ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 14. વિવિધતામાં એકતા
MCQ : 25
(1) કોના કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે?
(A) વિચિત્રતાઓના
(B) વિષમતાઓના
(C) વિવિધતાઓના
(D) વિશિષ્ટતાઓના
જવાબ : (C) વિવિધતાઓના
(2) પંજાબના લોકો કયો ધર્મ પાળે છે?
(A) બૌદ્ધ
(B) જરથોસ્તી (પારસી)
(C) યહૂદી
(D) શીખ
જવાબ : (D) શીખ
(3) આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં લોકો કઈ ભાષા બોલે છે?
(A) તેલુગુ
(B) કન્નડ
(C) તમિલ
(D) મલયાલમ
જવાબ : (A) તેલુગુ
(4) કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે?
(A) મલયાલમ
(B) તમિલ
(C) કન્નડ
(D) તેલુગુ
જવાબ : (C) કન્નડ
(5) તમિલનાડુમાં લોકો કઈ ભાષા બોલે છે?
(A) કન્નડ
(B) તમિલ
(C) મલયાલમ
(D) તેલુગુ
જવાબ : (B) તમિલ
(6) કેરલમાં લોકો કઈ ભાષા બોલે છે?
(A) તમિલ
(B) મલયાલમ
(C) કન્નડ
(D) તેલુગુ
જવાબ : (B) મલયાલમ
(7) ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે?
(A) કૂચીપૂડી
(B) ભરતનાટ્યમ્
(C) કથક
(D) કથકલી
જવાબ : (C) કથક
(8) કેરલનું જાણીતું નૃત્ય કયું છે?
(A) કથકલી
(B) કથક
(C) કૂચીપૂડી
(D) ભરતનાટ્યમ્
જવાબ : (A) કથકલી
(9) તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે?
(A) ભરતનાટ્યમ્
(B) કૂચીપૂડી
(C) કથક
(D) કથકલી
જવાબ : (A) ભરતનાટ્યમ્
(10) અસમનું જાણીતું નૃત્ય કયું છે?
(A) ઓડિસી
(B) બિહુ
(C) કથકલી
(D) ઘુમ્મર
જવાબ : (B) બિહુ
(11) ઘુમ્મર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે?
(A) ગુજરાત
(B) રાજસ્થાન
(C) મધ્ય પ્રદેશ
(D) કેરલ
જવાબ : (B) રાજસ્થાન
(12) “જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.'' આ વિધાન કોણે કહ્યું છે?
(A) જવાહરલાલ નેહરુએ
(B) ડૉ. રાજેન્દ્રપ્રસાદે
(C) ડૉ. રાધાકૃષ્ણને
(D) ડૉ. ભીમરાવ આંબેડકરે
જવાબ : (C) ડૉ. રાધાકૃષ્ણને
(13) સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?
(A) બંધારણીય ઇલાજના
(B) સ્વતંત્રતાના
(C) ધાર્મિક સ્વાતંત્ર્યતાના
(D) સમાનતાના
જવાબ : (D) સમાનતાના
(14) ભારતમાં કેટલા ધર્મના અનુયાયીઓ રહે છે?
(A) છ
(B) સાત
(C) આઠ
(D) નવ
જવાબ : (C) આઠ
(15) ભારતનું રાષ્ટ્રગાન ‘વંદે માતરમ’ ના રચયિતા કોણ છે?
(A) ઓમકારનાથ ઠાકુર
(B) રવીન્દ્રનાથ ટાગોર
(C) સુભાષચંદ્ર બોઝ
(D) બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
જવાબ : (D) બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
(16) સમાજમાં કેટલાક લોકો શિક્ષણ લે છે, જ્યારે કેટલાક લોકો શિક્ષણ લેતા નથી ત્યારે શું ઉત્પન્ન થાય છે?
(A) વિવિધતા
(B) ભેદભાવ
(C) અસમાનતા
(D) જરૂરિયાતો
જવાબ : (B) ભેદભાવ
(17) લાવણી નૃત્ય ભારતના કયા રાજ્યનું છે?
(A) મહારાષ્ટ્ર
(B) ગુજરાત
(C) રાજસ્થાન
(D) પંજાબ
જવાબ : (A) મહારાષ્ટ્ર
(18) ‘તેઓ મોટા ભાગે કુરિવાજોનો ભોગ બને છે.' આ વિધાન સામાન્ય રીતે કોની સાથે સાંકળવામાં આવે છે?
(A) છોકરાઓ સાથે
(B) છોકરીઓ સાથે
(C) પરણિત મહિલાઓ સાથે
(D) પુરુષો સાથે
જવાબ : (C) પરણિત મહિલાઓ સાથે
(19) જ્ઞાતિપ્રથાના નિયમો એવા હતા કે તથાકથિત ‘અસ્પૃશ્યો’ ને કયું કામ કરવાની છૂટ ન હતી?
(A) ઊંચી જ્ઞાતિના લોકોનાં ઘરમાં પ્રવેશ કરવાની
(B) ગામના કૂવેથી પાણી ભરવાની
(C) ગામનાં મંદિરોમાં જવાની
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(20) કબીરસિંહ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે, તો કબીરસિંહ કયો ધર્મ પાળતા હશે?
(A) હિન્દુ
(B) મુસ્લિમ
(C) શીખ
(D) જૈન
જવાબ : (C) શીખ
(21) હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું.
(A) રસગુલ્લા
(B) જલેબી
(C) પેંડા
(D) મોહનથાળ
જવાબ : (A) રસગુલ્લા
(22) ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે?
(A) દિવાળીના દિવસે
(B) હોળીના દિવસે
(C) અષાઢી બીજના દિવસે
(D) અખાત્રીજના દિવસે
જવાબ : (C) અષાઢી બીજના દિવસે
(23) જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગે ત્યાંના લોકો કયું નૃત્ય કરતા હશે?
(A) રાસ-ગરબા
(B) કૂચીપૂડી
(C) ભરતનાટ્યમ્
(D) ઘુમ્મર
જવાબ : (D) ઘુમ્મર
(24) તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે?
(A) ગુજરાતી
(B) કન્નડ
(C) હિન્દી
(D) અંગ્રેજી
જવાબ : (C) હિન્દી
(25) મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે?
(A) ગુજરાતી
(B) મરાઠી
(C) હિન્દી
(D) અંગ્રેજી
જવાબ : (B) મરાઠી