ડ કર્ઝને

(C) લૉર્ડ માઉન્ટ બેટને

(D) લૉર્ડ લિટને

જવાબ : (B) લૉર્ડ કર્ઝને


(22) લૉર્ડ કર્ઝને ક્યા પ્રદેશના બે ભાગલા પાડ્યા હતા?

(A) બંગાળાના

(B) બિહારના

(C) મુંબઈના

(D) ઉત્તર પ્રદેશના

જવાબ : (A) બંગાળાના


(23) બ્રિટિશ સરકારે બંગાળાના ભાગલા ક્યારે રદ કર્યા?

(A) ઈ. સ. 1905માં

(B) ઈ. સ. 1908માં

(C) ઈ. સ. 1911માં

(D) ઈ. સ. 1915માં

જવાબ : (C) ઈ. સ. 1911માં


(24) ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા?

(A) ચંદ્રશેખર આઝાદ

(B) વિનાયક સાવરકર

(C) ભગતસિંહ

(D) વાસુદેવ બળવંત ફડકે

જવાબ : (D) વાસુદેવ બળવંત ફડકે


(25) કયા બે ચાફેકર ભાઈઓએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી?

(A) દામોદર અને બાલકૃષ્ણ

(B) વિનાયક અને દામોદર

(C) ખુદીરામ અને બાલકૃષ્ણ

(D) બાલકૃષ્ણ અને ગોપાલકૃષ્ણ

જવાબ : (A) દામોદર અને બાલકૃષ્ણ


(26) ઈ. સ. 1900માં ‘મિત્રમેલા' નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી?

(A) ચંદ્રશેખર આઝાદે

(B) વાસુદેવ બળવંત ફડકેએ

(C) વિનાયક સાવરકર

(D) મદનલાલ ઢીંગરાએ

જવાબ : (C) વિનાયક સાવરકર


(27) '1857 : પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' પુસ્તક કોણે લખ્યું હતું?

(A) જવાહરલાલ નેહરુએ

(B) વિનાયક સાવરકરે

(C) વાસુદેવ બળવંત ફડકેએ

(D) ગાંધીજીએ

જવાબ : (B) વિનાયક સાવરકરે


(28) કોલકાતામાં ‘અનુશીલન સમિતિ’ નામની ક્રાંતિકારી સંસ્થાના મુખ્ય નેતા કોણ હતા?

(A) બારીન્દ્ર ઘોષ

(B) નરેન્દ્ર ઘોષ

(C) ખુદીરામ બોઝ

(D) સુધેન્દુ ઘોષ

જવાબ : (A) બારીન્દ્ર ઘોષ


(29) કયા બે ક્રાંતિકારીઓએ ન્યાયાધીશ કિન્ગ્સફર્ડની હત્યા કરવાની યોજના ઘડી હતી?

(A) રામપ્રસાદ બિસ્મિલ અને વિનાયક સાવરકરે

(B) બારીન્દ્ર ઘોષ અને ખુદીરામ બોઝ

(C) ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ

(D) દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકરે

જવાબ : (C) ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ


(30) હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું?

(A) ખુદીરામ બોઝે અને અશફાક ઉલ્લાખાંએ

(B) અશફાક ઉલ્લાખાં અને રામપ્રસાદ બિસ્મિલે

(C) ચંદ્રશેખર આઝાદ અને અશફાક ઉલ્લાખાંએ

(D) અશફાક ઉલ્લાખાં અને વિનાયક સાવરકરે

જવાબ : (B) અશફાક ઉલ્લાખાં અને રામપ્રસાદ બિસ્મિલે


(31) નીચેના પૈકી કયા બે ક્રાંતિકારીઓએ કાકોરી ટ્રેન યોજનામાં મુખ્ય ભાગ લીધો હતો?

(A) દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકરે

(B) વાસુદેવ બળવંત ફડકે અને વિનાયક સાવરકરે

(C) ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ

(D) અશફાક ઉલ્લાખા અને રામપ્રસાદ બિસ્મિલે

જવાબ : (D) અશફાક ઉલ્લાખા અને રામપ્રસાદ બિસ્મિલે


(32) ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું?

(A) દુર્ગાભાભી

(B) દુર્ગાકુમારી

(C) દુર્ગાવતી

(D) દુર્ગારાણી

જવાબ : (A) દુર્ગાભાભી


(33) નીચેના પૈકી કયા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી સક્રિય બન્યા હતા?

(A) વિનાયક સાવરકર

(B) ભગતસિંહ

(C) ચંદ્રશેખર આઝાદ

(D) મદનલાલ ઢીંગરા

જવાબ : (C) ચંદ્રશેખર આઝાદ


(34) કયા સત્યાગ્રહી અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી શહીદ થયા હતા?

