ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 5 MCQ

GIRISH BHARADA
Std 8 Social Science Ch 5 Mcq Gujarati

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

MCQ : 100


(1) કયા મુઘલ બાદશાહના સમયમાં ફારસી, ઉર્દૂ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ અપાતું હતું?

(A) હુમાયુના

(B) અકબરના

(C) બાબરના

(D) બહાદુરશાહના

જવાબ : (B) અકબરના


(2) ભારતમાં મુખ્યત્વે અકબરના શાસનથી કઈ ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવતું હતું?

(A) ફારસી, ઉર્દૂ અને સ્થાનિક

(B) ફારસી, હિંદી અને સ્થાનિક

(C) ફારસી, સંસ્કૃત અને સ્થાનિક

(D) હિંદી, સંસ્કૃત અને સ્થાનિક

જવાબ : (A) ફારસી, ઉર્દૂ અને સ્થાનિક


(3) મુઘલયુગના અસ્ત પછી શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી?

(A) પાઠશાળાઓ અને મસ્જિદો

(B) મંદિરો અને મસ્જિદો

(C) પાઠશાળાઓ અને મંદિરો

(D) પાઠશાળાઓ અને મદરેસાઓ

જવાબ : (D) પાઠશાળાઓ અને મદરેસાઓ


(4) ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો?

(A) ઈ. સ. 1657

(B) ઈ. સ. 1717

(C) ઈ. સ. 1757

(D) ઈ. સ. 1700

જવાબ : (C) ઈ. સ. 1757


(5) ઈ. સ. 1765 પછી ભારતના કયા પ્રદેશોમાં અંગ્રેજોની દીવાની સત્તા પ્રસ્થાપિત થઈ?

(A) બંગાળ, અસમ અને ઓડિશામાં

(B) બંગાળ, બિહાર અને ઓડિશામાં

(C) બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં

(D) બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં

જવાબ : (B) બંગાળ, બિહાર અને ઓડિશામાં


(6) અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા કયા નામે ઓળખાતી હતી?

(A) ગામઠી, દેશી, પંડ્યાની

(B) ગામઠી, દેશી, ધૂળિયા

(C) ગામઠી, પંડ્યાની, ધૂળિયા

(D) ગામઠી, ધૂળિયા, મહોલ્લાની

જવાબ : (C) ગામઠી, પંડ્યાની, ધૂળિયા


(7) અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું?

(A) વાલીઓ

(B) શિક્ષક

(C) શિક્ષણ સમિતિ

(D) શાળા-સંચાલક

જવાબ : (B) શિક્ષક


(8) પ્રાચીન ભારતના શિક્ષણ અંગેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી?

(A) શિક્ષણ મૌખિક હતું.

(B) શિક્ષણની શરૂઆત આંકથી કરવામાં આવતી હતી.

(C) વાલીઓ પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકોને વેતન આપતા હતા.

(D) શિક્ષણ પુસ્તક આધારિત હતું.

જવાબ : (D) શિક્ષણ પુસ્તક આધારિત હતું.


(9) ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી?

(A) અંગ્રેજોએ

(B) દેશી રાજાઓએ

(C) ભારતના સમાજસુધારકોએ

(D) ભારતના શિક્ષિતોએ

જવાબ : (A) અંગ્રેજોએ


(10) ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી?

(A) વિલિયમ કેરેએ

(B) માર્શમેને

(C) એલેકઝાન્ડર ડફે

(D) ચાર્લ્સ વુડે

જવાબ : (A) વિલિયમ કેરેએ


(11) ભારતમાં વિલિયમ કેરેએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સંસ્થા ક્યાં, ક્યારે શરૂ કરી?

(A) બહરામપુરમાં, ઈ. સ. 1768માં

(B) સિરામપુરમાં, ઈ. સ. 1789માં

(C) પુરલિયામાં, ઈ. સ. 1770માં

(D) મેદિનીપુરમાં, ઈ. સ. 1782માં

જવાબ : (B) સિરામપુરમાં, ઈ. સ. 1789માં


(12) ભારતમાં વિલિયમ કેરેએ કોલકાતા પાસે સિરામપુરમાં શરૂ કરેલી શિક્ષણ સંસ્થામાં કઈ કઈ ભાષાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું?

