ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 9. આપણું ઘર પૃથ્વી
MCQ : 45
(1) સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે?
(A) 24 લાખ ગણો
(B) 12 લાખ ગણો
(C) 13 લાખ ગણો
(D) 18 લાખ ગણો
જવાબ : (C) 13 લાખ ગણો
(2) સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે?
(A) 32 ગણું
(B) 28 ગણું
(C) 24 ગણું
(D) 12 ગણું
જવાબ : (B) 28 ગણું
(3) સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતાં કેટલો સમય લાગે છે?
(A) સવા આઠ મિનિટનો
(B) દસ મિનિટનો
(C) પાંચ મિનિટનો
(D) સાડા બાર મિનિટનો
જવાબ : (A) સવા આઠ મિનિટનો
(4) સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે?
(A) નાઇટ્રોજનનું
(B) ઑક્સિજનનું
(C) કાર્બન ડાયોક્સાઇડનું
(D) હાઇડ્રોજનનું
જવાબ : (D) હાઇડ્રોજનનું
(5) સોરપરિવારમાં કુલ કેટલા ગ્રહો છે?
(A) આઠ
(B) સાત
(C) પંદર
(D) વીસ
જવાબ : (A) આઠ
(6) સૌરપરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?
(A) શનિ
(B) મંગળ
(C) શુક્ર
(D) બુધ
જવાબ : (C) શુક્ર
(7) શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે?
(A) બુધ
(B) ગુરુ
(C) શનિ
(D) પૃથ્વી
જવાબ : (D) પૃથ્વી
(8) પૃથ્વી અને ગુરુની વચ્ચે ક્યો ગ્રહ છે?
(A) શુક્ર
(B) મંગળ
(C) શનિ
(D) યુરેનસ
જવાબ : (B) મંગળ
(9) સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે?
(A) ગુરુ
(B) પૃથ્વી
(C) બુધ
(D) શુક્ર
જવાબ : (A) ગુરુ
(10) ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે?
(A) 48
(B) 52
(C) 79
(D) 68
જવાબ : (C) 79
(11) ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે?
(A) શુક્ર
(B) મંગળ
(C) શનિ
(D) બુધ
જવાબ : (C) શનિ
(12) યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી?
(A) ઈ. સ. 1835માં
(B) ઈ. સ. 1781માં
(C) ઈ. સ. 1745માં
(D) ઈ. સ. 1802માં
જવાબ : (B) ઈ. સ. 1781માં
(13) નીચેના પૈકી કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે?
(A) ગુરુ
(B) શનિ
(C) મંગળ
(D) યુરેનસ
જવાબ : (D) યુરેનસ
(14) સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે?
(A) શુક્ર પર
(B) પૃથ્વી પર
(C) ગુરુ પર
(D) મંગળ પર
જવાબ : (B) પૃથ્વી પર
(15) સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું?
(A) 40 કિગ્રા જેટલું
(B) 52 કિગ્રા જેટલું
(C) 15 કિગ્રા જેટલું
(D) 60 કિગ્રા જેટલું
જવાબ : (A) 40 કિગ્રા જેટલું
(16) નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે?
(A) 12
(B) 22
(C) 18
(D) 27
જવાબ : (D) 27
(17) ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?
(A) દક્ષિણ
(B) ઉત્તર
(C) પશ્ચિમ
(D) પૂર્વ
જવાબ : (B) ઉત્તર
(18) કુલ અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?
(A) 360
(B) 180
(C) 181
(D) 90
જવાબ : (C) 181
(19) કુલ રેખાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?
(A) 360
(B) 180
(C) 280
(D) 120
જવાબ : (A) 360
(20) કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે?
(A) બે
(B) ચાર
(C) પાંચ
(D) ત્રણ
જવાબ : (D) ત્રણ
(21) પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે?
(A) 1820
(B) 1175
(C) 1670
(D) 1240
જવાબ : (C) 1670
(22) નીચેના પૈકી કોણ સ્વયંપ્રકાશિત છે?
(A) સૂર્ય
(B) ચંદ્ર
(C) પૃથ્વી
(D) શુક
જવાબ : (A) સૂર્ય
(23) ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે?
(A) શુક્ર તરફથી
(B) પૃથ્વી તરફથી
(C) ગુરુ તરફથી
(D) સૂર્ય તરફથી
જવાબ : (D) સૂર્ય તરફથી
(24) 22 ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો કોના તરફ પડવાનાં શરૂ થાય છે?
(A) મકરવૃત્ત તરફ
(B) વિષુવવૃત્ત તરફ
(C) ઉત્તર ધ્રુવવૃત્ત તરફ
(D) કર્કવૃત્ત તરફ
જવાબ : (B) વિષુવવૃત્ત તરફ
(25) લીપવર્ષ (Leap Year) દર કેટલાં વર્ષે આવે છે?
(A) ત્રણ
(B) પાંચ
(C) ચાર
(D) બે
જવાબ : (C) ચાર
(26) પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ કયું છે?
(A) તારા
(B) નક્ષત્રો
(C) સૂર્ય
(D) ચંદ્ર
જવાબ : (C) સૂર્ય
(27) એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે?
