ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 8 MCQ

GIRISH BHARADA
Std 8 Social Science Ch 8 Mcq Gujarati

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 8. સ્વતંત્રતા પછીનું ભારત

MCQ : 45


(1) બ્રિટિશ પાર્લમેન્ટે હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો?

(A) જૂન, 1946માં

(B) જુલાઈ, 1947માં

(C) જાન્યુઆરી, 1947માં

(D) માર્ચ, 1947માં

જવાબ : (B) જુલાઈ, 1947માં


(2) અખંડ હિંદુસ્તાનના ભાગલા થતાં પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા?

(A) 20 લાખ

(B) 40 લાખ

(C) 60 લાખ

(D) 80 લાખ

જવાબ : (D) 80 લાખ


(3) ભારતદેશ સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાનાં-મોટાં કેટલાં દેશી રાજ્યો હતાં?

(A) 562

(B) 582

(C) 620

(D) 762

જવાબ : (A) 562


(4) સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?

(A) સુભાષચંદ્ર બોઝની

(B) વડોદરાના ગાયકવાડની

(C) સરદાર વલ્લભભાઈ પટેલની

(D) જવાહરલાલ નેહરુની

જવાબ : (C) સરદાર વલ્લભભાઈ પટેલની


(5) સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કયા સચિવની મદદથી હૈદરાબાદ, જૂનાગઢ અને કશ્મીર સિવાયનાં બધાં જ રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કર્યું?

(A) વી. પી. મેનનની

(B) રતુભાઈ અદાણીની

(C) કનૈયાલાલ મુનશીની

(D) અરુણા આસફઅલીની

જવાબ : (A) વી. પી. મેનનની


(6) હૈદરાબાદને ભારતસંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?

(A) કનૈયાલાલ મુનશીએ

(B) લાલબહાદુર શાસ્ત્રીએ

(C) જયપ્રકાશ નારાયણે

(D) વી. પી. મેનને

જવાબ : (A) કનૈયાલાલ મુનશીએ


(7) ‘આરઝી હકૂમત' ની સ્થાપના કોણે કરી હતી?

(A) શામળદાસ ગાંધીએ

(B) ભારત સરકારે

(C) જૂનાગઢના નાગરિકોએ          

(D) રતુભાઈ અદાણીએ

જવાબ : (C) જૂનાગઢના નાગરિકોએ


(8) જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં ‘આરઝી હકૂમત' ની સ્થાપના કરી હતી?

(A) રાજકોટમાં

(B) અમદાવાદમાં

(C) મુંબઈમાં

(D) જૂનાગઢમાં

જવાબ : (C) મુંબઈમાં


(9) ભારત સરકારે જૂનાગઢનું ભારતસંઘ સાથે કેવી રીતે જોડાણ કર્યું?

(A) લોકમત લઈને

(B) પોલીસ પગલું ભરીને

(C) લાલચ આપીને

(D) સમજાવટથી

જવાબ : (A) લોકમત લઈને


(10) ભારત આઝાદ થયું ત્યારે કશ્મીરના મહારાજા કોણ હતા?

(A) માધોસિંહ રાઠોડ

(B) હરિસિંહ ડોગરા

(C) જયસિંહ સોલંકી

(D) માણેકરાવ દોગડા

જવાબ : (B) હરિસિંહ ડોગરા


(11) પાકિસ્તાને કબજે કરેલો કશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી?

(A) સોવિયેત સરકાર સમક્ષ

(B) અમેરિકન સરકાર સમક્ષ

(C) સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ

(D) સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા સમક્ષ

જવાબ : (C) સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ


(12) ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં શાના ધોરણે રાજ્યોની રચનાની માગ ઊભી થઈ હતી?

(A) ભાષાના ધોરણે

(B) જાતિના ધોરણે

(C) આર્થિક વિકાસના ધોરણે

(D) વિસ્તારના ધોરણે

જવાબ : (A) ભાષાના ધોરણે


(13) ઈ. સ. 1953માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?

(A) તેલંગણાની

(B) કર્ણાટકની

(C) છત્તીસગઢની

(D) આંધ્રપ્રદેશની

જવાબ : (D) આંધ્રપ્રદેશની


(14) રાજ્ય પુનઃરચના પંચના અહેવાલનો ક્યારે અમલ કરવામાં આવ્યો?

(A) 1 જાન્યુઆરી, 1955ના રોજ

(B) 20 માર્ચ, 1956ના રોજ

(C) 15 ઑગસ્ટ, 1956ના રોજ

(D) 1 નવેમ્બર, 1956ના રોજ

જવાબ : (D) 1 નવેમ્બર, 1956ના રોજ


(15) રાજ્યોની પુનઃરચનાના કાયદા મુજબ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?

(A) 21 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોની

(B) 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની

(C) 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની

(D) 12 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની

જવાબ : (B) 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની


(16) ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?

(A) 1 મે, 1960ના રોજ

(B) 1 માર્ચ, 1958ના રોજ

(C) 10 જાન્યુઆરી, 1961 ના રોજ

(D) 31 ઑગસ્ટ, 1960ના રોજ

જવાબ : (A) 1 મે, 1960ના રોજ


(17) ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના વરદ હસ્તે થયું હતું?

