ધોરણ : 8
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 17. ન્યાયતંત્ર
MCQ : 30
(1) સર્વોચ્ચ અદાલતના તાબાની અદાલત કઈ છે?
(A) તાલુકા અદાલત
(B) જિલ્લા અદાલત
(C) વડી અદાલત
(D) મજૂર અદાલત
જવાબ : (C) વડી અદાલત
(2) સિવિલ જજની અદાલત કેટલી રકમ સુધીના દાવાની સુનાવણી હાથ ધરે છે?
(A) 10 લાખ સુધીના
(B) 15 લાખ સુધીના
(C) 20 લાખ સુધીના
(D) 25 લાખ સુધીના
જવાબ : (D) 25 લાખ સુધીના
(3) બધી તાબાની અદાલતો કઈ સંબંધિત અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે?
(A) સર્વોચ્ચ અદાલતના
(B) વડી અદાલતના
(C) તાલુકા અદાલતના
(D) જિલ્લા અદાલતના
જવાબ : (B) વડી અદાલતના
(4) જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણુક કોણ કરે છે?
(A) રાજ્યપાલ
(B) રાષ્ટ્રપ્રમુખ
(C) મુખ્ય ન્યાયાધીશ
(D) વડા પ્રધાન
જવાબ : (A) રાજ્યપાલ
(5) તાબાની અદાલતના ચુકાદા વિરુદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે?
(A) તાલુકા અદાલતમાં
(B) વરિષ્ઠ ફોજદારી અદાલતમાં
(C) વડી અદાલતમાં
(D) સર્વોચ્ચ અદાલતમાં
જવાબ : (C) વડી અદાલતમાં
(6) ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે?
(A) દિલ્લીમાં
(B) અમદાવાદમાં
(C) ગાંધીનગરમાં
(D) વડોદરામાં
જવાબ : (B) અમદાવાદમાં
(7) કઈ અદાલતો તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે?
(A) તાલુકા અદાલતો
(B) જિલ્લા અદાલતો
(C) વડી અદાલતો
(D) સેશન્સ અદાલતો
જવાબ : (C) વડી અદાલતો
(8) વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
(A) રાષ્ટ્રપ્રમુખ
(B) રાજ્યપાલ
(C) વડા પ્રધાન
(D) ઉપરાષ્ટ્રપ્રમુખ
જવાબ : (A) રાષ્ટ્રપ્રમુખ
(9) વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે?
(A) માતૃભાષામાં
(B) ગુજરાતીમાં
(C) રાષ્ટ્રભાષામાં
(D) અંગ્રેજીમાં
જવાબ : (D) અંગ્રેજીમાં
(10) ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે?
(A) અમદાવાદમાં
(B) દિલ્લીમાં
(C) કોલકાતામાં
(D) મુંબઈમાં
જવાબ : (B) દિલ્લીમાં
(11) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?
(A) વડા પ્રધાન
(B) રાષ્ટ્રપ્રમુખ
(C) ઉપરાષ્ટ્રપ્રમુખ
(D) કાયદામંત્રી
જવાબ : (B) રાષ્ટ્રપ્રમુખ
(12) ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોની પાસે છે?
(A) સંસદની પાસે
(B) વડી અદાલત પાસે
(C) સર્વોચ્ચ અદાલત પાસે
(D) રાષ્ટ્રપ્રમુખ પાસે
જવાબ : (C) સર્વોચ્ચ અદાલત પાસે
(13) સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
જવાબ : (A) એક
(14) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
(A) મહારાજયોગ
(B) મહાભિયોગ
(C) મહાવિનિયોગ
(D) મહાસંપાતયોગ
જવાબ : (B) મહાભિયોગ
(15) કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી?
(A) વડી અદાલતના
(B) લોકઅદાલતના
(C) જિલ્લા અદાલતના
(D) સર્વોચ્ચ અદાલતના
જવાબ : (D) સર્વોચ્ચ અદાલતના
(16) ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો?
(A) 26 જાન્યુઆરી, 1950ના રોજ
(B) 28 જાન્યુઆરી, 1950ના રોજ
(C) 1 ફેબ્રુઆરી, 1950ના રોજ
(D) 28 માર્ચ, 1950ના રોજ
જવાબ : (B) 28 જાન્યુઆરી, 1950ના રોજ
(17) સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે છે?
