ધોરણ : 6
વિષય : વિજ્ઞાન
એકમ : 11. આપણી આસપાસની હવા
MCQ : 40
(1) હવાના કયા ઘટકનો ઉપયોગ વનસ્પતિ તેનો ખોરાક બનાવવા માટે કરે છે?
(A) ઑક્સિજન
(B) નાઈટ્રોજન
(C) કાર્બન ડાયોક્સાઈડ
(D) ઓઝોન
જવાબ : (C) કાર્બન ડાયોક્સાઈડ
(2) નીચેનામાંથી કોની હાજરી હવામાં હોતી નથી?
(A) ઑક્સિજન
(B) નાઈટ્રોજન
(C) કાર્બન ડાયોક્સાઈડ
(D) આયર્ન
જવાબ : (D) આયર્ન
(3) પ્રકાશના સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ ઉત્પન્ન કરે છે?
(A) નાઈટ્રોજન
(B) કાર્બન ડાયોક્સાઈડ
(C) ઑક્સિજન
(D) હિલીયમ
જવાબ : (C) ઑક્સિજન
(4) નીચેનામાંથી ઑક્સિજન વાયુનો ઉપયોગ કઇ ક્રિયામાં થાય છે?
(A) સજીવોનું શ્વસન
(B) બળતણનું દહન
(C) લોખંડનું કટાવું
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(5) હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે?
(A) 20%
(B) 70%
(C) 50%
(D) 78%
જવાબ : (D) 78%
(6) હવામાં પાણીની બાષ્પની હાજરી શાના માટે મહત્વની છે?
(A) જળચક્ર
(B) ઓઝોન સ્તર
(C) દહન
(D) એકપણ નહીં
જવાબ : (A) જળચક્ર
(7) હવામાં O2 તેનું પ્રમાણ કેટલા ટકા છે?
(A) 70%
(B) 21%
(C) 79%
(D) 1%
જવાબ : (B) 21%
(8) પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને.……….કહે છે.
(A) હવા
(B) વાતાવરણ
(C) મૃદાવરણ
(D) જલાવરણ
જવાબ : (B) વાતાવરણ
(9) નીચેનામાંથી હવામાં સૌથી વધુ ભાગ કયા વાયુનો છે?
(A) ઑક્સિજન
(B) કાર્બન ડાયોક્સાઈડ
(C) નાઈટ્રોજન
(D) હિલીયમ
જવાબ : (C) નાઈટ્રોજન
(10) જે વાયુ રંગહીન, ગંધહીન, હવા કરતાં ભારે અને દહન માટે જરૂરી છે તે વાયુ કયો છે?
(A) નાઈટ્રોજન
(B) ઑક્સિજન
(C) કાર્બન ડાયોક્સાઈડ
(D) હિલીયમ
જવાબ : (B) ઑક્સિજન
(11) પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયા વાયુનો ઉપયોગ કરે છે?
(A) નાઈટ્રોજન
(B) ઑક્સિજન
(C) ઓઝોન
(D) કાર્બન ડાયોકસાઈડ
જવાબ : (D) કાર્બન ડાયોકસાઈડ
(12) વાતાવરણમાં રહેલા કયા વાયુઓ દહન માટે જરૂરી નથી?
(A) ઑક્સિજન
(B) કાર્બન ડાયોક્સાઈડ
(C) નાઈટ્રોજન
(D) B અને C બંને
જવાબ : (D) B અને C બંને
(13) વાતાવરણમાં પાણીની બાષ્પના કેટલા પ્રમાણમાં કપડાં જલ્દી સુકાઈ જાય છે?
(A) વધારે
(B) ઓછા
(C) મધ્યમ
(D) એકપણ નહિ
જવાબ : (B) ઓછા
(14) નીચેનામાંથી કોની ગતિમાં હવા મદદ કરતી નથી?
(A) વેધર-કૉક
(B) ફરકડી
(C) સઢવાળી હોડી
(D) એકપણ નહિ
જવાબ : (D) એકપણ નહિ
(15) હવા કરતાં ભારે, ગંધહીન, રંગહીન અને અગ્નિશામક તરીકે ઓળખાતા વાયુનું નામ આપો.
(A) હાઈડ્રોજન
(B) ઑકિસજન
(C) કાર્બન ડાયોક્સાઈડ
(D) નાઈટ્રોજન
જવાબ : (C) કાર્બન ડાયોક્સાઈડ
(16) નીચેનામાંથી વાતાવરણમાં કયો વાયુ મળતો નથી?
(A) O2
(B) N2
(C) CO2
(D) એકપણ નહિ
જવાબ : (D) એકપણ નહિ
(17) હવા વાયુઓનું……………..છે.
