ધોરણ : 8
વિષય : વિજ્ઞાન
એકમ : 8. બળ અને દબાણ
MCQ : 40
(1) કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડાં પર........લગાડવું પડે છે.
(A) દળ
(B) વજન
(C) બળ
(D) કદ
જવાબ : (C) બળ
(2) વસ્તુ પર બળ લાગે છે, તેનો અર્થ...
(A) વસ્તુ માત્ર ખેંચાય છે.
(B) વસ્તુ માત્ર ધકેલાય છે.
(C) વસ્તુનો માત્ર આકાર બદલાય છે.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(3) એક ઇંટને ત્રણ જુદી જુદી રીતે ટેબલ પર મૂકેલ છે, તો ટેબલ પર ઇંટ દ્વારા લાગતું દબાણ.........
(A) સ્થિતિ - a માં મહત્તમ હશે.(B) સ્થિતિ - b માં મહત્તમ હશે.
(C) સ્થિતિ - C માં મહત્તમ હશે.
(D) ત્રણે સ્થિતિમાં એકસમાન હશે.
જવાબ : (A) સ્થિતિ - a માં મહત્તમ હશે.
(4) દબાણ = ……………………
(A) બળ/ક્ષેત્રફળ
(B) દળ/ ક્ષેત્રફળ
(C) ઘનતા/ ક્ષેત્રફળ
(D) કદ/ ક્ષેત્રફળ
જવાબ : (A) બળ/ક્ષેત્રફળ
(5) બળની અસર.............
(A) પદાર્થની ગતિની અવસ્થા બદલવી
(B) પદાર્થનો આકાર બદલવો
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (C) A અને B બંને
(6) આપણી આસપાસના હવાના આવરણને શું કહે છે '
(A) જલાવરણ
(B) વાતાવરણ
(C) મૃદાવરણ
(D) જીવાવરણ
જવાબ : (B) વાતાવરણ
(7) નીચેનામાંથી ક્યું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે?
(A) ઘર્ષણબળ
(B) સ્થિત વિદ્યુતબળ
(C) ગુરૂત્વાકર્ષણ બળ
(D) ચુંબકીય બળ
જવાબ : (A) ઘર્ષણબળ
(8) 5m2 ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે 50 N બળ લાગે છે, તો દબાણ કેટલું લાગતું હશે?
(A) 10 Nm²
(B) 250 N/m²
(C)10 N/m²
(D) 250 Nm²
જવાબ : (C)10 N/m²
(9) યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિભાગ : A | વિભાગ : B |
(1) બળ | (a) બળની માત્રા |
(2) સંપર્ક બળ | (b) સ્નાયુબળ |
(3) સ્થિત વિદ્યુતબળનું મૂલ્ય | (c) ખેંચવું કે ધકેલવું |
(4) ગુરુત્વાકર્ષણ બળ | (d) અસંપર્ક બળ |
(A) 1-a, 2-b, 3-c, 4-d
(B) 1-c, 2-b, 3-a, 4-d
(C) 1-b, 2-c, 3-d, 4-a
(D) એકપણ નહીં
જવાબ : (B) 1-c, 2-b, 3-a, 4-d
(10) એક નાનું સાધન તેની આસપાસ મૂકેલી લોખંડની ખીલીઓને પોતાની તરફ આકર્ષે છે, તો અહીં ક્યું બળ હાજર છે?
(A) ગુરૂત્વાકર્ષણ બળ
(B) ચુંબકીય બળ
(C) ઘર્ષણબળ
(D) સ્નાયુબળ
જવાબ : (B) ચુંબકીય બળ
(11) દરિયાની અંદર 10m ઊંડાઈએ કે 20m ઊંડાઈએ કઈ જગ્યાએ દબાણ વધારે હશે ?
(A) 10m
(B) 20m
(C) A અને B બંને
(D) એક્પણ નહિ
જવાબ : (B) 20m
(12) ઘર્ષણબળ એ શું છે?
(A) સ્નાયુબળ
(B) ચુંબકીય બળ
(C) સંપર્ક
(D) એક્પણ નહિ
જવાબ : (C) સંપર્ક
(13) આકૃતિમાં દર્શાવેલ પાણીની ટાંકી સાથે એક સરખા વ્યાસવાળી ચાર ટ્યૂબ M, N, O અને P પાસે લગાડેલ છે. કઈ ટ્યૂબમાંથી પાણી એક સરખા દબાણથી બહાર વહેવા લાગશે?