(A) રામપ્રસાદ બિસ્મિલ

(B) ચંદ્રશેખર આઝાદ

(C) ખુદીરામ બોઝ

(D) ભગતસિંહ

જવાબ : (B) ચંદ્રશેખર આઝાદ


(35) કયા ક્રાંતિકારીએ લંડનમાં ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' સ્થાપી હતી?

(A) સરદારસિંહ રાણાએ

(B) વિનાયક સાવરકરે

(C) શ્યામજી કૃષ્ણ વર્માએ

(D) મદનલાલ ઢીંગરાએ

જવાબ : (C) શ્યામજી કૃષ્ણ વર્માએ


(36) શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામાયિક શરૂ કર્યું હતું?

(A) ઇન્ડિયન પેટ્રીએટ

(B) વંદે માતરમ્

(C) ઇન્ડિયન ન્યૂઝ

(D) ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ

જવાબ : (D) ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ


(37) શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?

(A) ઇન્ડિયન ફ્રિડમ સોસાયટી

(B) ઇન્ડિયન પેટ્રીએટ સોસાયટી

(C) ઇન્ડિયન હોમરૂલ સોસાયટી

(D) ઇન્ડિયન રિવોલ્યુશનરી સોસાયટી

જવાબ : (C) ઇન્ડિયન હોમરૂલ સોસાયટી


(38) શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલી સંસ્થાના કાર્યાલયનું શું નામ આપ્યું હતું?

(A) ઇન્ડિયા હાઉસ

(B) ઇન્ડિયા પેટ્રીએટ

(C) ઇન્ડિયન હાઉસ

(D) ઇન્ડિયા હોમરૂલ હાઉસ

જવાબ : (A) ઇન્ડિયા હાઉસ


(39) કયા ક્રાંતિકારી લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા નહોતા?

(A) મદનલાલ ઢીંગરા

(B) રાજા મહેન્દ્ર પ્રતાપ

(C) વિનાયક સાવરકર

(D) સરદારસિંહ રાણા

જવાબ : (B) રાજા મહેન્દ્ર પ્રતાપ


(40) અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી?

(A) સરદારસિંહ રાણાએ

(B) વિનાયક સાવરકરે

(C) લાલા હરદયાલે

(D) મદનલાલ ઢીંગરાએ

જવાબ : (D) મદનલાલ ઢીંગરાએ


(41) શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પૅરિસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી કોણે સંભાળી?

(A) સરદારસિંહ રાણાએ

(B) મૅડમ ભિખાઈજી કામાએ

(C) તારકનાથ દાસે

(D) વિનાયક સાવરકરે

જવાબ : (D) વિનાયક સાવરકરે


(42) ઈ. સ. 1902માં મૅડમ ભિખાઈજી રુસ્તમ કામાએ લંડનમાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું?

(A) 'હિંદુ પેટ્રીએટ’

(B) ‘સંજીવની’

(C) ‘વંદે માતરમ્'

(D) ‘ઇન્ડિયા ન્યૂઝ'

જવાબ : (C) ‘વંદે માતરમ્'


(43) કયા ક્રાંતિકારીએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજી દમનનો વિરોધ કર્યો હતો?

(A) સરદારસિંહ રાણાએ

(B) તારકનાથ દાસે

(C) લાલા હરદયાલે

(D) રાસબિહારી ઘોષે

જવાબ : (A) સરદારસિંહ રાણાએ


(44) માનગઢ હત્યાકાંડ ક્યારે સર્જાયો હતો?

(A) 12 જાન્યુઆરી, 1917ના રોજ

(B) 17 નવેમ્બર, 1913ના રોજ

(C) 23 જુલાઈ, 1919ના રોજ

(D) 10 ડિસેમ્બર, 1920ના રોજ

જવાબ : (B) 17 નવેમ્બર, 1913ના રોજ


(45) માનગઢ હત્યાકાંડ ક્યાં સર્જાયો હતો?

(A) ગુજરાત-મધ્યપ્રદેશની સરહદ પર

(B) ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પર

(C) ગુજરાત-છત્તીસગઢની સરહદ પર

(D) ગુજરાત-રાજસ્થાનની સરહદ પર

જવાબ : (D) ગુજરાત-રાજસ્થાનની સરહદ પર


(46) કયા હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે?

(A) રામગઢ હત્યાકાંડને

(B) માનગઢ હત્યાકાંડને

(C) થાનગઢ હત્યાકાંડને

(D) ઇકબાલગઢ હત્યાકાંડને

જવાબ : (B) માનગઢ હત્યાકાંડને


(47) માનગઢ ડુંગરના આદિવાસી વિસ્તારમાં ભગત ચળવળ કોણ ચલાવતું હતું?

