ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 7 MCQ

GIRISH BHARADA

Std 6 Social Science Ch 7 Mcq Gujarati


ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 7. ગુપ્તયુગ અને અન્ય શાસકો

MCQ : 45


(1) મગધ સામ્રાજ્યમાં ગુપ્તવંશની સ્થાપના કોણે કરી હતી?

(A) ચંદ્રગુપ્ત પહેલાએ

(B) કુમારગુપ્તે

(C) સમુદ્રગુપ્તે

(D) શ્રીગુપ્તે

જવાબ : (D) શ્રીગુપ્તે


(2) કઈ સાલમાં ચંદ્રગુપ્ત પહેલો પાટલિપુત્રની રાજગાદીએ બેઠો?

(A) ઈ. સ. 330માં

(B) ઈ. સ. 319માં

(C) ઈ. સ. 335માં

(D) ઈ. સ. 340માં

જવાબ : (B) ઈ. સ. 319માં


(3) ચંદ્રગુપ્ત પહેલાનાં લગ્ન કઈ રાજકન્યા સાથે થયાં હતાં?

(A) કુમારીદેવી સાથે

(B) માયાદેવી સાથે

(C) કુમારદેવી સાથે

(D) રાજદેવી સાથે

જવાબ : (C) કુમારદેવી સાથે


(4) કયા રાજાએ ગુપ્તસંવત શરૂ કર્યો હતો?

(A) નરસિંહગુપ્તે

(B) સમુદ્રગુપ્તે

(C) ચંદ્રગુપ્ત પહેલાએ

(D) પુરગુપ્તે

જવાબ : (C) ચંદ્રગુપ્ત પહેલાએ


(5) સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે?

(A) પ્રયાગરાજના

(B) દિલ્લીના

(C) ઉજ્જૈનના

(D) જૂનાગઢના

જવાબ : (A) પ્રયાગરાજના


(6) ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીતપ્રેમી હતો?

(A) કુમારગુપ્ત

(B) વિક્રમાદિત્ય

(C) સમુદ્રગુપ્ત

(D) સ્કંદગુપ્ત

જવાબ : (C) સમુદ્રગુપ્ત


(7) ગુપ્તવંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું?

(A) ચંદ્રગુપ્ત બીજાએ

(B) સમુદ્રગુપ્તે

(C) ચંદ્રગુપ્ત પહેલાએ

(D) ભાનુગુપ્તે

જવાબ : (B) સમુદ્રગુપ્તે


(8) ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક ક્યો રાજા હતો?

(A) બુદ્ધગુપ્ત

(B) સમુદ્રગુપ્ત

(C) કુમારગુપ્ત

(D) સ્કંદગુપ્ત

જવાબ : (B) સમુદ્રગુપ્ત


(9) સમુદ્રગુપ્ત પછી તેના સ્થાને ગાદી પર કયો રાજા આવ્યો હતો?

(A) ચંદ્રગુપ્ત પહેલો

(B) ચંદ્રગુપ્ત બીજો

(C) સ્કંદગુપ્ત

(D) કુમારગુપ્ત

જવાબ : (B) ચંદ્રગુપ્ત બીજો


(10) ગુપ્તવંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો?

(A) સમુદ્રગુપ્ત

(B) ચંદ્રગુપ્ત પહેલો

(C) ચંદ્રગુપ્ત બીજો

(D) કુમારગુપ્ત

જવાબ : (C) ચંદ્રગુપ્ત બીજો


(11) કયો ગુપ્ત શાસક ‘વિક્રમાદિત્ય' પણ કહેવાયો હતો?

(A) સમુદ્રગુપ્ત

(B) ચંદ્રગુપ્ત બીજો

(C) ચંદ્રગુપ્ત પ્રથમ

(D) શ્રીગુપ્ત

જવાબ : (B) ચંદ્રગુપ્ત બીજો


(12) ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ્ય કોણ હતા?

(A) મહર્ષિચરક

(B) વરાહમિહિર

(C) અશ્વઘોષ

(D) ધન્વંતરિ

જવાબ : (D) ધન્વંતરિ


(13) ચંદ્રગુપ્ત બીજાએ પાટલિપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી?

(A) તક્ષશિલા

(B) નાલંદા

(C) ઉજ્જૈન

(D) મેહરોલી

જવાબ : (C) ઉજ્જૈન


(14) ચંદ્રગુપ્ત બીજાના અવસાન બાદ ગાદી ઉપર કોણ આવ્યું હતું?

(A) કુમારગુપ્ત પહેલો

(B) સ્કંદગુપ્ત

(C) શ્રીગુપ્ત

(D) રામગુપ્ત

જવાબ : (A) કુમારગુપ્ત પહેલો


(15) અજંતાની કેટલીક ગુફાઓ કોના સમયમાં તૈયાર થઈ હતી?