(A) સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિંદી

(B) સંસ્કૃત, હિંદી, ગુજરાતી, મરાઠી

(C) હિંદી, ગુજરાતી, બંગાળી, કન્નડ

(D) અંગ્રેજી, તેલુગુ, મલયાલમ, પંજાબી

જવાબ : (A) સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિંદી


(13) સિરામપુરમાં કન્યાશાળાની સ્થાપના કોણે કરી હતી?

(A) ચાર્લ્સ વુડે

(B) વિલિયમ કેરેએ

(C) મેકોલેએ

(D) માર્શમેને

જવાબ : (D) માર્શમેને


(14) ભારતમાં અંગ્રેજોએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની સૌપ્રથમ શરૂઆત કયા પ્રદેશમાં કરી હતી?

(A) ઉત્તર પ્રદેશમાં

(B) મહારાષ્ટ્રમાં

(C) બંગાળમાં

(D) મદ્રાસમાં

જવાબ : (C) બંગાળમાં


(15) કયા સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી?

(A) ઈ. સ. 1803ના

(B) ઈ. સ. 1807ના

(C) ઈ. સ. 1805ના

(D) ઈ. સ. 1813ના

જવાબ : (D) ઈ. સ. 1813ના


(16) કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી?

(A) રિચાર્ડસન્સ વુડે

(B) એલેકઝાન્ડર ડફે

(C) મેગલન મુરે

(D) ફાંન્સિસ માક્સે

જવાબ : (B) એલેકઝાન્ડર ડફે


(17) અંગ્રેજી કંપની કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવા અગ્રેસર થઈ?

(A) લૉર્ડ વિલિયમ બેન્ટિકના

(B) લૉર્ડ વિલિયમના

(C) લોર્ડ ડેલહાઉસીના

(D) લૉર્ડ વૉરન હેસ્ટિંગ્સના

જવાબ : (A) લૉર્ડ વિલિયમ બેન્ટિકના


(18) કયા સનદી ધારા અંતર્ગત ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી?

(A) ઈ. સ. 1803ના

(B) ઈ. સ. 1813ના

(C) ઈ. સ. 1833ના

(D) ઈ. સ. 1858ની

જવાબ : (C) ઈ. સ. 1833ના


(19) ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો?

(A) ઈ. સ. 1800થી

(B) ઈ. સ. 1803થી

(C) ઈ. સ. 1813થી

(D) ઈ. સ. 1835થી

જવાબ : (D) ઈ. સ. 1835થી


(20) ચાર્લ્સ વુડનો નીતિપત્ર-ખરીતો (વૂડ્સ ડિસ્પેચ) કઈ સાલમાં અમલમાં આવ્યો?

(A) ઈ. સ. 1835માં

(B) ઈ. સ. 1854માં

(C) ઈ. સ. 1862માં

(D) ઈ. સ. 1885માં

જવાબ : (B) ઈ. સ. 1854માં


(21) ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે?

(A) લૉર્ડ હાર્ડિજના

(B) લૉર્ડ રિપનના

(C) લૉર્ડ વિલિયમ બેન્ટિકના

(D) લૉર્ડ ડેલહાઉસીના

જવાબ : (C) લૉર્ડ વિલિયમ બેન્ટિકના


(22) મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ) અને ઉત્તર ભારતમાં અનુક્રમે કોના કોના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં વધારો થયો?

(A) એલ્ફિન્સ્ટન, મુનરો, થોમસન

(B) મુનરો, એલ્ફિન્સ્ટન, થોમસન

(C) થોમસન, મુનરો, એલ્ફિન્સ્ટન

(D) એલ્ફિન્સ્ટન, મેકોલે, મુનરો

જવાબ : (A) એલ્ફિન્સ્ટન, મુનરો, થોમસન


(23) ભારતમાં કયા કમિશને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આપવાની ભલામણ કરી?

(A) ઈ. સ. 1835ના મેકાલે કમિશને

(B) ઈ. સ. 1854ના થોમસન કમિશને

(C) ઈ. સ. 1882ના હન્ટર કમિશને

(D) ઈ. સ. 1882ના સેડલર કમિશને

જવાબ : (C) ઈ. સ. 1882ના હન્ટર કમિશને


(24) ભારતમાં કયા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરી?

(A) ઈ. સ. 1917ના સેડલર કમિશને

(B) ઈ. સ. 1935ના મેકોલે કમિશને

(C) ઈ. સ. 1854ના ચાર્લ્સ વુડના કમિશને

(D) ઈ. સ 1882ના હન્ટર કમિશને

જવાબ : (A) ઈ. સ. 1917ના સેડલર કમિશને


(25) ઈ. સ. 1912માં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું?

