ધોરણ : 7
વિષય : વિજ્ઞાન
એકમ : 13. દૂષિત પાણીની વાર્તા
MCQ : 35
(1) દૂષિત પાણી કયાં જોવા મળે છે?
(A) ખાળ કૂવા
(B) શૌચાલય
(C) ધોબી ઘાટ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(2) નીચેનામાંથી સૌથી શુદ્ધ પાણી કયું છે?
(A) સાબુના ફીણવાળું
(B) ધોબી ઘાટ
(C) તળાવનું
(D) વરસાદનું
જવાબ : (D) વરસાદનું
(3) દૂષિત પાણી એકત્ર ક્યાં થાય છે?
(A) નદીમાં
(B) દરિયામાં
(C) સરોવરમાં
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(4) આપેલ પ્રતીકના નીચે કયું સૂત્ર લખેલ છે?
(A) WATER FOR WEST
(B) WATER FOR LIFE
(C) LIFE FOR WATER
(D) WEST FOR WATER
જવાબ : (B) WATER FOR LIFE
(5) આંતરરાષ્ટ્રીય દસકામાં ‘જીવન માટે પાણી’ ને કાર્યાન્વિત કરવાનો હેતુ નીચેનામાંથી કયો હતો?
(A) જે લોકો શુદ્ધ પાણી પીવાથી વંચિત રહી જાય છે તેમની સંખ્યા અડધાથી ઓછી કરવાનો હતો.
(B) જે લોકો શુદ્ધ પાણી પીવાથી વંચિત રહી જાય છે તેમની સંખ્યા અડધાથી બમણી કરવાનો હતો.
(C) નદીનું વહી જતું પાણી બચાવાનો હતો.
(D) વધુ વૃક્ષો વાવો, વધુ વરસાદ લાવો.
જવાબ : (A) જે લોકો શુદ્ધ પાણી પીવાથી વંચિત રહી જાય છે તેમની સંખ્યા અડધાથી ઓછી કરવાનો હતો.
(6) બઘા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોચેં તે પહેલા દૂર કરવા એટલે.….............પદ્ધતિ.
(A) ક્લોરિન ટ્રીટમેન્ટ
(B) સિવેઝ ટ્રીટમેન્ટ
(C) અવસાદન
(D) બાર સ્ક્રીન
જવાબ : (B) સિવેઝ ટ્રીટમેન્ટ
(7) સિવેઝ એ..............કચરો છે.
(A) ઘન
(B) પ્રવાહી
(C) વાયુ
(D) એકપણ નહિ
જવાબ : (B) પ્રવાહી
(8) શુદ્ધ પાણીની કસોટી કેવી રીતે કરશો?
(A) સુવાસ પરથી
(B) સ્વાદ પરથી
(C) રંગ પરથી
(D) લેબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા
જવાબ : (D) લેબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા
(9) નીચેનામાંથી કયું અકાર્બનિક અશુદ્ધિ ઘટક સિવેઝમાં જોવા મળે છે?
(A) પ્રાણીઓનો કચરો
(B) તેલ
(C) ધાતુઓ
(D) જંતુનાશકો
જવાબ : (C) ધાતુઓ
(10) મન હોલ્સ એટલે.........
(A) બે કે ત્રણ ગટર લાઇન મળે તે.
(B) બે કે ત્રણ ગટર લાઇનની દિશા બદલે તે.
(C) જ્યાં બે કે ત્રણ ગટર લાઇન મળે છે અને તેની દિશા બદલે છે.
(D) એકપણ નહિ
જવાબ : (C) જ્યાં બે કે ત્રણ ગટર લાઇન મળે છે અને તેની દિશા બદલે છે.
(11) પાણીને શુદ્ધ કરવા માટેનો ઘરગથ્થુ પદાર્થ કયો છે?
(A) મીઠું
(B) ક્લોરિન
(C) ફટકડી
(D) B અને C બંને
જવાબ : (D) B અને C બંને
(12) પાણીને જંતુરહિત કરવા માટે કયા રસાયણનો ઉપયોગ કરશો?
(A) ઓઝોન
(B) તેલ
(C) ક્લોરિન
(D) A અને C બંને
જવાબ : (D) A અને C બંને
(13) કયું પાણી કુદરતી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે?
(A) કૂવાનું
(B) ગટરનું
(C) નદીનું
(D) ખાબોચિયાનું
જવાબ : (C) નદીનું
(14) કયું વૃક્ષ વધારાનું નકામું પાણી શોષી લેવાનો ગુણ ધરાવે છે?
(A) લીમડાનું
(B) પીપળાનું
(C) નીલગીરીના
(D) સિસમના
જવાબ : (C) નીલગીરીના
(15) તમારા ઘરે તમે કઈ વસ્તુઓ સિંકમાં નાખવાનું પસંદ નહીં કરો?
(A) ખાદ્ય તેલો - ચરબી
(B) નરમ રમકડા – કપાસ
(C) રંગકો - જંતુનાશકો
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(16) ભૂગર્ભીય જળ માટેનો મહત્વનો સ્ત્રોત કયો છે?
(A) કૂવા
(B) ટ્યૂબવેલ
(C) ઝરણાં
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(17) દૂષિત ભૂગર્ભીય જળથી કયો રોગ ફેલાય છે?
(A) મગજનો તાવ
(B) મેલેરિયા
(C) પ્લેગ
(D) સ્વાઈન ફ્લૂ
જવાબ : (A) મગજનો તાવ
(18) સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવા કઈ વ્યવસ્થા ઉત્તમ છે?
