Std 7 Science Chapter 9 Mcq Gujarati । ધોરણ 7 વિજ્ઞાન એકમ 9 Mcq

GIRISH BHARADA
Std 7 Science Chapter 9 Mcq Gujarati

ધોરણ : 7

વિષય : વિજ્ઞાન

એકમ : 9. ગતિ અને સમય

MCQ : 40


(1) ઝડપનો મૂળભૂત એકમ કયો છે?

(A) m/min

(B) km/min

(C) m/s

(D) km/h

જવાબ : (C) m/s


(2) 1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે?

(A) દસ લાખમો ભાગ

(B) એક હજારમો ભાગ

(C) દસ હજારમો ભાગ

(D) અબજમો ભાગ

જવાબ : (D) અબજમો ભાગ


(3) એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને શું કહેવાય?

(A) 1 દિવસ

(B) 1 માસ

(C) 1 કલાક           

(D) 1 અઠવાડિયું

જવાબ : (A) 1 દિવસ


(4) ગૌતમ તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ છે, તો તેનું હૃદય આરામની અવસ્થામાં એક મિનિટમાં લગભગ…………ધબકારા કરતું હશે.

(A) 70

(B) 78

(C) 76

(D) 72

જવાબ : (D) 72


(5) કયા પ્રકારની ગતિ માટે અંતર - સમયનો આલેખ સુરેખ હોય છે?

(A) નિયમિત ગતિ

(B) અનિયમિત ગતિ

(C) A અને B બંને

(D) એકપણ નહિ

જવાબ : (A) નિયમિત ગતિ


(6) 1 દિવસ =.................કલાક થાય.

(A) 12

(B) 36

(C) 24

(D) 30

જવાબ : (C) 24


(7) જંતરમંતરનું છાયાયંત્ર ભારત દેશના કયા શહેરમાં આવેલું છે?

(A) દિલ્લી

(B) મુંબઈ

(C) રાજકોટ

(D) અમદાવાદ

જવાબ : (A) દિલ્લી


(8) નીચેનામાંથી કયા પ્રાણીની ઝડપ સૌથી વધુ હોય છે?

(A) વાઘ

(B) ચિત્તો

(C) રીંછ

(D) સિંહ

જવાબ : (B) ચિત્તો


(9) પદાર્થ ઝડપી કે ધીમી ગતિ કરે છે તે જાણવા માટે કઈ ભૌતિક રાશિ વપરાય છે?

(A) સમય

(B) અંતર

(C) ઝડપ

(D) એકપણ નહિ

જવાબ : (C) ઝડપ


(10) મીટર માટેની સંજ્ઞા કઈ છે?

(A) m

(B) m/s

(C) M

(D) km/h

જવાબ : (A) m


(11) ગ્રહો અને તારાઓની ઉંમર…………વર્ષમાં માપવામાં આવે છે.

(A) અબજ

(B) દસ લાખ

(C) કરોડ

(D) દસ હજાર

જવાબ : (A) અબજ


(12) નીચે પૈકી કયું ઉદાહરણ આવર્તગતિનું છે?

(A) ઘડિયાળના કાંટાની ગતિ

(B) ઝાડ પરથી પડતા ફળની ગતિ

(C) ઝૂલતાં પારણાંની ગતિ

(D) સીધા રસ્તા પર ગતિ કરતા બળદગાડાની ગતિ

જવાબ : (C) ઝૂલતાં પારણાંની ગતિ


(13) ……....વડે મપાતો સમય પહેલાની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે.

(A) ક્વાર્ટઝ ક્લોક

(B) જળઘડી

(C) રેતઘડી

(D) એકપણ નહિ

જવાબ : (A) ક્વાર્ટઝ ક્લોક


(14) અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર-સમયનો આલેખ કેવો હોય છે?