(A) રવીન્દ્રનાથ ટાગોર

(B) લોકમાન્ય ટિળકે

(C) ડૉ. એની બેસન્ટે

(D) ગોપાલકૃષ્ણ ગોખલેએ

જવાબ : (D) ગોપાલકૃષ્ણ ગોખલેએ


(26) કયા ગવર્નર જનરલે ઈ. સ. 1801માં કોલકાતામાં ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કરી?

(A) લૉર્ડ વેલેસ્લીએ

(B) લૉર્ડ ડેલહાઉસીએ

(C) લૉર્ડ વિલિયમ બેન્ટિકે

(D) લૉર્ડ વૉરન હેસ્ટિંગ્સે

જવાબ : (A) લૉર્ડ વેલેસ્લીએ


(27) લૉર્ડ વેલેસ્લીએ ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના ક્યાં કરી હતી?

(A) દિલ્લીમાં

(B) ચેન્નઈમાં

(C) મુંબઈમાં

(D) કોલકાતામાં

જવાબ : (D) કોલકાતામાં


(28) ઈ. સ. 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખરજીના પ્રયાસોથી હિંદુ કૉલેજની સ્થાપના ક્યાં થઈ?

(A) મુંબઈમાં

(B) કોલકાતામાં

(C) ચેન્નઈમાં

(D) બનારસમાં

જવાબ : (B) કોલકાતામાં


(29) કોલકાતામાં સ્થપાયેલી હિંદુ કૉલેજ ઈ. સ. 1855માં કઈ કૉલેજ તરીકે ઓળખાઈ?

(A) વૈદ્યનાથ હિંદુ કૉલેજ

(B) કોલકાતા હિંદુ કૉલેજ

(C) પ્રેસિડન્સી કૉલેજ

(D) એલ્ફિન્સ્ટન કૉલેજ

જવાબ : (C) પ્રેસિડન્સી કૉલેજ


(30) ઈ. સ. 1780માં કોલકાતા મદરેસા કૉલેજ (મુસ્લિમ કૉલેજ) ની સ્થાપના કોણે કરી હતી?

(A) માઉન્ટ બેટને

(B) વેલેસ્લીએ

(C) વિલિયમ બેન્ટિકે

(D) વૉરન હેસ્ટિંગ્સે

જવાબ : (D) વૉરન હેસ્ટિંગ્સે


(31) જોનાથ ડંકને ઈ. સ. 1791માં કઈ કોલેજની સ્થાપના કરી હતી?

(A) બનારસ હિંદુ કોલેજની

(B) અલીગઢ મુસ્લિમ કૉલેજની

(C) બનારસ સંસ્કૃત કૉલેજની

(D) દિલ્લી સંસ્કૃત કૉલેજની

જવાબ : (C) બનારસ સંસ્કૃત કૉલેજની


(32) કયા ખરીતાને કારણે દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક કરવામાં આવી તેમજ અલગ શિક્ષણખાતું શરૂ થયું?

(A) ઈ. સ. 1854ના મેકોલના ખરીતાને કારણે

(B) ઈ. સ. 1854ના વુડના ખરીતાને કારણે

(C) ઈ. સ. 1868ના હન્ટર ખરીતાને કારણે

(D) ઈ. સ. 1885ના સેડલર ખરીતાને કારણે

જવાબ : (B) ઈ. સ. 1854ના વુડના ખરીતાને કારણે


(33) નીચેના પૈકી કયા શહેરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ નહોતી?

(A) કોલકાતામાં

(B) મુંબઈમાં

(C) અમદાવાદમાં

(D) મદ્રાસ(ચેન્નઈ)માં

જવાબ : (C) અમદાવાદમાં


(34) કોલકાતા, મુંબઈ અને મદ્રાસ(ચેન્નઈ)માં કઈ યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીઓ સ્થપાઈ?

(A) લંડન

(B) કેમ્બ્રિજ

(C) ડબ્લિન

(D) ગ્લાસગો

જવાબ : (A) લંડન


(35) પંજાબ અને અલાહાબાદમાં યુનિવર્સિટીઓની સ્થાપના ક્યારે થઈ?