(A) ગોવિંદ ગુરુ

(B) કાનજી ગુરુ

(C) ગણેશ ગુરુ

(D) ધનજી ગુરુ

જવાબ : (A) ગોવિંદ ગુરુ


(48) ઈ. સ. 1914માં વ્યારા આદિવાસી આંદોલન કયા જિલ્લામાં થયું હતું?

(A) ડાંગ

(B) પંચમહાલ

(C) વલસાડ

(D) તાપી

જવાબ : (D) તાપી


(49) ઈ. સ. 1922માં દઢવાવ આદિવાસી આંદોલન સાબરકાંઠા જિલ્લાના કયા તાલુકામાં થયું હતું?

(A) તલોદ

(B) વિજયનગર

(C) ઈડર

(D) ભિલોડા

જવાબ : (B) વિજયનગર


(50) ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા?

(A) ઈ. સ. 1915માં

(B) ઈ. સ. 1917માં

(C) ઈ. સ. 1920માં

(D) ઈ. સ. 1921માં

જવાબ : (A) ઈ. સ. 1915માં


(51) દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા પછી ગાંધીજીએ કોની પાસેથી પ્રેરણા મેળવી ભારતના મોટા ભાગના ભાગોનો પ્રવાસ કર્યો હતો?

(A) રવીન્દ્રનાથ ટાગોર પાસેથી

(B) બાળ ગંગાધર ટિળક પાસેથી

(C) ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી         

(D) દાદાભાઈ નવરોજી પાસેથી

જવાબ : (C) ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી 


(52) ગાંધીજીએ ઈ. સ. 1916માં ક્યા આશ્રમની સ્થાપના કરી?

(A) સાબરમતી આશ્રમની

(B) કોચરબ આશ્રમની

(C) પવનાર આશ્રમની

(D) સંન્યાસ આશ્રમની

જવાબ : (B) કોચરબ આશ્રમની


(53) ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોના પરિણામે તેમને ક્યા કયા સાથીદારો મળ્યા?

(A) વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્રપ્રસાદ

(B) વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુ

(C) રાજેન્દ્રપ્રસાદ અને મોતીલાલ નેહરુ

(D) વલ્લભભાઈ અને સુભાષચંદ્ર બોઝ

જવાબ : (A) વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્રપ્રસાદ


(54) ચંપારણ કયા રાજ્યમાં આવેલું છે?

(A) બંગાળામાં

(B) બિહારમાં

(C) ઉત્તર પ્રદેશમાં

(D) ઓડિશામાં

જવાબ : (B) બિહારમાં


(55) 19મી સદીની શરૂઆતથી જ અંગ્રેજોએ ચંપારણમાં કયા પાકના બગીચા બનાવ્યા હતા?

(A) રેશમના

(B) ચાના

(C) ગળીના

(D) કૉફીના

જવાબ : (C) ગળીના


(56) ચંપારણમાં ખેડૂતોને 3/20 જમીન પર ક્યા પાકની ખેતીની ફરજ પાડવામાં આવતી હતી?

(A) ગળીના

(B) રેશમના

(C) કૉફીના

(D) ચાના

જવાબ : (A) ગળીના


(57) ચંપારણમાં ખેડૂતોને 3/20 જમીન પર માત્ર ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી હતી, તે પદ્ધતિ કઈ પદ્ધતિ તરીકે ઓળખાતી હતી?

(A) ‘તીન વેઠિયા’

(B) ‘તીન ભાગિયા’

(C) 'તીન વીસિયા'

(D) 'તીન કઠિયા’

જવાબ : (D) 'તીન કઠિયા’


(58) ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો?

(A) ખેડા સત્યાગ્રહ

(B) બારડોલી સત્યાગ્રહ

(C) ચંપારણ સત્યાગ્રહ

(D) વન સત્યાગ્રહ

જવાબ : (C) ચંપારણ સત્યાગ્રહ


(59) ચંપારણના કયા ખેડૂતના આગ્રહથી ગાંધીજી મોતીહારી ગયા હતા?

(A) રમેશભાઈ મહેતાના

(B) રાજકુમાર પંડિતના

(C) રાજકુમાર શુક્લનો             

(D) ચંદ્રકાન્ત શુક્લની

જવાબ : (C) રાજકુમાર શુક્લનો       


(60) ઈ. સ. 1917માં અંગ્રેજ સરકારે કયા જિલ્લામાં મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું?

