ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 13. ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન
MCQ : 65
(1) ભારતની દક્ષિણે ક્યો મહાસાગર આવેલો છે?
(A) ઍટલૅન્ટિક
(B) આર્કટીક
(C) હિંદ
(D) પૅસિફિક
જવાબ : (C) હિંદ
(2) ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી છે?
(A) 32.8 લાખ
(B) 55.2 લાખ
(C) 18.6 લાખ
(D) 29.5 લાખ
જવાબ : (A) 32.8 લાખ
(3) ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે?
(A) 3130
(B) 3214
(C) 3090
(D) 2933
જવાબ : (B) 3214
(4) ભારતનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?
(A) 2933
(B) 3180
(C) 3030
(D) 3280
જવાબ : (A) 2933
(5) ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે?
(A) વિંધ્ય
(B) ઍન્ડીઝ
(C) આલ્પ્સ
(D) હિમાલય
જવાબ : (D) હિમાલય
(6) હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા ક્યા નામે ઓળખાય છે?
(A) શિવાલિકની ટેકરીઓ
(B) લધુ હિમાલય
(C) મહા હિમાલય
(D) મધ્ય હિમાલય
જવાબ : (C) મહા હિમાલય
(7) હિમાદ્રી પર્વતમાળાની દક્ષિણે હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે?
(A) હિમાદ્રી હિમાલય
(B) હિમાચલ
(C) મહા હિમાલય
(D) લઘુ હિમાલય
જવાબ : (B) હિમાચલ
(8) હિમાચલ પર્વતમાળાની દક્ષિણે (ભારત તરફની) હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે?
(A) મહા હિમાલય
(B) શિવાલિકની ટેકરીઓ
(C) હિમાદ્રી
(D) મધ્ય હિમાલય
જવાબ : (B) શિવાલિકની ટેકરીઓ
(9) વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે?
(A) માઉન્ટ એવરેસ્ટ
(B) કાંચનજંગા
(C) K2
(D) ધવલગિરિ
જવાબ : (A) માઉન્ટ એવરેસ્ટ
(10) નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળે છે?
(A) ગોદાવરી
(B) મહાનદી
(C) ગંગા
(D) કાવેરી
જવાબ : (C) ગંગા
(11) નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી?
(A) બ્રહ્મપુત્ર
(B) સતલુજ
(C) યમુના
(D) કૃષ્ણા
જવાબ : (D) કૃષ્ણા
(12) ભારતીય મહામરુસ્થલ ભારતના કયા ભાગમાં આવેલું છે?
(A) પશ્ચિમ
(B) પૂર્વ
(C) દક્ષિણ
(D) ઉત્તર
જવાબ : (A) પશ્ચિમ
(13) ભારતમાં ઉત્તરનાં મેદાનોની દક્ષિણે ક્યો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
(A) છોટા નાગપુરનો
(B) દખ્ખણનો
(C) શિલોંગનો
(D) પૂર્વ ઘાટ
જવાબ : (B) દખ્ખણનો
(14) દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે?
(A) પતકાઈ
(B) લુશાઈ
(C) અરવલ્લી
(D) વિંધ્ય
જવાબ : (C) અરવલ્લી
(15) નીચેના પૈકી કઈ નદી અરબ સાગરને મળે છે?
(A) મહાનદી
(B) નર્મદા
(C) કૃષ્ણા
(D) સતલુજ
જવાબ : (B) નર્મદા
(16) નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે?
(A) બંગાળાના ઉપસાગર (બંગાળાની ખાડી) ને
(B) ખંભાતના અખાતને
(C) હિંદ મહાસાગરને
(D) અરબ સાગરને
જવાબ : (D) અરબ સાગરને
(17) મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓ કઈ જળરાશિને મળે છે?
(A) બંગાળાના ઉપસાગર (બંગાળની ખાડી) ને
(B) ખંભાતના અખાતને
(C) અરબ સાગરને
(D) હિંદ મહાસાગરને
જવાબ : (A) બંગાળાના ઉપસાગર (બંગાળની ખાડી) ને
(18) નીચેના પૈકી કઈ નદી બંગાળાના ઉપસાગર (બંગાળાની ખાડી) ને મળતી નથી?
(A) મહાનદી
(B) ગોદાવરી
(C) કૃષ્ણા
(D) નર્મદા
જવાબ : (D) નર્મદા
(19) નીચેના પૈકી કઈ નદીએ ફળદ્રુપ મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો નથી?
