ધોરણ : 6
વિષય : વિજ્ઞાન
એકમ : 10. ચુંબક સાથે ગમ્મત
MCQ : 35
(1) ચુંબકની શોધ કયા દેશમાં થઇ હતી?
(A) ભારત
(B) ઇટલી
(C) ચીન
(D) ગ્રીસ
જવાબ : (D) ગ્રીસ
(2) નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે?
(A) પેન્સિલ
(B) કાગળ
(C) ખીલી
(D) રબર
જવાબ : (C) ખીલી
(3) નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી?
(A) ચાંદી
(B) લોખંડ
(C) નિકલ
(D) કોબાલ્ટ
જવાબ : (A) ચાંદી
(4) ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
જવાબ : (B) બે
(5) ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે?
(A) N
(B) E
(C) W
(D) S
જવાબ : (D) S
(6) ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે?
(A) પૂર્વ
(B) પશ્ચિમ
(C) ઉત્તર
(D) દક્ષિણ
જવાબ : (C) ઉત્તર
(7) બંને ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય છે?
(A) એકબીજાથી દૂર જાય
(B) બંને એકબીજાને ખેંચે
(C) આકર્ષણ થાય
(D) કંઈ અસર જોવા મળે નહિ
જવાબ : (A) એકબીજાથી દૂર જાય
(8) ગજિયા ચુંબકનું ચુંબકત્વ કયા ભાગમાં વધુ જોવા મળે છે?
(A) વચ્ચેના ભાગમાં
(B) ધ્રુવો આગળ
(C) ફક્ત ઉત્તર ધ્રુવ આગળ
(D) ફક્ત દક્ષિણ ધ્રુવ આગળ
જવાબ : (B) ધ્રુવો આગળ
(9) દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે?
(A) બેરોમીટર
(B) ટેલિસ્કોપ
(C) હોકાયંત્ર
(D) સૂક્ષ્મદર્શક યંત્ર
જવાબ : (C) હોકાયંત્ર
(10) ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકીય શક્તિમાં શું ફેરફાર થાય છે?
(A) વધારો થાય
(B) ઘટાડો થાય
(C) નાશ પામે
(D) કાયમી બને
જવાબ : (C) નાશ પામે
(11) કુદરતી ચુંબકનો આકાર જણાવો.
(A) લંબઘન
(B) સમઘન
(C) અનિયમિત
(D) નળાકાર
જવાબ : (C) અનિયમિત
(12) ચુંબકનો ઉપયોગ નીચેનામાંથી કયા સાધનમાં થતો નથી?
(A) હોકાયંત્ર
(B) રેફ્રિજરેટર
(C) ડાઈનેમો
(D) પેરિસ્કોપ
જવાબ : (D) પેરિસ્કોપ
(13) જોડકા જોડો.
વિભાગ : અ | વિભાગ : બ |
(P) ચુંબકીય પદાર્થ | (1) કોબાલ્ટ |
(Q) બિન ચુંબકીય પદાર્થ | (2) કાગળ |
| (3) પ્લાસ્ટિક |
| (4) લોખંડ |
(A) Q-1, P-2, Q-3, P-4
(B) P-1, Q-2, Q-3, P-4
(C) P-1, Q-2, P-3, Q-4
(D) એકપણ નહિ
જવાબ : (B) P-1, Q-2, Q-3, P-4
(14) જયારે મુક્ત રીતે કરી શકતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની નજીક એક ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે છે ત્યારે તે....
(A) આકર્ષે છે.
(B) અપાકર્ષે છે.
(C) પરિભ્રમણ કરે છે.
(D) એકપણ નહિ
જવાબ : (B) અપાકર્ષે છે.
(15) જો ટાંકણીના પેકેટમાં એક નળાકાર ચુંબક ફેરવવામાં આવે તો ટાંકણીઓ ચુંબકના કયા ભાગમાં સૌથી વધુ આકર્ષિત થશે?
(A) ઉત્તર ધ્રુવ
(B) દક્ષિણ ધ્રુવ
(C) ચુંબકના કેન્દ્ર આગળ
(D) A અને B બંને
જવાબ : (D) A અને B બંને
(16) નીચેનામાંથી કઈ વસ્તુમાં ચુંબકનો ઉપયોગ થતો નથી?
(A) ટ્યુબલાઈટ
(B) LCD TV
(C) કપ્યુટર હાર્ડ ડિસ્ક
(D) DVD
જવાબ : (A) ટ્યુબલાઈટ
(17) હોકાયંત્રની નજીક ચુંબકના ટુકડાને લાવવામાં આવે ત્યારે શું થાય છે?
