ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 6 MCQ

GIRISH BHARADA

Std 6 Social Science Ch 6 Mcq Gujarati

ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 6. મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

MCQ : 45


(1) ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો.

(A) ઈ. સ. પૂર્વે 321 થી ઈ. સ. પૂર્વે 297

(B) ઈ. સ. પૂર્વે 273 થી ઈ. સ. પૂર્વે 232

(C) ઈ. સ. પૂર્વે 232 થી ઈ. સ. પૂર્વે 219

(D) ઈ. સ. પૂર્વે 297 થી ઈ. સ. પૂર્વે 273

જવાબ : (A) ઈ. સ. પૂર્વે 321 થી ઈ. સ. પૂર્વે 297


(2) મૌર્યવંશની જાણકારી મેળવવામાં કયા સ્રોતનો સમાવેશ થતો નથી?

(A) ‘અર્થશાસ્ત્ર' નો

(B) ‘ઇન્ડિકા’ નો

(C) ‘મેઘદૂત' નો

(D) ‘મુદ્રારાક્ષસ' નો

જવાબ : (C) ‘મેઘદૂત' નો


(3) ચંદ્રગુપ્ત મૌર્યે ક્યા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો?

(A) સિકંદરને

(B) મૅગેસ્થનિસને

(C) સેલ્યુકસને

(D) ફિલિપને

જવાબ : (C) સેલ્યુકસને


(4) ચાણક્ય કયા ગોત્રના હતા?

(A) ભારદ્વાજ

(B) કૌટિલ્ય

(C) વરુણ

(D) અત્રિ

જવાબ : (B) કૌટિલ્ય


(5) ચંદ્રગુપ્તના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો?

(A) નિકેતર

(B) સિકંદર

(C) મૅગેસ્થનિસ

(D) યુઆન શ્વાંગ

જવાબ : (C) મૅગેસ્થનિસ


(6) મૅગેસ્થનિસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે?

(A) દીપવંશમાંથી

(B) મહાવંશમાંથી

(C) ઇન્ડિકામાંથી

(D) અર્થશાસ્ત્રમાંથી

જવાબ : (C) ઇન્ડિકામાંથી


(7) ચંદ્રગુપ્ત મૌર્યે ગિરિનગર (જૂનાગઢ)ના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે કોની નિમણૂક કરી હતી?

(A) વિષ્ણુગુપ્તની

(B) પુષ્યગુપ્તની

(C) બિંદુસારની

(D) સુશીમની

જવાબ : (B) પુષ્યગુપ્તની


(8) ગિરિનગર (જૂનાગઢ)માં પુષ્પગુપ્ત ક્યા તળાવનું નિર્માણ કરાવ્યું હતું?

(A) મલાવ તળાવનું

(B) સુદર્શન તળાવનું

(C) સહસ્ત્રલિંગ તળાવનું

(D) મુનસર તળાવનું

જવાબ : (B) સુદર્શન તળાવનું


(9) ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈનમુનિ સાથે વિતાવ્યો હતો?

(A) મેરુતંગચાર્ય

(B) શિલગુણસુરી

(C) ભદ્રબાહુ

(D) બુદ્ધિસાગર

જવાબ : (C) ભદ્રબાહુ


(10) ચંદ્રગુપ્ત મૌર્યે તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો?

(A) વૈશાલી

(B) પાટલિપુત્ર

(C) કંદહાર

(D) શ્રવણ બેલગોડા

જવાબ : (D) શ્રવણ બેલગોડા


(11) ‘મુદ્રારાક્ષસ' નાટકનું સર્જન કોણે કર્યું હતું?

(A) કલ્હણે

(B) વિશાખદત્તે

(C) કૌટિલ્યે

(D) પાણિનિએ

જવાબ : (B) વિશાખદત્તે


(12) એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ ક્યો છે?

(A) ગ્રાન્ડ ટ્રંક રોડ

(B) કોલકાતાથી આગરાનો રોડ

(C) દિલ્હીથી મુંબઈનો રોડ

(D) કોલકાતાથી દિલ્લીનો રોડ

જવાબ : (A) ગ્રાન્ડ ટ્રંક રોડ


(13) ‘ગ્રાન્ડ ટ્રંક રોડ’ નું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું?

(A) અશોકે

(B) બિંદુસારે

(C) શેરશાહ સૂરીએ

(D) અકબરે

જવાબ : (C) શેરશાહ સૂરીએ


(14) બિંદુસારે અવંતિના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે કોની નિમણૂક કરી હતી?

