ધોરણ : 8
વિષય : વિજ્ઞાન
એકમ : 10. ધ્વનિ
MCQ : 40
(1) ધ્વનિ ......... માં પ્રસરી શકે છે.
(A) માત્ર ઘન પદાર્થ
(B) માત્ર પ્રવાહી પદાર્થ
(C) માત્ર વાયુ પદાર્થ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(2) કાનનો પડદોએ.......નો ભાગ છે.
(A) ધ્વનિ ઉત્પન્ન કરનાર અંગ
(B) કંકાલતંત્ર
(C) પ્રજનન અંગ
(D) શ્રવણ અંગ
જવાબ : (D) શ્રવણ અંગ
(3) મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ........… છે.
(A) 20 Hz થી 25000 Hz
(B) 20 Hz કરતાં ઓછી
(C) 20,000 Hz કરતાં વધું
(D) 20 Hz થી 20,000 Hz
જવાબ : (D) 20 Hz થી 20,000 Hz
(4) સાઈકલની ઘંટડીમાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે?
(A) હવા
(B) ઘંટડીની ઉપરની સપાટી
(C) ઘંટડીની નીચેની સપાટી
(D) B અને C બંને
જવાબ : (B) ઘંટડીની ઉપરની સપાટી
(5) પદાર્થની ઉપર - નીચે કે આગળ - પાછળ થતી ઝડપી ગતિને ........ કહે છે.
(A) દોલન
(B) કંપવિસ્તાર
(C) કંપન
(D) અવમંદન
જવાબ : (C) કંપન
(6) ધ્વનિની પ્રબળતા………......… ના સમપ્રમાણ છે.
(A) કંપવિસ્તારના વર્ગમૂળ
(B) કંપનના કંપવિસ્તાર
(C) કંપવિસ્તારના વર્ગ
(D) કંપવિસ્તારના બમણા
જવાબ : (C) કંપવિસ્તારના વર્ગ
(7) ધ્વનિની પ્રબળતા………….એકમમાં દર્શાવાય છે.
(A) હર્ટ્ઝ
(B) ડેસિબલ
(C) પાસ્કલ
(D) એક્પણ નહિ
જવાબ : (B) ડેસિબલ
(8) પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ .......... mm લાંબા હોય છે
(A) 20
(B) 10
(C) 5
(D) 2
જવાબ : (A) 20
(9) ધ્વનિ .......... માં પ્રસરણ પામતો નથી.
(A) ઘન પદાર્થ
(B) પ્રવાહી પદાર્થ
(C) વાયુ પદાર્થ
(D) શૂન્યાવકાશ
જવાબ : (D) શૂન્યાવકાશ
(10) નીચેનામાંથી ક્યા સ્વરૂપના માધ્યમમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે?
(A) વાયુ
(B) પ્રવાહી
(C) ઘન
(D) શૂન્યાવકાશ
જવાબ : (C) ઘન
(11) ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરૂષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય છે?
(A) પ્રબળતા
(B) પીચ
(C) આવર્તકાળ
(D) કંપવિસ્તાર
જવાબ : (B) પીચ
(12) માધ્યમના કણો પોતાના સમતોલન સ્થાનથી કોઈ એક તરફ અનુભવતા મહત્તમ સ્થાનાંતરને………… કહે છે.
(A) કંપવિસ્તાર
(B) તરંગ લંબાઈ
(C) આવૃત્તિ
(D) ઝડપ
જવાબ : (A) કંપવિસ્તાર
(13) કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતાં કંપનોની સંખ્યાને ......... કહે છે.
(A) આવૃત્તિ
(B) આવર્તકાળ
(C) તરંગ લંબાઈ
(D) કંપવિસ્તાર
જવાબ : (A) આવૃત્તિ
(14) એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને…………કહે છે.
(A) કંપવિસ્તાર
(B) આવૃત્તિ
(C) આવર્તકાળ
(D) એકપણ નહિ
જવાબ : (C) આવર્તકાળ
(15) 1 હટર્ઝ =.....................