(A) સોય દિશા બદલશે
(B) સોય દિશા બદલશે નહિ
(C) સોય પોતાની દિશામાંથી પાછી ફરશે
(D) એકપણ નહિ
જવાબ : (A) સોય દિશા બદલશે
(18) નીચેનામાંથી ચુંબક માટે કયું વિધાન સાચું છે?
(A) સમાન ધ્રુવ એકબીજાને અપાકર્ષે છે.
(B) અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે.
(C) ચુંબકને બે ધ્રુવ ઉત્તર અને દક્ષિણ હોય છે.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(19) નીચેનામાંથી ચુંબક માટે કયું વિધાન ખોટું છે?
(A) ચુંબકની મધ્યમાં ચુંબકીય શક્તિ વધુ હોય છે.
(B) મેગ્નેટાઈટ એ કુદરતી ચુંબક છે.
(C) હોકાયંત્ર હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ ગોઠવાયેલા હોય છે.
(D) એકપણ નહિ
જવાબ : (A) ચુંબકની મધ્યમાં ચુંબકીય શક્તિ વધુ હોય છે.
(20) કૃત્રિમ ચુંબક બનાવવા માટે કયું વિધાન યોગ્ય છે?
વિધાન 1. ચુંબકના ઉત્તર ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડાથી બીજા છેડા તરફ ઘસવામાં આવે છે.
વિધાન 2. ચુંબકના ઉત્તર ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડાથી બીજા છેડા તરફ અને બીજા છેડાથી એક છેડા તરફ ઘસવામાં આવે છે.
(A) વિધાન 1 સાચું
(B) વિધાન 2 સાચું
(C) વિધાન 1 અને 2 બંને સાચાં
(D) વિધાન 1 અને 2 બંને ખોટા
જવાબ : (A) વિધાન 1 સાચું
(21) ચુંબક માટે કયું વિધાન સાચું છે?
(A) ગજિયા ચુંબકમાં લંબઘન પટ્ટીના બે છેડા આગળ ધ્રુવ આવેલા હોય છે.
(B) ઘોડાની નાળ ચુંબકમાં 'U' આકારના બે ખુલ્લા છેડા આગળ ધ્રુવ આવેલા હોય છે.
(C) નળાકાર ચુંબકમાં નળાકારના બે ગોળાકાર છેડા આગળ ધ્રુવ આવેલા હોય છે.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
પાણી ભરેલ ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દેશોમાંથી ચુંબક લાવવામાં આવે છે, તેના પર થતી અસર માટેના શક્ય કારણો કયા હશે? (પ્રશ્ન 22 થી 25 માટે)
(22) હોડી ચુંબક તરફ આકર્ષાય છે કારણ કે…
(A) હોડી બિન ચુંબકીય પદાર્થની બનેલી છે.
(B) હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે.
(C) A અને B બંને
(D) એક પણ નહીં
જવાબ : (B) હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે.
(23) હોડીને ચુંબકની અસર થતી નથી કારણ કે...
(A) હોડી બિન ચુંબકીય પદાર્થની બનેલી છે.
(B) હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે.
(C) A અને B બંને
(D) એક પણ નહીં
જવાબ : (A) હોડી બિન ચુંબકીય પદાર્થની બનેલી છે.
(24) હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે છે ત્યારે હોડી ચુંબક તરફ ગતિ કરે છે, કારણ કે…
(A) હોડી બિનચુંબકીય પદાર્થોની બનેલી છે.
(B) હોડીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે.
(C) હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે.
(D) A અને C બંને
જવાબ : (C) હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે.
(25) હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે છે ત્યારે હોડી ચુંબકથી દૂર જાય છે, કારણ કે…
(A) હોડી બિનચુંબકીય પદાર્થોની બનેલી છે.
(B) હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે.
(C) હોડીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે.
(D) A અને B બંને
જવાબ : (C) હોડીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે.
(26) નીચે દર્શાવેલ રમકડાંની ગાડીને પોતાની તરફ લાવવા માટે માણસ પોતાના હાથમાં રહેલા ચુંબક દ્વારા શું કરશે?
(A) ગાડીના N ધ્રુવ પાસે S ધ્રુવ લાવશે.
(B) ગાડીના S ધ્રુવ પાસે N ધ્રુવ લાવશે.
(C) ગાડી અને માણસના હાથમાં રહેલા ચુંબકના સમાન ધ્રુવો પાસપાસે લાવવા.