(A) તત્ત્વ
(B) સંયોજન
(C) મિશ્રણ
(D) આપેલ તમામ
જવાબ : (C) મિશ્રણ
(18) હવા જયારે ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે કઇ પ્રક્રિયા થાય છે?
(A) સંઘનન
(B) બાષ્પીભવન
(C) ઉત્કલન
(D) ગલન
જવાબ : (A) સંઘનન
(19) જલચક્ર માટે નીચેનામાંથી કોણ જરૂરી છે?
(A) પાણીની બાષ્પ
(B) કાર્બન ડાયોક્સાઈડ
(C) ઑક્સિજન
(D) એકપણ નહિ
જવાબ : (A) પાણીની બાષ્પ
(20) હવામાં નાઈટ્રોજન વાયુ કેટલો ભાગ રોકે છે?
(A) 1/5
(B) 4/5
(C) 3/5
(D) 2/5
જવાબ : (B) 4/5
(21) નીચેનામાંથી કઈ ક્રિયામાં ઑક્સિજનનો ઉપયોગ થાય છે?
(A) વનસ્પતિના શ્વસન
(B) પ્રાણીઓના શ્વસન
(C) વનસ્પતિના દહન
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(22) વાતાવરણમાં ઑક્સિજનનું પુન: ઉમેરણ કરવા માટે જવાબદાર ઘટક કયો છે?
(A) વનસ્પતિ
(B) પ્રાણીઓ
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (A) વનસ્પતિ
(23) હવાના બંધારણની આકૃતિમાં 'P' દર્શાવેલો ભાગ કયો વાયુ દર્શાવે છે?
(A) નાઈટ્રોજન
(B) ઑક્સિજન
(C) કાર્બન ડાયોક્સાઈડ, પાણીની વરાળ
(D) એકપણ નહિ
જવાબ : (B) ઑક્સિજન
(24) જે પ્રાણીઓ પાણીમાં રહે છે તે શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે?
(A) ઓઝોન
(B) કાર્બન ડાયોક્સાઈડ
(C) ઑક્સિજન
(D) B અને C બંને
જવાબ : (C) ઑક્સિજન
(25) પવન ચક્કીનો ઉપયોગ નીચેનામાંથી શામાં થતો નથી?
(A) ટ્યુબવેલમાંથી પાણી કાઢવા
(B) અનાજ દળવાની ઘંટી ચલાવવા
(C) વિદ્યુત ઉત્પન્ન કરવા
(D) એકપણ નહિ
જવાબ : (D) એકપણ નહિ
(26) નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
(a) હવા અપારદર્શક છે.
(b) હવા ફક્ત એક જ ઘટકની બનેલી છે.
(c) હવામાં પાણીની બાષ્પ હોય છે.
(d) હવામાં ખૂબ જ મોટા પ્રમાણમાં નિષ્ક્રિય વાયુ હોય છે.
(A) ફક્ત a
(B) ફક્ત b
(C) ફક્ત c
(D) a અને b બંને
જવાબ : (C) ફક્ત c
(27) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(a) દરેક સજીવને શ્વસનમાં ઓક્સિજન જરૂરી છે.
(b) આપણે હવાને અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી.
(c) ગતિશીલ હવાએ પતંગ ઉડાડવા માટે જરૂરી છે.
(d) હવા દરેક જગ્યાએ હાજર હોય છે પણ જમીનમાં હોતી નથી.
(A) ફક્ત a
(B) ફક્ત b & c
(C) ફક્ત a, b, c
(D) ફક્ત d
જવાબ : (D) ફક્ત d
(28) સજીવો માટે નુકસાનકારક ઘટકો કયા છે?
(A) નાઈટ્રોજન અને કાર્બન ડાયોક્સાઈડ
(B) ધૂળના રજકણો અને પાણીની બાષ્પ
(C) ધૂળના રજકણો અને ધુમાડો
(D) ધુમાડો અને પાણીની બાષ્પ
જવાબ : (C) ધૂળના રજકણો અને ધુમાડો
(29) હવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
(I) તે પવન ચક્કીને ફેરવે છે.
(II) તે વિમાનની ગતિમાં મદદ કરે છે.
(III) તેનો જળચક્રમાં કોઈ ફાળો નથી.
(V) પંખીઓ હવાની હાજરીના કારણે ઉડી શકે છે.
(A) ફક્ત ।
(B) ફક્ત II & III
(C) ફક્ત III
(D) ફક્ત ।, II, IV
જવાબ : (C) ફક્ત III
(30) તલ સૂકી માટીનો એક ટુકડો પાણી ભરેલી ડોલમાં નાખે છે તેને પાણીમાં પરપોટા નીકળતા જોવા મળે છે, તો આ પરપોટા ઉત્પન્ન થવાનું કારણ કયું હશે?
