ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 18 MCQ

GIRISH BHARADA
Std 8 Social Science Ch 18 Mcq Gujarati

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 18. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા

MCQ : 25


(1) નીચેના પૈકી કયો વિકલ્પ ‘ન્યાય’ સાથે સંબંધિત નથી?

(A) અધિકારો

(B) ફરજો

(C) સમાનતા

(D) સ્વતંત્રતા

જવાબ : (B) ફરજો


(2) સામાજિક ન્યાયનો હેતુ શો છે?

(A) સમાજને શિક્ષિત બનાવવાનો છે.

(B) સમાજમાં ભેદભાવ સર્જવાનો છે.

(C) લોકોને જવાબદાર નાગરિકો બનાવવાનો છે.

(D) સમાજની નવરચના કરવાનો છે.

જવાબ : (D) સમાજની નવરચના કરવાનો છે.


(3) આપણા દેશમાં નીચેના પૈકી કઈ બાબતમાં સામાજિક અસમાનતા જોવા મળતી નથી?

(A) શિક્ષણ

(B) રોજગારી

(C) ભાષા

(D) લિંગ

જવાબ : (C) ભાષા


(4) શાના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે?

(A) પૈસાના

(B) શિક્ષણના

(C) સુવિધાના

(D) રહેઠાણના

જવાબ : (B) શિક્ષણના


(5) નીચેના પૈકી કયા સમુદાય માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી નથી?

(A) અનુસૂચિત જાતિઓ

(B) અનુસૂચિત જનજાતિઓ

(C) જાગીરદારો

(D) વિચરતી જાતિઓ

જવાબ : (C) જાગીરદારો


(6) નીચેના પૈકી કઈ સંસ્થામાં સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે અનામત બેઠકો રાખવામાં આવતી નથી?

(A) વેપારી મહામંડળમાં

(B) સંસદમાં

(C) વિધાનસભાઓમાં

(D) પંચાયતોમાં

જવાબ : (A) વેપારી મહામંડળમાં


(7) કઈ સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામત રાખવામાં આવે છે?

(A) આરોગ્ય કેન્દ્રોમાં

(B) ધાર્મિક સંસ્થાઓમાં

(C) સભાગૃહોમાં

(D) શૈક્ષણિક સંસ્થાઓમાં

જવાબ : (D) શૈક્ષણિક સંસ્થાઓમાં


(8) કયા વર્ગોને આત્મનિર્ભર બનાવવા વ્યવસાય માટે વ્યાજમુક્ત કે ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે?

(A) શ્રીમંત વર્ગને

(B) પછાત વર્ગોને

(C) સરકારી કર્મચારી વર્ગોને

(D) વિકસિત વર્ગોને

જવાબ : (B) પછાત વર્ગોને


(9) કયો અધિકાર એ માનવ અધિકાર છે?

(A) કરવેરા ભરવાનો અધિકાર

(B) કાયદાના પાલનનો અધિકાર

(C) લશ્કરમાં જોડાવાનો અધિકાર

(D) સંપત્તિનો અધિકાર

જવાબ : (D) સંપત્તિનો અધિકાર


(10) માનવ અધિકારોની ઘોષણા કોણે કરી છે?

(A) યૂ.એસ.એ. એ

(B) યુનેસ્કોએ

(C) સંયુક્ત રાષ્ટ્રોએ

(D) યુનિસેફે

જવાબ : (C) સંયુક્ત રાષ્ટ્રોએ


(11) બાળ અધિકારોની ઘોષણા કોણે કરી છે?

(A) સંયુક્ત રાષ્ટ્રોએ

(B) યુનિસેફે

(C) યુનેસ્કોએ

(D) ભારતે

જવાબ : (A) સંયુક્ત રાષ્ટ્રોએ


(12) દર વર્ષે ક્યા દિવસને “માનવ અધિકારદિન' તરીકે ઊજવવામાં આવે છે?