(A) શિરોલંબ સુરેખા

(B) વક્રરેખા

(C) ત્રાંસી સુરેખા

(D) સમક્ષિતિજ સુરેખા

જવાબ : (C) ત્રાંસી સુરેખા


(15) દુનિયાની સૌથી વધુ ચોકસાઈવાળી ઘડિયાળનું નિર્માણ કયા દેશે કરેલું છે?

(A) અમેરિકા

(B) શ્રીલંકા

(C) ચીન

(D) જાપાન

જવાબ : (A) અમેરિકા


(16) સ્પીડોમીટર શાનું માપન કરે છે?

(A) વજન

(B) સમય

(C) અંતર

(D) ઝડપ

જવાબ : (D) ઝડપ


(17) આલેખમાં X - અક્ષ અને Y- અક્ષનાં છેદબિંદુને શું કહે છે?

(A) શરુઆતનું બિંદુ

(B) મધ્યબિંદુ

(C) ઊગમબિંદુ

(D) અંત્યબિંદુ

જવાબ : (C) ઊગમબિંદુ


(18) કોઈ પદાર્થ એકસરખા સમયગાળામાં એકસરખું અંતર કાપે ત્યારે પદાર્થ............ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય.

(A) ધીમી

(B) અચળ

(C) ઝડપી

(D) એકપણ નહિ

જવાબ : (B) અચળ


(19) આવર્તગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ કયું છે?

(A) સાદું લોલક

(B) રેતઘડી

(C) સેકન્ડ

(D) છાયાયંત્ર

જવાબ : (A) સાદું લોલક


(20) લોલકને 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય?

(A) 1 મિનિટ

(B) 1 કલાક

(C) 1 સેકન્ડ

(D) આવર્તકાળ

જવાબ : (D) આવર્તકાળ


(21) સમયનો મૂળભૂત એકમ કયો છે?

(A) સેકન્ડ

(B) કલાક

(C) મિનિટ

(D) દિવસ

જવાબ : (A) સેકન્ડ


(22) કનક મગનને પૂછે છે કે મહેસાણાથી વિસનગર શહેર વચ્ચેનું અંતર કયા એકમમાં માપવામાં આવતું હશે?

(A) મીટર

(B) કિલોમીટર

(C) સેન્ટિમીટર

(D) મિલીમીટર

જવાબ : (B) કિલોમીટર


(23) સમયનું માપન કરતું સાધન કયું છે?

(A) ઘડિયાળ

(B) સ્પીડોમીટર

(C) થર્મોમીટર

(D) ઓડોમીટર

જવાબ : (A) ઘડિયાળ


(24) નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમય દરમિયાન પુનરાવર્તન થતું નથી?

(A) એક સૂર્યોદય પછી બીજો સૂર્યોદય

(B) એક ત્સુનામી પછી બીજો ત્સુનામી

(C) એક અમાસ પછી બીજી અમાસ

(D) સૂર્યની ફરતે પૃથ્વીનું એક પરિક્રમણ

જવાબ : (B) એક ત્સુનામી પછી બીજો ત્સુનામી


(25) નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ ખોટો નથી?

(A) ઝડપ = સમય/અંતર

(B) ઝડપ = 1 / અંતર x સમય

(C) ઝડપ = અંતર x સમય

(D) ઝડપ = અંતર / સમય

જવાબ : (D) ઝડપ = અંતર / સમય


(26) માનવીની મહત્તમ ઝડપ………………km/h હોય છે.

(A) 112

(B) 40

(C) 56

(D) 19

જવાબ : (B) 40


(27) પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની……..કહેવાય.

(A) ઝડપ

(B) સમય

(C) અંતર

(D) આવર્તકાળ

જવાબ : (A) ઝડપ


(28) એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને શું કહે છે?

(A) 1 વર્ષ

(B) 1 કલાક

(C) 1 માસ

(D) 1 દિવસ

જવાબ : (C) 1 માસ


(29) ભારત દેશની ‘નેશનલ ફિઝીકલ લેબોરેટરી’ વડે સમય માપનની સેવા પૂરી પાડવામાં આવે છે, તે ભારત દેશના કયા શહેરમાં આવેલી છે?

