ધોરણ : 7
વિષય : વિજ્ઞાન
એકમ : 11. પ્રકાશ
MCQ : 45
(1) નીચેના પૈકી કયું ઉદાહરણ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે દર્શાવે છે?
(A) ટોર્ચ
(B) કારની હેડ લાઇટ
(C) દીવાદાંડીની સર્ચ લાઇટ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(2) આપેલ આકૃતિ પરથી સાચો વિકલ્પ પસંદ કરો.
(A) (a) અને (b) બંનેમાં દેખાય.
(B) (a) અને (b) બંનેમાં ન દેખાય.
(C) (a) માં દેખાય (b) માં ન દેખાય.
(D) (a) માં ન દેખાય (b) માં દેખાય
જવાબ : (C) (a) માં દેખાય (b) માં ન દેખાય.
(3) નીચેનામાંથી કોણ પ્રકાશની દિશા બદલી શકે છે?
(A) સ્ટીલની ચમચી
(B) સ્ટીલની પ્લેટ
(C) પાણીની સપાટી
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(4) સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી?
(A) વાસ્તવિક
(B) ઊલટું
(C) વસ્તુ કરતાં નાનું
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(5) આપેલ આકૃતિમાં વસ્તુને જ્યાં અરીસો છે, તેની વિરુધ્ધ બાજુએ બે ચોરસ ખસેડવામાં આવે તો અરીસો અને પ્રતિબિંબ વચ્ચે કેટલાં ચોરસ આવે?
(A) એક
(B) ચાર
(C) પાંચ
(D) આઠ
જવાબ : (B) ચાર
(6) અરીસાની મદદથી ચકાસો કે નીચેનામાંથી કોનું પ્રતિબિંબ ગુજરાતી મૂળાક્ષર મળે?
(A) ક
(B) ચ
(C) લ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(7) સમતલ અરીસામાં મળતાં વસ્તુના પ્રતિબિંબ વિશે શું સાચું નથી?
(A) પ્રતિબિંબ વાસ્તવિક મેળવી શકાય
(B) પ્રતિબિંબ અરીસાની પાછળ મળે
(C) પ્રતિબિંબ ચત્તું મળે
(D) પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું મળે
જવાબ : (A) પ્રતિબિંબ વાસ્તવિક મેળવી શકાય
(8) બસનો રીઅર વ્યૂ મિરર સમતલ અરીસો છે. ડ્રાઇવર 4m/s ની ઝડપથી બસને આગળ લે છે. ડ્રાઈવર તેનાં રીઅર વ્યૂ મિરરમાં બસની પાછળ ઉભેલી રીક્ષા જુએ છે, તો ડ્રાઇવરને રીક્ષાનું પ્રતિબિંબ કેટલી ઝડપથી તેનાથી દૂર જતું જણાશે?
(A) 2 m/s
(B) 4 m/s
(C) 8 m/s
(D) 16 m/s
જવાબ : (C) 8 m/s
(9) અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાય?
(A) વાસ્તવિક અને નાનું
(B) વાસ્તવિક અને મોટું
(C) આભાસી અને મોટું
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(10) સાયકલની ઘંટડીની ચળકતી સપાટી પર પ્રતિબિંબ કેવું મળે છે?
(A) ચતુ અને નાનું
(B) ઊલટું અને નાનું
(C) ચતું અને મોટું
(D) ઊલટું અને મોટું
જવાબ : (A) ચતુ અને નાનું
(11) ચોમાસામાં વરસાદનાં દિવસોમાં મેઘધનુષ્ય કચારે દેખાય છે?
(A) સવારે પૂર્વ દિશામાં
(B) સાંજે પશ્ચિમ દિશામાં
(C) સવારે ઉત્તર દિશામાં
(D) એકપણ નહિ
જવાબ : (D) એકપણ નહિ
(12) નીચેનામાંથી બહિર્ગોળ લેન્સ શામાં વપરાય છે?