(A) પાણીની બાષ્પ
(B) ફક્ત ઑકિસજન
(C) હવા
(D) એકપણ નહિ
જવાબ : (C) હવા
(31) નીચેના જોડકા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વિભાગ - અ | વિભાગ - બ |
(P) જળચર પ્રાણીઓ | (1) એનેમોમીટર |
(Q)પર્વતારોહકો | (2) ધુમાડો |
(R) વાહનો | (3) ઓક્સિજન સિલિન્ડર |
(S) પવન | (4) દ્રાવ્ય ઓક્સિજન |
(A) P-1, Q-2, R-3, S-4
(B) P-2, Q-1, R-4, S-3
(C) P-3, Q-4, R-1, S-2
(D) P-4, Q-3, R-2, S-1
જવાબ : (D) P-4, Q-3, R-2, S-1
(32) નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં ઑકિસજનની હાજરી જરૂરી છે?
(A) દહન
(B) શ્વસન
(C) પ્રકાશસંશ્લેષણ
(D) A અને B બંને
જવાબ : (D) A અને B બંને
(33) નીચેનામાંથી ઑકિસજન ચક્રમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે?
(A) તાપમાન
(B) પ્રાણીઓ
(C) વનસ્પતિઓ
(D) જમીન
જવાબ : (C) વનસ્પતિઓ
(34) હવાના બંધારણમાં ઘટકોના પ્રમાણને આધારે ઉતરતા ક્રમ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
(A) નાઇટ્રોજન > ઑક્સિજન > કાર્બનડાયોકસાઇડ
(B) ઑક્સિજન > નાઇટ્રોજન > કાર્બનડાયોકસાઇડ
(C) નાઇટ્રોજન > કાર્બનડાયોકસાઇડ > ઑકિસજન
(D) ઑકિસજન > કાર્બનડાયોકસાઇડ > નાઇટ્રોજન
જવાબ : (A) નાઇટ્રોજન > ઑક્સિજન > કાર્બનડાયોકસાઇડ
(35) પૃથ્વીના વાતાવરણને લગતા વિધાનોમાંથી નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?
(A) અક્ષાંશની વધવાની સાથે તે ઘટ્ટ થાય છે.
(B) અક્ષાંશની વધવાની સાથે તે પાતળું થાય છે.
(C) તેમાં કોઈ ફેરફાર થતો નથી.
(D) A અને C બંને
જવાબ : (D) A અને C બંને
(36) નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
(a) ફુલાવ્યા વગરના ફુગ્ગા કરતા ફુલાવેલા ફુગ્ગાનું દળ વધારે હોય છે.
(b) ફુલાવ્યા વગરના ફુગ્ગા અને ફુલાવેલા ફુગ્ગાનું દળ સમાન હોય છે.
(c) ફુલાવ્યા વગરના ફુગ્ગા કરતા ફુલાવેલા ફુગ્ગાનું દળ ઓછું હોય છે.
(d) ફુલાવ્યા વગરના ફુગ્ગા કરતા ફુલાવેલા ફુગ્ગાનું કદ ઓછું હોય છે.
(A) a અને b
(B) a અને c
(C) a અને d
(D) b, c અને d
જવાબ : (D) b, c અને d
(37) પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઇએ તેમ હવા.............થાય છે.
(A) ગરમ
(B) અપારદર્શક
(C) પાતળી
(D) ઘટ્ટ
જવાબ : (C) પાતળી
(38) કાર્બન ડાયોકસાઇડ વાયુના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.
(A) તેને અંગારવાયુ કહેવામાં આવે છે.
(B) તે દહનશીલ વાયુ છે.
(C) વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કાર્બનડાયોકસાઇડ વાયુનો ઉપયોગ કરે છે.
(D) હવામાં કાર્બન ડાયોકસાઇડ વાયુનું પ્રમાણ 0.04% જેટલું હોય છે.
જવાબ : (B) તે દહનશીલ વાયુ છે.
(39) સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેતાં શું જોવા મળે છે?
(A) મીણબત્તી તરત જ ઓલવાઇ જાય છે.
(B) મીણબત્તી વધુ તેજોમય બને છે.
(C) મીણબત્તીની જ્યોતમાં કોઇ ફેર પડતો નથી.
(D) થોડીવાર પછી મીણબત્તી ઓલવાઇ જાય છે.
જવાબ : (D) થોડીવાર પછી મીણબત્તી ઓલવાઇ જાય છે.
(40) વનસ્પતિ ઑકિસજનનો ઉપયોગ કઈ ક્રિયામાં કરે છે?
(A) શ્વસન
(B) પ્રકાશસંશ્લેષણ
(C) બાષ્પોત્સર્જન
(D) પ્રજનન
જવાબ : (A) શ્વસન