ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 8. ભારતવર્ષની ભવ્યતા
MCQ : 40
(1) ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું?
(A) મહાત્મા ગાંધીજીએ
(B) જવાહરલાલ નેહરુએ
(C) રવીન્દ્રનાથ ટાગોરે
(D) સ્વામી વિવેકાનંદે
જવાબ : (B) જવાહરલાલ નેહરુએ
(2) પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું?
(A) સમૃદ્ધ ગામડાંઓ
(B) સમૃદ્ધ નગરશેઠ
(C) ચોકી-પહેરો
(D) સંગીન ગટરયોજના
જવાબ : (A) સમૃદ્ધ ગામડાંઓ
(3) ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો?
(A) ગ્રામસેવક
(B) ગ્રામભોજક
(C) મુખી
(D) સરપંચ
જવાબ : (B) ગ્રામભોજક
(4) નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય?
(A) ચિત્રકલાનો
(B) સ્થાપત્યકલાનો
(C) નૃત્યકલાનો
(D) સંગીતકલાનો
જવાબ : (C) નૃત્યકલાનો
(5) બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી?
(A) વેદોને સમજાવવા માટે
(B) આર્થિક ઉપાર્જન માટે
(C) યજ્ઞો કરવા માટે
(D) શિક્ષણ મેળવવા માટે
જવાબ : (A) વેદોને સમજાવવા માટે
(6) ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે?
(A) બ્રાહ્મણગ્રંથોનો
(B) સ્મૃતિઓનો
(C) વેદોનો
(D) આરણ્યકોનો
જવાબ : (C) વેદોનો
(7) વેદવ્યાસરચિત ‘મહાભારત' પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું?
(A) વૈદિક મહાભારત
(B) કુરુસંહિતા
(C) વ્યાસસંહિતા
(D) જય સંહિતા
જવાબ : (D) જય સંહિતા
(8) ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે?
(A) વેદોને
(B) ઉપનિષદોને
(C) બ્રાહ્મણગ્રંથોને
(D) જૈનગ્રંથોને
જવાબ : (B) ઉપનિષદોને
(9) નીચેનામાંથી ક્યા ગ્રંથનો સમાવેશ બોદ્ધગ્રંથોમાં થતો નથી?
(A) ‘દ્વયાશ્રય'
(B) ‘વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર'
(C) ‘અંગુત્તરનિકાય'
(D) ‘વાસુદેવહિડી’
જવાબ : (B) ‘વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર'
(10) બૌદ્ધધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે?
(A) આગમગ્રંથો
(B) કાયદાગ્રંથો
(C) ત્રિપિટ્ટક
(D) ઈસપની કથાઓ
જવાબ : (C) ત્રિપિટ્ટક
(11) ‘મિલિન્દ પાન્હો’ નામના બૌદ્ધગ્રંથની રચના કોણે કરી હતી?
(A) બાણભટ્ટે
(B) અશ્વઘોષે
(C) નાગસેને
(D) વાગ્ભટ્ટે
જવાબ : (C) નાગસેને
(12) જૈનગ્રંથો કયા નામે ઓળખાય છે?
(A) જાતકકથાઓના
(B) આગમગ્રંથોના
(C) સંગમ સાહિત્યના
(D) બોધ કથાઓના
જવાબ : (B) આગમગ્રંથોના
(13) નીચેનામાંથી કયા મહાકાવ્યનો ‘સંગમ સાહિત્ય'માં સમાવેશ થાય છે?
(A) 'કિરાતાર્જુનીયમ'નો
(B) ‘સ્વપ્નવાસવદત્તમ્'નો
(C) ‘મૃચ્છકટિકમ્'નો
(D) ‘મણિમેખલાઈ’નો
જવાબ : (D) ‘મણિમેખલાઈ’નો
(14) ઉદયગિરિની ચંદ્રગુપ્ત બીજાની પ્રશસ્તિના કવિ કોણ હતા?
(A) કવિ હરિષેણ
(B) કવિ ભાલણ
(C) કવિ વીરસેન સાબા
(D) કવિ કાલિદાસ
જવાબ : (C) કવિ વીરસેન સાબા
(15) ચીનથી કેટલાક લોકો રેશમી કાપડ સાથે જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ કયા નામથી ઓળખાતો?