(A) 5 જાન્યુઆરીના દિવસને

(B) 20 નવેમ્બરના દિવસને

(C) 15 માર્ચના દિવસને

(D) 10 ડિસેમ્બરના દિવસને

જવાબ : (D) 10 ડિસેમ્બરના દિવસને


(13) દર વર્ષે ક્યા દિવસને ‘બાળ અધિકારદિન' તરીકે ઊજવવામાં આવે છે?

(A) 30 નવેમ્બરના દિવસને

(B) 20 નવેમ્બરના દિવસને

(C) 12 જાન્યુઆરીના દિવસને

(D) 10 ઑક્ટોબરના દિવસને

જવાબ : (B) 20 નવેમ્બરના દિવસને


(14) દિપકભાઈ અને સમીરભાઈ કૉલેજકાળથી મિત્રો છે. દિપકભાઈ એક ઉદ્યોગપતિ છે અને સમીરભાઈ એક ખાનગી કંપનીમાં સામાન્ય વેતનથી નોકરી કરે છે, તો આ બંને મિત્રો વચ્ચે પ્રથમ નજરે કયા પ્રકારની અસમાનતા તમને જોવા મળશે?

(A) જ્ઞાતિની

(B) જાતિની

(C) શિક્ષણની

(D) આવકની

જવાબ : (D) આવકની


(15) સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે?

(A) શિક્ષણનો અભાવ

(B) સામાજિક કુરિવાજો

(C) રૂઢિગત માન્યતાઓ

(D) આપેલ ત્રણેય

જવાબ : (D) આપેલ ત્રણેય


(16) ભારતના બંધારણમાં નાગરિકો માટે ન્યાય આપવાની જોગવાઈઓમાં કયા પ્રકારના ન્યાયનો સમાવેશ થતો નથી?

(A) સામાજિક

(B) આર્થિક

(C) અનૈતિક

(D) રાજનૈતિક

જવાબ : (C) અનૈતિક


(17) નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આપવામાં આવેલ માનવ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે?

(A) શિક્ષણ મેળવવાનો અધિકાર

(B) સંપત્તિનો અધિકાર

(C) અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર

(D) આપેલ ત્રણેય

જવાબ : (D) આપેલ ત્રણેય


(18) આજે ભારતીય સમાજ............. સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે.

(A) પરંપરાગત

(B) બિનપરંપરાગત

(C) ઉપરના બંને

(D) એકપણ નહીં

જવાબ : (A) પરંપરાગત


(19) સામાજિક ન્યાય માટે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સમાજના બધા લોકોને સમાન............મળવી જોઈએ.

(A) સામાજિક હકો

(B) સામાજિક તકો

(C) સામાજિક ફરજો

(D) એકપણ નહીં

જવાબ : (B) સામાજિક તકો


(20) આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક.................પ્રવર્તે છે.

(A) સમાનતા

(B) એકરૂપતા

(C) અસમાનતા

(D) એકપણ નહીં

જવાબ : (C) અસમાનતા


(21) સમાજમાં પ્રવર્તતા............ને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ નીચો જોવા મળે છે.

(A) કુરિવાજો

(B) રિવાજો

(C) ઉપરના બંને

(D) એકપણ નહીં

જવાબ : (A) કુરિવાજો


(22) પછાત વર્ગોને............... હકો દ્વારા દેશમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવે છે.

(A) સામાજિક

(B) બંધારણીય

(C) ઉપરના બંને

(D) એકપણ નહીં

જવાબ : (B) બંધારણીય


(23) .............. યોજનાઓમાં પણ પછાત વર્ગો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.

(A) સરકારી

(B) બિનસરકારી

(C) પંચવર્ષીય

(D) એકપણ નહીં

જવાબ : (C) પંચવર્ષીય


(24) ............. અધિકારો એ મનુષ્યોના જન્મજાત અધિકારો છે.

(A) માનવ

(B) બંધારણીય

(C) ઉપરના બંને

(D) એકપણ નહીં

જવાબ : (A) માનવ


(25) દરેક દેશના વિકાસનો આધાર તેના................ના સર્વાંગી વિકાસ પર રહેલો છે.

(A) યુવાનો

(B) બાળકો

(C) વૃદ્ધો

(D) ઉપરના ત્રણેય

જવાબ : (B) બાળકો