(A) 4 મિનિટ
(B) 16 મિનિટ
(C) 1 કલાક
(D) 24 કલાક
જવાબ : (A) 4 મિનિટ
(28) આપણા દેશની પ્રમાણસમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે?
(A) અમૃતસર
(B) કોલકાતા
(C) ગાંધીનગર
(D) પ્રયાગરાજ (અલાહાબાદ)
જવાબ : (D) પ્રયાગરાજ (અલાહાબાદ)
(29) નીચેના પૈકી કયો ખંડ શીત કટિબંધમાં આવેલો છે?
(A) યુરોપ
(B) ઍન્ટાર્કટિકા
(C) એશિયા
(D) આફ્રિકા
જવાબ : (B) ઍન્ટાર્કટિકા
(30) પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે?
(A) પશ્ચિમથી પૂર્વ
(B) પૂર્વથી પશ્ચિમ
(C) ઉત્તરથી દક્ષિણ
(D) દક્ષિણથી ઉત્તર
જવાબ : (A) પશ્ચિમથી પૂર્વ
(31) ચાલતી ટ્રેનની બારીમાંથી બહાર જુઓ તો વૃક્ષો વિરુદ્ધ દિશામાં દોડતાં દેખાય છે, કારણ કે......
(A) સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે.
(B) પૃથ્વી ચંદ્રની આસપાસ ફરે છે.
(C) પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.
(D) આપેલ પૈકી એક પણ નહિ.
જવાબ : (D) આપેલ પૈકી એક પણ નહિ.
(32) નીચેનામાંથી કોનો સમાવેશ સૌરમંડળમાં થાય છે?
(A) ગ્રહો અને ઉપગ્રહોનો
(B) ઉલ્કાઓનો
(C) ધૂમકેતુઓનો
(D) આપેલ તમામનો
જવાબ : (D) આપેલ તમામનો
(33) ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડ કઈ છે તે લખો.
(A) બુધ - સૂર્યની સૌથી નજીકનો ગ્રહ
(B) શુક્ર – સૌથી ચમકતો ગ્રહ
(C) મંગળ - વાદળી રંગનો ચમકતો ગ્રહ
(D) ગુરુ – સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ
જવાબ : (C) મંગળ - વાદળી રંગનો ચમકતો ગ્રહ
(34) પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે...
(A) સફરજન જેવી છે.
(B) નારંગી જેવી છે.
(C) ઈંડાકાર છે.
(D) નારંગી જેવી અને ઈંડાકાર બંને
જવાબ : (D) નારંગી જેવી અને ઈંડાકાર બંને
(35) અક્ષાંશ-રેખાંશ વિશે નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?
(A) પૃથ્વીના ગોળા ઉપર આવેલી આડી રેખા એટલે અક્ષાંશ.
(B) પૃથ્વીના ગોળા ઉપર આવેલી ઊભી રેખા એટલે રેખાંશ.
(C) 0° રેખાંશવૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે અને તેને ઓળંગતાં તારીખ-વાર બદલાય છે.
(D) 0° રેખાંશવૃત્ત ઇંગ્લેન્ડના પ્રિનિચ શહેર પરથી પસાર થાય છે.
જવાબ : (C) 0° રેખાંશવૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે અને તેને ઓળંગતાં તારીખ-વાર બદલાય છે.
(36) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપતાં કયાં વિધાનો યોગ્ય જણાય છે?
(A) 180° રેખાંશવૃત્ત.
(B) આ રેખા ઓળંગતાં તારીખ અને વાર બદલાય છે.
(C) તે પૅસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે અને તે વાંકીચૂકી છે.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(37) સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે?
(A) સૂર્યગ્રહણ – સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર
(B) ચંદ્રગ્રહણ – ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી
(C) સૂર્યગ્રહણ અમાસે અને ચંદ્રગ્રહણ પૂનમે થાય છે.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(38) સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે?
(A) પૃથ્વી
(B) બુધ
(C) શુક્ર
(D) નેપ્ચ્યૂન
જવાબ : (B) બુધ
(39) 0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?
(A) ગ્રિનિચ
(B) કર્કવૃત્ત
(C) વિષુવવૃત્ત
(D) મકરવૃત્ત
જવાબ : (C) વિષુવવૃત્ત
(40) 23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે?
(A) શીત
(B) સમશીતોષ્ણ
(C) ઉષ્ણ
(D) આપેલ તમામ
જવાબ : (B) સમશીતોષ્ણ
(41) પૃથ્વી પોતાની ધરી પર કેટલાં અંશનો ખૂણો બનાવે છે?
(A) 23.50
(B) 66.50
(C) 00
(D) 1800
જવાબ : (A) 23.50
(42) સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
જવાબ : (B) બે
(43) કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ’ જોવા મળે છે?
(A) ચંદ્ર
(B) સૂર્ય
(C) પૃથ્વી
(D) એક પણ નહિ
જવાબ : (A) ચંદ્ર
(44) સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે?
(A) 24 લાખ ગણો
(B) 12 લાખ ગણો
(C) 13 લાખ ગણો
(D) 18 લાખ ગણો
જવાબ : (C) 13 લાખ ગણો
(45) સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે?
(A) 32 ગણું
(B) 28 ગણું
(C) 24 ગણું
(D) 12 ગણું
જવાબ : (B) 28 ગણું