ધોરણ : 7
વિષય : વિજ્ઞાન
એકમ : 12. જંગલો
MCQ : 45
(1) જંગલો તેમાં રહેતા લોકોની કઇ જરૂરિયાત પૂરી પાડે છે?
(A) ખોરાક
(B) બળતણ
(C) ઔષધો
(D) આપેલા તમામ
જવાબ : (D) આપેલા તમામ
(2) જંગલોને પૃથ્વીના શું કહે છે?
(A) ફેફસાં
(B) હૃદય
(C) આંખો
(D) ત્વચા
જવાબ : (A) ફેફસાં
(3) જંગલો દ્વારા કુદરતી………..ક્રિયાને અસર થાય છે.
(A) વાતાવરણની ગુણવત્તાની
(B) હવાની ગુણવત્તાની
(C) જળચક્રની ગુણવત્તાની
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(4) તમારા મતે જંગલ વિસ્તારની નજીક રહેવાના ફાચદા.......
(A) જંગલ વિસ્તારની નજીકના વિસ્તારમાં વાતાવરણ ખુશનુમા હોય છે.
(B) આ વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડે છે.
(C) જંગલો અવાજ શોષી લે છે, પરિણામે અવાજનું પ્રદૂષણ ઓછું હોય છે.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(5) તમે જંગલની મુલાકાત કરી રહ્યા હોય ત્યારે તમારા દ્વારા થતી ઘોંઘાટની ક્રિયા દ્વારા કોને ખલેલ પહોંચે છે?
(A) પ્રાણીઓ
(B) પક્ષીઓ
(C) વનસ્પતિઓ
(D) A અને B બંને
જવાબ : (D) A અને B બંને
(6) નીચેનામાંથી કોણ વૃક્ષ નથી?
(A) અંજીર
(B) તુલસી
(C) લીમડો
(D) આમળાં
જવાબ : (B) તુલસી
(7) જંગલોમાં દિવસે પણ ખૂબ જ અંધારું લાગતું હોય છે, કારણ કે...
(A) જંગલમાં દિવસે સૂર્ય ઉગતો નથી.
(B) જંગલમાં વૃક્ષો પાસપાસે હોતા નથી.
(C) જંગલમાં વૃક્ષો ખૂબ જ ઘટાદાર હોય છે.
(D) A અને B બંને
જવાબ : (C) જંગલમાં વૃક્ષો ખૂબ જ ઘટાદાર હોય છે.
(8) આપેલમાંથી કઈ જંગલની પેદાશ નથી?
(A) ગુંદર
(B) પ્લાયવૂડ
(C) મીણ
(D) કેરોસીન
જવાબ : (D) કેરોસીન
(9) વનઅભ્યાસ માટે જંગલની મુલાકાત કરતી વખતે તમારી પાસે નીચેનામાંથી કઈ વસ્તુ હોવી જરૂરી છે?
(A) બહિર્ગોળ લેન્સ
(B) લાકડી
(C) નોટબૂક
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(10) ઘાસ અને નાના છોડવાઓ જંગલનું................સ્તર બનાવે છે?
(A) સૌથી ઉપરનું
(B) વચ્ચેનું
(C) સૌથી નીચેનું
(D) બધા જ સ્તર
જવાબ : (C) સૌથી નીચેનું
(11) ઘર વપરાશમાં બનતી કઈ વસ્તુઓ લાકડામાંથી બને છે?
(A) ખોખા
(B) પેપર
(C) દીવાસળી
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(12) રાહુલે ખાડો ખોદી તેમાં પર્ણ નાંખી માટીથી આવરિત કરીને પાણી ઉમેરીને ત્રણ દિવસ પછી માટીનું ઉપરનું સ્તર દૂર કરીને ખાડાની અંદરની હવાનું અવલોકન કરતાં તેને કેવો અનુભવ થયો હશે?
(A) ઠંડી
(B) ગરમ
(C) નક્કી કરી શકાય નહિ
(D) ભેજવાળી અને હૂંફાળી
જવાબ : (D) ભેજવાળી અને હૂંફાળી
(13) તમારા મતે ખોરાકની દ્રષ્ટિએ મોટા ભાગની વનસ્પતિ કેવા પ્રકારની હોય?
(A) સ્વયંપોષી
(B) પરપોષી
(C) મૃતોપજીવી
(D) આપેલ તમામ
જવાબ : (A) સ્વયંપોષી
(14) નીચેની આહાર શૃખલામાં ખૂટતી કડી મૂકો.