(A) અમદાવાદ

(B) વડોદરા

(C) વલસાડ

(D) ખેડા

જવાબ : (D) ખેડા


(61) ‘‘સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી.” ગાંધીજીએ આ વિધાન ખેડૂતોને કયા સત્યાગ્રહ દરમિયાન કહ્યું હતું?

(A) ખેડા સત્યાગ્રહ

(B) બારડોલી સત્યાગ્રહ

(C) મીઠાનો સત્યાગ્રહ

(D) ચંપારણ સત્યાગ્રહ

જવાબ : (A) ખેડા સત્યાગ્રહ


(62) ગાંધીજીએ ‘ડુંગળીચોર’નું બિરુદ કોને આપ્યું હતું?

(A) જુગતરામ દવેને

(B) રવિશંકર મહારાજને

(C) રાજકુમાર શુક્લને

(D) મોહનલાલ પંડ્યાને

જવાબ : (D) મોહનલાલ પંડ્યાને


(63) અંગ્રેજ સરકારે રૉલેટ ઍક્ટ ક્યારે પસાર કર્યો?

(A) ઈ. સ. 1917માં

(B) ઈ. સ. 1919માં

(C) ઈ. સ. 1922માં                  

(D) ઈ. સ. 1928માં

જવાબ : (B) ઈ. સ. 1919માં


(64) રૉલેટ ઍક્ટને ‘કાળો કાયદો’ કોણે કહ્યો?

(A) જવાહરલાલ નેહરુએ

(B) સરદાર વલ્લભભાઈ પટેલે

(C) મહાત્મા ગાંધીએ

(D) સુભાષચંદ્ર બોઝ

જવાબ : (C) મહાત્મા ગાંધીએ


(65) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?

Std 8 Social Science Ch 6 Mcq Gujarati

(A) બંગાળાના ભાગલા

(B) ચોરીચૌરાનો બનાવ

(C) જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

(D) 1857નો મેરઠનો બનાવ

જવાબ : (C) જલિયાંવાલા બાગનો હત્યાકાંડ


(66) જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?

(A) અમૃતસરમાં

(B) શ્રીનગરમાં

(C) બેંગલુરુમાં

(D) દિલ્લીમાં

જવાબ : (A) અમૃતસરમાં


(67) જલિયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો?

(A) 5 માર્ચ, 1909ના રોજ

(B) 15 ઑગસ્ટ, 1915ના રોજ

(C) 20 નવેમ્બર, 1918ના રોજ

(D) 13 એપ્રિલ, 1919ના રોજ

જવાબ : (D) 13 એપ્રિલ, 1919ના રોજ


(68) જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?

(A) જનરલ નીલે

(B) જનરલ ડાયરે

(C) જનરલ ડાયેનાએ

(D) જનરલ હોકિન્સે

જવાબ : (B) જનરલ ડાયરે


(69) ‘કેસરે હિંદ'નો ઇલકાબ કોણે ત્યજી દીધો?

(A) મોતીલાલ નેહરુએ

(B) ચિત્તરંજનદાસ મુનશીએ

(C) ગાંધીજીએ

(D) ગોપાલકૃષ્ણ ગોખલેએ

જવાબ : (C) ગાંધીજીએ


(70) ‘નાઇટહૂડ'ની પદવી કોણે અંગ્રેજ સરકારને પાછી આપી દીધી?

(A) મોતીલાલ નેહરુએ

(B) લોકમાન્ય ટિળકે

(C) શ્રીમદ્ રાજચંદ્ર

(D) રવીન્દ્રનાથ ટાગોરે

જવાબ : (D) રવીન્દ્રનાથ ટાગોરે


(71) કયો તહેવાર હોવાથી જલિયાંવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા?

(A) વૈશાખીનો

(B) બુદ્ધ પૂર્ણિમાનો

(C) ઓણમનો

(D) પોંગલનો

જવાબ : (A) વૈશાખીનો


(72) ગાંધીજીએ અસહકારનું આંદોલન ક્યારે શરૂ કર્યું હતું?

(A) ઈ. સ. 1917માં

(B) ઈ. સ. 1920માં

(C) ઈ. સ. 1928માં

(D) ઈ. સ. 1932માં

જવાબ : (B) ઈ. સ. 1920માં


(73) અસહકારના આંદોલનનાં મુખ્ય પાસાં કેટલાં હતાં?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (A) બે


(74) કયા આંદોલન દરમિયાન પ્રિન્સ ઑફ વેલ્સ ભારત આવ્યા હતા?

