ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 10. પૃથ્વીનાં આવરણો
MCQ : 40
(1) સૌરપરિવારમાં કયો ગ્રહ અજોડ છે?
(A) ગુરુ
(B) શનિ
(C) પૃથ્વી
(D) શુક્ર
જવાબ : (C) પૃથ્વી
(2) પૃથ્વીનાં મુખ્ય કેટલાં આવરણો છે?
(A) ચાર
(B) બે
(C) પાંચ
(D) ત્રણ
જવાબ : (A) ચાર
(3) ‘મૃદા' શબ્દનો શો અર્થ થાય છે?
(A) વાજિંત્ર
(B) માટી
(C) પથ્થર
(D) દબાણ
જવાબ : (B) માટી
(4) મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?
(A) 97%
(B) 71%
(C) 22%
(D) 29%
જવાબ : (D) 29%
(5) સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે?
(A) 45°
(B) 20°
(C) 30°
(D) 15°
જવાબ : (C) 30°
(6) જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?
(A) 71%
(B) 97%
(C) 68%
(D) 78%
જવાબ : (A) 71%
(7) મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે?
(A) 8 થી 9
(B) 9 થી 10
(C) 10 થી 11
(D) 12 થી 13
જવાબ : (C) 10 થી 11
(8) પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે?
(A) 80%
(B) 88%
(C) 71%
(D) 97%
જવાબ : (D) 97%
(9) આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને ‘વાતાવરણ' કહે છે?
(A) 600
(B) 700
(C) 800 થી 1000
(D) 1200
જવાબ : (C) 800 થી 1000
(10) પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી?
(A) વાતાવરણ
(B) મૃદાવરણ (ઘનાવરણ)
(C) જલાવરણ
(D) જીવાવરણ
જવાબ : (A) વાતાવરણ
(11) પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદરહિત છે?
(A) જલાવરણ
(B) જીવાવરણ
(C) વાતાવરણ
(D) મૃદાવરણ (ઘનાવરણ)
જવાબ : (C) વાતાવરણ
(12) વાતાવરણમાં ઑક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?
(A) 0.94%
(B) 78.03%
(C) 28.5%
(D) 20.99%
જવાબ : (D) 20.99%
(13) વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?
(A) 20.99%
(B) 78.03%
(C) 4.06%
(D) 18.06%
જવાબ : (B) 78.03%
(14) વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?
(A) 20 કિમીની
(B) 110 કિમીની
(C) 60 કિમીની
(D) 130 કિમીની
જવાબ : (A) 20 કિમીની
(15) વાતાવરણમાં ઑક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?
(A) 45 કિમીની
(B) 130 કિમીની
(C) 110 કિમીની
(D) 20 કિમીની
જવાબ : (C) 110 કિમીની
(16) વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?
(A) 110 કિમીની
(B) 130 કિમીની
(C) 20 કિમીની
(D) 68 કિમીની
જવાબ : (B) 130 કિમીની
(17) વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે?
(A) ઑક્સિજન
(B) નાઇટ્રોજન
(C) હાઇડ્રોજન
(D) ઓઝોન
જવાબ : (D) ઓઝોન
(18) નીચેના પૈકી કયો વાયુ સ્વાથ્યવર્ધક છે?
(A) નાઇટ્રોજન
(B) ઓઝોન
(C) કાર્બન ડાયૉક્સાઇડ
(D) હાઇડ્રોજન
જવાબ : (B) ઓઝોન
(19) વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે?
(A) ઓઝોન
(B) ઑક્સિજન
(C) ૨જકણો
(D) કાર્બન ડાયૉક્સાઇડ
જવાબ : (C) ૨જકણો
(20) પૃથ્વીના ક્યા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે?
(A) મૃદાવરણ (ઘનાવરણ) ના
(B) વાતાવરણના
(C) જીવાવરણનો
(D) જલાવરણના
જવાબ : (B) વાતાવરણના
(21) પૃથ્વીના ક્યા આવરણથી રેડિયો અને દૂરદર્શનનાં પ્રસારણો શક્ય બને છે?
(A) જલાવરણથી
(B) જીવાવરણથી
(C) મૃદાવરણ (ઘનાવરણ) થી
(D) વાતાવરણથી
જવાબ : (D) વાતાવરણથી
(22) પૃથ્વીના ક્યા આવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઊઠી નાશ પામે છે?
(A) વાતાવરણ
(B) જલાવરણ
(C) જીવાવરણ
(D) મૃદાવરણ (ઘનાવરણ)
જવાબ : (A) વાતાવરણ
(23) પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે ‘કુદરતી ઢાલ’ ની ગરજ સારે છે?