(A) ટેલિસ્કોપ
(B) કેમેરો
(C) માઈક્રોસ્કોપ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(13) બાળકોને દૂરનું જોવા માટે કેવા પ્રકારનો લેન્સ વપરાય છે?
(A) બહિર્ગોળ લેન્સ
(B) અંતર્ગોળ લેન્સ
(C) અપસારી લેન્સ
(D) B અને C બંને
જવાબ : (D) B અને C બંને
(14) લખાણના ઝીણાં અક્ષર વાંચવા…………..વપરાય છે.
(A) બહિર્ગોળ લેન્સ
(B) અંતર્ગોળ લેન્સ
(C) મેગ્નિફાઇંગ લેન્સ
(D) A અને C બંને
જવાબ : (D) A અને C બંને
(15) કોના વડે રચાતા પ્રતિબિંબને પડદા પર કયારેય મેળવી શકાતું નથી?
(A) અંતર્ગોળ અરીસો
(B) બહિર્ગોળ લેન્સ
(C) અંતર્ગોળ લેન્સ
(D) બહિર્ગોળ અરીસો
જવાબ : (C) અંતર્ગોળ લેન્સ
(16) સફેદ પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ છે?
(A) એક
(B) સાત
(C) ચાર
(D) એકપણ નહિ
જવાબ : (B) સાત
(17) સમતલ અરીસા સામે ઊભા રહીને તમારા પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો કરવા માટે તમારે કયો હાથ ઊંચો કરવો પડે?
(A) ડાબો
(B) જમણો
(C) બંને
(D) એકપણ નહિ
જવાબ : (B) જમણો
(18) અળસિયાનાં શરીરના ભાગો જોવા માટે તમે શું વાપરશો?
(A) સમતલ અરીસો
(B) અંતર્ગોળ લેન્સ
(C) મેગ્નિફાઇંગ ગ્લાસ
(D) અપસારી લેન્સ
જવાબ : (C) મેગ્નિફાઇંગ ગ્લાસ
(19) કયો લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેનાં ભાગમાં જાડો હોય છે?
(A) બહિર્ગોળ લેન્સ
(B) અંતર્ગોળ લેન્સ
(C) અપસારી લેન્સ
(D) એકપણ નહિ
જવાબ : (A) બહિર્ગોળ લેન્સ
(20) આપેલ આકૃતિમાં સાત રંગોવાળી તકતીને ભ્રમણ કરાવતાં તે કેવા રંગની જણાય છે?
(A) લાલ
(B) સફેદ
(C) રંગબેરંગી
(D) કાળો
જવાબ : (B) સફેદ
(21) નીચેનામાંથી કયું જોડકુ સાચું છે?
(A) સમતલ અરીસો – આભાસી અને વસ્તુ જેવડું પ્રતિબિંબ
(B) બહિર્ગોળ લેન્સ - અપસારી લેન્સ
(C) અંતર્ગોળ લેન્સ - અભિસારી લેન્સ
(D) અંતર્ગોળ લેન્સ – માઈક્રોસ્કોપમાં વપરાય
જવાબ : (A) સમતલ અરીસો – આભાસી અને વસ્તુ જેવડું પ્રતિબિંબ
(22) વાસ્તવિક પ્રતિબિંબ માટે કયું વિધાન સુસંગત છે?
(A) હંમેશા ચત્તું
(B) હંમેશા ઊલટું
(C) ચત્તું અને ઊલટું
(D) એકપણ નહિ
જવાબ : (B) હંમેશા ઊલટું
(23) આપેલ આકૃતિમાં પ્રકાશનો માર્ગ કેવો છે?
(A) ઉલટો
(B) ત્રાંસો
(C) વાંકો ચૂંકો
(D) સીધો
જવાબ : (D) સીધો
(24) સમતલ અરીસામાં વસ્તુઅંતર અને પ્રતિબિંબ અંતર કેવું હોય છે?
(A) ઓછું
(B) અલગ - અલગ
(C) સરખાં
(D) આપેલ તમામ
જવાબ : (C) સરખાં
(25) હેન્સ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 6 મીટર છે. જો તે અરીસા તરફ 2 મીટર ખસે ત્યારે ગોપાલ અને તેનાં પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થશે?