(A) નોઆખલીના આંદોલન દરમિયાન

(B) બંગભંગના આંદોલન દરમિયાન

(C) અસહકારના આંદોલન દરમિયાન

(D) હિંદ છોડો આંદોલન દરમિયાન

જવાબ : (C) અસહકારના આંદોલન દરમિયાન


(75) આંધ્ર પ્રદેશના ગંતુર જિલ્લામાં કયો સત્યાગ્રહ થયો હતો?

(A) વન સત્યાગ્રહ

(B) અભયારણ્ય સત્યાગ્રહ

(C) ચંપારણ સત્યાગ્રહ

(D) ઉદ્યાન સત્યાગ્રહ

જવાબ : (A) વન સત્યાગ્રહ


(76) કયા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી?

(A) હમીરપુર

(B) સીતાપુર

(C) રામપુર

(D) ચોરીચૌરા

જવાબ : (D) ચોરીચૌરા


(77) અસહકારના આંદોલન દરમિયાન ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચૌરી ચૌરા ગામમાં બનેલા હિંસક બનાવમાં કેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા?

(A) 28

(B) 26

(C) 24

(D) 22

જવાબ : (D) 22


(78) મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ મુનશીએ કયા પક્ષની સ્થાપના કરી?

(A) સ્વરાજ પક્ષની

(B) સાંસ્થાનિક પક્ષની

(C) લોકશક્તિ પક્ષની

(D) રાષ્ટ્રીય પક્ષની

જવાબ : (A) સ્વરાજ પક્ષની


(79) સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?

(A) 5

(B) 6

(C) 7

(D) 8

જવાબ : (C) 7


(80) ભારતમાં સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો, કારણ કે............

(A) તેમાં એક પણ અંગ્રેજ પ્રતિનિધિ ન હતો.

(B) તેમાં એક પણ મુસ્લિમ પ્રતિનિધિ ન હતો.

(C) તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો.

(D) તેમાં એક પણ મહિલા ન હતી.

જવાબ : (C) તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો.


(81) લાહોરમાં સાયમન કમિશનના શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું?

(A) અરવિંદ ઘોષનું

(B) લાલા લજપતરાયનું

(C) લાલા હરદયાળનું

(D) ભગતસિંહનું

જવાબ : (B) લાલા લજપતરાયનું


(82) ક્રાંતિકારીઓએ લાલા લજપતરાય પર લાઠીચાર્જનો આદેશ આપનાર કયા અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા કરી?

(A) સ્કોટનની

(B) સ્કોનિકલેની

(C) સાન્ડર્સની

(D) જનરલ ડાયરની

જવાબ : (C) સાન્ડર્સની


(83) સાયમન કમિશન નિષ્ફળ જતાં કયા હિંદી વજીરે બધા પક્ષોને માન્ય બંધારણ ઘડી આપવા આહ્વાન આપ્યું?

(A) બર્કનહેડે

(B) વેવેલે

(C) ઍટલીએ

(D) માઉન્ટ બેટને

જવાબ : (A) બર્કનહેડે


(84) હિંદી રાષ્ટ્રીય મહાસભાએ કોની અધ્યક્ષતામાં ‘નેહરુ કમિટિ' નું ગઠન કર્યું?

(A) જવાહરલાલ નેહરુની

(B) મોતીલાલ નેહરુની

(C) ગાંધીજીની

(D) વલ્લભભાઈ પટેલની

જવાબ : (B) મોતીલાલ નેહરુની


(85) ‘નેહરુ અહેવાલ' માં ભારતને કયા પ્રકારનું સ્વરાજ આપવાની માગણી કરવામાં આવી હતી?

(A) પૂર્ણ સ્વરાજ પ્રકારનું

(B) સમવાય પ્રકારનું

(C) મર્યાદિત પ્રકારનું

(D) સાંસ્થાનિક સ્વરાજ પ્રકારનું

જવાબ : (D) સાંસ્થાનિક સ્વરાજ પ્રકારનું


(86) બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો?

(A) ઈ. સ. 1920માં

(B) ઈ. સ. 1922માં

(C) ઈ. સ. 1928માં              

(D) ઈ. સ. 1930માં

જવાબ : (C) ઈ. સ. 1928માં


(87) ક્યાં સત્યાગ્રહમાં ‘ના કર' ની લડત કરવામાં આવી હતી?

(A) ખેડા સત્યાગ્રહમાં

(B) બારડોલી સત્યાગ્રહમાં

(C) વન સત્યાગ્રહમાં

(D) ચંપારણ સત્યાગ્રહમાં

જવાબ : (B) બારડોલી સત્યાગ્રહમાં


(88) નીચેના પૈકી ક્યા નેતાને લોકોએ ‘સરદાર' નું બિરુદ આપ્યું હતું?