(D) A અને B બંને
જવાબ : (D) A અને B બંને
(27) પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ કઈ દિશા તરફ હોય છે?
(A) ઉત્તર
(B) પૂર્વ
(C) પશ્ચિમ
(D) દક્ષિણ
જવાબ : (A) ઉત્તર
(28) નીચે દર્શાવેલ આકૃતિમાં x ચુંબકના N ધ્રુવ પાસે Y ચુંબક આકર્ષાવાથી બનતા સળંગ ચુંબક માટે P અને Q છેડા કયા ધ્રુવ તરીકે વર્તશે?
(A) P છેડો S ધ્રુવ તરીકે અને Q છેડો N ધ્રુવ તરીકે વર્તશે.
(B) P છેડો N ધ્રુવ તરીકે અને Q છેડો S ધ્રુવ તરીકે વર્તશે.
(C) P છેડો S ધ્રુવ તરીકે અને Q છેડો S તરીકે વર્તશે.
(D) P છેડો N ધ્રુવ તરીકે અને S છેડો N ધ્રુવ તરીકે વર્તશે.
(29) નીચે દર્શાવેલ આકૃતિમાં x ચુંબકનો
જવાબ : (A) P છેડો S ધ્રુવ તરીકે અને Q છેડો N ધ્રુવ તરીકે વર્તશે.
(29) નીચે દર્શાવેલ આકૃતિમાં X ચુંબકનો ટુકડો થવાથી મળતા નવા ચુંબકના P અને Q છેડા કયા ધ્રુવ દર્શાવશે?
(A) P છેડો S ધ્રુવ તરીકે અને Q છેડો N ધ્રુવ તરીકે દર્શાવશે.
(B) P છેડો N ધ્રુવ તરીકે અને Q છેડો S ધ્રુવ તરીકે દર્શાવશે.
(C) P છેડો S ધ્રુવ તરીકે અને Q છેડો S ધ્રુવ તરીકે દર્શાવશે.
(D) P છેડો N ધ્રુવ તરીકે અને Q છેડો N ધ્રુવ તરીકે દર્શાવશે.
જવાબ : (B) P છેડો N ધ્રુવ તરીકે અને Q છેડો S ધ્રુવ તરીકે દર્શાવશે.
(30) નીચે દર્શાવેલ ક્રિયાઓ પૈકી કઈ ક્રિયા ચુંબકનું ચુંબકત્વ નાશ કરવા માટે જવાબદાર છે?
(A) માત્ર ક્રિયા - ।
(B) માત્ર ક્રિયા - ॥
(C) માત્ર ક્રિયા - III
(D) ક્રિયા - I, II અને III
જવાબ : (D) ક્રિયા - I, II અને III
(31) નીચે દર્શાવેલ ચુંબકો પૈકી નાળ ચુંબક કયો છે?
(A) ચુંબક - A
(B) ચુંબક - B
(C) ચુંબક - C
(D) ચુંબક – D
જવાબ : (C) ચુંબક - C
(32) નીચે દર્શાવેલ ક્રિયાઓ પૈકી કઈ ક્રિયા કૃત્રિમ ચુંબક બનાવવા માટે યોગ્ય છે?
(A) માત્ર ક્રિયા - ।
(B) માત્ર ક્રિયા - ॥
(C) માત્ર ક્રિયા – III
(D) ક્રિયા – I અને III
જવાબ : (D) ક્રિયા – I અને III
(33) ચુંબકની સાચવણી માટે કયું ચિત્ર યોગ્ય છે?
(A) ચિત્ર - ।
(B) ચિત્ર - II
(C) ચિત્ર - । અને ॥
(D) એકપણ નહિ
જવાબ : (C) ચિત્ર - । અને ॥
(34) હોકાયંત્રની મદદથી દિશા નક્કી કરતી વખતે તમે કઇ બાબતનું ધ્યાન રાખશો?
(A) હોકાયંત્રને સમતલ જગ્યા પર મૂકીશ.
(B) હોકાયંત્રની ચુંબકીય સોયનો ઉત્તર અને દક્ષિણ છેડો અને ચંદા પર દર્શાવેલ ઉત્તર અને દક્ષિણ એક બને તે રીતે ગોઠવીશ.
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (C) A અને B બંને
(35) નીચે દર્શાવેલ ચુંબકોને કેટલા ધ્રુવ હોય છે?
(A) એક ધ્રુવ
(B) બે ધ્રુવ
(C) ચાર ધ્રુવ
(D) આઠ ધ્રુવ
જવાબ : (B) બે ધ્રુવ