(A) સુરત

(B) દિલ્લી

(C) ચંદીગઢ

(D) પૂણે

જવાબ : (B) દિલ્લી


(30) અંતર - સમયના આલેખમાં X - અક્ષ પર શું દર્શાવવામાં આવે છે?

(A) સમય

(B) સમય - અંતર

(C) અંતર - સમય

(D) અંતર

જવાબ : (A) સમય


(31) શાળામાં પ્રયોગ માટે લોલકનો આવર્તકાળ માપવા માટે તમે શું ન વાપરી શકો?

(A) છાયાયંત્ર

(B) કાંડા ઘડિયાળ

(C) સ્ટૉપવૉચ

(D) ટેબલ ઘડિયાળ

જવાબ : (A) છાયાયંત્ર


(32) નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી?

(1) જયારે લોલકની લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ ઘટે છે.

(2) જ્યારે લોલકની લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ વધે છે.

(A) વિધાન 1

(B) વિધાન 2

(C) વિધાન 1 અને 2

(D) એકપણ નહિ

જવાબ : (B) વિધાન 2


(33) 1 માઈક્રોસેકન્ડ એટલે.............

(A) 1 સેકન્ડનો એક કરોડમો ભાગ

(B) 1 સેકન્ડનો દસ લાખમો ભાગ

(C) 1 સેકન્ડનો દસ હજારમો ભાગા

(D) 1 સેકન્ડનો હજારમો ભાગ

જવાબ : (B) 1 સેકન્ડનો દસ લાખમો ભાગ


(34) લોલકવાળી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાં સમયના માપન માટે વપરાતા સાધનોમાં કોનો સમાવેશ થતો નથી?

(A) અટકઘડી

(B) રેતઘડી

(C) જળઘડી

(D) જંતરમંતરનું છાયાયંત્ર

જવાબ : (A) અટકઘડી


(35) આપેલ આકૃતિ શેની છે?

Std 7 Science Chapter 9 Mcq Gujarati

(A) છાયાયંત્ર

(B) રેતઘડી

(C) સાદું લોલક

(D) જળઘડી

જવાબ : (C) સાદું લોલક


(36) લોલકનો આવર્તકાળ અચળ હોય છે, તેની શોધ કોણે કરી હતી?

(A) સર આઈઝેક ન્યૂટન

(B) ગેલેલિયો ગેલેલી

(C) થોમસ આલ્વા એડિસન

(D) એડવર્ડ જેનર

જવાબ : (B) ગેલેલિયો ગેલેલી


(37) ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ કયા પ્રકારની ગતિ છે?

(A) વર્તુળાકાર ગતિ

(B) આવર્ત ગતિ

(C) સુરેખ ગતિ

(D) એકપણ નહિ

જવાબ : (C) સુરેખ ગતિ


(38) સેકન્ડ માટેની સંજ્ઞા કઈ છે?

(A) s

(B) m/s

(C) m

(D) km/h

જવાબ : (A) s


(39) દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલ લોલકનો આવર્તકાળ આશરે કેટલો હોય છે?

(A) 3 સેકન્ડ

(B) 4 સેકન્ડ

(C) 1 સેકન્ડ

(D) 2 સેકન્ડ

જવાબ : (D) 2 સેકન્ડ


(40) નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

(1) સાદા લોલકમાં ઘાતુના ગોળાને લોલકનો “બોબ” કહે છે.

(2) ટ્રેનની ઝડપ સામાન્ય રીતે km/h એકમમાં મપાય છે.

(A) વિધાન 1

(B) વિધાન 2

(C) વિધાન 1 અને 2

(D) એકપણ નહિ

જવાબ : (C) વિધાન 1 અને 2