(A) ઈ. સ. 1858માં

(B) ઈ. સ. 1876માં

(C) ઈ. સ. 1868માં

(D) ઈ. સ. 1882માં

જવાબ : (D) ઈ. સ. 1882માં


(36) કયા ગવર્નર જનરલે યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો?

(A) લૉર્ડ કર્ઝને

(B) લૉર્ડ હાર્ડિજે

(C) લૉર્ડ રિપને

(D) લૉર્ડ કેનિંગે

જવાબ : (A) લૉર્ડ કર્ઝને


(37) ઈ. સ. 1916માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી?

(A) અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

(B) બનારસ હિંદુ યુનિવર્સિટી

(C) દિલ્લી યુનિવર્સિટી

(D) શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી

જવાબ : (B) બનારસ હિંદુ યુનિવર્સિટી


(38) ઈ. સ. 1920માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી?

(A) જામિયા મિલિયા યુનિવર્સિટી

(B) શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી

(C) પંજાબ શીખ યુનિવર્સિટી

(D) બનારસ હિંદુ યુનિવર્સિટી

જવાબ : (A) જામિયા મિલિયા યુનિવર્સિટી


(39) ઈ. સ. 1922માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી?

(A) ગુરુદેવ ટાગોર યુનિવર્સિટી

(B) બનારસ હિંદુ યુનિવર્સિટી

(C) અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

(D) શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી

જવાબ : (D) શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી


(40) ઈ. સ. 1946માં ભારતમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી?

(A) 28

(B) 20

(C) 16

(D) 18

જવાબ : (C) 16


(41) ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ'ની સ્થાપના ક્યાં થયેલી છે?

(A) દિલ્લીમાં

(B) બેંગલુરુમાં

(C) હૈદરાબાદમાં

(D) કોલકાતામાં

જવાબ : (B) બેંગલુરુમાં


(42) ‘બોઝ સંશોધન કેન્દ્ર’ ક્યાં આવેલું છે?

(A) કોલકાતામાં

(B) ચેન્નઈમાં

(C) દિલ્લીમાં

(D) મુંબઈમાં

જવાબ : (A) કોલકાતામાં


(43) ‘ખેતીવાડી કેન્દ્ર’ ક્યાં આવેલું છે?

(A) આણંદમાં

(B) રૂડકીમાં

(C) દિલ્લીમાં

(D) અમૃતસરમાં

જવાબ : (C) દિલ્લીમાં


(44) ‘ઇજનેરી વિદ્યા’ ને લગતું કેન્દ્ર ક્યાં સ્થપાયેલું છે?

(A) દેહરાદૂનમાં

(B) રૂડકીમાં

(C) જમશેદપુરમાં

(D) નાગપુરમાં

જવાબ : (B) રૂડકીમાં


(45) ‘ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં સ્થપાઈ હતી?

(A) પૂના(પુણે)માં

(B) મુંબઈમાં

(C) બેંગલુરુમાં

(D) નાગપુરમાં

જવાબ : (A) પૂના(પુણે)માં


(46) ભારતમાં 19મી સદીમાં સ્ત્રી-શિક્ષણ માટે કોણે કોણે હિમાયત કરી હતી?

(A) રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે

(B) રામકૃષ્ણ ભાંડારકરે અને મહર્ષિ કર્વેએ

(C) રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતીએ

(D) કેશવચંદ્ર સેન અને ડૉ. આત્મારામ પાંડુરંગે

જવાબ : (C) રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતીએ


(47) ઈ. સ. 1849માં હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે કોણે કરી હતી?

(A) રામકૃષ્ણ ભાંડારકર અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે

(B) દયાનંદ સરસ્વતી અને કેશવચંદ્ર સેને

(C) દેવેન્દ્રનાથ ટાગોર અને બેથુને

(D) બેથુન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે

જવાબ : (D) બેથુન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે


(48) ઈ. સ. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં કેટલી કન્યાશાળાઓ હતી?

(A) 1820

(B) 1962

(C) 1640

(D) 2160

જવાબ : (C) 1640


(49) બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળાઓમાં જતી હતી?

(A) 4.89 %

(B) 5.72 %

(C) 6.22 %

(D) 8.40 %

જવાબ : (A) 4.89 %


(50) બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી?