(A) ગોદાવરીએ
(B) તાપીએ
(C) ગંગાએ
(D) કૃષ્ણાએ
જવાબ : (B) તાપીએ
(20) બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ સુંદરવન નામનો મુખત્રિકોણ પ્રદેશ ક્યાં બનાવ્યો છે?
(A) કચ્છના અખાતમાં
(B) અરબ સાગરમાં
(C) ખંભાતના અખાતમાં
(D) બંગાળાના ઉપસાગર (બંગાળાની ખાડી) માં
જવાબ : (D) બંગાળાના ઉપસાગર (બંગાળાની ખાડી) માં
(21) બંગાળાના ઉપસાગર (બંગાળાની ખાડી) માં દક્ષિણ-પૂર્વમાં કયા ટાપુઓ આવેલા છે?
(A) બોનિન
(B) લક્ષદ્વીપ
(C) અંદમાન અને નિકોબાર
(D) માલદીવ
જવાબ : (C) અંદમાન અને નિકોબાર
(22) લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?
(A) બંગાળાના ઉપસાગર (બંગાળની ખાડી) માં
(B) હિંદ મહાસાગરમાં
(C) ખંભાતના અખાતમાં
(D) અરબ સાગરમાં
જવાબ : (D) અરબ સાગરમાં
(23) ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?
(A) નવેમ્બરથી ફેબ્રુઆરી
(B) ડિસેમ્બરથી ફેબ્રુઆરી
(C) ડિસેમ્બરથી જૂન
(D) ડિસેમ્બરથી માર્ચ
જવાબ : (B) ડિસેમ્બરથી ફેબ્રુઆરી
(24) ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?
(A) માર્ચથી નવેમ્બર
(B) એપ્રિલથી ઑગસ્ટ
(C) માર્ચથી મે
(D) જૂનથી સપ્ટેમ્બર
જવાબ : (C) માર્ચથી મે
(25) ભારતમાં ચોમાસું (વર્ષાઋતુ) ક્યા મહિનાઓ દરમિયાન હોય છે?
(A) મેથી સપ્ટેમ્બર
(B) જુલાઈથી ઑક્ટોબર
(C) જૂનથી નવેમ્બર
(D) જૂનથી સપ્ટેમ્બર
જવાબ : (D) જૂનથી સપ્ટેમ્બર
(26) ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ક્યા મહિનાઓ દરમિયાન હોય છે?
(A) જૂન - જુલાઈ
(B) ઑક્ટોબર - નવેમ્બર
(C) જાન્યુઆરીથી માર્ચ
(D) ઑક્ટોબરથી ફેબ્રુઆરી
જવાબ : (B) ઑક્ટોબર - નવેમ્બર
(27) ભારતમાં કઈ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે?
(A) શિયાળો
(B) ઉનાળો
(C) ચોમાસું
(D) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ
જવાબ : (C) ચોમાસું
(28) ભારતનાં ક્યાં રાજ્યોમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપે છે?
(A) તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં
(B) તમિલનાડુ અને કેરલમાં
(C) ગુજરાત અને મહારાષ્ટ્રમાં
(D) આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં
જવાબ : (A) તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં
(29) ભારતની આબોહવા કઈ આબોહવા કહેવાય છે?
(A) મોસમી
(B) સમઘાત
(C) વિષમ
(D) સમ
જવાબ : (A) મોસમી
(30) ભારતમાં કયા મહિનાથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે?
(A) જૂનથી
(B) જુલાઈથી
(C) નવેમ્બરથી
(D) ઑગસ્ટથી
જવાબ : (C) નવેમ્બરથી
(31) ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો સૂકા હોય છે?
(A) નૈઋત્ય
(B) ઈશાન
(C) વાયવ્ય
(D) અગ્નિ
જવાબ : (B) ઈશાન
(32) ભારતમાં વનસ્પતિની વિવિધતાનું મુખ્ય કારણ કયું છે?
(A) જમીનના પ્રકારો
(B) ઊંચાઈ
(C) વરસાદનું પ્રમાણ
(D) આબોહવામાં રહેલી વિભિન્નતા
જવાબ : (D) આબોહવામાં રહેલી વિભિન્નતા
(33) ભારતમાં વનસ્પતિની વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર શો છે?