(A) 1 કંપન/મિનિટ
(B) 10 કંપન/મિનિટ
(C) 60 કંપન/મિનિટ
(D) 600 કંપન/મિનિટ
જવાબ : (C) 60 કંપન/મિનિટ
(16) સ્વરપેટીને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે?
(A) જઠર
(B) હૃદય
(C) કંઠસ્થાન
(D) મોં
જવાબ : (C) કંઠસ્થાન
(17) ધ્વનિના કંપનનો કંપવિસ્તાર વધારે હોય તો......
(A) ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે.
(B) ઘોંઘાટ
(C) ઉત્પન્ન થતો ધ્વનિ ધીમો હોય છે.
(D) એકપણ નહિ
જવાબ : (A) ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે.
(18) ધ્વનિની પીચ......... ઉપર આધારિત હોય છે.
(A) આવૃત્તિ
(B) કંપવિસ્તાર
(C) ઝડપ
(D) ધ્વનિની પ્રબળતા
જવાબ : (A) આવૃત્તિ
(19) ધ્વનિએ શું છે ?
(A) એક પ્રકારનું કાર્ય છે.
(B) એક પ્રકારની ઊર્જા છે.
(C) એક પ્રકારનું બળ છે.
(D) એકપણ નહિ
જવાબ : (B) એક પ્રકારની ઊર્જા છે.
(20) મનુષ્યમાં સ્વરપેટીનું કાર્ય જણાવો.
(A) ધ્વનિ ઉત્પન્ન કરવાનું
(B) પવન ઉત્પન્ન કરવાનું
(C) ધ્વનિની પ્રબળતા ઉત્પન્ન કરવાનું
(D) એકપણ નહિ
જવાબ : (A) ધ્વનિ ઉત્પન્ન કરવાનું
(21) ધ્વનિ પ્રદૂષણ કોના માટે નુકશાનકારક છે?
(A) મનુષ્ય
(B) બિલાડી
(C) પક્ષી
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(22) હવાના સ્તંભના કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરતું રસોડામાં ઉપયોગી સાધન કયું છે?
(A) કૂકર
(B) ખલદસ્તો
(C) મિક્સર
(D) આપેલ તમામ
જવાબ : (A) કૂકર
(23) ધ્વનિની પ્રબળતા ઘટાડવા તમે શું કરશો?
(A) ધ્વનિના કંપનની આવૃત્તિમાં ઘટાડો કરીશ.
(B) ધ્વનિના કંપનની આવૃત્તિમાં વધારો કરીશ.
(C) ધ્વનિના કંપવિસ્તારમાં ઘટાડો કરીશ.
(D) ધ્વનિના કંપવિસ્તારમાં વધારો કરીશ.
જવાબ : (C) ધ્વનિના કંપવિસ્તારમાં ઘટાડો કરીશ.
(24) ધ્વનિની પ્રબળતાનું માપન કયા એકમમાં થાય છે?
(A) dB
(B) Hz
(C) m
(D) m/s
જવાબ : (A) dB
(25) ધ્વનિની પ્રબળતા શાના દ્વારા નક્કી કરવામાં આવે છે?
(A) કંપનના કંપવિસ્તાર
(B) કંપનના કંપવિસ્તાર અને આવૃત્તિના પ્રમાણ
(C) કંપનની આવૃત્તિ
(D) એકપણ નહિ
જવાબ : (A) કંપનના કંપવિસ્તાર
(26) અલ્ટ્રાસાઉન્ડના કંપનની આવૃત્તિ કેટલી હોય છે?
(A) 20 Hz થી 20,000 Hz ની વચ્ચે હોય છે.
(B) 20 Hz થી ઓછી હોય છે.
(C) 20,000 Hz થી ઉપર હોય છે.