(A) સુશીમની

(B) પુષ્યગુપ્તની

(C) અશોકની

(D) ઉપગુપ્તની

જવાબ : (C) અશોકની


(15) અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણું લીધું?

(A) ગૌતમ બુદ્ધના

(B) ઉપગુપ્તના

(C) આનંદના

(D) મોગલીપુત્ત તિષ્યના

જવાબ : (B) ઉપગુપ્તના


(16) અશોકે કેટલામી બૌદ્ધ ધર્મપરિષદ બોલાવી હતી?

(A) પહેલી

(B) ત્રીજી

(C) બીજી

(D) ચોથી

જવાબ : (B) ત્રીજી


(17) ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદ કોના અધ્યક્ષપદે ભરવામાં આવી હતી?

(A) સંઘમિત્રાના

(B) વસુમિત્રના

(C) મોગલીપુત્ત તિષ્યના

(D) ઉપગુપ્તના

જવાબ : (C) મોગલીપુત્ત તિષ્યના


(18) મોર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો?

(A) મહાઅક્ષપટલ

(B) સીતાધ્યક્ષ

(C) મુદ્રાધ્યક્ષ

(D) પણ્યાધ્યક્ષ

જવાબ : (B) સીતાધ્યક્ષ


(19) ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા જિલ્લામાં આવેલો છે?

(A) અમરેલી

(B) જૂનાગઢ

(C) સુરેન્દ્રનગર

(D) રાજકોટ

જવાબ : (B) જૂનાગઢ


(20) ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા?

(A) અર્થશાસ્ત્રમાં

(B) તર્કશાસ્ત્રમાં

(C) સમાજશાસ્ત્રમાં

(D) માનસશાસ્ત્રમાં

જવાબ : (A) અર્થશાસ્ત્રમાં


(21) ક્યા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન થયું?

(A) કૌશામ્બીના

(B) ઉજ્જૈનના

(C) તક્ષશિલાના

(D) કલિંગના

જવાબ : (D) કલિંગના


(22) અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું?

(A) વેલેસ્લીએ

(B) ડફરિને

(C) ડેલહાઉસીએ

(D) વિલિયમ બૅન્ટિકે

જવાબ : (C) ડેલહાઉસીએ


(23) ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની ગાદીએ કોણ આવ્યું હતું?

(A) કુણાલ

(B) દશરથ

(C) દેવવર્મા

(D) બિંદુસાર

જવાબ : (D) બિંદુસાર


(24) કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું?

(A) જયંત સામે

(B) શશાંક સામે

(C) દેવવર્મા સામે

(D) અંભિક સામે

જવાબ : (A) જયંત સામે


(25) અશોકના પિતાનું નામ શું હતું?

(A) બિંબિસાર

(B) બિંદુસાર

(C) ચંદ્રગુપ્ત મૌર્ય

(D) અજાતશત્રુ

જવાબ : (B) બિંદુસાર


(26) મૌર્ય શાસનમાં વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું?

(A) આહાર

(B) સંગ્રહણ

(C) ગોપ

(D) ગ્રામ

જવાબ : (D) ગ્રામ


(27) ઈ. સ. પૂર્વે 185માં મગધની ગાદી પર શૃંગવંશની સ્થાપના કોણે કરી?

(A) રાજમિત્ર શૃંગે

(B) દેવમિત્ર શૃંગે

(C) પુષ્યમિત્ર શૃંગે

(D) શતમિત્ર શૃંગે

જવાબ : (C) પુષ્યમિત્ર શૃંગે


(28) સારનાથના વિશાળ સ્તંભ પર આવેલી ચાર સિંહની આકૃતિને ભારતે શાના પ્રતીક તરીકે સ્વીકારેલ છે?

(A) રાષ્ટ્રીય પ્રાણીના

(B) રાષ્ટ્રીય મુદ્રાના

(C) રાષ્ટ્રીય ફૂલના

(D) રાષ્ટ્રીય ગીતના

જવાબ : (B) રાષ્ટ્રીય મુદ્રાના


(29) વર્તમાન સમયનું ઓડિશા મૌર્યવંશમાં ક્યા રાજ્ય તરીકે ઓળખાતું હતું?

(A) બિહાર

(B) અવંતિ

(C) કલિંગ

(D) ચેદી

જવાબ : (C) કલિંગ


(30) અહીં આપેલ 'अ' અક્ષર કઈ લિપિનો છે?

(A) બાંગ્લા

(B) મલયાલમ

(C) પ્રારંભિક બ્રાહ્મી

(D) દેવનાગરી (હિન્દી)

જવાબ : (D) દેવનાગરી (હિન્દી)


(31) મોર્ય શાસનવ્યવસ્થામાં સમ્રાટ કયું પદ ભોગવતો ન હતો?