(A) 4 મીટર
(B) 8 મીટર
(C) 6 મીટર
(D) 10 મીટર
જવાબ : (B) 8 મીટર
(26) કોને અભિસારી લેન્સ કહે છે?
(A) અંતર્ગોળ લેન્સ
(B) સમતલ અરીસો
(C) બહિર્ગોળ લેન્સ
(D) અંતર્ગોળ અરીસો
જવાબ : (C) બહિર્ગોળ લેન્સ
(27) કોઈ પણ વસ્તુ આપણને કયારે દેખાય છે?
(A) વસ્તુ પર પ્રકાશ પડે અને આપણા પર પ્રકાશ ન પડે ત્યારે
(B) વસ્તુ પર પ્રકાશ ન પડે અને આપણા પર પ્રકાશ પડે ત્યારે
(C) વસ્તુ અને આપણા બંને પર પ્રકાશ પડે ત્યારે
(D) પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે ત્યારે
જવાબ : (D) પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે ત્યારે
(28) વાહનોની હેડલાઈટમા કયો અરીસો વપરાય છે?
(A) અંતર્ગોળ અરીસો
(B) બહિર્ગોળ અરીસો
(C) સમતલ અરીસો
(D) મેગ્નિફાઈંગ ગ્લાસ
જવાબ : (A) અંતર્ગોળ અરીસો
(29) માઈક્રોસ્કોપમાં શું વપરાય છે?
(A) અંતર્ગોળ લેન્સ
(B) બહિર્ગોળ લેન્સ
(C) સમતલ અરીસો
(D) બહિર્ગોળ અરીસો
જવાબ : (B) બહિર્ગોળ લેન્સ
(30) સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે?
(A) પ્રકાશનું શોષણ
(B) પ્રકાશનું પ્રસરણ
(C) પ્રકાશનું વિભાજન
(D) પ્રકાશનું પરાવર્તન
જવાબ : (C) પ્રકાશનું વિભાજન
(31) વિધાન 1 : આકાશમાં દેખાતા મેઘધનુષ્યમાં ચાપની સૌથી ઉપરની કિનારી લાલ રંગની છે.
વિધાન 2 : આકાશમાં દેખાતા મેઘધનુષ્યમાં ચાપમાં વચ્ચે જાંબલી રંગ દેખાય છે.
(A) ફકત વિધાન – 1 સાચું છે.
(B) ફકત વિધાને – 2 સાચું છે.
(C) વિધાન – 1, 2 સાચાં છે.
(D) વિધાન – 1, 2 ખોટા છે.
જવાબ : (A) ફકત વિધાન – 1 સાચું છે.
(32) કયા અરીસાની નજીક વસ્તુ રાખવામાં આવે તો વસ્તુનું પ્રતિબિંબ આભાસી મળે?
(A) સમતલ અરીસો
(B) બહિર્ગોળ અરીસો
(C) અંતર્ગોળ અરીસો
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(33) મેગ્નિફાઇંગ ગ્લાસમાં મેગ્નિફાઇંગનો અર્થ શો થાય છે?
(A) નાનું
(B) અસ્પષ્ટ
(C) મોટું
(D) દૂર
જવાબ : (C) મોટું
(34) આપેલ આકૃતિમાં મેઘધનુષ્ય પશ્ચિમ દિશામાં છે, તો મેઘધનુષ્ય દેખાવાનો સમય કયો હશે?
(A) સવારનો
(B) બપોરનો
(C) સાંજનો
(D) A અને B બંને
જવાબ : (A) સવારનો
(35) આપેલ આકૃતિમાં કયો લેન્સ જોવા મળે છે?
(A) અંતર્ગોળ લેન્સ
(B) અભિસારી લેન્સ
(C) અપસારી લેન્સ
(D) એકપણ નહિ
જવાબ : (B) અભિસારી લેન્સ
(36) વસ્તુના પરિમાણ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ શેમાં મળે છે?