(A) ચંદ્રગુપ્ત બીજાના

(B) કુમારગુપ્તના

(C) સમુદ્રગુપ્તનાં

(D) શ્રીગુપ્તના

જવાબ : (B) કુમારગુપ્તના


(16) ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો?

(A) યુઅન સ્વાંગ

(B) ઇત્સિંગ

(C) ફાહિયાન

(D) સેલ્યુકસ

જવાબ : (C) ફાહિયાન


(17) કયો યુગ ભારતીય સંસ્કૃતિનો ‘સુવર્ણયુગ' હતો?

(A) કુષાણયુગ

(B) મૌર્યયુગ

(C) ચોલયુગ

(D) ગુપ્તયુગ

જવાબ : (D) ગુપ્તયુગ


(18) કયા કવિને ભારતના ‘શેક્સપિયર' કહેવામાં આવે છે?

(A) કાલિદાસને

(B) ભવભૂતિને

(C) બાણને

(D) માઘને

જવાબ : (A) કાલિદાસને


(19) શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી?

(A) બ્રહ્મગુપ્તે

(B) આર્યભટ્ટે

(C) ચરકે

(D) ભાસ્કરાચાર્યે

જવાબ : (B) આર્યભટ્ટે


(20) પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા?

(A) વરાહમિહિર

(B) આર્યભટ્ટ

(C) ભાસ્કરાચાર્ય

(D) બૌદ્ધાયન

જવાબ : (A) વરાહમિહિર


(21) વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો?

(A) બ્રહ્માંડસંહિતા

(B) ખગોળસંહિતા

(C) બૃહદ્સંહિતા

(D) જ્યોતિષસંહિતા

જવાબ : (C) બૃહદ્સંહિતા


(22) ગુપ્ત સામ્રાજ્યના વહીવટમાં જિલ્લાને શું કહેવામાં આવતું?

(A) પત્રક

(B) પ્રાંત

(C) ગ્રામ

(D) વિષય

જવાબ : (D) વિષય


(23) ગુપ્તયુગમાં પ્રાંતના વડા તરીકે કોને મૂકવામાં આવતા?

(A) સેનાપતિને

(B) સમ્રાટને

(C) રાજકુમારને

(D) નગરશ્રેષ્ઠોને

જવાબ : (C) રાજકુમારને


(24) ગુપ્તયુગના રાજાઓ ખેતીના કુલ ઉત્પાદનનો કયો ભાગ કર તરીકે લેતા?

(A) ચોથો

(B) પાંચમો

(C) છઠ્ઠો

(D) ત્રીજો

જવાબ : (C) છઠ્ઠો


(25) વાભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો છે?

(A) ‘બૃહદ્સંહિતા'

(B) ‘અષ્ટાંગહૃદયસંહિતા'

(C) ‘બુદ્ધસંહિતા'

(D) ‘આયુર્વેદકોષ’

જવાબ : (B) ‘અષ્ટાંગહૃદયસંહિતા'


(26) હર્ષવર્ધનના સમયમાં કયા મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા?

(A) ફાહિયાન

(B) યુઅન સ્વાંગ

(C) મૅગેસ્થનિસ

(D) ઇત્સિંગ

જવાબ : (B) યુઅન સ્વાંગ


(27) ‘દક્ષિણપથના સ્વામી' નું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યું હતું?

(A) હર્ષવર્ધને

(B) પુલકેશી બીજાએ

(C) સમુદ્રગુપ્તે

(D) કુમારગુપ્ત પહેલાએ

જવાબ : (B) પુલકેશી બીજાએ


(28) પુલકેશી બીજાએ પોતાનો રાજદૂત મોકલી કયા દેશના શહેનશાહને મિત્ર બનાવ્યો હતો?

(A) ઈરાનના

(B) ઇરાકના

(C) ગાંધારના

(D) જાપાનના

જવાબ : (A) ઈરાનના


(29) કાદંબરી' ગ્રંથના કર્તા શોધો.

(A) કાલિદાસ

(B) ભવભૂતિ

(C) માઘ

(D) બાણભટ્ટ

જવાબ : (D) બાણભટ્ટ


(30) પ્રાચીન સમયમાં ગુજરાતનું ભરૂચ કયા નામથી ઓળખાતું હતું?

(A) ભૃગુકચ્છ

(B) સ્થંભતીર્થ

(C) લાટ

(D) સ્તંભભરૂચ

જવાબ : (A) ભૃગુકચ્છ


(31) નીચેનામાંથી કોનો સમાવેશ ચીની યાત્રીઓમાં થતો નથી?

