ધોરણ : 8
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 16. સંસદ અને કાયદો
MCQ : 30
(1) આપણા દેશની સંસદ કયા શહેરમાં આવેલી છે?
(A) મુંબઈમાં
(B) અમદાવાદમાં
(C) ભોપાલમાં
(D) દિલ્લીમાં
જવાબ : (D) દિલ્લીમાં
(2) આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે?
(A) વડી અદાલત
(B) સર્વોચ્ચ અદાલત
(C) સંસદ
(D) રાષ્ટ્રપ્રમુખ ભવન
જવાબ : (C) સંસદ
(3) નીચેના પૈકી ક્યા દેશમાં સૌથી વધારે મતદાતાઓ છે?
(A) યૂ.એસ.એ.માં
(B) ભારતમાં
(C) જાપાનમાં
(D) બ્રિટનમાં
જવાબ : (B) ભારતમાં
(4) સંસદની બેઠકો કોના આધારે નક્કી કરવામાં આવે છે?
(A) રાજ્યોની વસ્તીના આધારે
(B) રાજ્યોના વિસ્તારના આધારે
(C) રાજ્યોની વિવિધતાના આધારે
(D) રાજ્યોનાં સંસાધનોના આધારે
જવાબ : (A) રાજ્યોની વસ્તીના આધારે
(5) લોકસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?
(A) 30 કે તેથી વધુ
(B) 25 કે તેથી વધુ
(C) 20 કે તેથી વધુ
(D) 18 કે તેથી વધુ
જવાબ : (B) 25 કે તેથી વધુ
(6) લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની હોય છે?
(A) 7
(B) 6
(C) 5
(D) 4
જવાબ : (C) 5
(7) રાષ્ટ્રપ્રમુખે રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે?
(A) 2
(B) 8
(C) 10
(D) 12
જવાબ : (D) 12
(8) રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે?
(A) 8
(B) 11
(C) 16
(D) 24
જવાબ : (B) 11
(9) રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?
(A) 30 કે તેથી વધુ
(B) 20 કે તેથી વધુ
(C) 25 કે તેથી વધુ
(D) 18 કે તેથી વધુ
જવાબ : (A) 30 કે તેથી વધુ
(10) રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત કેટલાં વર્ષની હોય છે?
(A) 8
(B) 7
(C) 6
(D) 5
જવાબ : (C) 6
(11) રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે?
(A) પાંચમા
(B) અડધા
(C) ચોથા
(D) ત્રીજા
જવાબ : (D) ત્રીજા
(12) દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે?
(A) લોકસભાને
(B) રાજ્યસભાને
(C) સંસદને
(D) વિધાનસભાને
જવાબ : (C) સંસદને
(13) નીચેના પૈકી દેશના પ્રથમ નાગરિક કોણ છે?
(A) ઉપરાષ્ટ્રપ્રમુખ
(B) પ્રધાનમંત્રી
(C) રાષ્ટ્રપ્રમુખ
(D) સંરક્ષણમંત્રી
જવાબ : (C) રાષ્ટ્રપ્રમુખ
(14) આપણા દેશના બંધારણીય વડા કોણ છે?
(A) સરસેનાધિપતિ
(B) ઉપરાષ્ટ્રપ્રમુખ
(C) લોકસભાના સ્પીકર
(D) રાષ્ટ્રપ્રમુખ
જવાબ : (D) રાષ્ટ્રપ્રમુખ
(15) આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે?
(A) લોકસભાના સ્પીકરના નામે
(B) રાષ્ટ્રપ્રમુખના નામે
(C) ઉપરાષ્ટ્રપ્રમુખના નામે
(D) પ્રધાનમંત્રીના નામે
જવાબ : (B) રાષ્ટ્રપ્રમુખના નામે
(16) આપણા દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે?
(A) સંરક્ષણ મંત્રી
(B) પ્રધાનમંત્રી
(C) રાષ્ટ્રપ્રમુખ
(D) સરસેનાધિપતિ
જવાબ : (C) રાષ્ટ્રપ્રમુખ
(17) દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે?