(A) પાલઘાટ
(B) રેશમ માર્ગ
(C) નાથુલા માર્ગ
(D) પશ્ચિમ માર્ગ
જવાબ : (B) રેશમ માર્ગ
(16) કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે?
(A) પદ્મપાણિના
(B) નટરાજના
(C) બુદ્ધની સાધનાના
(D) રાસલીલાના
જવાબ : (A) પદ્મપાણિના
(17) કયું શિવમંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે?
(A) પદ્મનાભનું
(B) કૈલાસનું
(C) ઈલોરાનું
(D) સોમનાથનું
જવાબ : (C) ઈલોરાનું
(18) ગ્રીક અને ભારતીય કલાશૈલીના સંગમથી ભારતમાં કઈ કલાશૈલી વિકાસ પામી હતી?
(A) મથુરાકલા
(B) ગાંધારકલા
(C) માગધીકલા
(D) ગ્રીકકલા
જવાબ : (B) ગાંધારકલા
(19) સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠનિર્માણ કરવાનું કામ કયા રાજાઓએ કર્યું હતું?
(A) ગુપ્તવંશના રાજાઓએ
(B) મૌર્યવંશના રાજાઓએ
(C) શૃંગવંશના રાજાઓએ
(D) વર્ધનવંશના રાજાઓએ
જવાબ : (C) શૃંગવંશના રાજાઓએ
(20) કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે?
(A) ‘બૌદ્ધસ્તુપ'
(B) ‘કનિષ્કસ્તૂપ'
(C) ‘શાહજી કી ડેરી”
(D) ‘બુદ્ધ કી ડેરી”
જવાબ : (C) ‘શાહજી કી ડેરી”
(21) વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે?
(A) શ્રવણ બેલગોડામાં
(B) પાવાપુરીમાં
(C) પાલિતાણામાં
(D) રાણકપુરમાં
જવાબ : (A) શ્રવણ બેલગોડામાં
(22) ગાંધારક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું?
(A) નાલંદા
(B) વલભી
(C) વિક્રમશિલા
(D) તક્ષશિલા
જવાબ : (D) તક્ષશિલા
(23) પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી?
(A) આચાર્ય નાગાર્જુને
(B) વરાહમિહિરે
(C) પાણિનિએ
(D) વાગ્ભટ્ટ
જવાબ : (A) આચાર્ય નાગાર્જુને
(24) કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી?
(A) નાલંદા વિદ્યાપીઠમાં
(B) વલભી વિદ્યાપીઠમાં
(C) તક્ષશિલા વિદ્યાપીઠમાં
(D) વિક્રમશિલા વિદ્યાપીઠમાં
જવાબ : (B) વલભી વિદ્યાપીઠમાં
(25) બંગાળામાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી?
(A) નાલંદા
(B) તક્ષશિલા
(C) વલભી
(D) વિક્રમશિલા
જવાબ : (D) વિક્રમશિલા
(26) ‘પંચમાર્ક કૉઈન' કયા સમયના સિક્કા છે?
(A) ઈ. સ. પૂર્વે ત્રીજી સદીના
(B) ઈ. સ. પૂર્વે ચોથી સદીના
(C) ઈ. સ. પૂર્વે પાંચમી સદીના
(D) ઈ. સ. પાંચમી સદીના
જવાબ : (C) ઈ. સ. પૂર્વે પાંચમી સદીના
(27) સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે?
(A) કુષાણ
(B) મૌર્ય
(C) નંદ
(D) ગુપ્ત
જવાબ : (D) ગુપ્ત
(28) ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે?
(A) સામાજિક
(B) સાંસ્કૃતિક
(C) પ્રાકૃતિક
(D) વૈચારિક
જવાબ : (B) સાંસ્કૃતિક
(29) નીચેનામાંથી કયો ગ્રંથ આરણ્યક ગ્રંથ છે?
