ધોરણ : 8
વિષય : વિજ્ઞાન
એકમ : 9. ઘર્ષણ
MCQ : 50
(1) ઘર્ષણબળ.........પર આધાર રાખે છે.
(A) સપાટીનું લીસાપણું
(B) સપાટીનું ખરબચડાપણું
(C) સપાટીનો ઢાળ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(2) એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ......... રાખવામાં આવે છે.
(A) વર્તુળાકાર
(B) ધારારેખી
(C) ત્રિકોણાકાર
(D) લંબગોળ
જવાબ : (B) ધારારેખી
(3) બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણબળ 8N માલૂમ પડે છે, તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિત ઘર્ષણબળ.........હશે.
(A) 8 N થી વધુ
(B) 8 N થી ઓછું
(C) 8 N
(D) એકપણ નહિ
જવાબ : (A) 8 N થી વધુ
(4) ઘર્ષણથી.........ઉત્પન્ન થાય છે.
(A) દળ
(B) ઉષ્મા
(C) હવા
(D) ગતિ
જવાબ : (B) ઉષ્મા
(5) સ્પ્રિંગ બેલેન્સનો ઉપયોગ.........માપવા માટે થાય છે.
(1) વસ્તુનું દળ (2) વસ્તુ પર લાગતું બળ (3) વસ્તુની ઘનતા (4) વસ્તુનું વજન
(A) 1 અને 2
(B) 2 અને 4
(C) 2 અને 3
(D) માત્ર 2
જવાબ : (B) 2 અને 4
(6) તરલમાં ગતિ કરતી વસ્તુઓને..........આકાર આપીને ઘર્ષણ ઘટાડી શકાય છે.
(A) ત્રિકોણાકાર
(B) લંબગોળ
(C) ધારારેખી
(D) વર્તુળાકાર
જવાબ : (C) ધારારેખી
(7) લીસી સપાટીઓ ખરબચડી સપાટીઓ કરતાં…………. ઘર્ષણ ઉત્પન્ન કરે છે.
(A) વધુ
(B) ઓછું
(C) સમાન
(D) એકપણ નહિ
જવાબ : (B) ઓછું
(8) નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણબળ માટે સાચું નથી?
(A) ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે.
(B) ઘર્ષણ હંમેશા હાનિકારક છે.
(C) ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે.
(D) ઘર્ષણ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે.
જવાબ : (B) ઘર્ષણ હંમેશા હાનિકારક છે.
(9) જમીન પર મૂકેલા મોટા લાકડાના બોક્સને પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે, તો બોક્સ પર લાગતું ઘર્ષણબળ.........દિશામાં હશે.
(A) પૂર્વથી પશ્ચિમ
(B) ઉત્તરથી દક્ષિણ
(C) પશ્ચિમથી પૂર્વ
(D) દક્ષિણથી ઉત્તર
જવાબ : (A) પૂર્વથી પશ્ચિમ
(10) જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે પ્રવર્તતું ઘર્ષણ કેવા પ્રકારનું હોય છે?
(A) સ્થિર ઘર્ષણ
(B) તરલ ઘર્ષણ
(C) લોટણ ઘર્ષણ
(D) સ્લાઈડિંગ ઘર્ષણ
જવાબ : (D) સ્લાઈડિંગ ઘર્ષણ
(11) જ્યારે ભૌતિક સંપર્કમાં રહેલી સપાટીઓ ગતિ કરવાની શરૂઆત કરે છે કે સાપેક્ષ ગતિ કરે છે ત્યારે, ઘર્ષણ કઇ પરિસ્થિતિમાં ભાગ ભજવે છે?
(A) જો બંને પદાર્થોમાંથી કોઇ એક પદાર્થ ઘન હોય.
(B) જો બંને પદાર્થોમાંથી કોઇ એક પદાર્થ પ્રવાહી હોય.
(C) જો બંને પદાર્થોમાંથી કોઇ એક પદાર્થ વાયુ હોય.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(12) જ્યારે એક વસ્તુને બીજી વસ્તુની સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પ્રવર્તતુ ઘર્ષણ...........
(A) લોટણ ઘર્ષણ
(B) તરલ ઘર્ષણ
(C) સ્થિત ઘર્ષણ
(D) એકપણ નહિ
જવાબ : (C) સ્થિત ઘર્ષણ
(13) ચપ્પાની ધારને નીચેનામાંથી કઈ વસ્તુની સપાટી પર ઘસવાથી તેને તીક્ષ્ણ બનાવી શકાય છે?
(A) કાચનો બ્લોક
(B) લાકડાનો બ્લોક
(C) પ્લાસ્ટિકનો બ્લોક
(D) પથ્થર
જવાબ : (D) પથ્થર
(14) ઘર્ષણ વધારવા..........