(A) વડા પ્રધાન
(B) લોકસભાના સ્પીકર
(C) રાષ્ટ્રપ્રમુખ
(D) ઉપરાષ્ટ્રપ્રમુખ
જવાબ : (C) રાષ્ટ્રપ્રમુખ
(18) કઈ અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી?
(A) સંઘસરકારની અદાલતના
(B) લશ્કરી અદાલતના
(C) વડી અદાલતના
(D) સંસદની અદાલતના
જવાબ : (B) લશ્કરી અદાલતના
(19) તાબાની અદાલતો માટે કઈ અદાલતે આપેલા ચુકાદા કે નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે?
(A) સંઘીય અદાલતે
(B) સુગ્રથિત અદાલતે
(C) સર્વોચ્ચ અદાલતે
(D) વડી અદાલતે
જવાબ : (C) સર્વોચ્ચ અદાલતે
(20) ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો છે?
(A) લોકઅદાલતોનો
(B) જાહેર હિતની અરજીનો
(C) ન્યાયાધીશોનો
(D) રાષ્ટ્રપ્રમુખનો
જવાબ : (B) જાહેર હિતની અરજીનો
(21) અદાલતોમાં કેસોનું ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા શાનું આયોજન કરવામાં આવ્યું છે?
(A) જાહેર અદાલતોનું
(B) તાબાની અદાલતોનું
(C) લોકઅદાલતોનું
(D) પ્રાદેશિક અદાલતોનું
જવાબ : (C) લોકઅદાલતોનું
(22) ભારતના બંધારણમાં કોની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે?
(A) કૃષિતંત્રનું
(B) કારોબારીતંત્રનું
(C) ન્યાયતંત્રનું
(D) પોલીસતંત્રનું
જવાબ : (C) ન્યાયતંત્રનું
(23) કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના શેના રક્ષણની વિગતોની ચર્ચા કરી હતી?
(A) માનવહકોની
(B) મૂળભૂત હકોની
(C) સામાજિક હકોની
(D) રાજનીતિના હકોની
જવાબ : (B) મૂળભૂત હકોની
(24) હાલમાં આપણી શાળાઓમાં ચાલતી કઈ યોજનામાં અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે?
(A) મિશન મંગલમ્ યોજનામાં
(B) સબલા યોજનામાં
(C) ચિરંજીવી યોજનામાં
(D) મધ્યાહન ભોજન યોજનામાં
જવાબ : (D) મધ્યાહન ભોજન યોજનામાં
(25) ચોરી, લૂંટફાટ, મારામારી વગેરે ક્યા દાવાઓ કહેવાય?
(A) દીવાની દાવા
(B) ફોજદારી દાવા
(C) પારિવારિક દાવા
(D) સંપત્તિ દાવા
જવાબ : (B) ફોજદારી દાવા
(26) દેશની સર્વોપરી અદાલત કઈ છે?
(A) જિલ્લા અદાલત
(B) તાલુકા અદાલત
(C) સર્વોચ્ચ અદાલત
(D) વડી અદાલત
જવાબ : (C) સર્વોચ્ચ અદાલત
(27) કઈ અદાલતના માધ્યમથી કેસોના ઝડપી અને સુખદ સમાધાન થાય છે?
(A) લોકઅદાલતના
(B) સેસન્સ અદાલતના
(C) તાલુકા અદાલતના
(D) વડી અદાલતના
જવાબ : (A) લોકઅદાલતના
(28) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કઈ ખાસ વિધિ દ્વારા હોદા પરથી દૂર કરી શકાય છે?
(A) રાજીનામાની વિધિ
(B) મહાભિનિષ્ક્રમણની વિધિ
(C) મહાભિયોગની વિધિ
(D) આપેલ પૈકી એક પણ નહિ.
જવાબ : (C) મહાભિયોગની વિધિ
(29) કઈ અદાલતમાં ન્યાયાધીશ 25 લાખ સુધીના કેસોની સુનાવણી હાથ ધરે છે?
(A) તાલુકા અદાલત
(B) લોકઅદાલત
(C) જિલ્લા અદાલત
(D) સેસન્સ અદાલત
જવાબ : (A) તાલુકા અદાલત
(30) સર્વોચ્ચ અદાલતના તાબાની અદાલત કઈ છે?
(A) તાલુકા અદાલત
(B) જિલ્લા અદાલત
(C) વડી અદાલત
(D) મજૂર અદાલત
જવાબ : (C) વડી અદાલત