ધોરણ : 8
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 15. ભારતીય બંધારણ
MCQ : 30
(1) બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?
(A) 370
(B) 382
(C) 389
(D) 395
જવાબ : (C) 389
(2) બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી?
(A) 23
(B) 13
(C) 18
(D) 25
જવાબ : (A) 23
(3) બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોણ હતા?
(A) સરદાર વલ્લભભાઈ પટેલ
(B) શ્રી કનૈયાલાલ મુનશી
(C) ડૉ. ભીમરાવ આંબેડકર
(D) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
જવાબ : (D) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
(4) બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા?
(A) ડૉ. ભીમરાવ આંબેડકર
(B) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
(C) ડૉ. રાધાકૃષ્ણન
(D) પંડિત જવાહરલાલ નેહરુ
જવાબ : (A) ડૉ. ભીમરાવ આંબેડકર
(5) બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
(A) 1 ડિસેમ્બર, 1946ના રોજ
(B) 9 ડિસેમ્બર, 1947ના રોજ
(C) 9 ડિસેમ્બર, 1946ના રોજ
(D) 26 જાન્યુઆરી, 1946ના રોજ
જવાબ : (C) 9 ડિસેમ્બર, 1946ના રોજ
(6) બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી?
(A) 166
(B) 124
(C) 140
(D) 162
જવાબ : (A) 166
(7) ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?
(A) 10 ઑગસ્ટ, 1947ના રોજ
(B) 15 ઑગસ્ટ, 1947ના રોજ
(C) 15 ઑગસ્ટ, 1948ના રોજ
(D) 26 જાન્યુઆરી, 1950ના રોજ
જવાબ : (B) 15 ઑગસ્ટ, 1947ના રોજ
(8) બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?
(A) 26 જાન્યુઆરી, 1948ના રોજ
(B) 9 ડિસેમ્બર, 1948ના રોજ
(C) 15 ઑગસ્ટ, 1949ના રોજ
(D) 26 નવેમ્બર, 1949ના રોજ
જવાબ : (D) 26 નવેમ્બર, 1949ના રોજ
(9) બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું?
(A) 15 ઑગસ્ટ, 1947ના રોજ
(B) 26 નવેમ્બર, 1949ના રોજ
(C) 26 જાન્યુઆરી, 1950ના રોજ
(D) 9 નવેમ્બર, 1949ના રોજ
જવાબ : (C) 26 જાન્યુઆરી, 1950ના રોજ
(10) દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
(A) 26 નવેમ્બરે
(B) 26 જાન્યુઆરીએ
(C) 26 ડિસેમ્બરે
(D) 15 ઑગસ્ટે
જવાબ : (A) 26 નવેમ્બરે
(11) 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે?
(A) ડૉ. ભીમરાવ આંબેડકરને
(B) સરદાર વલ્લભભાઈ પટેલને
(C) પંડિત જવાહરલાલ નેહરુને
(D) મહાત્મા ગાંધીને
જવાબ : (A) ડૉ. ભીમરાવ આંબેડકરને
(12) ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે?
(A) મૂળભૂત હકોથી
(B) મૂળભૂત ફરજોથી
(C) સ્વરાજના દસ્તાવેજથી
(D) આમુખથી
જવાબ : (D) આમુખથી
(13) આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે?
(A) છ
(B) ચાર
(C) પાંચ
(D) સાત
જવાબ : (C) પાંચ
(14) ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
(A) 15
(B) 18
(C) 17
(D) 16
જવાબ : (B) 18
(15) લોકશાહીનું મહત્ત્વનું પાસું કયું છે?
(A) સાંપ્રદાયિકતા
(B) સમાજવાદ
(C) રાષ્ટ્રીય એકતા
(D) સ્વતંત્રતા
જવાબ : (D) સ્વતંત્રતા
(16) ભારત ધર્મની દષ્ટિએ કેવું રાષ્ટ્ર છે?
(A) સાંસ્કૃતિક
(B) બિનસાંપ્રદાયિક
(C) સાંપ્રદાયિક
(D) બિનસાંસ્કૃતિક
જવાબ : (B) બિનસાંપ્રદાયિક
(17) આપણા બંધારણમાં દેશમાં કેવા શાસનવ્યવસ્થાની જોગવાઈ કરેલી છે?