જવાબ : B
(15) નીચેનામાંથી આહાર શૃંખલાનો કયો ક્રમ સાચો છે?
(A) ધાસ - હરણ - શિયાળ – સિંહ
(B) ઘાસ - શિયાળ - હરણ - સિંહ
(C) ઘાસ - હરણ - સિંહ - શિયાળ
(D) ઘાસ - સિંહ - હરણ - શિયાળ
જવાબ : (A) ધાસ - હરણ - શિયાળ – સિંહ
નીચેની વાર્તાને આધારે પ્રશ્ન 16 થી 19 ના જવાબ આપો.
એક રાજા હતો. તેને હરણ ખૂબ ગમે. તેના રાજ્યમાં આવેલ જંગલમાં કુલ 1000 હરણ હતા. એક દિવસ રાજાએ હુકમ કર્યો, કોઈએ હરણનો શિકાર કરવો નહિ. ત્યારબાદ 5 વર્ષ પછી ફરી ગણતરી હાથ ધરવામાં આવતા હરણની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નહિ. ત્યારબાદ રાજાએ બીજો હુકમ કર્યો, વાઘ, સિંહ કે અન્ય પ્રાણીઓને પકડીને બીજા જંગલમાં મૂકી આવો. ત્યારપછી 3 વર્ષે હરણની સંખ્યાની ગણતરી કરતાં તે ઘટી ગઈ.
(16) 5 વર્ષ પછી હરણની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નહિ કેમ?
(A) હરણને ખાવાનું વધુ મળતું હતું.
(B) વાઘ, સિંહ, ચિત્તા જેવા પ્રાણીઓ હરણને ખાઈ જતા હતા.
(C) હરણનો શિકાર કરવામાં આવતો હતો.
(D) આપેલ તમામ
જવાબ : (B) વાઘ, સિંહ, ચિત્તા જેવા પ્રાણીઓ હરણને ખાઈ જતા હતા.
(17) તમારા મતે ત્રણ વર્ષ પછી હરણની સંખ્યામાં કેમ ઘટાડો થયો?
(A) શરૂઆતમાં હરણની સંખ્યા વધતાં તેમને ખોરાકની અછત સર્જાવાથી.
(B) હરણ જંગલ છોડીને ચાલ્યા ગયા.
(C) વાઘ, સિંહ, ચિત્તા જેવા પ્રાણીઓને બીજા જંગલમાં મૂકી આવતા તેમના વિરહમાં
(D) આપેલ તમામ
જવાબ : (A) શરૂઆતમાં હરણની સંખ્યા વધતાં તેમને ખોરાકની અછત સર્જાવાથી.
(18) તમારા મતે જંગલમાં વાઘ, સિંહને દૂર કરવાથી જંગલની કઈ ક્રિયામાં ખલેલ પહોંચી હશે?
(A) પ્રકાશસંશ્લેષણ
(B) આહાર શૃંખલા
(C) જલશુદ્ધિકરણ
(D) વરસાદ પડવા
જવાબ : (B) આહાર શૃંખલા
(19) વાર્તાના આધારે જણાવો કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(A) જંગલનો દરેક ભાગ એ અન્ય ભાગ પર આધારિત છે.
(B) જંગલમાં આહાર શૃંખલા જળવાય છે.
(C) શાકાહારી કે માંસાહારી પ્રાણીઓ આખરે તે વનસ્પતિ પર જ નભે છે.
(D) જંગલમાં વાઘ, સિંહ, જેવા પ્રાણીઓને હરણનો શિકાર કરતાં રોકવા જોઈએ.
જવાબ : (D) જંગલમાં વાઘ, સિંહ, જેવા પ્રાણીઓને હરણનો શિકાર કરતાં રોકવા જોઈએ.
(20) જમીનનાં કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે?
(A) સ્તર - A
(B) સ્તર - B
(C) સ્તર – C
(D) સ્તર – D
જવાબ : (A) સ્તર - A
(21) શિક્ષકે વર્ગખંડમાં પ્રશ્ન પૂછયો કે, “જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો શું થાય છે?”
(A) મૃત પ્રાણીઓ ગીધનો ખોરાક બને છે.
(B) મૃત પ્રાણીઓ ગાયનો ખોરાક બને છે.
(C) મૃત પ્રાણીઓ હરણનો ખોરાક બને છે.