(A) વાયુપુરાણ
(B) બૃહદારણ્યક
(C) દ્વયાશ્રય
(D) જય સંહિતા
જવાબ : (B) બૃહદારણ્યક
(30) ‘આર્યમંજીષી શ્રીમૂળકલ્પ' કયા ધર્મનો મૂળ ગ્રંથ છે?
(A) બૌદ્ધધર્મનો
(B) જૈનધર્મનો
(C) હિંદુધર્મનો
(D) પારસીધર્મનો
જવાબ : (A) બૌદ્ધધર્મનો
(31) ‘મૃચ્છકટિકમ્’ નાટકના રચયિતા કોણ છે?
(A) કાલિદાસ
(B) શૂદ્રક
(C) ભાસ
(D) ભારવિ
જવાબ : (B) શૂદ્રક
(32) પાકિસ્તાનનું પેશાવર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું?
(A) પેશવાનગર
(B) પેશાપુર
(C) પુરુષપુર
(D) પેશવગઢ
જવાબ : (C) પુરુષપુર
(33) કાંસું બનાવવાના જાણકાર હોવાના કારણે કઈ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાતી?
(A) મિસરની સભ્યતા
(B) હડપ્પા સભ્યતા
(C) ઇજિપ્તની સભ્યતા
(D) ચીનની સભ્યતા
જવાબ : (B) હડપ્પા સભ્યતા
(34) હિંદુધર્મનો સૌપ્રથમ કાયદાગ્રંથ કોને ગણવામાં આવે છે?
(A) મનુસ્મૃતિને
(B) અર્થશાસ્ત્રને
(C) ભારતના બંધારણને
(D) શ્રીમદભગવદગીતાને
જવાબ : (A) મનુસ્મૃતિને
(35) પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?
(A) નિદર્શનકલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે.
(B) લલિતકલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલાનો સમાવેશ થાય છે.
(C) ઇતિહાસવિદો કલાને ત્રણ ભાગમાં વહેંચે છે.
(D) કલાના બે ભાગ છે – લલિતકલા અને નિદર્શનકલા.
જવાબ : (C) ઇતિહાસવિદો કલાને ત્રણ ભાગમાં વહેંચે છે.
(36) સાહિત્યિક ગ્રંથ અને તેના રચયિતાની અયોગ્ય જોડ શોધો.
(A) રામાયણ – વાલ્મીકિ
(B) મહાભારત – વેદવ્યાસ
(C) મિલિન્દ પાન્હો – નાગસેન
(D) અર્થશાસ્ત્ર - ચંદ્રગુપ્ત મૌર્ય
જવાબ : (D) અર્થશાસ્ત્ર - ચંદ્રગુપ્ત મૌર્ય
(37) દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે?
(A) તેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે.
(B) તેની રચના ઈ.સ. ની પ્રથમ ત્રણ સદીઓમાં થઈ હતી.
(C) મદુરાઈમાં ત્રણ સંગમ(સભા)માં 1600 વીરકાવ્યોની રચના થઈ.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(38) પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ અને તેના સ્થળ બાબતે કઈ જોડ સાચી નથી?
(A) નાલંદા – બિહાર
(B) તક્ષશિલા – કર્ણાટક
(C) વલભી – ગુજરાત
(D) વિક્રમશિલા – બંગાળ
જવાબ : (B) તક્ષશિલા – કર્ણાટક
(39) પ્રાચીન ભારતીય સિક્કાની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન ઉચિત નથી?
(A) ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક કૉઇન તરીકે ઓળખાય છે.
(B) ઇન્ડોગ્રીક રાજાઓએ સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા.
(C) સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના છે.
(D) ચંદ્રગુપ્તના વીણાવાદન કરતા સિક્કા મળ્યા છે.
જવાબ : (D) ચંદ્રગુપ્તના વીણાવાદન કરતા સિક્કા મળ્યા છે.
(40) ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું?
(A) મહાત્મા ગાંધીજીએ
(B) જવાહરલાલ નેહરુએ
(C) રવીન્દ્રનાથ ટાગોરે
(D) સ્વામી વિવેકાનંદે
જવાબ : (B) જવાહરલાલ નેહરુએ