(A) સંઘીય
(B) સમાજવાદી
(C) બિનસાંપ્રદાયિક
(D) બંધારણીય
જવાબ : (A) સંઘીય
(18) સંઘ સરકારને કઈ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે?
(A) રાજ્ય
(B) ઘટક
(C) એકમ
(D) કેન્દ્ર
જવાબ : (D) કેન્દ્ર
(19) કેટલી ઉંમરનાં બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે?
(A) 18 વર્ષથી નીચેનાં
(B) 14 વર્ષથી નીચેનાં
(C) 6થી 14 વર્ષનાં
(D) 21 વર્ષથી ઉપરનાં
જવાબ : (B) 14 વર્ષથી નીચેનાં
(20) કોણે બંધારણીય ઇલાજોના હકને ‘બંધારણના આત્મા સમાન' કહ્યો છે?
(A) પંડિત જવાહરલાલ નેહરુએ
(B) સરદાર વલ્લભભાઈ પટેલે
(C) ડૉ. ભીમરાવ આંબેડકરે
(D) ડૉ. રાજેન્દ્રપ્રસાદે
જવાબ : (C) ડૉ. ભીમરાવ આંબેડકરે
(21) બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધબેસતી નથી?
(A) બંધારણસભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી હતી.
(B) 26 જાન્યુઆરી, 1949માં બંધારણ તૈયાર થયું હતું.
(C) બંધારણસભાની 2 વર્ષ, 11 માસ, 18 દિવસમાં કામગીરી પૂર્ણ કરી હતી.
(D) બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા.
જવાબ : (B) 26 જાન્યુઆરી, 1949માં બંધારણ તૈયાર થયું હતું.
(22) કાયદાની દષ્ટિએ બધા નાગરિકો સમાન : સમાનતાનો હક : નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ : ...........
(A) ધાર્મિક સ્વતંત્રતાનો હક
(B) બંધારણીય ઇલાજોનો હક
(C) સ્વતંત્રતાનો હક
(D) શોષણ સામે વિરોધનો હક
જવાબ : (C) સ્વતંત્રતાનો હક
(23) ............ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે.
(A) બંધારણ
(B) ખરડા
(C) કાયદો
(D) એકપણ નહીં
જવાબ : (A) બંધારણ
(24) આપણાં દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું............બંધારણ છે.
(A) મૌખિક
(B) લેખિત
(C) A અને B બંને
(D) એકપણ નહીં
જવાબ : (B) લેખિત
(25) ભારત દેશ ........... ના રોજ સ્વતંત્ર થયો.
(A) 15 ઓગસ્ટ, 1948
(B) 15 ઓગસ્ટ, 1946
(C) 15 ઓગસ્ટ, 1947
(D) 15 ઓગસ્ટ, 1950
જવાબ : (C) 15 ઓગસ્ટ, 1947
(26) ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, ............. ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું.
(A) 1947
(B) 1948
(C) 1949
(D) 1950
જવાબ : (D) 1950
(27) આપણાં દેશમાં દર વર્ષે............બંધારણદિનની ઉજવણી કરવામાં આવે છે.
(A) 26 નવેમ્બરે
(B) 25 નવેમ્બરે
(C) 26 ડિસેમ્બરે
(D) 22 ડિસેમ્બરે
જવાબ : (A) 26 નવેમ્બરે
(28) …………… એ લોકશાહીનું મહત્વનું પાસું છે.
(A) સમાનતા
(B) સ્વતંત્રતા
(C) બિનસાંપ્રદાયિકતા
(D) બંધારણ
જવાબ : (B) સ્વતંત્રતા
(29) ભારત એક.............લોકશાહી દેશ છે.
(A) પ્રજાસતાક
(B) બિનસાંપ્રદાયિક
(C) ધર્મનિરપેક્ષ
(D) એકપણ નહીં
જવાબ : (A) પ્રજાસતાક
(30) ડો. ભીમરાવ આંબેડકરે...........ના હકને ‘બંધારણના આત્મા સામાન’ કહ્યો છે.
(A) સમાનતા
(B) સ્વતંત્રતા
(C) શોષણ સામે વિરોધ
(D) બંધારણીય ઈલાજો
જવાબ : (D) બંધારણીય ઈલાજો