(D) મૃત પ્રાણીઓ ચકલીનો ખોરાક બને છે.
જવાબ : (A) મૃત પ્રાણીઓ ગીધનો ખોરાક બને છે.
(22) આકૃતિમાં X અને Y ના અનુક્રમે નામ જણાવો.
(A) વિઘટકો અને શોષણ
(B) શોષણ અને વિઘટકો
(C) વિઘટકો અને ઉત્સર્જન
(D) શોષણ અને ઉત્સર્જન
જવાબ : (A) વિઘટકો અને શોષણ
(23) આપેલ આકૃતિના આધારે તમારા મતે કયું વિધાન યોગ્ય નથી?
(A) જંગલોમાં બધું જ કામનું હોય છે.
(B) જંગલોમાં પોષકતત્ત્વો ચક્રમાં ફરતાં રહે છે.
(C) જંગલોમાં કશું નકામું જતું નથી.
(D) જંગલોમાં વિઘટકોનું કોઈ કામ નથી.
જવાબ : (D) જંગલોમાં વિઘટકોનું કોઈ કામ નથી.
(24) તમારા વર્ગ શિક્ષકે કહ્યું કે જંગલો ફેફસાં કહેવાય છે, તો તમારા મતે શિક્ષકે આવું કેમ કહ્યું હશે?
(A) વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ દ્વારા ઓકિસજન મુક્ત કરે છે.
(B) પ્રાણીઓના શ્વસન માટે વનસ્પતિ ઓક્સિજન પૂરો પાડે છે.
(C) વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડનું સંતુલન જાળવે છે.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(25) તમારા મતે ગીચ ઝાડી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે?
(A) તે હરણને ખોરાક પૂરો પાડે છે.
(B) તે હરણને રહેઠાણ પૂરું પાડે છે.
(C) તે હરણને માંસાહારી પ્રાણીઓથી બચાવે છે.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(26) ઢાલીયા જીવડાનો ખોરાક કયો છે?
(A) મૃત પ્રાણીઓમાંથી
(B) મળના સડેલા ઢગલામાંથી
(C) વનસ્પતિમાંથી
(D) આપેલ તમામ
જવાબ : (B) મળના સડેલા ઢગલામાંથી
(27) તમારો મિત્ર તમને પ્રશ્ન પૂછે છે કે, ‘જંગલમાં વનસ્પતિના બીજનો ફેલાવો કોણ કરતું હશે?’ તો તમારો જવાબ શું હશે?
(A) પવન
(B) ખિસકોલી
(C) ગાય-ભેંસ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(28) પહેલી : જંગલમાં વરસાદ પછી પણ જમીન સૂકી હોય છે.
બૂઝો : જંગલની છત્રછાયા વરસાદના પ્રવાહને રોકીને રાખે છે અને મોટાભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે.
(A) પહેલી અને બૂઝો બંને સાચા છે.
(B) માત્ર બૂઝો ખોટા છે.
(C) માત્ર પહેલી ખોટી છે.
(D) પહેલી અને બૂઝો બંને ખોટા છે.
જવાબ : (A) પહેલી અને બૂઝો બંને સાચા છે.
(29) તમારા વર્ગખંડમાં “જંગલો આપણા મિત્ર” પર જૂથ ચર્ચા ચાલે છે, તો આ બાબત માટે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?
(A) જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે પણ કાર્ય કરે છે.
(B) જંગલો જમીનમાં જળસપાટી જાળવી રાખવામાં મદદ કરે છે.
(C) જંગલોના લીધે આપણને સ્થિર પાણીનો પુરવઠો મળે છે.
(D) જંગલો જમીનનું ધોવાણ કરે છે.
જવાબ : (D) જંગલો જમીનનું ધોવાણ કરે છે.
(30) તમારા મતે જંગલોનો નાશ કેમ થાય છે......
(A) બહુમાળી મકાનોના બાંધકામની જગ્યા માટે
(B) ઔદ્યોગિક વિકાસ માટે (ફેકટરી બનાવવા માટે)
(C) લાકડાની જરૂરિયાત માટે
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(31) નીચેનામાંથી વૃક્ષનો કયો ભાગ જમીનને પકડી રાખે છે?
(A) મૂળ
(B) છાલ
(C) પ્રકાંડ
(D) પર્ણો
જવાબ : (A) મૂળ
(32) જો જંગલો અદ્રશ્ય થઈ જાય તો........