(A) રતુભાઈ અદાણીના

(B) બાબુભાઈ પટેલના

(C) રવિશંકર મહારાજના

(D) ઘનશ્યામભાઈ ઓઝાના

જવાબ : (C) રવિશંકર મહારાજના


(18) ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?

(A) શ્રી નિત્યાનંદ કાનૂનગો

(B) ડૉ. શ્રીમન્નારાયણ

(C) શ્રી પી. એન. ભગવતી

(D) શ્રી મહેંદી નવાઝ જંગ

જવાબ : (D) શ્રી મહેંદી નવાઝ જંગ


(19) ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

(A) શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ

(B) ડૉ. જીવરાજ મહેતા

(C) શ્રી ઘનશ્યામભાઈ ઓઝા

(D) શ્રી બળવંતરાય મહેતા

જવાબ : (B) ડૉ. જીવરાજ મહેતા


(20) ઈ. સ. 2000માં મધ્ય પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?

(A) છત્તીસગઢની

(B) ઝારખંડની

(C) આંધ્ર પ્રદેશની

(D) ઉત્તરાખંડની

જવાબ : (A) છત્તીસગઢની


(21) ઈ. સ. 2000માં ઉત્તર પ્રદેશમાંથી ક્યા નવા રાજ્યની રચના કરવામાં આવી?

(A) ઝારખંડની

(B) છત્તીસગઢની

(C) ઉત્તરાખંડની

(D) તેલંગણાની

જવાબ : (C) ઉત્તરાખંડની


(22) ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું?

(A) તેલંગણા

(B) છત્તીસગઢ

(C) ઝારખંડ

(D) ઉત્તરાખંડ

જવાબ : (A) તેલંગણા


(23) જમ્મુ અને કશ્મીર તેમજ લદાખને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે ક્યારથી દરજ્જો પ્રાપ્ત થયેલ છે?

(A) જાન્યુઆરી, 2018થી

(B) નવેમ્બર, 2017થી

(C) ઑક્ટોબર, 2019થી

(D) ડિસેમ્બર, 2020થી

જવાબ : (C) ઑક્ટોબર, 2019થી


(24) હાલમાં (ઈ. સ. 2021) ભારતસંઘમાં કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે?

(A) 27 અને 6

(B) 28 અને 8

(C) 28 અને 7

(D) 29 અને 7

જવાબ : (B) 28 અને 8


(25) ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું?

(A) 15 ઑગસ્ટ, 1947ના રોજ

(B) 10 નવેમ્બર, 1950ના રોજ

(C) 26 જાન્યુઆરી, 1950ના રોજ

(D) 1 માર્ચ, 1951ના રોજ

જવાબ : (C) 26 જાન્યુઆરી, 1950ના રોજ


(26) પુદુચ્ચેરીમાં લોકોએ ફ્રેન્ચ સરકારને શેનું એલાન આપ્યું?

(A) ‘પુદુચ્ચેરી છોડો'નું

(B) ‘ભારત છોડો'નું

(C) ‘યનામ છોડો'નું         

(D) ‘શરણાગતિ સ્વીકારો'નું

જવાબ : (B) ‘ભારત છોડો'નું


(27) ફ્રાન્સે વસાહતો ભારત સરકારને સુપ્રત કરી ભારતમાંથી ક્યારે વિદાય લીધી?

(A) 13 માર્ચ, 1953ના રોજ

(B) 13 ઑક્ટોબર, 1954ના રોજ

(C) 28 ઑગસ્ટ, 1955ના રોજ

(D) 31 ડિસેમ્બર, 1954ના રોજ

જવાબ : (B) 13 ઑક્ટોબર, 1954ના રોજ


(28) ગોવાના લોકોએ ગોવાને ભારતસંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી?

(A) ‘ઑપરેશન વિજય’ની

(B) ‘ભારત છોડો' આંદોલનની

(C) ‘ગોવા મુક્તિ આંદોલન'ની.

(D) સત્યાગ્રહની

જવાબ : (C) ‘ગોવા મુક્તિ આંદોલન'ની


(29) ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીની આગેવાની નીચે કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી?

(A) ‘ગોવા છોડો' આંદોલનની

(B) ‘ગોવા વિજય’ની

(C) ‘ભારત વિજય’ની

(D) ‘ઑપરેશન વિજય'ની

જવાબ : (D) ‘ઑપરેશન વિજય'ની


(30) ભારત સરકારે આયોજનપંચનો પ્રારંભ ક્યારે કર્યો?

(A) ઈ. સ. 1948માં

(B) ઈ. સ. 1949માં

(C) ઈ. સ. 1950માં

(D) ઈ. સ. 1951માં

જવાબ : (C) ઈ. સ. 1950માં


(31) ભારત સરકારનું આયોજનપંચ આજે કયા નામે ઓળખાય છે?

(A) ‘વિકાસઆયોગ'ના નામે

(B) ‘ભારતઆયોગ'ના નામે

(C) નીતિ આયોગ'ના નામે

(D) ‘રાષ્ટ્રીય આયોગ'ના નામે

જવાબ : (C) નીતિ આયોગ'ના નામે


(32) ‘નીતિઆયોગ'ના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે?