(A) જીવાવરણ
(B) વાતાવરણ
(C) મૃદાવરણ (ઘનાવરણ)
(D) જલાવરણ
જવાબ : (B) વાતાવરણ
(24) સૌરપરિવારનો કયો ગ્રહ ‘જીવાવરણ’ ધરાવે છે?
(A) નેપ્ચ્યૂન
(B) પૃથ્વી
(C) શુક્ર
(D) ગુરુ
જવાબ : (B) પૃથ્વી
(25) પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે?
(A) મૃદાવરણ (ઘનાવરણ) માં
(B) જલાવરણમાં
(C) વાતાવરણમાં
(D) જીવાવરણમાં
જવાબ : (D) જીવાવરણમાં
(26) ક્ષેત્રફળમાં દુનિયાનો સૌથી મોટો મહાસાગર કયો છે?
(A) આર્કટિક મહાસાગર
(B) પૅસિફિક મહાસાગર
(C) હિંદ મહાસાગર
(D) ઍટલૅન્ટિક મહાસાગર
જવાબ : (B) પૅસિફિક મહાસાગર
(27) લક્ષદ્વીપ અને માલદીવ કયા મહાસાગરમાં આવેલા છે?
(A) હિંદ મહાસાગરમાં
(B) ઍટલૅન્ટિક મહાસાગરમાં
(C) આર્કટિક મહાસાગરમાં
(D) પૅસિફિક મહાસાગરમાં
જવાબ : (A) હિંદ મહાસાગરમાં
(28) પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી?
(A) મૃદાવરણ (ઘનાવરણ)
(B) જીવાવરણ
(C) વાતાવરણ
(D) જલાવરણ
જવાબ : (C) વાતાવરણ
(29) મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?
(A) નદીઓ
(B) સરોવરો
(C) કૂવાઓ
(D) વરસાદ
જવાબ : (D) વરસાદ
(30) વાતાવરણનો કયો વાયુ ઑક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે?
(A) ઓઝોન
(B) નાઇટ્રોજન
(C) કાર્બન ડાયૉક્સાઇડ
(D) હાઇડ્રોજન
જવાબ : (B) નાઇટ્રોજન
(31) વધારે વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે?
(A) નાઇટ્રોજન
(B) કાર્બન મૉનોક્સાઇડ
(C) હાઇડ્રોજન
(D) ઓઝોન
જવાબ : (B) કાર્બન મૉનોક્સાઇડ
(32) કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે?
(A) O2
(B) H2
(C) N2
(D) CO2
જવાબ : (D) CO2
(33) ખડકો અને ઘન પદાર્થની બનેલ આવરણ કયા નામે ઓળખાય છે?
(A) જલાવરણ
(B) ખડકાવરણ
(C) જીવાવરણ
(D) વાતાવરણ
જવાબ : (B) ખડકાવરણ
(34) હું મનુષ્યના આહાર, આવાસ અને અસ્તિત્વનું પાયારૂપ આવરણ છું.
(A) મૃદાવરણ
(B) ઘનાવરણ
(C) ખડકાવ૨ણ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(35) નીચેનામાંથી કઈ બાબત મહાસાગર સાથે જોડાયેલ છે?
(A) પ્રોટીનયુક્ત આહાર
(B) જળમાર્ગ
(C) ખનિજ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(36) નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ સાથે જોડાયેલ નથી?
(A) તે સ્વાદરહિત છે.
(B) તે વાયુઓનું બનેલું છે.
(C) તે ખડકોનું બનેલું છે.
(D) આપેલ પૈકી એક પણ નહિ
જવાબ : (C) તે ખડકોનું બનેલું છે.
(37) પર્વતો, મેદાનો અને ઉચ્ચપ્રદેશો ક્યાં આવરણમાં આવેલા છે?
(A) મૃદાવારણ
(B) જલાવરણ
(C) વાતાવરણ
(D) જીવાવરણ
જવાબ : (A) મૃદાવારણ
(38) પૃથ્વી સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને શું કહે છે?
(A) મૃદાવારણ
(B) જલાવરણ
(C) વાતાવરણ
(D) જીવાવરણ
જવાબ : (B) જલાવરણ
(39) વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે?
(A) ઑક્સીજન
(B) કાર્બન ડાયોક્સાઈડ
(C) નાઈટ્રોજન
(D) મિથેન
જવાબ : (C) નાઈટ્રોજન
(40) કોનાં દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે?
(A) વાતાવરણ
(B) નાઈટ્રોજન
(C) મિથેન
(D) રજકણો
જવાબ : (D) રજકણો
