Std 6 Science Chapter 9 Mcq Gujarati । ધોરણ 6 વિજ્ઞાન એકમ 9 Mcq

GIRISH BHARADA
Std 6 Science Chapter 9 Mcq Gujarati

ધોરણ : 6

વિષય : વિજ્ઞાન

એકમ : 9. વિદ્યુત તથા પરિપથ

MCQ : 40


(1) વિદ્યુતકોષની શોધ કોણે કરી હતી?

(A) થૉમસ આલ્વા એડિસન

(B) આલેસાંડ્રો વોલ્ટા

(C) સર આઇઝેક ન્યૂટન

(D) ગેલિલિયો

જવાબ : (B) આલેસાંડ્રો વોલ્ટા


(2) વિદ્યુત બલ્બનો આવિષ્કાર કોણે કર્યો હતો?

(A) સર આઇઝેક ન્યૂટન

(B) આલેસાંડ્રો વોલ્ટા

(C) થૉમસ આલ્વા એડિસન

(D) ગેલિલિયો

જવાબ : (C) થૉમસ આલ્વા એડિસન


(૩) થર્મોકોલ કેવો પદાર્થ છે?

(A) વિદ્યુત સુવાહક

(B) વિધુત અવાહક

(C) વિદ્યુત મંદવાહક

(D) વિદ્યુત રક્ષક

જવાબ : (B) વિધુત અવાહક


(4) વિદ્યુત બલ્બ વિદ્યુત ઊર્જાનું…………….માં રૂપાંતર કરે છે.

(A) ચુંબકીય શક્તિ

(B) ધ્વનિ ઊર્જા

(C) પ્રકાશ ઊર્જા

(D) યાંત્રિક ઊર્જા

જવાબ : (C) પ્રકાશ ઊર્જા


(5) વિદ્યુતપ્રવાહને પસાર થવા દે તેવા પદાર્થને વિદ્યુતના…………પદાર્થ કહે છે.

(A) ટર્મિનલ

(B) હોલ્ડર

(C) સુવાહક

(D) અવાહક

જવાબ : (C) સુવાહક


(6) વિદ્યુતપ્રવાહને પસાર ન થવા દે તેવા પદાર્થને વિદ્યુતના...........પદાર્થ કહે છે.

(A) ટર્મિનલ

(B) હોલ્ડર

(C) સુવાહક

(D) અવાહક

જવાબ : (D) અવાહક


(7) વિધુતકોષને કેટલા ધ્રુવો હોય છે?

(A) 1

(B) 2

(C) 3

(D) 4

જવાબ : (B) 2


(8) વિદ્યુતકોષમાં ઘાતુની કેપને શું કહેવાય?

(A) ફિલામેન્ટ

(B) ધન ધ્રુવ

(C) ઋણ ધ્રુવ

(D) એકપણ નહિ

જવાબ : (B) ધન ધ્રુવ


(9) વિદ્યુતકોષમાં ધાતુની તકતીને શું કહેવાય?

(A) ફિલામેન્ટ

(B) ધન ધ્રુવ

(C) ઋણ ધ્રુવ

(D) એકપણ નહિ

જવાબ : (C) ઋણ ધ્રુવ


(10) વિદ્યુત બલ્બમાં પ્રકાશ ઉત્પન્ન કરતા પાતળા તારને શું કહે છે?

(A) ટર્મિનલ

(B) વિદ્યુતકોષ

(C) હોલ્ડર

(D) ફિલામેન્ટ

જવાબ : (D) ફિલામેન્ટ


(11) વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહનું વહન કઈ દિશામાં હોય છે?

(A) ધનધ્રુવથી ધનધ્રુવ તરફ

(B) ધનધ્રુવથી ઋણધ્રુવ તરફ

(C) ઋણધ્રુવથી ધનધ્રુવ તરફ

(D) ઋણધ્રુવથી ઋણધ્રુવ તરફ

જવાબ : (B) ધનધ્રુવથી ઋણધ્રુવ તરફ


(12) વિદ્યુતપ્રવાહ વહેવાના માર્ગને શું કહે છે?

(A) વિધુતકોષ

(B) વિદ્યુતતાર

(C) વિદ્યુત પરિપથ

(D) ફિલામેન્ટ

જવાબ : (C) વિદ્યુત પરિપથ


(13) ટોર્ચમાં બલ્બ શાની મદદથી પ્રકાશિત થાય છે?

(A) વિદ્યુત મથક

(B) વિદ્યુત પરિપથ

(C) વિધુતકોષ

(D) ફિલામેન્ટ

જવાબ : (C) વિધુતકોષ


(14) આપણું શરીર વિદ્યુતનું.............છે.