(A) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે

(B) રાજા રામમોહનરાયે

(C) દયાનંદ સરસ્વતીએ

(D) મહાદેવ ગોવિંદ રાનડેએ

જવાબ : (B) રાજા રામમોહનરાયે


(51) ઈ. સ. 1828માં રાજા રામમોહનરાયે ક્યા સમાજની સ્થાપના કરી હતી?

(A) સત્યશોધક સમાજની

(B) પ્રાર્થના સમાજની

(C) થિયોસોફિકલ સમાજની

(D) બ્રહ્મોસમાજની

જવાબ : (D) બ્રહ્મોસમાજની


(52) ઈ. સ. 1916માં મહર્ષિ કર્વેએ સ્ત્રીઓ માટે સ્થાપેલી અલગ યુનિવર્સિટી આજે કયા નામે ઓળખાય છે?

(A) એન.એસ.ડી.ટી. યુનિવર્સિટી

(B) એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી

(C) એસ.એમ.ડી.ટી. યુનિવર્સિટી

(D) એસ.કે.એલ.ટી. યુનિવર્સિટી

જવાબ : (B) એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી


(53) ઈ. સ. 1850માં અમદાવાદમાં ‘છોડીઓની નિશાળ' નામની કન્યાશાળા કોણે સ્થાપી હતી?

(A) હરકુંવર શેઠાણીએ

(B) રણછોડલાલ રેંટિયાવાળાએ

(C) વિદ્યાગૌરી નીલકંઠે

(D) ભક્તિબા દેસાઈએ

જવાબ : (A) હરકુંવર શેઠાણીએ


(54) દયાનંદ સરસ્વતીએ ‘દયાનંદ એંગ્લો વૈદિક કૉલેજ' ની સ્થાપના ક્યાં કરી હતી?

(A) લાહોરમાં

(B) હરદ્વારમાં

(C) વડોદરામાં

(D) મથુરામાં

જવાબ : (A) લાહોરમાં


(55) ઈ. સ. 1902માં કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી?

(A) સ્વામી વિવેકાનંદ

(B) નારાયણ ગુરુએ

(C) સ્વામી રામકૃષ્ણે

(D) સ્વામી શ્રદ્ધાનંદે

જવાબ : (D) સ્વામી શ્રદ્ધાનંદે


(56) મહારાજા સયાજીરાવ ગાયકવાડે કઈ સાલમાં પોતાના રાજ્ય વડોદરામાં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી?

(A) ઈ. સ. 1895માં

(B) ઈ. સ. 1898માં

(C) ઈ. સ. 1901માં

(D) ઈ. સ. 1910માં

જવાબ : (C) ઈ. સ. 1901માં


(57) 19મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલમાં કન્યાવિદ્યાલયોની સ્થાપના કોણે કરી હતી?

(A) મહારાજા સયાજીરાવ ગાયકવાડે

(B) મહારાજા ભગવતસિંહજીએ

(C) મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ

(D) મહારાજા સૂરજમલ સિંહજીએ

જવાબ : (B) મહારાજા ભગવતસિંહજીએ


(58) મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે?

(A) પુણે શિક્ષણ યોજના

(B) કોબા શિક્ષણ યોજના

(C) પોરબંદર શિક્ષણ યોજના

(D) વર્ધા શિક્ષણ યોજના

જવાબ : (D) વર્ધા શિક્ષણ યોજના


(59) મહાત્મા ગાંધીએ કોના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી?

(A) ડૉ. ઝાકીર હુસેનના

(B) ડૉ. રાજેન્દ્રપ્રસાદના

(C) ડૉ. રાધાકૃષ્ણન્ના

(D) ડૉ. વી. વી. ગીરીના

જવાબ : (A) ડૉ. ઝાકીર હુસેનના


(60) મહાત્મા ગાંધીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ?

(A) 6 વર્ષનો

(B) 7 વર્ષનો

(C) 5 વર્ષનો

(D) 8 વર્ષનો

જવાબ : (B) 7 વર્ષનો


(61) મહાત્મા ગાંધી પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવાના હિમાયતી હતા?

(A) રાષ્ટ્રભાષામાં

(B) અંગ્રેજીમાં

(C) માતૃભાષામાં

(D) A અને B બંને

જવાબ : (C) માતૃભાષામાં


(62) ઈ. સ. 1920માં અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની અને જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હશે?