(D) એકપણ નહિ
જવાબ : (C) 20,000 Hz થી ઉપર હોય છે.
(27) પુરૂષ અને સ્ત્રીના ધ્વનિને કઈ બાબત થી અલગ કરી શકાય છે?
(A) કંપવિસ્તાર
(B) આવૃત્તિ
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (C) A અને B બંને
(28) શરીરના કંપનની આવૃત્તિ જેમ ઉચ્ચ તેમ...........
(A) પીચ વધારે
(B) પીચ ઓછી
(C) ધ્વનિ વધારે મોટો
(D) ધ્વનિ વધારે નરમ
જવાબ : (A) પીચ વધારે
(29) શાળાના ઘંટનો અવાજ શાના કારણે પેદા થાય છે?
(A) ઘસવાથી
(B) હવાથી
(C) ધ્રુજારીથી
(D) લટકાવવાથી
જવાબ : (C) ધ્રુજારીથી
(30) સિસોટીમાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે?
(A) હવા
(B) ચામડાનું પડ (મેમ્બ્રેન)
(C) લાકડું
(D) તાર
જવાબ : (A) હવા
(31) તંબૂરામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે?
(A) હવા
(B) ચામડાનું પડ (મેમ્બ્રેન)
(C) લાકડું
(D) તાર
જવાબ : (D) તાર
(32) નગારામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે?
(A) હવા
(B) ચામડાનું પડ (મેમ્બ્રેન)
(C) લાકડું
(D) તાર
જવાબ : (B) ચામડાનું પડ (મેમ્બ્રેન)
(33) કયા સાધનમાં તાર ધ્રુજવાથી અવાજ ઉત્પન્ન થાય છે?
(A) શરણાઈ
(B) તબલાં
(C) સિતાર
(D) ઘંટ
જવાબ : (C) સિતાર
(34) એક લોલક 5 સેકન્ડમાં 20 વાર આંદોલન કરે છે, તો તેનો આવર્તકાળ કેટલો હોય?
(A) 4 second
(B) 0.25 second
(C) 100 second
(D) 15 second
જવાબ : (B) 0.25 second
(35) 20,000 Hz થી વધારે આવૃત્તિવાળો ધ્વનિ કોણ સાંભળી શકે છે?
(A) બાળક
(B) સ્ત્રી
(C) પુરૂષ
(D) શ્વાન
જવાબ : (D) શ્વાન
(36) શારીરિક રીતે કષ્ટદાયક ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે?
(A) 80 dB થી ઓછી
(B) 80 dB
(C) 80 dB થી વધારે
(D) 10 dB થી 80 dB
જવાબ : (C) 80 dB થી વધારે
(37) તંદુરસ્ત મનુષ્યના સામાન્ય શ્વાસના ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે?
(A) 70 dB
(B) 60 dB
(C) 30 dB
(D) 10 dB
જવાબ : (D) 10 dB
(38) વ્યસ્ત ટ્રાફિકમાં ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે?
(A) 70 dB
(B) 60 dB
(C) 30 dB
(D) 10 dB
જવાબ : (A) 70 dB
(39) કંપનની આવૃતિને ધ્યાને રાખી પાત્રને ચઢતા ક્રમમાં ગોઠવો.
(A) પાત્ર - ।।। > પાત્ર - ।। > પાત્ર - ।
(B) પાત્ર - । > પાત્ર - ।। > પાત્ર - ।।।
(C) પાત્ર - ।।। > પાત્ર - । > પાત્ર - ।।
(D) પાત્ર - । > પાત્ર - ।।। > પાત્ર - ।।
જવાબ : (B) પાત્ર - । > પાત્ર - ।। > પાત્ર - ।।।
(40) કયા પાત્રમાં અવાજ તીણો સંભળાશે?
(A) પાત્ર - ।।।
(B) પાત્ર - ।।
(C) પાત્ર - ।
(D) એકપણ નહિ
જવાબ : (A) પાત્ર - ।।।