(A) M અને N
(B) N અને O
(C) O અને P
(D) M અને P
જવાબ : (B) N અને O
(14) લોટના દડાને વણીને રોટલી બનાવવા માટે કયું બળ વપરાય છે?
(A) અસંપર્ક બળ
(B) સ્નાયુબળ
(C) ગુરૂત્વાકર્ષણ બળ
(D) એકપણ નહિ
જવાબ : (B) સ્નાયુબળ
(15) એવી કઈ પરિસ્થિતિ છે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિ અવસ્થા બદલો છો?
(A) કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી
(B) બેટ્સમેન દ્વારા ફટકારાયેલ બોલ
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (C) A અને B બંને
(16) બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતાં બળો......... ને કારણે અને હવાના......... ને કારણે હોય છે.
(A) સ્નાયુ, સંપર્ક
(B) ગુરૂત્વ, ઘર્ષણ
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (B) ગુરૂત્વ, ઘર્ષણ
(17) એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે, હથોડો મારવાને કારણે લોખંડના ટુકડા પર કયું બળ લાગે છે?
(A) સ્નાયુબળ
(B) ઘર્ષણબળ
(C) ગુરૂત્વાકર્ષણ બળ
(D) એકપણ નહિ
જવાબ : (A) સ્નાયુબળ
(18) હોડીને હલેસા મારવાનું બંધ કરતા થોડે દૂર જઈને તે………… ને લીધે સ્થિર થાય છે.
(A) સ્નાયુબળ
(B) ઘર્ષણ બળ
(C) ચુંબકીય બળ
(D) ગુરુત્વાકર્ષણ બળ
જવાબ : (B) ઘર્ષણ બળ
(19) સ્નાયુબળ એ કેવું બળ છે?
(A) અસંપર્ક
(B) સંપર્ક
(C) સ્થિત વિદ્યુત
(D) ઘર્ષણ
જવાબ : (B) સંપર્ક
(20) મશીનના કેટલાક ભાગોમાં લાંબા સમયના ઉપયોગ પછી ઘસારો જોવા મળે છે, તો ત્યાં કેવા પ્રકારનું બળ લાગતું હશે?
(A) સ્નાયુબળ
(B) ઘર્ષણબળ
(C) ગુરૂત્વાકર્ષણ બળ
(D) સ્થિત વિદ્યુતબળ
જવાબ : (B) ઘર્ષણબળ
(21) જમીનથી ઊંચાઈ જેમ વધે તેમ વાતાવરણનું દબાણ......
(A) વધે
(B) ઘટે
(C) અચળ
(D) એકપણ નહિ
જવાબ : (B) ઘટે
(22) પદાર્થ પર પરસ્પર વિરૂદ્ધ દિશામાં લાગતાં બે બળોનું પરિણામી બળ એ બંને બળોના…………..જેટલું હોય છે.
(A) સરવાળા
(B) ગુણાકાર
(C) તફાવત
(D) A અને B બંને
જવાબ : (C) તફાવત
(23) પાણીમાં ડૂબાડેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળતી જોવા મળે છે. જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે, તો ડ્રોપરમાં પાણી ચઢવાનું કારણ ......... છે.
(A) રબરના બલ્બનો આકાર
(B) પાણીનું દબાણ
(C) પૃથ્વીનું ગુરૂત્વ
(D) એકપણ નહિ
જવાબ : (D) એકપણ નહિ
(24) શ્વેતા સાઈકલ ચલાવતી વખતે પેડલ પર જે બળ લગાવે છે, તે બળને.......... કહે છે.
(A) ચુંબકીય બળ
(B) સ્થિત વિદ્યુતબળ
(C) સ્નાયુબળ
(D) ગુરૂત્વાકર્ષણ બળ
જવાબ : (C) સ્નાયુબળ
(25) વાતાવરણનું દબાણ ઓછું ક્યાં હોય છે?
(1) ઊંચા પર્વતની ટોચ પર
(2) જમીન પર
(A) 1
(B) 2
(C) 1 અને 2 બંને
(D) એકપણ નહિ
જવાબ : (A) 1
(26) શું પ્રવાહી ઊર્ધ્વદિશામાં દબાણ લગાડે છે?