(A) વલ્લભભાઈ પટેલે

(B) રવિશંકર મહારાજે

(C) મહાત્મા ગાંધીએ

(D) અમૃતલાલ ઠક્કરે

જવાબ : (C) મહાત્મા ગાંધીએ


(63) નીચેના પૈકી કયા સાહિત્યકાર પ્રખર પ્રકૃતિવાદી હતા?

(A) રવીન્દ્રનાથ ટાગોર

(B) શરદચંદ્ર

(C) ઉમાશંકર જોષી

(D) મુનશી પ્રેમચંદ

જવાબ : (A) રવીન્દ્રનાથ ટાગોર


(64) ઈ. સ. 1901માં ‘શાંતિનિકેતન' સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?

(A) દેવેન્દ્રનાથ ટાગોરે

(B) નરેન્દ્રનાથ ટાગોરે

(C) રવીન્દ્રનાથ ટાગોર

(D) સુરેન્દ્રનાથ ટાગોર

જવાબ : (C) રવીન્દ્રનાથ ટાગોર


(65) ભારતમાં કઈ સદીને નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે?

(A) 16મી

(B) 17મી

(C) 18મી

(D) 19મી

જવાબ : (D) 19મી


(66) ઈ. સ. 1815માં રાજા રામમોહનરાયે કઈ સંસ્થા સ્થાપી હતી?

(A) આર્યસમાજ

(B) બ્રહ્મોસમાજ

(C) પ્રાર્થના સમાજ

(D) આત્મીય સભા

જવાબ : (D) આત્મીય સભા


(67) રાજા રામમોહનરાયે કયા સામયિક દ્વારા બંગાળમાં સતીપ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી?

(A) ગૃહલક્ષ્મી

(B) સંવાદ કૌમુદી

(C) જાગરણ કૌમુદી

(D) સોમપ્રકાશ

જવાબ : (B) સંવાદ કૌમુદી


(68) કયા ગવર્નર જનરલે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો હતો?

(A) લૉર્ડ કર્ઝને

(B) લૉર્ડ વિલિયમ બેન્ટિકે

(C) લૉર્ડ રિપને

(D) લૉર્ડ વેલેસ્લીએ

જવાબ : (B) લૉર્ડ વિલિયમ બેન્ટિકે


(69) કોના પ્રયત્નોથી ઈ. સ. 1839માં ‘નરબલિ પ્રથા' અને ‘બાળકીને દૂધપીતી કરવાની પ્રથા' વિરુદ્ધ કાયદા ઘડવામાં આવ્યા?

(A) બ્રહ્મોસમાજના

(B) આર્યસમાજના

(C) સત્યશોધક સમાજના

(D) પ્રાર્થના સમાજના

જવાબ : (A) બ્રહ્મોસમાજના


(70) કયા સમાજસુધારકે પોતાના સામયિક 'સોમપ્રકાશ' દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી?

(A) મહાદેવ ગોવિંદ રાનડેએ

(B) દયાનંદ સરસ્વતીએ

(C) કેશવચંદ્ર સેને

(D) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે

જવાબ : (D) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે


(71) કયા ગવર્નર જનરલે વિધવા પુનઃલગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું?

(A) લૉર્ડ વેલેસ્લીએ

(B) લૉર્ડ વિલિયમ બેન્ટિકે

(C) લૉર્ડ ડેલહાઉસી

(D) લૉર્ડ રિપને

જવાબ : (C) લૉર્ડ ડેલહાઉસી


(72) ઈ. સ. 1870માં કયા મહાન બ્રહ્મોસમાજીએ બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી?

(A) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે

(B) કેશવચંદ્ર સેને

(C) દયાનંદ સરસ્વતીએ

(D) મહાદેવ ગોવિંદ રાનડેએ

જવાબ : (B) કેશવચંદ્ર સેને


(73) કોના પ્રયત્નોથી ઈ. સ. 1872માં ‘લગ્નવય સંમતિ ધારો' પસાર થયો?

(A) કેશવચંદ્ર સેનના

(B) એની બેસન્ટના

(C) ડૉ. ભીમરાવ આંબેડકરના

(D) બહેરામજી મલબારીના

જવાબ : (A) કેશવચંદ્ર સેનના


(74) ‘લગ્નવય સંમતિ ધારા' અન્વયે છોકરા કે છોકરીનાં લગ્ન માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી?

(A) 16

(B) 15

(C) 14

(D) 12

જવાબ : (D) 12


(75) ભારતમાંથી અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવાનો પાયાનો વિચાર કોણે કર્યો હતો?

