ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ

GIRISH BHARADA

Std 6 Social Science Ch 11 Mcq Gujarati

ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 11. ભૂમિસ્વરૂપો

MCQ : 55


(1) સરેરાશ સમુદ્રસપાટીથી............ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને પર્વત કહે છે.

(A) આશરે 800 મીટરથી વધુ

(B) આશરે 400 મીટરથી વધુ

(C) આશરે 500 મીટરથી વધુ

(D) આશરે 900 મીટરથી વધુ

જવાબ : (D) આશરે 900 મીટરથી વધુ


(2) નિર્માણક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે?

(A) ત્રણ

(B) બે

(C) ચાર

(D) છ

જવાબ : (C) ચાર


(3) નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે?

(A) આલ્પ્સ

(B) નીલગિરિ

(C) સાતપુડા

(D) અરવલ્લી

જવાબ : (A) આલ્પ્સ


(4) નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે?

(A) ફ્યુજિયામા

(B) હિમાલય

(C) અરવલ્લી

(D) વિંધ્ય

જવાબ : (B) હિમાલય


(5) નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે?

(A) રૉકી

(B) હોસર્ટ

(C) ગિરનાર

(D) પારસનાથ

જવાબ : (A) રૉકી


(6) એન્ડીઝ નામનો ગેડ પર્વત કયા ખંડમાં આવેલો છે?

(A) એશિયામાં

(B) યુરોપમાં

(C) ઉત્તર અમેરિકામાં

(D) દક્ષિણ અમેરિકામાં

જવાબ : (D) દક્ષિણ અમેરિકામાં


(7) જર્મનીનો હોસર્ટ પર્વત કયા પ્રકારનો પર્વત છે?

(A) ગેડ પર્વત

(B) ખંડ પર્વત

(C) અવશિષ્ટ પર્વત

(D) જ્વાળામુખી પર્વત

જવાબ : (B) ખંડ પર્વત


(8) નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે?

(A) હિમાલય

(B) નીલગિરિ

(C) અરવલ્લી

(D) હોસર્ટ

જવાબ : (D) હોસર્ટ


(9) નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે?

(A) ગિરનાર

(B) આલ્પ્સ

(C) નીલગિરિ

(D) પાવાગઢ

જવાબ : (C) નીલગિરિ


(10) નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે?

(A) અરવલ્લી

(B) ગિરનાર

(C) રૉકી

(D) વિંધ્ય

જવાબ : (D) વિંધ્ય


(11) નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?

(A) વિસુવિયસ

(B) ઍન્ડીઝ

(C) અરવલ્લી

(D) રૉકી

જવાબ : (A) વિસુવિયસ


(12) નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?

(A) અરવલ્લી

(B) સાતપુડા

(C) વિંધ્ય

(D) ફ્યુજિયામા

જવાબ : (D) ફ્યુજિયામા


(13) કોટોપક્સી પર્વત કયા પ્રકારનો પર્વત છે?

(A) ખંડ પર્વત

(B) જ્વાળામુખી પર્વત

(C) ગેડ પર્વત

(D) અવશિષ્ટ પર્વત

જવાબ : (B) જ્વાળામુખી પર્વત


(14) બેરન પર્વત કયા પ્રકારનો પર્વત છે?

(A) જ્વાળામુખી પર્વત

(B) અવશિષ્ટ પર્વત

(C) ગેડ પર્વત

(D) ખંડ પર્વત

જવાબ : (A) જ્વાળામુખી પર્વત


(15) નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?

(A) આલ્પ્સ

(B) પાવાગઢ

(C) વિંધ્ય

(D) અરવલ્લી

જવાબ : (B) પાવાગઢ


(16) નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?

(A) નીલગિરિ

(B) સાતપુડા

(C) વિંધ્ય

(D) ગિરનાર

જવાબ : (D) ગિરનાર


(17) નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?

(A) અરવલ્લી

(B) વિંધ્ય

(C) ગિરનાર

(D) આલ્પ્સ

જવાબ : (A) અરવલ્લી


(18) નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?

(A) રૉકી

(B) ઍન્ડીઝ

(C) નીલગિરિ

(D) સાતપુડા

જવાબ : (C) નીલગિરિ


(19) નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?

(A) વિંધ્ય

(B) પારસનાથ

(C) હિમાલય

(D) ફ્યુજિયામા

જવાબ : (B) પારસનાથ


(20) નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?

(A) વિંધ્ય

(B) રાજમહલ

(C) પાવાગઢ

(D) ગિરનાર

જવાબ : (B) રાજમહલ


(21) પૂર્વઘાટ પર્વત કયા પ્રકારનો પર્વત છે?

(A) ગેડ પર્વત

(B) અવશિષ્ટ પર્વત

(C) ખંડ પર્વત

(D) જ્વાળામુખી પર્વત

જવાબ : (B) અવશિષ્ટ પર્વત


(22) ..................નદીઓનું ઉદ્ગમસ્થાન છે.

