ધોરણ : 8
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 14. આપત્તિ-વ્યવસ્થાપન
MCQ : 35
(1) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
(A) હુલ્લડ
(B) આગ
(C) પૂર
(D) બૉમ્બ વિસ્ફોટ
જવાબ : (C) પૂર
(2) નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે?
(A) ભૂકંપ
(B) બૉમ્બ વિસ્ફોટ
(C) વાવાઝોડું
(D) તીડ પ્રકોપ
જવાબ : (B) બૉમ્બ વિસ્ફોટ
(3) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
(A) ઔદ્યોગિક અકસ્માત
(B) આગ
(C) હુલ્લડ
(D) ત્સુનામી
જવાબ : (D) ત્સુનામી
(4) નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે?
(A) આગ
(B) મહામારી
(C) ભૂકંપ
(D) દાવાનળ
જવાબ : (A) આગ
(5) પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે?
(A) ભૂકંપ
(B) વાવાઝોડું
(C) દાવાનળ
(D) જ્વાળામુખી
જવાબ : (B) વાવાઝોડું
(6) પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કઈ છે?
(A) વાવાઝોડું
(B) પૂર
(C) ભૂકંપ
(D) તીડ પ્રકોપ
જવાબ : (C) ભૂકંપ
(7) પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કઈ છે?
(A) પૂર
(B) તીડ પ્રકોપ
(C) ત્સુનામી
(D) ભૂસ્ખલન
જવાબ : (D) ભૂસ્ખલન
(8) પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે?
(A) મહામારી
(B) ભૂકંપ
(C) જ્વાળામુખી
(D) દાવાનળ
જવાબ : (A) મહામારી
(9) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?
(A) તીડ પ્રકોપ
(B) ઓદ્યોગિક અકસ્માત
(C) ભૂકંપ
(D) દાવાનળ
જવાબ : (B) ઓદ્યોગિક અકસ્માત
(10) નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ નથી?
(A) ભૂસ્ખલન
(B) હુલ્લડ
(C) આગ
(D) ઔદ્યોગિક અકસ્માત
જવાબ : (A) ભૂસ્ખલન
(11) દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે?
(A) કુદરત
(B) માનવપ્રવૃત્તિ
(C) સરકાર
(D) વન્યજીવો
જવાબ : (B) માનવપ્રવૃત્તિ
(12) નીચેના પૈકી કઈ કુદરતી આપત્તિને લીધે તે વિસ્તારનું ભૂદશ્ય બદલાઈ જાય છે?
(A) પૂરને લીધે
(B) ત્સુનામીને લીધે
(C) ભૂસ્ખલનને લીધે
(D) તીડ પ્રકોપને લીધે
જવાબ : (C) ભૂસ્ખલનને લીધે
(13) ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉ અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે?
(A) ભૂકંપનો
(B) તીડ પ્રકોપનો
(C) વાવાઝોડાનો
(D) ભૂસ્ખલનનો
જવાબ : (D) ભૂસ્ખલનનો
(14) ગુજરાતમાં અંબાજી – દાંતા (બનાસકાંઠા) વિસ્તારમાં કઈ ઘટના જવલ્લે જ બને છે?
(A) ભૂસ્ખલન
(B) ત્સુનામી
(C) તીડ પ્રકોપ
(D) જ્વાળામુખી
જવાબ : (A) ભૂસ્ખલન
(15) તીડ ક્યાં વૃક્ષ સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે?
(A) આંબો
(B) પીપળો
(C) લીમડો
(D) બાવળ
જવાબ : (C) લીમડો
(16) નીચેના પૈકી કયું રાજ્ય તીડથી અસર પામનાર રાજ્ય છે?
(A) બિહાર
(B) પશ્ચિમ બંગાળ
(C) છત્તીસગઢ
(D) રાજસ્થાન
જવાબ : (D) રાજસ્થાન
(17) છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતના કયા જિલ્લામાં તીડ આક્રમણની ઘટના નોંધાઈ નથી?
(A) કચ્છ
(B) પંચમહાલ
(C) પાટણ
(D) બનાસકાંઠા
જવાબ : (B) પંચમહાલ
(18) નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?
(A) ઇબોલા
(B) પ્લેગ
(C) મલેરિયા
(D) કૉલેરા
જવાબ : (A) ઇબોલા
(19) નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?
(A) ટાઇફૉઈડ
(B) મલેરિયા
(C) કૉલેરા
(D) કોરોના
જવાબ : (D) કોરોના
(20) નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય નથી?
(A) સ્વાઇન ફ્લૂ
(B) કોરોના
(C) ડેન્ગ્યુ
(D) પ્લેગ
જવાબ : (D) પ્લેગ
(21) નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ નથી?