(A) ઊંચાઈ
(B) જમીનના પ્રકારો
(C) વરસાદનું પ્રમાણ
(D) પર્યાવરણીય સમતુલા
જવાબ : (C) વરસાદનું પ્રમાણ
(34) પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં ક્યા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
(A) પાનખર (ખરાઉ)
(B) કાંટાળાં
(C) વરસાદી
(D) ભરતીનાં (મેન્ગ્રુવ)
જવાબ : (C) વરસાદી
(35) નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે?
(A) અંદમાન અને નિકોબાર
(B) ઉત્તર પ્રદેશ
(C) છત્તીસગઢ
(D) ગુજરાત
જવાબ : (A) અંદમાન અને નિકોબાર
(36) મૅહોગની અને રોઝવુડ ક્યા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?
(A) કાંટાળાં
(B) વરસાદી
(C) ભરતીનાં (મેન્ગ્રુવ)
(D) પાનખર (ખરાઉ)
જવાબ : (B) વરસાદી
(37) ભારતમાં કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે?
(A) મોસમી
(B) પહાડી
(C) વરસાદી
(D) સૂકાં અને ઝાંખરાંવાળાં
જવાબ : (A) મોસમી
(38) કયા પ્રકારનાં જંગલોને મોસમી જંગલો પણ કહે છે?
(A) સૂકાં અને ઝાંખરાંવાળાં
(B) વરસાદી
(C) પહાડી
(D) પાનખર (ખરાઉ)
જવાબ : (D) પાનખર (ખરાઉ)
(39) સાગ અને સાલ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?
(A) પાનખર (ખરાઉ)
(B) વરસાદી
(C) ભરતીનાં (મેન્ગ્રુવ)
(D) સૂકાં અને ઝાંખરાંવાળાં
જવાબ : (A) પાનખર (ખરાઉ)
(40) 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
(A) વરસાદી
(B) પાનખર (ખરાઉ)
(C) સુકાં અને ઝાંખરાંવાળાં
(D) ૫ર્વતીય
જવાબ : (C) સુકાં અને ઝાંખરાંવાળાં
(41) ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
(A) વરસાદી
(B) પાનખર (ખરાઉ)
(C) સૂકાં અને ઝાંખરાંવાળાં
(D) સમશીતોષ્ણ કટિબંધીય
જવાબ : (C) સૂકાં અને ઝાંખરાંવાળાં
(42) કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોનું વૃક્ષ છે?
(A) લીમડો
(B) દેવદાર
(C) ઓક
(D) સીસમ
જવાબ : (A) લીમડો
(43) સમુદ્રસપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઊગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે?
(A) 1000 મીટરથી 1500 મીટર સુધી
(B) 500 મીટરથી 2500 મીટર સુધી
(C) 1000 મીટરથી 2000 મીટર સુધી
(D) 1500 મીટરથી 2500 મીટર સુધી
જવાબ : (D) 1500 મીટરથી 2500 મીટર સુધી
(44) ચીડ, દેવદાર અને પાઇન કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?
(A) ભરતીનાં (મેન્ગ્રુવ)
(B) પાનખર (ખરાઉ)
(C) પર્વતીય
(D) વરસાદી
જવાબ : (C) પર્વતીય
(45) પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
(A) પર્વતીય
(B) ભરતીનાં (મેન્ગ્રુવ)
(C) વરસાદી
(D) પાનખર (ખરાઉ)
જવાબ : (B) ભરતીનાં (મેન્ગ્રુવ)
(46) સુંદરવન' ક્યાં આવેલું છે?
(A) મહાનદીના મુખત્રિકોણ પ્રદેશમાં
(B) ગોદાવરી નદીના મુખત્રિકોણ પ્રદેશમાં
(C) ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખત્રિકોણ પ્રદેશમાં
(D) કૃષ્ણા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં
જવાબ : (C) ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખત્રિકોણ પ્રદેશમાં
(47) નીચેના પૈકી કયું વૃક્ષ ગુજરાતના સમુદ્રકિનારાના દલદલીય વિસ્તારમાં થાય છે?
(A) પાઇન
(B) દેવદાર
(C) સુંદરી
(D) ચેર
જવાબ : (D) ચેર
(48) ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
(A) સિંહ
(B) વાઘ
(C) હાથી
(D) ગાય
જવાબ : (B) વાઘ
(49) જ્યાં રાજ્યોનાં જંગલો હાથીઓ માટે જાણીતાં છે?