(A) સયાજીરાવ ગાયકવાડે

(B) મહાત્મા ગાંધીએ

(C) ડૉ. આંબેડકરે

(D) અમૃતલાલ ઠક્કરે

જવાબ : (B) મહાત્મા ગાંધીએ


(76) અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો અપાવવા કોણે આજીવન સંઘર્ષ કર્યો હતો?

(A) મામાસાહેબ ફડકેએ

(B) મહાત્મા ગાંધીએ

(C) ડૉ. ભીમરાવ આંબેડકરે

(D) અમૃતલાલ ઠક્કરે

જવાબ : (C) ડૉ. ભીમરાવ આંબેડકરે


(77) ગોધરામાં અનુસૂચિત જાતિનાં બાળકો માટે કોણે શાળા સ્થાપી હતી?

(A) મામાસાહેબ ફડકેએ

(B) ઠક્કરબાપાએ

(C) પરીક્ષિતલાલ મજમુદારે

(D) સયાજીરાવ ગાયકવાડે

જવાબ : (A) મામાસાહેબ ફડકેએ


(78) અનુસૂચિત જાતિનાં બાળકો માટે શાળાઓ અને છાત્રાલયો સ્થાપી તેમના શૈક્ષણિક વિકાસનાં દ્વાર કોણે ખોલ્યાં હતાં?

(A) મામાસાહેબ ફડકેએ

(B) જુગતરામ દવેએ

(C) અમૃતલાલ ઠક્કરે

(D) પરીક્ષિતલાલ મજમુદારે

જવાબ : (D) પરીક્ષિતલાલ મજમુદારે


(79) આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રમો સ્થાપ્યા હતા?

(A) ઠક્કરબાપાએ

(B) મામાસાહેબ ફડકેએ

(C) વિનોબા ભાવેએ

(D) નારાયણ ગુરુએ

જવાબ : (A) ઠક્કરબાપાએ


(80) “ઈ. સ. 1854ના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ.” આવું કોણે જાહેર કર્યું હતું?

(A) લૉર્ડ કેનિંગે

(B) લૉર્ડ રિપને

(C) લૉર્ડ કર્ઝને

(D) લૉર્ડ ડેલહાઉસીએ

જવાબ : (D) લૉર્ડ ડેલહાઉસીએ


(81) નીચેના પૈકી કયા સમાજસુધારકોએ વિધવાઓના પુનર્લગ્ન માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા?

(A) રાજા રામમોહનરાય અને બહેરામજી મલબારીએ

(B) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને સ્વામી વિરજાનંદે

(C) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને એની બેસન્ટે

(D) રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે

જવાબ : (D) રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે


(82) મહારાષ્ટ્રમાં વિધવા પુનર્લગ્ન માટે અને બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવનાર સમાજસુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહિ?

(A) બાળગંગાધર ટિળકનો

(B) મહાદેવ ગોવિંદ રાનડેનો

(C) ગોપાલકૃષ્ણ ગોખલેનો

(D) જ્યોતિરાવ ફૂલેનો

જવાબ : (A) બાળગંગાધર ટિળકનો


(83) ઈ. સ. 1844માં સુરતમાં માનવધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી?

(A) જુગતરામ દવેએ

(B) વીર નર્મદ

(C) દુર્ગારામ મહેતાજીએ

(D) દલપતરામ

જવાબ : (C) દુર્ગારામ મહેતાજીએ


(84) ગુજરાતના મહાન સમાજસુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહિ?

(A) ડી. કે. કર્વેનો

(B) નર્મદનો

(C) મહિપતરામ રૂપરામ મહેતાનો

(D) દલપતરામનો

જવાબ : (A) ડી. કે. કર્વેનો


(85) ગુજરાતના કયા સમાજસુધારકે વિધવા સાથે લગ્ન કર્યું હતું?

(A) દલપતરામે

(B) શ્રીચંદ્ર વિદ્યારત્ને

(C) વીર નર્મદે

(D) દુર્ગારામ મહેતાજીએ

જવાબ : (C) વીર નર્મદે


(86) સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું?

(A) વિશ્વનાથ દત્ત

(B) સુધેન્દુ દત્ત

(C) નરેન્દ્રનાથ દત્ત

(D) રવીન્દ્રનાથ દત્ત

જવાબ : (C) નરેન્દ્રનાથ દત્ત


(87) સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો?

