ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 16 MCQ

GIRISH BHARADA

Std 6 Social Science Ch 16 Mcq Gujarati


ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 16. સ્થાનિક સરકાર

MCQ : 50


(1) પંચાયતીરાજનું સૌથી મહત્ત્વનું એકમ ક્યું છે?

(A) જિલ્લા પંચાયત

(B) તાલુકા પંચાયત

(C) ગ્રામપંચાયત

(D) સરકાર

જવાબ : (C) ગ્રામપંચાયત


(2) ગુજરાતમાં પંચાયતીરાજનું માળખું કેટલા સ્તરનું છે?

(A) પાંચ

(B) ચાર

(C) ત્રણ

(D) બે

જવાબ : (C) ત્રણ


(3) કેટલી વસ્તીવાળાં ગામોમાં ગ્રામપંચાયત હોય છે?

(A) 500 થી 25,000

(B) 400 થી 28,000

(C) 500 થી 26,000

(D) 500 થી 40,000

જવાબ : (A) 500 થી 25,000


(4) ગ્રામપંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

(A) 9

(B) 8

(C) 6

(D) 5

જવાબ : (B) 8


(5) ગ્રામપંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

(A) 10

(B) 12

(C) 15

(D) 16

જવાબ : (D) 16


(6) ગ્રામપંચાયતની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?

(A) દર 5 વર્ષે

(B) દર 7 વર્ષે

(C) દર ૩ વર્ષે

(D) દર 10 વર્ષે

જવાબ : (A) દર 5 વર્ષે


(7) ગ્રામપંચાયતના વડાને શું કહે છે?

(A) ગ્રામપંચ

(B) સભાપ્રમુખ

(C) સરપંચ

(D) સભાપતિ

જવાબ : (C) સરપંચ


(8) ગ્રામપંચાયતમાં કોની ચૂંટણી ગામના બધા મતદારો કરે છે?

(A) ગ્રામસચિવની

(B) તલાટી-કમ-મંત્રીની

(C) ઉપસરપંચની

(D) સરપંચની

જવાબ : (D) સરપંચની


(9) ગ્રામપંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?

(A) ચીફ ઑફિસર

(B) તલાટી-કમ-મંત્રી

(C) કમિશનર

(D) સરપંચ

જવાબ : (B) તલાટી-કમ-મંત્રી


(10) ગામની પુખ્ત વયની બધી વ્યક્તિઓ કોની સભ્ય ગણાય છે?

(A) લોકસભાની

(B) લોકઅદાલતની

(C) ગ્રામસભાની

(D) ન્યાયસમિતિની

જવાબ : (C) ગ્રામસભાની


(11) ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે?

(A) એક વખત

(B) ચાર વખત

(C) બે વખત

(D) ત્રણ વખત

જવાબ : (C) બે વખત


(12) ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે?

(A) ગામની વડીલ વ્યક્તિ

(B) ઉપસરપંચ

(C) મામલતદાર

(D) સરપંચ

જવાબ : (D) સરપંચ


(13) તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

(A) 16

(B) 21

(C) 18

(D) 20

જવાબ : (A) 16


(14) તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

(A) 20

(B) 25

(C) 32

(D) 15

જવાબ : (C) 32


(15) તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે?

(A) 30%

(B) 50%

(C) 33%

(D) 40%

જવાબ : (B) 50%


(16) તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?

(A) તાલુકા પ્રમુખ

(B) તાલુકા વિકાસ અધિકારી

(C) તાલુકા ઉપપ્રમુખ                      

(D) ચીફ ઓફિસર

જવાબ : (B) તાલુકા વિકાસ અધિકારી


(17) સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર કયું છે?

(A) જિલ્લા પંચાયત

(B) તાલુકા પંચાયત

(C) ગ્રામપંચાયત

(D) રાજ્ય સરકાર

જવાબ : (A) જિલ્લા પંચાયત


(18) ત્રિ-સ્તરીય પંચાયતીરાજમાં સૌથી ઉપરનું સ્તર કયું છે?

(A) કેન્દ્ર સરકાર

(B) રાજ્ય સરકાર

(C) જિલ્લા પંચાયત

(D) ગ્રામસભા

જવાબ : (C) જિલ્લા પંચાયત


(19) જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

(A) 40

(B) 45

(C) 50

(D) 52

જવાબ : (D) 52


(20) જિલ્લા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

(A) 32

(B) 21

(C) 41

(D) 35

જવાબ : (A) 32


(21) જિલ્લા પંચાયતના વહીવટી વડા ક્યા નામે ઓળખાય છે?