(A) બૂટ-ચંપલના તળિયાની સપાટી લીસી રાખવી.
(B) કબડ્ડીની રમત રમતા ખેલાડીઓએ પોતાના હાથ પર માટી ઘસવી.
(C) કાર, ટ્રક જેવા વાહનોનાં ટાયરો ખરબચડા રાખવા.
(D) એકપણ નહિ
જવાબ : (B) કબડ્ડીની રમત રમતા ખેલાડીઓએ પોતાના હાથ પર માટી ઘસવી.
(15) મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
(A) માટી
(B) પાણી
(C) તેલ
(D) એકપણ નહિ
જવાબ : (C) તેલ
(16) નળાકારીય પેન્સિલો પર પુસ્તક રાખીને તેને ધકેલતાં કયા પ્રકારનું ઘર્ષણ ભાગ ભજવે છે?
(A) તરલ ઘર્ષણ
(B) ધારારેખી
(C) સ્થિત ઘર્ષણ
(D) લોટણ ઘર્ષણ
જવાબ : (D) લોટણ ઘર્ષણ
(17) યોગ્ય જોડકાં બનાવો.
વિભાગ : A | વિભાગ : B |
(1) ઘર્ષણનું કારણ | (a) લોટણ ઘર્ષણ |
(2) શૂન્ય ઘર્ષણ | (b) તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે છે. |
(3) ધારારેખી આકાર | (c) સપાટીઓની અનિયમિતતાઓનું જોડાણ |
(4) બોલબેરીંગ | (d) શક્ય નથી. |
(A) 1-b, 2-a, 3-c, 4-d
(B) 1-c, 2-d, 3-a, 4-b
(C) 1-c, 2-d, 3-b, 4-a
(D) એકપણ નહીં
જવાબ : (C) 1-c, 2-d, 3-b, 4-a
(18) કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે, તો ત્યાં ઘર્ષણ ઓછું કરવા તેના ગતિશીલ ભાગ વચ્ચે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
(A) રેતી
(B) દૂધ
(C) હવાનો સ્તર
(D) એકપણ નહિ
જવાબ : (C) હવાનો સ્તર
(19) છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે?
(A) બ્રેક પેડ
(B) બોલબેરિંગ
(C) સ્પ્રિંગ બેલેન્સ
(D) એકપણ નહિ
જવાબ : (B) બોલબેરિંગ
(20) સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં…………….છે.
(A) ઓછું
(B) સમાન
(C) વધુ
(D) એકપણ નહિ
જવાબ : (C) વધુ
(21) પ્રવાહીઓ અને વાયુઓનું સામાન્ય નામ.............છે.
(A) લોટણ
(B) તરલ
(C) સ્થિત
(D) ધારારેખી
જવાબ : (B) તરલ
(22) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(A) લોટણ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું છે.
(B) સ્થિત ઘર્ષણ એ સરકતાં ઘર્ષણ કરતાં વધું છે.
(C) સ્થિત ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં વધું છે.
(D) સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં ઓછું છે.
જવાબ : (D) સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં ઓછું છે.
(23) નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી?
(A) વસ્તુનો આકાર
(B) વસ્તુનો વેગ
(C) તરલની જાત
(D) વસ્તુનું દળ
જવાબ : (D) વસ્તુનું દળ
(24) પગરખાંનાં તળિયાં અને વાહનોનાં ટાયરને શા માટે ખાંચાવાળાં બનાવવામાં આવે છે?
(A) ઘર્ષણ ઘટાડવા
(B) ઘર્ષણ વધારવા
(C) સમાન ઘર્ષણ
(D) એકપણ નહિ
જવાબ : (B) ઘર્ષણ વધારવા
(25) ચાર વિદ્યાર્થીઓને સ્થિત, સરકતાં અને લોટણ ઘર્ષણને કારણે લાગતાં બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું. આ ગોઠવણ નીચે આપેલ છે, સાચી ગોઠવણ પસંદ કરો.
(A) લોટણ, સ્થિત, સરકતું
(B) લોટણ, સરકતું, સ્થિત
(C) સરકતું, સ્થિત, લોટણ
(D) સ્થિત, સરકતું, લોટણ
જવાબ : (D) સ્થિત, સરકતું, લોટણ
(26) કેરમબોર્ડ પર પાવડર છાંટવાથી શું થાય છે?
(A) ઘર્ષણ ઓછું થાય.
(B) ઘર્ષણ વધુ થાય.
(C) ઘર્ષણ સરખું થાય.
(D) એકપણ નહિ
જવાબ : (A) ઘર્ષણ ઓછું થાય.
(27) ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો તો તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. તેના પર લાગતા ઘર્ષણબળની દિશા કઈ તરફ હશે?