(A) રાષ્ટ્રપ્રમુખ
(B) કેન્દ્ર સરકારના ગૃહમંત્રી
(C) પ્રધાનમંત્રી
(D) કેન્દ્ર સરકારના નાણામંત્રી
જવાબ : (A) રાષ્ટ્રપ્રમુખ
(18) સંસદનાં બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા કોણ ધરાવે છે?
(A) પ્રધાનમંત્રી
(B) ઉપરાષ્ટ્રપ્રમુખ
(C) રાષ્ટ્રપ્રમુખ
(D) વરિષ્ઠ સંસદસભ્ય
જવાબ : (C) રાષ્ટ્રપ્રમુખ
(19) રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન કોણ સ્થાપી શકે છે?
(A) રાજ્યપાલ
(B) રાષ્ટ્રપ્રમુખ
(C) મુખ્યમંત્રી
(D) વડા પ્રધાન
જવાબ : (B) રાષ્ટ્રપ્રમુખ
(20) રાષ્ટ્રપ્રમુખનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ?
(A) 25 કે તેથી વધુ
(B) 30 કે તેથી વધુ
(C) 40 કે તેથી વધુ
(D) 35 કે તેથી વધુ
જવાબ : (D) 35 કે તેથી વધુ
(21) રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત કેટલાં વર્ષની હોય છે?
(A) 7
(B) 6
(C) 5
(D) 4
જવાબ : (C) 5
(22) રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજ કોણ બજાવે છે?
(A) લોકસભાના સ્પીકર
(B) ઉપરાષ્ટ્રપ્રમુખ
(C) પ્રધાનમંત્રી
(D) સૌથી વધુ વયના સંસદસભ્ય
જવાબ : (B) ઉપરાષ્ટ્રપ્રમુખ
(23) આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતાં?
(A) શ્રીમતી ઇંદિરા ગાંધી
(B) સરોજિની નાયડુ
(C) અમૃતા પ્રીતમ
(D) શ્રીમતી પ્રતિભાસિંહ પાટિલ
જવાબ : (D) શ્રીમતી પ્રતિભાસિંહ પાટિલ
(24) સંસદની કારોબારીના વડા કોણ છે?
(A) રાષ્ટ્રપ્રમુખ
(B) લોકસભાના સ્પીકર
(C) પ્રધાનમંત્રી
(D) ઉપરાષ્ટ્રપ્રમુખ
જવાબ : (C) પ્રધાનમંત્રી
(25) પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળને શપથગ્રહણ કોણ કરાવે છે?
(A) રાષ્ટ્રપ્રમુખ
(B) ઉપરાષ્ટ્રપ્રમુખ
(C) સરસેનાધિપતિ
(D) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
જવાબ : (A) રાષ્ટ્રપ્રમુખ
(26) સંધ સરકારના મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે?
(A) રાષ્ટ્રપ્રમુખ
(B) પ્રધાનમંત્રી
(C) ઉપરાષ્ટ્રપ્રમુખ
(D) ગૃહપ્રધાન
જવાબ : (B) પ્રધાનમંત્રી
(27) બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ રાજ્યસભાના સ્પીકર તરીકે કોણ જવાબદારી નિભાવે છે?
(A) રાષ્ટ્રપ્રમુખ
(B) લોકસભાના સ્પીકર
(C) ઉપરાષ્ટ્રપ્રમુખ
(D) પ્રધાનમંત્રી
જવાબ : (C) ઉપરાષ્ટ્રપ્રમુખ
(28) ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મૉડેલના આધારે વિકસાવી છે?
(A) જાપાનની
(B) યુ.એસ.એ. ની
(C) બ્રિટનની
(D) ફ્રાન્સની
જવાબ : (C) બ્રિટનની
(29) આપણા દેશમાં કાયદો કઈ નીતિને આધારે કાર્ય કરે છે?
(A) સૌ સમાન, સૌને સમ્માન
(B) સૌ સમાન, સૌનું કલ્યાણ
(C) સૌને સમ્માન, સૌ પ્રત્યે સદ્ભાવ
(D) સૌ સમાન, સૌ પ્રત્યે સમભાવ
જવાબ : (A) સૌ સમાન, સૌને સમ્માન
(30) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે?
(A) 11
(B) 21
(C) 24
(D) 26
જવાબ : (D) 26