(A) હવામાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે.
(B) હવામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ ઘટે છે.
(C) હવામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધે છે.
(D) પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ઘટાડો થાય.
જવાબ : (C) હવામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધે છે.
(33) જંગલમાં કયા પ્રકારની વનસ્પતિઓ હોય છે?
(A) ઘાસ
(B) વેલા
(C) વૃક્ષો
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(34) સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે........
(A) રેતી
(B) ફૂગ (મશરૂમ)
(C) કળણ
(D) લાકડું
જવાબ : (C) કળણ
(35) વિધાન P - જંગલમાં વાંદરા જોવા મળે છે.
વિધાન Q - જંગલમાં ઊંચા વૃક્ષોની નીચે બીજા વૃક્ષો ઊગતા નથી.
વિધાન R - દરેક જંગલમાં એક જ પ્રકારનાં વૃક્ષો ઊગે છે.
(A) ખરું, ખોટું, ખોટું
(B) ખોટું, ખોટું, ખરું
(C) ખરું, ખોટું, ખરું
(D) ખરું, ખરું, ખરું
જવાબ : (A) ખરું, ખોટું, ખોટું
(36) જંગલના વૃક્ષોને પોષકતત્ત્વોનો પુરવઠો પૂરો પાડવામાં કોણ સહાય કરે છે?
(A) કાગડો
(B) ગીધ
(C) મોર
(D) વિઘટકો
જવાબ : (D) વિઘટકો
(37) જંગલમાં ઊંડાઈવાળા વિસ્તારમાં શા માટે ન જવું જોઈએ?
(A) ત્યાં હિંસક પ્રાણીઓ રહેતા હોવાથી
(B) ત્યાં પાલતું પ્રાણીઓ રહેતા હોવાથી
(C) ત્યાં સારી જાતની વનસ્પતિ થતી હોવાથી
(D) આપેલ તમામ
જવાબ : (A) ત્યાં હિંસક પ્રાણીઓ રહેતા હોવાથી
(38) હવામાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધી જાય તો…….
(A) પૃથ્વીના તાપમાનમાં વધારો થાય.
(B) પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થાય.
(C) ગ્લોબલ વોર્મિંગની ક્રિયામાં વધારો થાય.
(D) A અને C બંને
જવાબ : (D) A અને C બંને
(39) જંગલો અદ્રશ્ય થઈ જાય તો…" જૂથ ચર્ચામાં નીચેનામાંથી કોનું વિધાન ખોટું છે?
નિધી : બળતણ માટે લાકડું, ઔષધિઓ અને અન્ય વસ્તુઓ મેળવી શકાય નહિ.
એસા : જંગલની આહાર શૃંખલા ખોરવાઈ જાય.
ગોપી : ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ શરૂ થઈ જાય.
(A) માત્ર નિધી
(B) માત્ર એસા
(C) નિધી અને ગોપી
(D) એકપણ નહિ
જવાબ : (D) એકપણ નહિ
(40) જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે.......
(A) જંગલોનું પુન: સર્જન નથી થઈ રહ્યું માટે
(B) વધુ પડતા પ્રાણીઓના ચારાને લીધે, વનકટાઈને લીધે
(C) ખેતી માટે જમીન મેળવવા માટે, વનકટાઈને લીધે
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(41) તમારી આસપાસ થતા કયા વૃક્ષમાંથી ગુંદર મળતો નથી?
(A) લીમડો
(B) બાવળ
(C) આસોપાલવ
(D) A અને B બંને
જવાબ : (C) આસોપાલવ
(42) જંગલોએ પૃથ્વીના...........છે.
(A) હૃદય
(B) ફેફસાં
(C) નાક
(D) આંખ
જવાબ : (B) ફેફસાં
(43) જંગલમાંથી મળતી એક નીપજ........
(A) ફળ
(B) ફૂલ
(C) પ્રકાંડ
(D) પાન
જવાબ : (A) ફળ
(44) જંગલમાંથી મળતું ઈમારતી લાકડું.........
(A) સીસમ
(B) લીમડો
(C) સાગ
(D) સેતુર
જવાબ : (C) સાગ
(45) મૃત્યુ પામેલા પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગ કરતું પક્ષી.......
(A) ગીધ
(B) પોપટ
(C) કોયલ
(D) ચકલી
જવાબ : (A) ગીધ