(A) અવાહક

(B) મંદવાહક

(C) સુવાહક

(D) એકપણ નહિ

જવાબ : (C) સુવાહક


(15) વીજળીથી ચાલતા ઉપકરણોને સાવધાનીપૂર્વક ન વાપરીએ તો...

(1) ઉપકરણને નુકશાન થાય.

(2) ગંભીર ઇજા કે મૃત્યુ થાય.

(A) માત્ર 1

(B) માત્ર 2

(C) 1 અને 2

(D) એકપણ નહિ

જવાબ : (C) 1 અને 2


(16) વિદ્યુત પરિપથને સરળતાથી બંધ અને ખુલ્લો કરવા……..ઉપકરણ વપરાય છે.

(A) ફિલામેન્ટ

(B) વિદ્યુત બલ્બ

(C) વિદ્યુતકોષ

(D) વિદ્યુત સ્વીચ

જવાબ : (D) વિદ્યુત સ્વીચ


(17) નીચેનામાંથી ક્યા અધાતુઓ વિદ્યુતના સુવાહક છે?

(A) લાકડુ અને કાગળ

(B) ગ્રેફાઇટ અને ગેસ કાર્બન

(C) કાચ અને રબર

(D) એકપણ નહિ

જવાબ : (B) ગ્રેફાઇટ અને ગેસ કાર્બન


(18) ……………વિધુત અવાહક છે.

(A) મૂત્ર

(B) લીંબુનું દ્રાવણ

(C) નિસ્યંદિત પાણી

(D) મીઠાનું દ્રાવણ

જવાબ : (C) નિસ્યંદિત પાણી


(19) …………વિદ્યુત સુવાહક છે.

(A) તેલ

(B) પારો

(C) કેરોસીન

(D) પેટ્રોલ

જવાબ : (B) પારો


(20) વિદ્યુતકોષ શું છે?

(A) જે વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે.

(B) જે વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર કરે છે.

(C) જે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે.

(D) જે રાસાયણિક ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર કરે છે.

જવાબ : (C) જે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે.


(21) વિદ્યુત બલ્બની આકૃતિમાં P શું દર્શાવે છે?

Std 6 Science Chapter 9 Mcq Gujarati

(A) ધાતુની સપાટી

(B) હોલ્ડર

(C) ફિલામેન્ટ

(D) ટર્મિનલ

જવાબ : (C) ફિલામેન્ટ


(22) વિદ્યુત બલ્બની આકૃતિમાં Q શું દર્શાવે છે?

Std 6 Science Chapter 9 Mcq Gujarati

(A) ધાતુની સપાટી

(B) હોલ્ડર

(C) ફિલામેન્ટ         

(D) ટર્મિનલ

જવાબ : (D) ટર્મિનલ


(23) સ્વીચના સ્થાને શું વાપરવાથી બલ્બ પ્રકાશિત થશે નહિ?

(A) લોખંડની ખીલી

(B) દિવાસળી

(C) એલ્યુમિનિયમનો તાર

(D) ચાવી

જવાબ : (B) દિવાસળી


(24) નીચેનામાંથી વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકની જોડ જણાવો.

(A) લાકડું અને ઊન

(B) સોનું અને ચાંદી

(C) ચાંદી અને રબર

(D) પ્લાસ્ટિક અને ચાવી

જવાબ : (C) ચાંદી અને રબર


(25) કાચ, ઊન અને પ્લાસ્ટિક એ કેવા પદાર્થ છે?

(A) અવાહક

(B) સુવાહક

(C) શોષક

(D) પરાવર્તક

જવાબ : (A) અવાહક


(26) વિદ્યુતના તાર શાના દ્વારા આવરિત હોય છે?

(A) સોનું

(B) કાગળ

(C) રૂ

(D) પ્લાસ્ટિક

જવાબ : (D) પ્લાસ્ટિક


(27) મોટાભાગની ધાતુઓ વિદ્યુતના કેવા પદાર્થ કહી શકાય?

(A) શોષક

(B) પરાવર્તક

(C) અવાહક

(D) સુવાહક

જવાબ : (D) સુવાહક


(28) પૂર્ણ વિદ્યુત પરિપથમાં અમુક સમયથી વિદ્યુતપ્રવાહ વહેતો હોય તો વિદ્યુત બલ્બની સ્થિતિ જણાવો.

(A) ઠંડો અને અપ્રકાશિત

(B) ગરમ અને અપ્રકાશિત

(C) ઠંડો અને પ્રકાશિત

(D) ગરમ અને પ્રકાશિત

જવાબ : (D) ગરમ અને પ્રકાશિત


(29) નીચેનામાંથી ક્યુ ખોટું છે?

(1) રબર એ વિદ્યુત અવાહક છે.

(2) આપણું શરીર વિદ્યુતનું અવાહક છે.