(A) 16 માર્ચ, 1852ના રોજ

(B) 24 નવેમ્બર, 1856ના રોજ

(C) 31 ડિસેમ્બર, 1860ના રોજ

(D) 12 જાન્યુઆરી, 1863ના રોજ

જવાબ : (D) 12 જાન્યુઆરી, 1863ના રોજ


(88) સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ. ના ક્યા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો હતો?

(A) શિકાગોમાં

(B) ન્યૂ યૉર્કમાં

(C) બોસ્ટનમાં

(D) વૉશિંગ્ટન(ડી.સી.)માં

જવાબ : (A) શિકાગોમાં


(89) સ્વામી વિવેકાનંદ કહેતા કે..........

(A) “પહેલાં શ્રમ પછી ભોજન”

(B) “પહેલાં અન્ન પછી ધર્મ”

(C) “પહેલાં દાન પછી ધર્મ”

(D) “પહેલાં ઈશ્વર-દર્શન પછી પૂજા”

જવાબ : (B) “પહેલાં અન્ન પછી ધર્મ”


(90) ઈ. સ. 1854માં અમલમાં આવેલો ચાર્લ્સ વુડનો ખરીતો શેની સાથે સંબંધ ધરાવતો હતો?

(A) ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવી.

(B) માતૃભાષામાં શિક્ષણ આપવું.

(C) ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવી.

(D) (A) અને (C) બંને

જવાબ : (D) (A) અને (C) બંને


(91) મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ હતી………

(A) ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

(B) જામિયા-મિલિયા-ઇસ્લામિયા, દિલ્લી

(C) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય, વારાણસી

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(92) ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે?

(A) દયાનંદ સરસ્વતીને

(B) રવીન્દ્રનાથ ટાગોરને

(C) રાજા રામમોહનરાયને

(D) સ્વામી વિવેકાનંદને

જવાબ : (C) રાજા રામમોહનરાયને


(93) રવીન્દ્રનાથ ટાગોરને તેમની કઈ કો માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો?

(A) ગીતાંજલિ

(B) ગોરા

(C) ઘરે બાહિરે

(D) ચોખેરબાની

જવાબ : (A) ગીતાંજલિ


(94) કન્યાના લગ્નની વય નક્કી કરવા કાયદાઓ કયા કયા હતા?

(A) બ્રહ્મવિવાહ નિયમ

(B) વય સંમિત ધારો

(C) શારદા અધિનિયમ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(95) ઈ. સ. 1817માં કોલકાતામાં સ્થપાયેલી હિંદુ કૉલેજમાં કયો વિષય શીખવવામાં નહોતો આવતો?

(A) અંગ્રેજી

(B) ગણિત

(C) ખગોળશાસ્ત્ર

(D) અર્થશાસ્ત્ર

જવાબ : (D) અર્થશાસ્ત્ર


(96) નીચે આપેલું વ્યક્તિ ચિત્ર કયા સમાજસુધારકનું છે?

Std 8 Social Science Ch 5 Mcq Gujarati

(A) નર્મદનું

(B) દયાનંદ સરસ્વતીનું

(C) રાજા રામમોહનરાયનું

(D) કેશવચંદ્ર સેનનું

જવાબ : (C) રાજા રામમોહનરાયનું


(97) રાહુલને ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહિ કરે?

(A) પૂર્ણિમાબહેન પકવાસાનો

(B) જુગતરામ દવેનો

(C) દુર્ગારામ મહેતાનો

(D) ઠક્કરબાપાનો

જવાબ : (C) દુર્ગારામ મહેતાનો


(98) અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે?

(A) વિષયવાર પાઠ્યપુસ્તકો

(B) મૌખિક શિક્ષણ

(C) તાલીમ પામેલ શિક્ષકો

(D) દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ

જવાબ : (B) મૌખિક શિક્ષણ


(99) ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો?

(A) અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા

(B) અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો

(C) ખેતીનો વિકાસ

(D) કન્યાશિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ

જવાબ : (A) અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા


(100) ‘ઇજનેરી વિદ્યા’ ને લગતું કેન્દ્ર ક્યાં સ્થપાયેલું છે?

(A) દેહરાદૂનમાં

(B) રૂડકીમાં

(C) જમશેદપુરમાં        

(D) નાગપુરમાં

જવાબ : (B) રૂડકીમાં