(A) મેદાનો

(B) પર્વતો

(C) તળેટીઓ

(D) અખાતો

જવાબ : (B) પર્વતો


(23) વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન કયું છે?

(A) મેદાનો

(B) ઉચ્ચપ્રદેશો

(C) પર્વતો

(D) ટાપુઓ

જવાબ : (C) પર્વતો


(24) તિબેટનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?

(A) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ

(B) ખંડીય ઉચ્ચપ્રદેશ

(C) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ

(D) કિનારાનો ઉચ્ચપ્રદેશ

જવાબ : (C) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ


(25) મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?

(A) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ

(B) કિનારાનો ઉચ્ચપ્રદેશ

(C) ખંડીય ઉચ્ચપ્રદેશ

(D) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ

જવાબ : (A) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ


(26) પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને…………..ઉચ્ચપ્રદેશ કહે છે.

(A) ખંડીય

(B) પર્વત-પ્રાંતીય

(C) આંતર-પર્વતીય

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (B) પર્વત-પ્રાંતીય


(27) પેટોગોનિયાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?

(A) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ

(B) કિનારાનો ઉચ્ચપ્રદેશ

(C) ખંડીય ઉચ્ચપ્રદેશ

(D) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ

જવાબ : (A) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ


(28) માળવાનો ઉચ્ચપ્રદેશ કયા દેશમાં આવેલો છે?

(A) શ્રીલંકામાં

(B) યુ.એસ.એ.માં

(C) ભારતમાં

(D) જાપાનમાં

જવાબ : (C) ભારતમાં


(29) પીડમોન્ટ ઉચ્ચપ્રદેશ કયા દેશમાં આવેલો છે?

(A) જર્મનીમાં

(B) ફ્રાન્સમાં

(C) ચીનમાં

(D) યુ.એસ.એ.માં

જવાબ : (D) યુ.એસ.એ.માં


(30) ભૂગર્ભિક હિલચાલથી ઊંચકાયેલા ભૂમિભાગ કે મોટા ભૂમિભાગ પર લાવાનાં સ્તરો ખૂબ ઊંચાઈ સુધી જઈને ઠરવાથી...........ઉચ્ચપ્રદેશ બને છે.

(A) કિનારાનો

(B) ખંડીય

(C) પર્વત -પ્રાંતીય

(D) આંતર-પ્રાંતીય

જવાબ : (B) ખંડીય


(31) મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?

(A) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ

(B) કિનારાનો ઉચ્ચપ્રદેશ

(C) ખંડીય ઉચ્ચપ્રદેશ

(D) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ

જવાબ : (C) ખંડીય ઉચ્ચપ્રદેશ


(32) બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?

(A) કિનારાનો ઉચ્ચપ્રદેશ

(B) ખંડીય ઉચ્ચપ્રદેશ

(C) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ

(D) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ

જવાબ : (B) ખંડીય ઉચ્ચપ્રદેશ


(33) અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?

(A) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ

(B) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ

(C) કિનારાનો ઉચ્ચપ્રદેશ

(D) ખંડીય ઉચ્ચપ્રદેશ

જવાબ : (D) ખંડીય ઉચ્ચપ્રદેશ


(34) ઉચ્ચપ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે?

(A) ડાંગર

(B) કપાસ

(C) મકાઈ

(D) ઘઉં

જવાબ : (B) કપાસ


(35) ભારતના ક્યા ઉચ્ચપ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનીજો મળે છે?

(A) છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશમાંથી

(B) માળવાના ઉચ્ચપ્રદેશમાંથી

(C) સૌરાષ્ટ્રના મધ્યભાગના ઉચ્ચપ્રદેશમાંથી

(D) છોટાઉદેપુરના ઉચ્ચપ્રદેશમાંથી

જવાબ : (A) છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશમાંથી


(36) ઉચ્ચપ્રદેશના ઢોળાવો શેના માટે ખૂબ મહત્ત્વના છે?

(A) ખેતી માટે

(B) જંગલસંપત્તિ માટે

(C) પશુપાલન માટે

(D) માનવવસવાટ માટે

જવાબ : (C) પશુપાલન માટે


(37) પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્રકિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે કયા પ્રકારનું મેદાન બને છે?

(A) સંરચનાત્મક મેદાન

(B) ઘસારણનું મેદાન

(C) નિક્ષેપણનું મેદાન

(D) પૂરનું મેદાન

જવાબ : (A) સંરચનાત્મક મેદાન


(38) ગંગા-યમુનાનું મેદાન...............પ્રકારનું મેદાન છે.

(A) ઘસારણ

(B) નિક્ષેપણ

(C) સંરચનાત્મક

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (B) નિક્ષેપણ


(39) ઇટલીનું લોમ્બાર્ડનું મેદાન કયા પ્રકારનું મેદાન છે?