(A) ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ
(B) ઢાળની સપાટીને સમાંતર ઉપર તરફ
(C) નીચે તરફ
(D) એકપણ નહિ
જવાબ : (B) ઢાળની સપાટીને સમાંતર ઉપર તરફ
(28) તરલ પર ગતિ કરતી વસ્તુ પર લાગતાં ઘર્ષણબળનો આધાર ........... પર છે.
(A) વસ્તુનો વેગ
(B) તરલની સ્નિગ્ધતા
(C) વસ્તુનો આકાર
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(29) ઘર્ષણ ઓછું કરતાં પદાર્થોને શું કહે છે?
(A) પાણી
(B) ઊંજણ
(C) રેતી
(D) એકપણ નહિ
જવાબ : (B) ઊંજણ
(30) વસ્તુ પર લાગતાં ઘર્ષણબળનું કારણ.........
(A) વસ્તુની સપાટીની સંલગ્નતા છે.
(B) વસ્તુની સપાટીનું ખરબચડાપણું છે.
(C) વસ્તુની સપાટીની વિરૂપતા(વિકૃતિ) છે.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(31) નીચેનામાંથી સાચું વિધાન ક્યું છે?
(1) ઘર્ષણબળનો આધાર સપાટીના પ્રકાર પર નથી.
(2) સપાટીની અનિયમિતતા વધે તો ઘર્ષણબળ વધે છે.
(A) 1
(B) 2
(C) 1 અને 2 બંને
(D) એકપણ નહિ
જવાબ : (B) 2
(32) ઘર્ષણ..............
(A) હંમેશા ઇચ્છનીય હોય છે.
(B) હંમેશા અનિચ્છનીય હોય છે.
(C) ક્યારેક ઇચ્છનીય કે ક્યારેક અનિચ્છનીય હોય
(D) એકપણ નહિ
જવાબ : (C) ક્યારેક ઇચ્છનીય કે ક્યારેક અનિચ્છનીય હોય
(33) ઘર્ષણબળને સંપૂર્ણ નાબૂદ કરી શકાતું નથી, ઘર્ષણબળ ઘટાડવા નીચેનામાંથી શું વાપરી શકાય નહી?
(A) તેલ
(B) ગ્રેફાઇટ
(C) ગ્રીસ
(D) પાણી
જવાબ : (D) પાણી
(34) નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
(A) ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે.
(B) ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે.
(C) ઘર્ષણને લીધે પેન કે પેન્સિલથી નોટમાં લખી શકાય છે.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(35) બે સપાટીઓ એક્બીજાને કેટલા બળપૂર્વક દબાવે છે એ બાબત પર ઘર્ષણ આધાર રાખે છે, તમારું મંતવ્ય.........
(A) ખરૂ
(B) ખોટું
(C) કહીં ન શકાય
(D) એકપણ નહિ
જવાબ : (A) ખરૂ
(36) ઘર્ષણબળ ન હોય તો શું થાય?
(A) આકાશમાંથી વરસાદ પડે નહિ.
(B) વૃક્ષ પરથી ફળ જમીન પર પડે નહિ.
(C) ફેંકેલો દડો પૃથ્વી પર પાછો આવે નહિ.
(D) આપણે જમીન પર ચાલી શકીએ નહિ.
જવાબ : (D) આપણે જમીન પર ચાલી શકીએ નહિ.
(37) ખાડાવાળા રસ્તાની સરખામણીએ સપાટ રસ્તા પર સાઇકલ ચલાવવી સરળ પડે છે, કારણ કે….....
(A) ગુરૂત્વાકર્ષણ બળ વધુ લાગે છે.
(B) ઘર્ષણબળ વધુ લાગે છે.
(C) ઘર્ષણબળ લાગતું નથી.
(D) ઘર્ષણબળ ઓછું લાગે છે.
જવાબ : (D) ઘર્ષણબળ ઓછું લાગે છે.
(38) નીચેના પૈકી ક્યું ઉદાહરણ ઘર્ષણબળનું નથી?
(A) ગ્રહોનું સૂર્યની આસપાસ ફરવું.
(B) બ્રેક મારતાં વાહનનું અટકવું.
(C) લાંબા સમય પછી ચંપલના તળિયાનું ઘસાવું.
(D) કાગળ પર પેન્સિલથી લખવું.
જવાબ : (A) ગ્રહોનું સૂર્યની આસપાસ ફરવું.
(39) કેળાની છાલ પર પગ આવતાં છોકરો લપસીને પડી જાય છે, કારણ કે............
(A) ઘર્ષણબળ વધુ હોય છે.
(B) ગુરૂત્વાકર્ષણ બળ ઓછું હોય છે.
(C) ઘર્ષણબળ ઓછું હોય છે.
(D) ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય છે.
જવાબ : (C) ઘર્ષણબળ ઓછું હોય છે.
(40) બરફ પર ચાલવું કઠિન હોય છે, કારણ કે….......