(A) રાષ્ટ્રપ્રમુખ

(B) ઉપરાષ્ટ્રપ્રમુખ

(C) વડા પ્રધાન

(D) નાણાંમંત્રી

જવાબ : (C) વડા પ્રધાન


(33) પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી?

(A) ઈ. સ. 1950થી 1955

(B) ઈ. સ. 1952થી 1957

(C) ઈ. સ. 1960થી 1965

(D) ઈ. સ. 1951થી 1956

જવાબ : (D) ઈ. સ. 1951થી 1956


(34) પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાઈ છે?

(A) શ્વેત ક્રાંતિ

(B) હરિયાળી ક્રાંતિ

(C) પીળી ક્રાંતિ

(D) લાલ ક્રાંતિ

જવાબ : (B) હરિયાળી ક્રાંતિ


(35) ક્યા દિવસને ‘વિશ્વ યોગદિન' તરીકે ઊજવવામાં આવે છે?

(A) 5 જાન્યુઆરીના દિવસને

(B) 12 માર્ચના દિવસને

(C) 21 નવેમ્બરના દિવસને

(D) 21 જૂનના દિવસને

જવાબ : (D) 21 જૂનના દિવસને


(36) આઝાદી પ્રાપ્ત થતાં ભાવનગરના ક્યા મહારાજાએ ભાવનગરમાં ‘જવાબદાર સરકાર'નો શુભ આરંભ કર્યો?

(A) ભગવતસિંહજીએ

(B) કૃષ્ણકુમારસિંહે

(C) ભાવસિંહજીએ

(D) કીર્તિકુમારસિંહે

જવાબ : (B) કૃષ્ણકુમારસિંહે


(37) ઈ. સ. 2000માં કયા રાજ્યમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી?

(A) બિહારમાંથી

(B) મધ્ય પ્રદેશમાંથી

(C) ઉત્તર પ્રદેશમાંથી

(D) ઓડિશામાંથી

જવાબ : (A) બિહારમાંથી


(38) પૂર્વોત્તર ભારતમાં રચાયેલાં રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે?

(A) ‘ગિરિબહેનો’

(B) ‘ગિરિવૃંદો’

(C) ‘સેવન સિસ્ટર્સ’

(D) ‘સપ્તક રાજ્યો’

જવાબ : (C) ‘સેવન સિસ્ટર્સ’


(39) GSLV એટલે.........

(A) જિયોગ્રાફિકલ સેટેલાઇટ લાઇટ વ્હીકલ

(B) ઝીયોસિન્ક્રોનાસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ

(C) જિઓસ્પેસિફિક સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ

(D) જિઓસ્ટેટિક લાઇટ વ્હીકલ

જવાબ : (B) ઝીયોસિન્ક્રોનાસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ


(40) વિશ્વ-યોગ દિવસની ઉજવણીનો નિર્ણય કરનાર સંસ્થા છે......

(A) કૉમનવેલ્થ રાષ્ટ્રો

(B) ભારતીય યોગવિદ્યા કેન્દ્ર

(C) યુનાઇટેડ નૅશન્સ (UN)

(D) ભારતીય સંસ્કૃતિ ભવન

જવાબ : (C) યુનાઇટેડ નૅશન્સ (UN)


(41) બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું હતું?

(A) 26 જાન્યુઆરી, 1950ના રોજ

(B) 15 ઑગસ્ટ, 1947ના રોજ

(C) 26 જુલાઈ, 1948ના રોજ

(D) 26 નવેમ્બર, 1950ના રોજ

જવાબ : (A) 26 જાન્યુઆરી, 1950ના રોજ


(42) ગોવા મુક્તિ આંદોલન સંબંધિત છે..........

(A) ભારતમાં અંગ્રેજી શાસનને સમાપ્ત કરવા માટે

(B) ભારતમાંથી પોર્ટુગલ સંસ્થાનો દૂર કરવા માટે

(C) ભારતમાંથી ફ્રાન્સિસી સંસ્થાનો દૂર કરવા માટે

(D) ભારતમાંથી ડચ સંસ્થાનો દૂર કરવા માટે

જવાબ : (B) ભારતમાંથી પોર્ટુગલ સંસ્થાનો દૂર કરવા માટે


(43) ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

(A) ડૉ. જીવરાજ મહેતા

(B) બળવંતરાય મહેતા

(C) ઢેબરભાઈ

(D) મોરારજી દેસાઈ

જવાબ : (A) ડૉ. જીવરાજ મહેતા


(44) બ્રિટિશ પાર્લમેન્ટે હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો?

(A) જૂન, 1946માં

(B) જુલાઈ, 1947માં

(C) જાન્યુઆરી, 1947માં

(D) માર્ચ, 1947માં

જવાબ : (B) જુલાઈ, 1947માં


(45) અખંડ હિંદુસ્તાનના ભાગલા થતાં પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા?

(A) 20 લાખ

(B) 40 લાખ

(C) 60 લાખ

(D) 80 લાખ

જવાબ : (D) 80 લાખ