(A) સ્વાઇન ફ્લૂ
(B) ટાઇફૉઈડ
(C) કોરોના
(D) ડેન્ગ્યુ
જવાબ : (B) ટાઇફૉઈડ
(22) નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?
(A) મલેરિયા
(B) પ્લેગ
(C) સ્વાઇન ફ્લૂ
(D) કૉલેરા
જવાબ : (C) સ્વાઇન ફ્લૂ
(23) કઈ સાલમાં થયેલા કોરોનાના પ્રકોપથી સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવે છે?
(A) ઈ. સ. 2018માં
(B) ઈ. સ. 2019માં
(C) ઈ. સ. 2020માં
(D) ઈ. સ. 2021માં
જવાબ : (C) ઈ. સ. 2020માં
(24) નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યા લોકોના આરોગ્ય પર માઠી અસરો પડી શકે છે?
(A) દાવાનળથી
(B) ભૂસ્ખલનથી
(C) ઔદ્યોગિક અકસ્માતથી
(D) તીડ પ્રકોપથી
જવાબ : (C) ઔદ્યોગિક અકસ્માતથી
(25) કોરોના મહામારી દરમિયાન નીચેનામાંથી શું કરવું હિતાવહ નથી?
(A) માસ્ક પહેરવું
(B) ક્વોરેન્ટિન
(C) સરકારના વખતોવખતના આદેશોનું પાલન
(D) ભીડમાં એકઠા થવું
જવાબ : (D) ભીડમાં એકઠા થવું
(26) નીચેનામાંથી કયું પરિબળ દાવાનળ ઉદ્ભવવાનું કારણ નથી?
(A) વીજળી પડવાથી આગ લાગવી.
(B) વૃક્ષોનાં ઘર્ષણથી આગ લાગવી.
(C) ભૂમિનો ઉપરનો ભાગ નીચે તરફ ધસી જવો.
(D) જંગલમાંથી પસાર થતી વીજળીની લાઇનમાં અકસ્માત થવો.
જવાબ : (C) ભૂમિનો ઉપરનો ભાગ નીચે તરફ ધસી જવો.
(27) તીડનો ખોરાક શું નથી?
(A) ધાન્ય
(B) પુષ્પ
(C) પર્ણ
(D) લીમડો
જવાબ : (D) લીમડો
(28) કઈ આપત્તિ એવી છે જે કુદરતી અને માનવસર્જિત છે?
(A) ભૂકંપ
(B) દાવાનળ
(C) ભૂસ્ખલન
(D) તીડનો પ્રકોપ
જવાબ : (B) દાવાનળ
(29) ભારતનાં ક્યાં રાજ્યોમાં તીડનો પ્રકોપ વધુ જોવા મળે છે?
(A) આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં
(B) ગુજરાત અને રાજસ્થાનમાં
(C) તમિલનાડુ અને કેરલમાં
(D) અસમ અને મિઝોરમમાં
જવાબ : (B) ગુજરાત અને રાજસ્થાનમાં
(30) ઈ. સ. 1984માં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં થયેલા ગૅસકાંડમાં કયા વાયુનું ગળતર થયું હતું?
(A) મીક
(B) ઓઝોન
(C) સલ્ફર ડાયૉક્સાઇડ
(D) મિથેન
જવાબ : (A) મીક
(31) વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયોમાં એક ઉપાય સાચો નથી તે.......
(A) ચેપ ન લાગે તે માટે રોગપ્રતિકારક રસી મુકાવવી.
(B) રોગની ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવી.
(C) ચેપ ન લાગે તેની સાવચેતી રાખવી.
(D) નાની-મોટી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે અલાયદા (અલગ) વૉર્ડની વ્યવસ્થા કરવી.
જવાબ : (B) રોગની ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવી.
(32) નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિમાં થતો નથી?
(A) આગ
(B) ઔદ્યોગિક અકસ્માત
(C) હુલ્લડ
(D) મહામારી
જવાબ : (D) મહામારી
(33) નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિમાં થાય છે?
(A) ભૂકંપ
(B) દાવાનળ
(C) ઔદ્યોગિક અકસ્માત
(D) ત્સુનામી
જવાબ : (C) ઔદ્યોગિક અકસ્માત
(34) ગુજરાતમાં સાપુતારા (ડાંગ) માં કઈ ઘટના જવલ્લે જ બને છે?
(A) ઔદ્યોગિક અકસ્માત
(B) ભૂસ્ખલન
(C) તીડ-પ્રકોપ
(D) ત્સુનામી
જવાબ : (B) ભૂસ્ખલન
(35) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
(A) હુલ્લડ
(B) આગ
(C) પૂર
(D) બૉમ્બ વિસ્ફોટ
જવાબ : (C) પૂર