(A) વલ્લભભાઈ પટેલને

(B) સુભાષચંદ્ર બોઝને

(C) જવાહરલાલ નેહરુને

(D) ચિત્તરંજનદાસને

જવાબ : (A) વલ્લભભાઈ પટેલને


(89) નીચેના પૈકી કયા નેતા પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા?

(A) જવાહરલાલ નેહરુ

(B) ચિત્તરંજનદાસ

(C) મોતીલાલ નેહરુ

(D) વલ્લભભાઈ પટેલ

જવાબ : (A) જવાહરલાલ નેહરુ


(90) કોની અધ્યક્ષતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો?

(A) વલ્લભભાઈ પટેલની

(B) સુભાષચંદ્ર બોઝની

(C) ગાંધીજીની

(D) જવાહરલાલ નેહરુની

જવાબ : (D) જવાહરલાલ નેહરુની


(91) ક્યા સ્થળે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો?

(A) ભોપાલ

(B) લાહોર

(C) સુરત

(D) લખનઉ

જવાબ : (B) લાહોર


(92) લાહોર ખાતે મળેલા કોંગ્રેસના અધિવેશનના ઠરાવના આધારે ક્યા દિવસને પ્રતિવર્ષે ‘પૂર્ણ સ્વરાજ દિન' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું?

(A) 15મી ઑગસ્ટના દિવસને

(B) 26મી જાન્યુઆરીના દિવસને

(C) 12મી માર્ચના દિવસને

(D) 28મી ડિસેમ્બરના દિવસને

જવાબ : (B) 26મી જાન્યુઆરીના દિવસને


(93) ભારતમાં પ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ક્યારે ઊજવવામાં આવ્યો?

(A) 12 એપ્રિલ, 1930ના રોજ

(B) 12 માર્ચ, 1930ના રોજ

(C) 26 જાન્યુઆરી, 1930ના રોજ

(D) 26 ડિસેમ્બર, 1930ના રોજ

જવાબ : (C) 26 જાન્યુઆરી, 1930ના રોજ


(94) ક્યા ક્રાંતિકારીઓએ મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો?

(A) ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે

(B) ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદે

(C) ખુદીરામ બોઝે અને બટુકેશ્વર દત્તે

(D) વિનાયક સાવરકર અને રામપ્રસાદ બિસ્મિલે

જવાબ : (A) ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે


(95) બંગાળાના ક્યા ક્રાંતિકારીએ જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ શરૂ કર્યા હતા?

(A) બટુકેશ્વર દત્તે

(B) રાજગુરુએ

(C) જતીનદાસે

(D) સૂર્યસેને

જવાબ : (C) જતીનદાસે


(96) ગાંધીજીએ ક્યારે જાહેર કર્યું હતું કે, તે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે?

(A) ઈ. સ. 1930માં

(B) ઈ. સ. 1928માં

(C) ઈ. સ. 1931માં

(D) ઈ. સ. 1932માં

જવાબ : (A) ઈ. સ. 1930માં


(97) દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?

(A) 12 એપ્રિલ, 1928ના રોજ

(B) 12 માર્ચ, 1931ના રોજ

(C) 12 માર્ચ, 1930ના રોજ           

(D) 12 માર્ચ, 1932ના રોજ

જવાબ : (C) 12 માર્ચ, 1930ના રોજ   


(98) ગાંધીજીએ કેટલા કિલોમીટરની દાંડીયાત્રા કરી હતી?

(A) 320 કિલોમીટરની

(B) 350 કિલોમીટરની

(C) 380 કિલોમીટરની

(D) 370 કિલોમીટરની

જવાબ : (D) 370 કિલોમીટરની


(99) મીઠાના કાયદાનો સવિનયપણે ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું?

(A) ધરાસણા કૂચ

(B) દાંડીકૂચ

(C) વડાલી કૂચ

(D) સાબરમતી કૂચ

જવાબ : (B) દાંડીકૂચ


(100) ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની કોણે લીધી?

(A) સરોજિની નાયડુએ

(B) ખાન અબ્દુલ ગફારખાને

(C) સુભાષચંદ્ર બોઝ

(D) અબ્બાસ સાહેબ તૈયબજીએ

જવાબ : (D) અબ્બાસ સાહેબ તૈયબજીએ


(101) ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન અબ્બાસ સાહેબની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની કોણે લીધી?

(A) શ્રીમતી મીરાકુમારે

(B) શ્રીમતી ઇન્દિરા ગાંધીએ

(C) સરોજિની નાયડુએ          

(D) કસ્તુરબા ગાંધીએ

જવાબ : (C) સરોજિની નાયડુએ    


(102) ‘સરહદના ગાંધી' નું બિરુદ કોને મળેલું છે?