(A) જિલ્લા વહીવટી અધિકારી

(B) જિલ્લા પ્રમુખ

(C) જિલ્લા વિકાસ અધિકારી

(D) જિલ્લા કમિશનર

જવાબ : (C) જિલ્લા વિકાસ અધિકારી


(22) પંચાયતીરાજની ત્રણેય પંચાયતોની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની હોય છે?

(A) 5

(B) 6

(C) 4

(D) 7

જવાબ : (A) 5


(23) જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોના વિકાસ માટે કોણ યોજનાઓ ઘડે છે અને તેનો અમલ કરે છે?

(A) જિલ્લાસભા

(B) સામાજિક ન્યાયસમિતિ

(C) લોકઅદાલત

(D) સામાજિક ન્યાયપંચાયત

જવાબ : (B) સામાજિક ન્યાયસમિતિ


(24) નગરપાલિકાના એક વૉર્ડમાં કેટલા સભ્યો હોય છે?

(A) 2

(B) 3

(C) 4

(D) 5

જવાબ : (C) 4


(25) સામાન્ય રીતે કેટલી વસ્તીવાળાં શહેરોમાં નગરપાલિકા હોય છે?

(A) 10,000 થી વધુ

(B) 15,000 થી વધુ

(C) 20,000 થી વધુ

(D) 25,000 થી વધુ

જવાબ : (D) 25,000 થી વધુ


(26) નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે?

(A) 28

(B) 25

(C) 20

(D) 15

જવાબ : (A) 28


(27) નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે?

(A) ચીફ ઑફિસર

(B) મેયર

(C) નગરસેવક

(D) પ્રમુખ

જવાબ : (D) પ્રમુખ


(28) નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ક્યા નામે ઓળખાય છે?

(A) ચીફ ઑફિસર

(B) પ્રમુખ

(C) કમિશનર

(D) મેયર

જવાબ : (A) ચીફ ઑફિસર


(29) નગરપાલિકાના ચીફ ઑફિસરની નિમણૂક કોણ કરે છે?

(A) જિલ્લા પંચાયત

(B) નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો

(C) રાજ્ય સરકાર

(D) જિલ્લા વિકાસ અધિકારી

જવાબ : (C) રાજ્ય સરકાર


(30) નગરપાલિકાના વડા પ્રમુખનો કાર્યકાળ કેટલાં વર્ષનો હોય છે?

(A) બે વર્ષનો

(B) અઢી વર્ષનો

(C) ત્રણ વર્ષનો

(D) પાંચ વર્ષનો

જવાબ : (D) પાંચ વર્ષનો


(31) મહાનગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે?

(A) પ્રમુખ

(B) શાસનાધિકારી

(C) મેયર

(D) કમિશનર

જવાબ : (C) મેયર


(32) મેયરની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?

(A) અઢી વર્ષે

(B) પાંચ વર્ષે

(C) દર વર્ષે

(D) સાડા ત્રણ વર્ષે

જવાબ : (A) અઢી વર્ષે


(33) મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ક્યા નામે ઓળખાય છે?

(A) મેયર

(B) મ્યુનિસિપલ કમિશનર

(C) ચીફ ઓફિસર

(D) મ્યુનિસિપલ ઑફિસર

જવાબ : (B) મ્યુનિસિપલ કમિશનર


(34) મહાનગરપાલિકાના કમિશનરની નિમણૂક કોણ કરે છે?

(A) મેયર

(B) મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો

(C) મહાનગરપાલિકાની કારોબારી સમિતિ

(D) રાજ્ય સરકાર

જવાબ : (D) રાજ્ય સરકાર


(35) મહાનગરપાલિકાની સૌથી મહત્ત્વની સમિતિ કઈ છે?

(A) આરોગ્ય સમિતિ

(B) શિક્ષણ સમિતિ

(C) કારોબારી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ)

(D) નાણાં સમિતિ

જવાબ : (C) કારોબારી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ)


(36) મહાનગરપાલિકામાં કેટલી વસ્તીએ એક વૉર્ડ બનાવવામાં આવે છે?

(A) 75,000ની વસ્તીએ

(B) 2 લાખની વસ્તીએ

(C) 50,000ની વસ્તીએ

(D) 1 લાખની વસ્તીએ

જવાબ : (A) 75,000ની વસ્તીએ


(37) સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે?

