ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 17. જીવન નિર્વાહ
MCQ : 30
(1) ગામડાંમાં મોટા ભાગના લોકો ક્યા કામ સાથે જોડાયેલ હોય છે?
(A) માછીમારી
(B) ખેતીકામ
(C) સુથારીકામ
(D) પશુપાલન
જવાબ : (B) ખેતીકામ
(2) આપણા દેશમાં કેટલાં શહેરો છે?
(A) 5000 કરતાં વધારે
(B) 10,000 કરતાં વધારે
(C) 12,000 કરતાં વધારે
(D) 15,000 કરતાં વધારે
જવાબ : (A) 5000 કરતાં વધારે
(3) આપણા દેશમાં કેટલાં નાનાં-મોટાં નગર છે?
(A) 31,000 જેટલાં
(B) 12,000 જેટલાં
(C) 20,000 જેટલાં
(D) 27,000 જેટલાં
જવાબ : (D) 27,000 જેટલાં
(4) દરેક વ્યક્તિને જીવનનિર્વાહ માટે શેની જરૂર પડે છે?
(A) પ્રવૃત્તિની
(B) રહેઠાણની
(C) પોશાકની
(D) આવકની
જવાબ : (D) આવકની
(5) ડીસા શહેર ક્યા જિલ્લામાં આવેલું છે?
(A) સાબરકાંઠા
(B) મહેસાણા
(C) પાટણ
(D) બનાસકાંઠા
જવાબ : (D) બનાસકાંઠા
(6) રાણપુર ગામના ખેડૂતો ક્યા પાકોની ખેતી કરે છે?
(A) બટાટા અને ઘઉંની
(B) બાજરી અને કઠોળની
(C) બટાટા અને બાજરીની
(D) ડાંગર અને મકાઈની
જવાબ : (C) બટાટા અને બાજરીની
(7) મધુબા કયા ખેડૂતના ખેતરમાં મજૂરી કરે છે?
(A) મોંઘજીભાઈના
(B) મેઘજીભાઈના
(C) કરશનભાઈના
(D) લવજીભાઈના
જવાબ : (A) મોંઘજીભાઈના
(8) લવજીભાઈને પૈસા પાછા આપવા માટે મધુબાએ શું કર્યું?
(A) બે ગાયો વેચી દીધી
(B) ઝાંઝર વેચી દીધાં
(C) ઘર વેચી દીધું
(D) ભેંસ વેચી દીધી
જવાબ : (B) ઝાંઝર વેચી દીધાં
(9) સલમાન પાસે કેટલા એકર જમીન છે?
(A) દસ એકર
(B) પચાસ એકર
(C) બે એકર
(D) વીસ એકર
જવાબ : (A) દસ એકર
(10) સલમાન ખેતી ઉપરાંત કયો વ્યવસાય કરે છે?
(A) શાકભાજી વેચવાનો
(B) રિક્ષા ચલાવવાનો
(C) મચ્છીમારીનો
(D) પશુપાલનનો
જવાબ : (D) પશુપાલનનો
(11) રામનગરમાં મોટા ભાગના ખેડૂતો ક્યા પાકની ખેતી કરે છે?
(A) મકાઈની
(B) બાજરીની
(C) ડાંગરની
(D) બટાટાની
જવાબ : (C) ડાંગરની
(12) જગાભાઈ શાના બદલે લોકોને તેમને જોઈતી વસ્તુ આપે છે?
(A) પૈસાના
(B) ચોખાના
(C) દૂધના
(D) માછલીઓના
જવાબ : (B) ચોખાના
(13) સંચારડા ગામ ક્યાં આવેલું છે?
(A) દરિયાકિનારે
(B) નદીકિનારે
(C) પર્વતની તળેટી પાસે
(D) મોટા શહેરની નજીક
જવાબ : (A) દરિયાકિનારે
(14) રૂડીબહેન અને લખીમા શાનું કામ કરે છે?
(A) શાકભાજી વેચવાનું
(B) દૂધ વેચવાનું
(C) માછલાં પકડવાનું
(D) ખેતરમાં મજૂરીનું
જવાબ : (C) માછલાં પકડવાનું
(15) રૂડીબહેન અને લખીમા વર્ષમાં કેટલા મહિના માછલાં પકડીને જીવનનિર્વાહ કરે છે?
(A) ચાર
(B) છ
(C) બાર
(D) આઠ
જવાબ : (D) આઠ
(16) રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારાઓને કારણે ક્યારેક કઈ સમસ્યા વધી જાય છે?
(A) બેરોજગારીની
(B) ટ્રાફિકની
(C) ચીજવસ્તુઓની અછતની
(D) ચોરીની
જવાબ : (B) ટ્રાફિકની
(17) વાવ તાલુકો ક્યા જિલ્લામાં આવેલો છે?