(A) ફાહિયાન

(B) મૅગેસ્થનિસ

(C) યુઅન શ્વાંગ

(D) ઇત્સિંગ

જવાબ : (B) મૅગેસ્થનિસ


(32) ગુપ્તયુગના મહાન સાહિત્યકારોમાં કોનો સમાવેશ થતો નથી?

(A) કવિ માઘ

(B) સ્કંધસ્વામી

(C) હરિસ્વામી

(D) આર્યસૂર

જવાબ : (A) કવિ માઘ


(33) ગુપ્તકાળની પ્રયાગ-પ્રશસ્તિ કોણે રચી હતી?

(A) દંડીએ

(B) ભારવિએ

(C) રાજકવિ હરિષેણે

(D) કાલિદાસે

જવાબ : (C) રાજકવિ હરિષેણે


(34) ગુપ્ત શાસનતંત્રમાં પ્રાંત સાથે નીચેનામાંથી કઈ બાબત જોડાયેલ નથી?

(A) પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું.

(B) પ્રાંતને જનપદ કહેવામાં આવતું.

(C) પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતો.

(D) જિલ્લાને ‘વિષય' કહેવામાં આવતો.

જવાબ : (B) પ્રાંતને જનપદ કહેવામાં આવતું.


(35) ગુપ્ત સમયમાં રસાયણશાસ્ત્રનો નોંધપાત્ર વિકાસ થયો હતો તેનું ઉત્તમ ઉદાહરણ કયું છે?

(A) મેહરોલીનો લોહસ્તંભ

(B) ગુપ્તકાલીન સિક્કાઓ

(C) વરાહમિહિરનું સંશોધન

(D) પ્રયાગરાજનો સ્તંભલેખ

જવાબ : (A) મેહરોલીનો લોહસ્તંભ


(36) હર્ષવર્ધનરચિત નાટકોમાં કયા નાટકનો સમાવેશ થતો નથી?

(A) રત્નાવલી

(B) પ્રિયદર્શિકા

(C) રઘુવંશ

(D) નાગાનંદ

જવાબ : (C) રઘુવંશ


(37) ગુપ્તયુગની રાજધાની ઉજ્જૈન હાલ કયા રાજ્યમાં આવેલ છે?

(A) ગુજરાતમાં

(B) ઉત્તર પ્રદેશમાં

(C) મધ્ય પ્રદેશમાં

(D) બિહારમાં

જવાબ : (C) મધ્ય પ્રદેશમાં


(38) નાલંદા વિદ્યાપીઠ હાલના કયા રાજ્યમાં આવેલી હતી?

(A) અસમમાં

(B) બિહારમાં

(C) ઉત્તર પ્રદેશમાં

(D) હરિયાણામાં

જવાબ : (B) બિહારમાં


(39) હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું?

(A) ગંગા

(B) ગોદાવરી

(C) ચંબલ

(D) નર્મદા

જવાબ : (D) નર્મદા


(40) ગુપ્તયુગના શાસકોને પ્રથમથી છેલ્લા ક્રમમાં ગોઠવો.

(A) ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત

(B) સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત બીજો, સમુદ્રગુપ્ત

(C) સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત બીજો

(D) ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત પ્રથમ, સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત

જવાબ : (A) ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત


(41) ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો?

(A) શ્રીંગુપ્ત

(B) ચંદ્રગુપ્ત પહેલો

(C) સમુદ્રગુપ્ત

(D) ચંદ્રગુપ્ત બીજો

જવાબ : (A) શ્રીંગુપ્ત


(42) સિક્કામાં ક્યા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે?

(A) સમુદ્રગુપ્તને

(C) સ્કંદગુપ્તને

(B) ચંદ્રગુપ્ત બીજાને

(D) કુમારગુપ્તને

જવાબ : (A) સમુદ્રગુપ્તને


(43) દિલ્લી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું?

(A) ચંદ્રગુપ્ત બીજાના

(B) સ્કંદગુપ્તના

(C) સમુદ્રગુપ્તના

(D) ચંદ્રગુપ્ત પહેલાના

જવાબ : (A) ચંદ્રગુપ્ત બીજાના


(44) કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી?

(A) વલભી

(B) નાલંદા

(C) વિક્રમશીલા

(D) કાશી

જવાબ : (B) નાલંદા


(45) મગધ સામ્રાજ્યમાં ગુપ્તવંશની સ્થાપના કોણે કરી હતી?

(A) ચંદ્રગુપ્ત પહેલાએ

(B) કુમારગુપ્તે

(C) સમુદ્રગુપ્તે

(D) શ્રીગુપ્તે

જવાબ : (D) શ્રીગુપ્તે