ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 15. સરકાર
MCQ : 25
(1) દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?
(A) યૂ.એસ.
(B) રશિયા
(C) ચીન
(D) ભારત
જવાબ : (D) ભારત
(2) દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે કોની જરૂર પડે છે?
(A) સરકારની
(B) ન્યાયાધીશોની
(C) દેશનેતાની
(D) નાગરિક સંગઠનોની
જવાબ : (A) સરકારની
(3) વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે?
(A) રશિયા
(B) ભારત
(C) ગ્રેટબ્રિટન
(D) યૂ.એસ.
જવાબ : (B) ભારત
(4) દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે?
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) પાંચ
જવાબ : (B) ત્રણ
(5) ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે?
(A) સ્થાનિક સરકાર
(B) રાજ્ય સરકાર
(C) રાષ્ટ્રીય સરકાર
(D) આપેલ પૈકી એક પણ નહિ
જવાબ : (A) સ્થાનિક સરકાર
(6) આપણા દેશમાં કઈ શાસનવ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે?
(A) રાજાશાહી
(B) સામ્યવાદી
(C) સરમુખત્યારશાહી
(D) લોકશાહી
જવાબ : (D) લોકશાહી
(7) યુ.એસ.માં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે?
(A) પ્રધાનમંડળ નિષ્ઠ
(B) એકતંત્રી
(C) પ્રમુખશાહી
(D) સમવાયતંત્રી
જવાબ : (C) પ્રમુખશાહી
(8) આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની છે?
(A) ચાર
(B) પાંચ
(C) છ
(D) સાત
જવાબ : (B) પાંચ
(9) દરેક દેશમાં સરકારની આવશ્યકતા શાથી હોય છે?
(A) કાયદા બનાવવા
(B) કાયદામાં સુધારો કરવા
(C) કાયદાનો અમલ કરવા
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(10) નીચેના પૈકી સરકારનો પ્રકાર કયો છે?
(A) સામ્યવાદી
(B) રાજાશાહી
(C) લોકશાહી
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(11) લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે?
(A) ઉદ્યોગપતિઓ દ્વારા
(B) લોકોના પ્રતિનિધિઓ દ્વારા
(C) રાજ્યો દ્વારા
(D) સ્થાનિક સરકારો દ્વારા
જવાબ : (B) લોકોના પ્રતિનિધિઓ દ્વારા
(12) લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે?
(A) પોતાના માટે
(B) શ્રમિકો માટે
(C) લોકો માટે
(D) કર્મચારીઓ માટે
જવાબ : (C) લોકો માટે
(13) વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે?
(A) લોકશાહી
(B) ડાબેરી
(C) વ્યક્તિકેન્દ્રી
(D) દક્ષિણપંથી
જવાબ : (B) ડાબેરી
(14) રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે?
(A) દસ
(B) બાર
(C) પાંચ
(D) એક
જવાબ : (D) એક
(15) લોકશાહીમાં કોના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?
(A) પ્રજાના
(B) સરકારના
(C) બંધારણના
(D) ચૂંટણીના
જવાબ : (C) બંધારણના
(16) લોકશાહી સરકારમાં લોકો પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે કોનો સહયોગ મેળવી શકે છે?
(A) અદાલતોનો
(B) વડા પ્રધાનનો
(C) સામાજિક સંસ્થાઓનો
(D) કાયદાનો
જવાબ : (A) અદાલતોનો
(17) લોકોની આર્થિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ કોણ લાવે છે?
(A) વડા પ્રધાન
(B) અર્થશાસ્ત્રીઓ
(C) સમાજશાસ્ત્રીઓ
(D) સરકાર
જવાબ : (D) સરકાર
(18) લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે?
(A) લશ્કરનું પ્રભુત્વ
(B) વ્યક્તિવાદ
(C) પ્રજાનું સાર્વભૌમત્વ
(D) સલાહકાર મંડળ
જવાબ : (C) પ્રજાનું સાર્વભૌમત્વ
(19) ભારતે કઈ શાસનપદ્ધતિ અપનાવી છે?
(A) સામ્યવાદી
(B) સંસદીય લોકશાહી
(C) રાજાશાહી
(D) સરમુખત્યારશાહી
જવાબ : (B) સંસદીય લોકશાહી
(20) ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
(A) 18 વર્ષની
(B) 17 વર્ષની
(C) 20 વર્ષની
(D) 21 વર્ષની
જવાબ : (A) 18 વર્ષની
(21) આપણા દેશમાં કોના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?
(A) સરકારના
(B) લોકોના
(C) બંધારણના
(D) આયોજનોના
જવાબ : (C) બંધારણના
(22) ન્યાયની દેવીનું ચિત્ર કયાં સ્થળોએ જોવા મળે છે?
(A) સંસદમાં
(B) અદાલતોમાં
(C) રેલવે સ્ટેશનોમાં
(D) વિધાનગૃહમાં
જવાબ : (B) અદાલતોમાં
(23) નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી?
(A) ચૂંટણી પ્રક્રિયા
(B) લોકોનું પ્રતિનિધિત્વ
(C) વારસાગત શાસન
(D) લોકોની ભાગીદારી
જવાબ : (C) વારસાગત શાસન
(24) નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?
(A) ભારતમાં રાજાશાહી શાસનવ્યવસ્થા છે.
(B) રાજાશાહીમાં રાજા કે રાણી તમામ નિર્ણયો લે છે.
(C) રાજા કે રાણીનું પદ વારસાગત હોય છે.
(D) રાજા પાસે સલાહકારોનું એક નાનું મંડળ હોય છે.
જવાબ : (A) ભારતમાં રાજાશાહી શાસનવ્યવસ્થા છે.
(25) નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે?
(A) સરકારી આરોગ્ય કેન્દ્રો ચલાવવાં.
(B) કુદરતી આપત્તિ સમયે લોકોને મદદ કરવી.
(C) વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા.
(D) આપેલ તમામ સાચાં છે.
જવાબ : (D) આપેલ તમામ સાચાં છે.