(A) માત્ર 1

(B) માત્ર 2

(C) 1 અને 2 બંને

(D) એકપણ નહિ

જવાબ : (B) માત્ર 2


(30) નીચેનામાંથી ક્યુ સાચું છે?

(1) મોટાભાગની ધાતુઓ વિધુતની અવાહક હોય છે.

(2) વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહનું વહન થતું હોય તો જ બલ્બ પ્રકાશિત થાય.

(A) માત્ર 1

(B) માત્ર 2

(C) 1 અને 2 બંને

(D) એકપણ નહિ

જવાબ : (B) માત્ર 2


(31) વિદ્યુતકોષમાં ધાતુની તકતી…………..ધાતુની બનેલી હોય છે અને તે ઋણધ્રુવ તરીકે વર્તે છે.

(A) ઝીંક

(B) કૉપર

(C) આયર્ન

(D) ચાંદી

જવાબ : (A) ઝીંક


(32) વિદ્યુત ઉપકરણથી વિદ્યુતપ્રવાહને વિદ્યુતમથક તરફ લઈ જતા તારને…………કહે છે.

(A) જીવંત તાર

(B) અર્થિંગ તાર

(C) તટસ્થ તાર

(D) આપેલ તમામ

જવાબ : (C) તટસ્થ તાર


(33) ……………….તાર આપણને વિદ્યુત ઝટકા અને વિધુત આગથી બચાવે છે.

(A) જીવંત તાર

(B) તટસ્થ તાર

(C) મૃત તાર

(D) અર્થિંગ તાર

જવાબ : (D) અર્થિંગ તાર


(34) નીચેના પરિપથમાં વિદ્યુતપ્રવાહનું વહન કઈ દિશામાં થશે?

Std 6 Science Chapter 9 Mcq Gujarati

(A) RQPS

(B) PSRQ

(C) SPQR

(D) QPSR

જવાબ : (C) SPQR


(35) વિદ્યુત બલ્બનો કયો ભાગ વિદ્યુત અવાહક હોય છે?

Std 6 Science Chapter 9 Mcq Gujarati

(A) S

(B) P

(C) Q

(D) R

જવાબ : (B) P


(36) કેરોસીન…………નું ઉદાહરણ છે.

(A) વિદ્યુત સુવાહક

(B) વિદ્યુત અવાહક

(C) વિદ્યુત અર્ધવાહક

(D) એકપણ નહિ

જવાબ : (B) વિદ્યુત અવાહક


(37) ……………..માં વિદ્યુતઊર્જાનું યાંત્રિકઊર્જામાં રૂપાંતર થાય છે.

(A) વિદ્યુત બલ્બ

(B) મિક્સર ગ્રાઇન્ડર

(C) વિદ્યુત ઘંટડી

(D) વિદ્યુત ચુંબક

જવાબ : (B) મિક્સર ગ્રાઇન્ડર


(38) નીચેના વર્ગીકરણનો કાળજીપૂર્વક અભ્યાસ કરી P, Q અને R માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Std 6 Science Chapter 9 Mcq Gujarati

(A) P-રેફ્રિજરેટર, Q-ઘડિયાળ, R-ઓવન

(B) P-વોકમેન, Q-ટેબલ લેમ્પ, R-વિદ્યુત કીટલી

(C) P-મ્યુઝિક સિસ્ટમ, Q-વોશિંગ મશીન, R-હીટર

(D) P-એ.સી, Q-હીટર, R-હેરડ્રાયર

જવાબ : (B) P-વોકમેન, Q-ટેબલ લેમ્પ, R-વિદ્યુત કીટલી


(39) મનીષાને બે વિદ્યુત બલ્બને બે વિદ્યુતકોષ સાથે સાદા વિદ્યુત પરિપથમાં જોડેલા દેખાય છે, તો પ્રકાશિત બલ્બનો પ્રકાશ કઈ રીતે ઓછો કરી શકાય?

Std 6 Science Chapter 9 Mcq Gujarati

(A) એક વિદ્યુતકોષના બદલે ચોકનો ટુકડો મૂકીને

(B) એક વિદ્યુતકોષના બદલે વિદ્યુતતાર મૂકીને

(C) એક વિદ્યુત બલ્બના બદલે વિદ્યુતતાર મૂકીને

(D) એક વિદ્યુત બલ્બના બદલે વિદ્યુતકોષ મૂકીને

જવાબ : (B) એક વિદ્યુતકોષના બદલે વિદ્યુતતાર મૂકીને


(40) કઇ પરિસ્થિતિમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે?

Std 6 Science Chapter 9 Mcq Gujarati

(A) પરિસ્થિતિ । માં

(B) પરિસ્થિતિ ॥ માં

(C) પરિસ્થિતિ ।।। માં

(D) પરિસ્થિતિ IV માં

જવાબ : (D) પરિસ્થિતિ IV માં