(A) મૌલાના અબુલ કલામ આઝાદને

(B) ખાન અબ્દુલ ગફારખાનને

(C) અબ્બાસ સાહેબ તૈયબજીને

(D) રવિશંકર મહારાજને

જવાબ : (B) ખાન અબ્દુલ ગફારખાનને


(103) ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી?

(A) પહેલી

(B) બીજી

(C) ત્રીજી

(D) ચોથી

જવાબ : (B) બીજી


(104) પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી?

(A) સુભાષચંદ્ર બોઝની

(B) જવાહરલાલ નેહરુની

(C) મૌલાના આઝાદની

(D) વિનોબા ભાવેની

જવાબ : (D) વિનોબા ભાવેની


(105) મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ ‘હિંદ છોડો' નો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો?

(A) 8 ઑગસ્ટ, 1942ના રોજ

(B) 15 ઑગસ્ટ, 1947ના રોજ

(C) 30 જાન્યુઆરી, 1945ના રોજ

(D) 26 જાન્યુઆરી, 1942ના રોજ

જવાબ : (A) 8 ઑગસ્ટ, 1942ના રોજ


(106) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો?

(A) 12 ઑગસ્ટ, 1892ના રોજ

(B) 23 જાન્યુઆરી, 1897ના રોજ

(C) 10 જૂન, 1898ના રોજ

(D) 2 ઑક્ટોબર, 1888ના રોજ

જવાબ : (B) 23 જાન્યુઆરી, 1897ના રોજ


(107) સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશા રાજ્યના કયા શહેરમાં થયો હતો?

(A) કટક

(B) સંબલપુર

(C) કાશીપુર

(D) ભુવનેશ્વર

જવાબ : (A) કટક


(108) સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો?

(A) સ્વરાજ પક્ષી

(B) યંગ ઇન્ડિઝા

(C) ફૉરવર્ડ બ્લૉક

(D) ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા

જવાબ : (C) ફૉરવર્ડ બ્લૉક


(109) ‘ચલો દિલ્લી' નું સૂત્ર કોણે આપ્યું હતું?

(A) કૅપ્ટન મોહનસિંહે

(B) જવાહરલાલ નેહરુએ

(C) સુભાષચંદ્ર બોઝ

(D) રાસબિહારી ઘોષે

જવાબ : (C) સુભાષચંદ્ર બોઝ


(110) સુભાષચંદ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડને કયું નામ આપવામાં આવ્યું હતું?

(A) રઝિયા સુલ્તાના

(B) લક્ષ્મીબાઈ

(C) ચાંદબીબી

(D) અહલ્યાબાઈ

જવાબ : (B) લક્ષ્મીબાઈ


(111) સુભાષચંદ્ર બોઝ જ્યારે અવસાન પામેલા માનવામાં આવે છે?

(A) 18 ઑક્ટોબર, 1942ના રોજ

(B) 18 ઑગસ્ટ, 1945ના રોજ

(C) 12 માર્ચ, 1946ના રોજ

(D) 26 જાન્યુઆરી, 1945ના રોજ

જવાબ : (B) 18 ઑગસ્ટ, 1945ના રોજ


(112) મુંબઈમાં ભારતીય નૌસેનાના સૈનિકોએ ક્યારે વિદ્રોહ કર્યો હતો?

(A) ઈ. સ. 1946માં

(B) ઈ. સ. 1945માં

(C) ઈ. સ. 1944માં

(D) ઈ. સ. 1943માં

જવાબ : (A) ઈ. સ. 1946માં


(113) કેબિનેટ મિશન કેટલા સભ્યોનું બનેલું હતું?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (B) ત્રણ


(114) બંધારણસભાની રચના કરવા માટે ક્યારે ચૂંટણીઓ યોજવામાં આવી?

(A) ડિસેમ્બર, 1946માં

(B) સપ્ટેમ્બર, 1945માં

(C) જાન્યુઆરી, 1947માં

(D) જુલાઈ, 1946માં

જવાબ : (D) જુલાઈ, 1946માં


(115) વાઇસરૉય લૉર્ડ વેવેલ પછી વાઇસરૉય તરીકે કોની નિમણુક કરવામાં આવી?

(A) લૉર્ડ લિટનની

(B) લૉર્ડ લિનલિથગોની

(C) લૉર્ડ માઉન્ટ બેટનની

(D) લૉર્ડ ઇરવિનની

જવાબ : (C) લૉર્ડ માઉન્ટ બેટનની


(116) અખંડ હિંદના બે ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો?