(A) બહિર્ગોળ અરીસો
(B) અંતર્ગોળ અરીસો
(C) અંતર્ગોળ લેન્સ
(D) સમતલ અરીસો
જવાબ : (B) અંતર્ગોળ અરીસો
(37) બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે?
(A) ટોર્ચની લાઇટના પરાવર્તકમાં
(B) દાંતના ડોકટરને દાંત જોવા માટે
(C) વાહનના સાઇડ મિરરમાં
(D) વાહનની હેડલાઇટના પરાવર્તકમાં
જવાબ : (C) વાહનના સાઇડ મિરરમાં
(38) પ્રકાશની ગતિ કેવી ગતિ છે?
(A) સુરેખ ગતિ
(B) આવર્ત ગતિ
(C) આંદોલિત ગતિ
(D) વર્તુળાકાર ગતિ
જવાબ : (A) સુરેખ ગતિ
(39) તમને પંચતંત્રની સિંહ અને સસલાની વાર્તા યાદ છે. તેમાં સસલાએ સિંહને કૂવામાં શું બતાવીને મૂર્ખ બનાવ્યો હતો?
(A) સસલું
(B) સિંહ
(C) સસલાનું પ્રતિબિંબ
(D) સિંહનું પ્રતિબિંબ
જવાબ : (D) સિંહનું પ્રતિબિંબ
(40) ભૂમિ તળાવના કિનારે ઉભી છે. તે તળાવની સામેના કિનારે રહેલા વડના વૃક્ષના પ્રતિબિંબને તળાવના પાણીમાં જુએ છે, તો ભૂમિને વડનું વૃક્ષ કેવું દેખાશે?
(A) નાનું
(B) મોટું
(C) ઉલટું
(D) સીધું
જવાબ : (C) ઉલટું
(41) સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્લાઇડ પર નીચેથી પ્રકાશ પડે તે માટે સ્ટેજના નીચેના ભાગમાં..................અરીસાને રાખવામાં આવે છે.
(A) બહિર્ગોળ
(B) મેગ્નીફાઇંગ
(C) અંતર્ગોળ કે સમતલ
(D) આપેલ તમામ
જવાબ : (C) અંતર્ગોળ કે સમતલ
(42) સ્ટીલની ચમચી લઇ તેના અંદરના ભાગમાં મોઢું જોતાં તે.......... દેખાય છે, જ્યારે બહારના ભાગમાં મોઢું જોતાં તે..........દેખાય છે.
(A) નાનું, મોટું
(B) મોટું, નાનું
(C) નાનું, નાનું
(D) મોટું, મોટું
જવાબ : (B) મોટું, નાનું
(43) કેલિડોસ્કોપ..........ને કારણે મળતા............ના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
(A) પ્રકાશના વિભાજન, વર્ણા પર
(B) પૂર્ણ આંશિક પરાવર્તન, મરીચિકા
(C) પ્રકાશના વક્રીભવન, પ્રતિબિંબ
(D) ગુણક પરાવર્તન, ગુણક પ્રતિબિંબ
જવાબ : (D) ગુણક પરાવર્તન, ગુણક પ્રતિબિંબ
(44) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
(A) સ્કૂટરનાં સાઈડ મિરર - બહિર્ગોળ અરીસો
(B) મેઘધનુષ્યના ચાપની ઉપરની કિનારી - લાલ
(C) પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું વિભાજન - સાત રંગમાં
(D) લખાણ નાનું દેખાવું - મેગ્નિફાઇંગ ગ્લાસ
જવાબ : (D) લખાણ નાનું દેખાવું - મેગ્નિફાઇંગ ગ્લાસ
(45) વાહનોની હેડલાઈટમાં પરાવર્તક તરીકે કયો અરીસો વપરાય છે?
(A) અંતર્ગોળ
(B) બહિર્ગોળ
(C) સમતલ
(D) એકપણ નહિ
જવાબ : (A) અંતર્ગોળ