(A) બનાસકાંઠામાં
(B) સાબરકાંઠામાં
(C) મહેસાણામાં
(D) અમદાવાદમાં
જવાબ : (A) બનાસકાંઠામાં
(18) ગામમાં સુથારીકામ કરતા કરશનભાઈ શહેરમાં આવ્યા પછી કયું કામ કરે છે?
(A) ધોબીકામ
(B) દૂધ વેચવાનું
(C) રિક્ષા ચલાવવાનું
(D) શાકભાજી વેચવાનું
જવાબ : (C) રિક્ષા ચલાવવાનું
(19) નિલમના મામા ફેક્ટરીમાં કયું કામ કરતા હતા?
(A) મૅનેજરનું
(B) શર્ટને બટન લગાવવાનું
(C) સિલાઈ કરવાનું
(D) કપડાંનું પૅકિંગ કરવાનું
જવાબ : (A) મૅનેજરનું
(20) રાજસ્થાનથી નવસારી આવેલા જયસિંહ કયું કામ કરે છે?
(A) અગરબત્તી બનાવવાનું
(B) ચૉકલેટ બનાવવાનું
(C) બિસ્કિટ બનાવવાનું
(D) આઇસક્રીમ બનાવવાનું
જવાબ : (B) ચૉકલેટ બનાવવાનું
(21) રાણપુર ગામમાં શાની વાડીઓ છે?
(A) નારિયેળની
(B) દાડમની
(C) ચીકુની
(D) જામફળની
જવાબ : (B) દાડમની
(22) મધુબા મોંઘજીભાઈના ખેતરમાં કયું કામ કરતાં નથી?
(A) વાવણી
(B) નિંદામણ
(C) કાપણી
(D) રોપણી
જવાબ : (D) રોપણી
(23) સંચારડા ગામના માછીમારો ચોમાસાના ચાર મહિનાઓ દરમિયાન શા માટે દરિયામાં જતા નથી?
(A) એ સમય દરમિયાન દરિયામાં મોટી ભરતીઓ આવે છે.
(B) એ સમય દરમિયાન દરિયામાં માછલીઓ હોતી નથી.
(C) એ સમય દરમિયાન દરિયો ખેડવો જોખમકારક હોય છે.
(D) એ સમય દરમિયાન દરિયો શાંત હોય છે.
જવાબ : (C) એ સમય દરમિયાન દરિયો ખેડવો જોખમકારક હોય છે.
(24) સંચારડા ગામના માછીમારોને ક્યા કારણે આર્થિક નુકસાન થયું હતું?
(A) અતિવૃષ્ટિના કારણે
(B) ત્સુનામીના કારણે
(C) હોડીઓ ડૂબી જવાના કારણે
(D) ભૂકંપના કારણે
જવાબ : (B) ત્સુનામીના કારણે
(25) કરશનભાઈ પોતાના ગામમાં કયું કામ કરતા હતા?
(A) સુથારીકામ
(B) કડિયાકામ
(C) દરજીકામ
(D) ખેતીકામ
જવાબ : (A) સુથારીકામ
(26) શહેરના રસ્તાની બંને બાજુએ ફૂટપાથ પર કામધંધો કરતા લોકોના કામનું આયોજન કોણ કરે છે?
(A) મ્યુનિસિપલ કોર્પોરેશન
(B) સામાજિક સંસ્થાઓ
(C) લોકો જાતે
(D) સરકાર
જવાબ : (C) લોકો જાતે
(27) શહેરમાં જે જગ્યાએ મજૂરો કામ કરવા એકઠા થાય છે તે જગ્યા ક્યા નામે ઓળખાય છે?
(A) કડિયાનાકા
(B) મજૂરનાકા
(C) મજૂર ચોક
(D) ચાર રસ્તા
જવાબ : (A) કડિયાનાકા
(28) વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી ક્યા સમયે થતી હશે?
(A) જૂન - જુલાઈમાં
(B) ઑક્ટોબર - નવેમ્બરમાં
(C) ડિસેમ્બર - જાન્યુઆરીમાં
(D) માર્ચ – એપ્રિલમાં
જવાબ : (A) જૂન - જુલાઈમાં
(29) દરિયાકિનારે માછીમારનો વ્યવસાય કરતા લોકો માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે?
(A) વર્ષમાં આઠ માસ જેટલો સમય માછીમારી કરી શકાય છે.
(B) આ વ્યવસાય જોખમી છે.
(C) દરિયાઈ પ્રદૂષણ વધવાથી માછલીઓ માટે દરિયામાં દૂર સુધી જવું પડે છે.
(D) આ વ્યવસાયમાં બારેમાસ આવક મળે છે.
જવાબ : (D) આ વ્યવસાયમાં બારેમાસ આવક મળે છે.
(30) ગામડાંના લોકો માટે સૌથી મહત્ત્વનું જીવનનિર્વાહનું સાધન કયું છે?
(A) સરકારી નોકરી
(B) ખેતી
(C) ઉદ્યોગો
(D) આપેલ તમામ
જવાબ : (B) ખેતી