(A) કેરલ અને ગુજરાત
(B) કેરલ અને કર્ણાટક
(C) કર્ણાટક અને અસમ
(D) મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ
જવાબ : (B) કેરલ અને કર્ણાટક
(50) ભારતનાં જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે?
(A) ગીરનાં જંગલોમાં
(B) કેરલનાં જંગલોમાં
(C) કર્ણાટકનાં જંગલોમાં
(D) હિમાલયની તળેટીનાં જંગલોમાં
જવાબ : (A) ગીરનાં જંગલોમાં
(51) આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે?
(A) ગરુડ
(B) સુરખાબ
(C) મોર
(D) કબૂતર
જવાબ : (C) મોર
(52) ભારતનાં કયાં રાજ્યોના સમુદ્રકિનારે સમુદ્રના કાચબા ઈંડાં મૂકવા આવે છે?
(A) ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે
(B) ઓડિશા, કેરલ વગેરે
(C) ગુજરાત, ઓડિશા વગેરે
(D) ગુજરાત, કેરલ વગેરે
જવાબ : (C) ગુજરાત, ઓડિશા વગેરે
(53) ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે?
(A) અમરેલીમાં
(B) જૂનાગઢમાં
(C) કચ્છમાં
(D) સાબરકાંઠામાં
જવાબ : (C) કચ્છમાં
(54) ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ આવે છે?
(A) નારાયણ સરોવરમાં
(B) સરદાર સરોવરમાં
(C) નર્મદાસાગર સરોવરમાં
(D) નળ સરોવરમાં
જવાબ : (D) નળ સરોવરમાં
(55) ભારતની દક્ષિણે કયો દેશ આવેલો છે?
(A) બાંગ્લાદેશ
(B) શ્રીલંકા
(C) અફઘાનિસ્તાન
(D) મ્યાનમાર
જવાબ : (B) શ્રીલંકા
(56) ભારતમાં આવેલું મહા હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે?
(A) કાંચનજંગા
(B) માઉન્ટ એવરેસ્ટ
(C) ધવલગિરિ
(D) ગૉડવિન ઓસ્ટિન (K2)
જવાબ : (D) ગૉડવિન ઓસ્ટિન (K2)
(57) અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
(A) છોટા નાગપુરનો
(B) દખ્ખણનો
(C) માળવાનો
(D) છોટા ઉદેપુરનો
જવાબ : (C) માળવાનો
(58) ભારતની હવામાન ખાતાની કચેરી કયા શહેરમાં આવેલી છે?
(A) પુણે
(B) દિલ્લી
(C) મુંબઈ
(D) દેહરાદૂન
જવાબ : (B) દિલ્લી
(59) ગુજરાતનું રાજ્ય-પક્ષી કયું છે?
(A) સુરખાબ
(B) પોપટ
(C) મોર
(D) ગરુડ
જવાબ : (A) સુરખાબ
(60) કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડાં અને ગૃહ-સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે?
(A) ટીમરુ
(B) દેવદાર
(C) સાગ
(D) વાંસ
જવાબ : (D) વાંસ
(61) કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?
(A) શિયાળો
(B) ઉનાળો
(C) ચોમાસું
(D) નિવર્તન ઋતુ
જવાબ : (B) ઉનાળો
(62) ‘સુંદરવન’ મુખત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ દ્વારા રચાયેલ છે?
(A) બ્રહ્મપુત્ર – યમુના
(B) ગંગા – યમુના
(C) બ્રહ્મપુત્ર - ગંગા
(D) બ્રહ્મપુત્ર – ગોદાવરી
જવાબ : (C) બ્રહ્મપુત્ર - ગંગા
(63) ભારતની દક્ષિણે ક્યો મહાસાગર આવેલો છે?
(A) ઍટલૅન્ટિક
(B) આર્કટીક
(C) હિંદ
(D) પૅસિફિક
જવાબ : (C) હિંદ
(64) ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી છે?
(A) 32.8 લાખ
(B) 55.2 લાખ
(C) 18.6 લાખ
(D) 29.5 લાખ
જવાબ : (A) 32.8 લાખ
(65) ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે?
(A) 3130
(B) 3214
(C) 3090
(D) 2933
જવાબ : (B) 3214