(A) વહીવટી વડાનું

(B) મહેસુલી વડાનું

(C) લશ્કરી વડાનું

(D) ન્યાયતંત્રના વડાનું

જવાબ : (B) મહેસુલી વડાનું


(32) સમ્રાટ અશોકે ક્યા દેશમાં ધર્મપ્રચારક મંડળો મોકલ્યાં ન હતાં?

(A) પર્શિયા(ઈરાન)માં

(B) સિલોન(શ્રીલંકા)માં

(C) બ્રહ્મદેશ(મ્યાનમાર)માં

(D) મેસેડોનિયામાં

જવાબ : (A) પર્શિયા(ઈરાન)માં


(33) મૌર્ય શાસનના પ્રાદેશિક વહીવટીતંત્રમાં કયા ઉપરીનો સમાવેશ થતો નથી?

(A) રાજુક

(B) આમીલ

(C) ગોપ

(D) ગ્રામણી

જવાબ : (B) આમીલ


(34) બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યાં હતાં?

(A) ભારતમાં

(B) ચીનમાં

(C) સિલોન(શ્રીલંકા)માં

(D) પાકિસ્તાનમાં

જવાબ : (C) સિલોન(શ્રીલંકા)માં


(35) મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરમાં કોનો સમાવેશ થતો નથી?

(A) તક્ષશિલાનો

(B) પાટલીપુત્રનો

(C) ઉજ્જૈનનો

(D) સાંચીનો

જવાબ : (D) સાંચીનો


(36) ગ્રાન્ડ ટ્રંક રોડ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી છે?

(A) આ રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું.

(B) તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલાને જોડતો હતો.

(C) વર્તમાન સમયમાં આ રોડ દિલ્લીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(37) સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર નીચેનામાંથી કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું?

(A) પુષ્યગુપ્તે

(B) સ્કંદગુપ્તે

(C) સમુદ્રગુપ્તે

(D) અશોકે

જવાબ : (A) પુષ્યગુપ્તે


(38) સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

(A) રાજધાની પાટલીપુત્રમાં રાજ્યાભિષેક

(B) બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કર્યો.

(C) પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી.

(D) અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોષ્ઠી છે.

જવાબ : (D) અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોષ્ઠી છે.


(39) મૌર્યયુગના વહીવટીતંત્રમાં રાજકુમારોની નિમણૂક નીચેનામાંથી ક્યા પદ પર કરવામાં આવતી?

(A) લોકપાલ

(B) સામંત

(C) રાજ્યપાલ

(D) રાષ્ટ્રપતિ

જવાબ : (C) રાજ્યપાલ


(40) ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો?

(A) ગુરુ દ્રોણના

(B) ગુરુ સાંદીપનિના

(C) ગુરુ ચાણક્યના

(D) ગુરુ વિશ્વામિત્રના

જવાબ : (C) ગુરુ ચાણક્યના


(41) ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે?

(A) નીતિશાસ્ત્ર

(B) સમાજશાસ્ત્ર

(C) મુદ્રારાક્ષસ

(D) અર્થશાસ્ત્ર

જવાબ : (D) અર્થશાસ્ત્ર


(42) બિંદુસાર અશોકની ક્યા પ્રાંતના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે નિમણૂક કરી હતી?

(A) અવંતિ

(B) તક્ષશિલા

(C) પાટલિપુત્ર

(D) ઉજ્જૈન

જવાબ : (A) અવંતિ


(43) અશોકે સંઘમિત્રાને બૌદ્ધધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યાં હતાં?

(A) સિરિયા

(B) સિલોન

(C) મ્યાનમાર         

(D) ઇજિપ્ત

જવાબ : (B) સિલોન


(44) અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી?

(A) ઈરાની

(B) પાલિ

(C) પ્રાકૃત

(D) બ્રાહ્મી

જવાબ : (C) પ્રાકૃત


(45) ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો.

(A) ઈ. સ. પૂર્વે 321 થી ઈ. સ. પૂર્વે 297

(B) ઈ. સ. પૂર્વે 273 થી ઈ. સ. પૂર્વે 232

(C) ઈ. સ. પૂર્વે 232 થી ઈ. સ. પૂર્વે 219

(D) ઈ. સ. પૂર્વે 297 થી ઈ. સ. પૂર્વે 273

જવાબ : (A) ઈ. સ. પૂર્વે 321 થી ઈ. સ. પૂર્વે 297