(A) મળટાંકા
(B) રાસાયણિક શૌચાલયો
(C) ખાતર માટેના ખાડાઓ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(19) સ્વચ્છતામાં વધારો કરવા કચરાના નિકાલની............પ્રણાલીને ઉત્તેજન આપવામાં આવ્યું છે.
(A) ઑન સાઈટ
(B) ઑફ સાઇટ
(C) ઓપ્શનલ
(D) એકપણ નહિ
જવાબ : (A) ઑન સાઈટ
(20) તમારા મતે નીચેનામાંથી કોઈપણ પાણી દૂષિત કરવા માટે કોણ સૌથી વધુ જવાબદાર છે?
(A) મનુષ્ય
(B) વૃક્ષો
(C) માછલીઓ
(D) પ્રાણીઓ
જવાબ : (A) મનુષ્ય
(21) કયા પદાર્થો દૂષિત પાણીમાં જોવા મળે છે?
(A) લાકડું
(B) પ્લાસ્ટિક
(C) હાથ રૂમાલ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(22) શુદ્ધ પાણી બચાવવા તમે શું કરશો?
(A) પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરશો
(B) ચેકડેમ બનાવવા
(C) વરસાદનાં પાણીનો સંગ્રહ ભૂગર્ભીય જળ તરીકે કરવો
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(23) તમે કોને દૂષિત પાણી કહેશો?
(A) સ્વાદમાં ખારાશ હોય.
(B) તળાવનું જે માછલીઓથી ભરેલું હોય
(C) પર્યાવરણીય પ્રદૂષકો ભળવાથી બને તે
(D) વધારે ક્ષારવાળું
જવાબ : (C) પર્યાવરણીય પ્રદૂષકો ભળવાથી બને તે
(24) કયા શબ્દનો અર્થ ગંદું અને અસુરક્ષિત થાય છે?
(A) પ્રદૂષકો
(B) રસાયણ
(C) જંતુનાશક
(D) સિવેઝ
જવાબ : (D) સિવેઝ
(25) દૂષિત પાણીમાં સૌથી વધુ કયો પદાર્થ જોવા મળે છે?
(A) કાગળ
(B) પ્લાસ્ટિક
(C) કપડાં
(D) કાચ
જવાબ : (B) પ્લાસ્ટિક
(26) કચરો ગટરોને બંધ કરી દે ત્યારે કયા વાયુનો પ્રવાહ અટકે છે, જે વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે?
(A) ક્લોરિન
(B) ઓઝોન
(C) ઓકિસજન
(D) A અને B બંને
જવાબ : (C) ઓકિસજન
(27) કયા પદાર્થો જમીનના છિદ્રો બંઘ કરી ગાળણની અસરકારકતા ઘટાડે છે?
(A) ચાની પત્તી
(B) તેલ અને ચરબી
(C) પ્લાસ્ટિક અને કાગળ
(D) મળ – મૂત્ર
જવાબ : (B) તેલ અને ચરબી
(28) સિવેઝમાં કાર્બનિક અશુદ્ધિમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે?
(A) યુરિયા
(B) જંતુનાશકો
(C) માનવમળ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(29) સિવેઝ.....................નું જટિલ મિશ્રણ છે.
(A) નિલંબિત દ્રવ્યો, કાર્બનિક - અકાર્બનિક ઘટકો
(B) પોષકતત્વો અને મૃતોપજીવીઓ
(C) રોગકારક સૂક્ષ્મજીવો
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(30) ક્રિયાશીલ કાદવમાંથી પાણીને કઈ પદ્ધતિથી અલગ કરવામાં આવે છે?
(A) રેતી સૂકવણી પથારી
(B) મશીન દ્વારા
(C) વર્મી પ્રોસેસીંગ
(D) A અને B બંને
જવાબ : (D) A અને B બંને
(31) સુકાયેલ કાદવનો ઉપયોગ કયાં થાય છે?
(A) રસ્તા બનાવવા
(B) ઔષધ બનાવવા
(C) માટીના ઘર બનાવવા
(D) ખેતી માટે ખાતર તરીકે
જવાબ : (D) ખેતી માટે ખાતર તરીકે
(32) કયો સિવેઝ ઘટક કૉલેરા અને ટાઈફોઈડ રોગ માટે જવાબદાર છે?
(A) પોષકતત્ત્વો
(B) તેલ
(C) બેકટેરિયા
(D) યુરિયા
જવાબ : (C) બેકટેરિયા
(33) રોગ ફેલાતો અટકાવવા આપેલ કયા પગલાં લેવા જોઈએ?
(A) દૂષિત ખોરાક ન લેવો
(B) પાણી ઉકાળીને પીવું
(C) ગંદકી ન કરવી
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(34) નીચેના પૈકી કયું કારણ રોગ ફેલાવવા માટે જવાબદાર નથી?
(A) તળાવના પાણીનો ઉપયોગ
(B) ગંદકી કરવી
(C) વાસી ખોરાક લેવો
(D) કુદરતી ખાતરનો ઉપયોગ
જવાબ : (D) કુદરતી ખાતરનો ઉપયોગ
(35) નીચેનામાંથી વિધાન ખોટું છે?
વિધાન 1 : પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહિ.
વિધાન 2 : સારવાર ન પામેલ મળ એ સ્વાથ્ય માટે હાનિકારક છે.
(A) ફક્ત વિધાન – 1
(B) ફક્ત વિધાન – 2
(C) વિધાન 1 અને 2
(D) એકપણ નહિ
જવાબ : (A) ફક્ત વિધાન – 1