(A) મુખ્યમંત્રી

(B) જિલ્લા વિકાસ અધિકારી

(C) મામલતદાર

(D) કલેક્ટર

જવાબ : (D) કલેક્ટર


(38) તાલુકા કક્ષાના વહીવટી વડા કોણ ગણાય છે?

(A) તાલુકા વિકાસ અધિકારી

(B) મામલતદાર

(C) કમિશનર

(D) ચીફ ઑફિસર

જવાબ : (B) મામલતદાર


(39) મામલતદાર સરેરાશ કેટલાં ગામોના સમૂહના બનેલા તાલુકાનાં મહેસૂલી વડા છે?

(A) 40 કે તેથી વધુ ગામોના

(B) 25 કે તેથી વધુ ગામોના

(C) 50 કે તેથી વધુ ગામોના

(D) 45 કે તેથી વધુ ગામોના

જવાબ : (C) 50 કે તેથી વધુ ગામોના


(40) તકરાર (વિવાદ) નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?

(A) ગ્રામઅદાલત

(B) લોકઅદાલત

(C) સામાજિક ન્યાયસમિતિ

(D) ગ્રામસભા

જવાબ : (B) લોકઅદાલત


(41) નાગરિકને મત આપવાનો હક કેટલાં વર્ષની ઉંમરે મળે છે?

(A) 15

(B) 16

(C) 17

(D) 18

જવાબ : (D) 18


(42) તમારા ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કોણ કરે છે?

(A) ગ્રામપંચાયત

(B) તાલુકા પંચાયત

(C) જિલ્લા પંચાયત

(D) મહાનગરપાલિકા

જવાબ : (A) ગ્રામપંચાયત


(43) તમારા શહેરમાં ચોમાસામાં પાણીનો નિકાલ થતો નથી, તો કોણ મદદરૂપ થશે?

(A) ગ્રામસભા

(B) ગ્રામપંચાયત

(C) નગરપાલિકા

(D) નગરપંચાયત

જવાબ : (C) નગરપાલિકા


(44) જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોની જરૂરિયાતની રજૂઆત કોની સમક્ષ કરવામાં આવે છે?

(A) જિલ્લાસભા સમક્ષ

(B) સામાજિક ન્યાયસમિતિ સમક્ષ

(C) લોકઅદાલત સમક્ષ

(D) સામાજિક ન્યાયપંચાયત સમક્ષ

જવાબ : (B) સામાજિક ન્યાયસમિતિ સમક્ષ


(45) લોકઅદાલતની કામગીરીમાં કોણ જોડાય છે?

(A) નિવૃત્ત ન્યાયાધીશ

(B) અભિનેતા

(C) સાહિત્યકાર

(D) શાળાના આચાર્ય

જવાબ : (A) નિવૃત્ત ન્યાયાધીશ


(46) એકથી વધુ તાલુકાઓ મળી શાની રચના થાય છે?

(A) તાલુકા સંઘની

(B) રાજ્યની

(C) શહેરની

(D) જિલ્લાની

જવાબ : (D) જિલ્લાની


(47) પંચાયતીરાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે?

(A) ગ્રામસમિતિ અને સામાજિક ન્યાયસમિતિ

(B) સામાજિક ન્યાયસમિતિ અને કારોબારી સમિતિ

(C) કારોબારી સમિતિ અને બાંધકામ સમિતિ

(D) સામાજિક ન્યાયસમિતિ અને આરોગ્ય સમિતિ

જવાબ : (D) સામાજિક ન્યાયસમિતિ અને આરોગ્ય સમિતિ


(48) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા બેઠકો અનામત હોય છે?

(A) 10 %

(B) 20 %

(C) 40 %

(D) 50 %

જવાબ : (D) 50 %


(49) લોકઅદાલતના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે?

(A) બંને પક્ષકારોને ઘણો ખર્ચ કરવો પડે છે.

(B) બંને પક્ષકારોને સમાધાનકારી રીતે ઝડપી ન્યાય મળે છે.

(C) બંને પક્ષકારોએ કોર્ટમાં હાજર રહેવું પડે છે.

(D) સમયનો બગાડ થાય છે.

જવાબ : (B) બંને પક્ષકારોને સમાધાનકારી રીતે ઝડપી ન્યાય મળે છે.


(50) પંચાયતીરાજનું સૌથી મહત્ત્વનું એકમ ક્યું છે?

(A) જિલ્લા પંચાયત

(B) તાલુકા પંચાયત

(C) ગ્રામપંચાયત

(D) સરકાર

જવાબ : (C) ગ્રામપંચાયત