(A) સંરચનાત્મક

(B) નિક્ષેપણ

(C) ઘસારણ

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (B) નિક્ષેપણ


(40) ભારતમાં કશ્મીરનો ખીણપ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે?

(A) કિનારાના મેદાનનું

(B) ઘસારણના મેદાનનું

(C) નિક્ષેપણના મેદાનનું

(D) સરોવરના મેદાનનું

જવાબ : (D) સરોવરના મેદાનનું


(41) મણિપુર રાજ્યનો ખીણપ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે?

(A) સરોવરના મેદાનનું

(B) કિનારાના મેદાનનું

(C) ઘસારણના મેદાનનું

(D) નિક્ષેપણના મેદાનનું

જવાબ : (A) સરોવરના મેદાનનું


(42) પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ……………કહેવાય છે.

(A) ભૂશિર

(B) સામુદ્રધુની

(C) ખીણ

(D) સંયોગીભૂમિ

જવાબ : (C) ખીણ


(43) બે વિશાળ જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે?

(A) ભૂશિર

(B) ટાપુ

(C) સંયોગીભૂમિ

(D) સામુદ્રધુની

જવાબ : (D) સામુદ્રધુની


(44) બે વિશાળ જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે?

(A) સામુદ્રધુની

(B) ખીણ

(C) સંયોગીભૂમિ

(D) ભૂશિર

જવાબ : (C) સંયોગીભૂમિ


(45) જે ભૂમિભાગની ત્રણ બાજુઓ સમુદ્રથી અને એક બાજુ જમીનવિસ્તારથી જોડાયેલ હોય તેને શું કહે છે?

(A) સંયોગીભૂમિ

(B) દ્વીપકલ્પ

(C) સામુદ્રધુની

(D) ભૂશિર

જવાબ : (B) દ્વીપકલ્પ


(46) ભારતમાં આવેલ કોરોમાંડલનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?

(A) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ

(B) ખંડીય ઉચ્ચપ્રદેશ

(C) આંતર-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ

(D) કિનારાનો ઉચ્ચપ્રદેશ

જવાબ : (D) કિનારાનો ઉચ્ચપ્રદેશ


(47) ખંડીય ઉચ્ચપ્રદેશ કયો છે?

(A) દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ

(B) પેટોગોનિયાનો ઉચ્ચપ્રદેશ

(C) મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ

(D) કોરોમાંડલનો ઉચ્ચપ્રદેશ

જવાબ : (A) દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ


(48) નીચેના પૈકી કયો પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને રોકીને ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે?

(A) વિંધ્ય

(B) પૂર્વઘાટ

(C) હિમાલય

(D) આલ્પ્સ

જવાબ : (C) હિમાલય


(49) ભૂમધ્ય સમુદ્ર અને ઍટલૅન્ટિક મહાસાગરને કઈ સામુદ્રધુની જોડે છે?

(A) મલાક્કાની

(B) જિબ્રાલ્ટરની

(C) પાલ્કની

(D) બેરિંગની

જવાબ : (B) જિબ્રાલ્ટરની


(50) રણપ્રદેશમાં બીજના ચંદ્ર આકારના રેતીના ઢૂવાને શું કહે છે?

(A) બારખન

(B) યુવાલા

(C) ડોલાઇન્સ

(D) પંખાકાર મેદાન

જવાબ : (A) બારખન


(51) ચીનમાં વધુ જોવા મળતાં મેદાનોને શું કહે છે?

(A) ડ્રિફ્ટ પ્લેઇન

(B) લોએસ

(C) પેની પ્લેઇન

(D) ફિયૉર્ડ

જવાબ : (B) લોએસ


(52) ભારતનો સાતપુડા............પ્રકારનો પર્વત છે.

(A) ગેડ

(B) ખંડ

(C) જ્વાળામુખી

(D) અવશિષ્ટ

જવાબ : (B) ખંડ


(53) ચારે બાજુ થી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને……….ઉચ્ચપ્રદેશ કહે છે.

(A) આંતર-પર્વતીય

(B) પર્વત-પ્રાંતીય

(C) ખંડીય

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (A) આંતર-પર્વતીય


(54) સરેરાશ સમુદ્રસપાટીથી………..ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે.

(A) આશરે 900 મીટરથી વધુ

(B) આશરે 300 મીટરથી વધુ

(C) આશરે 280 મીટરથી વધુ

(D) આશરે 180 મીટર સુધીની

જવાબ : (D) આશરે 180 મીટર સુધીની


(55) હવાંગહોનું મેદાન……………પ્રકારનું મેદાન છે.

(A) ઘસારણ

(B) નિક્ષેપણ

(C) સંરચનાત્મક

(D) આપેલ પૈકી એક પણ પ્રકારનું નહિ

જવાબ : (B) નિક્ષેપણ