(A) હા
(B) ના
(C) કહીના શકાય
(D) એકપણ નહિ
જવાબ : (A) હા
(27) બળને સંપૂર્ણપણે રજૂ કરવા માટે શાની જરૂર પડે છે?
(A) દિશા
(B) મૂલ્ય
(C) દિશા અને મૂલ્ય બંને
(D) એકપણ નહિ
જવાબ : (C) દિશા અને મૂલ્ય બંને
(28) વાતાવરણના દબાણના અસ્તિત્વ પર કાર્યરત હોય તેવી એક રચના..........
(A) હથોડી
(B) સ્ટ્રો
(C) ખૂરપી
(D) એકપણ નહિ
જવાબ : (B) સ્ટ્રો
(29) કઈ રાશિ વડે આપણે નક્કી કરીએ છીએ કે આપેલ બે પદાર્થોમાંથી ક્યો પદાર્થ એકમ સમયમાં વધુ અંતર કાપશે?
(A) તેમના દળને આધારે
(B) તેમની ઝડપને આધારે
(C) તેમની ઘનતાને આધારે
(D) આપેલ તમામ
જવાબ : (B) તેમની ઝડપને આધારે
(30) સાચું વિધાન ક્યુ છે?
(A) એકલું અટુલું બળ અસ્તિત્વ ધરાવતું નથી.
(B) પવનચક્કી તેના પર લાગતાં હવાના સંપર્ક બળને કારણે કાર્ય કરે છે.
(C) A અને B બંને
(D) એકપણ નહીં
જવાબ : (C) A અને B બંને
(31) બળ લાગવા માટે ઓછામાં ઓછા…………. પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ.
(A) ત્રણ
(B) ચાર
(C) બે
(D) પાંચ
જવાબ : (C) બે
(32) ગતિની દિશામાં કોણ ફેરફાર કરે છે?
(A) દળ
(B) બળ
(C) સ્થાનાંતર
(D) વજન
જવાબ : (B) બળ
(33) કોને સંપર્ક બળ પણ કહે છે?
(A) વિદ્યુતબળ
(B) ચુંબકીય બળ
(C) ગુરૂત્વાકર્ષણ બળ
(D) સ્નાયુબળ
જવાબ : (D) સ્નાયુબળ
(34) એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને.......
(A) આકર્ષે છે.
(B) અપાકર્ષે છે.
(C) ક્યારેક આકર્ષે, ક્યારેક અપાકર્ષે છે.
(D) અસર કરતો નથી.
જવાબ : (B) અપાકર્ષે છે.
(35) ક્યું અસંપર્ક બળ છે?
(A) સ્થિત વિદ્યુતબળ
(B) ચુંબકીય બળ
(C) ગુરૂત્વાકર્ષણ બળ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(36) એક વીજભારીત પદાર્થ દ્વારા બીજા વીજભારીત કે વીજભાર રહીત પદાર્થ પર લાગતા બળને શું કહે છે?
(A) સ્થિત વિદ્યુતબળ
(B) ચુંબકીય બળ
(C) સ્નાયુબળ
(D) ગુરૂત્વાકર્ષણ બળ
જવાબ : (A) સ્થિત વિદ્યુતબળ
(37) પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને શું કહે છે?
(A) ગતિ
(B) વજન
(C) દળ
(D) બળ
જવાબ : (D) બળ
(38) જો બે બળો પદાર્થની એક જ દિશામાં લાગતાં હોય, તો પરિણામી બળ...............
(A) બંને બળોના તફાવત જેટલું હોય.
(B) બંને બળોના ગુણાકાર જેટલું હોય.
(C) બંને બળોના ભાગાકાર જેટલું હોય.
(D) બંને બળોના સરવાળા જેટલું હોય.
જવાબ : (D) બંને બળોના સરવાળા જેટલું હોય.
(39) જે બળ હંમેશાં ગતિ કરતા પદાર્થની ગતિનો અવરોધ કરે છે, તેને........... કહે છે.
(A) વિદ્યુતબળ
(B) ચુંબકીય બળ
(C) સ્નાયુબળ
(D) ઘર્ષણબળ
જવાબ : (D) ઘર્ષણબળ
(40) ક્યું બળ રોલિંગ ગતિ કરતાં બોલને સ્થિર કરે છે?
(A) ઘર્ષણબળ
(B) સ્નાયુબળ
(C) ચુંબકીય બળ
(D) વિદ્યુતબળ
જવાબ : (A) ઘર્ષણબળ