(A) વાઇસરૉય લૉર્ડ લિટને

(B) વડા પ્રધાન ઍટલીએ

(C) વાઇસરૉય લૉર્ડ વેવેલે

(D) વાઇસરૉય લૉર્ડ માઉન્ટ બેટને

જવાબ : (D) વાઇસરૉય લૉર્ડ માઉન્ટ બેટને


(117) અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે?

(A) માઉન્ટ બેટન યોજના

(B) કૅબિનેટ મિશન યોજના

(C) ક્રિપ્સ મિશન યોજના

(D) ગાંધી-ઇર્વીન યોજના

જવાબ : (A) માઉન્ટ બેટન યોજના


(118) માઉન્ટ બેટન યોજના પ્રમાણે હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો?

(A) જૂન, 1947માં

(B) જુલાઈ, 1947માં

(C) ઑગસ્ટ 1947માં

(D) ઑગસ્ટ, 1946માં

જવાબ : (B) જુલાઈ, 1947માં


(119) ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?

(A) 14 ઑગસ્ટ, 1947ના રોજ

(B) 15 ઑગસ્ટ, 1948ના રોજ

(C) 15 ઑગસ્ટ, 1947ના રોજ

(D) 26 જાન્યુઆરી, 1950ના રોજ

જવાબ : (C) 15 ઑગસ્ટ, 1947ના રોજ


(120) ઇલ્બર્ટ બીલનો હેતુ શો હતો?

(A) ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી.

(B) ભારતમાં અંદાજપત્ર રજૂ કરવાની શરૂઆત.

(C) રાજદ્રોહનો કેસ ચલાવવા માટેની જોગવાઈ.

(D) હથિયારબંધી કાયદો લાગુ કરવો.

જવાબ : (A) ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી.


(121) નીચેના પૈકી કયા નેતા મવાળવાદી ન હતા?

(A) ગોપાલકૃષ્ણ ગોખલે

(B) ફિરોજશાહ મહેતા

(C) દિનશા વાચ્છા

(D) બિપીનચંદ્ર પાલ

જવાબ : (D) બિપીનચંદ્ર પાલ


(122) વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે?

(A) શ્યામજીકૃષ્ણ વર્મા

(B) મૅડમ ભીખાઈજી કામા

(C) વીર સાવરકર

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(123) માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વાતંત્ર્યસેનાની આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા હતા?

(A) બિરસા મુંડા

(B) ઠક્કરબાપા

(C) ગોવિંદ ગુરુ

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (C) ગોવિંદ ગુરુ


(124) અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી?

(A) શાળા-કૉલેજોનો બહિષ્કાર

(B) ખાદીનો પ્રચાર-પ્રસાર

(C) દારૂબંધી

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(125) ‘‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ ઝંપીશ.” આ વિધાન કોણે કહ્યું હતું?

(A) બાળ ગંગાધર ટિળકે

(B) ગોપાલકૃષ્ણ ગોખલેએ

(C) લાલા લજપતરાયે                

(D) સુભાષચંદ્ર બોઝ

જવાબ : (A) બાળ ગંગાધર ટિળકે


(126) “હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.' આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી?

(A) ખુદીરામ બોઝ

(B) ભગતસિંહે

(C) વિનાયક સાવરકરે

(D) ચંદ્રશેખર આઝાદે

જવાબ : (D) ચંદ્રશેખર આઝાદે


(127) ‘સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી.'' આ વિધાન કોણે, કોને કહ્યું હતું?

(A) જવાહરલાલ નેહરુએ ખેડૂતોને

(B) ગાંધીજીએ ખેડૂતોને

(C) ગાંધીજીએ જવાહરલાલ નેહરુને

(D) વલ્લભભાઈ પટેલે રાજકુમાર શુક્લને

જવાબ : (B) ગાંધીજીએ ખેડૂતોને


(128) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં હાજર રહેલા નેતાઓ પૈકી કયા નેતાનો સમાવેશ થતો નથી?

(A) દાદાભાઈ નવરોજી

(B) લોકમાન્ય ટિળક

(C) ફિરોજશાહ મહેતા

(D) ગોપાલકૃષ્ણ ગોખલે

જવાબ : (B) લોકમાન્ય ટિળક


(129) બંગાળ બ્રિટિશ ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

(A) કોલકાતામાં

(B) મુંબઈમાં

(C) ચેન્નાઈમાં       

(D) પુણેમાં

જવાબ : (A) કોલકાતામાં


(130) બૉમ્બે ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

(A) ચેન્નાઈમાં

(B) મુંબઈમાં

(C) લાહોરમાં

(D) દિલ્લીમાં

જવાબ : (B) મુંબઈમાં