(A) ઘર્ષણબળ વધુ હોય
(B) ઘર્ષણબળ ઓછું હોય
(C) દબાણ વધુ હોય
(D) દબાણ ઓછું હોય
જવાબ : (B) ઘર્ષણબળ ઓછું હોય
(41) નીચેનામાંથી કઇ બાબતમાં ઘર્ષણબળ બિનઉપયોગી છે?
(A) ચાલવું
(B) ઇલેક્ટ્રીક મોટરનું ફરવું
(C) બ્રેક લગાડવી
(D) લખવું
જવાબ : (B) ઇલેક્ટ્રીક મોટરનું ફરવું
(42) નીચેનામાંથી ક્યું ઘર્ષણબળ માટે સાચું નથી?
(A) તે લપસતી વસ્તુને અટકાવે છે.
(B) તે વસ્તુનો આકાર બદલી શકે છે.
(C) તે લપસતી વસ્તુની દિશા બદલી શકે છે.
(D) તે વસ્તુને વધુ ઝડપથી લપસાવી શકે છે.
જવાબ : (D) તે વસ્તુને વધુ ઝડપથી લપસાવી શકે છે.
(43) નીચેનામાંથી કઇ લપસતી સપાટીની લાક્ષણિકતા છે?
(A) ઘર્ષણબળ ઓછું હોય.
(B) ઘર્ષણબળ વધુ હોય.
(C) કોઇકવાર ઓછું અને કોઇકવાર વધુ.
(D) આપેલ તમામ.
જવાબ : (A) ઘર્ષણબળ ઓછું હોય.
(44) યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(I) ઘર્ષણ સપાટીઓના...............પર આધાર રાખે છે.
(II) ઘર્ષણ..............ઉત્પન્ન કરે છે.
(III) કેરમ બોર્ડ પર અબરખનો પાઉડર છાંટવાથી ઘર્ષણ.......થાય છે.
(IV) સ્લાઇડિંગ ધર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ...........હોય છે. … થાય છે.
(A) ઊર્જા, વધુ, ઉષ્મા, ઓછું
(B) આકાર, ઊર્જા, વધુ, વધુ
(C) પ્રકાર, ઉષ્મા, ઓછું, વધારે
(D) પ્રકાર, ઉષ્મા, ઓછું, ઓછું
જવાબ : (D) પ્રકાર, ઉષ્મા, ઓછું, ઓછું
(45) નીચેનામાંથી ક્યો વિકલ્પ ઘર્ષણબળ માટે સાચો નથી?
(A) ક્યારેક ઘર્ષણ અનિચ્છનીય હોય છે.
(B) સ્લાઇડિંગ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં વધુ હોય છે.
(C) ઘર્ષણ સંપર્કમાં રહેલી સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે.
(D) કોઇ સપાટીને ખરબચડી બનાવીને ઘર્ષણ વધારી શકાય છે.
જવાબ : (B) સ્લાઇડિંગ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં વધુ હોય છે.
(46) નીચેનામાંથી કયો વિકલ્પ ઘર્ષણબળ માટે સાચો છે?
(A) લોટણ ઘર્ષણ એ સ્લાઇડિંગ ઘર્ષણ કરતાં વધુ છે.
(B) લોટણ ઘર્ષણ એ સ્લાઇડિંગ ઘર્ષણ જેટલું જ છે.
(C) લોટણ ઘર્ષણ એ સ્લાઇડિંગ ઘર્ષણ કરતાં ઓછું છે.
(D) A અને B બંને
જવાબ : (C) લોટણ ઘર્ષણ એ સ્લાઇડિંગ ઘર્ષણ કરતાં ઓછું છે.
(47) કેવા પ્રકારની વસ્તુ ઊંજણતેલ તરીકે ઓળખાય છે?
(A) જે ઘર્ષણ વધારે
(B) જે ઘર્ષણ ઘટાડે
(C) જે ઘર્ષણ ઘટાડે અથવા વધારે
(D) એકપણ નહિ
જવાબ : (B) જે ઘર્ષણ ઘટાડે
(48) બે સપાટી વચ્ચે પ્રવાહી પદાર્થ આવવાથી ઘર્ષણબળમાં શું ફેરફાર જોવા મળે છે?
(A) વધારો થાય છે.
(B) ઘટાડો થાય છે.
(C) કંઇ ફરક ન પડે.
(D) આપેલ તમામ
જવાબ : (B) ઘટાડો થાય છે.
(49) ઊંજણતેલ.............
(A) ઘર્ષણ ઘટાડે
(B) ઘર્ષણ વધારે
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (A) ઘર્ષણ ઘટાડે
(50) તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણબળને શું કહે છે?
(A) સ્થિત
(B) ઘસડાવું
(C) સ્લાઇડ
(D) એકપણ નહિ
જવાબ : (B) ઘસડાવું